3000 લેખોની વાચનયાત્રા – તંત્રી

આજના મંગલપ્રભાતે ‘રીડગુજરાતી’ 3000 લેખોની વાચનયાત્રા પૂરી કરે છે ત્યારે ઘડીક રોકાઈને આ યાત્રા વિશે કેટલીક વાતો કરવાનું મન થાય છે. જેમ કેટલું ચાલ્યા એના કરતાં ક્યાં પહોંચ્યા એ વધારે મહત્વનું હોય છે એમ, કેટલું વાંચ્યું એના કરતાં શું વાંચ્યું એનું મહત્વ હંમેશા વધારે રહેવાનું. તેથી આંકડાઓ ક્યારેય અગત્યના હોતા નથી પરંતુ એ બહાને ઘડીક અતીતમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. ગિરનાર પર એક હજાર પગથિયાં ચઢીએ એટલે થોડો પોરો ખાવાનું મન સ્વાભાવિક થઈ આવે. એ રીતે આજે 3000મા પગથિયે બેસીને ચાલો થોડી વાતો કરીએ.

માણસની કોઈપણ પ્રવૃત્તિ ત્યારે પરિપૂર્ણ બને છે જ્યારે તેમાં તેનું મન પરોવાય છે. વાચન પણ એમાંથી બાકાત નથી. આ વાતનો અહેસાસ મને ‘રીડગુજરાતી પુસ્તિકા’ના પ્રકાશન સમયે થયો. પસંદ કરેલા લેખો મુદ્રકને આપ્યા બાદ, કોમ્યુટરમાં તેનું લખાણ અને આવરણ તૈયાર કરીને તેમણે મને અઠવાડિયા પછી પુસ્તકની કાચી નકલ તૈયાર કરીને આપી. મારાથી તેમને સહજ પૂછાઈ ગયું :
‘તમને આ લેખો કેવા લાગ્યા ?’
તેમણે આશ્ચર્યથી મારી સામે જોઈ, મને પૂછ્યું : ‘તમે મને કંઈ કહ્યું ?’
‘હા…હા.., આ લેખો તમે કોમ્પ્યુટરમાં લખ્યા, એની જોડણી તપાસી અને આ કાચી નકલ તમે તૈયાર કરીને આપી એટલે તમે એના સૌથી પહેલા વાચક થયાને ?’
‘મેં ક્યાં વાંચ્યું છે ? મેં તો ફક્ત ટાઈપ કરીને એની જોડણી ચકાસી. મને તો તેનો અક્ષરેય યાદ નથી !’

આ સાવ નાની ઘટના મને ખૂબ વિચાર કરવા જેવી લાગી. કોઈ માણસના હાથમાં પુસ્તક હોય, એમાંથી જોઈને એ દરેક શબ્દ ચકાસીને ટાઈપ કરતો હોય, પ્રત્યેક શબ્દની જોડણી તે બરાબર તપાસતો હોય અને છતાં એ વાંચે છે એમ ન કહેવાય ! એને અક્ષરેય યાદ ન હોય. આ કેવું ગજબનું આશ્ચર્ય ! તો પછી કોઈ સર્જક એમ કહી દે કે મારા પુસ્તકની 2000 નકલો લોકો સુધી પહોંચી ગઈ, તો એ વિધાન કદાચ થોડી ઉતાવળમાં કહેવાઈ ગયું હોય એવું લાગે ! મને ઘણા લોકો પૂછે કે ‘રીડગુજરાતીના વાચકો કેટલા ?’ મને કહેવાનું મન થાય કે એ પ્રશ્નને જરા બાજુ પર રહેવા દો. કારણ કે સાચા અર્થમાં ‘વાચન’ની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. એ મૉલના ‘Upto 90% Sale’ જેવું અટપટું છે. વાચનની પરિભાષા યોગ્ય રીતે સમજવા માટે ઘણી બાબતો વિચારવી પડે.

સૌથી પહેલા તો મન પરોવાય તે અગત્યનું છે. વાહનવ્યવહારના સાધનોથી રૂબરૂ તો આપણે ફટાફટ ગમે ત્યાં પહોંચી જઈએ છીએ પરંતુ આપણે મનથી બધી જગ્યાએ ક્યાં હાજર હોઈએ છીએ ? જો ખરેખર મન જોડાય તો વાચન સાથે મનન-ચિંતનના ચક્રો ચાલુ થયા વગર ન રહે. કેવળ પુસ્તકની ઉપસ્થિતિ માત્રથી દુનિયા બદલાઈ જતી નથી. એ તો દવાને ખિસ્સામાં રાખીને ફરવા જેવું છે ! ઘણા ઘરોમાં શૉ-કેસમાં પુસ્તકો કેટલા સરસ રીતે શોભતા હોય છે પણ એ જેમણે ખરેખર જીવનમાં આત્મસાત કર્યા હોય એના ‘શૉ-કેસ’ તો ક્યારના વેચાઈ ગયા હોય છે ! વિનોબાજી જાહેર સભાના બે મિનિટ પહેલાં તલ્લીન થઈને પુસ્તકમાં ડૂબી જતાં. બે મિનિટ પછી એ વંચાઈ ગયેલું પુસ્તક કોઈને ભેટ આપીને નીકળી પડતાં. અગત્યની વાત મનને વાચનની ભૂમિકા માટે તૈયાર કરવાની છે. તો જ આવી એકાગ્રતા સાધી શકાય. આપણે વાંચતા નથી ‘વાંચી નાંખીએ’ છીએ અને પરિણામે આપણને એકની એક વાત વારંવાર સમજવાની જરૂર પડે છે. આ કારણે હાથમાં લીધેલું પુસ્તક હૈયાં સુધી પહોંચતું નથી. ‘Between the lines’ જે લખાણ હોય છે એ સમજાતું નથી અને આપણે તેમાંથી ગુણ કેળવવાની જગ્યાએ તેની ગુણવત્તા તપાસવા બેસી જઈએ છીએ ! એકાગ્રતા અને વાચન માટે કેળવાયેલી ભીતરની અવસ્થા માણસને પુસ્તકમાંની એ જ ઘટના-પ્રસંગોમાંથી દર વખતે નવા અર્થો આપે છે. અનેકવાર વાંચીએ ત્યારે કોઈકવાર ખરેખરા અર્થમાં વાચન આત્મસાત થતું હોય તેમ લાગે છે. કોઈ ક્ષણ એવી આવે છે જ્યારે મન સ્થિર બને છે અને વીજળીના ચમકારે મોતી પરોવાઈ જાય છે.

અગાઉ કોઈ લેખમાં આ બાબતે એક શ્લોક વિશે મેં વાત કરી હતી. આજે ફરી તેની પુનરુક્તિ કરું. સંસ્કૃત સુભાષિતોમાં કોયડા જેવો એક સરસ શ્લોક છે.

