પાત્રતા – ગિરીશ ગણાત્રા

આમ જોઈએ તો બંને કુટુંબોએ એકબીજા જોડે સંબંધ બાંધવાનું નક્કી જ કરી નાખ્યું હતું. ચંદ્રકાન્તભાઈને શરદભાઈની પુત્રી રૂપા ગમી ગઈ હતી. એના પુત્ર સ્નેહલ માટે રૂપા બધી રીતે યોગ્ય હતી. એ જ્યારે સ્નેહલ માટે યોગ્ય પાત્રની તપાસ કરી રહ્યા હતા ત્યારે એના મિત્રે શરદભાઈની પુત્રી રૂપા સૂચવી. શરદભાઈ સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે ચંદ્રકાન્તભાઈને ખબર પડી કે વર્ષો પહેલાં શરદભાઈ એની જ કૉલેજમાં સાથે ભણેલા, એકાદ વર્ષ હોસ્ટેલમાં પણ રહેલા.

માણસને પોતાનો મીઠો ભૂતકાળ વાગોળવાનું ક્યારેક મન થઈ જાય છે. પોતાના સંતાનોને ઘડીભર વીસારી ચંદ્રકાન્તભાઈ અને શરદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં સરી ગયા. ચા-નાસ્તો કરતાં કરતાં કૉલેજના પ્રોફેસરોની, હોસ્ટેલના રસોડાની, કેન્ટિનમાં કામ કરતા ઠીંગુજી છોકરાની, ક્રિકેટ-ટીમની, સહાધ્યાયીઓની, એમની ટેવોની અને વાર્ષિકોત્સવમાં ભજવાયેલા નાટકની વાતોની સમાપ્તિના અંતે બંને આશ્ચર્યથી બોલી ઊઠ્યા : ‘દુનિયા કેટલી નાની છે ! નહિતર ક્યાં જામનગર અને ક્યાં અમદાવાદ. પ્રારબ્ધમાં લખ્યું હશે તે આટલાં વર્ષે અહીં મળવાનું થયું.’ આ બંનેના પ્રારબ્ધે બંનેને અમદાવાદમાં એકઠા કરી દીધા તો બંનેનાં સંતાનોને એકમેક સાથે જોડી પ્રારબ્ધમાં હવે જે કંઈ લખાયું હશે તેને સાકાર કરવા આગળ વધ્યા. બસ, હવે રૂપા અને સ્નેહલ એકબીજાને મળે, વાતો કરે અને પસંદ કરે એટલે સગાઈની તારીખ નક્કી થઈ જાય….

એ પણ થઈ ગયું. રૂપા અને સ્નેહલ એકબીજાંને મળ્યાં. બે-ચાર વખત સાથે ફરવા ગયાં અને પછી સંમતિ દર્શાવી એટલે સગાઈનો પ્રસંગ પણ પાર પાડી દીધો. સગાઈ પછી રૂપા-સ્નેહલનું મળવાનું વધી ગયું. સ્નેહલ એના પિતા જોડે ધંધામાં ગોઠવાઈ ગયેલો પરંતુ રૂપા નોકરી કરતી હતી. ઑફિસમાંથી એ વારંવાર ગુલ્લી મારી શકતી નહોતી. આ કંઈ સરકારી ઑફિસ થોડી હતી કે ગમે ત્યારે અવાય અને ગમે ત્યારે જવાય ? આ તો લિમિટેડ કંપનીની મોટી ઑફિસ હતી જ્યાં ઑવરટાઈમ વિના ઑફિસસમય પછીય સોંપાયેલું કામ પૂરું કરવું પડતું. રૂપાની આ સમયમર્યાદાને કારણે સ્નેહલ કહેતો પણ ખરો કે લગ્ન પછી તારે ક્યાં નોકરી કરવાની છે ? બહુ ગુલામી કરી, હવે છોડી દે ને !

