ઉષ્મા – કુન્દનિકા કાપડીઆ

[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર.]

બારણું ઉઘાડીને તે ચુપચાપ બાલ્કનીમાં આવીને બેસી ગઈ હતી. વાર્તાની રાજકુમારીને વરદાન મળ્યું હતું : તે બધાને જોઈ શકે, પણ કોઈ તેને જોઈ શકે નહિ. બંધ આંખે પોતે પણ દીવાનખંડના મહેમાનોને જોઈ શકતી હતી. એક પછી એક આવી રહેલાં, દમામદાર કપડાં, લળી પડતાં સ્મિત અને સુંવાળા અવાજવાળાં સ્ત્રીઓ ને પુરુષો. નોકરોની અવરજવર. કાચનાં નવાં ચકચકિત વાસણોની સપાટી પર તરતાં પ્રકાશનાં પ્રતિબિંબ.

મોના રસોડામાં હશે. છેલ્લી સૂચનાઓ આપતી હશે. સુદીપ સરસ કપડાં પહેરીને તૈયાર થયો હશે. દરેક વખતની જેમ, બધું સંપૂર્ણ હોવું જોઈએ. પીણાં, જમવાની વાનગીઓ, સજાવટ. બધા લોકો સુંદર તો નહિ હોય, પણ દરેકે સજાવટ પૂરેપૂરી કરી હશે. એ લોકો જાણે છે કે ક્યા સિક્કા ક્યારે વાપરવા. એ લોકો જાણે છે કે શું વાપરવાથી શું મેળવી શકાય. બધી રમત છે. એ લોકો સરસ રીતે રમે છે. દૂર બેઠાં બધું જોઈ શકાય છે. પહેલાં એક વાર ભૂલ થઈ હતી. બધાં આવવાનાં હતાં અને તે તો દીવાનખંડમાં જ બેઠી હતી. તેણે પણ તૈયાર થઈ કડકડતાં કપડાં પહેરી રજૂ થવાનું છે, એવો કંઈક ભાસ હતો, ભ્રમણા હતી. મોનાએ બહુ સલૂકાઈથી બીજા રૂમમાં જવા કહ્યું હતું. દીવાનખંડ એને ખાલી જોઈતો હતો. ‘તમે ત્યાં જ જમી લેજો. ઊંઘી જવું હોય તો ઊંઘી જજો. અમારી પાર્ટી જરા લાંબી ચાલશે. તમને બહુ ઘોંઘાટ લાગશે. તમારા રૂમનાં બારણાં બંધ કરી દેજો.’

ત્યાર પછી બે વાર પાર્ટી થઈ હતી. આગળથી જ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. તે દિવસે સોમવાર કરી લીધો હતો અથવા પછી અગિયારશ કે કાંઈ પણ. જમવાની ખટપટ જ નહિ. આટલી બધી વસ્તુઓમાંથી શું જમવું ને શું નહિ, તેની પસંદગી કરવી મુશ્કેલ બનત. કોઈક વાની ન પીરસાય તો માઠું લાગત. ભૂલી ગઈ હશે એમ મન મનાવવા છતાં ડંખ લાગત. જાણીને અજાણપણું આચર્યું હશે ? અથવા એમ હશે કે એક-બે વસ્તુ ન પીરસી તોયે શું ? આ ઉંમરે હવે ખાવા-પીવાના બહુ શા અભરખા ! પોતાને ખબર હતી કે ખાવાપીવાનો શોખ ઉંમર વધે એમ ઓછો કરવો જોઈએ. તો પણ મોં પર કોઈ એમ કહે તો ઓછું આવી જાય. અને આ શોખની વાત નયે હોય. હાજરીના સ્વીકારની વાત કદાચ હશે. ગમે તેમ પણ આવે વખતે સોમવાર, કે જે વાર હોય તે, કર્યો જ સારો. અંદરથી ટેકો તો રહે.

નહિ તો ટકવા માટે પોતાની પાસે બહુ કાંઈ હતું નહિ. પતિ સાથેનું જીવન તો પાનખરના વૃક્ષ જેવું હતું. યાદ નથી આવતી કોઈ પર્ણલીલી ક્ષણ. અહાહા, સત્તરમા વર્ષે લગ્ન થયાં ને સત્તાવન વર્ષની થઈ ત્યાં સુધી બે જણ જોડે ને જોડે રહ્યાં, તોય કદી ફૂલ ચૂંટ્યાં નહિ. વાળમાં વેણી પરોવી નહિ. બંગડીના રણકારમાં સંગીત સાંભળ્યું નહિ. આંખમાં ચાંદની રાતો ઝમી નહિ. સવાર પછી બપોર પછી સાંજ. દિવસ પછી રાત પછી દિવસ. મહિના પછી વર્ષ. કામ પછી કામ પછી કામ. બાળકોનો જન્મ. ઉછેર. શિક્ષણ. લગ્ન. થાક પછી થાક. ઉદાસીનતા, નીરસતા, અંધકાર. ચાર દીવાલમાં મન બંધ, હૃદય શુષ્ક, લાગણીઓ નિર્જીવ. સત્તર વર્ષે જે કંઈ સુંદર ને સજીવ હતું તે સત્તાવનની થઈ ત્યાં સુધીમાં કણકણ કરીને સરતું જ રહ્યું હતું. કોઈક દિવસ કોશ પાછો ભરાઈ રહેશે એવી ખાસ આશા તો હતી નહિ. નજર માંડવા જેવું કોઈ ભવિષ્ય નહોતું. યાદ કરવા જેવો અતીત નહોતો. એટલે પતિએ ચિરવિદાય લીધી તો એ ઘટનાથી જીવનમાં કશું ઘટી ગયું હોય એમ લાગ્યું નહિ. ખાલી થઈ ગયેલા ખજાનામાંથી શું ઘટી શકે ?

નાના નાના ટેકા આપી જીર્ણ દીવાલોને ઊભી રાખી. દીકરાના ઘરમાં જરા સાચવીને રહેવાનું. ‘જનરેશન ગૅપ’નું ગીત મનમાંયે નહિ ગણગણવાનું. રસોડામાં બીજાને નડીએ નહિ એ રીતે મદદ કરવાની. મંદિરે જવાનું. એકાદશી ઉપવાસ કરવાના. કંઈક કરીએ છીએ એવું લાગે. કશાકની રાહ જોઈ શકાય. સમયને કશીક પ્રતીક્ષાથી ભરી શકાય. પણ આ બધું એકલાં એકલાં પોતાનામાં પોતે સમાઈ રહીને. ઘરમાં તો ખપ પૂરતું બોલવાનું. આડાં આવીએ એ રીતે હરફર નહિ કર્યા કરવાની. પોતાની હાજરીનો બહુ અહેસાસ નહિ થવા દેવાનો. દીકરા-વહુ સાથે વિશેષ વાત નહિ કરવાની. એ બંનેને ખુશ થવા દેવાનાં. ‘માને બહુ સાચવીએ છીએ, એમને અમે કશાની ખોટ પડવા દેતાં નથી.’ – કંઈ જ ખોટ નહોતી સ્તો ! ખાવા પીવાનું. કપડાં. વાપરવા માટે થોડા પૈસા પણ. મંદિર જવા માટે ક્યારેક ગાડી પણ ખાલી હોય તો મળી જતી. આ બધું દેખાય તેવું હતું. બધાંને દેખાતું. ન દેખાય તે અંદર હતું, અથવા અંદર કંઈ નહોતું. તે ‘છે’ એમ કહેવાય ? કંઈક જે નથી તેને કશું નામ હોય ?

