ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ
[ એક પ્રચલિત ઈ-મેઈલના વિચારબીજ પર આધારિત આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’
હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું : ‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’
હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’
હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે, એનું શું ?’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’
હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સરસ
Excellent, liked this too much,Very much interesting & heart touching. expecting many more like this
Best Regards,
Thanks a lot.
MMBHATT>
Excellent Govind Bhai.. very nice.. what a true realistic depiction of todays MAN.
~
Life become so fast… we do not have time to see inside us and take so much pressure. And then we complain why life is like that? There are some points mention in the story for which I have also felt the same some point in my life. Thats why I could relate to this very much.
સુંદર અને ઉપયોગી વાર્તાલાપ!
સુધીર પટેલ.
“ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું”
વાહ્…એક જ વાક્ય જાણે ઘણૂ બધુ કહી દે છે!!!
બહુ સરસ …………!
ખુબ જ સરસ.
સાચા મણસ ની કસોટી ની વાત તો સાચી છે.
પણ હુ એમ કહુ જેને જિદગી ની કસોટી મા પાસ થવુ હોઇ છે તેણે જ સઘૅષ કરવો પડે ને.
જેને જિદગી ની કસોટી જ નથી આપવી. તેને શુ.
સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
સરસ વાર્તાલાપ!
પ્રભુની આ વાત અદભુત!
આ વાત ખુબ ગમી.
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
પ્રભુની વાત આપણે ક્યાં સાંભળીએ છીએ?!
‘ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું”
બહુજ સરસ
very nice !!!
simple and thoughtfull article..
વાહ ખુબ સરસ.
શ્રિ.ગોવિંદભાઈ,
તમે ખરેખર ભગવાન સાથે નો સુન્દર વાર્તા લાપ રજુ કર્યો છે.
મારા મતે તો ગિતા નો આખો સાર નિચે નિ લાઈન મા આવિ જાય છે.
“ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’”
ઈશ્વર સાથે ઑનલાઈન મુલાકાત…સુંદર પરિકલ્પના.
થોરામાં ઘનું.
this is an old email –not much impressive –there is a website for this now –they give so many such ideas —in original idea this is represented in much better way —any way good article for translation –at least lessens the tension in day to day life
those who are interested can visit this website
http://www.theinterviewwithgod.com/popup-frame.html
enjoy and bye
સરસ….ખુબ સુન્દર…ભગવાન સાથે નો વાર્તાલાપ.
Very interesting and thoughtful online conversation with God.
Thank you Mr. Govind Shah for such a beautiful article and Thank you Mr. Yogesh Pandya for sharing that presentation link with us.
Keep writing…
ભગવાન સાથેના વાર્તાલાપનો છેલ્લો સંવાદ સૌથી સુંદર.
ગોવિંદભાઈ,
જયશ્રી કૃષ્ણ,
ભગવાન જોડે વાર્તાલાપ કરવાની ઘણી મઝા આવી. કાશ ભગવાન જોડે આપણે ખરેખર વાર્તાલાપ કરી શકતા હોત!! જ્યારે મન ઉદાસ થાય છે ત્યારે ઘણીવાર મને પણ ભગવાન જોડે વાત કરવાનુ મન થાય છે અને હું મનોમન એ કરુ પણ છું ને તમે માનસો નહીં એક અજીબનો અનુભવ થાય છે અને દિલ ને એક અજીબનુ સુકુન મળે છે. પણ એ તો એક તરફી વાર્તાલાપ હોય છે પણ જે રીતે તમે વાર્તાલાપ કર્યો અને બધાજ વાચકો ને કરાવ્યો એ રીતે વાત કરવા માટે દિલ ખુબજ તલસે છે કારણ મારા મતે જીવન ના બધાજ સગપણો અલ્પ સમયના અને મહદ અશેં કોઈને કોઈ અપેક્ષાઓ થી ભરેલા હોય છે પણ ભગવાન જોડે નો સંબધજ અપેક્ષાથી પર છે. અને માટે જ કોઈ પણ જાતની અપેક્ષા વગર તે આપણને ઘણુ આપે છે.
સુંદર વાર્તાલાપ આપવા બદલ અભિનંદન.
Govindbhai, just awesome chat with god. majaa avi gayi.
i have just only one word for this artical… WOW !!!
ભગવાન સાથે કોને વાત કરવિ ના ગમે? જો આપણે વાત કરવિ હોય તો આપણે અસાધારણ માંથી સાધારણ થવુ પડશે…. અને એમ થવુ એ આપણા માટે અત્યંત મુશકેલિ ભર્યુ છે…. કારણકે આપણે જ આપણી આસ-પાસ માયા ની દીવાલ કરી ને બેઠા છે…. જ્યારે આપણે – આપણુ અસ્તીત્વ ભુલી ને – માયા રૂપી પળદા ને ખસેડિ ને – અંતરની આંખો એ ભગવાને જોયશું ત્યારે આપણ ને આપણા માં જ કાશિ, મથુરા અને દ્વારકા દેખાશે…. આપણા માં જ આપાણ ને ઢાકુરજી અને મહાદેવ દેખાશે…. અને એ પછિ તો આપણે જ્યારે ઇછ્છિયે ત્યારે આપણે આપણા ભગવાન સાથે વાત કરી શકિશું…..