પણ રૂપા ફરજપરસ્તીમાં માનતી. એના કુટુંબના સંસ્કારો એને એમ કરવા દેતા નહોતા. એના પિતા શરદભાઈ વર્ષોથી એક મોટી પ્રકાશન-સંસ્થા સાથે સંકળાયેલા હતા. કારકૂની કરતા કરતા એ મેનેજર પદે પહોંચ્યા ત્યાં સુધીમાં એ આ સંસ્થા સાથે એવી રીતે વણાઈ ગયેલા કે જાણે પોતાની જ માલિકીની સંસ્થા હોય એમ એ વહેલાવહેલા ઑફિસ પહોંચી જતા અને ખૂબ જ મોડી સાંજે ઘેર પાછા ફરતા. એની આ કામગીરીને કારણે સંસ્થાએ એને ટેલિફોન અને કાર આપેલાં પરંતુ પગાર ઓછો. જોકે ઈન, મીન અને તીનના બનેલા એના કુટુંબ માટે આ પગાર પૂરતો હતો. એકની એક પુત્રી રૂપાને એણે ભણાવી, કૉમ્પ્યુટરનું શિક્ષણ અપાવ્યું અને પછી જે કંપનીનું બેલેન્સશિટ એને ત્યાં છપાવવા આવતું એના જનરલ મેનેજરને વાત કરી એણે પુત્રીને આ કંપનીમાં સારા પગારે ગોઠવી પણ દીધી. રૂપાએ પિતાનું નામ અહીં ઉજાળ્યું. પોતાના ભાવિ પતિ જોડે સહેલ કરવા એ ગમે ત્યારે ઑફિસથી નીકળતી નહીં.

પણ ઑફિસેથી છૂટ્યા પછી એણે સ્નેહલને કંપની આપવી જ પડતી. એ ઘેર જઈ તૈયાર થઈને સ્નેહલ સાથે નીકળી પડતી. કાર ચલાવતી વખતે એ રૂપાને કહેતો પણ ખરો કે હવે તારે કાર ચલાવતાં શીખી જવું પડશે. શરદભાઈની તુલનામાં ચંદ્રકાન્તભાઈ ઘણા જ સદ્ધર હતા. મિલ-સ્ટોર્સના ધંધામાં એ સારું કમાતા. મિલના સાંચાઓ માટે જોઈતો માલ સપ્લાય કરવાનો એનો ધંધો જામી ગયેલો. અમદાવાદની ઘણીખરી મોટી મિલના એ સપ્લાયર હતા. મિલ-જીન સ્ટોર્સમાં એ એટલું કમાતા કે ડચકાં ખાતાંખાતાં કૉલેજનો અભ્યાસ કરી રહેલા પુત્રને એણે શિખામણ આપી કે આજકાલ પરણવા માટે યુનિવર્સિટીની ડિગ્રી મેળવી લે એટલે ભયોભયો. તારે ક્યાં નોકરી કરવા જવાની છે કે આગળ ભણવું પડે ? ડિગ્રી હાંસલ કરવા જેટલું ભણ અને પછી આવી જા આપણા ધંધામાં. તારો મોટો ભાઈ ક્યાં ભણેલો છે ? કૉલેજનાં બે વર્ષ કરીને આવી ગયો તે આજે ધંધામાં અડધો ડઝન ગ્રેજ્યુએટને નોકરીએ રાખી શકે એવી સ્થિતિમાં છે. ધંધાને પહોંચી ન વળાય એટલી હદે એણે કામ વધારી દીધું છે. પિતાની સલાહ માની, પેપર ફોડી સ્નેહલે ડિગ્રી હાંસલ કરી લીધી. એને વાંચવાનું ગમતું હતું ક્યાં ? એ તો રચ્યોપચ્યો રહેતો મિત્રો, પાર્ટીઓ અને પિકચરોમાં. પિતાએ ખરીદેલા ફાર્મમાં મિત્રો જોડે જ્યાફતો ગોઠવવી, લાંબુ કાર-ડ્રાઈવ કરવું, અદ્યતન પોષાકો ખરીદવા, શ્રુંગારના મોંઘા ભાવનાં પ્રસાધનો વસાવવા અને છાશવારે પિકચરો જોવામાં જ એનો મહત્તમ સમય વીતતો.

