તાવ – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ સામાયિક નવેમ્બર-2009માંથી સાભાર.]

‘જય શ્રીકૃષ્ણ, કેમ છો ?’
એરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલા સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો :
‘તમે વૈદેહીભાભીને ? સાક્ષાત દુર્ગા…..’
વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી, ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા…’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું…..

પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો.
બેગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલા ઊંઘરેટા સૌ ગોઠવાયા. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ દીકરી અને બાળક સહિત પધાર્યા હતા. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંય કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું. એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા.

બીજે દિવસે સવારે શોર્ટસ અને વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ, સેન્ડવિચ, ચા, કોફી તૈયાર કરતી વૈદેહીને મદદ કરાવવા લાગ્યો.
‘લાવો ભાભી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાના જન્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.’ નિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટો પાડીને વચ્ચે એકપણ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો.
‘તમારું ગુજરાતી ખૂબ સુંદર છે….’ વૈદેહીએ એના હાથમાંથી નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા, ‘લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.’ વૈદેહી હસતાં હસતાં બોલી.
‘ના, બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.’

ત્યાં સુધીમાં ઘરના બધા સભ્યો તોતિંગ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ચૂક્યા હતા. વૈદેહીનો પતિ શશી ખુરશી પર ગોઠવાતાં વૈદેહી તરફ જોઈને બોલ્યો, ‘આ કયું બટર છે ? આપણે રોજ લો-કેલરી બટર ખાઈએ છીએ. ખબર તો છે તને ! આદિત્ય પણ કેલરી કોન્સિયસ છે. અત્યારે જ મોકલ શ્રવણને લો-કેલરી બટર લેવા…..’
વૈદેહીનું મોં તરત લેવાઈ ગયું, ‘હા, પણ ગઈકાલે નીચેની શોપમાં લો-કેલરી ન મળ્યું એટલે….’ એ સંકોચથી ડરથી થોથવાતી બોલી.
‘અરે, અમુલ ઓરિજિનલ બટરની વાત જ ન થાય. મારે કંઈ લો-કેલરી બટર ખાવું નથી. ભારત આવ્યા પછી કેલરીની ઐસીતૈસી. બેસો ભાભી, જરૂર નથી.’ આદિત્ય બ્રેડ પર બટર-નાઈફ વડે ઢગલાબંધ બટર કુશળતાપૂર્વક લગાવતાં બોલ્યો. ઝંખવાયેલી વૈદેહી જોઈ રહી. આદિત્ય બટર લગાવીને ત્વરાથી સૌની ડિશમાં બ્રેડ મૂકી રહ્યો. વૈદેહીએ હાથમાં ચાનો કપ પકડીને ધીમેથી પીવાનું શરૂ કર્યું. અચાનક એની નજર સામેનું દશ્ય બદલાઈ ગયું. મિડલ કલાસ ફલેટનો નાનકડો સાદો ડ્રોઈંગ રૂમ. ટેબલ પર પપ્પાએ બનાવેલી ચા ને આગલી સાંજની ભાખરી. ‘ચલો… બધા ચા પીવા….મજાની કડક ને મીઠી….’ પપ્પાનો સંગીતમય લહેકો.

અચાનક પૂર્વાના રડવાના અવાજે વૈદેહીની વિચારમાળા અટકાવી.
‘સોહા, તું બ્રેકફાસ્ટ કરી લે. મારું પતી ગયું છે. હું પૂર્વાનું ડાયપર બદલું છું.’ કહેતો આદિત્ય પૂર્વાને સોહા પાસેથી લઈને બહાર ગયો. ઘરના સૌ સભ્યોને આદિત્યની સરળતા સ્પર્શી રહી. દીકરીને આવો સર્વગુણ સંપન્ન વર મળવા બદલ માતાપિતા ધન્યતા અનુભવી રહ્યાં. વૈદેહી પણ નવાઈથી જોઈ રહી હતી. પુરુષપ્રધાન એ સંયુક્ત કુટુંબમાં છેલ્લા અઢાર વર્ષમાં આદિત્ય જેવા પુરુષપાત્રનો સૌપ્રથમ વાર પ્રવેશ થયો હતો. રોજ સવારે બ્રેકફાસ્ટ સમયે વાતાવરણમાં છવાયેલી તંગદિલી આજે જાણે કે ગેરહાજર હતી. હવામાં જાણે કે હળવાશની નવી સુગંધ ઉમેરાઈ હતી. વૈદેહીના પતિ શશી ને તેના પિતા સાથે છેલ્લા લગભગ છ માસથી અબોલા હતા. પિતાપુત્ર ડાઈનિંગ ટેબલ પર એકબીજાની બાજુમાં બેસવાનું પણ પસંદ ન કરતા. સામસામે પણ પરાણે બેસતા. આજે જાણે કે એ ક્રમ પણ તૂટ્યો હતો. બંને બાજુ બાજુમાં બેઠા હતા. વૈદેહીનું હમણાં જ એ તરફ ધ્યાન ગયું હતું. આવું કેમ કરતાં બન્યું હશે ? આદિત્યનું આગમન….? વર્ષોથી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા પુત્રની ધંધાવૃત્તિથી નાખુશ હતા. પુત્રને પોતાના જ વ્યવસાયમાં જોતરવાનું એમનું સ્વપ્ન નિષ્ફળ ગયું હતું. એ જ કારણ હતું જેનાથી છેલ્લાં પંદર વર્ષથી પોતાના ધંધાને સ્વતંત્ર રીતે ટોચે પહોંચાડવામાં સફળ થયેલ શશી પ્રત્યે હજુ પણ પિતાની નારાજગી અકબંધ રહી હતી. પિતા સાથેના અણબનાવથી વ્યથિત શશીનો બધો ગુસ્સો વાત વાતમાં વૈદેહી પર ઊતરતો. ક્યારેક શબ્દો દ્વારા. ક્યારેક અકળામણ થાય તેવા મૌન દ્વારા.