યુધિષ્ઠિરસ્ય યા કન્યા, નકુલેન વિવાહીતા |
ભીમસેનસ્ય યા માતા, સા દેવી વરદાયિની ||

આ શ્લોકનું કોઈ ભાષાંતર કરીને વાંચે તો ભારે ગરબડ થાય. એનો સાર સમજવા એનું રૂપાંતર કરવું પડે. સરળ ભાષાંતર પ્રમાણે એવો અર્થ થાય કે : ‘યુધિષ્ઠિરની જે પુત્રી છે, નકુલની સાથે જેનાં લગ્ન થયાં છે, ભીમસેનની જે માતા છે તે દેવી વરદાયીની છે.’ યુધિષ્ઠિરની પુત્રી, એના વળી નકુલ સાથે લગ્ન ! એ પાછી ભીમસેનની માતા અને એ દેવી વરદાયીની છે !! કેવું આશ્ચર્ય ! જ્યાં સુધી સ્થિર ચિત્તથી ન વિચારાય ત્યાં સુધી એનો યોગ્ય અર્થ પ્રગટતો નથી. એ જ ભાષાનો મહિમા છે. રૂપાંતર કરીએ તો સમજાય કે યુધિષ્ઠિર એટલે યુગોથી યુદ્ધમાં જે સ્થિર છે તે – એટલે કે હિમાલય. ‘નકુલેન’નો અર્થ છે જેનું કોઈ કૂળ નથી તે – એટલે કે ભગવાન શંકર. ભીમસેનનો અર્થ છે જેની ભીમ જેવી વિશાળ મોટી સેના છે એવા દેવોના સેનાપતિ કાર્તિકેય. ટૂંકમાં, હિમાલયની પુત્રી, ભગવાન શંકરના પત્ની તથા કાર્તિકેયના માતા એટલે કે પાર્વતી દેવી વરદાયીની છે. કેવી સરસ વાત ! માણસનું મન શબ્દોના અર્થને ખોજવા માટે અંધારામાં ઉપયોગમાં લેવાતી ટોર્ચ જેવું કામ કરે છે. એ જેટલું સબળ તેટલી વાચનની માણસના જીવન પર ઊંડી અસર. એકાગ્રતા માણસને વિચારવા પર મજબૂર કરી દે છે અને ત્યારે સમજાય છે કે એક સાદુ વાક્ય પણ કેવી મોટી વાત કહી જાય છે ! હમણાં એક પુસ્તકમાં આવું જ વાક્ય વાંચવા મળ્યું. એમાં લેખકે લખ્યું હતું કે : ‘આણંદના ભજિયાંનો સ્વાદ અમદાવાદમાં ખબર નથી પડતી.’ એમ કહીને તેમણે વિષયનો સંદર્ભ સમજાવતાં આગળ કહ્યું કે : ‘બરાબર એ જ રીતે માણસના જીવનમાં આગળ આવનારા દુ:ખો પહેલેથી કહીને નથી આવતા.’ સાહિત્યકાર મીરાબેન ભટ્ટ કહે છે કે વાંચતા વાંચતા અટકી જઈને વિચારપૂર્વક વાંચવું, એ જ ખરું વાચન. કશુંક આપણને સ્પર્શી જવું જોઈએ જે આપણા ચિત્તમાં ઉથલપાથલ મચાવી દે. ગુણવંત શાહ કહે છે કે માણસના જીવનમાં ‘ખલેલ’ પહોંચે એ બહુ મોટી વસ્તુ છે. એને કોઈ બાબતે ખલેલ પહોંચવી જોઈએ, જે એના ચૈતન્યને જાગૃત રાખે. રીડગુજરાતીનો ઉદ્દેશ આવી ‘મીઠી ખલેલ’ પહોંચાડવાનો છે.

યથાર્થ વાચનની પરિભાષામાં એકાગ્રતા પછી બીજા ક્રમે છે ‘અહંકારમુક્ત વાચન’. ઘણીવાર આપણે એકાગ્રતાથી વાંચી તો લઈએ પરંતુ એ વિચારોને ગ્રહણ કરવામાં આપણને આપણો અહંકાર આડે આવે છે. ‘અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ’ એ કહેવું સરળ છે પરંતુ એને સ્વીકારવામાં નડતી દીવાલોનું શું ? પૂ.મોરારિબાપુએ આ સંદર્ભમાં એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘સત્ય બોલવાના આગ્રહવાળા ઘણા લોકોને મેં જોયા છે પરંતુ એ લોકો જ જ્યારે બીજાનું સત્ય સ્વીકારવાની વાત આવે છે ત્યારે સ્વીકારી શકતા નથી.’ ઘણા માણસો વિશાળ વાંચન ધરાવતા હોય, એમની પાસે માહિતીનો ખજાનો હોય, સાક્ષાત ગૂગલના અવતાર જેવા લાગે પણ એમના વ્યવહાર અને વિચારોમાં આસમાન જમીનનું અંતર દેખાય ! અભિમાન માણસના અંત:કરણ સુધી ગુણોની સુગંધને પહોંચવા દેતું નથી. ‘હું’ પણાના બ્લોકેજથી દિવસે-દિવસે નળીઓ સાંકડી થતી જાય છે. એ નળીઓમાં પછી કોઈ નવો વિચાર પ્રવેશી શકતો નથી. સરવાળે માણસ તાજગીનો સંસ્પર્શ ગુમાવે છે. અગાઉ કહ્યું તેમ, એવો વ્યક્તિ ગુણો ખીલવવાની જગ્યાએ પુસ્તકોની ગુણવત્તા તપાસવા બેસે છે ! વિનોબાજીએ કહ્યું છે કે માણસના જીવનનો એક જ મુખ્ય હેતુ છે અને તે છે ‘ગુણવિકાસ.’ એ ગુણવિકાસ માટે વાચન શ્રેષ્ઠ માધ્યમ છે પરંતુ હાથમાં પુસ્તક હોય એટલે માણસ વાંચતો જ હોય એવું જરૂરી નથી ! એ તો ક્યારેક પુસ્તકને તપાસતો હોય છે કે લેખકે આમાં જે લખ્યું છે એ બધું બરાબર છે કે ગપ્પાં છે ? લેખકે શું શું ભૂલો કરી ? આ લેખક પહેલાં આવું લખતા હતા, હવે કેમ આવું લખે છે ? – આમાં ગુણવિકાસનો કોઈ ઉદ્દેશ હોતો નથી. જીવનના દરેક ક્ષેત્રમાં આવું બને છે. મારા એક પરિચિત ભાઈ દર અઠવાડિયે કોઈને કોઈ નવા જ્યોતિષી પાસે જન્મકુંડળી લઈને જતાં. એક દિવસ મેં તેમને પૂછ્યું કે તમે જ્યોતિષવિદ્યામાં ભારે શ્રદ્ધા ધરાવતા લાગો છો. તો કહે, ‘ના ભાઈ ના. હું તો એ ચકાસવા જઉં છું કે એ જ્યોતિષીને કેટલું આવડે છે ? એની વાત કેટલી સાચી પડે છે. એ મારી કસોટીમાં કેટલો ખરો ઊતરે છે !’ આપણને એમ લાગે કે એ ભાઈને જ્યોતિષવિદ્યામાં કેટલી પ્રચંડ શ્રદ્ધા હશે, પણ આ તો સાવ ઊલટું નીકળ્યું ! વાચનની બાબતમાં પણ ક્યારેક એમ બનતું હોય છે.

