હું તો લગ્ન કરવાની જ નથી….! – ભેજેન્દ્ર પટેલ

[ટૂંકી વાર્તાના પુસ્તક ‘વધામણાં’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સવારના પાંચ વાગે ઍલાર્મની ઘંટડી રણકી ઊઠી. તનીમાએ ઍલાર્મ બંધ કર્યું. તનીમા કૉલેજનાં છેલ્લાં વર્ષમાં ભણે છે. ઊઠીને ફ્રેશ થઈને તે વાંચવા બેસી ગઈ. થોડી વાર થઈ હશે ત્યાં પડોશીના ઘરમાંથી પતિ-પત્નીના જોરજોરથી ઘાંટા સંભળાવાના શરૂ થયા. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતાં. તનીમા વિચારે ચઢી કે આમ આ લોકો જિંદગી શી રીતે જીવતા હશે ? વળી તેને ખ્યાલ આવ્યો કે પોતાનાં મમ્મી-પપ્પા વચ્ચે પણ ઉષ્માભર્યા સંબંધો નથી. તેના સગામાં પેલા પ્રીતમે તેની પત્ની સાથે છૂટાછેડા લીધેલા તે પણ યાદ આવ્યું. તેને થયું કે એવું જો મારા જીવનમાં બને તો ? બાપ…રે ! એના કરતાં તો એકલા રહેવું શું ખોટું ? જોને પેલા સાયન્સના પ્રોફેસર ડૉ. વિનય, ગૃહલક્ષ્મી સંસ્થાના પેલા નિર્મળાબહેન… વગેરે અપરણિત જ છે ને ! કેવાં મોજથી જીવે છે !

તનીમાની ખાસ બહેનપણીઓ : અક્ષિ અને ચિન્મયી. ત્રણેય એક જ કલાસમાં સાથે ભણે. હરવું, ફરવું, ફિલ્મ જોવા જવું – બધું જ એક સાથે. રોજ એકમેકને મળ્યા વિના ચેન ન પડે. ફોનમાં પણ ગુફતેગો ચાલુ જ હોય. એકવાર ત્રણેય જણાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયાં. કૉર્નરનું ટેબલ પસંદ કરીને બેઠાં. વાતવાતમાં તનીમાએ કહ્યું કે : ‘હું તો લગ્ન કરવાની જ નથી…’ એ પછી એણે બધાં કારણો વિગતવાર કહ્યાં. જે જે લોકો અપરણિત રહીને સ્વતંત્રતા ભોગવે છે, જિંદગીનો આનંદ માણે છે એવાના દાખલા કહી સંભળાવ્યાં. અક્ષિ અને ચિન્મયી તેની વાત સાથે સંમત થયા. કંઈક વિચારીને ચિન્મયીએ પ્રસ્તાવ મૂક્યો :
‘તો બોલો ! આપણે ત્રણેય જણાંએ એક સાથે એકલાં રહેવું છે ? પૈસાની ચિંતા ના કરશો. જો, મારા પપ્પાએ મને કાર તો આપી જ છે. મારા નામે પૈસા પણ સારા એવા છે. પરીક્ષાઓ પતી જાય પછી આપણે એકસાથે એક જગ્યાએ રહીશું.’ બધાંને આ વાત બહુ ગમી.

પરીક્ષાઓ પતી ગઈ. ત્રણે જણે નજીકમાં એક નાનકડું મકાન શોધી લીધું. સૌએ ભેગાં થઈને રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભાડું ચિન્મયી આપશે, એ પછી તનીમા અને ત્યાં સુધીમાં અક્ષિ સર્વિસ મેળવી લેશે – એમ નક્કી થયું. સૌએ પોતાનાં ઘરે એમ કહ્યું કે તેઓ કોઈક બહેનપણીને ઘરે સૂવા જાય છે. ધીમે ધીમે મકાનમાં વ્યવસ્થા વધતી ગઈ. ટી.વી. આવી ગયું. જરૂરી ચીજવસ્તુઓ પણ આવવા લાગી. દરેક જણે પોતાનું કામ વહેંચી લીધું. પોતપોતાનું કામ પતાવીને રોજ સાંજે ત્રણે જણ મહેફિલ જમાવતાં. બહારથી નાસ્તો લાવીને સૌ ભેગાં મળી જમતાં. બધાનો આનંદ માતો નહોતો. એક સાંજે નાસ્તો કરતાં કરતાં તનીમા બોલી :
‘બોલો, પૃથ્વી ઉપર સ્વર્ગ ક્યાં છે ?’
બધાં મોટેથી બોલી ઊઠ્યાં : ‘અહીં છે, અહીં છે, અહીં છે !’ ધીમે ધીમે તો ત્રણે જણનાં ઘરે ખબર પડી ગઈ. પરંતુ કોઈનું કશું દબાણ ચાલ્યું નહીં. ત્રણેય જણ મક્કમ હતાં. સમય જતાં તો ત્રણેય સખીઓને સર્વિસ મળી ગઈ. હવે સવારે હેવી બ્રેકફાસ્ટ બનતો. સાંજની રસોઈ માટે એક બહેન ટિફિન આપી જતાં. સૌ ભેગાં મળીને અઠવાડિયામાં બે દિવસ બહાર જમવાનું રાખતાં. જ્યારે નવરાં પડે ત્યારે લગ્નજીવનની મજાક-મસ્તી કર્યા કરે. લગ્ન કરીને દુ:ખી થનારા લોકોની વાતો કરીને હસે. પણ જોકે તેઓને પુરુષો સામે કોઈ વિરોધ નહોતો તેથી પુરુષ વ્યક્તિ સાથે ઔપચારિક મિત્રાચારીની છૂટ હતી પરંતુ લગ્નનું બંધન નહીં. આમ ને આમ સ્વતંત્રતા ભોગવવામાં ઘણો સમય ચાલ્યો ગયો.

એક દિવસ સાંજે અક્ષિએ ધડાકો કર્યો : ‘યાર, મારું તો આવી બન્યું. મારા પપ્પાની ટ્રાન્સફર થઈ ગઈ. મારે તેમની સાથે બહારગામ જવું પડશે. મેં ઘણો વિરોધ કર્યો પણ મમ્મી-પપ્પા અને ભાઈ બધાં એક તરફ થઈ ગયાં. પછી એવું નક્કી કર્યું કે અઠવાડિયામાં 2-3 દિવસ તો હું અહીંયા આવીશ જ. ત્યારે તેઓ માંડ કબૂલ થયાં.’ બધાંને બહુ નિરાશા ઉપજી પણ કોઈ ઉપાય નહોતો.

જોતજોતામાં અક્ષિનું કુટુંબ બીજા શહેરમાં ઊપડી ગયું. અક્ષિને જે ફલેટમાં રહેવાનું હતું તે ફલેટ દશ માળનો હતો. તેમનો ફલેટ પાંચમા માળે હતો. બાજુના ફલેટમાં એક કુટુંબ રહેતું હતું. દાદા,દાદી, પુત્ર-પુત્રવધૂ અને તેમનો દીકરો અસિત હતો. અસિત તાજેતરમાં જ બી.કોમ થયો હતો. સૌ માયાળુ સ્વભાવનાં હતાં. અક્ષિનું કુટુંબ રહેવા ગયું એટલે તેઓએ તેમને ચા-પાણી માટે બોલાવ્યાં. એકમેકનો પરિચય કેળવ્યો. એ પછી બે દિવસ બાદ અક્ષિ જ્યારે નીચે જવા માટે લિફટની રાહ જોતી ઊભી હતી ત્યારે અસિત પણ ત્યાં આવ્યો. તેણે તેને ‘હાય’ કહ્યું. અક્ષિએ પણ પ્રતિભાવ આપ્યો.
‘કેમ અહીંયા ફાવી ગયું ?’ અસિતે પૂછ્યું.
‘હા. ફલૅટ ઘણાં સારા છે.’
‘તમે કૉલેજમાં છો ?’
‘ના, હું બી.એ. થઈ ગઈ.’
ત્રીજે દિવસે જમી-પરવારીને અક્ષિ નીચે બગીચામાં આંટો મારવા આવી ત્યારે અસિતની ફરી મુલાકાત થઈ. પોતાના કુટુંબનો પરિચય આપતાં અસિતે કહ્યું :
‘હું બંદો એકલો જ છું અને હું લગ્ન કરવાનો નથી.’
‘ઓહો ! શું વાત છે !! હું પણ લગ્ન કરવાની નથી…’ એમ કહીને અક્ષિએ પોતાની બહેનપણીઓની વાત તેને કહી. બધા કેવા આનંદથી ભેગા મળીને રહીએ છીએ – એ બધું તેણે અસિતને કહ્યું.
‘હવે તો આપણે બંને નિર્ભય છીએ….’ અસિતે કહ્યું અને આમ તે લોકોનું મળવાનું ચાલુ રહ્યું. બંનેને એકબીજાની કંપની ગમવા માંડી. કોઈ વાર પિક્ચર જોવા, કોઈ વાર રેસ્ટોરાંમાં નાસ્તો કરવા કે કોઈ વાર લાઈબ્રેરીમાં જવા માડ્યું.

