કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા

[ પોરબંદરના વતની એવા શ્રી દુર્ગેશભાઈ ‘ફૂલછાબ’ની રવિપૂર્તિના (લઘુકથા વિભાગના) જાણીતા કટાર લેખક છે. અત્યાર સુધીમાં તેઓની 150થી વધુ કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાંની કેટલીક ચૂંટેલી કૃતિઓ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે, જે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’ જેવા જાણીતા સામાયિકોમાં સ્થાન પામી છે. લેખનની સાથે તેઓ સંગીત, નાટક અને અભિનયનો પણ શોખ ધરાવે છે. તેમણે અમદાવાદ દૂરદર્શનના ‘સુરીલી સરગમ’ કાર્યક્રમમાં ગાયક તરીકે તથા ‘સત્યના પ્રયોગો’ આધારિત ટી.વી સિરિયલમાં એક પાત્ર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

[1] ભાઈ-બહેન

નિશાનું રુદન સાંભળતા જ તેના પિતાજી સુરેશચંદ્રે પૂછ્યું : ‘શું થયું તને ? કોણે તને હેરાન કરી ?’
‘પિતાજી, દિનેશે મારા હાથમાંથી ચોપડી ઝૂંટવી લીધી. મેં પાછી લેવા ચોપડી ખેંચી તો એણે મને… એણે મને માર્યું…. તમે એને તો કાંઈ કહેતા નથી. કાલેય મને ખીજવતો’તો.’
અને સુરેશચંદ્ર ઊંચા અવાજે બોલ્યા : ‘ક્યાં ગયો દિનેશ ? આજે તો તારી ખબર લેવી પડશે. નાની બહેનને હેરાન કરતા શરમ નથી આવતી ? મોટોભાઈ થઈને સમજતો નથી ? શું કામ તેં એને માર્યું ?’
‘પણ મારેય આ ચોપડી વાંચવી છે.’ દિનેશે કહ્યું.
‘પણ હમણાં તો તું બીજું કંઈક વાંચતો’તો. બહાનાં કાઢીને હાથ ઉગામતાં ક્યાંથી શીખી ગયો ? આજે તને જમવાનું નહિ મળે અને જો હવે આવાં તોફાન કરીશ તો માર્યા વિના નહિ મૂકું.’ સુરેશચંદ્રે પુત્રને ધમકાવ્યો.

નિશાએ અંગૂઠો બતાવીને કહ્યું : ‘લે, લેતો જા, લેતો જા લાડવો’ ને પછી તાળી પાડીને હસવા લાગી.
…..અને જમવાનો સમય થયો.
સુરેશચંદ્રે નિશાને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. તેને શોધવા એ ઉપરના ઓરડે ગયા. ત્યાં અચાનક કંઈક ધીમો ધીમો અવાજ સંભળાયો. ડોકિયું કરતાં જોયું તો નિશાની ભરેલી થાળી ત્યાં પડેલી હતી. તે તો જમતી જ હતી પણ દિનેશને પણ જમાડતી હતી. બંનેના ચહેરા પર લાગણી અને પ્રેમના ભાવ ચિતરાયેલા હતા. ને નિશા કહેતી હતી, ‘જલદી જલદી જમી લે, નહિતર પિતાજીને ખબર પડી જશે.’

અને સુરેશચંદ્ર આંખનો ખૂણો લૂછતાં હર્ષભેર જમવા બેઠા !!

[2] ચૅમ્પિયન

અને આજે ચેતનની ચેતના જાણે કે જાગી ઊઠી હતી. ઘણા વખતથી જેની રાહ જોયેલી એ ઘડી હવે બસ આવી જ રહી હતી. છેલ્લાં ત્રણ-ત્રણ વરસથી દોડની સ્પર્ધામાં તે સતત બીજા ક્રમે જ આવતો હતો ને તેનો હરીફ મનોહર પ્રથમ રહેતો, પણ આ વખતે તો પોતે ‘ચૅમ્પિયન’ બનીને જ રહેશે એવો નિર્ધાર કર્યો હતો. આજે સફળતા હાથવેંતમાં જ હતી. પોતે સૌથી આગળ હતો ને તેનો હરીફ મનોહર ઘણો જ પાછળ હતો ત્યાં વચ્ચે તેણે બીજી એક જાહેરાત સાંભળી કે હવે દોડમાં માત્ર બે જ હરીફો રહ્યા છે – બાકીના પાછા ફરી ગયા છે. આ સાંભળીને તો હવે તે નિશ્ચિંત બની ગયો.