જેવો માણસ અહંકારમુક્ત બનીને વાંચે કે એનામાં ગુણવૃદ્ધિ દેખાવા માંડે. વાચનથી માણસમાં પરિવર્તન ચોક્કસ દેખાવાનું. એક પુસ્તકનું બરાબર વાચન માણસને ‘મહાત્મા’ બનાવવા માટે પર્યાપ્ત છે. એટલે જ ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારા વિચારો રોજ નવા છે, મારું દર્શન રોજ જુદું છે. મારા કોઈ વિચારને અંતિમ માની લેવા નહીં. હું આજે જે કહું એનાથી આવતીકાલે કંઈક જુદું પણ કહી શકું…’ આ છે વિચારોને આત્મસાત કરીને તેને આચરણમાં ઊતારનાર વ્યક્તિની મન:સ્થિતિ. વાચનને જે વ્યવહારમાં લઈ આવે છે તેની આ વાત છે. એવો માણસ બદલાયેલો લાગે અને લાગવો પણ જોઈએ. માણસના સ્વભાવમાં પરિવર્તન લાવી શકે તેવા ગણતરીના સાધનો માનું એક ‘સાહિત્ય’ છે. હકીકતે આ યુગમાં સાહિત્યએ માનવજીવનના પરિવર્તનમાં ‘ત્રીજી વ્યક્તિ’ની ભૂમિકા ભજવવાની છે. મનોરંજનના આપણી પાસે અનેક સાધનો છે. સાહિત્યક્ષેત્રએ તેમાં પોતાની શક્તિનો વ્યય કરવો જરૂરી નથી લાગતો. આજના સમાજની મન:સ્થિતિને યોગ્ય આધાર આપે તો જ સાહિત્ય લોકભોગ્ય બને. એવું સાહિત્ય માણસના જીવનમાં ગુણવિકાસ કરાવી શકે.

આમ, ‘એકાગ્રતા’થી શરૂ થયેલી યાત્રા અહંકારમુક્ત બનતાં છેવટે ‘આચરણ’માં પરિણમે. એ રીતે જીવન જીવતો વ્યક્તિ પુસ્તક વાંચતા વાંચતા સામેની વ્યક્તિના મસ્તક વાંચતા પણ શીખી જાય. ન કહેવાયેલા કે ન લખાયેલા શબ્દો એને સમજાઈ જાય. વ્યક્તિનું જીવન ઊર્ધ્વગામી બને અને ત્યારે તે ખરો ‘વાચક’ કહી શકાય. વાંચીને જે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે તે વાચક.

આજે આપણે સૌ રોજેરોજ નવા બે લેખો માણીને ખરા અર્થમાં વાચક બનવાનો પ્રયાસ કરતાં કરતાં 3000 લેખોના મુકામે પહોંચ્યા છે તેનો વિશેષ આનંદ છે. રોજબરોજ મળતાં અનેક ઈ-મેઈલમાં વાચકો જે લખે છે તે પરથી હું નિશ્ચિતપણે એટલું માનું છું કે આ વાચન આપ સૌના જીવનમાં કોઈક તબક્કે ચોક્કસપણે ઉપયોગી થયું હશે. ક્યારેક કોઈ ટુચકાઓએ આપના મનનો ભાર હળવો કર્યો હશે તો કોઈક હાસ્યલેખોએ આપને ખડખડાટ હસાવી દીધા હશે. જીવનપ્રેરક વાતોએ આપની કેડી પર પ્રકાશ પાથર્યો હશે તો નિબંધોએ આપના ચિત્તને વધારે વિશાળ અને ઉન્નત બનવા પ્રેર્યું હશે. ઉપર કહ્યું તેમ, સાહિત્ય ખરા અર્થમાં વંચાય ત્યારે તેની ધારી અસર ઉપજ્યા વિના રહેતી નથી, એવી મને શ્રદ્ધા છે. મારી વ્યક્તિગત નિષ્ઠાના બળે કંઈક કહેવું હોય તો એમ કહું કે ‘સાહિત્ય દેવો ભવ:’ સાહિત્ય એ મારે માટે દેવ છે. આ દેવ શું નથી આપતા ? એમણે આપ સૌનો પ્રેમ-સ્નેહ આપ્યો, જીવનને સાચી દિશામાં દોરવાની શીખ આપી અને સાથે રોજ નવું નવું વાંચવાની તક તો ખરી જ ! જીવનમાં આનાથી મોટી બીજી ધન્યતા કઈ ?

આપ સૌ વાચકમિત્રો, લેખકો, પ્રકાશકો તેમજ રીડગુજરાતીને આર્થિક સહયોગ કરનાર સર્વ દાતાઓ તથા અન્ય તમામ નામી-અનામી સ્નેહીજનોને મારા ભાવપૂર્વકના વંદન. આજે અહીં વિરામ કરીએ અને આવતીકાલે 3000મા પગથિયેથી નવા બે લેખો સાથે ફરી આગળ ચઢવાનું શરૂ કરીશું. આભાર.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાચા કોડિયે – નંદુકુમાર પાઠક
તર્પણ – અશ્વિન વસાવડા Next »   

77 પ્રતિભાવો : 3000 લેખોની વાચનયાત્રા – તંત્રી

 1. rutvi says:

  આભાર મ્રુગેશભાઇ ,
  અગત્યની વાત મનને વાચનની ભૂમિકા માટે તૈયાર કરવાની છે. તો જ આવી એકાગ્રતા સાધી શકાય. આપણે વાંચતા નથી ‘વાંચી નાંખીએ’ છીએ અને પરિણામે આપણને એકની એક વાત વારંવાર સમજવાની જરૂર પડે છે. આ કારણે હાથમાં લીધેલું પુસ્તક હૈયાં સુધી પહોંચતું નથી
  “વાંચતા વાંચતા અટકી જઈને વિચારપૂર્વક વાંચવું, એ જ ખરું વાચન. કશુંક આપણને સ્પર્શી જવું જોઈએ જે આપણા ચિત્તમાં ઉથલપાથલ મચાવી દે”
  રીડગુજરાતી એ ઘણીવાર ડૂબતા ને સહારો ની જેમ જીવનની સમસ્યાઓ મા દીવાબત્તી નુ કામ કર્યુ છે,
  કેટલીકવાર ઉદાસીમા પણ હાસ્યલેખો એ એવી રીતે હસાવ્યા છે કે મન શાંત થઇ જાય્..
  આભાર ,

 2. Sonia says:

  Dear Mrugeshbhai & all members,
  Congratulations on milestone! Wish you many more years. You are doing a great and kind work for our society and Gujarati literature. I can’t thank you enough.
  Keep it up!

