રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ

[‘વિજ્ઞાનદર્શન’ સામાયિક ડિસેમ્બર-09માંથી સાભાર.]

સર્જનહારે અદ્દભુત વનરાજી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘણી વખત આશ્ચર્ય પણ થાય કે વૃક્ષોમાં કુદરતે આટલી બધી વિવિધતા ક્યાંથી ભરી હશે ! રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં, વાડામાં, બગીચામાં રસ્તાની આજુબાજુ કે જંગલોમાં દેખાતાં વૃક્ષો વિશે આપણે ઘણું બધું જાણતા થયા છીએ, પરંતુ ઈશ્વર ક્યારેક સર્જન કરવા બેસે ત્યારે માણસની જેમ જ ચિત્ર-વિચિત્ર સર્જન પણ કરી બેસતો હોય છે ! વિશ્વમાં એવાં અસંખ્ય વૃક્ષો છે જેના વિશે જાણીએ તો આપણી આંખો આશ્ચર્યથી વિસ્ફરિત થઈ જાય. પ્રસ્તુત લેખમાં આવા જ કેટલાંક ચિત્ર-વિચિત્ર વૃક્ષો વિશે માહિતી આપવાનો પ્રયાસ થયો છે.

મિત્રો, સાગનું ઝાડ તો તમે જોયું જ હશે. સાગ ખરેખર સાઠ વર્ષની વયે પુખ્ત બને છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ તેનું લાકડું વધુ સારું ગણાય. સો ફૂટ ઊંચા સાગ ઉત્તમ સાગ ગણાય છે. પરંતુ ‘સિકવેઈયા’ અને ‘યુકેલીપ્ટસ’નાં વૃક્ષોની વાત જરા જુદી છે. ચીડ વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ જેટલી પણ જોવા મળી છે. હિમાલયમાં આવાં વૃક્ષો અચૂક જોવા મળે છે. સામાન્ય રીતે ચીડ વૃક્ષની ઊંચાઈ 100 ફૂટની અંદર હોય છે પરંતુ અમેરિકાનું એક ચીડ વૃક્ષ 324 ફૂટ જેટલું ઊંચુ છે. વળી સિકવેઈયા (રેડવૃક્ષ) જે હાલ કેલિફોર્નિયાના હમ્બોલ્ટ સ્ટેટ નેશનલ પાર્કમાં છે તેની ઊંચાઈ 347 ફૂટ છે. નર્મદાના મુખ પાસે જાણીતું કબીર વડ અતિ વિશાળ છે. આ વડ એટલો બધો વિસ્તરેલો છે કે તેનું મુખ્ય મૂળ ક્યું હશે તે શોધવું મુશ્કેલ છે.

ગ્રીસના સમુદ્રમાં હોસ ટાપુ પરનું એક વૃક્ષ 2000 વર્ષ જૂનું છે અને હજુ પણ જીવિત છે. વયની વાત કરીએ તો આ વિરાટ વૃક્ષની વય હજાર વર્ષ વડે મપાય છે. જો માણસ તેને કાપી ન નાખે અને હવા, પ્રકાશ, પાણીનો અવરોધ ન થાય તો આ વૃક્ષો દસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. તમે એક મોટા વૃક્ષના બધા મૂળ કાપીને સીધી લીટીમાં મૂકો તો સેંકડો માઈલ દૂર સુધી લંબાય. આવા દેખાતા નાજૂક મૂળમાં ખડકને પણ આરપાર વીંધી નાખવાની શક્તિ રહેલી છે. કેટલાંક વૃક્ષોનું લાકડું પાણી કરતાં પણ વજનમાં ભારે હોય છે. અમેરિકાના ‘ઈલડ આર્યન’ વુડનું વજન 65 રતલ અને પરનોટીકોમાં થતા ‘લિગ્મે લબરી’ નામના વૃક્ષના લાકડાનું વજન દર ઘન ફૂટે 85 રતલ થાય છે. ‘ઑક’ વૃક્ષ વિશે તો તમે કદાચ જાણતા હશો. સામાન્ય રીતે આ ઝાડ ક્યારેક સફેદ તો ક્યારેક કાળા હોય છે. અમેરિકામાં એવું પણ ઑક છે જે સંયુક્ત જાતનું ઝાડ છે. જેનો ઉપરનો ભાગ કાળો અને નીચેનો ભાગ સફેદ હોય છે. આ વૃક્ષ ઉત્ક્રાંતિ માટે જોડતી કડીરૂપ પુરવાર થાય છે. પ્રાચીન ગ્રીસનો વૈદ્ય ટીમાર્કસ ઈન્ડવન સમુદ્રમાં કોસ ટાપુ ઉપર જે વૃક્ષ નીચે બે હજાર વર્ષ ઉપર વૈદકશાસ્ત્ર શીખવતો હતો તે વૃક્ષ આજે પણ હયાત છે.

