થોડુંક વિચારીએ…. – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.

આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.

પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.

ઘણા લેખો પર એટલા સુંદર પ્રતિભાવો હોય છે કે તેના કારણે લેખને ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ દુર્ભાગ્યે એવું ઘણું ઓછું બને છે. આપણે ક્યારેક સત્યને પકડવાની જગ્યાએ ‘મમ સત્ય’ને પકડી લેતાં હોઈએ છીએ અને પછી એમાંથી શરૂ થાય છે લાંબી લાંબી ચર્ચાઓ. એ ચર્ચાઓ કરતી વખતે આપણે એ વાત વીસરી જઈએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના અલગ વિચારો હોય છે. દરેક વ્યક્તિ અલગ પ્રદેશ અને અલગ વાતાવરણમાંથી આવે છે. આપણે કંઈ એને અહીં બ્રહ્મજ્ઞાન આપવા માટે બેઠા નથી. ઘણાંને વળી એવું હોય છે કે પોતાને જે કહેવું હોય એ જ કહે છે, લેખ ગમે તે વિષય પર હોય ! કદાચ પહેલેથી જ પ્રતિભાવ તૈયાર રાખ્યો હોય તેમ લાગે ! લેખને અલગ-અલગ લોકોના દ્રષ્ટિકોણથી સમજવા માટે જો કોઈ વાચક ‘50 પ્રતિભાવો’ જોઈને પ્રતિભાવ વાંચવા શરૂ કરે તો તેને વિચારોને બદલે કેવળ ચર્ચાઓ જ મળે ! હાસ્યલેખોને એ સંદર્ભમાં ન સમજતાં ગંભીરવાતો શરૂ થઈ જાય અને ગંભીરલેખો ક્યારેક હાસ્યમાં ખપી જાય. ‘તમે કેપિટલ લેટર્સમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘તમે અંગ્રેજીમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘આ વાર્તામાં આવે છે એ ગાડી ત્રણ વાગે તો બોરીવલી ઊભી જ નથી રહેતી….’ – આ પ્રકારના પ્રતિભાવો અને વિસ્તૃત ચર્ચાઓથી આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ તે સમજાતું નથી.

જેમ જેમ વાંચનનું સ્તર વધે તેમ તેમ વાંચનારનું જીવન સ્તર પણ ઊંચું જવું જોઈએ. આપણું મન વાંચનથી વધારે પરિપકવ થવું જોઈએ. આપણા ચિત્તની શાંતિમાં વધારો થવો જોઈએ. આ કારણે જ રીડગુજરાતી પર એવા લેખો પસંદ કરવામાં આવે છે કે જેમાં આક્રમકતા ન હોય. રાજકારણના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને જીવનના સંઘર્ષોથી આખો સંસાર ભર્યો પડ્યો છે. એ બધું જાણવા માટે આપણી પાસે અનેક સાધનો છે. આપણા જીવનનો ફક્ત એક ખૂણો ચિત્તની શાંતિ અનુભવવા માટે હોય એવો રીડગુજરાતીનો પ્રયાસ છે. પરંતુ આ પ્રયાસમાં સોનામાં સુગંધ તો ત્યારે ભળે કે જ્યારે પ્રતિભાવો પણ એટલા વિચારપ્રેરક અને લેખના વિચારોની સમકક્ષ હોય. કોઈ અન્ય ભાષાના લોકો જુએ તો એને લાગવું જોઈએ કે આ વાચકવર્ગ કેળવાયેલો અને પરિપક્વ છે. રીડગુજરાતી ઉત્તમ લેખોની સાઈટ બને એ સાથે ઉત્તમ પ્રતિભાવોની સાઈટ બને તો કેવું સારું ! અન્ય ભાષાના લોકો આપણને સમગ્રતાથી જોતા હોય છે એ ધ્યાન રાખવું રહ્યું. સાહિત્યમાં પણ ચર્ચાઓ અને વિવાદોને પ્રેરે તેવા અનેક લેખો હોય છે. હું ધારું તો રોજની 100 કોમેન્ટ મળે એવા લેખો મૂકી શકું ! પરંતુ વાદ અને તર્કનું બહુ આયુષ્ય નથી હોતું. લોકોને ઉત્તેજિત કરવાનો મારો કોઈ હેતુ નથી. સરવાળે એ બધી કસરત મનની અશાંતિમાં વધારો કરે છે. સમાજને શાંતિની જરૂર છે. આપણે કંઈ કોમેન્ટના આંકડાઓની પ્રગતિ નથી જોવી. આપણને જીવનની પ્રગતિમાં રસ હોવો જોઈએ. એવા પ્રતિભાવો જ શું કામ લખવા કે જેના પછી અનેક ખુલાસાઓ કરવા પડે ?

એકવાર કોઈ એક વાચકે મને ફોન કરીને ત્યાં સુધી કહ્યું કે ‘આ તમારા રીડગુજરાતી પર કાયમ ચર્ચાઓ જ ચાલ્યા કરે છે ?’ કોઈના મનમાં આપણા વિશે શું છાપ છે એ ત્રીજાને પૂછીએ તો જ ખબર પડે. ‘ઈન્ટરનેટયુગમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને તેનું અધ્યયન’ આવા કોઈ વિષય પર ભવિષ્યમાં રિસર્ચ કરનાર વ્યક્તિ ક્યારેક કશું લખશે ત્યારે આપણા દરેક વર્તનની નોંધ લેવાશે, એટલું આપણે સમજવું રહ્યું. દરેક વાચકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ એનો દુરુપયોગ ન થવો જોઈએ. તત્વચિંતકો કહે છે કે નદી ત્યારે જ પૂજાય છે જ્યારે તે બે કાંઠાના બંધનને સ્વીકારીને વહે છે. સ્વતંત્રતા વિવેક ગુમાવે છે ત્યારે એ સ્વતંત્રતા રહેતી જ નથી. કેટલાકે વળી મને એમ પણ કહ્યું કે હવે અમે પ્રતિભાવ લખવાનું બંધ કર્યું કારણ કે પછી ચર્ચાઓમાં બહુ સમય બગડે છે – આ પ્રકારના કંઈ કેટલાક કારણોથી લેખક યોગ્ય પ્રતિભાવકોને ગુમાવે છે. એક વાર એક લેખકે મને એમ પણ કહ્યું કે “મને આશા હતી કે મારા લેખના વિષય પર તમારી સાઈટના વાચકો પાસેથી કંઈક વધારે વિશ્લેષણ મળશે પરંતુ આશ્ચર્ય એ થયું કે પ્રતિભાવોમાં તો કોઈ બીજી જ વાતો ચાલતી હતી….” હું એમને શું જવાબ આપું ? એવા સમયે ક્યારેક મારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે.

રીડગુજરાતી પર પ્રત્યેક પ્રતિભાવોની નામ, સ્થળ વગેરેની તમામ ઝીણી-ઝીણી વિગતો નોંધવામાં આવે છે. હદ તો ત્યારે થઈ કે આ વિગતો ચકાસતાં એક ભાઈ બે અલગ-અલગ નામે પ્રતિભાવ લગતા નજરે ચઢ્યાં ! પોતાના મતને દ્રઢ કરવા માટે એમને અન્ય નામની જરૂર પડતી હતી ! લાગે છે કે ઈન્ટરનેટને હજુ મનોરંજનના કલેવરમાંથી નીકળતા એક દસકો લાગશે. આટલા સબળ માધ્યમનું આપણે કેટલું અવમૂલ્યન કરતાં હોઈએ છીએ ! એ ભાઈ માટે આ ‘ટાઈમપાસ’ પ્રવૃત્તિ હતી પરંતુ એમના વિચિત્ર પ્રતિભાવોનો જવાબ આપવામાં કોણ જાણે કેટલાય વાચકોનો અમૂલ્ય સમય વેડફાયો. જેમને મન આ પ્રકારનો ઉદ્દેશ હોય તેઓ કૃપયા રીડગુજરાતીથી દૂર રહે તો સારું, એવી નમ્ર વિનંતી. મનોરંજન માટે તેઓને ઈન્ટરનેટ પર બીજી ઘણી સાઈટ મળી રહેશે.