અક્ષિ જ્યારે ત્રણ દિવસ માટે અમદાવાદ પાછી આવી ત્યારે અસિતને સૂનુંસૂનું લાગવા માંડ્યું. મનમાં થયું કે અક્ષિ ત્યાં ના જાય તો ન ચાલે ? તે પાછી આવી એટલે તેણે અસિતને કહ્યું : ‘અસિત, ત્યાં પણ મેં તારી જ વાત કરી, તું બહુ જ યાદ આવતો હતો.’ વાત હવે આગળ ચાલી. અક્ષિના પપ્પાને કાને વાત આવી કે અક્ષિ-અસિત રોજ જોડે ફરે છે. તેમણે અક્ષિને ધમકાવી : ‘તારે લગ્ન કરવાં નથી અને આમ કોઈ છોકરા જોડે ફર્યા કરવું છે તે તને શોભે છે ? ક્યાં તો તું તેની સાથે લગ્ન કર અથવા અસિતને છોડી દે.’ મમ્મીએ તો આ વાત જાણીને રડવા જ માંડ્યું. ઘરનું વાતાવરણ ડોહળાઈ ગયું. છેવટે અક્ષિએ અસિતને બધી વાત કરી. અસિતે કહ્યું : ‘મને પણ હવે તારી કંપની વગર ચાલવાનું નથી. આપણે એમ કરીએ….. લગ્ન કરવાની સંમતિ આપી દઈએ. લગ્ન પછી પણ સ્વતંત્રતા ભોગવીશું. તુમ દિનકો અગર રાત કહો, રાત કહેંગે…….’
પત્યું ! અને શહેનાઈ ગુંજી ઊઠી…..

તનીમા અને ચિન્મયી હવે એકલાં પડ્યાં. થોડા દિવસો વીત્યાં ત્યાં ખબર પડી કે ચિન્મયીના ભાઈ આશુતોષના લગ્ન લેવાનાં છે. ચિન્મયીને તૈયારી કરવા અને લગ્ન માણવા માટે એક મહિનો તેના ઘરે જ રહેવાનું થયું. ધામધૂમથી લગ્ન થયાં. ચિન્મયીએ લગ્ન બહુ આનંદથી માણ્યાં. ફોટાનું આલ્બમ જોઈને તે ખુશ થઈ ઊઠી. પોતે પણ સાડીમાં કેવી સુંદર લાગે છે તેની તેને નવાઈ લાગી. લગ્નમાં અંકિતાભાભીની પિત્રાઈ ભાઈ ચંદ્રેશ સાથે ઓળખાણ થઈ હતી. પછી ચંદ્રેશે તેની બહેનને ચિન્મયી વિશે પૂછપરછ કરી પણ અંકિતાએ તો કહી દીધું કે ચિન્મયી લગ્ન કરવાની જ નથી. ચંદ્રેશે ચૅલેન્જ ફેંકી. અંકિતાએ તેમાં સાથ આપવાનું જણાવ્યું. અંદર આખો પ્લાન નક્કી થઈ ગયો. બે-ચાર વાર બહાનાં કાઢીને બંને જણાં ભેગાં થાય અને મળે તેવા પ્રસંગો ઊભા કર્યા. થોડોક પરિચય થયો અને બંને જણ સ્વતંત્ર રીતે મળતાં થયાં. એક દિવસ ચંદ્રેશે તેને કહ્યું : ‘અમે ગુજરાતીમાં વકૃત્વકળાના કલાસ ભરેલા તેનો છેલ્લા દિવસનો કાર્યક્રમ છે. હું પણ બોલવાનો છું. તું આવીશ તો મને ગમશે.’

ચિન્મયી નિયત સમયે કાર્યક્રમમાં પહોંચી ગઈ. ચંદ્રેશે સુંદર વક્તવ્ય આપ્યું. તેના વક્તવ્યમાં ટૂચકા અને વ્યંગ ખૂબ સરસ રીતે રજૂ થયા હતા. સૌને તેની રજૂઆત ગમી. પરંતુ ચંદ્રેશ પછી બોલવા ઊભા થયેલા એક પ્રૌઢ ઉંમરના અંકલે તો ચિન્મયીની વિચારધારા જ સાવ ફેરવી નાંખી ! તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું કે :
‘ભાઈઓ અને બહેનો,
આજનો મારો વિષય છે : “લગ્ન કરીને વ્યક્તિ સુખી રહી શકે ? જો હા, તો કેવી રીતે ?” મારા વિષયમાં આમ તો બધા સરળ શબ્દો છે પણ એક ‘સુખ’ શબ્દ જરા વિચાર માંગી લે તેવો છે. એ ‘સુખ’ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે પેલી પાંચ અંધવ્યક્તિઓ વાળી વાર્તા તો સાંભળી જ હશે ને ? દરેક અંધ વ્યક્તિ હાથીના જુદા જુદા અંગનો સ્પર્શ કરે છે. જે પગને અડકે છે તેને હાથી થાંભલા જેવો લાગે છે. જે પૂંછડાને સ્પર્શે છે તેને હાથી દોરડા જેવો લાગે છે. જે કાનને અડકે છે તેને હાથી સૂપડા જેવો લાગે છે. – આમ કોઈને હાથીનું ખરું સ્વરૂપ સમજાતું નથી. એ રીતે સુખનું પણ એવું જ છે. એક વ્યક્તિને એક વસ્તુમાં સુખ લાગે તો બીજાને કોઈ બીજી વસ્તુમાં. અહીં મારી સામે બેઠેલી બહેનોને એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જ્યારે તમે સાડીસેલમાં ગયા હશો અને તમે જે સાડી પસંદ કરી હશે તે જ સાડી તમારી અગાઉ ઘણાંએ જોઈ હશે અને નાપસંદ કરી હશે. માટે જ તો તે બચી હશે ને ? જમવાની થાળીમાં પણ એકને એક વસ્તુ ઘણી જ ભાવે છે અને તે જ વસ્તુ બીજાને સહેજ પણ ભાવતી નથી. આમ, આપણું મન જે રીતે કેળવાયું હશે તે રીતે તેમાંથી આનંદ મળી રહે છે. આથી જો મન લગ્નજીવનનો આનંદ કે સુખ માણવા ઈચ્છતું હશે તો લગ્ન કરીને માણસ ચોક્કસ સુખી થઈ શકશે.

હવે આ વાતને જરા ગંભીરતાથી વિચારીએ તો ખ્યાલ આવે કે કુદરતે સ્ત્રી-પુરુષમાં પ્રબળ આકર્ષણ મૂકેલું છે. લગ્ન દ્વારા એ આવેગો તૃપ્ત થાય છે ત્યારે માનવીને પરમ આનંદની અનુભૂતિ થાય છે. એનાથી તે સંયમી બને છે. પુરુષ અને સ્ત્રી પરસ્પર એકતાનો અનુભવ કરે છે. લગ્નબંધનમાં બંધાઈને મારું પોતાનું કોઈ છે એવો વિશ્વાસ બન્નેના મનને શાંતિ અને સંતોષથી ભરી દે છે. આ સંતોષ જ માનવીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં સહાયભૂત બની રહે છે. જો મન શુદ્ધ અને પ્રમાણિક હશે તો જીવનભર આ સાથ અનેરો આનંદ આપશે. જ્યારે તે કોઈ પ્રગતિ કરે, સાહસ ખેડે ત્યારે તેના જીવનનો ધબકાર ઝીલનાર પણ કોઈક છે તેવો ખ્યાલ મનને આનંદથી ભરી દે છે. લગ્નથી જેઓ ભાગે છે તે તો મૂળમાં લગ્ન બાદની જવાબદારીઓથી ભાગવાની કોશિશ કરતા હોય છે.