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે વૃક્ષો ગીત ગણગણે ! તમને કદાચ હસવું પણ આવે. પણ આ વાત હસવા જેવી નથી. અમેરિકાનાં જંગલોમાં ગાતા વૃક્ષો છે. આવાં વૃક્ષો પવન આવે ત્યારે તેમના પાંદડા હાલવા લાગે અને તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખૂબ પવન આવે ત્યારે જાણે સમગ્ર વાતાવરણ સંગીતમય હોય એવું લાગે. આવી જ રીતે સુદાન અને વેસ્ટ ઈન્ડિઝમાં એક એવું વૃક્ષ થાય છે જેમાંથી અદ્દભુત પ્રકારનો ધ્વનિ સંચાર થાય છે. રાતના સમયે વૃક્ષોમાંથી રડવાનો અવાજ પણ સંભળાય છે.

દુનિયામાં સૌથી વધુ પ્રચંડ વૃક્ષો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થાય છે. ‘નગ્નબીજ’ નામે ઓળખાતી આયુષ્ય વનસ્પતિમાં ‘સેકોઈયા’ નામના વૃક્ષની બે જાતો છે. આ વૃક્ષો 3000 વર્ષ સુધી જીવે છે ! તેનું વજન 1000 થી 1500 ટન જેટલું હોય છે. ‘જનરલ શરમન’ નામના વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ છે. એના થડના નીચેના ભાગનો વ્યાસ 37.04 ફૂટ છે. બીજું એક પ્રચંડ વૃક્ષ ‘લૂઈ અગા મિસુ’ છે. જેની ઊંચાઈ સરાસરી 20માળના મકાન જેવી હોય છે ! ઓસ્ટ્રેલિયાના વૃક્ષ 300થી 400 ફૂટ ઊંચાઈ ધરાવતા હોય છે. તેમના થડ 35થી 50 ફૂટ પહોળા હોય છે. આ થડમાંથી બોગદા પાડીને રસ્તા બનાવવામાં આવે છે. મેક્સિકોમાં થતાં એક પ્રચંડ વૃક્ષોના થડનો ઘેરાવો 154 ફૂટનો હોય છે. હેમવર્ડ ટાપુમાં થતા એક પ્રચંડ વૃક્ષની વય 9000 વર્ષની છે !

આફ્રિકાના દક્ષિણમાં છીંક ખવડાવતાં વિચિત્ર વૃક્ષો પણ જોવા મળે છે. જ્યારે એની ડાળીઓ તોડવામાં આવે ત્યારે એટલી બધી છીંક આવે કે આપણાથી રોકવી મુશ્કેલ થઈ પડે. તમને એવો સવાલ જરૂર થયો હશે કે આવું કેમ થાય છે ? ડાળી તોડતી વખતે તેમાંથી ઝરતો વિચિત્ર રસ હવા દ્વારા શ્વાસમાં જાય છે અને શરીરના તંતુઓને ઉત્તેજિત કરે છે જેથી છીંક આવે છે. તો બીજી તરફ પાગલ કરી મૂકતાં વૃક્ષો પણ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. વાંચીને કદાચ તમને હસવું આવી જશે પરંતુ અરબસ્તાનમાં કેટલીક જગ્યાએ વિચિત્ર વૃક્ષો જોવા મળ્યા છે. તેના બીજ વાટીને જો કોઈ ખાઈ જાય તો તે વ્યક્તિ કલાકો સુધી પાગલોની જેમ હસવા માંડે, ગાવા માંડે, નાચવા માંડે અને છેલ્લે સૂઈ પણ જાય. પૈસાનું ઝાડ ઊગે તો કદાચ પૈસાનો વરસાદ વરસે એવું કોઈ તમને કહે તો તેને આપણે પાગલ કહીએ. પેરૂ પ્રદેશમાં આવું જ વિચિત્ર પ્રકારનું ઝાડ થાય છે જેનાં પાંદડામાંથી દરરોજ લગભગ 10 થી 15 ગેલન પાણી ટપક્યાં જ કરે છે. વાદળામાંથી પાણી વરસે તેવી જ રીતે આ વૃક્ષનાં પાંદડાં પાણી વરસાવે છે. વળી કેટલાંક વૃક્ષો એવા છે કે તેમાં છેદ પાડવામાં આવે તો પાણી (રસ)ની ધાર વહેવા લાગે છે. આપણે ત્યાં તાડ, નાળિયેર અને ખજૂરીનાં વૃક્ષો જાણીતાં છે. એમાંથી નીકળતા નીરાનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ.