એક બીજું પણ કારણ હતું. વૈદેહી અઢાર વર્ષના લગ્નજીવનમાં શશીને પુત્રસંતાન આપવામાં નિષ્ફળ ગઈ હતી. દેવની દીધેલ કાચની પૂતળી જેવી તેર વર્ષની નિયતિને પિતાનો પ્રેમ તો મળતો. પણ નિયતિના જન્મ પછી વૈદેહી બીજી વાર માતા બનવામાં નિષ્ફળ રહી હતી. વિજ્ઞાન કે ભગવાન બંને આ બાબતે કશું કરી શક્યાં ન હતાં. કેટકેટલી રાતો એણે ધૂંધવાયેલા પતિની પડખું ફરેલી પીઠ જોતાં ઓશીકાં ભીંજવીને પસાર કરી હતી. પતિપત્ની વચ્ચે ક્યારેક દિવસો સુધી ચાલતા અબોલા એક સ્વાભાવિક બાબત બની ગઈ હતી. વૈદેહી દીકરીના ભણતરમાં અને વસ્તારી ઘરની જવાબદારીઓમાં પરોવાયેલી રહેતી અને શશી ધંધામાં ગળાડૂબ. પરિણામે અઢાર વર્ષનું લગ્નજીવન શીતકટિબંધના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યું હતું. જેની એક મનોશારીરિક અસરરૂપે વૈદેહી દર ત્રીજા દિવસે શરીરમાં વિચિત્ર ઝીણો તાવ અનુભવતી. એનો તાવ જાદુઈ રીતે ચડતો અને ઊતરતો.

રાત્રે ભોજન બાદ સૌ કુટુંબીજનો વિશાળ ડ્રોઈંગરૂમમાં દીકરી-જમાઈની આસપાસ ટોળે વળ્યા.
‘આદિત્ય બહુ સરસ ગાય છે. ઈન્ડિયન કોમ્યુનિટીનાં બધાં ફંકશનમાં એને ગાવાનું નક્કી જ હોય…’ સોહા અચાનક બોલી.
‘હા હા ગાઓ આદિત્યભાઈ’ સૌ એક અવાજે બોલી ઊઠ્યા, ‘ના ગાવું જ પડશે…’
‘તમે નહીં કહો તોય હું ગાઈશ. સોહાએ ના કહ્યું હોત તો હું જાતે જ કહેવાનો હતો કે મને ગવડાવો. મને તો ગાવાનું વ્યસન છે….’ આદિત્યના અવાજમાં ટીખળ અને સરળતા છલકી રહી. ને અત્યંત ભાવવાહી અવાજે એણે ‘ભક્ત સૂરદાસ’ ફિલ્મનું જૂનું ગીત ‘નૈનહીન કો રહા દિખા પ્રભુ’ રજૂ કર્યું ત્યારે સૌ અવાચક હતા. વિદેશમાં વસતા અને ઊછરેલા ત્રીસ વર્ષના યુવકમાં આટલું ભાવવાહીપણું, એની ગીતની પસંદગી, શબ્દોની આવી રજૂઆત…. સરળતા, પ્રતિભા, દેખાવ બધું એક વ્યક્તિમાં એકસાથે કઈ રીતે શક્ય બને ? વૈદેહી ભાવમાં ભીંજાઈ રહી. ઘરના સૌ કોઈ પણ.
‘ભાભી પણ સરસ ગાય છે. ભાભી, ગાઓ….’ સોહા.
‘અરે મને તો કોઈએ કહ્યું જ નહીં ! વૈદેહીભાભી…. ગાઓ…’ આદિત્ય ઉત્સાહથી બોલી ઊઠ્યો.
‘મને તો યાદ પણ નથી. છેલ્લે ક્યારે ગાયું હતું.’ વૈદેહી.
‘સૂર ગળામાંથી એટલો જ નીકળે છે જેટલો ભગવાન સાથેના જોડાણથી. ભૂલી જાઓ કે ઘણા વખતથી ગાયું નથી. બસ એક ક્ષણ તાર જોડાય એટલી રાહ જુઓ અને ગાવાનું શરૂ કરો.’ આદિત્ય.

થોડી ક્ષણો વૈદેહી જોઈ રહી. આ તો ગુરુજીના જ શબ્દો. થોડા સમય પહેલાં એણે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. પણ જવાબદારીઓના બોજા હેઠળ રિયાજ ઘણી વાર ચૂકી જવાતો. પછી કંટાળીને મૂકી દીધેલું. પછી તો ગાવાની ઈચ્છા પણ મરી પરવારી. પણ કોણ જાણે આજે એને પણ એકદમ ગાવાનું મન થયું. પેલો તાવ જાણે કે અંદર અંદર દમ તોડી રહ્યો હતો. એણે દેસ રાગમાં ગુરુજીએ શીખવેલ ‘મન તોસો કીતી કહી સમુજાઈ…’ અત્યંત સુરીલા અવાજમાં ગાયું. સાંભળનારાઓ સૌ મગ્ન હતા. આદિત્ય ગુલતાન થઈને ‘અતિસુંદર’ બોલી ઊઠ્યો.
‘તમારે ગાવાનું ચાલુ રાખવું જ જોઈએ. ભગવાને આપેલી ટેલેન્ટને અવગણવી એ તો પાપ છે. તમારા અવાજ પરથી કોઈ ન કહે કે ઘણા વખતથી ગાયું નથી.’ વૈદેહી મુગ્ધભાવે સાંભળી રહી. ગુરુજી બાદ પહેલી વાર કોઈએ એની પ્રશંસા કરી હતી.