છેવટે જેમ જેમ વર્ષો વીતી જાય છે ત્યારે ઢળતી ઉંમરે જીવનસંધ્યાનું સ્વાગત કરવાનો સમય આવે છે. વીતેલા સમયના, સાથે માણેલા પ્રસંગોનાં સંભારણાં ઘણાં જ મીઠા લાગે છે. નિસરણીનાં બધાં જ પગથિયાં ચઢીને નાનું બાળક વિસ્મયભર્યા આનંદથી જોઈ રહે છે તેવું માનવીને પણ થાય છે. જે જે સ્થળોએ ગયા, જાત્રાઓ કરી; બાળકો નાનાં હતાં ત્યારે કેવાં હતાં તે બધું યાદ કરીને રોમાંચ અનુભવાય છે. પહેલાંના ફોટો આલ્બમ આપણને બાળપણને યુવાનીમાં ડોકિયું કરાવે છે. જીવનમાં માણેલા ઝઘડા, રિસામણાં-મનામણાં, મેં આમ કહ્યું’તું, તેં આમ કહ્યું’તું…… વગેરે ભૂતકાળની વાતો મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. આમ લગ્ન કરીને માનવી ઊંડા સુખની અનુભૂતિ કરી શકે છે.

હવે કોઈ કહેશે કે કોઈના લગ્નજીવન નિષ્ફળ જાય છે તેનું શું ? તે તો ભાઈ, જીવન નસીબ અને કર્મના ફળ પર આધારિત છે. ક્યાંક માણસનો સ્વભાવ તો વળી ક્યાંક એનું નસીબ કામ કરી જાય છે. વળી, એવી સફળતા અને નિષ્ફળતા તો જીવનના બીજા ક્ષેત્રોમાં પણ ક્યાં નથી ? કોઈક નોકરીમાં સફળ જાય છે તો કોઈક એનાથી ત્રાસીને પોતાનો ધંધો શરૂ કરે છે. કોઈક ફિલસૂફે કહ્યું છે ને કે લગ્ન તો કરવાં જ. જો પત્ની સુશીલ મળી હશે તો જીવન ધન્ય બની જશે અને કર્કશા મળી હશે તો તમે ફિલસૂફ બની જશો ! છેલ્લે, ગાંધીજીના જીવનનું સ્મરણ કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. બાપુ અને કસ્તૂરબાનું દામ્પત્યજીવન ઘણું જ લાંબું હતું. કસ્તૂતરબાનો દેહાંત થયો, અગ્નિદાહ દેવાઈ ગયો અને બાપુ નજીકમાં બેઠા છે. બધું પતી જાય છે એ પછી કોઈ બાપુને કહે છે કે ચાલો હવે. ત્યારે બાપુ કહે છે : ‘જેની સાથે 64 વરસ સુધી રહ્યો છું તેને છોડીને જવાનું કેમ મન થાય !’ આમ આ દીર્ધ લગ્નજીવનમાં અતૂટ પ્રેમની અનુભૂતિ પણ થઈ શકે છે. આપ સૌને માટે પ્રભુ પ્રાર્થના કે આવા અતૂટ પ્રેમની અનુભૂતિ આપ સૌને પણ થાય…..’

વક્ત્યવ્ય પૂરું થતાંની સાથે જ ચિન્મયી થોડી ગંભીર દેખાવા લાગી. શબ્દો એને બરાબર અસર કરી ગયા. ઘેર આવીને વિચારે ચઢી કે મારો રસ્તો ખોટો તો નથી ને ? વર્ષો વીતશે અને હું એકલી પડીશ તો ? એકલા પૈસા અને સર્વિસના જોરે મારું જીવન શું પૂર્ણતાને પામી શકશે ? ના…ના…. હું કોઈને સુખી કરીશ તો ચોક્કસ સુખી થઈને રહીશ… – એમ મનથી વિચારીને ધીમે ધીમે તે ચંદ્રેશ તરફ ઢળવા લાગી. ભાઈભાભીને પોતાનો પ્લાન સફળ થતો જોઈને આનંદ સમાતો નહોતો. ચંદ્રેશ પણ ખુશ હતો. અંતે સમય વીતતાં ચંદ્રેશ-ચિન્મયીની કંકોત્રી છપાઈ ગઈ. તનીમાને જ્યારે તે કંકોત્રી આપવા ગઈ ત્યારે તનીમા બોલી ઊઠી : ‘અરે ! લુચ્ચી તું પણ….’ અને બંને સખીઓ હસી પડી.

હવે તનીમા એકલી પડી એટલે પાછી ઘરે આવી ગઈ. આ વાતને વર્ષો વીતતાં ગયાં. તનીમાની ઊંમર પણ વર્તાવા લાગી. તેની સાથે ભણતાં બધા છોકરાંઓ ઠેકાણે પડી ગયાં હતાં. એકસાંજે તનીમાની કૉલેજની બહેનપણી શ્યામિ બગીચામાં ટહેલતી હતી. શ્યામિનો પતિ નાનકડા બાબાને રમાડતો પાછળ ચાલતો હતો. શ્યામિએ દૂરથી સામે આવતી તનીમાને જોઈ. બંનેની નજર એક થઈ. તનીમા ચારેક વર્ષની બેબીનો હાથ ઝાલીને ધીમે ધીમી ચાલતી આવતી હતી.
‘ઓહ ! વૉટ અ સરપ્રાઈઝ તનીમા ! બહુ વરસે મળી ! કેમ શું ચાલે છે ? કોની બેબી છે ?’
‘મારી છે….’ તનીમાએ કંઈક સંકોચ સાથે કહ્યું.
‘શું વાત કરે છે ? ક્યારે લગ્ન કર્યાં ?’
‘છ મહિના થયા. મારા હસબન્ડની પ્રથમ પત્નીની બેબી છે.’ તનીમા બોલી.
શ્યામિ આશ્ચર્યથી બોલી ઊઠી : ‘પણ તું તો કહેતી હતીને કે હું તો લગ્ન કરવાની જ નથી……!!’

[કુલ પાન : 164. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : શ્રી ભેજેન્દ્રભાઈ પટેલ. ‘ઈશાવાસ્યમ’ 4, મિથિલા કોલોની, નવરંગ સ્કૂલ રોડ, પો. નવજીવન, અમદાવાદ-380014. ફોન : +91 79 26464947.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાંદનીની ઠંડક – સંત પુનિત
પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ Next »   

62 પ્રતિભાવો : હું તો લગ્ન કરવાની જ નથી….! – ભેજેન્દ્ર પટેલ

 1. જીવનના અગત્યના વરસો જીવ્યા બાદ ક્યારેક એવું લાગે કે મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા. ત્યારે જીવનસાથીની ખોટ પડે.
  સ્ત્રી અને પુરુષ ( અહિં નર અને માદા વાંચો) એક બીજા માટે સર્જાયા છે.
  સાયુજ્ય સાહજીક છે.
  સ્ત્રી સ્વભાવની લાક્ષણિક પાસાની સરસ ટૂંકી વાર્તા. અને લેખકશ્રીનું નામ અનોખું છે. ભેજેન્દ્ર…!!
  ——————————————————————————————————————-
  હાલમાં વકરી રહેલ સાંપ્રત સમસ્યાઓની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલ મારી નવિન, અનોખી વાર્તા માણવા ઉપર મારા નામ પર ક્લિક કરવા કૃપા કરશોજી. નિરાશ ન થાઓ એવો વિશ્વાસ છે.

 2. nayan panchal says:

  વાર્તા સારી છે. અમુક વર્ષો પછી એકલતા લાગે એવુ બની શકે ખરું.

  જીવનમાં જોખમ તો ઉઠાવવા જ જોઈએ.

