હાસ્યફુવારા – સંકલિત

[રીડગુજરાતીને આ ટૂચકાઓ મોકલવા માટે શ્રી તરંગભાઈ હાથી (hathitarang@gmail.com) અને શ્રી રજનીભાઈ ગોહિલનો (rajnigohil@hotmail.com) ખૂબ ખૂબ આભાર.]

મચ્છરની મમ્મી, પોતાના નાનકડા મચ્છરને :
‘બેટા, આજે તું પહેલીવાર ફરવા ગયો. તને દુનિયામાં કેવું લાગ્યું ?’
નાનકડું મચ્છર : ‘બહુ જ સરસ, મમ્મી ! હું જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને મારું સ્વાગત કરતા હતા !’
*******

નટુ : ‘તને ખબર છે ? મારી પત્ની દેવી છે. ‘
ગટુ : ‘દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?’
*******

ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : ‘ઘોડો ક્યાં ?’
રણછોડલાલે કીધું : ‘ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !’
*******

એક ડૉક્ટર દર્દીને તપાસવા વોર્ડમાં ગયા. થોડીવારે બહાર આવ્યા. કાતર લઈને ફરી અંદર ગયા. વળી પાછા બહાર આવ્યાં. ડિસમિસ લઈને ફરી અંદર ગયા. એટલામાં પાછા બહાર આવ્યા અને હથોડો લઈને જલ્દીથી અંદર ગયા. આ જોઈને દર્દીના સગાએ પૂછ્યું :
‘રોગ શું થયો છે એની ખબર પડી ?’
ડૉક્ટર કહે : ‘અલ્યા ભઈ ! રોગની ક્યાં વાત કરો છો, પહેલાં મારી બેગ તો ખૂલવી જોઈએ ને !’
*******

ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા. ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.
ટપુ : ‘સાહેબ, જલદી ઘેર આવો.’
ડૉક્ટર હાથી : ‘કેમ ટપુ, અચાનક શું થયું ?’
ટપુ : ‘બિમારી તો ખબર નથી પરંતુ સવારથી મારા દાદાજી “વાઈબ્રેશન મોડ” પર છે !’
*******

ડૉક્ટર : ‘ચમનભાઈ, તમારું વજન કેટલું છે ?’
ચમનભાઈ : ‘ચશ્માં સાથે 75 કિલો.’
ડૉક્ટર : ‘ચશ્માં વગર ?’
ચમનભાઈ : ‘મને દેખાતું જ નથી !’
*******

દર્દી : ‘ડૉક્ટર સાહેબ, મને એવી દવા આપો કે તે ખાધા પછી હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.’
ડૉક્ટર : ‘ભાઈ એવી દવા હું ન આપી શકું. તું એકતા કપૂર પાસે જા !’
*******

નાસાએ નટુ-ગટુને ચંદ્ર પર મોકલ્યા.
પરંતુ રોકેટ ઊડીને થોડીવારમાં પાછું આવ્યું.
નાસાએ બંનેને પૂછ્યું : ‘કેમ પાછા આવ્યા ?’
નટુ-ગટુ બોલ્યાં : ‘અમે તો ભૂલી ગયા હતા. આજે તો અમાસ છે. ચંદ્ર ક્યાંથી હોય ?’
*******

પતિ : ‘કહું છું આજે રાત્રે હોટલમાં જમવા જઈએ તો કેવું ?’
પત્ની : ‘કેમ ? તમને એમ લાગે છે કે હું રાંધી-રાંધીને કંટાળી ગઈ છું ?’
પતિ : ‘ના રે. હું તો વાસણ માંજી-માંજીને કંટાળી ગયો છું.’
*******

શિક્ષક (નટુને) : ‘તું મને “યોગાનુયોગ”નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?’
નટુ : ‘હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !’
*******

એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
‘એમાં શું ?’ મિત્રે કહ્યું, ‘એને પરણી જા, એટલે પત્યું !’
‘પરણી જાઉં કેવી રીતે ? એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?’
*******