વાતાવરણ સુંદર હતું. સામે જ ડુંગરાઓ અને ખીણ ! દોડવાની મજા આવતી હતી અને અચાનક તેના કાને એક-બે હૃદયદ્રાવક ચીસો સંભળાઈ. સામેની ખીણ તરફ એક બાળક ગબડી રહ્યું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે થોડી જ ક્ષણો બચી હતી. તેનાં માબાપ અસહાય સ્થિતિમાં ચીસો પાડતાં હતાં. અને તેણે ક્ષણનોય વિચાર કર્યા વિના તે તરફ દોટ મૂકી. ચૅમ્પિયનશીપની ચરમ સીમાએ દોટ થાય તેથી પણ વધુ ઝડપ કદાચ એ દોટની હતી. તેને લાગ્યું કે જિંદગીમાં એ આથી વધુ ઝડપે કદાચ ક્યારેય દોડ્યો નહિ હોય અને તેણે બાળકને બચાવી લીધું ને તેનાં મા-બાપના આશીર્વાદ મેળવ્યા. ચૅમ્પિયનશીપ હાથતાળી દઈ રહી હતી.

પણ…..ત્યાં જ એની નજર મનોહર પર પડી. તે હજી પણ ધીમે ધીમે દોડી રહ્યો હતો ને તેણે ચેતનને બૂમ પાડી : ‘મેં બધું જોયું છે, તું દોડમાં ફરી દાખલ થઈ જા. આજે તો તું જ ‘ચૅમ્પિયન’ થવાને લાયક છે. તારા માટે હું ક્યારનોય ધીમે ધીમે દોડી રહ્યો છું.’

ચેતન વિચારી રહ્યો કે આમાં ‘ચૅમ્પિયન’ કોણ ?

[3] મન

‘કહું છું સાંભળે છે ? યશોધને એના ભાઈબંધ હારે ચિઠ્ઠી મોકલાવી છે. લખ્યું છે કે ‘કાલે સવારે આવું છું. જમવામાં મારી ભાવતી વાનગી……’ પતિ સુબોધરાય વાત પૂરી કરી રહે એ પહેલાં તો ઘીની ડબરી લઈને પત્ની રમાગૌરી ઝટ ભૂપત રબારી પાસે દોડી ગયાં. જાણે ડબરી લઈને જતી શબરી……
‘ભૂપત દીકરા, આખી ડબરી છલોછલ ભરી દે. પાંચ રૂપિયા વધુ લઈ લેજે, પણ ઘી ચોખ્ખું આપજે હોં.’

…..રમાગૌરી હોંશભેર યશોધનને પ્રિય ચૂરમાલાડુ બનાવવા બેસી ગયાં. એનું વહાલ તો સૌ પર વરસતું, પણ યશોધન એનો લાડકો ભાણેજ હતો. તેના પ્રત્યે પહેલેથી જ પક્ષપાત ધરાવતાં રમાગૌરીને મન તો ખાસ્સો મોટો થઈ ગયેલો યશોધન હજુયે ‘નાનકડો યશુ’ જ હતો. સુબોધરાય ઘણીવાર પોતાને ભાવતું ભોજન બનાવી દેવાની માંગણી કરતા ત્યારે મોંઘવારી કે અશક્તિ જેવું કોઈ ને કોઈ બહાનું ધરી રમાગૌરી મોટેભાગે તેમની ઈચ્છા પર પૂર્ણવિરામ મૂકી દેતાં. ક્યારેક બનાવી પણ દેતાં. પતિ પ્રત્યેના પ્રેમમાં ઓટ આવી હતી એવુંયે નહોતું. પણ એ એવું વિચારીને ટાળતાં કે આપણે તો હવે ખાઈ-પી ઊતર્યા. ઉંમર થઈ. હવે ખાવાના અભરખા ન રખાય, ખવરાવવાના રખાય.