  આભાર,
  નયન

  • કલ્પેશ says:

   જીવનમાં જોખમ તો ઉઠાવવા જ જોઈએ.
   In a funny way, I liked that sentence.

   મારે જાણવુ છે કે સ્ત્રીઓ (લગ્ન પહેલા) શુ વિચારે છે લગ્ન માટે? શુ તેઓ પણ જોખમ ઉઠાવે છે? 😉

   • Pragna says:

    Of course, its a ” jokham”,

    But, ultimately, I believe that , its in individual’s hands, how to turn that ” jokham” in ” full success”.

    Every single person in this world is different, you should learn how to treat your betterhalf and make it happy for both of you.

  • Navin N Modi says:

   શ્રી નયનભાઈ,
   જીવનમાં જોખમ તો ઉઠાવવા જ જોઈએ. તો પછી લગ્ન કરવાનું જોખમ ઉઠાવવામાં શો વાંધો હોઈ શકે?

  • rutvi says:

   નયનભાઇ ,
   મારા મતે જો love marriage હોય તો હજુ કદાચ જોખમ ના કહેવાય, પણ arrange marriage હોય ને એક બે મુલાકાત મા પસંદ કરી સગાઇ નક્કી થઇ હોય તો તેને જોખમ કહી શકાય,
   (હુ કદાચ ખોટી પણ હોઇ શકુ )

   • trupti says:

    રુતવી બહેન,
    લવ મેરેજ હોય કે અરેનજ્ડ જોખમ સરખુજ હોય છે કારણ કે મનુષ્ય નો સાચો પરીચય જ્યારે બે વ્યક્તિ જોડે રહે છે ત્યારે થાય છે. લગ્ન પહેલા રોમાંસ ને સહજીવન એક full bed of roses જેવુ લાગે કારણ ત્યારે ફક્ત ઘરની બહાર અલપ ઝલપ મુલાકાત થતી હોય છે. જેવુ સાથે રહેવાનુ સરુ કરો એટલે એક બીજાની ખાસિયત અને ટેવો (સારી અને નરસી) સામે આવવા લાગે છે. અમુક ટેવો આપણ ને અણગમતી હોય જે આપણે સમજાવવા છતા બેવ પક્ષ સુધારી નથી શકતો અથવા સુધારવા માંગતો નથી હોતો અને ત્યારે ખરો ખટરાગ સરુ થાય છે. જો બે માંથી એક વ્યક્તિ સહનસીલ હોય તો બહુ વાંધો નથી આવતો પણ બન્ને પક્ષે જ બાંધછોડ કરવાની પ્રકૃતી ન હોય તો પરીણામ તમે ક્લ્પી શકો છો.

    • Dipak says:

     ખરે ખર જીવનની સાથર્કતા શાંમા છે. આપણને મળેલ વર્ષો આનંદપૂર્વક જીવી જવા. લગ્‍ન જીવનની આવશ્‍યકતા ????
     દરેક ને લાગે કે લગ્‍ન કરવાએ મુખાર્મી છે. ? શાણપણ છે ? કે ????

     જીવનમાં સાથીની જરૂર છે. કોઇ વિરલ જ વિરકત ભાવે જીવી જાય આ સાથીની જરુરત એટલે આપણી સમાજ વ્‍યવસ્‍થાએ આપણને આપેલ લગ્‍ન જીવનની ભેટ.
     ખરેખર લ્‍ગન જીવન બે વ્‍યકિત માટે સાથ સહકારને બદલે કાયમ અધિકાર બની રહી જાય છે. એક બીજાને અનુકુળ થવા કરતાં બોજ રૂપ બની જાય છે. સમાજમાં સતત જોવાતા આવા લગ્‍ન જીવનને કારણે થાય કે હું તો લગ્ન કરવાની જ નથી. …
     આ એક સમગ્ર જીવન સાથે વણાયેલ સનાતન સમસ્‍યા છે.
     આપણે જીવનમાં લગ્‍નના સાચા અર્થને પામવો રહયો. આપણી સમજ આ માટે વધુ જવાબદાર છે.

   • nayan panchal says:

    જોખમવાળી લાઈનતો મેં હળવાશથી જ લખી હતી.

    લવ મેરેજને સુસાઈડ અને અરેન્જડ મેરેજને મર્ડરની ઉપમા પણ અમુક લોકોએ આપી છે 😀

    વાચકમિત્રો,

    લગ્ન એ એક સારી વ્યવસ્થા છે. દરેક સિક્કાની બે બાજૂ હોય છે, લગ્નની પોઝિટીવ સાઈડ ઘણી બધી છે. નીચે કેટલીક લાઈનો મૂકી છે જેને હળવાશથી માણશો.

    –By all means marry; if you get a good wife, you’ll be happy. If you get a bad one, you’ll become a philosopher.

    –Keep your eyes wide open before marriage, and half-shut afterwards.

    –In olden times, sacrifices were made at the altar, a practice that still continues.

    –My wife and I were happy for twenty years. Then we met.

    –A psychiatrist is a fellow who asks you a lot of expensive questions your wife asks for nothing.

    –Marriage is nature’s way of keeping us from fighting with strangers.

    –Getting married is a lot like getting into a tub of hot water. After you get used to it, it ain’t so hot.

    –When a man opens the car door for his wife, it’s either a new car or a new wife.

    –After marriage, husband and wife become two sides of a coin; they just can’t face each other, but still they stay together.

    –Women hope men will change after marriage but they don’t; men hope women won’t change but they do.

 3. જગત દવે says:

  સ્ત્રી-પુરુષ નું એકમેક તરફ આકર્ષણ એ કુદરત ની દેન છે. તેને તોડવાનાં પ્રયત્નો કોઈવાર ધર્મનાં નામે કોઈવાર રિવાજનાં નામે થયા છે અને થયા કરે છે પણ તે બધા જ મિથ્યા સાબિત થયાં છે.

  લગ્ન એ તે આકર્ષણને મર્યાદિત કરતી માનવીય વ્યવસ્થા છે અને તેને તોડવાનાં પ્રયત્નો પણ થતાં જ રહે છે અને તેનાં પણ પરિણામો ખતરનાક આવતાં હોય છે.

  માટે આ ‘માયા’ નાં બંધનને પણ સહજપણે સ્વીકારવામાં જ શાણપણ છે.

  વાર્તા ગમી.

  • જગત ભાઈ
   આપની comments વજનદાર હોય છે પણ માફ કરજો આજ ની આપની comment સાથે સહમત નથી
   ભારત ભૂમિ પર એવા ઘણા મહાપુરુષો થઇ ગયા જેમણે આ લગ્ન વ્યવસ્થા માંથી છૂટી ને સમાજ ની સેવા કરી છે જે કદાચ લગ્ન કરી ને નાં થઇ શકત

   • જગત દવે says:

    ધિરજભાઈઃ

    મારી comments સાથે સહમત નથી તે પણ મને ગમ્યું. સ્વતંત્ર વિચારવાનું તે પ્રથમ પગથીયું છે. ચાલો તમારી દલીલ ને પણ થોડા તર્કથી તપાસીએ…..

    ૧. તમારી comment ને ‘કદાચ’ શબ્દ નબળી બનાવે છે. (જો હું એવું કહુ કે કદાચ વધુ સફળ પણ થયાં હોત. તો?)
    ૨. સમાજ ની સેવા કરવા અપરણિત રહેવું એ કદાચ જે તે મહાનુભાવોની અંગત પસંદગી હશે પણ તે સમાજ ની સેવાની શર્ત ન બની શકે.
    ૩. લગ્ન વ્યવસ્થા ન અપનાવવાથી સ્ત્રી-પુરુષ એકમેક તરફ આકર્ષણ નથી અનુભવતા તેમ ન કહી શકાય.
    ૪. લગ્ન વ્યવસ્થા ના ત્યાગ માત્રથી વ્યક્તિને મહાન માનવું ભુલ ભરેલું છે.
    ૫. લગ્ન ન કરીને સમાજ-સેવા કરનારા કરતાં લગ્ન વ્યવસ્થામાં રહીને સમાજ વ્યવસ્થા ચલાવતા અને સમાજ સેવા કરતા લોકોની સંખ્યા વધારે છે.
    ૬. ફક્ત અપરણિત સ્થિતિ ને ધ્યાનમાં રાખીને મહાનુભાવો નાં કાર્ય ને મુલવવું ઠીક નથી.
    ૭. ઘણાં ધાર્મિક સંગઠનોમાં પ્રવેશ માટે અપરણિત રહેવું એ શર્ત હોય છે તેને જે તે સંગઠનનાં વ્યવસ્થાતંત્રનો ફક્ત એક ભાગ ગણી શકાય પણ તેને ફક્ત તે કારણે મહાનતા આપી દેવી યોગ્ય ન ગણાય.