છગનની પત્નીને એમ હતું કે તેનું બાળક દુનિયાનું મહાન તાકાતવર બને. એ માટે એણે ડૉ. મગન પાસે ખાસ ટ્રિટમેન્ટ કરાવી. એ ટ્રિટમેન્ટમાં ડૉ. મગને પૂછ્યું કે : ‘તમારે કેટલું તાકાતવર બાળક જોઈએ છે ?’
‘એવું જોઈએ જેનામાં માણસ કરતાંય વધારે કૂદવાની શક્તિ હોય.’
ડૉ. મગને એને વાંદરાની શક્તિ આવે એવું ઈન્જેકશન આપ્યું.
પ્રસુતિનો સમય આવ્યો. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં નર્સ આવી.
છગને અધીરાઈથી પૂછ્યું : ‘બાબો છે કે બેબી ?’
‘આમ તો લાગે છે તો બાબો, પણ ઝુમ્મર પરથી નીચે ઊતરે ત્યારે બરાબર ખબર પડે !’ નર્સે કહ્યું.
*******

નટુ તેના પિતાના મૃત્યુ અને બેસણાની જાહેરખબર છપાવવા એક છાપાની ઑફિસે ગયો. જાહેરખબર વિભાગના કર્મચારી ગટુએ તેને કહ્યું : ‘જાહેરખબરનો દર એક કોલમ સેન્ટીમીટરના 300 રૂપિયા છે.’
આ સાંભળીને નટુ બોલ્યો : ‘હું તો લૂંટાઈ જઈશ. મારા પિતાની ઊંચાઈ 182 સેન્ટીમીટર હતી.’
*******

પ્રોફેસર નટુ (વિદ્યાર્થી ગટુને) : ‘આસામ કઈ વસ્તુ માટે જાણીતું છે ?’
ગટુ : ‘મને ખબર નથી.’
નટુ : ‘સારું, હું તને એક સંકેત આપું છું. તારા ઘરમાં જે ચા બને છે તેની પત્તી ક્યાંથી આવે છે ?’
ગટુ : ‘અમારા પડોશીના ઘરમાંથી.’
*******

નટુ : ‘મારી યાદશક્તિ ઘણી સારી છે, પરંતુ ત્રણ બાબત એવી છે જેને હું ક્યારેય યાદ રાખી શકતો નથી.’
ગટુ : ‘તને કઈ ત્રણ બાબતો યાદ રહેતી નથી ?’
નટુ : ‘એક, મને લોકોના નામ યાદ રહેતા નથી. બે, લોકોનાં ચહેરાં પણ યાદ રહેતા નથી. અને ત્રણ, મને એ ત્રીજી બાબત જ યાદ રહેતી નથી.’
*******

ગ્રાહક નટુ : ‘આ કપડાં પર લખ્યું છે : 70 ટકા કોટન, 35 ટકા ટેરેલિન. આ તો 105 ટકા થયા !’
દુકાનદાર ગટુ : ‘એ તો કાપડ પાંચ ટકા ચઢશે ને !’
*******

નટુની ઑફિસમાં સામસામે બે ઘડિયાળો લગાવેલી હતી. એક ઘડિયાળમાં છ વાગ્યા હતા. અને બીજી ઘડિયાળ સવા છ નો સમય બતાવતી હતી. આ ઘડિયાળોને જોઈને ગટુએ નટુને પૂછ્યું, ‘આ બંને ઘડિયાળો અલગ-અલગ સમય બતાવે છે. આવું કેમ ?’
નટુએ જવાબ આપ્યો : ‘જો બંને ઘડિયાળો એક જ સમય બતાવે તો બે ઘડિયાળો રાખવાનો ફાયદો શું ?’
*******

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.
પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’
બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ? ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે.’
*******

મમ્મી : ‘બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?’
બન્ટી : ‘મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.’
મમ્મી : ‘પણ તેં રાજુને કેમ માર્યો ?’
બન્ટી : ‘મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !’
*******

મનોજે રસોડામાં કામ કરી રહેલ એની પત્ની માયાને બહારથી બૂમ મારી : ‘અરે આ ફ્રેમ દીવાલ પર લટકાવવી છે. ખીલી અને હથોડી ક્યાં છે ?’
‘ખીલી અને હથોડી કબાટમાં છે અને પાટો અને મલમ સામેના ટેબલના ખાનામાં છે.’ માયાએ સામેથી જવાબ આપ્યો.
*******

મનોજે એના સેક્રેટરીને ચિલ્લાઈને કહ્યું :
‘દીવાલ પર લાગેલા આ નકશાને ઉતારીને બહાર ફેંકી દે.’
સેક્રેટરી : ‘પણ શા માટે ?’
મનોજ : ‘એને જોઈને મને મારી પત્નીના બનાવેલા પરોઠા યાદ આવી જાય છે !’
*******