જેમ જેમ ટેકનોલોજી આગળ વધે તેમ તેમ રીડગુજરાતી પર વધુ ને વધુ સુવિધાઓ ઉમેરવામાં આવે છે. આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે આપણી ઉપર છે. જેમ કે પ્રત્યેક પ્રતિભાવોની સાથે ‘reply’ની સુવિધા હોય છે. આ સુવિધાનો હેતુ એ છે કે કોઈ વાચકના વિચારો આપને લેખની સમકક્ષ કે વિચારપ્રેરક લાગે તો આપણે એમને બિરદાવી શકીએ. અથવા તો કોઈ વાચકે કોઈ માહિતી વિશે પૂછપરછ કરી હોય તો આ સુવિધા દ્વારા આપણે તેમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. એને બદલે તેનો ઉપયોગ mp3 ક્યાંથી ડાઉનલોડ કરવી કે ફલાણી વસ્તુ માટે કઈ સાઈટ છે – એવી બાબતોમાં કરવો કેટલો યોગ્ય છે ?

આજના વ્યસ્ત સમયમાંથી લોકો જીવનનો કોઈ અર્થ પ્રાપ્ત કરવા માટે અને ઘડીક માનસિક વિસામો મેળવવા અને સ્વસ્થ વાંચન માટે રીડગુજરાતી પર આવતા હોય ત્યારે લેખનની ગુણવત્તા માટે જેટલી તંત્રીની જવાબદારી છે એટલી પ્રતિભાવો માટે વાચકગણની પણ છે – એમ સ્વીકારવું રહ્યું. મેં અગાઉ પણ ક્યારેક કહ્યું હતું કે રીડગુજરાતી કોઈ બિઝનેસ કે કંપની નથી કે તેના કોઈ નંબર વન બનવાના ‘ટાર્ગેટ’ હોય ! આ સ્પર્ધાનું ક્ષેત્ર નથી, શ્રદ્ધાનું ક્ષેત્ર છે. અહીં આપણે સૌએ સાથે બેસીને આપણા જીવન વિશે વિચાર કરવાનો છે. એમ કરવામાં અનેક લોકો સાથે આપણા વિચારોનો મેળ ન બેસે એ સ્વાભાવિક છે. સૌના વિચારોની ગરિમા જાળવીને આપણે વિનમ્રતાથી આપણો મત વ્યક્ત કરીએ એમાં જ આપણી શોભા છે. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે ક્યાં અટકી જવું તે આપણને આવડવું જોઈએ.

વાચકમિત્રો, આ તમામ બાબતોનો અર્થ એ નથી કે આપના પ્રતિભાવો ગુણવત્તાવિહીન છે. ઘણા સુંદર પ્રતિભાવો રોજેરોજ પ્રાપ્ત થતા રહે છે. અનેક નવોદિત સર્જકો આપના પ્રતિભાવોમાંથી પ્રોત્સાહન પ્રાપ્ત કરે છે. ઘણા વાચકોના જીવનના અનુભવોની સુંદર વાતો એમાં સમાયેલી છે. કેટલીક વાર સર્જકને પણ એમાંથી નવા વિચારો પ્રાપ્ત થતા હોય છે. ઉપરોક્ત તમામ બાબતો પ્રતિભાવોને વધારે પરિપક્વ બનાવવા માટેનો એક વિચાર છે. રીડગુજરાતીને સૌ સ્નેહભાવે ભાષાની મહત્વની વેબસાઈટ ગણે છે. તેના વાચકો વિશ્વમાં હજારોની સંખ્યામાં ફેલાયેલા છે. અનેક સંસ્થાઓ, શાળાઓ, ગુરુકુળો અને જ્ઞાતિમંડળો-કલબોમાં સમય-સમય પર તે પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. અનેક નામી-અનામી સંસ્થાઓ અને સભાઓ તેનો વિચાર-મનન માટે ઉપયોગ કરે છે. તો આવા સમયે આપનો પ્રત્યેક વિચાર મહત્વનો બની જાય છે. જ્યારે આપણો વિચાર હજારો લોકો સુધી પહોંચતો હોય ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ તે આપણે ખુદને પૂછીને સમજવું રહ્યું.

રીડગુજરાતીના સૌ વાચકમિત્રો મારા માટે એક પરિવાર છે. એ પરિવારને એકસુત્રતામાં પરોવી રાખવા માટે, તેના સભ્ય તરીકે ક્યારેક બે શબ્દો કહેવા હું જરૂરી સમજું છું. મને આશા છે કે આપ આ બાબતે ગંભીરતાથી વિચારશો અને સમગ્ર વિશ્વ સમક્ષ આપણે આપણી ભાષા સાથે કઈ રીતે ઉપસ્થિત થવું એનો નિર્ણય કરી શકશો. આજે અહીં જ વીરમીએ અને લેખો ને બદલે આપણે આજસુધી શું લખ્યું છે એની પર વિચાર કરતાં આત્મખોજ કરીએ. આવતીકાલે સવારે નવા બે લેખો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો….

સૌ વાચકમિત્રોને પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત
મોટું જુઠાણું – કનુભાઈ રાવલ Next »   

60 પ્રતિભાવો : થોડુંક વિચારીએ…. – તંત્રી

 1. પ્રતીભાવ સેન્સર થઈ ને પ્રકાશિત કરવા મા આવે તો સારુ નકામા પ્રતિભાવ ટાલિ શકાય

  • આ મંચ પર સુચારુ પ્રતિભાવની અપેક્ષા સુજ્ઞ વાચકો પાસેથી રાખી શકાય. સ્વયંશિસ્ત વધારે ઈચ્છનીય છે.
   યથાસમયનો લેખ કાન આમળવાની તાતી જરૂર હતી.

 2. ANIL PARIKH says:

  સાચે જ ઘનો સરસ મેસેજ આપ્યો ચ્હે. બન્ધ દિમાગ ના દરવાજા ખઉલ્લા રાખિ અએ તો

  આમતો બધા બધુ જાને ચ્હે સમજે ચ્હે પન જિઅવન મા ઉતારવા માન્ગતા નથિ. .

 3. hardik says:

  મૃગેશભાઈ,

  ખુબ સરસ. સરસ લેખ અને સરસ સંદેશ.
  જરુરી અને સમયાનુસાર.

  આભાર

 4. જેવું વાંચન એવો વિચાર અને જેવો વિચાર એવું વર્તન…..આપણે માત્ર વાંચીએ એ અગત્યનું નથી એને કેટલું પચાવીએ છીએ એ પણ એટલું જ અગત્યનું છે. અને આપણો પ્રતિભાવ એનો પુરાવો થઇ જાય છે.

  કુન્દનિકાબેન કાપડિયાના ‘જીવન – એક ખેલ’ માં મેં એક ખુબ સરસ વાત વાંચીતી….તમારા શબ્દો નો ખુબ સાચવી ને ઉપયોગ કરો….તમારા શબ્દો નો ઉપયોગ સારી વાતને બિરદાવવા માટે કરો….

  • આપના પ્રતિભાવોમાં આ બાબત હમેશાં જોઇ શકાય છે.

  • Jagruti Vaghela U.S.A. says:

   હીરલબહેન ,

   તમારી વાંચેલી વાત ‘ તમારા શબ્દો નો ખૂબ સાચવીને ઊપયોગ કરો ‘ મને ખૂબ જ સાચી અને સમજવા જેવી લાગી.

 5. કલ્પેશ says:

  મૃગેશભાઇ,

  I am sorry, I don’t agree with you completely. Here is where I differ

  એ ગાડી ત્રણ વાગે તો બોરીવલી ઊભી જ નથી રહેતી – આ કોમેન્ટ મારી લખાયેલી કોમેન્ટ પરથી શરુ થઇ હતી.
  વાર્તા સત્યઘટના તરીકે લખી હતી અને મે કોમેન્ટ શરુ કરતા પહેલા માફી માંગી હતી – “sorry for nitpicking”

  બધી જ વાર્તાઓ હકારાત્મક હોય છે અને એમાથી ઘણુ શિખવાનુ હોય છે. પણ જીવનમા એવુ થઇ નથી રહ્યુ અથવા થતુ નથી.
  ગાંધીજીએ જે કર્યુ એમ બધા જીવી શકે નહી. એટલે માત્ર એક જ પ્રકારના વિચારો રાખવાથી કંઇ થતુ નથી.