    આ સાથે જે જે અપરણિત મહાનુભાવો એ સમાજ માટે કાર્ય કર્યું છે તેને પણ હું એટલા જ આદરણીય ગણું છું. મારા મનમાં પરણિત અને અપરણિત બંને મહાનુભાવો માટે સરખો જ આદર છે. પરણિત મહાનુભાવો નાં કાર્યો ને ઓછા આદરણીય માનવા મને અન્યાયપૂર્ણ લાગે છે.

    • આભાર જગત ભાઈ
     હું લગ્ન વ્યવસ્થા ના વિરોધ માં નથી હું પોતે પરણિત છું
     માન્યું કે પરણિત મહાપુરુષો એ પણ સમાજ ને ઘણું બધું આપ્યું છે પણ એક વાત તો સાચી કે લગ્ન બાદ વ્યક્તિની (સ્ત્રી કે પુરુષ) પરિવાર તરફ ની જવાબદારી તો વધીજ જાય છે
     ૧. ગાંધીજી રાષ્ટ્રપિતા બન્યા પણ પોતાના બાળકો ના સાચા પિતા ના બની શક્યા (હરીલાલ)
     ૨. રામકૃષ્ણ પરમહંસ પરણિત હતા પણ તેમ છતાં બ્રમ્હ્ચારી હતા માતાજી સહમત હતા એટલે ચાલ્યું નહીતો મોટી ઉપાધી થાત.
     ૩. હિંદુ શાસ્ત્રો માં ત્યાગાશ્રમ ને ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે .
     ૪. જવાબદારી થી દબાયેલા વ્યક્તિ કરતા એકલો (અપરણિત) વ્યક્તિ વધુ સમય અને ધન ફાળવી શકે તે સાથે તો આપ સહમત હશોજ

     • જગત દવે says:

      ધિરજભાઈઃ

      “લગ્ન બાદ વ્યક્તિની (સ્ત્રી કે પુરુષ) પરિવાર તરફ ની જવાબદારી તો વધીજ જાય છે”…….ખરેખરતો જવાબદારી વ્હેંચાઈ જાય છે. પત્નીની પિયર વિદાય પછી ઘરની હાલત વિષે વિચારો.
      ૧. ગાંધીજીનાં અન્ય સંતાનો રામદાસ,મણિલાલ, દેવદાસ વિષે જાણો છો? તેઓનુ જીવન સામાન્ય હતું. હું હરિલાલ ને વધારે દોષી માનું છુ.
      ૨. “માતાજી સહમત હતા એટલે ચાલ્યું નહીતો મોટી ઉપાધી થાત.” -‘ચાલ્યું’ એટલે શુ? અને કઈ ‘ઉપાધી’ ઊભી થાત?
      ૩. “હિંદુ શાસ્ત્રો માં ત્યાગાશ્રમ ને ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે”. -આ એક મહા ભુલ ભરેલી માન્યતા છે. લગ્ન ત્યાગનો ક્યાંય મહિમા/સલાહ નહિ જોવા મળે. અરે સ્ત્રી ત્યાગની પણ સલાહ પણ વેદો માં ક્યાંય નથી. વેદિક-કાળનું હિંદુ-જીવન વાંચી જાવ. ક્યા ઋષિ અપરણિત છે? ક્યા ભગવાન અપરણિત છે?
      ૪. આપના ચોથા વિધાનમાં પણ સચ્ચાઈ નથી જો એવું જ હોય તો દરેક યુવાન/યુવતી જ્યાં સુધી અપરણિત છે ત્યાં સુધી ‘સેવાભાવી’ અને ‘દાનવીર’ જ હોવા જોઈએ. ખરેખરતો સમય અને ધનની ફાળવણી એ સાપેક્ષ પરિસ્થીતિ છે જેને પરણિત અને અપરણિત અવસ્થા જોડે હંમેશા ન જોડી શકાય.

     • Edior says:

      કૃપયા વિસ્તૃત વાર્તાલાપ એકમેકનું ઈમેઈલ મેળવીને કરશો તો વધુ અનુકૂળ રહેશે.

      ધન્યવાદ,
      તંત્રી.

 4. tarang hathi says:

  “HU LAGNA KARVANI NATHI” Kharo Vishay chhe. Moterao kahe chhe ne k lagna e to lakda na ladu chhe. khaay te pan pastay ne na khay te pan pastay. Lagna a samaj ni ek vyavastha chhe. ek bija sathe tadatmya jalvay to lagna jivan sukhrup bane chhe. Purush Pradhan samaj chhe etle Ladies ne swtantrata malti nati evu pan manvama aave chhe.

  Lagna vyavastha ma Ek bija ne samji ne jeevan jivie to sukhrup jeevan.

  tarang hathi.

 5. HEMANT SHAH says:

  સરસ વાર્તા મારુ માનવુ કે લગ્ન્પ્રથા હોવિ જોઇએ

 6. Veena Dave. USA says:

  સરસ લેખ.આ લેખ મુજબ ઘણા આમ પરણી જાય છે. અને તે સારી વાત છે. શ્રીકૃષ્ણે સહારો બનવા ઘણી સ્ત્રીઓને પત્નિનો દરજ્જો આપ્યો છતા સમાજમા દરેક સારા કાયૅ કરીને સેવા કરી એટ્લે તો હજારો વષૅ પછી પણ આપણે તેમને પૂજીએ છીએ. અરે જે સંપ્રદાય પરણવાની ના પાડે છે તેના મંદિરોમા નારાયણ અને રાધાકૃષ્ણ બિરાજેલા છે.
  અતિ ભોગ કે અતિ ત્યાગ યોગ્ય નથી
  જવાબદારીમાંથી છટકવા લગ્ન ના કરવુ હા આ વાત ચોપાસથી સંભળાય છે.

 7. Vaishali Maheshwari says:

  Good one.
  Enjoyed reading.
  Slowly and gradually, all three friends changed their minds from never getting married to married.

  Thank you Mr. Bhejendra Patel…

 8. The story is very realistic in modern age –and it was very amusing to read the comments of જગત દવે અને
  dhiraj thakkar ( i think he appears in gu.wordpress.com )– both are discussing of upanishad age —i think at some writer has marked that a woman and man only completes the sansar as a good vehicle requires two wheels for smooth running —and one can marry but it is not necessary to have child –a true marriage is necessarily the meeting of minds between two sexes –without similarity in thoughts even if married gives only unbalance to both — why so much discussion? –when the concerned ladies have solved their problem with happy end — and what a man or woman wants is everlasting happiness –without self adjustment see the marriage life of all actors and actresses –who have name and fame but no peace of mind and wash their dirty linens in open !!!!!!!!!!!!!!!!!!!!

 9. Jigna Bhavsar says:

  ખુબ સરસ લેખ .
  હું પણ નાની હતી ત્યારે પડોશમાં દરરોજ પતિ-પત્ની ની ગાલી સાંભળતી તો એમ જ વીચારતી. .

  અને લગ્ન કરવાથી જ કોઈ સમાજ માં જવાબદાર ગણી શકાય નહી. . કારણકે લગ્ન બાદ ઘરની નવી નવી જરુરીયાતો, માંગો, વેકેશન, બાળકોને ભણાવવાનૉ ખર્ચ, જોબ, વગેરે માં જ રચ્યો હોય છે. અરે પડોશમા, કે પોતાના બહેન -ભાઈ, મા-બાપ ની બીમારી કે જરુરિયાતો નો પણ કોઈ અહેસાસ કે ટાઈમ હોતો નથિ. તથા દરેક વ્યક્તી કે પતી પત્ની આમાં ગણી પણ શકાય નહિ.

