તણખલાં – સંકલિત

[અ] અમારાં માસીબાની સાત શીખ – પદ્મા ફડિયા

[‘અખંડ આનંદ’ માર્ચ-2010માંથી સાભાર.]

પૂ. માસીબા એટલે કલાવતીબહેન પારેખ. ગુણવંતીબહેન ગાંધીનાં મોટાં બહેન. એ બંને બહેનોને હું ‘બા’ જ કહેતી. મને દીકરીની જેમ રાખતાં. માસીબા રંગે ગોરાં, હસમુખાં, સ્વભાવ ઉદાર અને મિલનસાર, પૂરાં શિસ્તબદ્ધ અને પ્રખર બુદ્ધિશાળી.

એક રાતે અમે બંને વાતોએ ચડ્યાં. મને કહે, ‘ભાણી, તું લેખિકા છું, વિચારક છું, હોશિયાર છું પણ મારે તને કેટલીક વાતો કહેવી છે તે તું શાંતિથી સાંભળ, ધ્યાનમાં રાખ. જો તારે જીવનમાં સુખી થવું હોય તો આ શિખામણો તને ખૂબ જ કામમાં આવશે. હું તો ખૂબ ખુશ થઈ ગઈ અને એમની પાસે શાંતિથી બેસી ગઈ. માસીબાએ મને પોતાની પાસે બેસાડીને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કેવી છે, એને ઓળખવી હોય તો એની કર્તવ્યનિષ્ઠાથી ઓળખી શકાય. એ કામ કેવું કરે છે, કેટલું શુદ્ધ અને સાચું કરે છે એ ઉપરથી એ કેવી વ્યક્તિ છે એનો ખ્યાલ આવી જાય. માસીબાએ કહ્યું કે મારી આટલી વાત ગાંઠે બાંધજો :

[1] કોઈ પણ વ્યક્તિ ભલેને ગમે તેવી મહાન હોય તો પણ એનાં વખાણ પહેલેથી કરવાં નહિ. એ વ્યક્તિને પહેલાં સમજો અને પછી જ એના વિશે બોલવું.

[2] કોઈ પણ કામ કરવું તો ચોક્કસ આયોજનપૂર્વક કરવું. આયોજન વગરનું કાર્ય કદી સફળ થતું નથી. એટલે જે કાર્યનું આયોજન કરો તે પૂરા વિચારપૂર્વક કરવું.

[3] જ્યારે જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે કદી રડવું નહિ. રડવાથી કદી જિંદગીનો ઉદ્ધાર થવાનો નથી કે નથી એમાંથી માર્ગ નીકળવાનો, પરંતુ હસીને, મનને સ્થિર કરીને, વિચાર કરીને મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધો.

[4] ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહિ અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહિ, પણ સમતોલપણું એ સુખની નિશાની છે. જો જીવનમાં તમે સમતોલપણું અને સંયમ રાખશો તો જરૂર સુખી થવાશે.

[5] ક્યારેય અને ક્યાંયે વધુ પડતું બોલ બોલ કરવું નહિ. પહેલાં સામી વ્યક્તિને સાંભળીને, એના મનને સમજવાનો પ્રયત્ન કરવો અને પછી એના વિશે એકદમ અભિપ્રાય ન આપતાં વિચારપૂર્વક, શાંતિથી, મીઠી વાણીમાં એને કહો અને એને ગમે એવી વાણીમાં બોલો.

[6] ન તો કોઈનું ખોટું બોલો કે ન તો કોઈની નિંદા કરો. એના વિશે અણગમો પેદા ન કરો. પ્રેમથી એને કહો. એના હૈયામાં ઊતરી જાય એવી રીતે બોલો. ગમે તેવી વ્યક્તિ વિશે ગમે તેમ બોલવાથી આપણી શક્તિ હણાઈ જાય છે.