જંગલમાં દવ લાગ્યો હોય ત્યારે વૃક્ષો સળગવા લાગે એવું તમને કહેવામાં આવે તો તમને સામાન્ય લાગે. પરંતુ કેટલાક વૃક્ષો એવા પણ છે જે જ્વાળા ઉત્પન્ન કરે છે. આવાં વૃક્ષો સતત એવો ગેસ ઉત્પન્ન કરે છે જેને કારણે જો તમે તેની આગળ દીવાસળી ધરો તો મોટો ભડકો થઈ ઊઠે. આ પ્રકારનાં વૃક્ષો યુરોપના દક્ષિણ ભાગમાં કિહનીમાં થાય છે. આ ગેસ ક્યા પ્રકારનો છે તે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે, છતાં નીકળતો આ વાયુ બળતણવાયુની ગરજ સારે છે તે તો ચોક્કસ છે. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ પ્રદેશમાં વૃક્ષો આગિયાની માફક પ્રકાશ આપે છે. વૃક્ષ જાણે સેલ વગરની બેટરી ! તેનો પ્રકાશ અડધા માઈલ સુધી વિસ્તરતો હોય છે. ઉપરાંત ચીનમાં થતાં વૃક્ષોના રસમાંથી લોકો મીણબત્તી બનાવીને સળગાવે છે. હિમાલયમાં પણ આવાં વૃક્ષો થાય છે. વૃક્ષોની વૈવિધ્યસભર દુનિયામાં ‘કૈલાસપતિ’ નામનું એક વિસ્મયકારી વૃક્ષ છે જે વરસમાં ચારેક વખત પોતાના પાંદડા ખેરવી નાંખે છે. અઠવાડિયામાં નવા ચમકતા સુંદર લીલા પાન પણ પાછાં ફૂટી નીકળે છે. કૈલાસપતિનું મૂળ વતન દક્ષિણ અમેરિકાનો ગરમ પ્રદેશ છે. મોટા, ગુલાબી, ધોળા અને બહારથી પીળા ફૂલોની વચ્ચે મહાદેવનું લિંગ હોય અને ઉપર નાગની ફેણ હોય તેવી તેની રચનાથી તેનું નામ ‘કૈલાસપતિ’ પડ્યું છે.

જ્યારે આપણે ઘરના અથવા તો બગીચામાં ઊગેલા ફૂલ-છોડ અને વૃક્ષો જોઈએ છીએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેના છાયડામાં બેસવાનું, ફૂલ લેવાનું આપણને કેટલું ગમે છે, પરંતુ જો આપણને એમ કહેવામાં આવે કે કેટલાય છોડ એવા છે જે કીટકભક્ષી છે અને અમુક તો માણસોને પણ પોતાના શિકારમાંથી છોડતા નથી, તો એ વાત સાંભળીને કેવું લાગે ? આ છોડ માણસોનું, કીટકોનું, પતંગિયાનું લોહી ચૂસી લેતા હોય છે. આપણી સૃષ્ટિ ઘણી બધી અજાયબીઓથી ભરેલી છે, માટે આવી બાબતોની આપણને નવાઈ ન લાગવી જોઈએ. વૈજ્ઞાનિકોએ આવા કેટલાક ફૂલ-છોડ અને વૃક્ષો શોધી કાઢ્યા છે, જે અન્ય જીવોનું ભક્ષણ કરે છે. જેમ કે ફલાયટ્રેપ એ એક પ્રકારનો કીટકભક્ષી છોડ છે, જેના અણીદાર પાંદડા પર ઝીણાં કાંટા હોય છે. જ્યારે કોઈ જંતુ કે પક્ષી તેના પર બેસે અથવા નજીક જાય તો તે કાંટાવાળાં પાંદડાંમાં ફસાઈ જાય છે. ફસાવાના કારણે છોડને કીટકનો સ્પર્શ થતા તે સમજી જાય છે કે શિકાર તેની જાળમાં ફસાઈ ગયો છે. આથી તેનાં પાંદડાં ચોતરફથી કીટકને ઘેરી લઈ મારી નાખે છે.