આ દષ્ટિએ જોઈએ તો રૂપા અને સ્નેહલ વચ્ચે ઘણો મોટો બૌદ્ધિક તફાવત ખરો ! રૂપા અભ્યાસુ હતી, શૃંગાર કરતા કોમ્પ્યુટર સાયન્સનું શીખવામાં એ વધુ સમય ગાળતી, સેન્ટ-પાઉડરની ખરીદી કરવાને બદલે સામાયિકોની ખરીદીમાં એ પૈસા ખર્ચતી અને કરકસરથી રહેતી. આવી આ ચબરાક યુવતીને સ્નેહલ જેવો શોખીન જીવડો મળી ગયો. સાથે હરતાંફરતાં રૂપાને ધીરેધીરે જાણ થવા લાગી કે પોતાનો ભાવિ પતિ ગુણો કરતાં અવગુણોથી વધુ સમૃદ્ધ છે. મિત્રો જોડે શરાબ પીવાનો અને સ્ત્રીસાહચર્યનો શોખીન સ્નેહલ ગંદી મજાકો કરવા માટે મિત્રોમાં પંકાયેલો હતો. એણે રૂપાને આવી અમુક ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો ત્યારથી સ્નેહલ પ્રત્યે એનું માન ઓછું થવા લાગ્યું. એ પછી જે જે પ્રસંગો બનતા રહ્યા એનાથી રૂપાને સ્નેહલ તરફ નફરત થઈ ગઈ. આવી વ્યક્તિ જોડે કઈ રીતે જિંદગી પસાર થઈ શકે ? જે વ્યક્તિને જીવનનું કોઈ મૂલ્ય જ નથી એને આ અમૂલ્ય જીવનઅવસરનું મહત્વ શી રીતે સમજાવાય ? ખાઈ-પીને એશઆરામ કરતી વ્યક્તિ જીવનસફરનાં શિખરો કઈ રીતે સર કરવાની ?

ખૂબખૂબ વિચાર્યા પછી એણે પોતાનાં મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરી. શરદભાઈનાં પત્ની મધુબહેન રૂપાની વાત સાંભળી ડઘાઈ ગયાં અને બોલ્યાં :
‘બહેન, આ બધું સગાઈ પહેલાં વિચારવું જોઈએ ને ? તું એની સાથે ચાર-આઠ દિવસ ફરી તો ખબર ન પડી ?’
‘મમ્મી, એ ચાર-છ દિવસની બે-અઢી કલાકની મુલાકાતમાં કોઈનું વ્યક્તિત્વ થોડું પામી શકાય ? એ વખતે તો કોઈ પણ વ્યક્તિ સજ્જન હોવાનો દેખાવ કે ડોળ કરવાનો. સ્નેહલ તો હવે એમ જ માનતો થઈ ગયો છે કે સગાઈ થઈ ગઈ એટલે લગ્ન થઈ ગયાં ગણાય. માત્ર વિધિવત મહોર મારવાની બાકી છે-એટલું જ. અને એ રીતે મારી જોડે છૂટ લેવા પણ માગે છે…..’
‘હાય મા, લગ્ન પહેલાં તો આવી કોઈ છૂટ લેવા દેવાય જ નહિ દીકરી……’માએ શિખામણ આપી.
‘એ તો હું જાણું છું પણ આ વ્યક્તિ જોડે પરણીને હું મારા જીવનની મકસદ તો પૂરી ન જ કરી શકું. હું કોમ્પ્યુટર-સાયન્સમાં પારંગત થવા માગું છું ત્યારે એને કોમ્પ્યુટરનું માઉસ શું કહેવાય એની પણ ખબર નથી. એની જિંદગીનો એક જ ધ્યેય છે – ખાઓ, પીઓ ઔર મોજ કરો. આ તે કંઈ જિંદગી છે ?’
‘જો રૂપા…’ પિતાએ સલાહ આપી, ‘તું સ્નેહલ સાથે ખુલ્લા દિલથી ચર્ચા કર અને એને તું સમજાવ….’
‘હું મહાત્મા ગાંધી નથી. આટલા વખતથી એની જોડે ફરું છું તો મેં એને કંઈ નહિ કહ્યું હોય ? પણ એ એક જ વાત કહે છે – જિંદગી કોણે જોઈ છે ? ફરી આ અવતાર મળે કે ન મળે માટે જેટલા મોજશોખ કરવા હોય તે કરી લો. એને મત જિંદગીનું બીજું નામ મોજમજા. નવાઈની વાત એ છે કે એને એના પિતાના ધંધામાં રસ નથી. એનું ચાલે તો એ ફિલ્મોનું નિર્માણ કરવા માગે છે ! જાણે એ કામ બહુ સહેલું ન હોય !’