 3. hardik says:

  મૃગેશભાઈ,

  ખુબ સરસ.

  વાંચન ના સ્ટેજ માં એક બીજું સ્ટેજ તે “મનન” જે આપે કહ્યું તેમ અહંકાર મુક્ત થયા પછીજ થઈ શકે.
  પરંતુ મુખ્ય છે વાંચવા અને શિખવા માટે ની ધગશ. આપ સદા આજ ધગશ સાથે સાત્વિક વાંચન કરાવતાં રહૉ તેજ પ્રભુ પ્રાર્થના.

 4. અભિનંદન! તમને ભલે આંકડાઓનું મહત્વ ન હોય, પણ ૩૦૦૦ લેખો એટલે બહુ જ મોટી વાત છે.. ફરીથી, ગુજરાતી સાહિત્ય ઈન્ટરનેટ પર જીવી શકે છે તેવું સાબિત કરવા માટે અભિનંદન અને આભાર.

 5. Mukesh Pandya says:

  શ્રી મૃગેશભાઈ,
  વાચન જીવનનું ઘડતર કરે છે. આપણા સંસ્કારોના મૂળમાં વાચનનો ફાળો મા-બાપ, પર્યાવરણ, મિત્રો અને શિક્ષકો જેટલો જ છે. વાચનને સુગમ અને આધુનિક ટેકનોલોજીને અનુરૂપ બનાવવામાં રીડ ગુજરાતીનો પણ ફાળો છે.

 6. જગત દવે says:

  દરેક માધ્યમની જેમ વાંચનમાં પણ ‘સુ-વાંચન’ કરવું અગત્યનું છે. અહિં આપે મીઠી ખલેલની વાત કહી પણ કોઈ વાંચનથી જો ‘કડવી ખલેલ’ પણ થાય તો તે પણ આવકાર્ય છે. મનની તબિયત સુધારવા કોઈવાર વાંચનની ‘કડવાણી’ પણ જરુરી બની જાય છે. કેમકે અ-જ્ઞાનનાં પડળોનાં તુટવાનો અનુભવ પણ ધણીવાર આપણા અહમને કારણે કડવો લાગે તેમ પણ બને.

  સત્ય હંમેશા મીઠું જ હોય તે જરૂરી નથી પણ…….વાંચન અને વાંચન કરતી વખતે મનની સ્થિતી હંમેશા સત્ય તરફી રહે તે જરુરી છે.

  રીડ-ગુજરાતી સત્ય અને સુ-વાંચનની સુવાસ મારી માતૃભાષાનાં માધ્યમથી ફેલાવે છે તેથી મારા વેબ-વિશ્વમાં તેનું એક અદકેરું સ્થાન છે.

  ખુબ ખુબ શુભેચ્છાઓ સહ.

 7. Hitesh Bakraniya says:

  Dear Mrugeshbhai,
  Many many congratulations for achieving this milestone and please remember there are many more we have to achieve.
  Being a Barodian & big fan of readgujarati, i have special attachment with you.
  Thanks,
  Hitesh Bakraniya
  9979886453

 8. Maulik says:

  શ્રી મુર્ગેશ ભાઈ

  ખુબ જ અભીનન્દન.

  આપના નેત્રુત્વ સાથે આ વાંચન યાત્રા ખુબ જ આગળ વધે તેવી શુભકામના.

  મૌલીક સાયાણી

 9. Neha says:

  મૃગેશભાઈ, ૩૦૦૦ લેખોની વાચનયાત્રા રસથાળ સમાપ્ત અને વધુ ને વધુ લેખો નો રસથાળ પિરસતા રહો એજ આશા.
  ખુબ ખુબ અભિનંદન.

 10. વાંચનમાં તમે કહી તેમ બે વાતો ખરેખર જરુરી છે. થોડુ વાંચ્યા પછી તેનુ મનન કરવુ અને અહંકાર મુક્ત ખુલ્લુ મન રાખીને વાંચવુ. મારો અનુભવ છે કે ખાસ કરીને એવા પુસ્તકો કે જેના વિષયમાં આપણને ઘણુ જ્ઞાન છે તેવુ આપણે માનીયે છીએ, તે પુસ્તક વાંચવામાં જાણ્યે-અજાણ્યે વિવેચક કે ટીકાકાર બની જવાય અને પછી તેમાં નવા જ્ઞાનના ગ્રહણનો ઉદ્દેશ બાજુ પર રહી જાય. તે જ પુસ્તક પછી ખુલ્લા મનથી વાંચવાથી મને તેમાથી ઘણુ વધારે જાણવા મળ્યુ છે.

 11. Ajay Raval says:

  Dear Mrugeshbhai,
  I am fan of Read Gujarati.I heartly congratulate you for complited 3000 article.I really thankful to you for gives us better food for our soul. Through this medium you are doing great service to Gujarati language & literature.
  Thanks a lot
  Ajay Raval
  Librarian,
  Law College,Palanpur.

  • not every reader can be a thinker. you can only place before a wide body of persons material. one may enjoy the reading. another may understand some of it. still another may like to digest it. not everyone who reads can be expected to follow it in action, or change his views or habits or his way of thinking. we may wish many more readers may do so, but you should not stop your activities– which are being appreciated by so many

 12. Jyotindra Khandwalla says:

  મૃગેશભાઈ,
  ૩૦૦૦ લેખનું સોપાન સર કરવા માટે હાર્દિક અભિનંદન.
  મારો પરિચય તમારી વેબસાઈટ જોડે આશરે ૬ મહિના જેટલોજ જુનો છે. પરંતુ અમુક લેખો વાંચતાજ બે થી ત્રણ દાયકા જેટલો જુનો સંબંધ હોય તેવી અનુભૂતિ અને લાગણી થઇ છે.
  આગામી ૩૦૦૦ લેખના નવા સોપાન સર કરવા માટે શું કરવાના છો તે જાણવું એટલા માટે જરૂરી છે કે તમારી વેબસાઈટ પ્રત્યે યુવાન વર્ગના લોકો આકર્ષાય તે બહુજ અગત્યનું છે. ભારત અને ગુજરાતની નવી પેઢી આપણા દેશ અને રાજ્યની સંસ્કૃતિ સાથે વિશ્વની સંસ્કૃતિનો સમન્વય સાધીને આપણા મુલકની સેવા કરે તે માટે સાહિત્ય સિવાય અન્ય કોઈ હાથવગું સાધન નથી.
  તમારી સંસ્થાના ભવિષ્યના વિકાસ માટે one man show નહિ બની રહે તે માટે પણ દીર્ઘદ્રષ્ટી ના આયોજનની જરૂરત છે જ.
  ખુબ ખુબ પ્રગતિ કરો અને સાહિત્યની સેવા કરતા રહો તેવી આશાઓ સાથે શુભેચ્છાઓ.