આવું જ કીટકભક્ષી પિચલ પ્લાન્ટ છે, જેને ‘તુમ્બીલતા’ અને ‘ઘટપર્ણ’ના નામે પણ ઓળખવામાં આવે છે. ઘટપર્ણ તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે તેના પાંદડાની આગળનો ભાગ એક ઘડા જેવો જ દેખાતો હોય છે અને તેમાંથી એક ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ નીકળે છે. જેવું કોઈ જંતુ તેના પર બેસે કે તે લપસીને આ ઘડા જેવા પાંદડામાં જતું રહે છે. પછી એ ચીકણા પ્રવાહીમાંથી છટકીને બહાર આવવું તેના માટે શક્ય હોતું નથી. બસ પછી થોડી જ વારમાં એ છોડ આ કીટકને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે ! ‘સનડ્યૂ’ નામનો કીટકભક્ષી છોડ પતંગિયા અને ઝીણા જંતુઓનો શિકાર કરે છે. તેના પાંદડા ઉપર પણ રસાદાર અને ચિકણો પદાર્થ જોવા મળે છે એટલે જ પતંગિયા તથા જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. તે જેવા નજીક આવે છે કે તુરત જ તેની આ વિશિષ્ટ રચનામાં ફસાઈ જાય છે અને મરી જાય છે. ‘બ્લેડરવર્ટ’ નામના છોડ કાદવ કે કળણવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. કારણ કે આ પ્રકારની જમીનમાં નાઈટ્રોજનની ઊણપ હોય છે એટલે જ આવી જગ્યાએ ઊછરતાં જંગલી છોડ કીટકોનું ભક્ષણ કરે છે.

આ તો થઈ આવા નાના મોટા જીવજંતુઓ ખાતા છોડની વાત પરંતુ આપણી સૃષ્ટિમાં એવાં પણ વૃક્ષો છે જે મોટા અને મહાકાય માણસોને પણ ખાઈ જાય છે. આફ્રિકાના ગાઢ જંગલોમાં આ પ્રકારના માંસાહારી વૃક્ષો થાય છે. તેની ડાળીઓ પર એવા મોટા ફૂલ થાય છે જેના કિનારે બે ફૂટના મોટા કાંટા હોય છે. કોઈ મનુષ્ય અથવા પ્રાણી જો ભૂલથી પણ નજીકથી પસાર થયું તો આ વૃક્ષ પોતાની કંટકોવાળી ડાળીઓ ફેલાવીને મનુષ્યના શરીરનું બધું લોહી ચૂસી લે છે. આ ઉપરાંત આર્જેન્ટિનાના જંગલોમાં તમને દગો આપતા એવા ચાલાક વૃક્ષો ઊગે છે કે જે રાહદારીઓ અને પશુપક્ષીઓને પોતાના તરફ આકર્ષે છે. માણસ કે પશુ-પક્ષી નજીક આવે એટલે તેને ઊંઘ આવવા લાગે છે. જેવો આ શિકાર ઘેરી નિદ્રામાં જાય કે તરત આ વૃક્ષ તેમનું કામ તમામ કરી દે છે. હકીકતમાં આ વૃક્ષ એવું છે જેની નજીકમાં કોઈ પશુ પક્ષી કે માણસ આવે તો તેને વિશાળ છાંયડો મળે છે અને વૃક્ષનાં પાંદડાંમાંથી સરસ મજાનો અવાજ આવે છે. આ મધુર વાંસળી જેવાં અવાજને કારણે વ્યક્તિને ઊંઘ આવે એટલે વૃક્ષ તેના અણીદાર કાંટા વડે તેનું લોહી ચૂસી તેને મારી નાંખે છે. ખરેખર ડ્રેક્યુલા જેવાં વૃક્ષો પણ હોય છે ખરાં ! જ્યારે એમેઝોનનાં જંગલોમાં તો એક ઝાડ એવું ઊગે છે જેના ફળમાંથી નીકળતો જલદ પાવડર જો શરીરના કોઈ ભાગ પર પડી જાય તો એ ભાગ જ ઓગળી જાય. વૈજ્ઞાનિકો એટલું શોધી શક્યા છે કે ‘મંચનીલ’ નામના વૃક્ષ પર આવતાં લાલ રંગના આકર્ષક ફળો તો રીતસર મોતનો સામાન હોય છે. તેના રંગથી આકર્ષાઈને જે આ ફળ ખાવા જાય તો તેમાંથી ઝરતો પીળા રંગનો પાવડર તે વ્યક્તિના શરીર પર પડતા તે ભાગને ઓગાળી દે છે.