મોડી રાત્રે કુટુંબસભા વીખરાઈ. આદિત્યનું ગાયન અને એના શબ્દો મનમાં દોહરાવતી, મમળાવતી એ પથારીમાં આડી પડી ત્યારે શશી સૂઈ ગયેલો. એ ક્યાંય સુધી જાગતી પડી રહી. આજે ન જાણે ક્યાંથી એક આનંદનું, લાગણીઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. એક મિડલ કલાસ કુટુંબમાં એનો જન્મ અને ઉછેર. બાવીસ વર્ષે ધનાઢ્ય સંયુક્ત પરિવારના શશી સાથે લગ્ન. પ્રથમ પાંચ વર્ષનું નિ:સંતાન લગ્નજીવન અને છેલ્લાં તેર વર્ષથી દીકરીને જન્મ આપ્યાના અપરાધભાવથી કચડાતું જીવન. આ બધામાં સંગીત તો ક્યાંય વીસરાઈ ગયેલું. લગ્ન પહેલાં પિતાગૃહે એક સંગીતશિક્ષક ઘરે સંગીત શીખવવા આવતા. પણ હજી તો એની શરૂઆત થઈ ત્યાં જ લગ્ન…. મોડી રાત સુધી કાન માંડીને રેડિયો પર વિવિધ ભારતીનાં ગીતો સાંભળતી ત્યારે પપ્પા પોરસાતા. મિરઝા ગાલિબની ગઝલોમાં ગળાડૂબ વૈદેહી ગઝલના અર્થો સમજવા મનોમંથન કરતી ત્યારે પપ્પાએ ઉર્દૂ ડિક્શનરી લાવી આપી. પણ અહીં આ ઘરમાં આવ્યા પછી લાગ્યું કે જાણે કોઈ જુદા ગૃહ પર આવી ચડી છે. બહોળું કુટુંબ મહેમાનોની સતત અવરજવર. નોકરચાકર ખરા પણ સંગીત માણવાની ફુરસદ કે શાંતિ ક્યારેય ન મળતી. ને હવે તો મન પણ મરી ગયું હતું. એનો દબાયેલો સંગીતપ્રેમ હવે શરીરમાં ઝીણો તાવ બનીને પ્રસરી રહ્યો હતો.

પણ આજે ન જાણે કેમ આખા શરીરમાં સુખ લોહી બનીને નસોમાં દોડી રહ્યું હતું. રાતના બે વાગ્યા હતા પણ રોજ રાતની કંટાળા અને થાકથી ભરેલ એ સુસ્તતા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. આવું કેમ કરતા… આજે ઘણા દિવસે ગાયું એટલે…. કે પછી આદિત્યભાઈના શબ્દો…. અચાનક સંકોચથી એણે પોતાના મોં પર હાથ ઢાંકી દીધા.

બીજે દિવસે સવારે એ ટેબલ પર ચાના કપ વગેરે તૈયાર કરતાં આનંદથી ગણગણી રહી હતી. શશી ડાઈનિંગ રૂમમાં આવ્યો ત્યારે થોડી ક્ષણો એ પણ ઊભો રહી ગયો.
‘કેમ આજે શું છે સવાર સવારમાં સંગીત…’ સહેજ હસતાં એ બોલ્યો. વૈદેહી ચમકી.
‘કંઈ નહીં અમસ્તું એક જૂનું ગીત યાદ આવી ગયું……’
રાત પડ્યે વળી પાછી કુટુંબ-મહેફિલ જામી.
‘ચાલો ભાભી, આજે પાછું ગાવાનું છે ને ?’ ઝભ્ભાલેંઘામાં આદિત્ય નખશિખ સંગીતકાર જેવો દીપી રહ્યો હતો.
‘એને તો ભાવતું’તું ને વૈદે કી’ધું. એને ક્યાં તું ચણાના ઝાડ પર ચડાવે છે ? તું જઈશ પછી અમારે બધાને તકલીફ થઈ જશે….’ શશી.
‘ના, ખરેખર ભાભી અદ્દભુત ગાય છે. એમણે ચાલુ રાખવું જ જોઈએ.’ આદિત્ય.

વૈદેહી બંને સામે વારાફરતી જોઈ રહી. થોડી વારે આદિત્ય ડ્રોઈંગહોલની વિશાળ બારી પાસે જઈને ઊભો રહ્યો. ઊંધા ઊભેલા આદિત્યના છટાદાર વ્યક્તિને વૈદેહી થોડી ક્ષણો અનિચ્છા છતાં જોઈ રહી. કુંવારી હતી ત્યારે ઘણી વાર લગ્ન-ભાવિ પતિ એના સ્વભાવ-દેખાવ વિશે વિચારતી. આંખો બંધ કરતી ત્યારે દરિયાકિનારે ઊભેલ ગીતની પંક્તિઓ ગણગણતા એક ઝભ્ભાધારી પુરુષની પીઠ એને ઘણી વાર દેખાતી. એ એનો સ્વપ્નપુરુષ…
‘ચલો ભાભી, મહેફિલ શરૂ થઈ ગઈ…..’ સોહાના અવાજે એને ઢંઢોળી. સહુ ગોઠવાયા.
‘ભાભી તમને આ ગીત આવડે છે ?’ આદિત્યએ પોતાની ડાયરીમાંથી કમ્પ્યુટર પર પ્રિન્ટ કરેલ ખૂબ જૂનું સુમધુર ગીત વૈદેહીને આપ્યું.
‘અરે આ તો મારું ફેવરિટ ગીત છે. પહેલાં હું બહુ ગાતી પણ ઘણા વખતથી મેં ગાયું નથી.’
‘પાછું ઘણા વખતથી ? અરે ગાઓ એટલે ગવાશે….’ આદિત્ય બોલ્યો.
વૈદેહીએ ખૂબ ભાવ સાથે ગીતને પૂરો ન્યાય આપ્યો. થોડાં ગીતો, જોક્સ, પૂર્વાનું રુદન, ઘરની સ્ત્રીઓની ગુસપુસ, બગાસાં, ચા-કૉફીના કપ સાથે ફરી એક રાત્રિ-મહેફિલ પૂરી થઈ. વૈદેહી આદિત્યને એનું અંગ્રેજીમાં ગીત પ્રિન્ટ કરેલ કાગળ આપવા ઊભી થઈ. કંઈક વિચારીને એણે કાગળ વાળીને મુઠ્ઠીમાં પકડી રાખ્યો. રાત્રે સૂવા ગઈ ત્યારે કબાટમાં પડેલી જૂની સંગીતની ડાયરીની વચ્ચે સાચવીને મૂકી દીધો. પછી બાથરૂમના અરીસામાં થોડી વાર પોતાની સામે જોઈને હસી રહી.