શિક્ષકે વિદ્યાર્થીને સજા સંભળાવતા કહ્યું :
‘રમેશ, તેં સુરેશને ગધેડો કહ્યો એ ખૂબ જ શરમની વાત છે. તારે દસ રૂપિયા દંડ ભરવો પડશે.’
‘સાહેબ !’ રમેશે કહ્યું : ‘મને માફ કરી દો સાહેબ ! હવેથી હું આવું નહિ કરું. કહેતા હોવ તો હવેથી હું બધા ગધેડાઓને સુરેશ કહીશ.’
*******

પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો :
‘પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?’
એક ઉમેદવારે જવાબ લખ્યો : ‘જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી ….’
*******

નટુ : ‘સોરી યાર, મારે મોડું થઈ ગયું. વીજળી ગુલ થઈ જતાં હું ચાર કલાક એલિવેટરમાં ફસાઈ ગયો હતો.’
ગટુ : ‘મારે પણ એવું જ થયું. હું ત્રણ કલાક એસ્કેલેટર પર ફસાઈ ગયો હતો.’
*******

પિંકી જોરજોરથી પ્રાર્થના કરતી હતી, ‘હે ભગવાન, તું મોસ્કોને ચીનની રાજધાની બનાવી દે.’
અંકલે કહ્યું : ‘એ પિંકી, આવી વિચિત્ર માંગણી કેમ કરે છે ?’
પિંકી કહે : ‘શું કરું અંકલ ? આજે ભૂગોળના પેપરમાં ભૂલથી હું મોસ્કોને ચીનની રાજધાની લખી આવી છું.’
*******

સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.
આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું : ‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું : ‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’
*******

સરિતા : ‘આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું.’
કમલા : ‘કેમ, તેં નખ કાપી નાખ્યા ?’
*******

નટુ : ‘દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.’
ગટુ : ‘એવું કેમ ?’
નટુ : ‘અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.’
*******

નટુ : ‘અરે ભાઈ સાહેબ, કેટલા વાગ્યા ?’
ગટુ : ‘છ વાગ્યાં.’
નટુ : ‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
*******

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘર – ઈલા આરબ મહેતા
આસ્થા – હસમુખ પટેલ Next »   

46 પ્રતિભાવો : હાસ્યફુવારા – સંકલિત

 1. Mital says:

  બહુ જ મજેદાર અને પેટિ-પેક ટૂચકાઓ.

  જામી તરંગ ભાઈ, ખૂબ મજો પડી ગયો.
  આભાર મૃગેશભાઈ.

  -મીતલ

 2. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબજ સરસ સંકલન. મજા આવી ગઈ… 🙂 તરંગભાઈ અને રજનીભાઈ આવીજ રીતે હસાવતા રહેજો.
  આભાર.

 3. Jignesh Dekhtawala says:

  મજા આવી ગઈ…

 4. 🙂

  સવારની ચા સાથે આજે ગાંઠિયા ની જગ્યાએ હાસ્ય લેખ.

 5. Vaishali Maheshwari says:

  Good ones.
  Enjoyed reading 🙂

 6. જગત દવે says:

  I like all the humors as it reflects out of box thinking & unique imagination.

 7. Brinda says:

  ખૂબ જ સરસ જોક્સ! ખડખડાટ હસવાની મજા આવી ગઇ ; )

 8. વાહ ! તમીલ બાળકનો જોક વાંચીને જોરથી હસી પડાયુ !

 9. hemant shah says:

  ખરેખર મજા પડી . બહુ સરસ જોકસ

 10. કલ્પેશ ડી. સોની says:

  મૃગેશભાઈ,
  તમારો નવો પ્રયોગ ગમ્યો. ખરા છો તમે!
  એક ભાઈ જમવાનું શરુ કરીને પૂછે, “રસોઈ કોણે બનાવી છે?” એટલે એના બા અને પત્ની પૂછે, “કેમ?” એ ભાઈ, “જમવાનું સારું બન્યું છે” એમ કહે એટલે પત્ની અને બાની આંગળી પોત-પોતાના તરફ હોય અને ભાઈ સહેજ વાંધો પાડે એટલે બંનેની આંગળી એકબીજા તરફ હોય. અહીં તરંગભાઈ અને રજનીભાઈ બંનેની રચનાઓનું આપે કરેલું સંકલન ખુબ ગમ્યું. સ્વચ્છ અને ઉચ્ચ હાસ્ય કોને કહેવાય એ અહીંયા જાણવા મળે છે. કોઈની શારિરીક ટીકા જેવી કે, ટાલીયો, જાડીયો, માથે વાળ વગરની સ્ત્રી, તોતડાવું, આંખોની ખામી, લપસી પડવાની ઘટના વગેરે નાબૂદ છે. પતિ-પત્નીના સંબંધોમાં પણ હળવાશ રજૂ થઈ છે. વધારે પડતી ટીકા કરી હાસ્ય ઉપજાવ્યું નથી. આદર્શ હાસ્યનો ડેમો ડેમો કહી શકાય.