બીજી વાર પાર્ટી થઈ ત્યારે તે પોતાની જાતે જ બપોરથી પોતાના રૂમમાં રહી હતી. કોઈની આડે ન આવવું જોઈએ. કોઈને નડતરરૂપ ન થવું જોઈએ. તેમની વચ્ચે જે સુસંગત ન હોય, શોભારૂપ ન હોય તે બધું દૂર રાખવું જોઈએ. દેખાય નહિ તેમ રાખવું જોઈએ. પોતે હતી કે નહોતી ? દીવાનખાનામાં આજે ટોળે મળેલાં, પેલાં તરવરાટવાળાં લોકોને માટે પોતે ચોક્કસ જ ‘ન હતી’, કારણ કે તેમને પોતે દેખાતી નહોતી. સુદીપ અને મોનાને માટે પોતે ક્યારેક ક્યારેક હોય છે, પણ અત્યારે નહોતી. તેને કોઈ જોતું નહોતું. તે બધું જોઈ શકતી હતી. તેમને અને પોતાને. એક ભરપૂરતાને, એક શૂન્યતાને. એક હોવાને, એક ન હોવાને. બાલ્કનીના ખૂણામાં અંધારામાં બધું જોતી તે બેસી રહી. નવાઈ પામતી રહી કે અત્યારે પોતાના વિશે કોઈ જ સભાન ન હોય તો પોતે જીવતી છે એમ કહેવાય ખરું ? આપણે કોઈના સંબંધમાં જ જીવતાં કે મરેલાં હોઈએ છીએ ? અત્યારે ધારો કે મારા હૃદયમાં એક સપનું ઊગે અથવા આનંદની એક લહર વહે અથવા એક ઝીણી ઉદાસ વાંસળી વાગે…. પણ જો કોઈ બીજું ન હોય તો આ પ્રગટ ક્યાં થાય ? એનું હોવું જો પ્રકાશિત ન થાય તો સાર્થક શી રીતે થાય ?

ચૂપચાપ તેણે અંધારામાં જોયા કર્યું. દીવાલની પાર દીવાનખંડમાંથી અપટુડેટ અંગ્રેજી અવાજો એકબીજા સાથે અથડાઈ અથડાઈને આવતા હતા. સહસા સાવ નજીકમાં કોઈકના રડવાનો સઘન અવાજ સંભળાયો. બૉમ્બ ફૂટ્યો હોય તેમ તે ચોંકી ગઈ. અંધારામાં એણે આંખો ફાડી. આ રડવું કોનું ? ક્યાંથી ? ઝડપથી કોઈ તેની પાસે આવ્યું. પોટલા જેવું કંઈક પાસે મૂક્યું. ઘરની નોકરબાઈ હતી. પોટલામાંથી નીકળતા અવાજ પર હાથ દાબેલો હતો. ‘માજી, આ છોકરો રડવા પર ચડ્યો છે. તમે જરા વાર એને રાખશો ? મારે ગરમ ગરમ પૂરી તળીને બધાંને પીરસવાની છે અને આ છાનો જ નથી રહેતો. બાઈસાહેબ સાંભળી જશે તો ગુસ્સો કરશે. ઘેર રડ્યા કરતો હતો એટલે સાથે લઈ આવી. તમે એને થોડી વાર સાચવજો ને ! અંદર એ ખાવાનું માગ્યા કરે છે.’ જવાબની રાહ જોયા વિના એ ચાલી ગઈ. તેણે છોકરાને વીંટાળેલું કપડું જરા આઘુંપાછું કર્યું. અંદરથી આંસુભીનો એક ચહેરો ચમકી ઊઠ્યો. ગળામાંથી પાછો રડવાનો અવાજ નીકળ્યો. ‘શી….શી….રડાય નહિ.’ તેણે કહ્યું. છોકરાને પાસે લીધો. ‘ભૂખ લાગી છે ? લે, તને ખાવાનું આપું.’

તેણે ઊભા થઈને રૂમના ખૂણાની ઝીણી બત્તી કરી. બાલકૃષ્ણની છબી આગળ થોડી રેવડી મૂકેલી હતી તે લઈને તેણે છોકરાના હાથમાં મૂકી, એની આંખનાં આંસુ લૂછ્યાં. હોઠ પર આંગળી રમાડી. ‘જો, ખા !’ તેણે એક રેવડી ઊંચકી છોકરાના મોંમાં મૂકી. તેના માથા પર હાથ ફેરવ્યો ને તેની સામે જોઈને હસી. છોકરાએ રડવાનું બંધ કર્યું. રેવડી ખાવા માંડી. બે રેવડી ખાધા પછી છોકરાનાં આંસુ સુકાઈ ગયાં. તેના મોં પર હાસ્ય આવ્યું. પછી અચાનક શું સૂઝ્યું તે છોકરાએ એક રેવડી લઈ તેના મોઢામાં મૂકી. આશ્ચર્યથી તે ઊભરાઈ રહી. પોતાના મોંમાં એક નાના છોકરાએ ખાવાનું મૂક્યું હતું. તે હસતો હતો. પોતાને જોઈ રહ્યો હતો. તેણે છોકરાના વાળ સરખા કર્યા. પીઠ થપથપાવી. હાથપગ ઉલાળીને થોડી રમત કરી. ‘તારું નામ શું ? તને બોલતાં આવડે છે ? બોલ જોઈએ મા…..મા….. બોલ દા…..દી…..!’

છોકરો ખાતો રહ્યો. હસતો રહ્યો. તેણે ફરી કહ્યું : ‘બોલ જોઈએ…. દા…દી !’ છોકરો તેને ચીડવતો હોય એમ ચૂપ જ રહ્યો. પછી પહેલાંની જેમ જ સાવ અચાનક છોકરાએ બીજી એક રેવડી તેના મોંમાં ઘુસાડી દીધી અને તેના મોં પર પોતાના નાનકડા હાથ મૂકી તોફાનથી બોલ્યો : ‘દાદી…..દાદી…..દાદી…..’
તે ઉલ્લસિત થઈ રહી.
પોતે હતી. તેથી તો બાળકે તેને જોઈ હતી. જે પોતાને જુએ છે તેને માટે પોતે છે.
બાળકને નજીક લઈને તેણે વહાલ કર્યું. છાતીસરસો ચાંપ્યો.
‘દા…..દી !’ છોકરાએ કહ્યું.
બે નાનકડી આંખોની ઉષ્માભરી નદીમાં તે તરી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી
પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ Next »   

54 પ્રતિભાવો : ઉષ્મા – કુન્દનિકા કાપડીઆ

 1. કેતન રૈયાણી says:

  સુપર ડુપર હિટ…!!!

 2. Manisha says:

  SARAS …. Gamyu…..

 3. કુણાલ says:

  લાગણીસભર વાર્તા ..

 4. Akash says:

  સુન્દર વાર્તા..

 5. trupti says:

  વાર્તા વાંચી મને એક સ્ત્ય હકિકત યાદ આવી જે અહીં હુ પ્રસ્તુત કરવા માંગુ છું.