બીજે દિવસે સવારે નિયતી સ્કૂલે જવા તૈયાર થતી હતી. એને દૂધનો ગ્લાસ આપતી વખતે થોડી વાર એ વૈદેહી સામે જોઈ રહી.
‘મમ્મી, હમણાંથી તું બહુ ખુશ અને બ્યુટિફૂલ લાગે છે. તારાં લગ્નના ફોટામાં લાગતી હતી એવી….. મમ્મી, આદિત્યફુઆ કેટલા સરસ છે નહીં ? કેવું સરસ ગાય છે નહીં ? પૂર્વાને નવડાવવાનું-બવડાવવાનું બધું કામ એ જ કરે છે. ને કાલે તો પપ્પાને કહેતા હતા કે મારી દીકરીએ મારા જીવનને સંપૂર્ણ બનાવ્યું છે. હવે બીજા બાળકની ઈચ્છા જ નથી રહી….’

સોહા-આદિત્યના આગમનને એક અઠવાડિયું થઈ ગયું હતું. વૈદેહીનો ઝીણો તાવ જાણે કે ગાયબ જ થઈ ગયો હતો. એની કુંઠિત ચેતના ફરી જાગ્રત થઈ ગઈ હતી. એના વ્યક્તિત્વમાં, એની ચાલમાં એક નવો વિશ્વાસ છલકાતો હતો. જેની તેર વર્ષની નિયતીએ પણ નોંધ લીધી હતી. માળિયામાં એક ખોખામાં મૂકી રાખેલ સંગીતની સીડી, કેસેટો પર વર્ષોથી લાગેલી ધૂળ હવે સાફ થઈ ગઈ હતી. વૈદેહીના મનમાં અને રૂમમાં સંગીતના સૂર ફરી રેલાયા હતા. રોજ સવારે એ બપોરની રાહ જોતી કે જ્યારે એ પોતાના રૂમમાં ભુલાયેલા સંગીત અને ખોવાયેલી યાદોને ફરી સજીવન કરી શકે. બપોર પૂરી થાય એટલે રાત પડવાની રાહ જોતી કે જ્યારે કુટુંબસભા મળે અને આદિત્ય એને ગાવાનું કહે. આદિત્યએ જાણે કે જાદુઈ લાકડી વડે એને સિન્ડ્રેલાની ફેરી ગોડમધરની માફક એક સુસ્ત ગભરાયેલી સ્ત્રીમાંથી એક સુંદર પ્રતિભાશાળી ગાયિકામાં પરિવર્તિત કરી દીધી હતી. હમણાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં એ એક વાર અચૂક પેલી જૂની ડાયરીમાંથી આદિત્યના કમ્પ્યુટર પ્રિન્ટેડ ગીતના કાગળને જોઈ લેતી. વાંચી લેતી. પછી પાછો મૂકી દેતી. એને અજબ શાંતિ મળતી.

આમ ને આમ આનંદના નશામાં બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો જે સવારથી જ ગમગીનીનું મોજું લઈને આવ્યો હતો. સોહા-આદિત્યના ભારતપ્રવાસનો એ છેલ્લો દિવસ હતો. રાત્રે દસ વાગ્યે એરપોર્ટ ને પછી અલવિદા. ઘરમાં સૌ ઉદાસ હતા. ને વૈદેહીને આગલી રાતથી તાવ જેવું…. આજે તો સવારથી જ આંખો બળતી હતી. મૂઓ આ તાવ પાછો… સુદર્શનની બે ગોળી લઈ લીધી. ક્યાંક વધી ન જાય.

બેગો ભરાઈ. પંદર દિવસ પહેલાં ખાલી કરેલ સામાન બીજા ઉમેરાયેલા સામાન સાથે પાછો ગોઠવાયો. જમતી વખતે વાતો થઈ.
‘આદિત્ય, પાછું આવવાનું ક્યારે થશે ?’ શશી.
‘હવે તો ત્રણેક વર્ષ કદાચ નીકળી પણ જાય. આ વખતે પૂર્વાની તબિયત થોડી બગડી હતી એટલે હમણાં તરત આવવાનું રિસ્ક નથી લેવું.’ આદિત્ય.
સલાહો અપાઈ. ફરી પાછો પાયલાગણ વિધિ.
વિદેશ પાછી ફરી રહેલી કન્યાની માતાની આંખો છલકાઈ. પિતાને ગળે ડૂમો ભરાયો. નાનકડી પૂર્વાને છેલ્લી વાર સૌએ વહાલથી નવડાવી. વિદાયનાં આંસુના વરસાદમાં વૈદેહીનાં આંસુ પણ ભળીને વહી ગયાં. વૈદેહીના અસ્વાભાવિક રીતે વહેતાં અવિરત આંસુ સામે પણ કોઈને પ્રશ્ન ન થયો. એરપોર્ટથી પાછા આવ્યા બાદ મોડી રાત્રે છેલ્લા ચોવીસ કલાકથી આંસુ વહાવીને થાકેલી એની આંખોએ ઊંઘવાની ના પાડી. પણ આજના ઉજાગરામાં છેલ્લા પંદર દિવસની રાતોનો આનંદનો નશો ગેરહાજર હતો.

