હું યે એકવાર વહુ જ હતી ને ! – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો. મારો દોસ્ત. અમે સાથે ભણીએ, એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં જ્યારે પણ ઘરે આવું, ત્યારે માધુકાકા, માલુકાકી અને જયંતને અચૂક મળું. જો એક ટંક એમના ઘરે જમ્યા વિના પાછો જાઉં, તો માલુકાકી બહુ નારાજ થઈ જાય.

આ વખતે બહુ લાંબા ગાળે મારે ઘેર આવવાનું થયું. દોઢેક વરસ થઈ ગયું હતું. મા સાથે વાત કરતો બેઠો હતો. સહેજે મેં પૂછ્યું : ‘માલુકાકી, જયંત વગેરે બધાં મજામાં છે ને ?’
‘અરે, તારી માલુકાકી તો હવે ઓનરશિપના ફલેટમાં રહે છે. બે રૂમ કિચનનો સરસ મજાનો ફલેટ છે.’
‘શું કહે છે !’ અને એમનું જૂનું ઘર મારી આંખ સામે આવી ગયું. ઘર શું, એક નાનકડો વાડો જ હતો. એ વાડામાં અમે બહુ રમતા, ઝાડ પર ચઢતા. એક સરસ મજાનો આંબો હતો અને એક ફણસનું ઝાડ. આંબા ઉપર કેરી આવે કે માલુકાકી પહેલી અમારા ઘરે મોકલે. ફણસ પણ મને બહુ ભાવે. પણ એમનું ઘર બહુ જૂનું. હવા-ઊજાશ ઝાઝાં નહીં. પાંચ-સાત ઓરડા ખરા, પણ કેટલાંક તો બહુ અંધારિયા. કુટુંબ બહોળું. માલુકાકી કાયમ રસોડામાં જ હોય. અમારું મકાન એમના વાડાને અડીને જ. પછી અમે સોસાયટીમાં રહેવા ગયા, પણ તોય અમારો સંબંધ એવો જ રહ્યો. મારાં લગ્ન વખતે સો માણસનું રસોડું માલુકાકીએ જ સંભાળેલું. આ બધું મારી આંખ સામે આવી ગયું.

‘ચાલો, સારું થયું ! જો કે બહુ મોટા ઘરમાં અને વાડામાં મોકળાશથી રહેલાં એટલે બે-રૂમ રસોડું નાનું પડતું હશે, પણ હવે બહોળું કુટુંબ ક્યાં છે ? માત્ર ચાર માણસ જ રહ્યાં ને ! પોતે બે જણ અને જયંત ને એની પત્ની.’
મા કાંઈક ગમગીન ચહેરો કરીને બોલી : ‘ચાર ક્યાં, માત્ર બે જ જણ. જયંત તો હવે જુદો રહે છે.’
મને એકદમ આંચકો લાગ્યો : ‘શું કહે છે ! જયંત જુદો રહે છે ? પણ એમ કેમ ?’
‘હવે એ તો કોણ કોને પૂછે ? તારાં માલુકાકી તો જાણે છે ને, કદી કોઈનું બૂરું ન બોલે, પણ આપણે સમજી લેવાનું કે સાસુ-વહુને નહીં બનતું હોય.’ હું વિચારમાં પડી ગયો. એકનો એક દીકરો જુદો રહેવા ગયો ? માબાપ તો હવે ઉંમરવાળાં થયાં. એમને આમ એકલાં પાડી દીધાં ? હું ફોન કરીને માલુકાકીને મળવા ગયો. ફોનમાં એમણે પ્રેમથી કહ્યું કે ‘જમજે અમારી સાથે જ.’

