Archive for March, 2010

તુમ ખુશ, હમ ખુશ – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] ‘બોલિયે સા’બ, કહાં કા ટિકિટ….? કરોલબાગ…? અચ્છા જી…લાઈએ ચાલીસ પૈસા… ઓર સા’બ, આપ ? પહાડગંજ…. લીજિયે… નહીં સા’બ, મેરે પાસ ચેન્જ નહીં હૈ…. પહેલે ટિકિટ તો લે લીજિયે, પહાડગંજ તક તો ચેન્જ મિલ જાયગા…. સલામ, ગુપ્તાસા’બ…. આજ બહુત તક બૈઠે….? બજટ કી તૈયારી મેં પડે હોંગે…. અગલી ટ્રિપ મેં આપ કો […]

ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા

[ કેટલાંક પુસ્તકો વ્યક્તિને જીવતેજીવત કોઈ બીજી દુનિયામાં લઈ જાય છે. ગમે તેવી મુશ્કેલીઓ, તાણ, પીડા, દુ:ખ કે નિરાશાને એક ઝાટકે ઉતારીને માણસને સ્વસ્થ કરી દે છે – આ પુસ્તક એમાનું એક છે. જીવનમાં કોઈ માર્ગ ના મળતો હોય, સ્વજનોનો શોક દૂર ન થતો હોય કે એવા કોઈ પણ કારણે જીવનનો પ્રવાહ મંદ પડ્યો હોય […]

બિંદી – લાભુબહેન મહેતા

[1955માં લાભુબહેન મહેતાની કલમે લખાયેલી ‘બિંદી’ વાર્તા ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ પુસ્તકમાં વીસમી સદીની લેખિકાઓની ઉત્તમ કૃતિઓનું સંકલન કરવામાં આવ્યું છે. પુસ્તકનું સંપાદન શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ તથા અનિલાબેન દલાલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એ દિવસ મને હજુયે એવો ને એવો યાદ છે. જોકે […]

બાળકોને બગાડનારાં માતાપિતા – ગુણવંત શાહ

[કેટલાક લેખ હોમિયોપેથી દવા જેવા હોય છે, જેમ નાનાં તેમ વધુ અસર કરે. એવો જ આ લેખ આજના અતિવ્યસ્ત માતાપિતાઓના ચરણોમાં સમર્પિત છે. આશા છે કે દવા યોગ્ય અસર કરશે ! ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર. આદરણીય શ્રી ગુણવંતભાઈનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 – તંત્રી.] માલદાર માતાપિતા પોતાનાં સંતાનોને […]

ખરી પડે છે પીંછું – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.] [1] એકાંતના છાપરા નીચે ગોષ્ઠિ દરરોજ બપોરે બાળકો શાળાએ જાય, ઘરમાં શાંતિ છવાય અને હું અંદરના ઓરડામાં અખબાર અથવા સામાયિક લઈ આડી પડી વાંચતી હોઉં અથવા કદીક લખતી હોઉં, ત્યારે થોડીવાર રહીને હીંચકાની ઉપર નળિયાવાળાં છાપરાં નીચે આડા પાઈપ ઉપર બેઠેલા એક કાબરયુગ્મનો કલબલાટ અચૂક સંભળાય. આમ તો હું […]

મેઘબિંદુ – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.] [1] કારણ વિનાનો દિવસ ! – હરિશ્ચંદ્ર સુલા એને બે વાર ઉઠાડી ગઈ, પણ એ ન જ ઊઠ્યો. ‘કહું છું, સાત વાગી ગયા. પછી મોડું થશે.’ પણ ‘છો થતું !’ કહી એ પડખું ફેરવી સૂઈ જ રહ્યો. આઠ વાગે આળસ મરડતો ઊઠ્યો, ત્યારે સુલા ન્હાઈ-ધોઈ પરવારીને રસોડામાં વ્યસ્ત હતી. બંનેને નવ […]

મજેદાર બાળવાર્તાઓ – પ્રણવ કારિયા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] [1] અક્કલમંદ અમથાલાલ રામપુર ગામમાં અમથાલાલને સૌ ઓળખે; કેમકે અમથાલાલમાં બુદ્ધિ ઓછી હતી એટલે તેને ‘અક્કલમંદ’ કહીને બોલાવતા. અમથો નાનો હતો ત્યારે ભણ્યો-ગણ્યો નહિ એટલે નોકરી-ધંધો મળે નહિ ! ગામમાં મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવે. અમથો પચ્ચીસ વર્ષનો થયો એટલે ઈશ્વરકૃપાથી ‘લાલી’ને પરણી ગયો ! અમથાની વહુ લાલી ભારે શાણી. ઘર વાળીચોળીને સાફસૂફ […]