[7] જો શરીર સુખી તો મન સુખી અને મન સુખી તો જીવન સુખી. જીવન આનંદમય બને એટલું જ નહિ પણ સૌને આનંદ મળે. જો વ્યક્તિને આનંદ આવે તો સમગ્ર કુટુંબને અને સમાજને પણ આનંદ આવે. આમ વ્યક્તિથી કુટુંબ, કુટુંબથી સમાજ અને સમાજથી સમગ્ર દેશ સુખી થઈ શકે. આમાં પ્રભુભક્તિ બળવાન છે. પ્રાર્થના એ માનવી માત્રને આંતરિક બળ અને પ્રેરણા આપે છે. ધર્મ એ સ્ત્રીની શક્તિ છે. ધર્મ વિના સ્ત્રીશક્તિ પાંગળી છે. માટે જ ભાણીબા, ધર્મ જ માનવીને ઊર્ધ્વમાર્ગે લઈ જાય છે એ વાત મનમાં સમજીને, વિચારીને જીવન જીવજે તો જીવન જરૂર સુખી થશે.’

[બ] નિયમિતતા – પિયુષ પટેલ (ધોરણ-10: વિદ્યાર્થી)

રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું કાના પટેલ. શરીરનો બાંધો મધ્યમ પણ સ્વાસ્થ્ય સારું. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની નાની નમણી પાડી. કાના પટેલને ખુબ વ્હાલી હતી. પણ, કાના પટેલનું ઘર છેક ગામના છેવાડે. દીપડા જેવા હિંસક પ્રાણી ઘણીવાર ગામમાં ઘૂસી જાય અને નાના પ્રાણીઓને ખાઈ જાય-ઉઠાવી જાય તેવા બનાવો બનતા. તેથી તેમને ભય સતાવે કે રખે ને કોઈ દીપડો આવીને મારી પાડીને ઉપાડી જશે તો ? તેથી પટેલ રોજ રાત્રે પાડીને ખભે ઉપાડીને મેડા ઉપર ચઢાવી દે. કાના પટેલનો આ નિત્યક્રમ બની ગયો.

છ માસ વીતી ગયા. પાડી તો ખાસ્સી મોટી થઈ ગઈ. છતાં કાના પટેલ પહેલાંની જેમ જ સરળતાથી તેને મેડે ચઢાવી દે. એકવાર પટેલને ઘેર તેમના મિત્ર ભીમજી પટેલ આવ્યા. તેઓ ભીમ જેવા જ તગડા અને કદાવર. વળી તેમને પોતાના બળનું પણ ખૂબ અભિમાન. તેથી કાના પટેલને થયું કે લાવને આજે આનું અભિમાન ઉતારું. તેમણે ભીમજી પટેલને પડકાર ફેંક્યો કે, ‘બોલ ! ભીમજી ! મારી પાડીને તું મેડે ચઢાવી શકે તો હું તને 500 રૂ. ઈનામ આપું.’ ભીમજી તો તરત તૈયાર થઈ ગયો. સઘળું જોર એકઠું કરી તેણે પાડીને ખભે તો ચઢાવી પણ પહેલું પગથિયું ચઢતા જ ‘ધડામ’ કરતો તે નીચે પટકાયો. ભીમજી માંડ માંડ ઊભો થયો તો કાના પટેલ કહે જો હવે હું પ્રયત્ન કરું. કાના પટેલને તો રોજનો મહાવરો. તેમણે પાડીને ખભે બેસાડી અને સડસડાટ મેડે ચઢી ગયા. ભીમજી તો ફાટી આંખે તેને જોતો જ રહ્યો.

કાનજી પટેલે પોતાના નિત્યક્રમની વાત કરી ત્યારે તેને સમજાયું કે કોઈ કામ વારંવાર, સતત અથવા નિયમિત કરવાથી સરળતાથી થઈ શકે. (‘સંપર્ક’ સામાયિક-કલોલ માંથી સાભાર.)