હું જરીક ભારે હૈયે ગયેલો. માલુકાકીએ બારણું ખોલ્યું. મને જોઈને ખુશ-ખુશ થઈ ગયાં. પાસે લઈને મારા મોઢે-માથે પ્રેમાળ હાથ ફેરવ્યો. મારા ખબર પૂછ્યા. ‘કેટલા દિવસે તને જોયો !’ એમની આંખમાંથી પ્રેમ નીતરતો હતો. કાકીને આટલાં ખુશખુશાલ જોઈને મને ગમ્યું. હું થોડો હળવો થયો. મેં જોયું કે ઘર પણ સરસ સજાવેલું હતું અને ચોખ્ખુંચણાક હતું. એક ખૂણામાં સિતાર પડી હતી. મેં પૂછ્યું : ‘આ સિતાર કોણ વગાડે છે ?’
‘કેમ વળી ? હું વગાડું છું. પહેલાં ઘરકામમાંથી વખત ક્યાં મળતો હતો ? હવે મને વખત જ વખત છે. બે જણનું કામ કેટલું ? હવે તો અમે બંને સંગીતનો એક પણ કાર્યક્રમ છોડતાં નથી.’
મને થોડી નવાઈ લાગી.
મને તો એમ કે બે ઘરડાં માણસ એકલાં એકલાં કેમેય જીવતાં હશે ! ઘર પણ અસ્તવ્યસ્ત હશે. જિંદગીનાં રોદણાં રડતાં હશે. તેને બદલે અહીં તો મેં જીવનનો નવો ધબકાર અનુભવ્યો. માધુકાકા પણ આનંદમાં હતા. કોઈક કાવ્ય-સંગ્રહ વાંચતા હતા. તેમાંથી બે સરસ કાવ્યો અમને વાંચી સંભળાવ્યાં. ભોજનના ટેબલ ઉપર પણ વાનગીની નવીનતા હતી. માધુકાકા કહે, ‘તારી કાકી રાંધણકળાના વર્ગોમાં જઈને નવું નવું શીખી લાવે છે.’
કાકી બોલ્યાં : ‘નવું-નવું શીખવું તો પડે ને ! પહેલાં આવી મોકળાશ જ ક્યાં હતી ?’

છેવટે આટલા વખતથી સંકોચસર ન પૂછેલો પ્રશ્ન મેં પૂછી જ નાખ્યો :
‘જયંત કેમ છે ?’
મને હતું કે કાકીનો મૂડ બગડી જશે અને કાંઈક કડવું સાંભળવા મળશે, પણ કાકી તો એવા ને એવા ઉત્સાહમાં જ બોલવા લાગ્યાં : ‘એકદમ મજામાં. અહીં નજીક જ રહે છે. પાંચ મિનિટના રસ્તે જ એનું ઘર છે. તું એને પણ મળીશ ને !’
‘પણ કાકી, એ જુદો કેમ રહે છે ?’
‘જો ભાઈ, એ જુદાં નથી થયાં, મેં જ એમને જુદાં રાખ્યાં છે એમ કહું તો ચાલે. મને મારો અનુભવ છે. હું પરણીને આવી ત્યારથી ઘરમાં એવી ડૂબી ગઈ કે મારી જાતને ભૂલી ગઈ. જુવાનીમાં દરેકને પોતપોતાની રીતે મ્હોરવાનો અવકાશ મળવો જોઈએ ને ! દરેકની પોતપોતાની ઈચ્છા હોય, વિચારો હોય, અરમાન હોય, જીવવાની જુદી જુદી રીત હોય. મને યાદ છે, ભોજન કુકરમાં કરવાની મને ઈચ્છા, પણ સાસુએ તેમ કરવા જ ન દીધું. અરે, ગેસ સુદ્ધાં લેવા ન દીધો. રસોઈ તો સગડી ઉપર જ થાય. આવું, મારે મારી વહુ સાથે નહોતું થવા દેવું.’
‘પણ એમ તો સાથે રહીનેય થઈ શકે ને ?’
‘હા, થઈ શકે, પણ તેમ છતાં નવી-નવી વહુને પોતાનું ઘર સ્વતંત્રપણે ચલાવવાની પૂરી મોકળાશ મળે તો ઘણું સારું. એટલે છ મહિના સાથે રાખીને મેં જ કહ્યું કે હવે તમે જુદાં રહો. એ લોકો તો માનતાં નહોતાં, પણ મેં જ આગ્રહ કરીને જુદાં રાખ્યાં. મારી વહુ તો બહુ ડાહી છે. એવી શરત કરીને ગઈ છે કે સગર્ભા થઈશ કે તુરત તમારી સાથે રહેવા આવીશ. મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ. આજેય રોજ ફોન કરીને અમારી ખબર પૂછવાની જ. દર શનિ-રવિ બંને આવીને અમારી સાથે જ ગાળે છે. આ ઘરની સજાવટ બધી એની જ છે. નાની-મોટી ખરીદી એ જ કરી લાવે.’

મને માલુકાકી માટે ખૂબ માન થયું. મેં એમને ધન્યવાદ આપતાં કહ્યું : ‘તમે બધું તમારા નહીં, વહુના દષ્ટિકોણથી જ અને વહુના સુખ માટે જ વિચાર્યું !’
‘હા, હું યે એકવાર વહુ જ હતી ને !’

(શ્રી શુભદા સાનેની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમૂજી પ્રસંગો – મૃગેશ શાહ
રાજુ – લતા હિરાણી Next »   

33 પ્રતિભાવો : હું યે એકવાર વહુ જ હતી ને ! – હરિશ્ચંદ્ર

 1. shilpa merai says:

  very nice article…i think our society needs more of this kinds of articles to think because in this type of situation, everyone think that it is only daughter-in-law’s fault but reality could be different..

  let’s expect more of this kind of stories …very good article

 2. nayan panchal says:

  સરસ વાર્તા.
  આજે એક વાર્તા એકદમ હકારાત્મક અને બીજી જીવનની કાળી બાજૂ દર્શાવતી વાર્તા.