શરદભાઈના ઘરમાં આઠ-દસ દિવસ આ ચર્ચા ચાલી. એ દરમિયાન રૂપાએ સ્નેહલ જોડે બહાર હરવા-ફરવાનું ટાળ્યું. માતા-પિતાએ જ્યારે જોયું કે પુત્રીને આ સંબંધમાં રસ નથી અને ‘જિંદગી આખી કુંવારી રહીશ પણ આ વ્યક્તિ જોડે હું જરા પણ રહી શકું નહિ’ એવી જિદ લઈને એ બેઠી છે ત્યારે નછૂટકે એણે આ સગાઈને નામંજૂર કરી.

રૂપા સાથેની સગાઈ તૂટી જતાં સ્નેહલે હવે એના વિશે ચારે બાજુ ખરાબ વાતો ફેલાવવાનું શરૂ કર્યું. પોતાના ચારિત્ર્ય પર જાતજાતના આક્ષેપોનાં જુઠાણાં ચલાવતા સ્નેહલની ચાલબાજી એ સમજી ગઈ. આ માણસનાં જુઠાણાં હવે ખુલ્લાં પાડવાં જ જોઈએ એમ વિચારી રૂપાએ એની પ્રવૃત્તિઓની એક લાંબી યાદી બનાવી. એને ટાઈપ કરાવી, સાંઠ-સીત્તેર નકલો બનાવી. એ પછી એણે દરેક યાદી ટપાલ દ્વારા સ્નેહલનાં સગાંસંબંધીઓને મોકલાવવી શરૂ કરી. સ્નેહલના પિતા પાસે આ યાદી આવતા જ એ ભડક્યા. પોતાના જેવા મોટા આસામીના પુત્રની સગાઈ છોકરીવાળાઓએ સામે ચડીને તોડી હતી એટલે એને આઘાત તો લાગ્યો જ હતો પણ એની પાછળ આ બધાં કારણો હશે એની એને કલ્પના જ નહિ. ઘરમાં બધાના દેખતા ચંદ્રકાન્તભાઈ સ્નેહલને ખૂબખૂબ વઢ્યા. સ્નેહલ ગિન્નાયો. એણે રૂપાની ઑફિસે ફોન કર્યો અને ધમકી આપી.
રૂપાએ કહ્યું : ‘તમારા બધાં લક્ષણો જોઈને મેં સગાઈ તોડી છે એથી તમે ચિડાયા છો એની મને ખબર છે. આ વાત આપણા બંને કુટુંબો વચ્ચે ખાનગી રહી શકી હોત પરંતુ તમે મારા વિશે જાતજાતના જુઠાણાં ચલાવ્યાં તે ત્યાં સુધી કે કોઈ પણ સ્વમાની સ્ત્રી આવી બેહૂદી હરકત સહન કરી જ ન શકે. હું તો નહિ જ. હવે પછી મારો સંપર્ક સાધવાનો કે આ રીતે ધમકી આપવાનો પ્રયત્ન કરશો તો મારે નાછૂટકે પોલીસમાં મારી સતામણી કરવા બદલ ફરિયાદ કરવી પડશે અને એક વખત પોલીસ ફરિયાદ થશે પછી તમે અને તમારી તમામ પ્રવૃત્તિઓ છાપે ચડી જશે. એ વખતે મને ન કહેતા. હું સીતા નથી, રૂપા છું. મારા ચારિત્ર્યને કોઈ લાંછન લગાડે તે હું જરાય નહિ સાંખું. મારી સામે યુદ્ધે ચડવું હોય તો હું તૈયાર છું.’ કહી રૂપાએ ફોન-જોડાણ કાપી નાખ્યું.

જોકે, સ્નેહલના દૂરનાં સગાંવહાલાઓ એની આ પ્રવૃત્તિઓથી વાકેફ હતાં પરંતુ ચંદ્રકાન્તભાઈના મોટા નામને કારણે છાનીછાની ચર્ચા કરી લેતાં, જાહેરમાં બોલતાં નહિ. હવે એ સૌને પોસ્ટમાં કાગળો મળતાં થયાં કે બધા ચંદ્રકાન્તભાઈ પાસે દોડી ગયા – એને વહાલા થવા કે પછી અંદરની ખાનગી વાત જાણવા. નિંદાની ચર્ચા પીપરમીન્ટની જેમ ચગળવી મીઠી લાગે. સ્નેહલની વાતો ખુદ સગાંસંબંધીઓમાં જ ચર્ચાવા લાગી. આવી બાબતોમાં પહેલા સગા જ વેરી બની જાય. સ્નેહલ માટે ક્યાંય માગું નાખવું ચંદ્રકાન્તભાઈ માટે મુશ્કેલ બની ગયું.