  મારા બોસ જેમનુ ૧૧ વરસ પહેલા હાર્ટ એટક ના કારણે નિધન થઈ ગયુ. તેમને ૨ દિકરા. મોટો અને તેની પત્નિ બેવ સી.એ. ભણેલા ને નાનો અને તેની પત્નિ બેવ એન્જીનીયર. નાના એ પોતાના સાથે કામ કરતી આંતર પ્રાતીય છોકરી જોડે લગ્ન કર્યા. જ્યારે તેના લગ્ન લેવાયા ત્યારે મોટા ને પિતા એજ લઈ રાખેલા બીજા ફ્લેટ મા રહેવા મોકલી જુદા કર્યા કારણ જગ્યા નો અભાવ. નાના ના લગ્નના ૩ મહિના મા બોસનુ અવસાન થયુ. મોટો તો પહેલેથીજ જુદો રહેતો હતો.નાના ને કું. એ થોડા વખત માટે ભારત બહાર મોકલાવ્યો. થોડા મહીના પછી તેની પત્નિને પણ કું. એ મોકલાવી. હવે ઘરમા રહી ગયા બોસના પત્નિ (માસી)એકલા, જેઓ પહેલેથી જ હાર્ટ પેસન્ટ હતા, પણ જાત ચાલતી હતી અને સ્વાધ્યાય મા પ્રવ્રુત હતા એટલે વખત જતો હતો. ઉંમર વધતી ગઈ અને તકલીફો વધવા લાગી. મોટા એ ૧ બેડ રુમ ના ઘરમાથી ૨ બેડ રુમ ના ઘરમા સ્થળાંતર કર્યુ. નાનો થોડા વખત મા પાછો આવ્યો. તની વહુ ની સુવાવડ માસી એ કરી દિકરો-વહુ ઓફિસે જાય ત્યારે તેના બાળક નુ પણ ધ્યાન રાખ્યુ અને ટીફીન બનાવી ને પણ આપ્યુ. નાના ને માને છોડવી ન હતી પણ તેની વહુ ને તેની મા ના ઘર નજીક ઘર લેવુ હતુ. આ બધી ચડસા-ચડસી મા નાના ને વિદેસમા સારી ઓફર મળી તેથી તેને તે સ્વિકારી લીધી અને કાયમ માટે દેશ છોડિ જતો રહ્યો, પણ દુર રહી ને પણ માનો ખ્યાલ રાકતો રહ્યો. માસી પણ ૩-૪ વાર દિકરા પાસે જઈ આવ્યા. દિકરો પાછળ થી લંડન સેટલ થયો. માસી ત્યાં પણ ૨ વાર જઈ આવ્યા એક વાર ફરવા અને બીજી વાર સુવાવડ કરવા. ત્યાની ઠંડી માફક ન આવે એટલે વધુ રહે નહીં પણ છેલ્લે ૬ મહીના રહી આવ્યા. પાછા આવી ને તરત તેમને પેરેલીસીસ નો એટક આવ્યો. નાનો તરત દોડી ને આવ્યો. હોસ્પીટાલ માથી જેવી રજા મળી લંડન પરત થયો. મોટો ન છુટકાનુ માને પોતાના ઘરે લઈ ગયો. હવે તે ૩ બેડરુમ ના ધરમા સિફ્ટ થયો હતો, જગ્યા ની કમી ન હતી પણ માસી ને ત્યાં બહુ ગોઠ્યુ નહી કારણ પ્રેમ નો અભાવ. જ્યારે પોતાનુ કામ કરવા અને એકલા રહેવા સમર્થ થયા એટલે તેઓ પોતાના ઘરે પરત થયા. થોડા વખત પછી પાછી તબીયત બગડી અને ઘરમા માસી પડી ગયા. મોટૉ મોટર લઈ ને ખબર કઢવા આવ્યો અને બધી જાત ની સલાહ આપી ગયો કે , બાઈ રાખી લેજો, સંભાળજો વિ…………. પણ સાથે ન લઈ ગયો. માસી ને ધનની કમી નથી પણ પાછલી ઉંમરે બે છોકરા હોવા છતા એકાકી જીવન વિતાવે છે. એતો એમના સ્વાધ્યાય ના બહેનો દર બે દિવસે આવી ખબર કાઢી જાય છે અને પાડોસી ઓ સારા છે એટલે ટકી રહ્યા છે. ગયા અઠવાડીયે તેમની જોડે ફોન પર વાત થઈ અને ૧૨ મીનીટ ની વાત મા ૧૦ મીનીટ તેઓ રડયા. મારુ હદય ખુબ રડ્યુ પણ તેમના ફેમીલી મેટર મા બોલવા નો હક્ક ન હોવા ને કારણે ચુપ રહેવુ પડ્યુ. પણ જયારે કુન્દનિકાબેન કાપડીઆ ની વાર્તા અહીં પ્રસ્તુત થઈ જેમા માની જે દસા બતાવવા મા આવી છે તેવી જ દસા માસી ની છે એટલે અહીં શેર કરતા મારી જાત ને રોકી ન શકી.

  • જગત દવે says:

   ઉપરની વાર્તા કરતાં આપની સત્યઘટના વધારે સ્પર્શી ગઈ. વાર્તાની નાયિકા કરતાં આપના ‘માસી’ ની પરિસ્થિતી વધારે સહાનુભુતિ ને પાત્ર છે. માસી અને તેમનાં બંને પુત્રો દરેક તેમની પરિસ્થીતિ ને આધીન મજબુર છે.

   આજની જીવન-વ્યવસ્થા જોતાં આપણે આપણી જીવન-સંધ્યાએ ઘણી ‘માયાઓ’ (અપેક્ષાઓ) ત્યજવાં તૈયાર રહેવું જોઈશે.

   મનને આવી પરિસ્થીતિઓ માટે અત્યારથી જ મજ્બુત બનાવવાનું આરંભ કરી દેવું જોઈશે.

   સમય જતાં આ પ્રકારની સમસ્યાઓ નો વ્યાપ વધતો જવાનો છે. કારણો ધણાં છે ને ઊકેલ બહું થોડા છે.

  • Bhavin says:

   ur story is more touchy …..

  • જય પટેલ says:

   તૃપ્તિ

   આપના બૉસની પત્નિની દયનીય હાલત તેમના કઠણ કાળજાંના પુત્રરત્નોને પણ પિગળાવી શકી નહિ.
   વિશ્વ વિદ્યાલયનું ઉચ્ચ શિક્ષણ પણ તેમને કેળવવામાં નિષ્ફળ નીવડ્યું.
   આપ બની શકો તો અવાર-નવાર તેમના સંપર્કમાં રહેશો. બે-ત્રણ મહિને એક બાર રૂબરૂ મળો તો
   તેના જેવું રૂડું કાંઈ નહિ. રૂબરૂમાં મળ્યાનો આનંદ તેમને જેટલો થશે તેનાથી બમણો આપને થશે.

   વડિલોના આશિર્વાદથી તો બ્રહ્માજીનું શાસન પણ ડોલી ઉઠે.

   • trupti says:

    જ્ય,
    તમારા પ્રતિભાવ બદલ આભાર. જયારે પણ સમય મળે છે ત્યારે હું માસી (મારા કું મા જોઈન્ટ થયા પછી ખબર પડી કે તેઓ મારી મમ્મી ના પિયર ના પડોસી હતા અને અમો બેવ એકજ ન્યાત ના છીએ માટે આ સંબધે અને મારા બોસના પ્રેમાળ સ્વભાવ લીધે હું હંમેસા તેમને માસી ના નામે સંબોધીત કરુ છું.) ને ફોન મારફત ખબર પુછી લઈ છું જવાનું હવે મારી વધતી જતી જવાબદારી ઓ ને લીધે ઘણુ ઓછુ થઈ ગયુ છે. તમે નહીં માનો જ્યારે માસી જોડે મારી વાત થઈ અને ફોન મુક્યા પછી હું ઓફીસમા હતી છતા પોંકેપોંકે રડી છુ. મને ગુસ્સો પણ ઘણો આવ્યો અને મોટા ને ફોન કરવા નો વિચાર આવ્યો અને નાનાને લંડન મેલ કરી ને હકીકત જણાવવાનુ મન ક્રર્યુ અને નાના ને મેલ ડ્રાફ્ટ પણ કર્યો પણ મોકલી ન સકી કારણ મને લાગ્યુ કે કદાચ માસી ની તકલીફો કદાચ વધુ વધી જસે જો તેમના દિકરા અને કદાચ વહુઓ તેમની જોડે ઝગડસે તો? હું તેમને મારી જોડે રાખવા પણ ત્યાર છું પણ તેઓ મને દિકરી માને છે ને આજ સુધી તમને મારે ત્યાંનુ પાણિ પણ નથી પીધુ. અને આપણો ક્રુર સમાજ તો ઉભોજ છે, જે કોઈ ના આંસુ તો નથી લુસી સકતો પણ બીજાને પણ એમ કરતા રોકે છે.

    • Gopal Shah says:

     ત્રુપ્તિ બેટા,
     તમારે કદાચ નો સહારે તમારો નિર્ણય ન કરવો જોઇએ… એ નુ કારણ છે – તમને નથિ ખબર કે તમારા પત્ર ને મળ્યા પછી, નાનો પુત્ર લંડન થિ આવશે અને શુ કરશે…. તમે ફક્ત એમ માની ને બેસી ગયા કે તમારા ઘર નો મામલો નથિ…. તો તમે મને કહો તમે શા માટે તેમને “માસી” કહી સંબોધો છો? માસી નો અર્થ થાય – મા જેવી – શુ તમે તમારા મા જેવી – અથવા તો મા સમાન સ્ત્રી પર અન્યાય થતો જોઈ ને આંખો બિજિ બાજુ કેમ કરી શકો? તમે હંમેશા માટે કહેતા (લખતા) હો છો કે સમાજ ને બદલ વા ની જરૂર છે – સ્ત્રી નો ઉધ્ધાર કરવા ની જરૂર છે…. અને તમેજ આ અન્યાય જોઈ ને ચુપ બેસી રહ્યા છો? એટલે જ કોઈ એ સાચુ કહ્યુ છે કે સ્ત્રી પોતે સ્ત્રી જાત ની સૌથી મોટી દુશ્મન છે… તમારી સામેજ – તમારી ઓળખાણ માં એક સ્ત્રી ને બચાવવાનો અને સમાજ બદલવા નો મોકો છે અને તમે તેને જતો કરો છો? શા માટે? ફોન મુકી ને રડવાથી કશુ નથી થતુ – તમે ફક્ત તમારો મનનો ભાર હલકો કરો છો – જરા એ સ્ત્રી નુ વિચારો કે તે ને શુ થતુ હશે!!!! ન કરે નારાયણ પણ શુ તમે તમારી માતા ને પણ આમજ ફોન કરશો? કારણકે લગ્ન પછિતો મા-બાપ નુ ધર એ પારકુ અને પિયર થયું! – મારુ માનો – ફોન કરો અને પત્ર લખો અને લંડન મોકલો – સમાજ સુધારા ની શરુઆત તો કરો – ભલે દોડ ખતમ ના થાય પણ શરૂ તો થશે!