  બાકી, પુસ્તકોમા આવી કોમેનટ લખવાની વ્યવસ્થા હોતી નથી.

  એટલે પ્રતિભાવો અને ચર્ચા સ્વાભાવિક છે. ચર્ચા સ્થાને છે કે અસ્થાને છે એ લોકો અને લેખક, તમે મળીને નકકી કરી શકો.
  લેખકો જે કહે છે કે માત્ર ચર્ચા જ થાય છે અને “સાઈટના વાચકો પાસેથી કંઈક વધારે વિશ્લેષણ મળશે” એ અપેક્ષા વ્યાજબી નથી.
  આવી વાત લેખકે (બની શકે અને યોગ્ય સાધનો હોય તો) કોમેન્ટ રુપે લખવી જોઈએ. એ બહાને લેખક પણ વાચકો જોડે વિચારની પ્રક્રિયામા જોડાય છે અને વાચકોનો મત ખોટો હોય તો દોરવણી કરી શકે.

  માનો કે તમે બુદ્ધ હો અને વાચકો પ્રજા. તો બુદ્ધ કહે છે કે પ્રજા મને કંઇ સમજાવશે અથવા મારા પ્રવચન પર વિશ્લેષ કરશે.
  બધા વાચકો, બધા જ સમયે સારો જવાબ/કોમેન્ટ નથી આપી શકતા.

  તે છ્તા કદાચ ખોટુ લાગે તેમ તમારી કોમેન્ટ (એડિટર કોમેન્ટ) કોઇ વખત વાંચુ છુ તો મને લાગે છે કે બધાએ લેખને/સારને એકજ દિશાના દુરબીનથી જોવુ એમ મને લાગે છે. અને હુ ખોટો પણ હોઇ શકુ.

  પ્રભુ કરે તમારે આવો લેખ ન લખવો પડે. નહિતો શિર્ષક હશે “કોમેન્ટની કોમેન્ટ પર મારી કોમેન્ટ” 🙂

  • કલ્પેશ says:

   આ કોમેન્ટ યોગ્ય ન લાગે અને કાઢી નાખવી હોય તો કાઢી નાખશો.

  • કોઇ પણ કૃતિ વિષે સારાસારની ચર્ચા થઈ શકે પણ આપે જોયું હશે કે વિષયાંતર થાય છ અને તેમાંથી વતેસર થાય છે. આ લેખ આ બાબતો સામે લાલબત્તી સમાન છે.

   • મૃગેશભાઇ, સજારૂપે (?) બીજો લેખ/વાર્તા/રચના ગાયબ!

    • Dipti says:

     ઘણા સમયથી આ જ મનોમંથન ચાલતું હતું, જેને આજે મૃગેશભાઈએ વાચા આપી. ઘણું સારું કર્યું. આપણે જો આપણા પ્રતિભાવ લેખ પુરતાજ રાખીએ તો તે વધુ યોગ્ય રહે.—આવું મૃગેશભાઈ પહેલાં કહી ચુક્યા હોવા છતાં ફેર ના પડતા તેમને એક આખો લેખ મુકવો પડ્યો.
     પણ આ લેખ દ્વારા “અનેક સંસ્થાઓ, શાળાઓ, ગુરુકુળો અને જ્ઞાતિમંડળો-કલબોમાં સમય-સમય પર તે પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે” જાણીને ઘણો આનંદ થયો . અને ” ઈન્ટરનેટયુગમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને તેનું અધ્યયન’ આવા કોઈ વિષય પર ભવિષ્યમાં રિસર્ચ ” -આ વિચાર પણ ખુબ અદભૂત લગ્યો , અશક્ય તો નથી જ.

     • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

      દિપ્તી બહેન,

      હુ તમારી વાત સાથે સંમત થાઉ છુ. “અનેક સંસ્થાઓ, શાળાઓ, ગુરુકુળો અને જ્ઞાતિમંડળો-કલબોમાં સમય-સમય પર તે પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. અનેક નામી-અનામી સંસ્થાઓ અને સભાઓ તેનો વિચાર-મનન માટે ઉપયોગ કરે છે” તે ખરેખર આનંદ અને ગૌરવની વાત છે. એક ઉત્તમ લેખ જ્યારે શાળામા બતાવવામા આવે અને પ્રતિભાવમા જ્યારે લેખ વિષેની ચર્ચા કરતા વિષયાંતર ચર્ચા અને અપમાનિત ભાષા વધુ હોય તો તેની કેવી ખરાબ છાપ પડે?

    • Dipti says:

     I was thinking the same.

  • એકદમ બરોબર. લેખમાં લેખક ગમે તે લખે તે ચાલે, કોમેન્ટમાં ન ચાલે? મોડરેશન એડિટર પાસે છે તેનો પૂરતો ઉપયોગ કરો ને..

  • hardik says:

   કલ્પેશ,

   There is no point of taking things personally. Better accept it. He’s not asking to give up your freedom of writing comments. WHAT HE’S SAYING IS “BE WISE” in what you write. It’s pity to see your response in negative shade.

   Don’t take it personally again come out of it and think it again. No harm and no grudges please.

   cheers,
   Hardik

   • કલ્પેશ says:

    મારી કોમેન્ટ નેગેટિવ નથી, જરાક અલગ છે.
    મને ગમશે જો તમે મને જણાવશો કે નેગેટિવ શુ છે?

    મારુ ઇમેલ – shahkalpesh77 at gmail d0tc0m

 6. Neha says:

  મ્રુગેશભાઈ, ખુબ જ સરસ લેખ,સલાહ અને સુચન. આશા છે કે બધા વાચકો મ્રુગેશભાઈ ની વાત ધ્યાન મા રાખી ને પ્રતિભાવ આપે. આભાર મ્રુગેશભાઈ અને સૌ વાચકમિત્રો.

 7. nilam doshi says:

  નદી બે કાંઠાનું બંધ સ્વીકારે ત્યારે જ…
  સિતાર તારથી બંધાયેલી હોય ત્યારે જ સંગીત સર્જાઇ શકે.

  સ્વતંત્રતા અને સ્વછંદતાનો ભેદ સમજવો જ રહ્યો.

 8. Jini says:

  I think it should be upto reader to read comment or not. Many times comments would lead to discussion and would server as a base for knowledge sharing. If someone doesnt’ like it, they shouldn’t read it, after all who is forcing anyone to read anything ? In my opinion, reading it self is not enough, and discussion may provide more insight, and make reader think from different angle vs. what author / commnenter has to say….

 9. Chintan says:

  નમસ્તે મૃગેશભાઈ..આપની વાત સાચી છે..આપને જ્યારે પણ કંઇ કહેવા જેવુ લાગે તો આપ નિશ્ચિત થઈ ને કહી શકો છો. રીડગુજરાતી.કોમ એ એક અનોખા પ્રવાસ જેવી સાઈટ છે જે સાહિત્યની સરસ મજાની સફર કરાવતી રહે છે અને તેમાથી મસ્ત મજાની જીવન ઉપયોગી માહિતી મળતી રહે છે.
  લેખના પ્રતિભાવ અંગેનો આપનો લેખ ખરેખર વાંચન પ્રક્રિયાને સમજવામાં મદદરૂપ થાય તેવો છે.
  આભાર મૃગેશભાઈ.

 10. Dhruv says:

  I think, Mr Shah is trying to say use decent language, It don’t matter you are writing positive or negative review.
  The problem is writing negative review in good word. It is very very tricky. All people can not do it, and writer should accept it. If writes need some special reviews, it can be given by other writers and book critics.
  And the reviews which are really inappropriate or lame, THIS IS INTERNET. So no need to write about them.