[ક] અભાવ : વસ્તુને જાણવા માટેનો કસોટી-પથ્થર – મોહમ્મદ માંકડ

કોઈએ એવી ટકોર કરે છે કે, સૌથી કાતિલ ઝેર માતાના ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. ટકોર સગા ભાઈઓના સંદર્ભમાં છે. સગાં ભાઈ-બહેનો વચ્ચે જે જાતના ઝઘડાઓ જોવા મળે છે એવા ઊતરતી કક્ષાના ઝઘડાઓ અજાણ્યાઓ વચ્ચે પણ જોવા મળતા નથી : એક હાથ જમીન માટે કે એકાદ દીવાલ કે શેઢા માટે ભાઈઓ ખુવાર થઈ ગયાના દાખલાઓ જોવા મળે છે. માતાપિતાના મૃત્યુ પછી ભાગ વહેંચતી વખતે નાનકડી ગોદડીના પણ ભાગ પાડ્યાના દાખલાઓ જાણવા મળ્યા છે. જેની સાથે જિંદગીનાં અનેક વર્ષો ગાળ્યાં હોય, જેને મૂકીને પોતે કોઈ સારી ચીજ ખાધી ન હોય કે વાપરી ન હોય, જેને સામાન્ય તાવ આવ્યો હોય તો પણ પોતે આખી રાતનો ઉજાગરો કર્યો હોય, એવા વ્હાલસોયા ભાઈ તરફ એકાએક માણસ કેમ આટલો નઠોર, નિર્દય, નાસમજ બની જતો હશે ? માર્કસવાદીઓ કહેશે : ‘મૂડી’; દરેક સંબંધોના મૂળમાં પૈસા-અર્થ મુખ્ય ભાગ ભજવે છે.

ઠીક છે. પણ આ વાતને બીજી એક બાજુ પણ છે. મારા એક મિત્ર વેપારી છે, બાહોશ છે, પૈસાદાર છે. એમને માત્ર એક જ વાતનો વસવસો છે. એમને કોઈ સગો ભાઈ નથી. ઘણીવાર અફસોસથી એ કહે છે : ‘મારે જો એક ભાઈ હોત !’ ‘તો ?’ મેં એકવાર એમને પૂછ્યું હતું. ‘તો અમે બન્ને જણ થઈને બિઝનેસનો કેટલો વિકાસ કરી શકત ! હું એકલો છું એટલે નવું કોઈ સાહસ કરવું હોય તો મન પાછું પડે છે. એકલે હાથે કેટલું કેટલું થાય ? બાજુમાં કોઈ ટેકો દેનાર હોય તો….’ મને કહેવાનું મન થઈ ગયું હતું કે, સગા ભાઈઓ ટેકો દેવાના બદલે મોટા ભાગે ટેકો ખસેડી લેવાનું કામ કરતા હોય છે. પણ એમને એમ કહેવાનો કશો અર્થ નહોતો, કારણ કે, એમને ભાઈ નહોતો, ભાઈ વિષેની માત્ર કલ્પના એમના મનમાં હતી. અને ભાઈના અભાવમાં ભાઈ હોય તો કેવો હોય, અને ભાઈ મળવાથી પોતાને શું શું મળી શકે તેનું એક ચિત્ર તેમણે દોર્યું હતું. અને તેમના માટે એ ચિત્ર સાચું હતું.

કોઈ વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે નહિ, પણ તે નથી હોતી ત્યારે જ આપણને તેના સાચા સ્વરૂપની ખબર પડે છે. દાંત હોય છે ત્યારે માણસ દાંતની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે આંખોની સંભાળ લેતો નથી. તંદુરસ્તી હોય છે, ત્યારે તંદુરસ્તીની કિંમત તેને સમજાતી નથી. એ જ રીતે ભાઈ હોય છે, એને ભાઈ એટલે શું તેની કિંમત સમજાતી નથી. જ્યારે જે વસ્તુનો અભાવ હોય, અથવા તો અભાવ ઊભો થાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાય છે.

બહુ વિચિત્ર લાગે તેવી આ હકિકત છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ ખરેખર કેવી છે તેની ખબર તે ન હોય ત્યારે જ પડે છે. એટલે, જ્યારે તમે કોઈ ઉપર નારાજ થાઓ, કોઈની સાથે લડવા ઝઘડવા તૈયાર થઈ જાઓ, કોઈની કિંમત માંડવા ઉત્સુક થઈ જાઓ, ત્યારે તે વ્યક્તિ કેવી છે કે તમને કેવી લાગે છે, તેનો વિચાર કરવાના બદલે તે ન હોય તો તેની કેવી અસર પડે તેનો વિચાર કરજો – તેની ખરી કિંમત તો જ તમને સમજાશે. (‘પ્રસાદ’ પુસ્તકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોટું જુઠાણું – કનુભાઈ રાવલ
આયના માંહ્યલો ગોઠિયો – અનુ. મકરન્દ દવે Next »   

16 પ્રતિભાવો : તણખલાં – સંકલિત

 1. Sonia says:

  A very nice collection! All story has a valuable message. Thanks for sharing. 🙂

 2. Neha says:

  ખુબ સરસ, સમજવાલાયક અને જીવન માં ઉપયોગી સંકલન. આભાર મ્રુગેશભાઈ.