….પરંતુ આજે તો સુબોધરાય આનંદમાં મસ્ત હતા. આ આનંદ યશોધનના આવવાનો વધુ હતો કે તેના આવવાથી ચૂરમાલાડુ પ્રાપ્ત થશે એનો….. એ નક્કી કરવું મુશ્કેલ હતું. ચોખ્ખા ઘીથી લથબથ લાડુ તૈયાર થઈ ગયા. જમવાનો સમય થઈ ગયો તોય યશોધન હજુ આવ્યો નહિ. બહુ રાહ જોયા પછી કંઈક ખોટું થયાની લાગણી સાથે સુબોધરાય એકલા જમવા બેઠા, ત્યાં જ ઘરની સાંકળ ખખડી. યશોધન આવી ગયો હતો.
‘માસી માસી, કાંઈ જ નક્કી નહોતું. ઓચિંતુ જ કામ આવી ચડ્યું ને આવી ચડ્યો. અરે આ શું ? ચૂરમાના લાડુ !! શું વાત છે ? કેવો યોગાનુયોગ માસી !!!’
‘હવે નાટક મૂક ને બેસ જલદી જમવા. તારી ચિઠ્ઠી અમને મળી ગઈ હતી, સમજ્યો ?’ ને યશોધન ચમક્યો. ‘માસી, હું ખરું કહું છું. મનેય ખબર નહોતી કે મારે આવવાનું થશે. સાવ ઓચિંતું જ. મેં કાંઈ ચિઠ્ઠીબિઠ્ઠી નથી મોકલી…. તમારા સમ બસ ?!!’

રમાગૌરી થોડીવાર યશુ સામે જોઈ રહ્યાં ને પછી એક ‘વેધક’ નજર તેમણે સુબોધરાય તરફ કરી. ને અચાનક આવી ચડેલા યશોધનને લીધે પહેલેથી જ સ્તબ્ધ એવા સુબોધરાય નીચું જોઈ ગયા, ને પછી સૌ ખડખડાટ હસી પડ્યાં.

[4] ખાલીપો

રઘુ વાળુ કરવા બાપ સાથે બેઠો તો ખરો પણ….. રોટલાનું બટકું ગળામાં બટકું ભરી રહ્યું હોય એમ એણે થૂંકી નાખ્યું, થાળી હડસેલી એ ઊભો થઈ ગયો ને બાપની કરડી નજર આળસ મરડી બેઠી થઈ ગઈ….
‘આ શું રમત આદરી છે ? સવારનો માર હજી નથી ભૂલ્યો ? બીજી બે-ચાર ખાવી લાગે છે. બેસી જા છાનોમાનો ને ખોટા ફંદ મૂકી દે કહું છું. માવડિયો થા મા, હાવ માવડિયો !’

ઘરમાં પ્રવેશેલા પડોશી મોહને પૂછપરછ આદરી….. ‘શું છે કેશું ? બિચારાને આમ કાં તતડાવ ??…..’
‘તો શું એની પૂજા કરું ? આ જો ને એની મા કાલે પંદર દા’ડા એના માવતરે ગઈ એમાં રિસાયો છે…. હારે જવાની હઠ કરીને સીધો એની કોટે જ વળગી પડ્યો’તો બિચારો. દીકરાનાં આંસુડા જોઈ એની મા પણ…. પણ આપણે મક્કમ, ઊંધા હાથની એક લગાવી દીધી….’
‘પણ શું કામ કેશું ? રઘુ તો છોકરું કે’વાય. ને આમેય હમણાં વેકેશન છે. એની મા હારે જાત તો તારો ક્યો ગરાસ લૂંટાઈ જાત ? જો હું કાલે એ બાજુ જ જવાનો છું. તું કહે તો મારી હારે રઘુને….’
‘ના…. મોહન ના, એ વળી શું ? દસ વરસનો ઢાંગો થયો, હવે થોડોક છૂટો રહેતા પછી ક્યારે શીખશે ? એ ગઈ ત્યારનો મારું માથું ખાય છે ને પેંતરા કરે છે પણ હું એમ પીગળવાનો નથી. ઊલટું તારી હારે કે’વરાવીશ કે વધુ પંદર દા’ડા રોકાજે. આફેડો ઠેકાણે આવી જશે. આખો દી’ બસ “મા……મા…..”નો લવારો જ કર્યા કરે છે, બાપની તો જરીકે દરકાર જ નથી ને ?’

