ગીત – કેતન કાનપરિયા

પંખીનું બચ્ચું કલશોરમાં કહે છે કે
……………………… આખું આકાશ મારી આંખમાં.
તડકાનું તેજ મારા લોહીમાં ઓગળતું
……………………… પીંછાનો ભાર નથી પાંખમાં.

વાસંતી વાયરાની લ્હેરખીઓ અંગમાં
……………………… ને પગમાં છે ઝરણાંની બેડી;
પાનખર પારણે એવી પોઢી ગઈ કે
……………………… પાંદડાંમાં પાડી મેં કેડી;
આંબલાની ડાળ પર આવેલી કેરીને
……………………… પોપટડાં ફરી ફરી ચાખ મા.
……………………… પંખીનું બચ્ચું……

ફૂલડાંની ફોરમને શ્વાસે ભરીને પછી
……………………… ઓળંગ્યા ઊંચા પહાડને;
ભૈરવી, પૂર્વી અમે છેડ્યો મલ્હાર
……………………… અને ખોલ્યા છે કંઠના કમાડને;
ઘાસના તણખલાનો માળો ગૂંથી નાખ્યો
……………………… લઈ ગીત અને સંગીતને કાખમાં
……………………… પંખીનું બચ્ચું……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી….! – હરેશ ધોળકિયા
ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ Next »   

9 પ્રતિભાવો : ગીત – કેતન કાનપરિયા

 1. કલ્પેશ સોની says:

  માળો છે મારો ખાલી જન્મ લેવા ને ઊડવાને આખું આકાશ,
  હળવું-મળવું ને વળી ટહુકા કરીને સંગીતને ભરવું ચોપાસ.

  ચણવું-સરજનવું, મસ્ત બની જીવું, નથી જીવનમાં કો’ પાશ.
  સરહદ-સીમાડા ભૂલીને ભેટશે જો માનવ શીખશે કાંઈ ખાસ.

 2. gopal parekh says:

  પઁખીની મસ્તી જાતે જોતા હોઇએ એવી મઝા આવી

 3. nayan panchal says:

  સુંદર રચના.

  I also want to fly like a free bird.

  nayan

 4. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Too good…

  Same to Shri Kalpeshbhai as well…

 5. Baiju Trivedi says:

  IT IS VERY GOOD……KEEP IT UP KETAN…..GOOD LUCK FOR BRIGHT FUTURE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.