બીજો દિવસ પણ ઊગ્યો. સવાર પણ પડી. રાબેતા મુજબ સૌ ઊઠ્યા. ચા-પાણી, ભોજન, વ્યવસાય, નોકરી યંત્રવત કામકાજમાં લાગેલી વૈદેહીની રડીને લાલઘૂમ આંખોમાં કોઈને કશું અજુગતું ન લાગ્યું. પણ એક વાત માત્ર નિયતિ જાણતી હતી કે એને સ્કૂલે મોકલવા રોજ સવારે વહેલી ઊઠતી વૈદેહી આજે હંમેશાં કરતાં વધારે વહેલી ઊઠી હતી. ભગવાનના મંદિરમાં દીવો કરીને પોતાના કબાટમાંથી કોઈ ડાયરીમાં પડેલ કોઈ કાગળ લઈને એણે આંખમાં આંસુ સાથે દીવા વડે એ આખો કાગળ બાળ્યો હતો. અને એની રાખ પોતાના બંને હાથ ને મોં પર લગાવીને હાથ-મોં ધોઈ નાખ્યાં હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ
ચાંદનીની ઠંડક – સંત પુનિત Next »   

37 પ્રતિભાવો : તાવ – પૂજા તત્સત્

 1. Akash says:

  સુન્દર ભાવભિનિ વાર્તા.

 2. Falguni says:

  ખુબ જ સરસ

  • good story by pujaji love respect and sahaj nature makes a house home. te ghat ma dar nahi premna thar jame chhe .feeling satheni touchy story. congrts to puja tatsat and falguniji aavi storyni good comment lakhvi pan uttam kam chhe abhinandan.hu pan touchy stories lakhu chhe. mail durgeshart@yahoo.in congrts durgesh b oza author porbandar

 3. nayan panchal says:

  ખૂબ જ સુંદર હ્રદયસ્પર્શી વાર્તા.

  ‘તાવ’ શીર્ષક એકદમ સચોટ. એકી બેઠકે બે વાર વાંચી ગયો. વૈદેહીના મનોભાવનુ અદભૂત વર્ણન કર્યુ છે.

  ઘરેડમય થઈ ગયેલા જીવનને આવો કોઇક અનુભવ એક નવુ જોમ પૂરુ પાડે છે. વૈદેહી-આદિત્યનો સંબંધ આટલી ઉંચાઈ પર એટલા માટે લાગે છે કારણ કે તેમાં પરસ્પર આદરની લાગણી છે. આવા જ સંબંધોને કદાચ પ્લેટોનિક કહેવાતા હશે!!

  સલામ, પૂજા બેન. ખૂબ આભાર.
  નયન

 4. કેતન રૈયાણી says:

  પૂજાબેન,

  ખૂબ જ તાજગીસભર / નાવિન્યપૂર્ણ કથાબીજ અને હ્રદયસ્પર્શી પ્રસંગો. ખૂબ ખૂબ અભિનંદન…

  મૃગેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન આ વાર્તા રીડગુજરાતી દ્વારા વાચકગણ સુધી પહોંચાડવા બદલ. રોજબરોજ અહીં મૂકવામાં આવતી કૃતિઓની પસંદગી આપ ખરેખર શ્રેષ્ઠતમ રીતે કરી રહ્યા છો.

 5. Neha says:

  ખૂબ જ સુંદર વાર્તા, આભાર પૂજાબેન અને મ્રુગેશભાઈ.

 6. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા. વૈદેહીની સાથે સાથે દરેક વાંચનારને પણ એકદમ તાજગીથી ભરી દે એવી સરસ વારતા.

 7. કુણાલ says:

  excellence at its best..

 8. Vipul Panchal says:

  Excellent Story.

 9. Ashish Dave, Sunnyvale, California says:

  Fantastic story… a spiritual affection unmixed with any desires…

  Would love to read more stories of shree Pujabahen.

  Truly heart touching…

  Ashish Dave

 10. sima shah says:

  ખૂબ જ સ્રરસ લાગણીસભર હ્રદયસ્પર્શી વાર્તા,
  પણ અંત મને ના ગમ્યો.કંઈક હકારાત્મક હોતતો વધુ સારુ લાગત……
  જેમકે પંદર દિવસમાં આટલો બધો બદલાવ આવ્યો, તો તે આગળ જતાં સ્થાયી થઈ શક્યો હોત.
  ખેર, આ તો મારો વિચાર છે, બાકી આભાર પૂજાબેન,
  આટલી સુંદર વાર્તા આપવા બદલ.
  સીમા

  • trupti says:

   સિમા બહેન,

   Happy ending ખાલી હિંદી પિક્ચરો મા જ આવે. વાસ્તવિક જીવન મા બધુજ Happy ending જેવુ નથી હોતુ અને તેને લીધેજ કદાચ આ વાર્તા વધારે સરસ રીતે વાચકો પાસે પંહોચી છે અને મારા મત મુજબ હજી ઘણા વધુ વાચકો સુધી પહોંચસે. મારુ એવુ માનવુ છે કે જો Happy ending જો વાર્તા મા બતાવ્યો હોત તો વાચકો ને કદાચ વધુ ન સ્પર્શી સકતે. આ મારુ મંત્વ્ય છે અને એ કોઈ ને બંધન કર્તા નથી અને જો તમને મારુ આ પ્રમાણે તમને ઉત્તર આપવાનુ યોગ્ય ન લાગ્યુ હોય તો માફી ચાહુ છું.

  • nayan panchal says:

   સીમાબેન,

   વૈદેહી આદિત્યને યાદ રાખીને આ ભાવ સ્થાયી રાખી શકે છે. વાર્તાનો અંત મને હકારાત્મક લાગ્યો. રાખને પોતાના શરીર સાથે લગાવીને તેમણે આદિત્ય માટેની લાગણીને આત્મસાત કરી જ લીધી. હવે ભલે તે સ્થૂળ રીતે નજર સમક્ષ ન હોય, માત્ર એ ભાવ જીવતો રહેવો જોઈએ. લોકો કદાચ એટલે જ કહે છે ને કે પ્રથમ પ્રેમ ક્યારેય નથી ભૂલાતો.