     • trupti says:

      ગોપલકાકા,

      તમારી હિંમત આપવા બદલ ખુબજ આભાર. તમે કહ્યુ એ પ્રમાણે મે જે નિર્ણય માસીનો ફોન મુક્યા પછી લીધો હતો અને તમના ઘરમા ઝ્ગડા ન થાય માટે અમલ મા નહતો મુક્યો તે હવે જરુરથી મુકીસ.

    • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

     તૃપ્તિબહેન,

     તમારી માસી માટેની લાગણી અને પ્રેમ ને શત શત વંદન. જે બીજાનુ દુઃખ અનુભવી શકે તેજ સાચો માનવી. “વૈષ્નવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે….”

     • Chirag says:

      માફ કરજો ચેતન ભાઈ, પીડ પરાઈ જાણવાથી કોઇ વૈષ્ણવજન નથી થતુ – પીડ પરાઈ જાણી એને મીટાવી ખરા વૈષ્ણવજન થવાય છે…. ગાંધીજી નિ લાઈનો લખવાથી ગાંધીજી ન બનાય – પણ એ આચરણ મા મુકવાથી ગાંધીજી જેવુ બનાય…

     • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

      ચિરાગ ભાઈ,

      મે “વૈષ્નવ જન તો તેને રે કહીએ” એનુ ઉદાહરણ નરસિહ મહેતાના ભજન/પ્રાર્થના તરીકે આપ્યુ હતુ. ગાંધીજીના આર્દશ જવન મા મુકવા અને તેના પર ચાલવુ તે કાઈ સહેલી વાત નથી. અને દરેક વ્યક્તિની એક મર્યાદા હોય છે અને તેથીજ જીવન્મા એવી પણ ક્ષણ આવે છે જેમા મનુષ્ય લાચાર બની જતો હોય છે. તમે જે પ્રમાણે કહુ તૃપ્તિબહેન ને એ કાઈ એટલુ સહેલુ નથી. અને તમને શુ લાગે નાનાને એના માતાની આ સ્તિથી ની કાઈ જ ખબર નહી હોય. શુ એ લંડનથી ફોન કરી સમાચાર નહી પુછતો હોય. મે ફક્ત તૃપ્તિબહેનની લાગણી ને નમન કર્યા છે. તમે કદાચ તેનો અલગ અર્થ લીધો છે. તેથી અહી મારો મંતવ્ય સ્પષ્ટ કરુ છ્ આમા ચર્ચાને અવકાશ નથી.

     • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

      નિરજભાઈ,

      તમારા પ્રતિભાવનુ સન્માન કરુ છુ. ચર્ચાને અવકાશ નથી લખવાનુ કારણ એટલુજ કારણક અર્થ વગરની ચર્ચા અને વાદ્-પ્રતિવાદ કરી મારે કોઈની લાગણી નથી દુઃભાવવી. તમે કોઇનુ ભલુ ના કરી શકો તો કાઈ નહી પણ કોઈનુ અપમાન તો ન કરવુ જોઇએ એવુ મારુ માનવુ છે. મે ચિરાગભાઈની વાત બરાબર સમજી છે. મે ક્યાય મારા પ્રતિભાવમા ગાંધીજી ના આર્દશ નુ ઉલ્લેખ નથી કર્યો. મે ફક્ત એક ભજનની પંક્તિ જ લખી છે. અને મારા મતે તમે કોઈને થોડી આર્થિક મદદ કરી શકો, પણ જે વ્યક્તિ પર અન્યાય થતો હોય તેણે પોતેજ હિંમત દાખવી એનો સામનો કરવો રહ્યો. દા.ત. જો તમારી બાજુમા પતિ-પત્ની ના ઝગડા થતા હોય અને જો એનો પતિ તે સ્ત્રીને ખુબજ મારતો હોય, તો તમે શુ કરશો? તમે પત્નિની સંમતિ વગર પોલિસમા ફરિયાદ કરશો? પત્નિ જ્યા સુધી પોતે તૈયાર નહી થાય ત્યા સુધી તમે કાઈ નહી કરી શકો. માટેજ કહ્યુ કે દરેકની એક મર્યાદા હોય છે. અને જો મદદ કરો તો એ રીતે કરો કે એને બીજી કોઈ તકલીફ ના પડે. અને મદદ નો કઈ ઢંઢેરો પીટવાનો ના હોય.

 6. urmila says:

  આ તો અત્યારે ઘર ઘર ની કહાની છે – બાળકોનો મોટા કરતા સંસકારમાં ખામી છે – યા તો educational સિસ્ટમ માં ખામી છે – કયારેક માબાપ ની ભૂલ હોઈ છે -કયારેક બાળકો મોટા થતા હોઈ ત્યારે તેમને તેમની જવાબદારી નું ભાન નથી હોતું – તૃપ્તિબેન ની સત્ય ઘટના વાંચી ને દિલ માં હલચલ મચી ગઈ – નાનો દીકરો આવ્યો કારણકે એ માં ને પ્રેમ કરે છે – માં માટે લાગણી છે – આ દુનિયા માં ‘સબસે ઉંચી પ્રેમસગાઇ છે’

 7. કલ્પેશ ડી. સોની says:

  દીકરા-વહુને જેની હાજરી નથી ગમતી એવી વૃદ્ધા પોતાની વાત આ વાર્તામાં કરે છે. તે જણાવે છે કે તેના પતિએ પણ તેને પ્રેમ ન કર્યો એટલે પતિના મૃત્યુથી એને કાંઈ ગુમાવવા જેવું ના લાગ્યું. શું વૃદ્ધાએ એના પતિને પ્રેમ કર્યો હતો? જો કર્યો હોત તો મૃત્યુની ઘટનાથી એને ‘કંઈક ગુમાવ્યું છે’ એવું લાગ્યું હોત. પરંતુ એને પ્રેમ કરી શકાય એવું એનામાં કાંઈ નહિ હોય ! વૃદ્ધાને મન પ્રેમ એ હૃદયની સહજ લાગણી નથી. વળી, તે માને છે કે પ્રેમ એ વહેંચવાની નહિ પણ મેળવવાની બાબત છે કારણ કે વાર્તામાં એમ જણાય છે કે દીકરો-વહુ એને પ્રેમ નથી કરી રહ્યા. વૃદ્ધા દીકરા-વહુને પ્રેમ કરી રહી છે કે નહિ એ વાર્તામાંથી જાણવા મળતું નથી. પોતાના જણેલાં દીકરાનો ઉછેર કરતી વખતે તેમજ પતિ પ્રત્યેની જવાબદારીઓ અદા કરતી વખતે પતિનો પ્રમ ના મળ્યો ન હોવાથી વૃદ્ધાને પાનખરનો અનુભવ થયો એવું તે કહે છે. શું તેને દીકરાના ઉછેરનો કોઈ ઉમંગ ન હતો? તો પછી આટ-આટલા દુ:ખોની વચ્ચે કામવાળીના બાળકને તે શી રીતે પ્રેમ કરી શકે છે? કાંઈક ગડબડ છે, વાર્તાની નાયિકામાં કે પછી . . .

  • જગત દવે says:

   કલ્પેશભાઈઃ

   આપના અભિપ્રાય સાથે શબ્દસહ સંમત.

  • Veena Dave.USA says:

   કલ્પેશભાઈ, તમારી વાત સાચી.