 11. મૃગેશભાઈ સરસ લેખ . આ લેખની ઘણાં સમયથી રાહ હતી પ્રતિભાવની તમે છૂટ આપેલી જ છે. વિવેકની જરૂર છે. પ્રતિભાવ આપવા આપણને આખુ આકાશ આપેલ છે. આપણી સીમા આપણે જ બાંધવી પડે. . પ્રતિભાવ સારો કે ન ગમે તેવો પણ હોય .પર્ંતુ તે રચનાના સંદર્ભમાં હોય તો જ સાચા અર્થમાં પ્રતિભાવ છે. દરેક વાચક આપની સાથે જોડાયેલ છે.
  “”રીડગુજરાતી સાથે જોડાયેલ છે. આપની વાતને અનુસરસે .
  પ્રતિભાવો ઉપર પર્તિભાશાળી લેખ.
  આભાર્
  કીર્તિદા

 12. વિનોદ (સિડની - ઓસ્ટ્રેલીયા) says:

  ઘણા સમય પહેલાં મેં એક કાવ્ય પર એ “જોડકણાં” જેવું છે એવો અભિપ્રાય આપેલો. ત્યારે મૃગેશભાઇ એ મને લખેલું કે અભિપ્રાય આપવામાં વિવેકબુધ્ધિ રાખવી જરૂરી છે અને આ કાવ્ય તો “નવનીત – સમર્પણ” માં પ્રગટ થયેલું છે. એ સમયે મેં એમને લખેલું કે “નવનીત – સમર્પણ” માં પ્રગટ થવા માત્ર થી કોઇ કાવ્ય શ્રેષ્ઠ નથી થઇ જતું.

  ઍના પછી મેં “અભિપ્રાય” લખવાનું બંધ કર્યું. કલ્પેશ ની વાત સાથે હું સહમત છું. દરેક વખતે goody goody અભિપ્રાય આપવો જ એવું જરૂરી નથી. એટલે પ્રતિભાવો અને ચર્ચા સ્વાભાવિક છે. ચર્ચા સ્થાને છે કે અસ્થાને છે એ લોકો અને લેખક – તમે બન્ને મળીને નકકી કરી શકો. કલ્પેશ, well said – “બધાએ લેખને/સારને એકજ દિશાના દુરબીનથી જોવુ એ જરૂરી નથી”.

 13. Bhavin says:

  Honestly speaking :- Sometime I like discussion more than original story… – reply and it’s reply and again it’s reply from commenter…. I always ready story with it’s reply / comments…

 14. nayan panchal says:

  કોમેન્ટના લેખ પર શું કોમેન્ટ આપવી તે વિચાર માંગી લે છે.

  રીડગુજરાતીના ઉદ્દેશ વિશે તંત્રીશ્રીએ જે પણ લખ્યુ છે તે એકદમ બરાબર છે. આ સાઈટનો મુખ્ય હેતુ જીવનમાં સાત્વિકતા ઉમેરવાનો છે, અશાંતિ નહી. તેના માટે ખોટા વાદ-વિવાદમાં પડવાથી દૂર રહેવુ જોઈએ, પરંતુ જો કોઈ વાચક સાવ જ નકામી કોમેન્ટ આપે તો વિવાદ થવાનો જ છે, તે આ માધ્યમની મર્યાદા છે જેનો આપણે સ્વીકાર કરવો રહ્યો.

  દરેક લેખ સાથે દરેક વાચક સંમત થાય એ અશક્ય છે અને તે પોતાનુ મંતવ્ય રજૂ કરશે જ અને તેને તેની છૂટ પણ હોવી જોઈએ. પોતાના મંતવ્ય બીજાઓ પર થોપવાથી દૂર રહેવુ જોઇએ. જો કોઈ તમારા મંતવ્ય સાથે સહમત ન થાય તો ભલે એવુ રાખો. રીડગુજરાતીનો બહોળો વાચકવર્ગ છે, સ્વભાવિક છે કે દરેકની જીવન પ્રત્યેની વિચારસરણીમા ફરક રહેવાનો જ. જો કોઈ અસહમત થાય કે કૃતિને નબળી કહે તો તે ટીકાની યથાર્થતા ચકાસો. જો ટીકા બરાબર હોય તો તેને ધ્યાનમાં લો અથવા અવગણો.

  આ સાઈટની મુલાકાત લેતા દરેકની ઈચ્છા એ જ છે કે સાઈટ વધુ ને વધુ પ્રગતિ કરે. આપણે આ સાઈટની ગુણવત્તામા કઈ રીતે વધારો કરી શકીએ તે વિચારો અને અમલમાં મૂકો. આશા રાખીએ કે મૃગેશભાઈને આવો લેખ ફરી ન લખવો પડે, જો કે આ લેખ પણ ખૂબ સરસ છે.

  ભગવાન આપણને સૌને સદબુધ્ધિ આપે.

  નયન

 15. Sunita Thakar (UK) says:

  “Well Said.” મૃગેશભાઈ તમારી વાત સાચી જ છે કે આ સાઈટ પર ઉગ્ર ચર્ચા અને અશાન્તિ પ્રેરે તેવા લેખો મોટાભાગે નથી હોતા અને તેમનો ઉદેશ લોકો ની વિચારસરણી મા સારો અને સાચો સુધાર લાવવાનો છે. સાથે સાથે આપણા ગુજરાતી સાહિત્ય ને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો આ એક સારો પ્રયત્ન છે ત્યારે વાચકો ની કોમેન્ટ્સ પણ સુજ્ઞ હોવી જરૂરી છે.

 16. જીતેન્દ્ર તન્ના says:

  પ્રિય મિત્રો,

  અહીં જે લોકોની વાર્તા, કાવ્ય, લેખ કે અન્ય કોઇ કૃતિ મુકાય છે એ લખનાર દરેકે દરેક અભિપ્રાય વાંચતા હશે. કેમ કે મે મારી વાર્તા અને લેખ મુકેલા છે અને મે લોકોના અભિપ્રાય જાણવાની ઇન્તેજારી પણ કરેલી છે. દરેક લેખકને એવી ઇચ્છા ચોક્કસ હશે કે એની કૃતિનું સાચું મુલ્યાંકન થાય. એવું જરૂરી નથી કે આપણે લખનારના માત્ર વખાણ જ કરીએ. પરંતુ રીડગુજરાતી એ ગુજરાતી ભાષાના ઉગતા અને ઉભરતા લેખકો માટેનું પ્લેટફોર્મ છે માટે આપણને જે વસ્તુ ન ગમે એના વિશે ટકોર જરૂર કરી શકાય પરંતુ અહી દરેકને વિનંતી કે જ્યારે આપને એમ લાગે કે આ લેખ કે વાર્તા બરોબર નથી ત્યારે આપના પ્રતિભાવ એ રીતે આપશો કે એ લખનારની શૈલી અને એની ગુણવતા સુધારવામાં મદદરૂપ થાય.

  આભાર મૃગેશભાઈ.

 17. Jyotindra Khandwalla says:

  મૃગેશભાઈનો લેખ sentimental અને મનની નાજુક સ્થિતિમાં લખાયેલો લાગે છે. Public domain માં આખા વિશ્વ માટે વેબ સાઈટ મૂકી હોય પછી પ્રતિભાવો ગમતા કે અણગમતા આવ્યા એનો ઝાઝો વિચાર કરવાનો જ નહિ હોય. Times of India જેવા અખબારોમાં on line પ્રતિભાવો વાંચો તો એમજ લાગે કે ગટર ગંગા માં સ્નાન કરી રહ્યા છીએ. આ અખબાર માં જે પ્રતિભાવો વ્યક્ત થાય તેના ઉપર agree/disagree નો પોલ સતત ચાલુ જ હોય છે. Outlook India મેગેઝીન ના ઓન લાઇન પ્રતિભાવો વાંચો આક્ષેપો અને પ્રતિઆક્ષેપો અને ગાલ ગલોચથી ભરેલા હોય છે. લેખક કે તંત્રીને ને પણ ઉતારી પાડતા પ્રતિભાવો હોય છે. Self censorship is the only best censorship.નદી કાંઠાઓ નો દાખલો બરાબર છે. પણ દરિયાને કેમ ભૂલો છો? દરિયો ભાગ્યેજ કોઈની સાડાબારી રાખે છે. છતાં દરિયા પૂજકો અને સાગરખેડુઓ છેજ. કોલેજ કાળ દરમ્યાન કેપ્ટન વિકેટકીપિંગ કરતો હતો અને ફાસ્ટ બોલરે પહેલી બોલ નાખી તે સિદ્ધી ઉછળીને વિકેટકીપરના જડબાને તોડી નાખી ગઈ. ગુસ્સો કરતા વિકેટકીપરે બોલરને તું કેવી બોલ નાખે છે કહીને ઝાડી નાખ્યો. બોલેર કેપ્ટન સાહેબને કહી નહિ શક્યો. Editor sir, these are known and natural hazards. તમે તમારું માનીતું કામ કરતા રહો. પ્રતિભાવોની પરવા જ નહિ કરો. જેવી જેની વિવેક શક્તિ.