છ-સાત મહિનામાં રૂપાનું ગોઠવાઈ ગયું. એનાં લગ્ન પણ લેવાઈ ગયા ત્યારે સ્નેહલ રહી ગયો હતો. શરૂશરૂમાં એના શરીરમાં રૂપા પ્રત્યે વ્યાપેલું ખુન્નસનું ઝેર હવે ઓસરી ગયું હતું. કૉલેજકાળના જૂના મિત્ર તરીકે શરદભાઈએ પુત્રીનાં લગ્નની કંકોતરી ચંદ્રકાન્તભાઈને મોકલાવી ત્યારે કંકોતરી વાંચીને સ્નેહલની માએ પુત્રને કહ્યું : ‘વાંચ, તારી એક વખતની મંગેતરની કંકોતરી. કેવો છોકરો એને મળી ગયો છે તો જો. આર્કિટેક્ટ થયેલો છોકરો છે. એને અમે ઓળખીએ છીએ. ખૂબ જ યોગ્ય પાત્ર એને મળી ગયું અને તું રહી ગયો. કોઈ પણ અધિકાર કે ચીજવસ્તુઓ મેળવતાં પહેલાં આપણે આપણી લાયકાત કેળવવી જોઈએ. જેવી આપણી યોગ્યતા એવું ફળ મળે. રૂપાની કંકોતરીમાંથી કંઈક શીખ.’

માએ બહુ ઓછા શબ્દોમાં પુત્રને એની લાયકાત બતાવી દીધી. મા રસોડામાં ગઈ ત્યારે પોતાની એક વખતની વાગદત્તાની નિમંત્રણ પત્રિકા સામે જોતો સ્નેહલ વિચારવા લાગ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આમ આદમીની વાત – સંકલિત
માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી Next »   

28 પ્રતિભાવો : પાત્રતા – ગિરીશ ગણાત્રા

 1. Viren Shah says:

  સુંદર વાર્તા. ગીરીશભાઈ એક કોમન મનની વાત એટલી સુંદર રીતે રજુ કરે છે કે વાંચીને હ્રિદય ખુશ થઇ જાય. અહી રજુ કરેલી વાર્તા પણ એટલી જ સુંદર અને અસરકારક છે. વધુમાંતો ગીરીશભાઈની વાર્તાના અંત પણ ઘણા જ વાસ્તવિક લાગે. સમાજમાં આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી જોવા મળતી હોય છે.

  આ વાર્તામાં રૂપાએ જે કર્યું એ સાચું તો કર્યું જ અને સાથે સાથે એક બોધપાઠ લેવા જેવો એ છે કે જો સ્નેહલ જેવા બગડેલા બાળકોની સામે થવું હોય તો આવો સગાઓને પત્રો મોકલવાનો એક નવો આઈડિયા પણ વાપરવો પડે. આમાંથી એક પણ ઘટના અ-વાસ્તવિક લગતી નથી.

  સ્નેહલની ડીગ્રી લેવાની જરૂર નથી એ વાત હજુ ચાલે પણ ધ્યેય વિના “ખાઓ, પીઓ અને મોજ કરો” એવું દિશા વગરની હોડી જેવું જીવન જીવવાનો શો અરથ?

  ગીરીશભાઈની વાર્તાઓનું પુસ્તક જીવનના ઝરુખેથી એક જ રાતમાં એક જ બેઠકે પૂરું કરી નાખ્યું. ગીરીશભાઈ આજે હયાત નથી પરંતુ એમની સુંદર કથાઓ મનને ખુશ કરી દે છે.

 2. nayan panchal says:

  આજના સમયમાં અને કદાચ આવતીકાલે પણ આ વાર્તા એટલી જ પ્રસ્તુત રહેશે. આપણા સમાજે પણ આમાંથી અમુક વસ્તુઓ શીખવા જેવી છે. હજુ પણ ઘણા સમાજમાં યુવક-યુવતીઓને લગ્ન પહેલા એકબીજાની સાથે પૂરતો સમય ગાળવાની છૂટ નથી મળતી.