  લગ્ન માત્ર એ માટે કરવા જોઈએ કે અગર વયક્તિ ને એકલતા લાગતી હોય અથવા વાસના કાબુ ના હોય , (જેથી સમાજ ના અન્ય સ્ત્રી પુરુસ્ સુરક્સીત રહે) , અથવા કોઈ સ્ત્રી પુરુસ વચ્ચે પ્રેમ હોય.

  જેમ આમાં તનીમા એ માત્ર પોતાની એકલતા દુર કરવા માટે લગન કર્યા છે.

  • rutvi says:

   જિજ્ઞાબેન ,
   “લગ્ન માત્ર એ માટે કરવા જોઈએ કે અગર વયક્તિ ને એકલતા લાગતી હોય અથવા વાસના કાબુ ના હોય ”
   તમારી “વાસના” વાળી વાત સાથે હુ સહમત નથી , સ્ત્રી-પુરુષ વચ્ચેનુ આકર્ષણ એ તો કુદરતી છે, જેમ આપણને ખાવાની ભૂખ લાગે છે તેમ નિશ્ચિત સમયે આની પણ ભુખ લાગે છે, જે લગ્ન ધ્વારા સંતોષાઇ જાય છે, જે વ્યક્તિ જીવનભર અપરિણિત રહે તો એમ ના કહેવાય કે તેનામા આકર્ષણ જરાપણ નથી
   વાસના તેને કહેવાય જેને વ્યસન હોય ભુખ લાગી હોય તો અમુક હદ સુધી ખવાય , પણ જે ખાધા જ કરે, તેને વાસના કહેવાય , અને બીજુ તમે કહેલુ કે જેમા પ્રેમ હોય , જ્યા સાચ્ચો પ્રેમ હોય ત્યા વાસના ના હોય ……

  • trupti says:

   જીગ્ના બહેન,

   તમારા વિધાન ‘લગ્ન માત્ર એ માટે કરવા જોઈએ કે અગર વયક્તિ ને એકલતા લાગતી હોય અથવા વાસના કાબુ ના હોય’
   જોડે મારા ખ્યાલથી કોઈ સંમત નહી થાય તમે એટલે એમ કહેવા માંગો છો કે, જેને પણ લગ્ન ક્રર્યા તેમને તમની વાસના પ કાબુ ન હતો? કેે અકલતા થી કંટાળી ગયા હતા? હું તમને સવાલ કરું છું કે તમે શું પરણેલા છો? ને જો જવાબ હા માં હોયતો તમે પણ તમે દર્શાવેલા કારણ માટે જ લગ્ન કર્યા? અને જો ના હો તો તમે એક સંત આત્મા છો!!!!!!!!!!!!!! એટલુ સમજી લો કે સાથી ની સાચ્ચી જરુર જતી જીદગી માજ જરુર પડે અને જ્યાં સુધી વાસના નો સવાલ છે, રુતવી બહેન ના જવાબ અને વ્યાખ્યા જોડે હું સંમત છું.

 10. Niraj says:

  ભાઈઓ અને બહેનો…. શાદિ કા લડ્ડુ જો ખાયે પછતાયે – જો ના ખાયે પછતા યે…. પરંતુ આપણા માટે તો ના ખાઈને પછતાવુ વધારે ફાયદા મંદ છે…. WIFE = Worry In For Ever…. ના ભાઈ ના – આપણે આપણી દુની યા ના રાજા – પ્રજા લઈ ને શું કરવુ છે? કોણ ખોટી કટ-કટ કરે અને જીલે? જ્યારે મરજી આવો – જ્યારે મરજી જાવ – જ્યાં જવુ હોય ત્યાં જાવ – અળધો ખર્ચો અને બમણી મજા…. No Compromises – સોમવાર થી શુક્રવાર કામ કરો અને શનિ અને રવિવારે – જલસો….બહાર ફરવા જાવ, દુનિયા ફરવા જાવ, દેશ-વિદેશ હરો-ફરો અને માણો…. મેને Photography નો બહુ શોખ છ – શોખ નહી પરંતુ વ્યસન છે…. અને અવાર-નવાર હું બહાર જતો હોઊ છું Photography માટે…. વર્ષમા ૩ – ૪ અઠવાડી હું જંગલો માં – વિદેશો માં કે પછિ કોઈ એવી રમ્ણીય જગ્યાએ હોઊ અને Photography નો ભરપુર આનંદ માણુ…. લગભગ રોજ રાત્રે ૧ – ૨ વાગ્યા સુધિ જાગિ ને મારુ ઓફિસ નુ કામ કરૂ…. અને હું મારી જીંદગી ને આ રીતે માણું છું…. ખાવા બનાવતા આવડે છે…. કપડા મશિન ધોઈ આપે…. સાફ-સફાઈ ખુબ પસંદ છે એટલે દર શનિવારે મારુ અપાર્ટમેન્ટ પોતેજ સાફ કરુ…. એક બાજુ સાફ સુફાઈ ચાલતી હોય અને એક બાજુ જુના ગીતો…. હાથ માં વાઈનો ગ્યાસ હોય – અને નિરજ કુમાર કામ કરતા હોય…વાહ ક્યા સીન હૈ! ઓર જનાબ વાહ ક્યા લાઈફ હૈ!

  • DIPTI says:

   ક્યારેક સંજોગ બદલાય અને ઓર જનાબ વાહ ક્યા લાઈફ હૈ ને બદલે ઓર જનાબ વાહ ક્યા વાઈફ હૈ થાય તો અહીં ચોક્કસ લખજો.

   • Niraj says:

    દિપ્તિ બેન,

    હુ તમને એકલા ને નહિ – પરંતુ આજ વેબસાઈટ પર લેખ મુકીશ…. અને લેખનુ મથાડુ હશે…
    ” ઓર જનાબ વાહ ક્યા લાઈફ હૈ ને બદલે ઓર જનાબ વાહ ક્યા વાઈફ હૈ”

 11. જય પટેલ says:

  તંદુરસ્ત સમાજની બુનિયાદ સ્વસ્થ લગ્નની વેદી પર છે.

  વાર્તાની મુખ્ય નાયિકા તનીમાએ લગ્નજીવન વિષેની ભ્રામક માન્યતાઓની કિંમત બહુ આકરી ચુકવી.
  વર્ષો વીત્યા બાદ બીજવર સાથે લગ્ન અને આંગળિયાતના ઉછેરની જવાબદારી…..!!!
  મા-બાપની અવગણના અને રાજહઠ….જીદનું પરિણામ.
  તનીમાની અશ્રૃધારા ફક્ત ઉશીકું જ જાણતું હશે..!!

  બંન્ને સખીઓ ભાગ્યશાળી રહી. સંજોગો અનુકુળ રહ્યા અને ભ્રામક વિચારસરણીનું બાષ્પીભવન
  સમયસર થયું અને વખતે વાજાં વાગી ગયાં.

  કુદરતી આવેગોને યોગ્ય માર્ગ લગ્નસંસ્થા જ આપી શકે અને
  સુખી લગ્નજીવન દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય.

  કુદરતી આવેગોને નાથવાના અકુદરતી પ્રયોગો જાજવાંના જળ સમાન છે.

  શ્રી ભેજેન્દ્ર પટેલે સુંદર સંદેશો વાર્તાનો પ્રવાહ જાળવી રાખી આપ્યો.
  આભાર.

 12. S Patel says:

  લગ્ન માટે શાસ્ત્રોમાં ૨૫ થી ૫૦ વરસનો ગાળો લખ્યો છે.

  વિવાહ movie માં સરસ dialog છે તેના સંર્દભમાં, ૨૫ વરસની ઉંમરે માણસ પાસે જીવનસાથી પાસેથી ઓછી અપેક્ષા રાખે છે. એ ઊંમરમાં સહેલાઈથી જીવનસાથી ના થઈ જવાય છે. લગ્ન તમારા વિકાસમાં અવરોધ નહીં બને. જીવનસાથી તમારા જીવનમાં સ્નેહ અને પ્રેરણા બનીને આવશે.