વહેલી સવારે ઊઠીને કેશુએ ‘રોજની જેમ’ ચાના પ્યાલા માટે પત્નીને હાંક મારી : ‘ગૌરી…….’ પણ ગૌરી તો….. અને રઘુને મોહન સાથે મોકલતી વખતે કેશુથી બોલાઈ જવાયું :
‘મોહન… જઈને તારી ભાભીને જરા કે’જે કે……. કેશુએ કે’વડાવ્યું છે કે……..!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંવેદના – કીર્તિ પરીખ
જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી Next »   

38 પ્રતિભાવો : કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા

 1. Veena Dave.USA says:

  સરસ.

 2. સુંદર વાર્તાઓ.

 3. ખુબ સુંદર

  લઘુકથા મારો પ્રિય સાહિત્ય પ્રકાર છે
  થોડા સમય માં થોડા શબ્દો માં અદભૂત વિચાર મૂકી દે છે
  દુર્ગેશભાઈ ને અભિનંદન મૃગેશભાઈ નો આભાર
  દુર્ગેશભાઈ ની વધુ લઘુકથાઓ વાંચવા મળે તો સારું .

 4. nikunj kansara says:

  ખુબજ સરસ પ્રસગો હતા

 5. nayan panchal says:

  મનને આનંદથી તરબતર કરી દે એવા પ્રસંગો, આભાર.

  નયન

 6. Sunita Thakar (UK) says:

  કેશુએ કે’વડાવ્યું છે કે……..! મજા આવી ગઈ.

 7. All stories –but i liked no [3] મન story very much —i like mango juice very much but price restriction makes it dear —so my mrs is always against these items—so no puri and no mango –not good for health —-
  once i made a plan –told to my mrs -son in law is coming to day so we will have પુરિ અને આમ્રરસ નુ જમવાનુ રાખિસુ-
  my mrs prepared with joy dinner with batavada -and khaman with ચતનિ –my daughter and son in law came at night –we had a nice dinner –afterwards my mrs told to my son in law that i liked that you conveyed to eat પુરિ અને આમ્રરસ –but my son in law made a statement that i have not told any thing –ask to your daughter –my daughter also noded in favor –she understood everything –but told –no no –we had not પુરિ અને આમ્રરસ since long and you were to come –so let us have it —-afterward she told me that you can tell me directly — do not go for this via વિરમગામ technique –i will prepare for you too!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 8. Rajni Gohil says:

  પ્રેરણાદાયક પ્રસંગો થોડામાં ઘણું કહી જાય છે. ભાઇ-બહેનનો નિર્વ્યાજ પ્રેમ, આપીને પણ જે મેળવી શકાય છે તેની સુગંધ અનેરી હોય છે. રમતની જીત જવા દઇને પણ જીવનની દોડમા જીતી શકાય છે. આપણા વિચારો જ આપણું વિશ્વ ઘડે છે તે તો મનને હકારત્મક વિચારોની જ ટેવ પાડીને મેળવી શકાય છે. માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઇ જાય. ખાલિપો ન રહે. આ બધી વાત ફક્ત વાર્તામાં ન રહેવા દેતાં જીવનમાં ઉતારીએ તો વાંચેલું સાર્થક થયેલું ગણાશે. દુર્ગેશભઇને અભિનંદન.

 9. કલ્પેશ ડી. સોની says:

  ભાઈ-બહેન : નાના બાળકોની એકબીજા માટેની ફરિયાદો ઘણે-ભાગે વડીલોએ ધ્યાનમાં લેવા જેવી નથી હોતી. ક્યારેક એવું બને કે બે પડોશણો પોત-પોતાના બાળકોનો પક્ષ લઈને એક-બીજી સાથે ઝઘડે અને મહિનાઓ સુધી અબોલા રહે. બાળકો તો તરત જ ભેગા મળીને રમવા લાગી જાય છે.

  ચેમ્પિયન : દુનિયાદારીની રીત બીજાને હરાવીને જીત હાંસલ કરવાની છે જ્યારે પ્રેમની રીતમાં હારીને જીતવાનું હોય છે.