Good conversations… there was a siliar track in the movie one night at call center…
Last answer gives it all..
Excellent ! This is the way to show the man where he is going now and what is the reason of his problems…. in now a days, man totaly has forgotten how to live…. he almost lost his trust on god… this story or conversations is a right way to show the man what he need…!
Govindbhai thanks for this article. its very nice and motivating…….please keep publishing such articles
Great experience
in this morden days this kind of thought are vary rarely find thanks a lot……..
Hope some day some how God will meet us…
So wait and grab that oppurtunity
આ લેખ દિવ્ય ભાસ્કરમા કેતન દવેના નામે પ્રસિદ્ધ થયો છે!
G/10 23.08..2010
Editor in Chief
Divyabhaskar
Ahmedabad
Kind Attn : Shri Ajay Umatji
Dear Sir,
I invite reference to my letter dated 15.5.10 and subsequent reminder
dt . 8.6.10 in connection with copying & pasting my article ( “ Ishwar sathe online”) from http://www.Read Gujarati.com . And published by your esteemed news paper on 1.4.10 under Mr. Ketan Dave.
It is most regretful that you have not taken courtesy even to reply in a line after reminders. Can I expect your clarification at the earliest ?
Thanks
Govind shah
Cc to::
(1) Mr. Alkesh Patel-Divya Bhaskar
(2) Shri Mrugesh Shah – Read Gujarati.com
(3) Mr.Vinay Khatri – Pune
ગોવિંદભાઈ,
પત્ર તમે અજયભાઈને નામે લખ્યો છે પણ અજય ભાઈ દિવ્ય ભાસ્કર વેબસાઈટ એડિટ કરતા નથી, છાપું (પ્રિન્ટ ઍડિશન) એડિટ કરે છે.
દિવ્ય ભાસ્કરની વેબાસાઈટનો કોઈ ધણી-ધોરી નથી. પ્રુફરીડર પણ નથી. પ્રૂફરીડર હોવો જેઈએ એવી એમને જરૂર પણ જણાતી નથી! અને તેથી જ કચ્છની જગ્યાએ ‘કરછ’ અને સર્વોચ્ચની જગ્યાએ ‘સર્વોરચ’ વંચાય છે, દિવ્ય ભાસ્કરની દિવ્ય વેબસાઈટ પર!
એક જ સરખો અનુવાદ બધે જ જોવા મળે છે. ગોવિન્દભાઇ કહો તો ખરા કે વાસ્તવમાં આ ક્રુતિ તથા અનુવાદ કોનો છે? મૃગેશભાઈ ને વિનંતિ કે સ્ત્રોત વિના કોઇ લેખ પ્રસિદ્ધ ન કરે. તેનાથી નકલખોરી ને પ્રોત્સાહન મળે છે.
નમસ્તે,
સૌ પ્રથમ આપે બંને તારીખ જોશો એટલે આપને સરળતાથી ખ્યાલ આવશે કે કૃતિના સર્જક કોણ છે. કૃતિની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરેલી છે કે તે એક પ્રચલિત ઈ-મેઈલ પર આધારીત છે તેથી સ્વાભાવિક એકથી વધુ અનુવાદ હોઈ શકે. પરંતુ આ શૈલીનો અનુવાદ ગોવિંદભાઈનો પોતાનો છે. વળી, આપ રીડગુજરાતી ધ્યાનથી જોતા હશો તો શક્ય બને ત્યાં સુધી લેખક, સર્જક, પુસ્તક, સામાયિક કે પ્રકાશકના નામ અને ફોન નંબર હોય છે જ. તેથી આપ ઈ-મેઈલ કે ફોન કરીને ગોવિંદભાઈનો સંપર્ક કરી શકશો. નકલખોરી માટે અહીં નહીં, જ્યાં નકલ થઈ હોય ત્યાં લખીએ તે ઉચિત ગણાય.
આ બાબતે વધુ ચર્ચા ન કરતાં માત્ર ગોવિંદભાઈના ઈ-મેઈલ પર પત્રવ્યવહાર કરશો તેવી નમ્ર વિનંતી.
આપનો આભાર.
તંત્રી, રીડગુજરાતી.
જય શ્રિ ક્રિશ્ના,
લેખ કોઇનો પન હોય જે ભાવાર્થા આપ્યો તે સમજવાનો છે. નકામા લડવાથિ કોઇ મતલબ નથિ.