  • જય પટેલ says:

   શ્રી કલ્પેશભાઈ

   કાંઈક ગડબડ છે…વાર્તાની નાયિકામાં કે પછી..
   મારી દ્રષ્ટિએ વાર્તામાં કાંઈ ગડબડ નથી…પ્રસ્તુત વાર્તા અર્વાચીન સમાજનું પ્રતિબીંબ જ છે.
   સમાજમાં ઘણીવાર એવું બને છે પતિ-પત્નિનો પ્રેમ એકતરફી બંન્ને પક્ષે હોય છે.
   વાર્તાની નાયિકા પતિ પ્રેમથી વંચિત છે અને જ્યારે પોતાનો જીવનસાથી જ
   પ્રેમનું ઝરણું ના વહાવતો હોય તેવી સ્ત્રીની કલ્પના કરવી અઘરી નથી…!!
   પ્રેમશુષ્ક પતિ જીવીત હોય કે ના હોય બહુ ફર્ક ના પડે. સ્ત્રીની સમગ્રતામાં પતિનો પ્રેમ પાયામાં છે
   જ્યાં પ્રેમનો પાયો જ નથી ત્યાં પતિના જવાથી કોઈ બહુ ઝાઝો ફર્ક ના પડે.

   બાળક પર વ્હાલ વરસાવવાની ક્રિયા વૃધ્ધો માટે સહજ હોય છે.

 8. Nimesh says:

  માં ના ચરણો માં સ્વર્ગ છે.
  પણ જે દિકરાઓ માં ને ઘરમાં પાલતુ પ્રાણી ના જેમ રાખે છે ત્યારે શું એ દિકરાઓ જીવન માં ખુશ રહી શકે?
  જવાબ છે હાં
  કારણ કે માવતાર કદી પણ કમાવતર નથી થતી.
  પણ હાં ભગવાન નારાજ થાય છે અને એવા દિકરાઓ ને સજા કરે છે.

  લેખિકા નો ઘણો આભાર.
  નિમ્સ

  • Chirag says:

   નિમિશ ભાઈ,

   હુ તમારી સાથે ૧૦૧% સંમત છું. અરે તમે પ્રાણી ની જેમ કહો છો – મેતો વિદેશો માં એવા દાખલા પણ જોયા છે અને એક પરીવાર ની સાથે મારા માતા-પિતા ના સારા સંબંધો હતા – પરંતુ જે એ લોકો એ એમના માતા – પિતા સાથે કર્યુ તે પછી તો મારા માતા – પિતા એ એમને ખુબ લઢ્યા અને સંબધ તોડિ નાખ્યો…. એ લોકો એ એમના રીટાયડ માતા – પિતા ને ભારતથી અહી (Atlanta, GA – USA) બોલાવી – નોકરોની જેમ રાખવા માડ્યા… જ્યારે પણ મારા માતા-પિતા એમને મળવા જાય ત્યારે એ લોકો ખુબ સારો દેખાવો કરે – બિચારા માતા – પિતા શુ બોલે? અંગ્રેજી આવડે નહી અને અહિના કાયદા-કાનુન ની ખબર નહી – બિચારા જુલમ પર જુલમ સહન કરે રાખે…. એક દિવસ તેઓ મારા માતા – પિતા ને મંદીર મા મળ્યા અને બધિ વાત હીમત કરી કહી દિઘિ…. મારા માતા – પિતા તેમને અમારી ઘરે લઈ આવ્યા અને રાખ્યા… એ લોકો ના સારા નસીબે જ્યારે અમે ત્રણે ધરે નહોતા ત્યારે છોકરો-વહુ એમને અમારે ત્યાંથી લઈ ગયા…. પછિ તો એમનો કોઈ સંપર્ક ન મળે – રહેવા માટે એક ઓરડિ આપી હતી અને એના એજ જુના ફાટેલા કપડા…. અને એક દીવસ જ્યારે માં-બાપ ની જરૂર નહી રહી હોય ત્યારે – એમને મોલ મા મુકી ને જતા રહ્યા… બિચારા સવાર થી સાંજ સુધિ બેસી રહ્યા – ખાધા પિધા વગર – જ્યારે સાંજે કોઈ પોલીસ ઓફીસરે એમને પુછ્યુ ત્યારે ખબર પડિ કે આલોકો ને અંગ્રેજી નથિ આવડતુ – નસીબ જોગે એક ભારતીય મુસલમાન ભાઈએ અમને ફોન કરી ત્યાં બોલાવ્યા અને અમે એમને લઈને ઘરે આવ્યા… હવે તમે કહો શું કરવુ આવા સંતાનોનું???? નર્ક માં પણ જગ્યા નહિ મળે એ લોકો ને….

 9. Chintan says:

  સુંદર સામાજીક વાત.
  આપણી આસપાસમાં જોઈ શકાતી વાત કહી છે.

 10. This is not a story but actual reflection of whole society –let it be east or west –every where –the same story and yes –i found one more writer –ત્રુપ્તિ બેન –તમે પન વાત લખવાનિ start karo —what is important is an eye to notice such situations –my daughter has a American lady friend of sixty years old(still she is doing job –has two sons one in higher secondary and one in college –she is divorced –yet do not complain of her husband ) –but she thanks god –in fact gives some voluntarily seva in social ans spiritual work –she says –see god in each one who comes in contact with you –i told her that you are higher than any spiritual guru —

  • Veena Dave.USA says:

   સરસ કોમેન્ટ્.

  • trupti says:

   યોગેસભઈ,
   તમારા પ્રતિભાવ બદલ આભાર, પણ મારી તમને એક વિનંતી છે કે તમે બહેન ના નામે સંબોધીત કરી મને શર્મિત નકરો કારણ મારા મતે તમે મારા પપ્પાની વયના છો.

 11. nayan panchal says:

  સુંદર વાર્તા છે.

  ઘણીવાર વૃધ્ધો પણ નાના બાળક જેવા બની જાય છે. તેમને પણ પ્રેમ, લાગણી અને અટેન્શન જોઈએ છીએ. સતત અવગણનાની પીડાથી પીડાતી આ વૃધ્ધા એટલે જ એક નાના બાળકની સ્હેજ અમથી લાગણીથી આટલી આનંદિત થઈ ગઈ.

  સંતાનો એમ સમજે છે કે માતાપિતાને રહેવાનુ, સમયસર ભોજન આપી દીધુ એટલુ પૂરતુ છે, પરંતુ એમ નથી હોતુ. ઘણા પતિઓ એમ સમજે છે કે ઘર સાચવવુ, સંતાનો પેદા કરીને મોટા કરવા એ પત્નીની ફરજ છે, એમા નવુ શું કર્યુ? સમયાંતરે આવી સ્ત્રીઓની હાલત માજી જેવી જ થાય છે.

  માજી જેવાઓને સલાહ આપી શકાય કે વૃધ્ધાવસ્થામાં બધી મોહમાયા છોડીને પ્રભુનુ નામ ભજો, નિજાનંદમાં મસ્ત રહો, એકલતાને માણો… વગેરે વગેરે. પરંતુ એ તો જેને રામબાણ વાગ્યા હોય તે જ જાણે.

  આભાર,
  નયન

 12. Mital Parmar says:

  લાગણીસભર વાર્તા

 13. Veena Dave.USA says:

  સારી વારતા. કડવી વાસ્તવિકતા લેખિકાએ લખી છે.
  પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અને સારી માનસિક સ્થિતી મા પાછલી ઉમર પસાર કરવા ઉમરના એક ચોક્કસ તબક્કાથી મનને તૈયાર કરવુ એ જ સારો ઉપાય છે.

 14. સરસ વાર્તા. સમાજમાં સતત આપ્રકારના કિસ્સાઓ જોવા મળે છે.
  તૂપ્તિબેને જે સત્યવાત કહી છે , એવુ લાગે આ જ રીતે કેટ્લાયે માબાપ આજ દશામાં હશે. વૃદ્ધ માબાપ પોતાની આખી જિંદગી પોતાના બાળકોને માટે કુરબાન કરે છે. નિઃસ્વાર્થ પ્રેમ આપે છે. પાછલી ઉંમરમાં પોતે એજ પ્રેમ માટે તરસે છે. ફેરફાર કેટલો લાવી શકાય ખબર નથી. પરંતુ લેખિક બેન ની વાર્તા અને તૂપ્તિબેનની સત્ય ઘટનાથી જરુર લોકોને વિચારતા કરશે એવુ લાગે છે.
  કુન્દનિકા કાપડિયા મારા પસંદગીના લેખકો માના એક છે.
  તૂપ્તિબેન નો ખાસ આભાર્
  કીર્તિદા

  • trupti says:

   કિર્તીદાબહેન,

   તમારા પ્રતિભાવ બદલ અને આભાર વ્યકત કરવા બદલ આભાર.