  મન : વૃદ્ધ ભાઈ-બહેનોના મંડળમાં જવાનું બને છે ત્યારે જાણવા મળે છે કે ઘરે વડીલોની તબિયતની ચિંતા કરનારા સભ્યો વડીલોને ભાવતા ભોજન જમવા દેતા નથી. તેથી આ વડીલો ત્રીસ-ત્રીસ રુપિયા કાઢીને સમૂહમાં મીઠાઈ-ફરસાણ સાથેનું પાકું ભોજન મહિને એક વાર જમે જ છે.

  ખાલીપો ; ઘરના પ્રત્યેક સભ્યની એક જુદી જ સુગંધ હોય છે. એ સભ્યની ગેરહાજરીમાં એ વાતની ખબર પડે છે.

  • Chirag says:

   વાહ કલ્પેશ ભાઈ,

   અત્યંત સુભ વિચારો…. ભાઈ-બહેન નો પ્રેમ શુ હોય તે તો જાણવો રહ્યો…. આ ભવે નહી તો આવતા ભવે…. ફિકર નોટ….

   • i have a story also on what shri kalpeshbhai thinks about brother-sister innocent love.i will try to put it here in next.thx for compliments regards durgesh b oza author porbandar

    • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

     શ્રી દુર્ગેશ ભાઈ,

     અત્યંત સુંદર લઘુકથાઓ. નાની વાત પણ કેટલુ સરસ અને મહત્વનો અર્થ સમજાવી જાય છે જીવનનો.

     ભાઈ-બહેનઃ ભાઈ બહેનનો પ્રેમ ખુબજ નિઃસ્વાર્થ હોય છે. મારી બેન મારાથી ૧૨ વર્ષ નાની છે. મને હંમેશા “ભાઈ” કહીને સંબોધે છે પરંતુ “તમે” નહી “તુ” કહી ને જ બોલાવે છે. એના જે “તુ” બોલવામાં જે આત્મીયતા છે તે “તમે” ના અનુભવો.
     મારી દીકરી ૬ વર્ષ ની છે અને મારો દીકરો ૩ વર્ષ નો છે. કઈંક કારણસર મારા દીકરાને જો વઢવુ પડ્યુ તો મારી દીકરી ના આંખ માથી પાણી નીકળી જાય છે. અને એ અમને કહેકે પ્લીઝ તમે ભાઈને ના વઢો .

     ખાલીપોઃ ખાલીપ….શૂન્યતા……એ તો જેને લાગે એને જ ખબર પડે. હું જયારે પ્રથમ વખત ૩ મહિના માટે જર્મની ગયો ત્યારે મારી દીકરી ફક્ત ૧ વર્ષ ની હતી. ત્યા પહોંચ્યા ના બીજે દિવસે મે જયારે ફોન પર વાત કરી તો મને કહે “પપ્પા, હું તમને બહુ મીસ્સ કરૂ છુ. એ વખતે મારી આંખ માથી આંસુ નીકળી ગયા. ત્યા ૩ મહિના હુ સાવ એકલો બધાથી દુર રહ્યો. દિવસ ગણતો કે ક્યારે ૩ મહિના પુરા થાય ને પરત જાઉ. ૩ મહિના પછી કમ્પનીએ કહ્યુ કે બીજા ૩ મહિના રોકાશો તો મે તરત ના પાડી દીધી. કહુ મને મારા કુટુંબ પાસે પાછુ જવુ છે અને ભારત પરત આવ્યો.

     • chetanbhai abhinandan aapva badal abhinandan. nani vatma hriday feeling and kalano samavesh thay etle story sarthak bane che. aaje mara janmana divse tamne mari tiny stories pasand padi ne congrts aapya ano anand chhe /thx mara email par pan tame msg kari shako chho. regards durgesh b oza author porbandar

 10. Ami Patel says:

  Wah maja avi gai…..!!!

 11. Dhiren Shah says:

  Nice Stories!

 12. Mital Parmar says:

  મજા આવિ

 13. gopi bhatt says:

  bahu saras vartao che,karekhar j jevan no sundar ane mahtva no arth samjavi gai……..!!!!

 14. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  શ્રી દુર્ગેશ ભાઈ,

  આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ જીવનમા ખુબ આગળ વધો અને સુખ સમૃધ્ધિ ભરેલુ જીવન જીવો તેવા અંતરથી આશિષ.

