ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ

[શ્રી જયંત પાઠકના કાવ્ય ‘ખારો ખારો પ્રશ્ન’ પર આધારિત પ્રતિકાવ્ય – તાદર્થ્ય સામાયિકમાંથી સાભાર.]

આખરે ઉજાગરાનો અંત આવ્યો.
પરીક્ષા પૂરી થઈ ગઈ.
વિદ્યાર્થી હવે
દફતરની ચીજો ગણે છે.
સંભારી સંભારી મેળવે છે,
સંભાળી સંભાળી ગોઠવે છે.
નોટો, ચોપડીઓ, ગાઈડ, અપેક્ષિત
બધું બરાબર છે.
ક્યાંય કશુંય ખોવાયું નથી
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ અભ્યાસખંડની મધ્યે
ઊભો રહી જાય છે
આંખમાંથી હરખ હરખ થાય છે
ખટમીઠો પ્રશ્ન :
મારી ‘કાપલીઓ’ ક્યાં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગીત – કેતન કાનપરિયા
કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ Next »   

8 પ્રતિભાવો : ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ

 1. કલ્પેશ સોની says:

  ઓત્તારી ની, ભૂલ્યો રે ભૂલ્યો.
  કાપલી તો મારી મોબાઈલનો એસએમએસ,
  સેન્ડ કરી હળી-મળી કરીએ નકલ,
  પછી ડીલિટ કરવાનું સરલ.
  ના કોઈ પુરાવો, ના એને ગળી જાઓ,
  ક્યાંથી મળે એ શોધવા જો તમે જાઓ.

 2. bharat says:

  perfect one, a little fun out of many tension

 3. nayan panchal says:

  સરસ.
  અમુક આળસુઓ તો કાપલી પણ બીજાની વાપરે છે.

  આભાર,
  નયન

 4. Vaishali Maheshwari says:

  Good one.
  In accordance to today’s scenario.

  Thank you Mr. Natvar Patel.

 5. Navin N Modi says:

  સુંદર રચના.
  જે કાવ્ય પરથી આ પ્રતિકાવ્ય રચાયું છે એ શ્રી જયંત પાથકની રચના ‘ખારો ખારો પ્રશ્ન’ પણ સાથે આપી હોત તો ઓર મજા આવી જાત.

  • rutvi says:

   નવીન ભાઇ હુ તમારી સાથે સહમત છુ ,
   આ કવિતા તો રમુજ ઉપજાવે છે પણ ઓરિજીનલ કવિતા તો કરુણાદાયક છે ,એક દીકરી ની વિદાય પછી મા ના મનોભાવ નુ વર્ણન , મારા ખ્યાલ થી જુના અભ્યાસક્રમ અનુસાર ૯ મા ધોરણ મા ગુજરાતી મા આ કવિતા આવતી તી .

 6. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Open book exams would solve many problems… Good poetry… Looking forward to ખારો ખારો પ્રશ્ન’

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.