 15. કલ્પેશ ડી. સોની says:

  ભારતીય સંસ્કૃતિની આશ્રમ વ્યવસ્થા અંગે વિચારો : બાળકો તપોવનમાં ગુરુના ઘરે રહીને ભણતા(બ્રહ્મચર્યાશ્રમ). તેથી યુવાન મા-બાપો લગ્નજીવનનું સુખ માણી શકતા(ગૃહસ્થાશ્રમ). જે વડીલોએ બાળપણમાં થીયરીકલ નોલેજ મેળવ્યું છે અને એના આધારે યુવાનીમાં રુપિયા કમાવીને પ્રેક્ટીકલ નોલેજ મેળવ્યું છે તેઓ પોતાનું અનુભવરૂપી ભાથું તપોવનના બાળકોને શિક્ષણ રુપે વહેંચતા. તેથી વડીલો પણ યુવાન દીકરા-વહુને નડતા ન હતા. ટૂંકમાં કહેવું હોય તો દાદા-દાદી પૌત્રો-પૌત્રીઓને ભણાવતા, પણ તપોવનમાં રહીને ! આજે એક જ ઘરમાં ત્રણ-ત્રણ કે ચાર-ચાર આશ્રમ ચાલે છે. પછી ડખો જ થાય ને ! વ્યવસ્થા તૂટી તેથી વિકૃતિ આવે જ. પરિણામ શું આવ્યું? ઘોડીયાઘર અને ઘરડાંઘર. હવે એક-બીજા પર આક્ષેપ કરવાનો કોઈ અર્થ છે ખરો?
  આ આશ્રમ વ્યવસ્થાના આધારે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુમ્બ જેવું કંઈ છે જ નહિ ને વળી રિટાયરમેંટ પણ નથી. પોતાની વયના માણસો કે જેઓના રસ-રુચિ એકસરખા છે, તેઓ સાથે રહેવું મનોવૈજ્ઞાનિક છે.

 16. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  કુન્દનિકા કાપડીઆ એક ખરેખર મહાન લેખિકા છે. તેમની પ્રખ્યાત કૃતિ “સાત પગલા આકાશમાં” માટે તેમને ૧૯૮૫ માં “સાહિત્ય એકેડ્મી એવોર્ડ” થી તેમને સન્માનિત કરવામા આવ્યા હતા. તેમની લેખન શૈલી ખુબ જ આગવી અને સુંદર છે. આ કથાવાર્તામા નાયિકાના મનોઃદશાનુ વર્ણન ખુબજ સુંદર રીતે રજુ કર્યુ છે.

  નાયિકા ઉંમરના પાછલા પડાવ પર છે. આ અવસ્થામા જીવનસાથીની હુંફ ખુબજ મહત્વની છે. પણ નાયિકાના પતિનુ અવસાન થઈ જાય છે. પણ જેમ આગળ કહયુ તેમ પતિની સાથેનુ જીવન એટલુ ઉષ્માથી ભરેલુ ન હતુ. અને એટલી હદ સુધી કે પતિના મૃત્યુની ઘટનાથી “કઈ ગુમાવ્યુ છે” તેવી લાગણી ન થઈ. પણ ખરેખર તો નાયિકાનુ સર્વસ્વ લુટાઇ ગયુ હતુ. આ સંદર્ભે એક વાત વિચારવી રહી કે આ કુટુંબમા પતિ-પત્નિના, પિતા-પુત્રના, માતા-પુત્રના સંબધો કેવા રહયા હશે એ જાણવુ ખુબજ મહત્વનુ છે. જ્યારે પતિ તરફથી એ પ્રેમ અને ઉષ્મા ન મળ્યા તો તેમના એ વ્યવહારની અસર તેમના પુત્ર ના માનસ પર જરુર થઈ હશે. આવા ઘણા બધા પાસા તપાસવા રહયા. બાકી નાયિકાના એંકાકી પાત્ર પર અને વર્ણવેલી પરિસ્તિથી પરનુ અવલોકન ઉચિત નહી ગણાય. પણ એટલુ કહી શકુ કે મા-બાપ ના અગણિત ઉપકાર છે આપણા પર અને એમની સાથે આવુ અણછાજતુ વર્તન તો કયારેય ન કરવુ જોઇએ.

  તૃપ્તિબહેને કહેલી સત્ય હકીકત વાંચિ મન દ્રવી ઉઠ્યુ. જ્યારે પાછલી વય મા જીવનસાથી ની હુંફ નથી રહેતી ત્યારે તો સંતાનની જવાબદારી ઓર વધી જાય છે. એ માને પ્રેમ, હુંફ, લાગણી આપવાને બદલે આવો વ્યવહાર મા જોડે કર્યો એ ખુબજ દુઃખની અને શરમની વાત છે. એવા કપુત માટે ફક્ત એકજ પંક્તિઃ

  પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયા
  મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા …

 17. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તામાં નરી આંખે ના દેખાય તેવા સામાજિક પરિવર્તનનો અણસાર છે.

  મૂડિવાદી ભરડો ગુજરાતના સામાજિક જીવનને બેરહમ રીતે ભરડી રહ્યો છે.
  યુવાપેઢીના આયામો ઝડપથી બદલાઈ રહ્યા છે. જીવનના અમુલ્ય મુલ્યો મુલ્ય વિનાનાં થઈ ગયાં છે.
  આજથી વીસ વર્ષ પહેલાં બે આંખની શરમ સમાજમાં ઠેર ઠેર જોવા મળતી અને આજે બેશરમ બની
  ઘરડાંધરના સર્જનમાં પરિણમી છે.

  મા-બાપ માટે એક જ સંદેશો છે.
  જીવનની ઉત્તરાવસ્થામાં મિત્રોની સંખ્યા વધારો….કટુવચન બોલવાનું ટાળો….હાથ થોડો છૂટો રાખો.
  જીવનના અંત સુધી સૂત્રો તમારા નિયંત્રણમાં રાખો જે દિવસે લાગણીમાં તણાઈ ઢીલા કર્યા
  તે જ દિવસે ઘરડાંઘરનું બુકીંગ પાક્કું…..અને આજે તો તેમાંય વેઈટિંગ લિસ્ટ ચાલે છે..!!

  પ્રસ્તુત વાર્તામાં નાયિકા સમગ્ર જીવનમાં પ્રેમ…..હુંફથી વંચિત રહી છે.
  જે પતિ પોતાની પત્નિને માન…સન્માન…હુંફ…પ્રેમથી નવાજતો હશે તેના પુત્ર રત્નો ઓછા-નાલાયક
  હોવાની સંભાવના ખરી…..મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સંશોધનનો વિષય છે ખાસ કરીને
  આપણા ગુજરાત માટે ખાસ કારણ કે આપણે ઘરડાંઘરમાં પણ નંબર….૧ છીએ…!!!

  સાત પગલાં આકાશમાં….સામાજિક નવરચનાનો દિશાનિર્દેશ કરતી નવલથી સુશ્રી.કુંદનિકા કાપડિયા
  સમગ્ર ગુજરાતમાં જાણીતાં થયાં.