 13. P Shah says:

  ત્રણ હજાર લેખો આંબવાની વાત ખરેખર એક મહાન કાર્ય છે.
  તે માટે આપને ખૂબ ખૂબ અભિનંદન !

  આપણા ગુજરાતી સાહિત્ય સાગરમાં અનેક મોતી છુપાયેલા છે
  જેને બહાર તટ પર લાવી આપ વાંચકો સમક્ષ મૂકી રહ્યા છો
  બસ આમ જ ગુજરાતી સાહિત્યની સેવા કરતા રહો-
  એ જ શુભેચ્છા !

 14. Shreyas Par,ar says:

  અભીનન્દન.

  શ્રેયસ પરમાર

 15. HARESH LALWANI says:

  CONGRATULATIONS FOR ACHIEVEMENT!

 16. Jatin Ganatra says:

  અદભુત

  અભીનન્દન

 17. NIKHIL DESAI says:

  Realy Realy Very Good, Congratulations

  Nikhil desai

 18. એક ગુજરાતી હોવાનુ મને ગર્વ છે. અને એટલા માટે જ રીડગુજરાતી વેબસાઈટ મને ગમે છે.

 19. Hiren says:

  congratulations for achieving this

 20. નિરુપમ says:

  સ્નેહી ભાઈ શ્રી મૃગેશભાઈ,
  ૩૦૦૦ લેખ પુરા કરવા બદલ ખુબજ અભીનંદન.રીડગુજરાતી અને આપને ખુબ ખુબ શુભેચ્છાઓ.તમો ઉમદા કામ કરી રહ્યા છો.
  નિરુપમ અવાશિયા

 21. Mukund Desai 'MADAD' says:

  સુન્દર રજુઆત. અભિનન્દન.

 22. Vishal Joshi says:

  Dear Mrgeshbhai,
  Many Many congratulations and best wishes to you for the completion of the 3000 articles. we are with you to great ahead of the readgujarati.com

 23. trupti says:

  શ્રી મ્રુગેસભાઈ,

  તમને ૩૦૦૦ લેખ આ સાઈટ પર પ્રદસીત કરવા બદલ અભિનંદન. હું તમારો અન રીડ ગુજરાતી સઈટ નો આભાર માંગવા માંગુ છુ જેના થકી આજે મારુ ભાષા જ્ઞાન ઘણુ વધ્યુ અને સૌથી મોટી વાત હું મારા વિચારો મારી માત્રુભાષા મા વ્યકત કરી શકુ છું, જયારે મે તમારી વેબ ની મુલાકાત લેવાનુ ચાલુ ક્રર્યુ ત્યારે હું મારા પ્રતિભાવો અંગ્રેજી મા આપતી હતી કારણ ગુજરાતી ટાઈપ કરતા નહતુ આવડતુ, પણ જેમ જેમ હુ આ સાઈટથી પરીચિત થતી ગઈ અને થોડુ થોડુ લખવાનો પ્રયત્ન કર્યો અને આજે હું સહેલાઈ થી લખી શકુ છું. મારો જીવનનો અભિગમ પણ બદલાયો, કારણ દરોજ કંઈ નવુ વાંચો અને જાણો જે મારી દરોજની વ્યસ્ત લાઈફ ને હિસાબે ઓછુ થઈ ગયુ હતુ કારણ દરોજ લાયબ્રેરી જવાનો વખત નહતો મળતો, તમે એ સગવડ ઘર બેઠા અને એક બટનની દુરી પર કરી દીધી. તમે જે આપણી ભાષા માટે કરો છો તે કાબીલે તારીફ છે. લોકો બુમો પાડ્યા કરે છે કે અંગ્રેજી ભાષા ને લીધે આપણી ભાષા મરણ પથારી એ પડિ છે અને તેને બચાવવાની જરુર છે અને તમે એ ભગિરથ કાર્ય બહુજ સુંદર રી તે પાર પાડ્યુ છે. હું તમારો ફરી એક વાર આભાર માંગવા માંગુ છું અને પરમ પુજ્ય પરમાત્મા ને પ્રાથના કરુ છું કે તમને આ કાર્ય કરવા મા જરુરથી વધુ ને વધુ સાથ આપે.

 24. Jignesh Sakariya says:

  રીડ ગુજરાતી ના વાચકો ને ખુબ ખુબ અભિનંદન.

 25. Chintan says:

  અભિનંદન મૃગેશભાઈ..ખુબ ખુબ અભિનંદન. રીડગુજરાતી નું વટવૃક્ષ દિવસે ને દિવસે વધુ પ્રગતિ કરતુ રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

 26. મ્રુગેશભાઈ
  ૩૦૦૦ લેખો સાથેની રીડગુજરાતીની આ યાત્રા બહુજ સુખદ રહી.
  વિવિધ પ્રકારના લેખો આપીને વાચકોને એક સાથે જોડી રાખ્યાં.
  એક ફેમિલિની ભાવના સાથે ગુજરાતી ભાષાને દૃર દેશમાં પહોચાડવાનું
  કાર્ય કર્યુ.ગુજરતી લોકો આપના ઋણી રહેશે.
  મારી શુભકામના.
  કીર્તિદા

 27. Nimesh says:

  મૃગેશ ભાઈ ને ૩૦૦૦ નાં માઈલ સ્ટોન નો આભાર .
  નીમ્સ

 28. સ્નેહી શ્રી મૄગેશ્ભાઈ

  ખૂબ ખૂબ અભિનંદન અને આભાર

  અમૄતગિરિ ગોસ્વામી

 29. જવાહર ગોરડીયા says:

  ગુજરાતીઓ, ખાસ કરીને પરદેશ વસતાં, ખરેખર નસીબદાર છે કે readgujarati website દ્વારા ગુજરાતીમાં સુલેખ વાંચન ઘેર બેઠાં કે ઓફીસે બેઠાં પ્રાપ્ય થયું છે. સુલેખ એટલા માટે કે શ્રી મૃગેશભાઇએ લખાણ છાપવા માટેનો માપદંડ બહુ ઉંચો રાખ્યો છે અને શિષ્ટ સાહિત્ય જ પીરસ્યું છે. દરેક વાંચનાર ઋણી બને છે અને ચૂકવવું જોઇયે.

 30. Rohan Patel says:

  ખુબ જ ઉત્તમ્.

  ૩૦૦૦ લેખો દ્વારા ગુજરાતી ભાષા ને જીવીત રાખવા માટે આપનો ખુબ ખુબ આભાર.
  ” વાંચી + નાખવું ” અને ” વાંચી + લેવુ ” બંન્ને નો અર્થ સરલ ઉદાહરણ થી સમજાવ્યો.