  આજનો દિવસ આપનો ખુબજ સુંદર પસાર થાય તેવી આશા.

  આભાર.

 15. Navin N Modi says:

  લઘુકથા મારો અતિ ગમતો સાહિત્ય પ્રકાર છે. સમયના અભાવવાળા સાહિત્ય રસિકોને માટે એ આશિર્વાદ છે. પરંતુ લેખક માટે એ પ્રકાર બહુ પડકાર રુપ હોય છે. ગાગરમાં સાગર સમાવવા જેવી એ પ્રક્રિયા છે. એમાં સાંગોપાર પાર ઉતરેલા શ્રી દુર્ગેશ્ભાઈની બધી જ વાર્તાઓ ખૂબ ગમી. મારા તેમને અંતરથી અભિનંદન. અને આ રસાસ્વાદ કરાવનાર શ્રી મૃગેશભાઈ કેમ ભુલાય? એમનો પણ ખૂબ આભાર.

  • navinbhai thks mata thks.laghukathana name aajkal tuchka prasang/bodh katha etc. bahu chalyu chhe but te athva precis writing a laghukatha nathi .briefness shouldbe come autometically and i feel laghukatha as my child. so i try to give laghukatha in real sense by heart.that is why i may get success in writing laghukathas.u may pl.mail me on durgeshart@yahoo.in abhinandan mate dhanywad. long live your art and heart

 16. Sonali says:

  Very nice stories 🙂 loved it….

 17. divya says:

  durghesh bhai tamsri short story saras che. it’s very nice.i like your story.i requst u me chimanlal madiya ne parivartan book vachi che parntu teno end vachva nati mariyo.plese teno end janavso.

  • i will try my best to make u know the end of book parivartan.thx for congrats.u may email me on durgeshart@yahoo.in from 1991 i write and write laghukatha most. i feel that it should be written naturally without destroying its basic colour/essence/concept.it is not precis writing or prasang/bodh katha. pl.email me thx for complimnets divyaji regards durgesh b oza porbandar

 18. Hiren Patel says:

  ખુબજ મજા આવિ ગઈ…

 19. gitadarji says:

  ખુબ સરસ,ખાલિપો લઘુકથા ગમિ
  જન્મદિન મુબારક.

 20. Pritha Gupta says:

  ખૂબ સરસ વાર્તા. બસ આવુજ લખતા રહો અને વાંચકો નો રસ વધારતા રહો.

 21. dear veena dave haral vyas dhiren mital kalpeshji divya/sonali/pritha/geetaji and others.. i thank u all for congrats.my plsure as u like this touch tiny stories.u may contact me also on email durgeshart@yahoo.in or sms i thank three mrugeshji readgujarati.com also. egards durgesh b oza porbandar

 22. tejal tithalia says:

  બધી જ વર્તા ઓ ખુબ જ સરસ

 23. Hiren says:

  ખુબ સુંદર વાર્તાઓ.

 24. Dhruti says:

  Hi Durgeshbhai,

  Read your stories, very nice, touchy stories. Keep it up and please send more stories so people from “saat Samundar Paar” can read and enjoy while remembering home.

  Dhruti

 25. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Lovely stories. … થોડામા ઘણુ…

  Looking forward for more such stories.

  Drugeshbhai, it would be nice to see you acting as well… any place I can down load your TV shows?

  Thanks again,

  Ashish Dave

  • dear aashishji,
   thx for compliments. i will try to have more stories on this lovely rich website readgujarati.com i hv played role in old serial some years back. i performed in many dramas in college post coollege times and still doing but very less. pl.email me durgeshart@yahoo.in sayabout u also.wish u best luck durgesh b oza

 26. Sonal says:

  માણવા જેવી લઘુકથાઓ
  હ્રદય મન પ્રફુલ્લિત થઇ ગયુ

 27. jayvadan sata says:

  Very nice stories. લાઘવ માર્મિક રહ્યુ.Durgeshbhai keep it up.

 28. The Story ” bhai-Bahen” I liked most . Because I am having one son and one daughter . I have been working in Dubai, UAE since 2 years. I haven’t seen my daughter still. She is one and half years old now. By reading this story a few tears came from my eyes. i missed my son and daughter too much. Thank you very much.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.