ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા

ઘડપણ કોણે મોકલ્યું ? જાણ્યું જોબન રહે સૌ કાળ
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ… ઘડપણ…

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, ખૂણે ઢાળો એની ખાટ….. ઘડપણ…..

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજ ને રોજ જોઈએ રબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ… ઘટપણ…

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય;
ઘરનાં કહે, મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય ?…. ઘડપણ….

દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?…. ઘડપણ…

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ….. ઘડપણ…

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર….. ઘડપણ…

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…. ઘડપણ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાછો વળ – રશીદ મીર
અર્વાચીન અગસ્ત્ય (ભાગ-2) – સં. ભરત ના. ભટ્ટ Next »   

5 પ્રતિભાવો : ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા

 1. વ્રુધ અવસ્થા નુ વાસતવીક ચીત્ર

 2. જગત દવે says:

  આવું ઘડપણ ન જોઈતુ હોય તો?????? નરસૈંયો તેનો ઊપાય પણ બતાવે છે.

  એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
  ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર

  મૂકી દો સૌ અહંકાર……એ તો બહુ જ અઘરું છે……..તો પછી…………….સંતાનો, વહુઓ, સગાઓ, વ્હાલાઓ હાજર છે…..કરો તેમના નામનો કકળાટ. સદીઓ, વર્ષો વિત્યા પણ એ જ ચક્ર ચાલુ છે.

  ઘરડાં-ઘર એ અસ્વસ્થ સમાજની નિશાની છે. હંમેશા વાંક ફક્ત યુવાનોનો કે નવી પેઢીનો જ કાઢી શકાય નહી. વર્ષોથી કવિતાઓ, વાર્તાઓ, નાટકો અને ફિલ્મોમાં માં મોટા ભાગે નવી-પેઢી જ ‘soft target’ બને છે. જો એવું જ હોય તો ‘આજની’ નવી પેઢી જયારે ધરડી થઈ ને દુનિયાને વિદાય કરી દે પછી બધાં જ ધરડા-ધર બંધ થી જવા જોઈએ. પણ એવું થતુ નથી અને દરેક પેઢી ને દોષ ઢોળવા માટે એક નવી પેઢી મળતી જાય છે.

  એનાં કરતાં આજથી જ એક ‘સારુ જીવન’ જીવવાની આદત કેમ ન પાડવી???? જેથી આવી કોઈ ફરીયાદો વગર અલવિદા થવાય.

 3. Chirag says:

  મારા મત મુજવ ઘડપણ એ માનસિક દશા વધારે અને શારરીક દશા ઓછી…. આપણુ મન જો ભાંગી ગયુ હોય તો જવાની મા પણ ઘડપણ આવે અને નો મન મજબુત હોય તો ઘડપણ પણ જવાની જેમ તાજુ અને રંગીન હોઈ શકે…. મારી મમ્મી ૫૬ વર્ષની છે અને મારી બા (પપ્પા ની મમ્મી) ૭૮ વર્ષના છે પણ તમે જુઓતો જાણે મારી મમ્મી મારા બા ની સાસુ લાગે! મારા બા મારી સાથે પંજો (હાથ નિ કુશ્તી) લડાવે અને મારી મમ્મી મારી પાસે રોજ સાંજે બામ લગાડિ ને પગ કે હાથ ને માલીશ કરાવે…. હવે તમે કહો મને, કે હુ નરસિંહ મહેતા ને કહુ કે કાવ્ય મા જરાક ફેરફાર કરે????

 4. nayan panchal says:

  નરસિંહ મહેતાએ છેલ્લા પદમાં જવાબ આપી જ દીધો. જો સદાકાળ યુવાની ટકી રહે તો થઈ ગયુ… હા, મરણાંત માનસિક યુવાની આવકારદાયક છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.