  યુવાનોએ પોતાના ભાવિ સાથીની સામે (પછી તે લવ-મેરેજ હોય કે અરેન્જડ મેરેજ) પોતે જેવા છે તે રીતે જ વર્તવુ જોઇએ. જે પોતે નથી તેવો ડોળ કરીને કામચલાઊ રીતે સામેવાળાને જીતી શકાય, પરંતુ પછી….

  અને સુંદરતા પામવા માટે પહેલા પોતે સુંદર બનવુ પડે. ગિરિશભાઈને શત શત પ્રણામ,

  નયન

 3. Vipul Panchal says:

  brave girl Rupa,
  i think each boy & girl should get sufficient time to understand each other before marrige & this thing should be cleraly understood by parents dat they shpuld allow to meet each other.

 4. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 5. Neha Shah says:

  શાબાશ રૂપા, તમારી હિંમતને દાદ આપવી ઘટે. હું આવી જ પરિસ્થિતીમાંથી પસાર થઈ ચુકી છુ પરંતુ હિંમતના અભાવે એ જ પાત્ર સાથે છુ. ફરિયાદ નથી કરતી પણ પ્રયત્નશીલ છુ કે એને જીવનની અને જીવનના મૂલ્યોની સમજ આવે.

 6. સુંદર વાર્તા.

  રુપાની હિંમતને દાદ આપવી ઘટે. માત્ર પૈસાના કે વગના જોરે જમીન મળે જોરુ નહિ.

 7. જગત દવે says:

  લગ્નોસ્તુક યુવતીઓ ને સુંદર બોધ આપતી વાર્તા.

  ઘણીવાર સામાજીક ડર, આબરુ, શરમ, કુટુંબની આર્થિક સંકડામણ વિ. કારણોથી યુવતીઓ સમજુતી કરી લેતી હોય છે અને પછી આખુ આયખુ વેદના માં વિતે છે.

  બિલકુલ મૂલ્યો વગરનું ‘વ્યક્તિત્વ’ (?) ઘરાવતાં માણસ સાથે જીવન વિતાવવું બહું મુશ્કેલ હોય છે. શરુઆતમાં જ આ બાબતની જાણ થઈ જાય તો તે સબંધને ત્યાં જ પૂર્ણવિરામ આપી દેવું વધારે યોગ્ય છે.

 8. Vishal Mandalia says:

  ખરેખર આજ્કાલ આવા કિસ્સા આપણિ આજુ બાજુમા જોવા મળે ચ્હે…

 9. shwetal says:

  યુવતીઓ ને સુંદર બોધ આપતી વાર્તા આજે યુવતીઓ હિમ્મતવાન બનિ ચે તેનો એક પુરાવો આપતી વાર્તા

 10. kaustubh says:

  its fantastic!

 11. jatin r.maru says:

  inspiring story! i really liked what rupa did! Not only rupa also her parents should be congrulated to support rupa’s decision of breaking the angagement.

 12. કશ્યપ પટેલ says:

  ખુબજ સરસ ગમે તે કામ હોય કે સબંધ ની વાત હોય પાત્રતા ખુબજ જરૂરી છે. ભલે વ્યક્તિ કઈ બોલતી નાં હોય પણ એનું વર્તન બધું જ જણાવી આપે છે .

 13. Chetan Tataria says:

  Story is very good. Really nice. I felt following two things which I would like to share:-
  .
  1) Rupa’s action to send letter to all relatives depicting the truth about Snehal is really courageous. Also the way she replied to Snehal on phone when he was threatening her is very courageous and appreciated.
  હું સીતા નથી, રૂપા છું. મારા ચારિત્ર્યને કોઈ લાંછન લગાડે તે હું જરાય નહિ સાંખું. મારી સામે યુદ્ધે ચડવું હોય તો હું તૈયાર છું.’ કહી રૂપાએ ફોન-જોડાણ કાપી નાખ્યું.
  .
  2) I do not believe that if degree is not there, it will be ok. Today Snehal’s father is having good business and they are earning good. But you know life never be the same. People see lots of ups and downs in the life. You have good business today and earning good, but tomorrow if you loose everything, then that degree/education will help you to stand up again and start from base.