  દરેક લેખો નું સંકલન કરી ને પુસ્તક સ્વરુપે પ્રકશીત કરવું જોઇયે એવુ મારુ માનવુ છે.

  સાહીત્ય ની સેવા આ જ રીતે કાયમ રહે તેવી શુભેચ્છા.

  — રોહન પટેલ.

 31. અભિનદન -મૃગેશ ભાઈ —-૩૦૦૦ નાં માઈલ સ્ટોન નો આભાર
  i tried myself some old articles on Sundays when i am free–the articles were not correct and not up to taste according to me –but on second reading i found all were excellent –that is why i have not written comments on all articles –and what i have understood from this is that it is not article but reader’s spectacles are different –in fact all 50 k readers are having different goggles –moreover some are having more ego that we can understand better –in that sense i feel that comments has got no meaning except to puff the ego of readers and other connected persons —
  yet one important point i want to share is that as every human is unique made by god –there may be billion
  of human but no two faces are same –yet all are good –similarly all articles are excellent and highlights one or other values of human life –so all are not only good but excellent and deserves respect and honor
  —your hard work is bringing high values –congratulations !!!!!!!!!!!

 32. Kavita says:

  Thank you Mrugeshbhai for making everyday good for many of us by having two new articles everyday on this web site. Read Gujarati has become a addiction for me. Thank you again and many congratulations.

 33. Jignesh Mistry says:

  Congratulations for achieving 3000 article milestone….

  We hope the journey will continue forever…

 34. M.D.Gandhi, U.S.A. says:

  શ્રી મૃગેશભાઈ,

  તમે જે લખ્યું છે તે બરાબર છે કે, પુસ્તક કે લેખ વાંચીને મનન કરો તો જ એ વાંચ્યા બરોબર છે. તમારા ‘રીડ ગુજરાતી’ના આ પ્રયાસ માટે તમને અભિનંદન. વધારે ને વધારે લખતાં રહો અને અમને અહિં પરદેશમાં બેઠા પણ લાભ આપતા રહો એવી અભિલાષા.

 35. Dipti says:

  રીડ ગુજરતીની દીર્ઘયાત્રા માટે મૃગેશભાઈને અભિનંદન. તમારા આ નવતર અભિયાનને બિરદાવવા માટે હું અહીં મારા મામા શ્રી વિરંચી ત્રિવેદીનું મુક્તક સાભાર લખું છું. જે લગભગ આમ છે.

  મને પૂછો છો , શું એક અને શું અનેક,
  ચીલો પડે તે એક, ચીલે ચાલે તે અનેક.

  રીડ ગુજરતી માટેના તમારા તમામ સ્વપ્ના પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છા સહ.

 36. Amrutlal Hingrajia says:

  મૃગેશભાઈ,

  ખૂબ-ખૂબ અભિનંદન.

  ‘રીડ -ગુજરાતી’ વેબસાઈટ નહિં પણ એક આંદોલન છે.જેની સાથે હજારો વાંચકો છે.

 37. namaskar you have done great task and reach high level of gujarati sahitya aashirvad dr sudhakar hathi jamnagar

 38. Tejas says:

  હવે પછિનો માઈલસ્ટોન ૩૦૦૦૦…..ખુબ ખુબ શુભેચ્હઓ

 39. bhairavi says:

  ખુબ આભાર. આટલુ સરસ સાહિત્ય સુલભ કરાવા બદલ.

 40. usha says:

  મૃગેશભાઈ,

  ખૂબ-ખૂબ અભિનંદન.

  પોતીકાની ગઠરી મેં તો રેશમ ચીર બાંધી
  અનુયાયી બનુ કેમની, હું તો ખુદ પર વારી.
  આપના આ સુંદર લેખથેી પ્રભાવિત છુ, થોડા વખત પહેલા લખેલ એક કડેી અહિં મુકુ છુ.–ઉષા “કાકુ”

  Posted in Uncategorize

 41. અભિનંદન મૃગેશભાઈ. રીડગુજરાતી ઉત્તરોત્તર નવા શિખરો સર કરે એવી શુભેચ્છાઓ.

 42. Nilam Patel says:

  Mrugesh Bahi,
  Congratulations to you for achieving such a big milestone.

  Read Gujarati is one of best source / medium today to keep in touch with our “Matrubhasha” and “our mother land” for people who live abroad like us.
  Thank you very much.
  Nilam Patel
  USA

 43. ઈન્દ્રેશ વદન says:

  Many congrats!!

  Long Live ReadGujarati..!!

 44. Janki says:

  Many many congrates.. m happy for u 🙂 nd keep up the gud work 😛

 45. Vaishali Maheshwari says:

  Dear Mrugeshbhai and everyone associated with http://www.readgujarati.com,

  My hearty congratulations to all of you for reaching this milestone of 3000 posts in 4 years.
  It is a great experience to be a part of this celebration.
  I am sure many of us have learnt a lot from this inspiring and thought-provoking website.
  I pray to God to give readgujarati a long life and great success ahead in the coming years.

  Jai Ho ReadGujarati… Long live ReadGujarati…

 46. જય પટેલ says:

  ગુજરાતી સાહિત્યનું સંવર્ધન કરવાનો રીડ ગુજરાતીનો કર્મયોગ નિરંતર રહે તેવી અભિલાષા.
  જ્ઞાન…વિચારોની ગંગા અખુટ વહેતી રાખવાનું બળ સતત શ્રી મૃગેશભાઈને મળતું રહે તેવી પ્રભુ પ્રાર્થના.

  વિશ્વ ગૂર્જરોની સાહિત્યીક સેવા માટે આભાર.

 47. sonal says:

  congratulations Mrugeshbhai….
  I live in USA and read every article on readgujarati..thanks
  Do u know any source to read Harkishan Mehta Novels online..please reply

 48. અભિનંદન મૃગેશભાઈ
  ઓ હો ૩૦૦૦ લેખો મેં વાંચી લીધા !!!
  કારણ કે હું રીડગુજરાતી નો ઘણો જુનો વાચક છું લગભગ ચારેક વર્ષ જુનો
  અને જેવું છું તેવો બનવા માં રીડગુજરાતી નો ફાળો નાનો સુનો નથી
  આપની સાથે સહમત છું કે રીડગુજરાતી નો કોઈ પણ લેખ વાંચતા પહેલા અને વાંચ્યા બાદ અંદર થી કૈક બદલવું જોઈએ તોજ વાંચ્યું લેખે લાગ્યું કહેવાય

 49. મૃગેશભાઈ,

  દિવસો વીતતા રહે છે અને જીવન રોજ નાનું ને નાનું થતું જાય છે એવા સંજોગોમાં જીવેલા છેલ્લા ૨૪ કલાકમાં તમે શું યથાર્થ કે પોતાના માટે, “સ્વ” વિકાસ માટે કર્યું એમ જો પૂછવામાં આવે તો એક મુદ્દો મારી પાસે અવશ્ય હોય, “રીડગુજરાતી વાંચ્યું”, વાંચી નાખ્યું નહીં….