  માલુકાકીની જેમ જો આપણે પણ બીજાનો વિચાર પહેલા કરીએ તો સુખ સામેથી આવીને રહેશે જ.

  મૃગેશભાઈ, ક્યાંક વાંચેલુ કે હરિશ્ચંદ્ર ઉપનામથી બે બહેનો આ વાર્તાઓ લખે છે, વધુ માહિતી પૂરી પાડવા વિનંતી.

  ખૂબ આભાર,
  નયન

 3. સુંદર વાર્તા. દરેક વ્યકતિને આપણે આપણા સ્થાને લાવીને મૂલવીએ તો ક્યારેય કોઇનું ખરાબ ન થાય.

 4. trupti says:

  કાશ બધાજ સાસુ અને વહુઓ આ સમજી શકતા હોત તો દુનીયા નુ પિક્ચર કઈ જુદુજ હોત જોકે મારા પિયર ના ઘરમા અને મારા માસીઓ ના ધરમા આ પ્રમાણેનો રીવાજ અમે વરસો પહેલા અપનાવી લીધો છે, માટેજ જ્યારે મારા માસીના એક ના એક દિકરા ના લગ્ન હતા ને જાણે ક્ન્યા વિદાય નો પ્રસંગ હોય એવો માહોલ હતો કારણ લગ્ન મંડપથી બ જણ ની વિદાય હતી, એક મારા માસીયાઈભાઈની જે ત્યાંથી જ પોતાના નવા ધરે ગ્રુહપ્રવેસ કરવા નો હતો અને બીજી તેની પત્નીની.

 5. HEMANT SHAH says:

  સરસ વાર્તા પ્રેરણાદાયક

 6. Nimesh says:

  આજે પહેલી વાર્તા માં દુખ શું છે એ જાણ્યુ
  જ્યારે બીજી વાર્તા સુખ અને સમાધાન માણ્યુ
  ધન્યવાદ

  નિમ્સ

 7. Pranav says:

  Nayanbhai,
  You were correct. “Harischandra” is the combination of two names. Harvilasben & ChandraKantaben. The name was given to them by Vinoba when they were part of the “Bhudanyatra”.

  Kantaben passed away 4-5 years back and now Harvilasben has continued this activity. They are settled down in a small town named “Pindval” – Dharmapur- Valsad. They have done a lot of social work there to upbring the poorest people in that area.

 8. Mehul Mehta says:

  વર્ષોથી વીનોબા ભાવે સુસંક્રીત અને વડોદરાથી પ્રકાશીત થતા ભુમીપુત્ર નાં છેલ્લા પાને બે કોલમ માં ‘હરીશચ્ંદ્ર”નાં ઉપનામથી વાર્તાઓ લખાય છે. આજે શ્રી મ્રુગેશ્ભાઈ ને લીધે તેને સેંકડો નવા વાચકો મળ્યા. અન્ય નાં સ્થાને પોતાને મુકી દેવાની ફિલસુફી બોજા વગર નાં સુખ આપે છે.!! પોતાને અને અન્યને!

 9. ખુબ જ સરસ લેખ હતો.

  હુ એવી આશા રાખુ કે બધા ને આવી જ સમજુ સાસુ મળે.

 10. Chirag says:

  કોયોકી સાંસ ભિ કભિ બહુ થિ….. કાંઈ ખાસ મજા ન આવી…. એમ લાગ્યુ કે એકતા કપુર નિ કોઈ સિરિયલ ના પરિવારનો સુખદ પ્રસંગ જોઈ / વાંચિ રહ્યા છે….

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   ચિરાગ ભાઇ,

   એકતા કપુર ની સિરિયલમા સાસુ-વહુ નો આવો સુખદ પ્રસંગ હોઇજ ના શકે. તેમા તો ફક્ત તમને કાવતરાજ જોવા મળે. જો આટલો સુખદ પ્રસંગ બતાવે તો એમની સિરિયલ ચાલે જ નહી. 🙂

   દરેક સાસુ-વહુએ અપનાવા જેવો દ્રષ્ટિકોણ અલબત્ત જુદા રહેવાનો અભિગમ બહુ ના ગમ્યો.
   સરસ કૃતિ. આભાર.

   – ચેતન ટાટારીયા

   • Chirag says:

    શ્રી ચેતન ભાઈ,

    તેમે સાવ સાચિ વાત કહી…. હસી ને પેટ દુઃખી ગયું. એકતા કપુર – એની સિરિયલો કરતા તો દુનિયાભર ના રાજનેતાઓ સારા – ચોરી પણ ઇમાન થી કરે છે….. હા..હા…હા..હા…..