સોગાત સુંદર – મનસુખવન ગોસ્વામી

[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.] દિવસ જાય રૂડે ! અને રાત સુંદર, હવે થાય ક્યાં એ મુલાકાત સુંદર ? નથી માનતું તો નથી માનતું મન, ભલે ને જણસ કોઈ હો સાત સુંદર. તમે નીકળો એ પળે તો નદીનો વધુ ને વધુ લાગતો ઘાટ સુંદર. કળાતી હતી કાલ લગ જે કઢંગી, વદી એ તમે તો બની વાત […]

વાર્તાનું વાતાવરણ – ઈન્દિરાબહેન પટેલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ઈન્દિરાબહેનનો (ન્યૂજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : medha_2@yahoo.com ] નાનપણમાં બાળકોને ભાષા સાથે આસપાસના વાતાવરણનું જ્ઞાન પણ અનાયાસે જ મળી જતું હોય છે. પ્રત્યક્ષ જોયેલી વસ્તુઓથી બાળક સરળતાથી શીખે છે. તેની આસપાસની શેરી, મહોલ્લો, ગામ કે શહેર તેને શબ્દો વગર કંઈને કંઈક […]

ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2009માંથી સાભાર.] જૂના રે વડલા ને જૂના ગોંદરા, જૂની સરોવર-પાળ; જૂનાં રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર; ……………. એથી યે જૂની મારી પ્રીતડી. ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં, ઘેરા મોભ ઢળન્ત; ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા, ઘેરા દૂરના દિગન્ત; ……………. એથી યે ઘેરી મારી વેદના. ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી, ઘેલાં પંખી પવન; […]

વાદળોની સફરે – અરુણા પરમાર

[રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે અરુણાબેનનો (ઈસરો – Indian Space Research Organization , અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aruna@sac.isro.gov.in સંપર્ક કરી શકો છો.] નાનપણમાં ભણવામાં આવેલ કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચુ શિખર છે. ત્યારથી જ મનમાં ઈચ્છા ઊગેલી કે એકવાર એવરેસ્ટ સાથે રૂબરૂ મુલાકાત જરૂરથી કરવી. સમય જતાં આ ઈચ્છાનું […]

નિદ્રા – જ્યોતિ થાનકી

[ મહર્ષિ અરવિંદ તેમજ શ્રી માતાજીના વિચારો પર આધારિત ‘ચલો જીવનને મધુર બનાવીએ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ઘણીવાર એવું બને છે કે આખી રાત આપણે પથારીમાં સૂતાં હોઈએ છતાં સવારે ઊઠીએ ત્યારે સાવ થાકેલા લાગીએ છીએ. શરીર હળવું થવાને બદલે ભારે થયેલું લાગે છે ને આપણને પથારીમાંથી ઊઠવાની મરજી […]

ગુલાબનો ગજરો – સંકલિત

[1] ‘થ્રી ઈડિયટ્સ’ની ઘરઘંટી – મુકેશ ઠક્કર ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’માં આમિરખાને ‘સ્માર્ટ કમ ઈનોવેટિવ’ વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું છે, જે હંમેશાં કંઈક સર્જનાત્મક વસ્તુઓ બનાવે છે. આમિરખાન ફિલ્મમાં ‘સ્કૂટર પાવર્ડ ઘરઘંટી’ની ડિઝાઈન તૈયાર કરે છે. સ્ક્રીન પર ભલે આમિરખાન ચમક્યો, પણ એ સ્કૂટર પાવર્ડ ઘરઘંટી તૈયાર કરવા માટે જલગાંવ જિલ્લાના 49 વર્ષના જહાંગીર પેઈન્ટરનું કરામતી ભેજું […]

મિસરીનો ઝૂલો – શ્રદ્ધા ત્રિવેદી

[ બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ગામને પાદર એક નાનું મજાનું આંબાવાડિયું. લોકોએ એનું નામ પાડેલું નંદનવન. આ નંદનવનમાં ચકલીની ચીં…ચીં….ચી….ને કબૂતરનું ઘૂ…ઘૂ…ઘૂ…. કોયલનું કૂહુક અને મોરનું ટેંહુક સંભળાયા કરે. ત્યાં લીલાં મરચાં ખાઈ લીલાં થયેલા પોપટો પણ ખરા ને આમતેમ દોડતી ખિસકોલીઓ પણ ખરી. ખિસકોલીઓ તો બધાં ઝાડ પર પહોંચે. તો ગામનાં ગાય, ગધેડું […]

બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા

[ જીવનપ્રેરક વાતોના પુસ્તક ‘બે અક્ષર જિંદગીના’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ડંખીલા શબ્દો એક મિત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું […]

ગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ

[સાહિત્ય એટલે બધું જ. તેને સીમામાં આબદ્ધ ન કરી શકાય. વિવિધ રસના અનેક વિષયોને તેમાં સમાવી શકાય. ગઈકાલે આપણે વિજ્ઞાનને લઈને સાહિત્યનો રસ માણ્યો હતો, આજે ગણિતના કોયડા સાથે થોડી ગમ્મત કરીએ. પ્રસ્તુત કોયડાના જવાબો અહીં પ્રતિભાવ વિભાગમાં જ 2જી, એપ્રિલના રોજ આપવામાં આવશે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] બે શિલ્પીઓ […]

વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે

[‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા […]

મારગ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ડૉ.વીજળીવાળાસાહેબના જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘સમયને સથવારે’ માંથી સાભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સાંજના સાડા પાંચ થયા હશે. નિશાળેથી આવી મેં દફતર ઘરમાં મૂક્યું. પછી હાથ-પગ ધોયા. મને નવાઈ એ વાતની લાગતી હતી કે કાયમ આ સમયે રાંધવામાં પડેલાં […]

કેળવણીની કેડીએ – ડૉ. અશોક પટેલ

[ વ્યવસ્થિત બાળઉછેર માટે માતા-પિતા, શિક્ષક વગેરે એ ખાસ વાંચવા જેવું પુસ્તક છે ‘કેળવણીની કેડીએ’. પ્રસ્તુત છે તેમાંના બે સુંદર લેખો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સ્ટાફરૂમમાં શિક્ષકોનું પ્રતિબિંબ દેખાય છે… શાળા-કૉલેજ તેના વિવિધ પાસાં કે કોઈ એક ચોક્કસ પાસાંથી […]

ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ધારવાની પણ એક મઝા હોય છે. અલબત્ત, એટલું ખરું કે જેવો જમાનો હોય એના […]

બહુ મઝા પડે – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આ મામા ચંદર, આપણા ઘરની અંદર, જમવા આવે તો ? બહુ મઝા પડે. બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે. ટોપલી ટાંગી ઊંચી, એમાં ચકલી ચીંચીં, માળા બાંધે તો ? બહુ મઝા પડે. બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે. આ મોરલો મીઠો, કળા કરતો દીઠો, […]

ડોસા-ડોસી – ગીરીમા ઘારેખાન

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.] વરસ એંસીનો જર્જર ડોસો ………એકોતેરની ડોસી સાઈઠ વરસના લગનજીવનની ………પૂનમ આવી પોષી. આંગળિયોમાં હાથ પરોવી ………બેઠી બે ખંડેર કાયા દાયકા પે’લા દીકરા-વહુએ ………મૂકી દીધી’તી માયા. તૂટેલી ભીંતો માંહેથી ………પવન કાઢે હડિયો ડોસા-ડોસીની કિસ્મત આજે ………અક્કરમીનો પડિયો ભાંગેલા નળિયા વચ્ચેથી ………માવઠું ઘરમાં વરસે ધ્રૂજે થરથર, નિર્બળ હાથે ………ડોસી ડોસાને સ્પર્શે જૂનો ઘરમાં એક […]

ઓછા પડ્યા ! – ‘બેજાન’ બહાદરપુરી

[‘બેજાન’ બહાદરપુરી ઉપનામથી લખતા ગઝલકાર તેમજ લેખક શ્રીવ્રજેશભાઈ વાળંદ (વડોદરા)નો આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9723333423 સંપર્ક કરી શકો છો.] ભારે સખત પહેરા અને એ જાપતા ઓછા પડ્યા સરકી ગયું પંખી પલકમાં ફાંસલા ઓછા પડ્યા રાખી ન’તી સહેજે કસર બરબાદ કરવામાં મને પણ એમના એ છળ-કપટના ત્રાગડા […]

મીરાં – અનિરુદ્ધસિંહ ગોહિલ

[ શ્રી અનિરુદ્ધભાઈએ (જામનગર) શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલો પર પી.એચ.ડી. કર્યું છે. તેઓ છેલ્લા સાતેક વર્ષથી જામનગરની શ્રી ડી. કે.વી. કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aniruddhsinh.gohil1976@gmail.com અથવા આ નંબર પર +91 9925969276 સંપર્ક કરી શકો છો.] પ્રેમદીવાની મીરાં સાધો ! […]

સ્રોતસ્વિની – નલિની કિશોર ત્રિવેદી

[ સ્ત્રી-જાગૃતિ વિષયક ટૂંકીવાર્તાઓ પર આધારિત લેખિકાના પ્રથમ પુસ્તક ‘સ્રોતસ્વિની’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણે ભરોસે આપણે ચાલીએ મમ્મીના અકસ્માત વખતે એકાએક ત્રીસેક હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ ગયો. પંદર હજાર એક સંબંધી પાસેથી ઉછીના લીધા. તેઓ મને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.