દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.

મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.

એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.

મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ ?

શ્રદ્ધા હશે તો વાત એ સાબિત થૈ જશે,
જગથી નિરાળો હોય છે બહુ એનો ન્યાય પણ.

વિપરીત સમયને શાંતિથી કરજે પસાર તું,
ગંભીર થઈને શોધજે મળશે ઉપાય પણ.

‘નાદાન’ વૃક્ષ તાડનું કંઈ કામનું નહીં
ના હાથ લાગે ફળ કશું ના દેશે છાંય પણ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – હરીશ મીનાશ્રુ
ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ Next »   

2 પ્રતિભાવો : દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’

  1. સુંદર ગઝલ.

    ખરેખર ઇશ્વરનો ન્યાય આપણી સમજણની બહારનો હોય છે.

  2. Raju Ramavat says:

    Your last two line smilar as kabir duha

    “Bada hu va to kya huva jaise ped khajur , panchhi ko chhaya nahi , fal lage ati door”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.