 18. Veena Dave. USA says:

  આ વારતા જેવી બાબતે હમણા ઘણો ઉહાપોહ છે.
  આવા કેટલા કિસ્સા અને બીજી તરફ મા-બાપને સરસ રીતે રાખતા કેટલા કિસ્સા.
  સંતાનોને કાંકરિયા પણ ના બતાવી શકનાર મા-બાપને પરદેશની ટૂર કરાવનારા સંતાનો, પરદેશથી અઢળક પૈસો મોકલીને ઘર્-ગાડી અપાવનાર સંતાનો, માંદગી-ઓપરેશનમાં ખડે પગે ચાકરી કરનાર, વગેરે વગેરે ……..આવા સંતાનો માટે પણ લેખ લખાવા જોઇએ.
  આ ઘરડા વ્યક્તિઓએ તેમના મા-બાપને કેવી રીતે રાખેલા એ જરા તપાસવાનુ.
  એક સાસુ-સસરા વહુને પોતાની સાથે રાખવાની ( પતિથી દૂર્ )ફરજ પાડે છે પરંતુ એ સાસુની સાસુએ તેનાપોત્રને ૧૦/૧૨ વષૅના કરીને આપ્યાછે તેની સંભાળ લેવા જવાની દરકાર નથી કરતા અરે વહુને વેલેન્ટાઈન ડે ને દિવસે તેના પતિને મળવા જવા ના દીધી.
  હમણા ૬૦ વષૅની આસપાસનાને ફરીથી ફરવાનો,મઝા કરવાનો શોખ જાગ્યો હોય એવુ દેખાય છે. તે સારુ જ છે પણ અરે પોતરાને લેસન કરાવવુ, વારતા કહેવી, વહુને શાક સમારી આપવુ, કોઇ વખત પોતરા સંભાળી દિકરા વહુને પિક્ચર જોવા મોકલવા… વગેરે વગેરે કરો પછી જુઓ જીવવાની મઝા….
  એક બહેનનો પતિ અમદાવાદના પ્લેન ક્રેશમા મૃત્યુ પામેલ્ બહેન યુવાન વયના હતા. સાસુ સસરાએ ફરી પરણવાની વાત કરી પણ તેણે સાફ નાપાડી કે એકના એક દીકરાના માબાપ ને કોણ સંભાળશે? આ પણ આપણા જ સમાજની વાત છે.

  • Jagruti Vaghela U.S.A. says:

   વિણાબેન,
   તમારી વાત સાચી છે. દરેક સિક્કાની બે બાજુ હોય. લોકો એકજ બાજુનો ઢ્ંઢેરો કેમ પીટે છે ?

  • trupti says:

   વિણાબહેન,

   સિક્કાની બે બાજુ હોય છે અને તાળિ પણ એક હાથે નથી વાગતી. સિક્કાની બીજી બાજુ બતાડવા બદલ આભાર.

  • hiral says:

   સંતાનોને કાંકરિયા પણ ના બતાવી શકનાર મા-બાપને પરદેશની ટૂર કરાવનારા સંતાનો, પરદેશથી અઢળક પૈસો મોકલીને ઘર્-ગાડી અપાવનાર સંતાનો, માંદગી-ઓપરેશનમાં ખડે પગે ચાકરી કરનાર, વગેરે વગેરે ……..આવા સંતાનો માટે પણ લેખ લખાવા જોઇએ.

   ૧૦૦% સહમત.

   સારા દાખલા જોવા , સાંભળવાથી, વધુ સારી પ્રેરણા મળે છે.

   બાકી એવા વડિલો પણ છે, જેમને સદંતર રડવાની જ આદત હોય. ક્યારેય એમની પાસે, અનુભવી વાતો , પ્રેમ ના બે શબ્દો, કે સોમ્ય વ્યકિત્વ નો અનુભવ ના થાય.

   દરેક વર્તમાન પાછળ ક્યાંક ભૂતકાળ પણ જવાબદાર હોય જ.
   જે લોકો ઘર માં હળી-મળી ને સંપીને રહે છે, એવા વડીલોનું વર્તમાન વલણ અને એમનો ભૂતકાળનો સ્વભાવ પણ જોવા અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. મારા દાદી ને દરેક જણ પ્રેમથી આગ્રહ કરીને રાખતા. દીકરો બહુ જુવાન વયે મ્રુત્યુ પામેલો, પણ વહુ, એમના દીકરા, ૫ દીકરી-જમાઈ એમના સ્ંતાનો બધા એમને આગ્રહ કરીને , પ્રેમથી રાખતા.

 19. સુંદર હ્રદયસ્પર્શી વાર્તા

 20. Sunita Thakar(UK) says:

  કુન્દનિકાબેન કાપડિયા ની દરેક વાર્તા આપણા સમાજ નો અરીસો છે. જીન્દગી ની દોડ મા માણસ ક્યારેક પાછુ વાળી ને જોવે તો તેને અહેસાસ થાય કે તે કોઈક ના આન્સૂ નુ કારણ છે.

 21. Amrut prajapati. says:

  very very good.

 22. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  વાર્તા ફરી વાંચી. તૃપ્તિબહેને લખેલી સત્યકથા ફરી વાંચી. તેના પરના વાચકમિત્રના પ્રતિભાવ પણ વાંચ્યા. તો વીણાબેન દવેએ બતાવેલી સિક્કાની બીજી બાજુ પણ જોઇ. તૃપ્તિબહેનની માસી માટેની લાગણી અને પ્રેમ ને શત શત વંદન. જે બીજાનુ દુઃખ અનુભવી શકે તેજ સાચો માનવી. “વૈષ્નવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે….”

  આજ આપણા સમાજનુ પ્રતિબિંબ છે. આપણે સમાજમા નાયિકા અને “માસી” જેવી ઘણી સ્ત્રી મળી આવશે. તો શુ તેમણે આખુ જીવન બસ ઘુંટાઈ ઘુંટાઈને જીવવાનુ???? આખુ આયખુ પતિ તરફથી પ્રેમના મળ્યો. વૃધ્ધાવસ્થામાં સંતાન તરફ્થી પ્રેમ અને લાગણી ના મળ્યા. તો શું આખુ જીવન આમ નિઃશાસા નાખી અને પોતાની જાતને કોસીને પુરુ કરવાનુ????? શુ આખી જીંદગી એણે એક ઓરડાના અંધારા ખુણામા રોઈને વીતાવવાનુ???

  નાયિકાએ થોડા મક્કમ બનીને મહત્વના નિર્ણય કરવા રહ્યા. જે ઘરમા પોતે રહે છે એ જો પોતાના નામ પર હોયતો પુત્ર અને તેની પત્ની ને અલગ રહેવાનુ કહી શકી હોત. માનુ છુ કે એક માટે એ બહુ કઠીન છે પણ એવા પુત્ર અને વહુ જેને તેમની મા માટે માન નથી લાગણી નથી તેવા માટે હ્ર્દય પર પથરો મુકવોજ રહ્યો.

  એના પછી વાત આવે જીવન નિર્વાહની. તો નાયિકાએ થોડો સંર્ઘષ કરવો રહયો. ઘણા રસ્તાઓ છે. નાયિકા કોઈ પ્રેમાળ દંપતિને “પેઇંગ ગેસ્ટ” તરીકે રાખી શકે છે. જો રસોઈકળામાં નિપુણ હોય તો તેના વર્ગ ચલાવી શકે છે કે પછી “ટિફીન” બનાવી આપી શકે છે. કે પછી લોકોને ત્યા જઈ રસોઈ પણ બનાવી શકે છે. અથવાતો નાસ્તા વગેરે પણ બનાવી આપ શકે છે. જો બાળકો પર ખુબ જ પ્રેમ હોય તો “ડે કેર” કે બાળમંદિર પણ ચલાવી શકે છે. સીવણ ભરતકામ પણ કરી શકે છે.

  કહેવાનુ તાત્પર્ય એટલુજ કે પોતાની જાતને કોસીને એક બાજુ બેસી રહી અપમાન અને અન્યાય સહન કરવા કરતા આત્મસન્માનથી મહેનત કરી જીવવુ વધારે સારુ છે. વાર્તામા આવી પણ એક બાજુ બતાવી જોઇએ.

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   પ્રિય નિરજભાઈ,

   પ્રથમ વાત એ કે તમારે માફી માંગવાની કોઇ જરુર નથી. મે તમાર પ્રતિભાવને સકારાત્મક અને સહજ લીધુ છે. ફક્ત મને એવુ લાગ્યુકે મારી ભાવના અને પ્રતિભાવનો અલગ અર્થ લેવાયો છે. તેથી જરુરી લાગ્યુ કે મારો જે ભાવ છે તે સ્પષ્ટ કરી દઉ. તમે જો મારી છેલ્લો પ્રતિભાવ વાંચશોતો તમને જ્ઞાત થશે કે મે સમાજ ને બદલવાની વાત કરીજ નથી. મે એમ કહ્યુ છે કે નાયિકા કે સ્ત્રી એ પોતાની જાતને જ બદલવુ પડશે. તમે પહેલા બદલશો તોજ સમાજ બદલાશે. તમે જ પોતાની મદદ ના કરવા માંગતા ન હોય તો બીજા ગમે તેટલુ કરે પણ તેનો કઈ અર્થ નથી. તમે ખાડામા પડો પણ મદદ માટે બુમજ ના પાડો તો ત્યાથી પસાર થનાર તમને શી મદદ કરી શકે છે.
   તૃપ્તિબહેન મદદ કરી કે ના કરી…જો ના કરી તો કેમ ના કરી એતો એજ બરાબર કહી શકે.
   મારા તરફથી તમને જો મન દુઃખ થયુ હોય તો હુ તમારી માફી માંગુ છુ.
   આભાર.