  • Gopal Shah says:

   એકદમ સાચિ વાત કહિ તમે ચેતન ભાઇ. હુ તમારિ સાથે ૧૦૧% સંમત છું. રૂપાએ કરેલો પ્રહાર સાચેજ પ્રશંશા ને પાત્ર છે. આવી છોકરિ જે ને ત્યાં જાય એ ઘર ઉંચુ આવિ જાય. ખરેખર ખુબજ પ્રશંશ્નીય. અને આવિ ભણેલિ-ગણેલી છોકરિ એ પણ એના જેવું ભણેલુ – ગણેલુ પાત્ર શોધવું જોઈએ. રહિ વાત સ્નેહલની તો કોઇક અંશે એના માતા-પિતા પણ એના પતન પાછળ જવાબદાર છે…. ને મારુ તો માનવુ છે કે જો તમે ભણેલા – ગણેલા ના હોય તો તમેને ભણતર નિ કિંમત ના ખબર પડે.

 14. Dhananjay Purohit says:

  Very nice story and realistic too.

  But in general whenever you read a story always the man is bad… no girl is ever other way.

  What would have happened if the characters are reversed…
  And believe me there are many such cases too where the man is idealistic and woman is not….. (I have seen such cases)

  But generally those are not highlighted or written about…

  Any story – you read anywhere in various supplements/magazines like Gujarat Samachar, Sandesh, Chitralekha – Anywhere – it is always this way…. Bad man … Good woman…. whether she is wife, mother, sister any role… but is always good 🙂

  no offence and don’t expect any reply 🙂 I am just putting forward my views…
  I always like Girishji’s stories… for its simplicity and reality… No big words… a simple message….

  • dipti says:

   YOU SAID NO REPLY BUT I CAN’T STOP COZ NOW ADAYS THERE ARE MANY STORIES IN NEWSPAPER SUPPLIMENTS ABOUT BAD WOMEN ,NOT DRINKING AND SMOKING BUT OUTGOING. YOU MIGHT HAVE MISS THOSE.

   • Chirag says:

    Both of you (Dhananjay and Dipti) took the story wrong way. This is not about what if and put a girl into guy’s shoes. This is a story about self respect, awareness, bright and successful future, your family values and costumes. Doesn’t matter if you are a boy or a girl – when you have something of too much like money and power – majority of people miss uses them and starts walking on wrong path. So this is not about bad girl or boy – its not even about Rupa and Snah – they were just variables of the story – characters – actors if you want.

 15. dipti says:

  I like RUPA’S character. how she handle the situation, with parents and with Snehal. Girls should stand up for themselves and tell the truth( aayano dhari devo) and parent shuld understand and support. that way many future Consequences can be stopped.

 16. Jigna Bhavsar says:

  સરસ વાર્તા. ખુબ દુખ જનક વાત છે કે આજના માતા પિતા પણ સમબધ મંજુર કરવા પહેલા છોકરા વિશે જાણકારી કરાવતાં નથી.. માત્ર છોકરા ના માતા કે પિતા કે કાકા કે કાકી ને જાણી ને જ સંબધ કરી નાખે છે. એરેજમેરેજ નુ વાસ્તવિક મર્મ ના સમજાવા થી કેટ્લીય છોકરી ,જેના માતાપિતા સમાજ માં તેમની બદનામી થવાના કારણે , છોકરી ને એ સંબધ ને જ કાયમ રાખવાની જિદ રાખે છે.

  જુના જમાનામાં ભલે છોકરા છોકરી ને જોતાં ના હોય, પરંતુ, એમના મા-બાપ છોકરા કે છોકરિ ની દરેક વાત ની માહીતિ ભેગી કરતા હોય છે, એમના મિત્રો, સંગત, ભણતર, લાયકાત, આદત અને માત્ર એમની જ નહી. એમનાં ઘરનાં તથા સગા ઓ નિ પણ માહીતિ જાણયા બાદ જ સમ્બધ ની વાત પણ કરતા નહિ તો ના કરતાં.

  અગર જો રુપા ના માતા પિતા એ માત્ર સ્નેહલ ના પિતા વિશે જાણવા કરતાં સ્નેહલ વિ શે તપાસ કરાવી હોત તો વાત આટલે સુધી ના પહોંચિ હોત્

  આવુ સારુ વાંચન થી સારા બોધ મળે છે.