 18. This is very timely given — it seems that some readers have lot of time and very anxious to put their own comments –with their own philosophical views –and some times comments are like a small article and then they declare that they are very honest persons–but then why you give your own article in this forum –we will read that also with interest —
  in fact this site takes more time and space in internet so it happens that before completing the article with comments –the hi-fi connection is also lost —
  i suggest one idea that to put up a comment keep some donation say $1 —rs 50 –as a small box to enter in comments box –so misuse can be stopped –i have some websites having this facility !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 19. Balkrishna A. Shah says:

  આપને આ ક્રુતિ કેવી લાગી? આપનો અભિપ્રાય જણાવો. આ મુખ્ય મુદ્દો.
  મ્રુગેષ ભાઈઍ પોતાના લેખને અભિપ્રાયથી અલિપ્ત રાખવાની જરુર હતી.આગળ શ્રી નયનભાઈએ કહ્યું તેમ કોમેન્ટને
  શું કોમેન્ટ હોય.

 20. jignesh says:

  દરેકના પ્રતિભાવ આવકાર્ય હોય જ પરન્તુ તેમા વિવેકબુદ્ધિ તો હોવી જ જોઇએ.

  • Jay says:

   હા પણ વિવેક બુધ્ધિ નો માપદન્ડ કયો ?

   જો કોઇ કાવ્ય ઉપર ‘જોડકણા’ ની કોમેન્ટ મ્રુગેશભાઈ ને વિવેક્બુધ્ધિ વગર ની લાગતી હોય તો કોઈ ની કોમેન્ટ ને વાહિયાત કહેવા માં એજ વિવેક્બુધ્ધિ નો ભંગ થયો ન કહેવાય ?

 21. Parul says:

  એવા પ્રતિભાવો જ શું કામ લખવા કે જેના પછી અનેક ખુલાસાઓ કરવા પડે ?
  ખુબ ગમ્યુ.

 22. govind shah says:

  Dear Mrugeshbhai,
  You have very beautifully, decently & calmly explained yr. views. It is very thought provoking.you have very elloborately explained subject . yr. article really speaking needs no comments but to accept yr. feelings.— Govind shah

 23. Rajni Gohil says:

  મ્રુગેશભઇને ખૂબ ખૂબ અભિનંદન.
  What we think, we become. All that we are, arises with our thoughts. With our thoughts, we make the world.
  Your worst enemy cannot harm you as much as your own unguarded thoughts………… Lord Bhddha.

  Obstacles are not stopping-stones, they are stepping stones.

  આપણા વિચારો જ આપણું જીવન ઘડે છે. બગડેલું ઘડિયાળ પણ બે વખત સાચો સમય બતાવે છે એવા હકારાત્મક વિચારો, વાણી અને વર્તન હોવા જોઇએ. ભૂતપૂર્વ રષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન અમેરિકાની મુલાકાતે આવ્યા ત્યારે જોરદાર વરસાદ પડતો હતો. તે વખતના અમેરિકાના પ્રમુખ જે. એફ્ કેનેડીએ ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું. હવામાન ખરાબ થઇ ગયું છે. તે બદલ દિલગીર છું.

  ચિંતક અને મુત્સદી એવા રાધાકૃષ્ણને કહ્યુંઃ વિપરીત સંજોગોને આપણે ન બદલી શકીએ. પરંતુ તેના તરફનો આપણો અભિગમ જરૂર બદલી શકીએ.

  એક ખેડૂતે કાલે હવામાન કેવું છે? તેનો જવાબ હતોઃ મને ગમે તેવું.
  એવું કેવી રીતે કહી શકે? તેનો જવાબ આપ્યોઃ જે વસ્તુ પર આપણો કાબુ નથી, તે વસ્તુ તે જ રૂપમાં સ્વીકારી લેવી.

  ચોરે તાળું તોડીને ચોરી કરી. એના પરથી આપણે પણ એના જેટલી કુનેહથી તાળું તોડી ચોરી કરવાનું શીખી શકીએ. અને એમાંથી બોધપાઠ લઇ વધારે મજબૂત તાળું કે Alarm System પણ વિકસાવી શકીએ. શું શીખવું તે આપણા હાથમાં છે.

  હંમેશા હકારાત્મક વિચારો, વાણી અને વર્તન કરીને જીવતાં શીખવાની ટેવ પાડીને જીવનને મંગલમય, ખૂશીથી ભરેલું બનાવવું આપણા હાથમાં છે. તે માટે અત્યારથી જ અડગ નિર્ધાર સાથે પ્રામાણિક પ્રયત્ન અત્યારથી જ શરુ કરીએ. ભૂલો આપણા ગુરુ છે. અપણી પરીક્ષા કરી આપણી મક્કમતા વધારે છે.

 24. Bunty says:

  Mrugeshbhai, salute to you on writing openly what I was feeling for last couple of months now. You have hit the bull’s eye via this lekh.

  You have mentioned absolutely correctly that :
  આપણે ક્યારેક સત્યને પકડવાની જગ્યાએ ‘મમ સત્ય’ને પકડી લેતાં હોઈએ છીએ અને પછી એમાંથી શરૂ થાય છે લાંબી લાંબી ચર્ચાઓ
  When ReadGujarati started in 2005, there was no such thing as misusing the forum.
  But in recent times, I have seen that couple of *personalities* have misused this forum/ બેઠક / ઓટલો/ મંચ to the core.
  I would not even hesitate in mentioning the honorables.
  Where is Mr. Jay Patel and Mr. Jagat Dave? They are the main culprits in giving comments immediately as they think that they have learned more than us mere mortal souls. They are hiding today and no comments so far as they know that its being pointed out to them (indirectly)

  Also, Mr.Nayan Panchal, Mr. Chirag, Mr. Thakkar…the list goes on…..
  They write off immediately and without even thinking they go on meaningless discussions and arguments, just to make sure that others.

  I was very proud of gujarati readers’ intellect level once as I thought at last Mrugeshbhai’s efforts have gone distance, but readers have failed us (Gujarati community).
  We can only be great in various aspects, but *unity* in Gujarati community is very very less. Its a sad fact which we have to accept and live with it.

  I am not just uttering words, but look around and see other communities. They might be fighting within themselves too, but when time comes they all stand together and you can really sense their sense of unity and brotherhood for their community people.

  I think the comments section should be banned immediately and anybody who wants to contact the author or Mrugeshbhai can contact on their respective emails/ phone numbers.

  I am one of the person(you can say culprit today) who wrote comments on comment lekh.

  Bunty

  • જગત દવે says:

   શ્રીબંટીભાઈઃ (હું ખોટો હોય શકુ પણ……નામ પરથી આપે સાચી ઓળખ છુપાવી હોય તેવી શંકા જાય છે)

   હું આ રહ્યો…..મને યાદ કરવા બદલ આભાર. વિલંબનું કારણ મારા લેપટોપની ખરાબી છે…… શિખંડી-પણુ મને આમ પણ પસંદ નથી.

   મારો પ્રતિભાવ……મૃગેશભાઈની સલાહ મુજબ ટુંકમાં જ આપીશ.

   “જાગૃતિ એ પરિવર્તન પહેલાંની અવસ્થા છે.” અને જાગૃતિ ક્યારે આવે?

   સુજ્ઞ વાંચકો મર્મ તારવી જ લેશે તેવી આશા રાખું છુ.