   • trupti says:

    ચેનતભાઈ અને મારા વહાલા બીજા બધાજ વાચકગણ,

    ચેતન ભાઈ એ આગળ કહ્યુ એ પ્રમાણે જ્યાં સુધી જેને અન્ન્યાય થઈ રહ્યો છે તે વ્યક્તિ ની સંમતી ન હોય તો તો આપણે કોઈ કદમ આગળ ન ઉઠાવી શકીયે. માસી ના કિસ્સા મા પણ આમજ થયુ, માસી એ દિકરી જેવી ગણી છે માટે પોતાનુ દુઃખ મારી સામે વ્યક્ત કર્યુ પણ અમુક અંશે તેમનો આંતરીક મામલો છે એટલે તેમા દખલ અંદાજી કરતા પહેલા તેના ઘાત અને પ્રત્યાગાત ને પણ ધ્યાન મા લેવા પડે આ કઈ આપણે કોઈને બતાવવા કે દેખાડો કરવા સમાજસેવા કરવા મેદાને નથી પ્ડ્યા, કોઈના ઘરની શાંતિ અને આંતરિક બાબતનો સવાલ છે કોઈ પણ ખોટુ પગલુ તેમની મુશ્કેલી ઓર વધારી શકે છે. ઘરનો મામલો બહુજ નાજુક હોય છે.
    મારો આસય આ સ્ત્ય હકિકત પ્રસ્તુત કરવાનો ફ્ક્ત એટલો જ હતો કે જે પ્રમાણે લેખીકા બહેને વાર્તા મા પાત્ર આલેખ્યુ છે તેવુ reality મા પણ થાય છે. લાગણી એક વસ્તુ છે અને તેને તમે કેવો અને કેટલો ન્યાય આપો છો કે આપી શકો છો એ બીજી વસ્તુ છે, કારણ સામેની અને સામે વાળાની situation શું છે અને કેવી છે એતો જેણે અનુભ્વ્યુ હોય, જાણ્યુ હોય અને જોયુ હોય તેનેજ ખબર પડે.
    માટે પ્રિય વાચકો આ ચર્ચા અહીંજ ખતમ કરો કારણ મારે શુ ક્યારે અને ક્યાં કરવાનુ છે તેનુ મને પુરે પુરુ જ્ઞાન છે. હું સર્વે વાચકોનો આભાર માંગવા માંગુ છુ જેમણે મને સાચી અને સારી સલાહ આપી છે અને હિંમત જોટાવી છે.

  • hiral says:

   ચેતનભાઈ ની કમેન્ટ ખાલી કમેન્ટ ના રહી અને એમાં ઘણા ઉકેલો પણ છે. પરંતૂ, ઘણું ખરું લોકો ને ઉપાયોમાં ઓછો રસ હોય છે. કેટલાક લોકોને ખાલી રડવું જ પસંદ હોય છે. જુવાન લોકો પણ આજ-કાલ વધુ રડતા જોવા મળશે.
   એમને ખાલી સહાનુભૂતી જ જોઈતી હોય છે. ઊપરની વાર્તામાં પણ એવું જ લાગે છે.

 23. Ashish Dave, Sunnyvale, Califronia says:

  As always a nice story from Kundanikabahen.

  I never go to any parties (unless it is at my work) where my parents are not invited.

 24. RAXA PATEL says:

  સરસ લેખ છે. સૌથી પહેલા વાચક મિત્રો ને વિનંતિ કે કોઈ પણ લેખિકા વિશે જ્ણ્યા વિના તેના જીવન વિશે ના લખી શકો.કુન્દનિકા કાપડિયા એક મહાન લેખિકા છે ‘સાત પગલા આકાશમા’ એમની આ મહાન નવલકથા ને જેણે વાચી છે એમને ખબરજ હશે કે ગુજરતી સાહિત્ય ની એ પહેલી લેખિકા છે જેણે સ્ત્રી ની માનશિક અવસ્થા નુ બ્રુહદ ચિત્રણ કર્યુ છે. નન્દી ગ્રામ મા એમનો આસ્રમ છે.ાઓ એકલતા જેવી સ્થિતિ થી ખુબ ઉપર જીવે છે એમણે તો ફક્ત આધુનિક સમાજ નો આયનો અને આ પાત્ર દ્વારા સમાજ ની એવી હરેક સ્ત્રીની માનશિક એકલતાનુ પ્રતિનિધિત્વ કર્યુ જેઓ વ્રૂધ્ધા વસ્થા ના દ્વાર પર પહોચી ચૂકી છે.
  ભારતીય સમાજ મા સ્ત્રી નૂ મૂલ્ય એ જણીયેજ છીએ.પ્રેમચન્દજી લિખિત ‘નિર્મલા’ ઊપન્યાસ મા નાયિકા નિર્મલા ની નાની બહેન કહે છે કે’તો ક્યા સ્ત્રિઓ કા અપના કોઈ ધર નહી હોતા’ હા સ્ત્રિઓ નુ પોતાનુ કોઈ ઘર નથી ‘ગબન’ ની જાલપા ની જેમ એને બાળપણ થી કહેવામા આવે છે કે તારુ ઘર તો પતિ ના ઘરે છે અને એજ સપનામા મોટી થાય છેપર્ણી ને સાસરે જાય, સારુ હોય તો ઠીક અગર ઝગડો થયો તો તુરંત એને કહેવામા આવે છે તારા બાપાના ઘરે જા. અને ઘડપણમા દિકરાનુ ઘર. જન્મ લે છે એ પોતાનુ ઘર નથી, અને જેમઆ મ્રુત્યુ નુ શરન લેછે એ પણ પોતાનુ નથી. હવે સમય આવી ગયો છે નારી એજ નારી પ્રતિ દ્રષ્તિકોણ બદલવો પડશે.સમાજ મા પરિવર્તન થઈ રહ્યુ છે પણ આશિક માત્રા મા. સંપૂણૅ વિચાર શરની બદલાતા હજી યુગ લાગી જશે.
  રક્ષા પટેલ
  કેનેડાઅ

 25. Chintal says:

  very emotional story but touch to heart………………………….

 26. tamanna says:

  દિક્ર્રા દિપદા બને ત્યરે મા ને લાગ નિ નિ ભિખ મગ્ વિ પદે
  માફ કર જો લખતુ નથિ

 27. kiran mehta says:

  ઉપર ઘણા મિત્રોઍ આ વિષય પર ચર્ચા કરી , મારા મતાનુસાર આધુનિક યુગમા દરેક વ્યક્તિઍ પોતાના બુઠાપાના દિવસો માટે અત્યારથી તૈયારી કરી રખવી જોઇએ. પોતાના ભવી ષ્ય માટે પોતાના નામ પર ઘર, પુર્તુ બેન્ક બેલેન્સ, પોતાની જાતને વ્યસ્ત રાખવા શોખ પણ કેળવવા જોઇએ. આપણા ઘરે આવનાર વહુને દિકરીથી ઓછી ન સમજવી, પહેલેથી મૈત્રીપૂર્ણ સમ્બન્ધ રાખવા જેથી હ્રદયના તાર સન્ધાએલા રહે. વગર પૂછે સલાહ ન આપવી, વગેરે ગુણો અપનાવવા. આજ નુ જનરેશન એટલુ ખરાબ પણ નથી . ઉલટાનુ એ લોકો સમજે છે કે એમને પણ વડીલોની જરુર છે.
  કિરણ મેહતા,
  ન્યુ દિલ્લી

 28. Jatan says:

  સુપર્બ લેખ છે.
  એક વાત કહેવનુ મન થાય્ છે.
  “જાણી જાણિ ને અજાણ્યુ રહિ જવાય છે,
  “નદિઓ પિને પણ ક્યારેક તરસ્યુ રહિ જવાય છે. ”

  -“અમન”

 29. Jatan says:

  સુપર્બ લેખ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.