 11. K R Panchal says:

  Very interesting compilation
  keep on and on and on
  best wishes

 12. Chintan says:

  મસ્ત મજેદાર જોક્સ 🙂

 13. નીયમીત હાસ્ય પીરસતા રહો અભીન્દન તરન્ગ ભાઈ

 14. hiral says:

  too good 🙂
  congretulations to tarangbhai & Rajnibhai and thanks to Mrugeshbhai

 15. This is not only good but most excellent as very innocent laughter is cooked and served as a hot dish –some jokes are totally new for me –આવા લેખો આપતા રહો —

 16. gita darji says:

  વાહ…..વાહ………હાસ્યથિ ભરપુર
  ખુબ મજા આવિ

 17. Ami Patel says:

  Very nice…

 18. Pravin V. Patel [USA] says:

  નિર્દોષ, હાસ્યતરંગ.
  રુચિકર.
  બન્ને હાસ્યકારો અભિનંદનને પાત્ર.
  મૃગેશભાઈનો આભાર.

  • paresh patel says:

   બન્ને હાસ્યકારો અભિનંદનને પાત્ર.
   વાહ…..વાહ………હાસ્યથિ ભરપુર
   ખૂબ જ સરસ જોક્સ! ખડખડાટ હસવાની મજા આવી ગઇ ; )

 19. મજા આવી!

  નટુ : ‘સોરી યાર, મારે મોડું થઈ ગયું. વીજળી ગુલ થઈ જતાં હું ચાર કલાક એલિવેટરમાં ફસાઈ ગયો હતો.’
  ગટુ : ‘મારે પણ એવું જ થયું. હું ત્રણ કલાક એસ્કેલેટર પર ફસાઈ ગયો હતો.’

  આમા ઍલિવેટર એટલે http://en.wikipedia.org/wiki/Elevator લગભગ બધાને ખબર હશે પણ એસ્કેલેટર એટલે સરકતી સીડીઓ (પગથિયાં) http://en.wikipedia.org/wiki/Escalator (મને હજુ ત્રણેક વર્ષ પહેલાં જ ખબર પડી!) એ જો કોઇને ખબર ન હૉય તો આ Joke ની મજા નહિં આવે.

  • Pravin says:

   આપ નો ખુબ અભાર મને પણ ખબર નતિ કે એલિવેતટર અને એસ્કેલેટર અટલે શુ ? ખુબ ખુબ ધન્યવાદ

 20. trupti says:

  ये है असली इंटरव्य

  एक नवयुवक आईएएस का इंटरव्यू देने गया। उससे पूछा गया
  भारत को आजा़दी कब मिली?
  उसने कहा “प्रयास तो काफी पहले शुरू हो गए थे पर सफलता 1947 में मिली।”
  फिर उससे पूछा गया, “हमें आजा़दी दिलाने में महत्वपूर्ण भुमिका किसने निभाई ?”
  वह बोला, “इसमें कई लोगों का योगदान रहा, किसका नाम बताऊं? यदि किसी एक का नाम लेता हूं तो अन्य के साथ अन्याय होगा।”
  “क्या भ्रष्टाचार हमारे देश का सबसे बड़ा दुश्मन है?”
  “इस बारे में शोध चल रहा है। सही उत्तर मैं तभी दे पाऊंगा जब रिपोर्ट देख लूं।”
  इंटरव्यू बोर्ड इस नवयुवक के ओरिजनल उत्तरों से बेहद खुश हुआ। उन्होंने नवयुवक को जाने को कहा, पर यह हिदायत दी कि वह बाहर बैठे अन्य उम्मीदवारों को ये प्रश्न न बताए क्योंकि वे यही प्रश्न उनसे भी पूछेंगे।

  जब नवयुवक बाहर आया तो अन्य उम्मीदवारों ने उससे पूछा कि उससे क्या प्रश्न पूछे गए हैं। इसने बताने से इन्कार कर दिया। तब संता सिंह ने कहा कि यदि प्रश्न नहीं बता सकते तो उत्तर ही बता दो। नवयुवक ने उत्तर बता दिए।

