કાચા કોડિયે – નંદુકુમાર પાઠક

[ ‘ગુજરાતી નવનીત : ધોરણ-10’ માંથી સાભાર.]

કાચા આ કોડિયે મૂકેલો
……….હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.

સૂરજનાં અજવાળાં એમાં સજાયાં,
શશિયરનાં શીતળ જો કિરણો સમાયાં,
ગેબી કો ગોખમાં મૂકેલો
……….હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.

વર્ષાની વાદળીઓ આવે ને આંતરે,
અંધારાં અવનીનાં આવે ને આવરે,
ઝંઝાના વીંજણે ઝગેલો
……….હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.

સંતનનાં નયનોની કીકીમાં ડોલતો,
દુખિયારી આંખોની ખીણોમાં ઓપતો,
સોહે અનેકમાં એકલો
……….હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આયના માંહ્યલો ગોઠિયો – અનુ. મકરન્દ દવે
3000 લેખોની વાચનયાત્રા – તંત્રી Next »   

4 પ્રતિભાવો : કાચા કોડિયે – નંદુકુમાર પાઠક

 1. ખુબ જ સરસ છે…

  “માનવ”

 2. Excellent poem —it is very rightly said –હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો. –in who am I? poem –poet says that i am a flower quickly fading –here today –gone tomorrow !!!!—but ego does not allow and sees whole world as yellow while world is a beautiful creation of god –first man kind makes earth dirty and then after thousand years says let us make –green earth !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 3. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  કાચા આ કોડિયે મૂકેલો
  ……….હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.

  આ એક રુપક કાવ્ય છે. કાચુ કોડિયુ એ આપણુ શરીર છે. અને દીવડો એ શરીરની અંદર રહેલ આત્મા છે. ૧૦૦ સુરજના અજવાળા એ આ આત્મારુપી દીવડામા પ્રજ્વલિત છે.
  સરસ કાવ્ય.
  – ચેતન ટાટારીયા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.