 3. DHIREN says:

  AMAZING STORIES AND LESSONS WRITTEN.
  અમારા માસિબા ની સાત સીખ ખુબ જ સૂદર અને પ્રૅરના દાય્ક લખાઈ.
  thanks to writer for sharing such a nice inspiring article.

  regards
  DHIREN

 4. પ્રથમ લેખની વાતો ઘણી જ સરળ અને અનુકરણીય. પિયુષભાઈએ નિયમીતતા વિશે સરસ વાત કરી. નિયમીત જીવનથી થતા લાભો પુષ્કળ છે.

 5. nayan panchal says:

  સુંદર પ્રેરણાદાયી પ્રસંગો.

  કોઈ વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે નહિ, પણ તે નથી હોતી ત્યારે જ આપણને તેના સાચા સ્વરૂપની ખબર પડે છે. આના અનુસંધાનમાં એક વાત કહેવી છે.

  હું કોઈકવાર મુંબઈની લોકલ ટ્રેનમા અપંગો માટેના અનામત કોચમા બેસવાની તક ઝડપી લઉં છું. એકવાર મારી સામેની સીટ પર ત્રણ કોલેજીયન બેઠા હતા, ત્રણેય સાઈન લેન્ગવેજથી વાત કરતા હતા. ત્રણેય બહારથી એકદમ નોર્મલ દેખાય, તેમના ચહેરા પર હાસ્ય અને આખી યાત્રામાં સતત તેમની વાતચીત (?) ચાલતી રહી, જાણે તેમને કેટલુ બધુ એકબીજાને કહેવાનુ હોય, પરંતુ મારા કાને એક શબ્દ પણ ન અફળાયો. ત્યારે મને એ વિચાર આવ્યો કે તેમના માટે જીભ વડે બોલાયેલા એક શબ્દનુ મૂલ્ય કેટલુ હશે, કે તેમના કાન પર જો કોઇક અવાજ પણ સંભળાય તો તેમને કેટલો આનંદ થાય.

  ભગવાને આપણને જે નથી આપ્યુ એની ફરિયાદ કરતા પહેલા મુંબઈના લોકલ ટ્રેનના અપંગો માટેના ડબામાં એકવાર યાત્રા કરી લેવી.

  ખૂબ આભાર,
  નયન

 6. gitadarji says:

  ખુબ સરસ,અભાવ લેખ ખુબ સરસ.

 7. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  માસીબાની ૭ શીખમા ઘણી ખરી આપણા “પ્રતિભાવ” પર પણ લાગુ પડે છે. જેમકેઃ
  – ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહિ અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહિ.
  – ક્યારેય અને ક્યાંયે વધુ પડતું બોલ બોલ કરવું નહિ. પહેલાં સામી વ્યક્તિને સાંભળીને, એના મનને સમજવાનો પ્રયત્ન કરવો …….
  – ન તો કોઈનું ખોટું બોલો કે ન તો કોઈની નિંદા કરો. એના વિશે અણગમો પેદા ન કરો

  પિયુષભાઈએ નિયમિતતાની વાત કરી તે ખુબજ સરસ. એક કામ તમે નિયમિત કરો તો આપણે એમા એકદમ પાવરધા થઈ જઈએ છીએ.

  “અભાવ” સુંદર પ્રેરક લેખ. ખરેખર જયારે કોઈ વસ્તુ આપણી પાસે ના હોય ત્યારેજ તેની સાચી કિંમત આપણને ખબર પડે છે. મોહમ્મદભાઈ માંકડે કહ્યુ તેમ હુ પણ ઘણી વખત વિચારતો હોઉ છુ કે મને પણ જો એક ભાઈ હોતતો કેવુ સારુ હોત.