 11. Veena Dave. USA says:

  સરસ વારતા.
  શ્રી જાનીભાઈ ‘આગંતુક’ ના બ્લોગ પર હરિશ્ચદ્ર ની ઘણી વારતાઓ આપેલી છે. ટૂંકી અને સરસ વાર્તાઓ.

 12. Vaishali Maheshwari says:

  Enjoyed reading this short and simple story.

  We would not realize things well unless and until we put oneself in someone else’s place. If we allow oneself to see or experience something from someone else’s point of view, we will understand exactly how it feels.

  If relations and feelings are taken care off in this manner (as depicted in the story), there are very high chances of relations becoming more stronger because of understanding at both the ends.

  Thank you Authors for writing and sharing this story with us.

 13. વહુ તરિખે જે આપણ ને ન ગમ્યુ હોય તે આપણે વહુ નિ મરજિ મુજબ રાખિયે તો કદાચ જુદા પાડવા નો પ્ર્શન ઉભો ન થાય ;બાકિ નજર સામે જ આપણો સ્ંસાર હોય તો જ જિંદગિ જિવવા જેવિ લાગે નહિતર પછિ છોકરાવો હોય તોય શું અને ન હોય તોય શું….

 14. જય પટેલ says:

  મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ….સમજણની પરાકાષ્ઠા.

  મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ…વાક્ય સ્પર્શિ ગયું.
  કાશ…આવી સમજણ ગુજરાતમાં હોત તો ઘરડાંઘરમાં ગુજરાત નંબર…૧ જેવા દંભી
  અંહકારમાંથી મુક્તી મળી હોત.

 15. Mital Parmar says:

  ખુબ જ સરસ

 16. Rajni Gohil says:

  માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઇ જાય. આ વાતની પ્રતિતિ થઇ. પ્રેરણાદાયક વાર્તા સાસુ-વહુને વંચાવવા જેવી છે. આ વાર્તામાંથી પ્રેરણા લઇ ઘણા બધા કુટુંબો આદર્શને આચરણમાં મુકી સમાજમાં દાખલારૂપ બને એવી શુભેચ્છા.

 17. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 18. Vipul Panchal says:

  Nice story.

 19. Parthvi says:

  ખુબ જ સરસ ખરેખર જો દરેક સાસુ આવિ સમજ્દારિ દાખ્વે તો કોઇ વહુ ક્યારે પન વહુ નહિ દિકરિ બનિ ને રહે.

 20. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Positive twist… loved it…

  Ashish Dave

 21. kinjal khamar says:

  બહુ સરસ કથા છે મારિ સાસુ પણ માલુ કાકિ જેવિ છે

 22. Sakhi says:

  Very very nice story.

 23. Rupa says:

  nice story ……….a positive attitude…………but “ghardaghar ma gujarat number 1” the comment from one of the readers was really sad……………yes but it is true……..

 24. priya says:

  really nice story. it touched my heart. i hope evryeone is like malu kaki.

  • Milin says:

   પણ તેમ છતાં નવી-નવી વહુને પોતાનું ઘર સ્વતંત્રપણે ચલાવવાની પૂરી મોકળાશ મળે તો ઘણું સારું. એટલે છ મહિના સાથે રાખીને મેં જ કહ્યું કે હવે તમે જુદાં રહો. એ લોકો તો માનતાં નહોતાં, પણ મેં જ આગ્રહ કરીને જુદાં રાખ્યાં. મારી વહુ તો બહુ ડાહી છે. એવી શરત કરીને ગઈ છે કે સગર્ભા થઈશ કે તુરત તમારી સાથે રહેવા આવીશ. મને તમારી માતૃવત છત્રછાયા જોઈએ. આજેય રોજ ફોન કરીને અમારી ખબર પૂછવાની જ. દર શનિ-રવિ બંને આવીને અમારી સાથે જ ગાળે છે. આ ઘરની સજાવટ બધી એની જ છે. નાની-મોટી ખરીદી એ જ કરી લાવે.’

   It has to be two way forever. When we feel that our expectations are to be fulfilled, we have to understand that being a part of it, others also have expectations from us. And unfortunately, failure of keeping this balance perturbs everything

 25. reema says:

  DAREK SASU AA RITE VICHARTI THAI JAY TO KEVU SARU
  DHARTI PAR SWARG UTRI AVE

 26. Meghna says:

  its really nice story.

  i love it, i love it , i love it,

 27. harshad brahmbhatt says:

  દરેક સાસુ-વહુએ અપનાવા જેવો દ્રષ્ટિકોણ અલબત્ત જુદા રહેવાનો અભિગમ બહુ ના ગમ્યો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.