  ગુજરાતી ભાષા એક પુસ્તક રૂપે શાળામાં ભણ્યા પછી જીવનવ્યવહારની એક આગવી પધ્ધતિ અને પોતાની ભાષામાં અભિવ્યક્તિનો સુ-અવસર આપના દ્વારા જ મળ્યો છે, ફળ્યો છે. અક્ષરનાદની યાત્રા અંતે તો આપના પ્રોત્સાહનની જ સાક્ષી છે…

  આ ત્રણ હજાર લેખોનો માઈલ સ્ટોન, પગદંડી પર પહેલું પગલું બની રહો તેવી અનેક શુભકામનાઓ….

  વટવૃક્ષ બની ફેલાતા રહો, વડવાઈઓથી બીજે વવાતા રહો….

 50. Mahendra says:

  Dear Mrugeshbhai, Congratulations for success where you have reached to a height where very few can achieve. I am a new member but enjoying all Gujarati article with lot of interest.
  Thanks & Best regards,
  MAHENDRA M BHATT

 51. kalpanadesai says:

  Waah! Abhinandan!……..Shubh Yatra!

 52. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  માનનીય મૃગેશ ભાઈ,

  આ ભગીરથ કાર્ય પાર કરવા માટે તમને ખુબ ખુબ અભિનંદન. તમે જે ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છો તે ખરેખર પ્રસંશનીય છે. ફરી પાછા ૩૦૦૦ લેખના સમાપન પર આવો સુંદર લેખ આપો એવી શુભેચ્છા.

  આભાર

 53. Manhar Sutaria says:

  માનનીય મૃગેશભાઈ,
  ધન્યવાદ. આપનુ લખાણ ખૂબ સરળ અને રસાળ છે. વાંચતા જ જઈએ-વાંચતા જ જઈએ અને છતાં કોઈ પ્રકારનો ભાર લગતો નથી. આપ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરો છો અને તે પણ બાળક ની જેમ. ૩૦૦૦ લેખો ની વાંચનયત્રા પૂરી થઈ પરન્તુ આચરણ મા કંઈ જ નથી અવ્યુ તે બદલ ખેદ છે. પ્રયાસ જારી છે, ભવિષ્ય ઊજળુ લાગે છે આપની આ શુભ નિષ્ઠા થકી. આપની વાત સાચી છે કે સાહીત્ય દેવતા સર્વ કંઈ આપે છે, સદબુદ્ધી થકી.
  ખૂબ ખૂબ અભિનન્દન મૃગેશભાઈ,

  મનહર સુતરીયા

 54. Govindbhai Panchal says:

  માનનીય મૃગેશભાઈ,
  ધન્યવાદ. આપનુ લખાણ ખૂબ સરળ અને રસાળ છે. વાંચતા જ જઈએ-વાંચતા જ જઈએ અને છતાં કોઈ પ્રકારનો ભાર લગતો નથી. આપ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરો છો અને તે પણ બાળક ની જેમ. ૩૦૦૦ લેખો ની વાંચનયત્રા પૂરી થઈ પરન્તુ આચરણ મા કંઈ જ નથી અવ્યુ તે બદલ ખેદ છે. પ્રયાસ જારી છે, ભવિષ્ય ઊજળુ લાગે છે આપની આ શુભ નિષ્ઠા થકી. આપની વાત સાચી છે કે સાહીત્ય દેવતા સર્વ કંઈ આપે છે, સદબુદ્ધી થકી.
  ખૂબ ખૂબ અભિનન્દન મૃગેશભાઈં
  જી જે પંચાલ

 55. My Dear Mrugesh,
  Kindly accept my heartiest congratulations for publishing 3000 articles.Our Gujarati community is residing in
  many countries.Wherever Gujarati has gone,he/she has achieved a great success in his/her chosen field.Your Blog is so good that many Gujarati readers will like to read Gujarati articles very often.I pray God that readgujarati.com may prosper more and more in coming years under your editorial.I suggest,you publish article
  on Gujarati residing in foreign country who has achieved a great success in his/her chosen field.Best of luck.
  Jayanti M Dalal

 56. SMita Kamdar says:

  માનનીય મૃગેશભાઈ
  ખુબ ખુબ અભિનંદન.
  દરેક લેખ ની સાથે સાથે મારી વાઁચન યાત્રામાઁ મારા અનેક મિત્રો પણ જોડાતા જાય છે. લેખ એટલા સરસ હોય છે કે Tail a friend પર આપોઆપ ક્લીક થઈ જાય . રીડગુજરાતી..કોમ ની પ્રગતિ દરેક ગુજરાતીની પ્રગતિનો અહેસાસ કરાવે છે. એ જ મોટી વાત છે. વાઁચતા વાઁચતા અટ્કી જવાય અને ફરી પાછુ વિચારપુર્વક વાઁચીને આત્મસાત કરવાનો આનઁદ આવે ત્યારે લેખકના લેખની સાચ્ચી સાર્થકતા સિધ્ધ થાય છે.

 57. jayesh says:

  verygood superb

 58. Sandhya Bhatt says:

  મ્રુગેશભાઈ, તમે બહુ સાચી જગ્યાએ આંગળી મૂકી છે.ઘણી વાર ઘણું બધું વાંચતા લોકો પણ એ જ જૂની પધ્ધતિએ વિચારતા
  જોઈએ,ત્યારે આપણે વિચારતા થઈ જઈએ.આમ પણ તમે કહ્યું તેમ વાચન આપણામાં રસાય, તે માટે મૂળભૂત ગુણૉ હોવા પણ જરુરી અને વાંચતા વાંચતા પાત્રતા કેળવાય એમ પણ બને. ઍ ગમે તે હોય,પણ તમે આ મહત્વના મુદ્દાની ચર્ચા કરી તે માટે
  અભિનંદન.

 59. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Congratulations Mrugeshbhai… keep cranking…

 60. Rajendra Namjoshi,Surat says:

  મ્રુગેશભાઈ,

  રીડ ગુજરાતીના માધ્યમથી સાહિત્યરસિકોની સેવામાં ૩૦૦૦ લેખોની સિધ્ધી હાંસલ કરવા બદલ હાર્દિક અભિનંદન અને તમારી આ યાત્રા સતત આગળ વધતી રહે એવી શુભેચ્છા.

  રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 61. કલ્પેશ ડી.સોની says:

  મૃગેશભાઈ,
  એક ગણતરી કરું છું. દસ પુસ્તકો આપના ધ્યાનમાં આવતા હશે. પાંચ પુસ્તકો આપ વાંચતા હશો. બે પુસ્તકોમાંથી લેખ મુકો છો. 3000 લેખો એટલે આપે 15000 પુસ્તકો જોયા, 7500 પુસ્તકો વાંચ્યા. 3000 પુસ્તકો રીડગુજરાતી પર આવ્યાં.
  એક પુસ્તકમાં સરેરાશ 20 લેખો હોય એટલે 1,50,000 લેખો આપે વાંચ્યા. આપ ઘણાં સમૃદ્ધ થયા, નહિ? અભિનંદન!

  • Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

   માનનીય કલ્પેશભાઈ,

   તમે ખરેખર ખુબજ સરસ વિશ્લેષણ કર્યુ. મૃગેશભાઈ કેટલા સમૃદ્ધ થયા છે એતો આપણને એમને લખેલા લેખ પરથી જાણવા મળે છે. અને એ સમૃદ્ધ વારસો આપણને રીડગુજરાતી દ્વારા આપી રહયા છે તે ખુબ જ પ્રસંશા અને આદરની વાત છે.

   એમને ખરેખર અભિનંદન !

 62. Jigna Bhavsar says:

  મ્રુગેશભાઈ , આપનો ખુબ ખુબ આભાર આ ભગીરથ કાર્ય માટે. દેશ વિદેશ ના ગુજરાતી ઓ ના ગૌરવ ની વાત છે. આપના લેખો પરથી, લેખો ના ચુનાવ પર થી તથા અન્ય જણકારી ની બાબતો જેને એક માધ્યમ બનાવી બીજાને મદદ થવાની આપની ઉચ્ચ ભાવના , તથા આદરણીયતા ના દર્શન થાય છે. તથા એક પરીવાર નાં વડિલનિ જેમ જે પોતાના પરીવાર નું સતત ભલું જ ચાહતા હોય છે.

 63. rita jhaveri says:

  ઘણો આભાર.લેખોનિ વિવિધતા અને સદવિચાર પ્રેરતિ વાતો વાચવા મળે તે માટે આ વેબસઈટ એક મોટો આશિવાદ રુપ ..
  અમેરિકા મા બેસી ,જ્યારે સમય મળે ત્યારે વાચુ ને મન દોડિ ને સુરત પહોચિ જાય. ઘણિ યાદો તાજિ થાય.
  ગ્ને વળી મારા પપ્પા-મમ્મિ જોડે આ બહાને ચર્ચા થાય.
  રિટા ઝવેરિ.

 64. YOGESH CHUDGAR says:

  મૃગેશભા ઇ,

  ખૂબ ખૂબ અભિનંદન. ૩૦૦૦ લેખોની યાત્રા પૂરી કરવા બદલ.

  હું માનું છું કે યાત્રા એ મોટી તપશર્યા છે. આ માટે તમે શું શું નહી વેઠ્યું હોય.
  ગુજરાતી ભાષાની મોટી સેવા તમે કરી રહ્યા છો. રીડ ગુજરાતી ગુજરાતમાં કે
  ભારતમાં જ નહી, વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે માતૃભૂમિ સાથે સંબંધનો
  એક સેતુ છે.

  રીડ ગુજરાતી ને વધુ ને વધુ લોકપ્રિયતા મળી રહેશે તેવી ખાત્રી છે.

  યોગેશ

 65. ખુબ ખુબ હાર્દિક અભિનંદન ભાઇ …

 66. Amee Chitalia says:

  ખુબ ખુબ હાર્દિક અભિનંદન …

 67. maitri vayeda says:

  congratulations mrugeshbhai…
  aap ni aa yatra haji vadhare mukam sar kare evi shubhechchha!!!

 68. chandresh shah says:

  Dear Mrugeshbhai,

  An article about reading and its importance after 3000 articles is really heart touching. Every Gujarati should be proud of availability of so reach and variety of reading on internet. These articles will undoubtedly attract and enrich all who themselves feel Gujarati. Your effort will play a great role in surviving Gujarati language and ASMITA OF GUJARAT.

  God may bless you for enriching human life by SAHITYA.

  wITH BEST WISHES,

  CHANDRESH SHAH

 69. Sanjay Upadhyay says:

  મૃગેશભાઇને પદ્મગુજરાતી એવોર્ડ આપવાની જરુર નથી લાગતી?

 70. kavindra jani says:

  Dear mrugeshbhai ,

  Your efforts are really appreciable … although I wish to convey in gujurati but unfortunately I am not familiar with Guajarati key board hence I am continuing in English I request you to not feel it bad .

  Pertaining to your rendering of the services to the Guajarati literature ,it requires enormous courage .. because I feel that when you have started this expedition at that many people might have opposed but you remain firm in your decision and continued with your journey so far .. don’t you think that that must be your destiny and god’s wish ..

  I am really impressed .. I have never thought that such a literate man can be a so simple and so humble .. you have felt me proud about your reader .. I must let you know that when a British interviewer came to meet KASTURBA .. she has asked how do you felt about MAHATMA GANDHI being your husband ???

  .. Then the reply was wonderful..

  “ HE WAS ALWAYS IN SERCH OF GOD SINCE HIS CHILDHOOD …. AND ONE DAY WHEN I ASK YOU HOW TO ACHIVE GOD AT THAT TIME HE HAS TOLD ME THAT YOU HAVE FORGET ABOUT YOUR SELF … SINCE THEN WHEN I SAW HIM ACTING IN FREEDOME FIGHTING MOVMENTS I HAVE ALWAYS FELT HIM IN HIS EXPEDITION TO ACHIVE THE FULFILLMENT OF GOD …… OR YOU CAN SAY ALMIGHTY … FOR HIM FREEDOM FROM SLAVERY OF BRITISH GOVERNMENTS IS NOTHIN BUT HIS WAY FOR THE SPIRITUAL ACHIEVEMENTS ..”

  And that is the reason why albert einstain has told “ have pachi avo had – chamda no manas aa pruthvi upper fari avtar nahi le.. kem ke koi samanya manushy aa karya kari shake nahi … “
  Amaizing homage .. your journey sounds the as similar as him …

  GOD BLESS YOU FOR YOUR COMIN FUTURE BOISTEROUS SUCCESS IN ALL YOUR ENDEAVORS ..

  Shubham Bhavu ! !

  Kavindra Jani .

 71. nilam doshi says:

  હાર્દિક અભિનંદન..મૃગેશભાઇ….

  દરેક ક્ષેત્રમાં ખૂબ સફળતા મળે..અને સતત પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સાથે

 72. Denish says:

  it was very nice n l like it very much. thats all

 73. hirva says:

  Great
  By finishing 3000 article and reading all opinions I fill that we all(readers) where sitting in some award function and our best hero (Mrugeshbhai) was taking trophy and we are cheering.

 74. dainik says:

  મૃગેશ ભાઈ ને ૩૦૦૦ નાં માઈલ સ્ટોન નો આભાર .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.