આ તો થઈ વિચિત્ર વૃક્ષોની વિચિત્ર વાતો. આટલું જાણ્યા પછી આ વૃક્ષો વિશે વિગતે અભ્યાસ કરવો એ પણ એક નવો વિષય છે. આવાં વૃક્ષો આટલું લાંબુ આયુષ્ય કેમ ભોગવતા હશે ? એમ કહેવાય છે કે વૃક્ષોને પવન, તોફાન, દાવાનળ, પ્રકાશ, પાણીની કોઈ અસર ન થાય તો વૃક્ષ દસ હજાર વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. આપણને તો માત્ર બે જ ફેફસાં હોય છે. જ્યારે વૃક્ષોને લાખો ફેફસાં (પાંદડાં) હોય છે. આજે આપણે ત્યાં આડેધડ વૃક્ષો કપાતા હોય છે. વનસ્પતિ સૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે ત્યારે આવાં વિચિત્ર વૃક્ષો તો આંગળીના વેઢે ગણાય એટલી જૂજ સંખ્યામાં છે. ત્યારે તો આપણે એનું જતન કરવું જ રહ્યું. બાકી જે વ્યક્તિ ચાર વૃક્ષો વાવીને ઉછેરી શકવાની ક્ષમતા ધરાવતી નથી તે વ્યક્તિને એક પણ વૃક્ષ કાપવાનો અધિકાર નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ
ન્યારું શિરામણ – અરુણા જાડેજા Next »   

19 પ્રતિભાવો : રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ

 1. ખુબ સુંદર માહિતિપ્રદ લેખ. સંગીતથી વૃક્ષો અને છોડના ઉગવામાં ઘણો પ્રભાવ પાડે છે એવું સાંભળ્યું છે પણ વૃક્ષ પોતે સંગીત રેલાવે તે તો અદ્ભૂત કહેવાય

 2. Nikita says:

  ઓસ્ટ્રેલિયાના વૃક્ષ 300થી 400 ફૂટ ઊંચાઈ ધરાવતા હોય છે. તેમના થડ 35થી 50 ફૂટ પહોળા હોય છે. આ થડમાંથી બોગદા પાડીને રસ્તા બનાવવામાં આવે છે. મેક્સિકોમાં થતાં એક પ્રચંડ વૃક્ષોના થડનો ઘેરાવો 154 ફૂટનો હોય છે. હેમવર્ડ ટાપુમાં થતા એક પ્રચંડ વૃક્ષની વય 9000 વર્ષની છે

  થોડીક વધારે માહિતી હોય તો મજ્જા પડી જાય.

 3. shruti says:

  માહિતિ થિ ભરપુર લેખ … ખરેખર આવુ હોય ….???

  • Chirag says:

   હા હોય…. હું એ વાત નો ચશ્મદીત ગવાહ છું. I have been to some of those places and they are nothing but wonders of nature. You really don’t know how tall they are till you see them….. They are so big and so tall and so old… when you come to find about their age, you would be like they were here way before our specie (Human Specie) was here…. They have been thought a lot, seen a lot and still standing tall and strong!!! Mother Nature – Love it!!!!