   • Jay says:

    શ્રી જગત ભાઈ,

    ઈન્ટરનેટ માધ્યમ ની એજ વિશેષતા છે કે તમારી ઓળખ છુપાવી ને પણ ઘણુંબધુ થઈ શકે. જ્યાં સુધી કોઈ સુરુચિ ભ્ંગ થતો ના હોય ત્યાં સુધી કોઈ ઓળખ છુપાવે તેમાં વાંધો હોવો જ ના જોઇએ. જો કોઇ જુદા નામે કોમેન્ટ લખે તો પણ તેનું સાચું નામ જાણવા નો આગ્રહ શા માટે ?

    મેં પોતે નામ બદલી ને એક વખત તમારી કોમેન્ટ કરવા ની સ્ટાઈલ ઉપર કોમેન્ટ કરી હતી કેઃ

    “જગતભાઈ, આવી બધી ગુઢ વાતો સમજવા માટે પહેલાં ભગતભાઈ થવું પડે”.

    તમારો જવાબ વાંચ્યો હતો કે “હું ભગતભાઈ થવા તૈયાર છું જો તમે સમજાવો તો ખરા”.

    તમને મારું કહેવું નહોતું ગમ્યૂં પણ મને તે વખતે શું કહેવું તે નહોતું સમજાયું એટલે માંડી વાળ્યું હતું. હવે તમને મારા કહેવા નો મર્મ સમજાયો હશે (બન્ટી ભાઈ ની કોમેન્ટ્સ વાંચી ને..)..

    • Jay says:

     હું બન્ટીભાઈ નથી.. કે મેં કદી એ નામ ધારણ કય્રૂં નથી..માત્ર જાણ ખાતર !!

    • જગત દવે says:

     क्या मिलिये ऐसे लोगों से, जिनकी फ़ितरत छुपी रहे
     नकली चेहरा सामने आए, असली सूरत छुपी रहे

     खुद से ही जो खुद को छुपाए, क्या उनसे पहचान करें
     क्या उनके दामन से लिपटें, क्या उनका अरमान करें
     जिनकी आधी नीयत उभरे, आधी नीयत छुपी रहे

  • જય પટેલ says:

   શ્રી બંટીજી

   મહાભારતના સમરાંગણમાં મહારથીઓને લાચાર પરિસ્થિતીમાંથી પસાર થવું પડે છે તેનાથી તો આપ વિદીત છો.
   ભિષ્મ પિતામહને અમર કરનાર શિખંડીને કેમ ભુલાય ?

   કૉમેન્ટસ પર કૉમેન્ટના સમરાંગણમાં યાદ કરવા બદલ આપનો આભાર. આપની સાચી ઑળખ રજૂ કરી
   હોત તો સ્વસ્થ ચર્ચાને આપ ચાર ચાંદ લગાવી શક્યા હોત..!! સમરાંગણમાં ઉતરતાં પહેલાં યોધ્ધા માટે
   નિડરતા….નિર્ભયતા જરૂરી છે. હોળી-ધૂળેટી ગયે હવે તો ઘણો સમય થઈ ગયો. હવે સમય આવી ગયો છે કે
   કાદવથી હોળી રમવાનું બંધ કરીએ. બાળકો પણ હવે તો અભ્યાસમાં મગ્ન થઈ ગયાં છે.

   લેખકના વિચારો પર પ્રતિભાવ કેવા હોવા જોઈએ તેના માટે કોઈ એક વ્યક્તિ માપદંડ રજૂ કરે તો તે અવશ્ય
   આવકાર્ય છે પણ આવા સ્વઘોષિત માપદંડ-બંધન લોકશાહીની બૂનિયાદ રૂપ સ્વસ્થ….નિર્ભય…પ્રામાણિક
   વિચાર-વિમર્શ…અભિપ્રાયમાં મુશ્કેલીઓ સર્જિ શકે છે.
   વિચારોનું મંથન….સ્વસ્થ ચર્ચા અને પ્રતિભાવોની અસરકારકતા વિષે રીડ ગુજરાતીના આંગણે ઘટેલી
   સ્વસ્થ ચર્ચાનું ઉદાહરણ અત્રે ટાંકવું અનુચિત નહિ રહે.

   ઘણા સમય પહેલાં એક વાચક મિત્રે ગુજરાતના નાથ શ્રી નરેન્દ્ર મોદીની કવિતા કરી નાખેલી.
   કવિતા….કવિતા કરતાં કરતાં વાચક મિત્રે કવિતા કરી કે…

   આ ગુજરાત છે
   અહીં નરેન્દ્ર મોદીનો વાસ છે
   ક્યારેક લાગે કે ત્રાસ છે.

   ( યાદ દાસ્ત પરથી )

   દ્વેષ-વૈમન્સયથી પિડીત આવા વાચકને ધૃણા-નફરતનું મુક્તિદાન આપવામાં વાચક મિત્રોએ
   સ્વસ્થ ચર્ચાના પ્રભાવથી જ તેમનું યોગદાન આપેલ. સ્વસ્થ ચર્ચા…વિચારોની સ્વાતંત્રયતાનો આ પ્રભાવ છે.
   ક્યારેક થોડુંક વિષયાંતર થાય પણ જો તે વ્યક્તિ…સમાજ…દેશના હિતમાં હોય તો તે આવકાર્ય જ છે.

   ભાષાની મર્યાદામાં સ્વસ્થ ચર્ચા જ વિશ્વના ગૂર્જર રત્નોને જોડતી એકમાત્ર કડી છે.

   અત્રે ગંગાબાઈ સતીનું સુંદર ભજન વીજળીને ચમકારે…માંથી એક કડી રજૂ કરૂ છું
   જે દ્વેષ…વૈમન્સ્ય…ધૃણા…નફરતથી મુક્તિ આપવામાં આપણને સૌને સહાય કરશે.

   ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ
   આ તો અધૂરિયાને નો કેવાય
   આ ગુપત રસનો ખેલ છે અટપટો
   આંટી મેલો તો પૂરણ સમજાય…વીજળીને ચમકારે.

   અફસોસ સાથે વિરમું છું કે
   આપને નિર્ભયતાનું દાન કરી શકતો નથી.
   આભાર.

 25. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  લેખકે લખેલા લેખ પ્રતિ તમારો ભાવ કેવો એ પ્રતિભાવ. તમે વ્યક્તિ તરીકે જો સારા તો તમારો ભાવ સારો.
  બધાના વિચારો એક સરખા હોતા નથી. દરેક વ્યક્તિ અલગ હોય છે. એક જ કુટુંબમા રહેતા માતા-પિતા-ભાઈ-બહેનના વિચારો પણ અલગ હોય છે. તો પછી અહી તો બધા અલગ પ્રાંત, અલગ સંસ્કૃતિ થી આવે છે એટલે વિચારોમા વિષમતા તો હોવાનીજ. એક લેખ માટે હું એક દ્રષ્ટિકોણથી વિચારતો હોઉ પણ કદાચ બીજા પાસે તેનાથી વિપરીત દ્રષ્ટિકોણ હોઈ શકે. તે વ્યક્તિ પોતાનો દ્રષ્ટિકોણ મુકી શકે છે. પણ જો એ બીજાના દ્રષ્ટિકોણને કડક શબ્દોમા વખોડી નાખે અને અપમાન પણ કરી નાખે તો તે વસ્તુ ખોટી છે. તેનાથી જ ચર્ચાનો પ્રારંભ થાય છે અને પછી તે ચર્ચા ઉગ્રચર્ચામા રુપાંતર પામે છે. માટે આપણેજો આપણા પ્રતિભાવ લેખ પુરતાજ રાખીએ તો તે વધુ યોગ્ય રહે.
  ઘણી વખત એવુ બને છે કે લેખ ખરેખર સારો હોય તોપણ તેને ફક્ત ૧ પ્રતિભાવ મળે. (http://www.readgujarati.com/sahitya/?p=782) અને બીજા લેખમા કોઈ એક પ્રતિભાવ પર ચર્ચા ચાલુ થાયતો ઘણા બધા પ્રતિભાવ મળે. તેનાથી નવોદિત લેખકને જે પ્રોત્સાહન મળવુ જોઇએ તે ના મળે અને કદાચ એ એક લેખક માટે ખુબજ હાનિકારક હોઈ શકે.
  પ્રતિભાવની લંબાઈ મહત્વની નથી પણ તેમા શુ લખ્યુ એ મહત્વનુ છે. પ્રતિભાવ જો લેખને અનુલક્ષીને હોય અને કોઇનુ અપમાન ન કર્યુ હોય કે અસભ્ય ભાષાનો ઉપયોગ ના થયો હોય તે વધારે મહત્વનુ છે.