   ક્દાચ ૨૦૦૧ના ચિત્રલેખા દિવાળી વિશેષાંકમાં “એક ચપટી રાખ” નામની સરસ વાર્તા વાંચી હતી. ગુજરાતના ભૂકંપને બેકગ્રાઉન્ડમાં લઈને લખાયેલી સરસ વાર્તા હતી. ટાઈટેનિક ફિલ્મની કથા પણ આવી જ છે ને.

   આભાર,
   નયન

 11. trupti says:

  આપણા પ્રુરૂષ પ્રધાન સમાજ મા કેટલીએ વૈદેહીઓ ની પ્રતિભા કચડાઈ ગઈ છે, કચડાઈ રહી છે અને હજી જો સમાજ આ માટે નહીં વિચારે તો હજી કેટલી એ પ્રતિભાઓ આ રીતે કચડાતી રહેશે. પુજા બહેન ને આટલી સુંદર અને લાગણી સભર ને સાથે સાથે વાસ્તવિકતા ભરેલી વાર્તા આપવા બદલ અભિનંદન. મ્રુગેસભાઈ ને પણ આટલા સરસ સિલેક્સ્ન બદલ આભાર.

  • Niraj says:

   ત્રુપતિ બેન,

   તમે દર વખતે “પુરૂષ પ્રધાન” કહિ ને ઉભા રહો છો – શુ તમે એકલતા માં રહો છો કે પછિ કોઈ પુરાનો ઝખમ છે? બધુ કાંઈ પુરૂષ પ્રધાન સમાજ ને લિધે નથી હોતુ? તમે આ કહાની માં ક્યાંય વાંચ્યુ કે વૈદેહિ ના પતી તથા સસુરાલ વાળા એ એને ના કહી હોય? એ પોતે હાર માની ને સંગીત છોડીને બેઠિ છે….. અને આજ ના પુરૂષ પ્રધાન દેશ માં લતા મંગેશકર, આશા ભોંસલે, સુનિધી ચૌહાણ, અલ્કા યાગ્નિક જેવી મહાન ગાઈકાઓ છે….આજ ના પુરૂષ પ્રધાન દેશ ની ઈંદિરા ગાંધિ જેવી મહાન વડાપ્રધાન પણ હતી…. આજ પુરૂષ પ્રધાન દેશ માં ઝાંસિ નિ રાણી લક્ષમીબાઈ હતી…. એને એ લોકો ઘણા અવરોધો અને કઠિનાઈ વેઠિને પણ આગળ આવ્યા અને પોતાનુ નામ અમર કર્યુ છે….. એટલે આજ ના “પુરૂષ પ્રધાન” દેશ નો વાંક ના કાઢતા, આપણે આપણો કેટલો વાંક છે એ શોધવો રહ્યો… બધો વાંક કાંઈ પુરૂષ પ્રધાન દેશનો નથી હોતો….

   • trupti says:

    નિરજભાઈ,

    ન તો હું પ્રુરુષથી ઘવાયલી છું કે ન તો મને પુરુષ જાત પ્રત્યે નફ્રરત છે પણ આપણોજ નહીં દુનિયા નો દરેક સમાજ પુરુષ પ્રધાન છે. તમે જે હસ્તિઓ ની વાત કરી તે અપવાદ રુપ છે. લતા મંગેસકરે કયા સંજોગો મા સંગિત ની દુનીયા મા કદમ રાખ્યા તે જગ જાહેર છે. તેમને સંગિત ને શોખ માટે નહોતુ અપનાવ્યુ. તેમને માટે તે એ જીવન નિર્વાહ માટે અપનાવ્યુ હતુ કારણ પિતાનુ નાની ઉંમરે બહોળા કુંટુબ ને છોડી ને દુનિયા માથી વિદાય વાર્તા મા ક્સે વાંચવા મા નથી આવ્યુ કે વૈદેહિ ને તેના પતી કે સાસરાવાળા તરફથી સંગિત માટે ના કહી હોય, પણ તમે in between the line વાંચસો તો તમને એ message જરુરથી વંચાસે, કારણ unspoken words hearts more then the spoken words and unspoken words speaks more effectively then the spoken words. I am sure many female readers would agree to my viewpoint. You cannot deny that our society is not male dominant. The simple example, we being a woman have to do many adjustments in our life from the time we are born, the biggest sacrifice is we have to forget our identity once we are married and have to accept the name and the surname of the in-laws family. The list is endless and it is point less discussing the same here. I have given the view and I am for my view. Everyone has right to express their own view, and whether to accept or not is left to the individual readers. I am of the view that my view is not abided to anyone However, whenever I give my view, it is always based on some experience not only with me but with the people around me. You have given good examples of the present time singers. Do not forget that they are in the glittering world and where the money is flawing unlimited. They are not doing it because they are in love with music; rather they are selling their voice.
    In addition, please before putting any harsh comments look around you what is happening in the surrounding. Rani Laxmibai fought for the nation; like that, there are many woman freedom fighters in our history to whom we owe so much. રહી વાત ઈંદિરા ગાંધી ની, એને જેટલો સત્તા નો જેટલો દુર ઉપયોગ કર્યો હતો તેટલો તો તે
    જમાના ના કોઈ રાજકારણીએ નહીં ક્રર્યો હોય.