 4. કલ્પેશ સોની says:

  જગદીશચંદ્ર બોઝે કહ્યું કે વનસ્પતિ સંવેદન અનુભવે છે. પ્રેમાળ માણસ વૃક્ષની પાસે જાય અને દુ:ષ્ટ માનવી વૃક્ષ નજીક જાય, આ બંને ઘટનાઓમાં વૃક્ષના સંવેદનમાં ફર્ક હોય છે. મેં તો અનુભવ્યું છે કે કોઈ મહાપુરુષ કોઇ બાગમાં, નિયત સમયે અચૂક જતા હોય ત્યારે તે બાગના છોડ પર તે મહાપુરુષના આવવાના થોડા સમય પહેલા રોજ કરતા વધુ સંખ્યામાં ફુલો ખીલેલા જોવા મળે છે. અભિજ્ઞાનશાકુંતલમ માં કાલીદાસ લખે છે : પુષ્પો જેને અતિ પ્રિય છે એવી શકુંતલા છોડ સાથે લાગણીથી જોડાયેલી હોવાથી ક્યારેય તેના પરથી ફુલો ચૂંટ્યા નથી, માત્ર ખરી ગયેલા તાજા ફુલોના ઘરેણા બનાવીને તેણે પહેરેલા છે. જ્યારે કોઈ છોડ પર પહેલી વાર કળી બેઠી હોય ત્યારે તે છોડની માવજત એક પ્રસુતા નારીની જેમ શકુંતલાએ કરી છે. આવી શકુંતલા પિતાની વિદાય લઈને સાસરે જાય છે ત્યારે તેની સખીઓ કહે છે, કે “હવે આ ફુલ-છોડની તારી જેમ કોણ સંભાળ રાખશે?” શકુંતલા કહે છે:” કેવળ પિતાજીના કહેવાથી નહિ પરંતુ મારા માજણ્યા ભાઈ -બહેનો જાણીને મેં ફુલ-છોડ્ની કાળજી કરી છે”. માણસે વનસ્પતિજગતનું શોષણ કર્યું પરિણામે રુઠેલી પ્રકૃતિના પરિણામો આપણે ચાખી રહ્યા છીએ, તેમાંથી છૂટવા વનસ્પતિ જગત તરફ પ્રેમાળ દૃષ્ટિ રાખવી. એવું આજના બે મૂલ્યવાન લેખો પરથી શીખવા મળે છે. અભાર મૃગેશભાઈ તેમજ લેખકોનો.

 5. Chintan says:

  અદભૂત લેખ. વનસ્પતિ વિજ્ઞાનની સફર મજાની રહી. વૃક્ષો આટલા વૈવિધ્ય ધરાવતા હોઈ શકે એ જાણવાની મજા આવી.

 6. Veena Dave. USA says:

  સરસ માહિતીવાળો લેખ્.

 7. nayan panchal says:

  કુદરતના સર્જનમાં જો રસ લઈએ અને તેની વિવિધતાઓ વિશે જાણીએ તો માણસ હોવાનુ અભિમાન ઓગળી જ જાય.

  માણસની હેસિયત આ બ્રહ્માંડમાં તણખલાની પણ નથી. મધર નેચરને, સર્જનહારને શત શત વંદન પણ ઓછા કહેવાય.

  ખૂબ આભાર,
  નયન

 8. Chetan Tataria says:

  It’s very good article giving lots of new and more of surprising info about “Tree”. As writer said, it is really very interesting subject to do research on various types of trees and their unique characteristic.

  The details given by Kalpesh Bhai Soni are also very good. Thanks for sharing it with us.
  ~
  more information I have found on this website having pictures too:
  ~
  Pirangi Cashew Tree, Brazil
  Upon approaching the world’s largest cashew tree, you might think you’re entering a forest. But despite covering about 8,500 square meters, it is indeed a single tree. The 117-year-old tree, which is 80 times larger than an average cashew tree, has become a bit controversial ever since its roots started taking over a nearby highway, only allowing one car to pass at a time. Specialists fear it might die if trimmed. It currently takes up an area larger than a soccer field and bears 80,000 fruits per year.
  ~
  Source: http://webecoist.com/2008/12/10/bizarre-exotic-amazing-trees/

 9. Ramesh Desai. USA says:

  What a Article!!!!!!!!! Very very nice information . My I Q just went up 5 points!!!!!! Thanks

 10. RAXA PATEL says:

  આ લેખ ખુબ મહિતી સભર રહ્યો. વ્રક્ષો ની વિશેષતઆઓ વિશે પહેલી વાર જાણ્યુ.વનસ્પતિ સ્ંગીત વિશે સાભડ્યુ હતુ પરન્તુ વ્રુક્ષો ભક્ષક પણ હોઇ શકે ?
  આ લેખ માટે ખુબ ખુબ આભાર.
  રક્ષા પટેલ
  કેનેડા.