 8. Veena Dave. USA says:

  અ. બ્ ક્ સરસ પણ ક્ ના એક વાક્ય સાથે સંમત હુ નથી કે ‘સૌથી કતિલ ઝેર માતાના ગર્ભાશયમા ઉત્પન્ન થાય છે.’ ક્.ના પહેલાજ ફકરામા જ તેનો જવાબ છે.
  શ્રી મૃગેશભાઈ, વિવાદ નથી છેડવો પણ માના ગર્ભાશય કરતા માણસનુ મન વધુ જવાબદાર હોય શકે .

 9. Veena Dave. USA says:

  બે દિવસ પહેલા એક વાક્ય વાચેલુ કે સવારમા દિકરો , બાપને હગ કરે તે બાપને હાટૅ એટેક ના આવે. વાહ વાચીને પણ ભાવુક થઈ જવાય બરાબર ને?
  આ સાઈટનો આલેખ જે નિશાળ્ , ગુરુકુળ કે સંસ્થામા વંચાશે ત્યા કિશોરાવસ્થાની વયના વિધ્યાર્થી ના માનસ પર શુ અસર થશે એ વિચારવા જેવી બાબત છે. એ વિધ્યાર્થીની માતાઓએ ભવિષ્યમા ઘરડા ઘરમા જવાની તૈયારી કરી લેવાની.
  આજે મન ખિન્ન થઈ ગયુ.

 10. I do not exactly remember but such type of article i have read in past tense when i was a boy –in fact I remember that previously all aunties(from maternal and paternal both ) were giving so much love and story telling that one would like to be with them –even away from mother–family–
  still i remember support of my auntie –she kept me at her house in college days –whereas my mother and sisters were scolding me as buddhu –but she gave me courage and I became civil engineer –now when she is old i am her person to share her feelings as she gets troubles from her own children the day she lost uncle — she is like an angel for me –more valuable than even my real mother—
  ton of thanks to remind me –now such aunties has disappeared –and all family values are lost —

 11. Dipti says:

  સુંદર અને પચાવવા લાયક સંકલન

 12. hemant shah says:

  સુન્દર સમજવાલાયક વાત જિન્દગી મા ઉતારવા લાયક વાત આભાર મ્રુગેશ્ભાઈ

 13. PRAFUL SHAH says:

  SHRI MUGESHBHAI,

  MANY THANKS FOR YOUR HARD WORK. AT 87 I CAN READ AND PASS MY LEFT OVER LIFE AND ENJOY READING GUJARATI- I LOVE TOO MUCH GUJARATI OUR MOTHER LANGAUGE. I HAVE BOUGHT LAPE TOP COMPUTER AND TRY AND TRY. I CAN REPLY IN ENGLISH AND SORRY FOR THE SAME. I TRY HARD TO LEARN TO REPLY OR WRITE IN GUJARATI, I CAN EXPRESS MY IDEAS, BUT SORRY FOR USEING ENGLISH; BEING EASY TO TYPE ON COMPUTER, ..IS ANY EASY WAY TOSTART TO LEARN TO WORK IN GJARATI? I WROTE TO SHRI UTTAMBHAI GAJJAR AND RESPECTED RATIBHAI,,,i WILL KEEP TRYING AND WILL TRY TO HELP OTHER seniors TO FOLLOW ME.LET US SEE.., MEANWHILE THANKING YOU AND ALL YOU WORK SO HARD FOR OUR GUJARATI.GOD BLESS YOU ALL…PRAFUL SHAH

 14. Pravin V. Patel [USA] says:

  ઉમદા શિખામણો, ખરેખર આત્મસાત કરવા જેવી.
  માસીબા-બાનો તેમજ નિમિત્ત બનવા માટે પદ્મા બહેનનો આભાર.
  ‘અભાવ’ નો ભાવ આંખ ઉઘાડનાર છે.
  મોહમ્મદભાઈ માંકડ એક ઉમદા સર્જક છે.
  આભાર.

 15. Vaishali Maheshwari says:

  Very nice collection of stories having wonderful morals. Thank you for sharing these stories with us.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.