    • Niraj says:

     Trupti Ben,

     I am sorry to say but these are all excuses – not reasons. Did you know when Thomas Edition invented light bulb, he failed 1000 times. When finally he got the light bulb working a report asked him you failed 1000 times yet you continued – what motivated you? Thomas Edition said, I didn’t fail 1000 times – I discovered that there are 1000 ways NOT to make light bulbs!!! Thus, even in Men Dominated Society, women can come forward if they push! Some learns from their failure and some makes excuses – most of us (men, women) make excuse on our failure rather learning form it! If Indra Gandhi was miss using power and abusing power – despite leaving in “Men Dominated” world – why can’t other women do the same? Your replay is perfect example of “Women Domination” – READ BETWEEN THE LINES – WHY? You see now why it’s not women dominated world? We all be reading in between the lines and adding more and more to it – rather taking it as it is!!!! Why create more dram – life is already added and filled with substances – why add more? Or should I say “Read Between The Lines”??? There is a great word – KISS = Keep It Simple & Stupid

     • Chirag says:

      Niraj Bhai,

      Take is easy yaar! Don’t take it personally or anything! પહેલા આપણો દેશ ખેતી પ્રધાન હતો – હવે પુરુષ પ્રધાન છે અને પછિ જો માં પાર્વતી ની ક્રુપા હશે તો સ્ત્રિ પ્રધાન થૈજાશે….

 12. Chintan says:

  એકદમ તાજગીસભર વાર્તા. આપણી આસપાસ જોઈ શકાતા પાત્રો વાર્તામા ગુંથાયેલ જોવા મળ્યા. જીવનની વ્યસ્ત ઘટમાળમાં ક્યારેક આપણે આપણી નૈસર્ગિક કલા ને વિસરી જતા હોઈએ છીએ તેનુ ખુબ સુંદર નીરૂપણ લેખિકાબેને કર્યુ છે.
  આભાર.

 13. Ami Choksi says:

  વાસ્તવિકતાને બહુ સરસ રેીતે રજુ કરેી છે. Nowadays, men and women all are working, so support of both in house work and money earning is required. People are upgrading themselves to become like “Aaditya” …

 14. Satish says:

  Very nice and touching story. I also thought that ending is negative untill i read Nayanbhai’s comment. Nayanbhai very good comment.

 15. Preeti Dave says:

  સરસ … પણ આપણી ખુશી ને સાચવવી એ આપણા હાથ ની વાત છે. દરેક સિક્કા ની બે બાજુ હોય છે ……. તમે જે જુવો એ અધુરુ પણ હોય શકે……

 16. Chirag says:

  Good Story. But some how, I don’t know why – but I thought Vaidehi started having “feelings” for Aditya – after all he wore the Zabba ane Lengaa… her dream guy! Also she kept the printouts from his computer – put it in her book – and at the end – she burned them and put the ashes on her eyes and forehead…. Sound like AFFAIR!!!!
  Just my two cents!!!

 17. Vaishali Maheshwari says:

  Excellent sentimental and heart-touching story.
  All the characters Aditya, Soha, Purva, Shashi, Vaidehi, Niyati – are described so well.
  While reading the story, I felt so realistic, as if I was myself present between all these characters.
  Truly enjoyable story.

  Hats off to you Ms. Pooja Tatsat.
  Keep writing such wonderful stories…
  Thank you!!!

 18. જય પટેલ says:

  ઑબસેશન પર આધારિત વાર્તા સ્ત્રીના અપ્રગટ મનોભાવોને પ્રગટ કરવામાં સફળ થઈ છે.

  સ્વપ્નના માણિગરનું આગમન અને શમણાંઓને પંપાળવાનો
  માણિગરનો અહેતુકીય…..નિર્દોષ પ્રયાસ નાયિકાને ચરમસીમા પર લઈ જાય છે.

  ઑબસેશનથી ગ્રસિત નાયિકાનો પત્રને પંપાળી માનસિક આનંદ પ્રાપ્ત કરવો અને
  માણિગરની વિદાય બાદ પત્રને બાળી રાખ મોં પર લગાવવું….અંત આનાથી વધુ સારો ના હોઈ શકે.

  સ્ત્રીની અપ્રગટ સંવેદનાઓ વૈદેહીના પાત્ર દ્વારા ઉજાગર કરવામાં લેખિકાબેન સફળ થયા છે.

  Obsession is a disease….and must be considered seriously.

 19. jayshri naik says:

  પુજાબેન,

 20. What i like the most part is the image of NRI persons is described in nice way —it is allmost true over here that both husband and wife are working in kitchen –and in india still i have to find such a boy who can cook –do dish washing and laundry —-and surely we will try to dominate her wife without any reason
  but still in india people are scolding for NRI people and so many rumors about them —but are first to accept gifts and donations –and then criticize to the last extent they could —
  and the emotions that are in the hurt lady is nicely described —so one may be looking happy from outside but may be very much unhappy in her mind –who knows?
  congrats to the writer sister –for giving new idea and original work –not copied ideas!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 21. Dipak says:

  આપણા સામાજીક જીવનની ખાસ કરીને દામ્‍પ્‍ત્‍ય જીવનની વાસ્‍તવિકતા રજુ કરતી, નારી સ્‍પ્‍ાંદનોને સરસ વાચા મળી છે.
  હજુ પણ આપણા સમાજમાં જીવન અને નારી પ્રત્યે એક પુરાની રીતી જ ચાલી રહી છે.

 22. જગત દવે says:

  સરસ વાર્તા. દરેક યુવતી અને સ્ત્રીએ લગ્નબાદ પણ પોતાનુ નાનુ ‘આકાશ’ તો જાળવી જ રાખવું જોઈએ કે જે તેનું પોતાનું હોય અને તે તેમાં જેવા ચાહે તેવા રંગો પુરી શકે. ધણીવાર વધારે પડતાં સહેમી ને અથવા adjustment કરી ને રહેવા જતાં એ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે અને જાણ્યે અજાણ્યે તેની આસપાસ નકારાત્મક વિચારોનું અને વ્યક્તિઓનું વર્તુળ રચાય જાય છે અને પછી તે તોડવું બહું જ મુશ્કેલ બને છે. આમ કરીને તે તેનો વર્તમાન અને ભવિષ્ય બંને ને અંધકારમય બનાવે છે.