 17. કૈલાશ ભટ્ટ says:

  In today’s world – before getting engaged either Rupa or her father should have engaged a professional to do a thorough background check before committing to a relationship. Snehal’s character is also reflective of his parents and his upbringing. No point in scolding children after they grow up – as a parent better spend time inculcating right values when they are young otherwise it is too late.

  • Chirag says:

   કૈલાશજી,

   You are so right however, if you have a son or a daughter and your college friend is ready to marry his son or daughter to your son or daughter than you will not investigate a lot. Especially if offer is coming from rich and wealthy family. Normally girl’s family wants to see their daughter go in rich/prestigious and very successful respected family. Well, the family members can be all that but what if the boy or girl is not that way – Like in this case – Snayh – His parents were not bad – they didn’t have any types of parties and bad manners – even his elder brother was not like that – however Snayh turned out to be a bad apple!!!! – Also in India – how many people actually do and run background check, Criminal check, Credit History etc. Let me answer – NONE – All we do is – ask around our family, friends if they have heard anything about to be in-laws – if people say good stuff – WE ARE OK – if people say bad stuff – WE ARE NOT OK – so that is our process of background check!!!! -આ બધા માં કેટલુ સાચુ અને કેટલુ ખોટુ એ રામ જાણે!!!! – આપડે તો બધા ને બરાબર લાગ્યુ – તો કરો કંકુ ના પાંચ!!!

   • જય પટેલ says:

    ચિરાગ

    આપે સાવ સાચી વાત કહી બેકગ્રાઉંડ ચેકિંગની. આપણે જે વ્યક્તિને અભિપ્રાય માટે પૂછીએ તેને
    સામેવાળા પરિવાર સાથે સંબધ કેવા છે તે પ્રમાણે અભિપ્રાય આપશે. તટસ્થ અભિપ્રાય મળવો તે
    કેવી વ્યક્તિને પૂછીએ તેના પર આધાર છે.

    આમ છતાં વ્યુહાત્મક તપાસ ઈચ્છનીય છે ખાસ કરીને દિકરીનું સગપણ કરતાં હોઈએ ત્યારે.

 18. જય પટેલ says:

  નારી તું નારાયણી સુભાષિતને આબાદ વ્યકત પ્રેરણાત્મક વાર્તા.

  સ્નેહલની મેલી મથરાવટીની પેદાશ રૂપ રૂપાના ચારિત્ર્ય હનનની હરકતોનો મુકાબલો ખરેખર
  પ્રશંસનીય છે. પરાક્રમની પત્રિકાનો વિચાર ઈનોવેટીવ છે પણ સારાંશ એ જ કે અસત્ય…જૂઠાણાંનો પર્દાફાસ
  કરવા કંઈક નવીન કરવું રહ્યું.

  કોઈપણ સ્ત્રી પોતાના ચારિત્ર્ય પરનો હુમલો સહન કરી શકે નહિ.
  રૂપાએ શિક્ષણને સાચા અર્થમાં ઉજાળ્યું.

  સ્વ.શ્રી ગિરીશભાઈની વાર્તાઓ હંમેશા સમાજને શુભ સંદેશો દેનારી હોય છે.
  આભાર.

 19. Vinod Patel says:

  મારું માનવું છે- તટસ્થ અભિપ્રાય તમને મિત્રો કે સગાવહાલા કે સ્નેહીજનો પાસેથી નહિ મળે. સાચો અભિપ્રાય તમને કોલેજ ના સાથી અથવા સ્ટાફ પાસેથી મળશે. આભાર.

 20. Kavita says:

  I like the story, but I looked at it from different point. When father says to his son that just for formality get degree then join the business. I think father knew the capability and ceditebility of his son. Knowing his son’s attitude he goes ahead with engagement not thinking about the other party. Can we say that he was ignorant about everything because he had money. When it comes to his dishonour he realises the problems. Mother too. Why they did not take care of their son and kept an eye on his activities. Realisticly all youth will go through bad patch in their lives. I think parents are to blame for the situation in this case.

 21. Ashish Dave, Sunnyvale, Califronia says:

  As always a very nice thought provoking story from Girishbhai. Good comments as well…

 22. reema says:

  very brave girl
  kash badhi j chhokri ma avi himmat hoy
  ghani chhokriyo mata pita nu vichari ne badhi j rite saksham hova chhata, chalavi leti hoy chhe

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.