 11. ક્યાંક વાંચ્યુ છે કે વૃક્ષ એ તપ કરતા ઋષીમુની છે.

  વૃક્ષોને ઘણી વાત મારી સાથે વાતો કરતા અનુભવ્યા છે.

  હા, ક્યારેક એનો સુર મારા કર્ણો સુધી નથી પહોંચતો. અને જો પહોંચે છે તો મન સુધી પહોંચતા વાર લાગે ત્યાં તો એને ખોટું લાગી આવે અને એનો રંગ ગુસ્સાથી રાતો પીળો થઈ જાય અને પાનખર આવે. તો એ જ્યારે ખળ ખળ હસે ત્યારે બરખા-બહાર આવે.

  હું એવા રાજ્યમાં રહું છું એનું ઉપનામ ‘Garden State’ !
  કેટલું લીલું છમ્ નામ! એવું જ આ રાજ્ય છે. હું લગભગ જંગલમાં રહું છું.
  સુવર્ણ મૃગ ઋતુમાં લગભગ રોજ આવે. મને જાણે કહે કે તારી કાર કેટલું પ્રદુષણ કરે છે.
  પણ મને એ શિંગડા નથી ભેરવતા, હા, ક્યારેક કોઈની કારની અડફટે આવી આત્મવિલોપન કરે છે કે વિદ્રોહ કરે.

  હું ખેતીવાડીનો અનુસ્નાતક. મારા દેશના ખેતરોની ખોટ સાલે.ત્યારે આવી સરસ માહિતી માટે મૃગેશભાઈનો આભાર.
  તમે મને વૃક્ષોની દુનિયામાં લઈ ગયા. કે જેની દુનિયા માનવે પચાવી પાડી છે. મેં છીનવી લીધી છે.

  ખેર! માફ કરશો. વૃક્ષોની વાત પરથી આડવાત પર ચઢી ગયો.
  એટલું જ આપણે કરીએ.

  वृक्षम् शरण् गच्छामि॥
  वृक्षम् शरण् गच्छामि॥
  वृक्षम् शरण् गच्छामि॥

  વૃક્ષ દેવતાને કોટિ કોટિ વંદન॥

 12. Chirag says:

  શ્રી નટવર મહેતા જી,

  માફ કરજો પરંતુ, वृक्षम् शरण् गच्छामि॥ નો અર્થ વૃક્ષ દેવતાને કોટિ કોટિ વંદન॥ નથી થતો –
  वृक्षम् शरण् गच्छामि॥ નો અર્થ હું વૃક્ષ ની શરણ માં જાઊછું એમ થાય.

  માફ કરજો…. જો આમા મારી ભુલ હોય તો…

  ચિરાગ.

 13. Ashish Dave, Sunnyvale, Califronia says:

  I am also fortunate enough to be living in one of the very best places on the earth. I have taken many of my friends and families to see many of the national parks mentioned in this article.

  Thanks for sharing.

  Ashish Dave

 14. Ankit says:

  આ લેખ સરસ છેા પરન્તુ માહિતેી ખોટેી છે. આપ જનાવેી શકો છો કે આદમ્ખોર વ્રુક્ષ નુ નામ શુ છે ?

 15. hardik says:

  if you search on wiki as man eating tree, you’ll find that carnivorous trees are just a fiction..
  but still really good article

 16. A.B.Shah says:

  આદમખોર વૃક્ષ હોતુ નથી. નાનાં જીવડા જ ખાય છે. આ બાબતનો જવાબ મને સફારી ગુજરાતી વિજ્ઞાન મેગેઝીન તરફથી આપવામાં આવ્યો હતો. માણસ અને પશુને ઊંઘાડી મારે છે તે માહીતી પણ ખોટી છે. બાકીની માહીતી સભર લેખ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.