  I think in around us if we look might be 10 to 25% people are unhappy with married life. don’t follow there path look at another 90 to 75%. Take them as idol.

  જન્મીએ ત્યારના સંબંધો તો જન્મ સાથે જોડાયેલા હોય છે પણ આત્મા સાથે તો લગ્ન કર્યા હોય તે વ્યકિત જોડાયેલી હોય છે. દિલના સબંધો હોય છે.

  I met one guy during companion searching, he said he don’t want to get marry as his dream is to take world tour, visiting new places. I was thinking, what type of dream he has, he want to go alone but if you have your loved one with you, someone who love you, who worried about you, whose whole world is you, then you can see beauty and love every where in the world.

  Someone mentioned in comment about his lifestyle reminds me about him. Nothing personal but think how it will be if loving companion with you all that time?

  • trupti says:

   એસ. પટેલજી,

   હું તમારી વાત સાથે ૧૦૦% સંમત છુ કે નાની ઉંમરે જીવનસાથી જોડે જલ્દી થી એડજ્સ્ટ થઈ જવાય જેમ જેમ માણસનીં ઉંમર વધતી જાય તેમ એડજસ્ કરવા નુ અઘરૂ થતુ જાય તેનુ સરળ કારણ એજ કે, જ્યાં સુધી તમારી ઉંમર નાની હોય ત્યાં સુધી તમે તમારા મન ને જેમ વાળવુ હોય તેમ વાળી સકો જેમ ઉંમર વધે તેમ વળવાની શ્ક્તી ઘટે અને અપેક્ષાઓ પણ વધે અને જ્યાં અપેક્ષા ઓ વધે અને એ જો પુરી ન થાય તો મન-મોટાવ વધે. લગ્ન સંબધ એ એવો સંબધ છે કે તે જન્મ ના સગપણ ને પણ પાછળ મુકી દે છે.

   • priya gandhi says:

    Truptiben,

    I agree with you completely. My own experience is that at young age still a person is not much with the self-ago and is open to take advice or accept new traditions, life-style.

    Regards,
    Priya

 13. P Patel says:

  I recently got married at a very late age and so am still wondering if i should have got married or not. I was living all by myself (stll living alone,as my wife is in India) and never had the urge or feeling to get married. Marriage is like social security (or pension), pays only later in your life. but what about now? i never felt that i was alone before and after marriage i never feel that i have gained something extra? why is that. I think it should be upto a person to get married or not. there are no advantages or disadvantages of either one. If I am getting married thinking that it will help my future when i am old, but if i dont love my wife and just have her for raising kids and serving family, isn’t that selfishness?

  • Neekita says:

   Change your viewpoint P. Patel – your wife must have some સ્ત્રી સુલભ કળાઓ – which will make your heart sing, you can go to movies together, have dinner together and have late night love, long breakfasts on your holidays-and if not a lady – do you think you are going to get pregnant with the help of science? You seem like a man whose heart has dried out without emotions and feelings of human life – it happens sometimes but then – of course you can come out of it – if YOU start enjoying life. Just take it easy and take it step by step – you will find happiness, definitely mate. And that is not SELFISHNESS – that is called life – once she starts getting on with your family members – she might even love it – you will feel it – once you’ve her with you – how will you realise a person – who is far far away???

 14. sima shah says:

  ખરેખર બહુ જ સુંદર વાર્તા….વાસ્તવિકતાની એકદમ નજીક વાર્તા….
  શું સત્યઘટના પર આધારીત તો નથી ને?
  સાથે બધાના અભિપ્રાય/પ્રતિભાવ વાંચવાની પણ બહુ મઝા આવી.
  આભાર ભેજેન્દ્રભાઈ અને મૃગેશભાઈ
  સીમા

 15. jayshri naik says:

  જિજ્ઞા બેન

 16. jayshri naik says:

  વારતા ખુબ જ સરસ .

  ૨૫ વર્સના પરિનિત જિવનના અનુભવ પરથિ લખિ શકનાર ને કોઇ ગિલા શિકવા નથિ.

  બાકિ તો લગ્ના લાદુ ખાઈ તે પણા પશ્સ્તાય અને ન ખાઈ તે પણ પશ્સ્તાય.

 17. Jinal Patel says:

  ચા કરતા કીટલી ગરમ, વાર્તા કરતા comment ગરમ . ટોપિક જ ઍવો છે પછી readgujarati ના readers નો શુ વાન્ક્?
  કૈક નવુ છે પણ મને બહુ જ impressive ના લાગ્યુ.

 18. Ashish Dave, Sunnyvale, Califronia says:

  An OK story getting nice comments… whosever is not married …. then please get married to the right person… you do not know what you are missing… if you are married except the spouse as they are and then enjoy the life…

  • Chirag says:

   Ashish Dave,
   Do you eat Chicken, Fish etc? I am assuming (and I am sorry if I am wrong) but your answer is NO – so you don’t know what you are missing? And if you argue with saying that “We are Indians, We are Hindus…” Then I would say there are millions of Indians and Hindus leaving in India and abroad are eating Chicken, Fish, Crab, etc – so shouldn’t you be eating it too? There is absolutely no logic what so ever in getting married – NONE! – No benefits to either sex (male/female) – Then why do something is so not logical? Just because from since who know when people started doing this totally unnecessary custom?

   • Ashish Dave, Sunnyvale, Califronia says:

    I am lost Chiragbhai…

    • Chirag says:

     LOL… and you want us to get married….

     • hardik says:

      What Chirag meant is, something which you believe may not be same as what other believe.
      It’s patty thing on which he’s getting thrashed..Sorry chirag but you have become Vanechand now..:D..Take it lightly my comparison of yours with “Vanechand”..LoL

    • trupti says:

     આષિષભાઈ,

     મને પણ કાંઈ સમજણ ન પડી કે ચિરાગભાઈ શું કહેવા માંગે છે? લગ્ન ને ચિકન/મટન નો શું સંબધ?

   • જય પટેલ says:

    શ્રી ચિરાગભાઈ

    ઘણા સમય પહેલાં નોર્થ કેરોલિનાવાસી સેલ્ફ-મેઈડ મિલીયોનેર ચિરાગની અજબ-ગજબ વાતોમાં
    રીડ ગુજરાતીના બધા વાચકો ખોવાઈ ગયા હતા અને પછી તે પોતે જ ખોવાઈ ગયા…!!
    અને આજે ફરી ઈતિહાસનું પુનઃરાવર્તન થઈ રહ્યું છે.

    આપનું લગ્ન….ચિકન…ફીસ…કુવારા રહેવાનું સ્ટબબૉર્ન અજબ-ગજબનું છે…કંઈ સમજાયું નહિ.
    માફ કરશો…પણ Whould you please elaborate ?

    • trupti says:

     જય, મને પણ થોડો ડાઉટ તો હતોજ કે આ ચિરાગભાઈ પેલા સેલ્ફમેડ મીલેનીયર!!!! ચિરાગ પટેલ તો નથી ને? મારા ધારવા મુજબ ઘણા વાચકો એ તેમના કોઈ એક લખાણનો જબરો વિરોધ કર્યો હતો માટે નવા પ્રોફાઈલ હેઠળ એજ ચિરાગભાઈ નવા વાધા પહેરીને લખવા લાગ્યા લાગે છે. કહેવાય છે ને કે માણસ ગમે તેટલા વાઘા બદલે પણ પોતાના સ્વભાવ ને બદલવો મુશ્કેલ છે. તેમનુ લોજીક ચિકન/ફિસ/મટન ની સામે લગ્ન નુ ખરેખર માથા ઉપર થી ગયુ.

     ચિરાગભાઈ, જરા લોજીક સમજાવવાની તસ્દી લેશો?

     • Chirag says:

      ત્રુપતીબેન,

      નથી તો આ ચિરાગ કોઈ મિલિયનર – હુ પોતે એક Engineer છુ અને Photography મારુ વ્ય્સન છે….રોજ 9 – 6 નિ જોબ છે અને Rs. 15500 ($3300) મહીના નો પગાર છે…. હવે તમે કહો કે આ મોધવારી માં ક્યા મિલિયનર થવુ? આપડે તો પ્રજા અને રાજ્ય વગર ના રાજા છે…. લગ્ન કરવુ અને આખા ગામની મુસીબત માથે લેવી એ આ મોધવારી મા ના પોસાય… હુ તો Limited Income માં Unlimited Fun એવા વિચાર સાથે જીવુ છું.