  अब संता सिंह गया इंटरव्यू देने। इंटरव्यू बोर्ड ने उससे पूछा

  “आपकी जन्मतिथि क्या है?”
  संता-” प्रयास तो काफी पहले शुरू हो गए थे पर सफलता 1947 में मिली। ”
  इंटरव्यू बोर्ड वाले कन्फ्यूज हो गए। उन्होंने अगला प्रश्न दागा,
  “आपके पिताजी का नाम क्या है?”
  संता-“इसमें कई लोगों का योगदान रहा, किसका नाम बताऊं? यदि किसी एक का नाम लेता हूं तो अन्य के साथ अन्याय होगा।”
  बोर्ड वाले हक्के बक्के रह गए। उन्होंने कहा,
  “क्या तुम पागल हो गए हो?”
  संता-“इस बारे में शोध चल रहा है। सही उत्तर मैं तभी दे पाऊंगा जब रिपोर्ट देख लूं।

 21. HEMANT SHAH says:

  મજા આવી

 22. Sunita Thakar (UK) says:

  Nice but not all new. Comments one was very funny.

 23. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Really nice…

  Ashish Dave

 24. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  પીંટુઃ પપ્પા, મારુ કોમ્પ્યુટર ખરાબ થઈ ગયુ છે, મારો સ્કુલ નો ૫૦ પાનાનો પ્રોજેક્ટ ટાઈપ કરવાનો છે. શુ કરુ?
  પપ્પાઃ એક કામ કર, મારુ જુનુ ટાઈપરાઈટર લઈ આવ અને એમા ટાઈપ કર.
  પીંટુઃ (થોડીવાર રહીને) પપ્પા, મારા ૫૦ પાના ટાઈપ થઈ ગયા, હવે કહો આનુ પ્રીંટઆઉટ કેવી રીતે લઉ?

 25. Mehul Mehta says:

  માનસ સહજ આદત છે કે હાસ્ય લેખ ને પ્રાધાન્ય મળે. અહીં ઘણા વખતે લેખ વાંચી ને મજા આવી. તુપ્તી નાં ઈન્ટરવ્યુ એ કસર પુરી કરી, થેંક યુ!

 26. Wiram Rathod says:

  HA HA HA………મજા આવિ ગઇ……..

 27. Sunita Thakar (UK) says:

  ૧. शिक्षक: पप्पु इनदो वाक्यों को जोड़कर एक वाक्य बनाओ। “मै साइकिल से स्कूल जा रहा था।” , ” मैने एक लाश देखी।”
  पप्पु (कुछ देरसोचकर): “मैने एक लाश को साइकिल से स्कूल जाते देखा।”

  ૨. परीक्षा में अनुत्तीर्णहोने पर गैंगस्टर के लड़्के ने अपने पिता से क्या कहा ?
  ” वे लोग मुझसे पुरे तीन घंटे तक पूछताछ करते रहे पर मैंने उन्हें कुछ भी नहीं बताया।”

  ચાંદામામા માથી સાભાર.

 28. darsh says:

  maja ayvi ho. thanks

 29. Jignesh Parmar says:

  too much nice jokes I like it…………………..

 30. dinesh vakil says:

  બહુજ મઝ આવિ ગઇ ..
  ખુબ ખુબ ધન્યવદ્..

 31. Pravin says:

  વાહ! વાહ્ બહુજ મજા પડિ ભાઈ!

 32. zeel says:

  સરસ મજ્જા આઈ ગઈ.

 33. vipuljoshi says:

  વાહ ક્યા જોક્ક્શ હે

 34. nilesh says:

  તરંગભાઈ અને રજનીભાઈ ખુબ મજા આવીજ રીતે હસાવતા રહેજો.
  !!!!

 35. Ajay Ciciliya says:

  funnnn…

 36. Rj zain says:

  મજા આવિ ગઇ પન બધા મા નઇ, આર જે ૯૪૨૮૧૧૮૧૫૨

 37. Apeksha says:

  વાહ….!!! ખરેખર મઝા આવી ગઈ.

  આવા સુન્દર મઝાના જોકસ લખતા રહો.

  મન તાજગી અનુભવે છે.

  આભાર ..!!!

 38. ajay says:

  અતિ સુન્દર આવુ જ બધાને હ્સાવજો…,

 39. sanjay says:

  દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ? સરસ

 40. Bhargav(GuRu) Patel says:

  Nice Jokes…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.