  મૃગેશ ભાઈ,
  જો લેખક પણ રીડગુજરાતી વાંચતા હોય, તો અમારા બધાના પ્રતિભાવ પર એ શુ વિચારે છે , એમેને અમારા પ્રતિભાવ કેવા લાગ્યા એ જો અમારી સાથે “share” કરે તો બહુ ગમશે.

  તમારો ખુબ ખુબ આભાર આટલો સરસ લેખ આપવા બદલ અને તમારા વિચારો રજુ કરવા બદલ.

 26. સમયસરનો સ-રસ લેખ.

  બ્લોગ જગતનો વિકાસ છેલ્લા ચારપાંચ વરસથી થયો. અને એનો મોટો ફાયદો/ગેરફાયદો એ કે વાંચક પોતાના વિચારો સીધે-સીધા રજુ કરી શકે. મોટે ભાગે આ વિચારો જે તે લેખ વાંચ્યા બાદની વાંચકની ત્વરિત પ્રક્રિયા હોય છે. એટલે ક્યારેક એમાં ભાવનાઓ વણાયેલ હોય છે.

  પુસ્તક પ્રકાશિત થયા બાદ જે તે લેખકને વાંચકના પ્રતિભાવો સીધે સીધા જાણવા મળતા નથી જ્યારે બ્લોગ મારફતે એ જાણી શકે કે વાંચક એના સર્જન વિશે શું વિચારે છે,

  કોમેન્ટ મારફતે મારા જેવા સામાન્ય લેખકો નવું વિચારી નવું લખી શકે. મારી એક વાર્તાનો નવિન અંત મને વાંચકમિત્રોએ દર્શાવ્યો ને મેં એ પ્રમાણે બદલીને વાર્તા લખી જાણીતા માસિકને મોકલાવી અને એ પસંદ પણ થઈ. તો મારી રીડગુજરાતીની એક કોમેન્ટ પર શ્રી. કાર્તિકભાઈએ પોતાના બ્લોગ પર એક પોસ્ટ પણ રચેલ. તો મારી એક અયોગ્ય કોમેન્ટને કારણે મારે માથે એક વાર બરાબરના માછલા પણ ધોવાયેલ. ત્યારે જ મને થયેલું કે કોમેન્ટ કરવામાં શાણપણ જળાવવું જોઈએ. એટલું હું શિખેલ.

  હવે કોમેન્ટ મૉડરેટ કરવા બદલ. રીડગુજરાતી પર આજ સુધીમાં કુલ ૩૯,૭૮૭ પ્રતિભાવો મળ્યા અને એ માટે ૨૯૯૫ લેખો શ્રી મૃગેશભાઈએ આપણને આપ્યા. આ કાર્ય સાહિત્યની ભાગિરથી વેબ પર ઉતારવા જેટલું કપરૂં છે. તો જો શ્રી મૃગેશભાઈ કોમેન્ટ મૉડરેટ કરે તો એમને તો અન્ય જીવન જીવવાની પ્રવૃત્તિ માટે સમય જ ન મળે.

  એટલે કોમેન્ટશાસ્ત્રની મિંમાસા એટલી જ કે કોમેન્ટ કરવામાં શાણપણ જળાવવું જોઈએ, જરૂર લાગે તો કોમેન્ટ કરવી. એમ કરવાથી જે તે (મારા જેવા) લેખકને પ્રોત્સાહન મળશે. શ્રી મૃગેશભાઈએ કહ્યું એમઃ ક્યાં અટકી જવું તે આપણને આવડવું જોઈએ.

  એટલે હવે અટકું છું!

  • Rajan says:

   I completely agree with Mrugeshbhai and Natvar uncle.

   If any person doesn’t agree with any type of comment or article, they should give email address at the end of his/her comment, so that other people can email them personally and so conversation can go private rather public conversation.

   As per Mrugeshbhai advice we should know where we should stop and so I’m also stopping myselft reading next comments. 🙂

   -Rajan

  • ભાવના શુક્લ says:

   યસ સર!!! સંપુર્ણ સહમતી અહી… વાચી અને માણવુ અને ભાવનામા વણાયેલા રહીને પ્રતિભાવ આપવો…
   પ્રતિભાવોને મુલવવાની વાત હતી અહી તો પ્રતિભાવો પર ભારે ભરખમ ટિપ્પણીઓ થઈ રહી.. ક્યા ચુકીએ છીએ આપણે? લેખો વાચવા અને પ્રતિભાવ આપવો એ કોઇ પ્રેસ્ટીજ બનાવવાનુ માધ્યમ કેમ હોય શકે? નિજાનંદ પણ કોઇ વાત છે!!

 27. Veena Dave. USA says:

  સરસ લેખ.
  ઈ-ચોતરાના સભ્ય તરીકે કોઇ પણ લેખ પર કોમેન્ટ આપવામા ચીવટ રાખીશ.
  આભાર.

 28. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Comments are many times enjoyable to read but I totally agree that comments have to be as close to the article as possible. There is a general rule ” Praise in public but criticize in private “…

  Many times I deliberately try to be a week or so behind in reading articles so that my inbox is not flooded with all RG comments. And in order to understand the comment I have to go back to the article.

  Saying that, there are some really thought provoking comments and reading the comments right after the article makes it very easy to understand the intentions.

  We love your hard work Mrugeshbhai.

  Ashish Dave

 29. ઈન્દ્રેશ વદન says:

  મૃગેશભાઈ, તમો વધુ પડતાં જ લાગણીશીલ થઈ ગયા હો એમ લાગો છો.

  Can you not administer all the comments and remove what you don’t like?

  On another note, Consider this site like you-editor is holding a news-paper, and everyone is gathered around and peeking to read. They’ll talk about what they’re reading. Some might talk more, some might less. While they’re talking about it, they might digress and start talking about something else too, which you don’t like. Now, to avoid this, maybe you might want to give everyone a separate news-paper.

  So, here, to replicate that, you can just email everyone everyday the new articles. Whoever wants to read from readgujarati.com, subscribe to it. And, no platform to discuss whatsoever.

  Sorry to say, but, more often than not, articles are not-so-engaging. And I just read the comments to be amused.

  Ironically though, novice writers seem to expect a lot more from audience, than the audience does from them. 😀 🙂

 30. જય પટેલ says:

  કૉમેન્ટસ પર કૉમેન્ટ કરતો લેખ અને તેના પર પણ કોમેંટસ…!!!

  ….એવું લાગે છે કે ગુજરાતી બ્લૉગ વિશ્વ હજુ પણ પા…પા પગલી અવસ્થામાં જ છે અને
  હઠ કરીને બાળ અવસ્થામાં જ જીવવા મથે છે.

  દૂનિયાના ૧૮૦ દેશોમાં વસનારા ગૂર્જર રત્નો તેમના અનુભવનું ભાથું લઈને કોમેંટ્સ કરતા હોય
  ત્યારે વિચારસરણીની વિવીધતા….વિચારોમાં ભિન્નતા અપેક્ષીત છે. લેખકના વિચારો સાથે સમંત હોવું
  બિલકુલ જરૂરી નથી. ઘણી વાર ઉભરતો લેખક દ્વેષ…વૈમનસ્યથી પિડીત હોય ત્યારે સાન-ભાન ગુમાવી
  બિટવીન ધ લાઈનમાં લખી છૂપો સંદેશ આપતો પણ જોયો છે.