   • nayan panchal says:

    ચિરાગભાઈ,

    હું ધારું છું કે તમે ચિકન મટન ખાઓ છો. જો મારી ધારણા ખોટી હોય તો આગળ ન વાંચતા, તે તમને લાગુ પડતી નથી.

    તમે કોઈ દિવસ પોલ્ટ્રીફાર્મમાં કપાતી મરઘીને જોઈ છે? જ્યારે કસાઈ જીવતી મરધીને પકડે છે ત્યારે મરઘીને પણ ખબર પડી જાય છે કે હવે તેનુ મૃત્યુ નક્કી છે. તે સમયે જો તમે તેનુ આક્રંદ જુઓ તો તમારી રાતની ઊંઘ ઉડી જશે. તમે હમણા જ એક કોમેન્ટ લખી હતી ને કેવી રીતે તમે એક ડોશીને બદલે ઇંટો ઊંચકી હતી અને રાતે સુખથી નિંદ્રાધીન થયા હતા. તમારામાં આટલો કરૂણાભાવ છે તો પછી માત્ર તમારા સ્વાદને સંતોષવા ખાતર નિર્દોષ પંખીના મૃત્યુનુ કારણ કેવી રીતે બની શકો. હું તમને કહુ છું કે એકવાર ચિકન ન ખાશો તો એક મરઘીના જીવ બચાવવા જેટલુ પુણ્ય મળશે.

    આભાર,
    નયન

    • Hasmukh Patel says:

     agree with you Nayan bhai.

     Thanks,
     Hasmukh

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     આપે ડોશીમાના ઉદાહરણ દ્વારા ખુબ સરસ સમજાવ્યું.
     શ્રી ચિરાગભાઈએ એક બાળકનું આક્રંદ જોઈને માના મમતા રૂપી ઝરણાને બાળક પાસે
     પહોંચાડવા સ્વંય તાપમાં તપ્યા. સંવેદનશીલતાની પરાકાષ્ટા હવે મરઘીઓને કાપી નહિ
     ખાવાની પ્રતિજ્ઞામાં છે જેથી વર્ષે હજારો પંખીઓની કત્લેઆમ થતી અટકે.

     ચિરાગભાઈ….આશા રાખું કે આપની સંવેદનશીલતા વેજીટેરિયન બની નિર્દોષ પશુ-પંખીઓની
     કત્લેઆમ અટકાવામાં પરિવર્તિત થાય….જે દિવસે આપ વેજીટેરિયન બનશો તે દિવસે
     રીડ ગુજરાતીની સફળતામાં એક ઔર છોગાળું લાગશે.
     મન મક્કમ રાખી નિર્દોષ પશુ-પંખીની કત્લેઆમ અટકાવો.
     મૃગેશભાઈ…માફ કરશો.

     • Chirag says:

      ભાઈઓ અને બહેનો,

      મારો કહેવા નો એકજ મંતવ્ય છે અને એ કે – ધેંટા શાહી ના પનાવી જોઈએ – આપણા પુર્વજો એ લગ્ન કર્યા – આપણા દાદા – પરદાદા એ – આપણા બાપુજી એ લગ્ન કર્યા – એટકે આપણે કરવા અને એમ ન કરવુ જોઈએ… લગ્ન દરેક માટે નથી હોતુ…. હા એનિ સફળતા અને નીષ્ફળતા ના જવાબદાર પણ આપણેજ છે એ હુ તમારી સાથે સંમત છુ…. તમને બધા ને એ પ્રાણીઓ ની ચીકીયારી સંભળાય છે પરંતુ એ બાળક નુ રૂદન કેમ નથી સંભળાતુ જે એ ના માતા-પિતા માટે કરે છે…. કેમ એ બાળક ની તકલીફ નથી દેખાતી જ્યારે માં-બાપ એ કુમળી વય ના બાળક ને Baby Sitting માં મુકીને કામ પર જાય છે… કામ કરવુ અને પૈસા બનાવવા એ નો વિરોધ નથિ કરતો પણ હા એ વાત કેમ આપણે લગ્ન કરતા પહેલા નથી વિચારતા??? એ કેમ કોઈ નથી સમજતુ?

     • Chirag says:

      Sorry Guys – વધારે વાર્તા લાપ માટે – Please email me on

      cpatel928@yahoo.com
      આભાર…

     • Priya Gandhi says:

      Chirag bhai,

      But just let us know if u r self-made millionar one or some other? Please clarify.

      Thanks,
      Priya

     • Chirag says:

      નથી તો આ ચિરાગ કોઈ મિલિયનર – હુ પોતે એક Engineer છુ અને Photography મારુ વ્ય્સન છે….રોજ 9 – 6 નિ જોબ છે અને (approx) Rs. 15500 ($3300) મહીના નો પગાર છે…. હવે તમે કહો કે આ મોધવારી માં ક્યા મિલિયનર થવુ? આપડે તો પ્રજા અને રાજ્ય વગર ના રાજા છે…. લગ્ન કરવુ અને આખા ગામની મુસીબત માથે લેવી એ આ મોધવારી મા ના પોસાય… હુ તો Limited Income માં Unlimited Fun એવા વિચાર સાથે જીવુ છું.

 19. Editor says:

  કૃપયા અન્ય બાબતો પર અહીં વાર્તાલાપ ન કરવા વિનંતી.

  લિ.
  તંત્રી, રીડગુજરાતી.

 20. Mr chirag bhai –you know the very basics of universe ?–the whole universe is having duality mode —there are two opposites in any field — light and dark –day and night –similarly man and woman –or one can in general say male and female —even if one is missing the world is not possible —now where is the question of customs ? –and if u r not interested stay cool and enjoy your self –others will take care of them selves –do not worry for them—you are opposing for marriage but even gays advocates that they have attraction for same sex and they marry for mental support and social security !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! –go and explain gays why you want to be unhappy?

  • trupti says:

   યાગેસ ભાઈ,

   મારા મતે ચિરાગભાઈ ને જેમણે પણ જવાબ આપ્યો તેમા તમારો જવાબ સ્રર્વોત્તમ!!!!

 21. Sunita Thakar (UK) says:

  સુન્દર વાર્તા. કહે છે કે લગ્ન એક જુગાર છે. ક્યાક હાર તો ક્યાક જીત. By the way I totally lost in the comments. I think I should not read such comments next time.

 22. Geeta Bosmiya says:

  આ ક્રૃતિ મને બહુજ ગમી. સ્રી સહજ સ્વભાવ નો ખુબજ સરસ ઉલ્લેખ કરાયો છે આભાર

 23. maullik says:

  too messed up ..anyways……forget it……..a beautiful fact…….it is always said that think before you decide…….so let it be on that way……..its individual’s choice ………but i have one thing to say about vegetarianism….
  that god has created lots of animals (humans are social animals)……….and have nature own way to find that…..animal is vegan or not?……….you can notice that the animals………who are drinking water from their tongue…like lion,tiger,leopard…..are non vegan or animal eater…..n rest are vegans……so you need to decide what u are!!!……..
  i must say that human are never having habit of drinking water by tongue…….
  so god have decided something n humans are not following that as usual………..

 24. દિલ ચાહતા હૈ જેવી વાર્તા ની અપેક્ષા સાથે શરુ થયેલ કથા અચાનક સમેટાઈ ગઈ હૉય તેમ લાગ્યું!

 25. jigar says:

  ખુબ જ સરસ લેખ .

  જો તમે જીવન મા ઉચ્ચ ધ્યેય ને સમૅપિત થવાના હોવ તો લગ્ન ના કરવા જોઈએ.
  લગ્ન કરી ને માનવી નુ જીવન પોતાના પરિવાર પુરતુ સીમીત થઇ જાય છે.
  ક્લામ સાહેબ્ ,વાજપઈ જી સાહેબ, મોદી સાહેબ , વિ . નો આપણ ને લાભ મણ્યો ,
  કારણ કે તેઓ લગ્ન રુપી માયા મા ફ્સાયા નથી..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.