  આ વાર્તામાં નાયિકાનું આ પ્રકારનું નકારાત્મક વર્તન મને બિલકુલ પ્રભાવિત નથી કરતું. તેણે તેના શોખ, ખુશી અને આનંદ ને પણ પતિનાં કે સ્વસુરપક્ષ નાં મોહતાજ બનાવી દિધા હોય તેવું લાગે છે.

  “દીકરીને જન્મ આપ્યાના અપરાધભાવથી કચડાતું જીવન” આવા અપરાધભાવ સાથે જીવવું તે નાયિકાની માનસિક દુર્બળતા છતી કરે છે. આટલી નબળી (કાચબા જેવી) માનસિકતા રાખવાથી તેની આસપાસનું નકારાત્મકતાનું વર્તૂળ તે કેવી રીતે તોડશે? આદર્શ જીવનસાથી કોઈપણ પુરુષ કે સ્ત્રી ને ક્યારેય મળતાં નથી પણ આપણને જે રંગો મળ્યા છે તેનાંથી આપણે આપણાં જીવનનો કેનવાસ રંગીન બનાવવાનો છે. સતત પીડીત-ભાવ થી પીડાયા કરવાથી પરિસ્થિતી વધુ ને વધુ વણસતી જશે. આવા મનોભાવો સાથે જીવતી નાયિકાનું ભાવિ મને અંધકારમય લાગે છે અને તે માટે તે પોતે ઘણાં અંશે જવાબદાર જવાબદાર છે.

 23. સુંદર ભાવ સ-ભર વાર્તા.

  વૈદેહીનું પાત્ર તો જાણે આંખ સામે આવી ગયુ.

  • trupti says:

   NirajBhai,

   What you have mentioned is all about the city people, have you ever visited the remote villages of India and have you observed the life the women are leading in those villages? I think NO, you have not seen the position of the woman in the remote villages. જન્મતાની સાથે આજના જમાના માં પણ દીકરીઓ ને દુધ પાતી કરી દેવા મા આવેછે તમે ખાલી મારા ખ્યાલે શહેરી જીવન જ જોયુ છે. તમે જે થોમસ આલ્વા એડિસન નો દાખલો આપ્યો તે એ પુરૂષ હતા અને તે પણ આપણા દેશ ના નહીં. નજીકથી સ્ત્રીનું જીવન જોવુ હોય તો ગામડા ખોળો. ઘણા ગામડાઓ મા તો છોકરીઓ ને પ્રાથમીક શિક્ષણ થી પણ વંચીત રાખવા માં આવે છે ત્યારે તેમના શોખ પુરા કરવાની કે થવાની વાત તો બહુ દુર ની વાત છે.

   • Niraj says:

    Trupti Ben,

    Please STOP making excuses – When some is trying to show you the moon, stop spending and wasting time to look at the crooked finger – you will miss all the heavenly glory…. સ્ત્રિ અબલા છે…. અબલા છે…. અરે શુ અબલા છે? ભગવાને જેમ પુરૂષો ને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યું છે તેમજ સ્ત્રિ ઓ ને પણ છે…. અને જ્યાં સુધિ તમારાજેવી વિચાર ધારાઓ ધરાવતા લોકો હશે ત્યાં સુધિ કોઈ પણ સ્ત્રી આગળ અહિ આવી શકે…. કારણ કે સ્ત્રી પોતે સ્ત્રી જાતી ની સૌથિ મોટી દુશમન છે…. અહી આવુ લાંબુ લાંબુ લખિ ને સારુ સારુ ભાષણ આપો છો તે ના કરતા એટલિ બધિ પરવા હોય કે સમાજ ને બદલવો હોય તો જાઓ અને કાંઈ કરી ને બતાવો…. તમે જો આવા અન્યો જાણી ને, દુઃખ ને જોઈ ને કશુ નથિ કરતા તો તમે પણ એવા ક્રુર વ્યવહારો માં ચુપ રહિ ને યોગદાન આપો છો…. હું પુરૂષ છું અને કદાચ મને એક સ્ત્રી ની મનો વ્યથા ખબર નહી પડે…. માફ કરજો…..

   • Edior says:

    વિસ્તૃત વાર્તાલાપ અહીં ન કરતાં, એકમેકનું ઈ-મેઈલ મેળવીને કરશો તો વધુ અનુકૂળ રહેશે.

    લિ.
    તંત્રી, રીડગુજરાતી.

 24. Sandhya Bhatt says:

  સ્ત્રીના સૂક્ષ્મ ભાવોને વાચા આપતી સુંદર વાર્તા.

 25. Jagruti Vaghela U.S.A. says:

  દુનિયામા બધાને બધુ નથી મળી જાતુ. ઘણીવાર વધારે પૈસા કમાવા પુરુષોને પોતાના નોકરીધ્ંધામા વધારે વ્યસ્ત રહેવુ પડતુ હોય અને તેથી તેઓ ઘરકામ અથવા બીજા શોખ કે પ્રવૃત્તિમા ઓછુ ધ્યાન આપી શકે તે સ્વાભવિક છે. પરન્તુ વધારે કમાયેલા પૈસાથી સુખ્-સાહેબી પણ પત્નિઓ જ ભોગવતી હોય છે. દરેક વસ્તુની બે બાજુ હોય છે

 26. neeta shah says:

  હૃદયસ્પર્શિ વારતા. મારુ
  પ્રતિબિમ્મ્ જોઇ શકિ

 27. hema says:

  very nice story & exclusive also.
  new ideas of the story makes me so happy that i feel some good thing is read with the satisfaction.
  to read one thing & to enjoy one thing is totally different.
  i really enjoyed this story.
  thanks poojaben

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.