  એક ઉદાહરણ અત્રે ટાંકવું અયોગ્ય નહિ રહે. પશ્ચિમમાં રહેતા એક ઉભરતા લેખ જે પોતાનો
  બ્લૉગ ચલાવી સ્વ-રચિત વાર્તાઓ પ્રસિધ્ધ કરે છે તેમની એક વાર્તામાં એક છોકરી કુ-સંગે ચડી ગર્ભવતી
  થાય છે. આ છોકરી નશિલી દવા પણ લે છે. પૂરા મહિના થયે અચાનક અસ્પતાલમાં દાખલ થાય છે જ્યાં
  ડોકટર તેની મિત્ર હોય છે. ડોકટર છોકરીને પૂછે છે કે કોણ છે આ વ્યક્તિ…છોકરીનો જવાબ…ધર્મેન્દ્ર પટેલ.
  હવે લેખક મહાશય ડોકટરના શ્રીમુખમાં વાક્ય મૂકે છે….કોઈ પટેલ સાથે રહેતી હતી ?
  આ જ ઉભરતા લેખકની બીજી વાર્તામાં એક અમીન દંપતિને મા પર અત્યાચાર કરતું એટલી હદે ચિતર્યું
  છે કે વાચકના મનમાં પટેલ….અમીન જ્ઞાતિ પ્રત્યે નફરત ઉપજે. લેખક મહાશય સ્વ-બચાવ કરવા અમીન
  પિતા પર પુત્ર દ્વારા સ્યુ કરતો બતાવે છે કે જેથી કોઈ આક્ષેપ ના કરે. અત્રે યાદ આપવું ઘટે કે વાર્તાના
  પાત્રો દ્વારા લેખક પોતાના વિચારો પ્રદર્શિત કરતો હોય છે….પાત્રો તો રમકડાં જેવા છે તેને
  લેખક જેમ બોલાવે તેમ બોલે. પાત્રો દ્વારા લેખકની વિચારસરણી વ્યકત થતી હોય છે.

  અવ્યક્તતામાં ઘણું બધું વ્યકત થતું હોય છે.
  હવે આવા દ્વેષ-વૈમનસ્યથી પિડીત લેખકનું પણ સારંગીવાદન કરવું ?
  સુંદર વાર્તા….સરસ…બહુ સરસ આવા પ્રતિભાવોથી આપણા ગુજરાતી સાહિત્યને શણગારવું છે ?
  નવી પેઢીને આપણે વારસો કેવો આપીને જવો છે…વિચારોની મૌલિકતા…વિચારોનું સ્વાતંત્રય કે પછી
  નબળી કૃતિનું પણ સારંગીવાદન ? ઘણીવાર નબળી કૃતિ પરની ટકોર લેખક માટે ચિનગારીમાં
  પરિવર્તીત થવાની શક્યતા છે.

  વિષય પર જ હંમેશા વળગી રહેવું તે પ્રેકટિકલી શક્ય નથી. કૉર્ટમાં જ્યારે વકિલ પોતાની દલિલો રજૂ
  કરતો હોય ત્યારે ફક્ત અને ફક્ત કેસને લગતી જ દલિલ ના કરે. પોતાના કેસને મજબૂતાઈ આપવા
  સાંપ્રત સમાજ ચાલતા પ્રવાહો…ઐતિહાસિક ચૂકાદાઓ…વગેરે જે કંઈ કેસને અનુરૂપ હોય તે ટાંકે.
  જજ સાહેબ આવી દલિલો સાંભળી પ્રતિપક્ષના વકિલનો વિરોધ ઑબજેકશન ઑવરરૂલ્ડ કહી વકિલનો માર્ગ
  મોકળો કરી આપે છે.

  ભાષાની મર્યાદામાં રહી પ્રતિભાવો વ્યકત થાય તે ઈચ્છનીય છે.
  આપણું ગુર્જર સાહિત્ય એટલું પણ નબળું નથી કે કોઈ ૮-૧૦ પ્રતિભાવ-પ્રત્યુત્તરથી ફસકાઈ પડે.
  આપણા વડિલો ગુર્જર સાહિત્યના પાયા પાતાળે નાખીને ગયા છે. નવી પેઢી પાસે અપેક્ષા છે કે
  સરસ…બહુ સરસ…ગમ્યું…સુંદર વાર્તા જેવા પ્રતિભાવોમાંથી બહાર નિકળી મનન…મંથન કરી મૌલિક વિચારો
  રજૂ કરે. સારંગીવાદન ગુજરાતી સાહિત્યની ઓળખ ક્યારેય રહી નથી.

  ધન્ય ધન્ય ધરા ગૂર્જર.
  જય જય ગરવી ગુજરાત.

 31. http://www.layastaro.com પર હું અવારનવાર કોમેન્ટો લખું છું. એ તથા અન્ય વાચકોના પ્રતિભાવો નિયમિત વાંચવાથી ઘણું જાણવાનું અને શીખવાનું પણ મળશે.
  ‘કોમેન્ટ કરવાની કળા/કસબ’ એ નામનો લેખ લખવાનો મને કેટલાક સમયથી વિચાર આવ્યા કરે છે.

 32. DHIREN says:

  First of all thanks and hats of to Mrugeshbhai for writing such a nice article which tells clearly that this is not the entertainment website.
  I have always seen the qualtiy of articles published on this website, the purpose of which is not to entertain the mind but to raise the standard of the life and to serve the gujarati society.
  We as readers feel sorry that Respected Mrugeshbhai has to write such article.
  Looking forward that READ GUJARATI gets more and more high quality standard and keep alive the GUJARATI literature alive.
  best regards
  DHIREN

  • Jay says:

   Dhiren,

   You and Mrugeshbhai are treating “entertainment” as a sin. I hope that both of you guys actually meant to “casual behaviour” when you used word “entertainment”.

   If there is no entertainment in Gujarati literacy, it would die one day, no matter how hard anyone try. It is entertaining (even enlightenment also entertains the seer) feature only, that keeps this going..

 33. Moxesh Shah says:

  Suggession:
  Shri Mrugeshbhai,
  I want to suggest that, please explore for a solution by which, any reader can post only one comment on each article. By this way we can control the arguments on each other.

  To all the Respeced Readers,
  Please try to give comment on article. Interact with original writer of the article or Editor of this Site, i.e. Shri Mrugeshbhai instead of discussion within, which can be done on our own personal platform via mails. Self discipline is very very important.

  We all shall understand that the feeling of Shri Mrugeshbhai is not to stop us from commenting but what the technical difficulties he might be facing with so much arguments on this Site.

  No વાદ-વિવાદ only સમ્વાદ.

 34. Nilesh Shah says:

  Editor’s article is timely and very good.

  I suggest comments / opinion should be limited to fix number of words or lines.

 35. Mital Parmar says:

  સાચિ વાત કહિ…..મૃગેશભાઇ

 36. વટેમાર્ગુ says:

  નમસ્તે મૃગેશભાઇ,

  સંમત છું આપન લેખ સાથે. મે જોયું છે કે જે રોજેરોજ રીડગુજરાતી વાંચે છે તે વાચકો ના પ્રતિભાવો શિષ્ટ ભાષામાં હોય છે. અને ક્યારેક જ વાંચન કરતા વાચકોના પ્રતિભાવો માં તથ્ય હોતું નથી.

  બીજું કે કોઇ પણ લેખક ના લેખ પર કટાક્ષ કે પ્રતિભાવ આપતાં પહેલા વાચકે એમ વિચારવું જોઇએ કે પોતા આ પ્રકારનું સાહિત્ય સર્જી શકે છે? બીજું એ કે લેખક હંમેશા પોતાની રીતે મન ના વિચારો ને પોતાના લેખમાં અભિવ્યક્ત કરે છે. લેખક ના વિચારો ને સમજી શકો તો ઘણું જ સારું. હા…… વિચારો ને જે રીતે લેખમાં વ્યક્ત કર્યા હોય તેને બીજી કોઇ રીતે વ્યક્ત થઇ શકતા હોય તે વિશે પણ પ્રકાશ પાડી શકાય. ત્યારે એમ ન કહેવાય કે આ ખોટું છે તે બરોબર નથી. એમ કહી શકાય કે તમે તમારા વિચારને કૈક આવી રીતે પણ વ્યક્ત કરી શક્યા હોત.

  પ્રતિભાવો આપવા સહેલા છે. સહિત્યનું સર્જન કરવું બહુ કઠીન છે.

  વટેમાર્ગુ.

 37. Vaishali Maheshwari says:

  Mrugeshbhai, thank you for writing this article.

  I agree with all your thoughts and I hope we all readers understand the motto of this website and write our comments accordingly.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.