સ્રોતસ્વિની – નલિની કિશોર ત્રિવેદી

[ સ્ત્રી-જાગૃતિ વિષયક ટૂંકીવાર્તાઓ પર આધારિત લેખિકાના પ્રથમ પુસ્તક ‘સ્રોતસ્વિની’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણે ભરોસે આપણે ચાલીએ

મમ્મીના અકસ્માત વખતે એકાએક ત્રીસેક હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ ગયો. પંદર હજાર એક સંબંધી પાસેથી ઉછીના લીધા. તેઓ મને બહેન ગણતા હતા, પણ ઉછીના લેવાની ટેવ ન હોવાથી મનમાં ભાર લાગતો હતો, પણ એક ભાઈનો બહેન સાથેનો મુશ્કેલીમાં મદદ કરવાનો વ્યવહાર મેં સ્વાભાવિક ગણ્યો અને કામ પાર પાડ્યું. બે મહિના પછી વીમાની રકમ આવવાની જ હતી, આથી ત્યારે પૈસા પાછા આપવા એવું નક્કી થયું હતું, પરંતુ બે જ દિવસ પછી એ ‘ધર્મભાઈ’નો ફોન આવ્યો. એક તો તેઓ સાથે ફોનનો વ્યવહાર ન હતો અને વળી ઉછીના પૈસા લીધા હોવાથી મનમાં કંઈક ‘અપરાધભાવ’ હતો. આથી તેઓએ કશું પૂછ્યું ન હોવા છતાં મારાથી બોલાઈ ગયું, ‘તમારે તમારા પૈસા જલદી તો નથી જોઈતા ને ! હું તો તમને બે મહિના પછી જ આપી શકીશ !’ તેઓએ કહ્યું : ‘મેં તો અમસ્તો જ ફોન કર્યો છે.’ મનમાં ‘હાશ’ થયું.

બીજે દિવસે એ ‘ધર્મભાઈ’ મારી સ્કૂલમાં આવી ચડ્યા. હું તો જોતી જ રહી ગઈ. મને થયું, ‘આ અહીંયાં ક્યાંથી ?’ તેઓ સમજી ગયા. ‘અમસ્તો જ આવ્યો છું. ક્યારેક તારી સ્કૂલ પણ જોવી પડે ને ?’ જાણે નજીકનો સંબંધ ધરાવતા હોઈએ એ રીતે તેમણે પ્રશ્ન કર્યો. વળી બે દિવસ પછી એક સાંજે તેઓ ઘેર આવ્યા ! મારા આવકારની રાહ જોયા વગર સોફામાં લંબાવી દીધું અને જોરથી બોલ્યા, ‘પૈસા લેવા નથી આવ્યો. આ તો રસ્તેથી પસાર થતો હતો એટલે થયું કે મળતો જાઉં…..’
થોડા થોભીને કહે : ‘કેમ, ન ગમ્યું ?’
‘ના….ના…. આવોને, એમાં શું ?’ મેં કહ્યું, પણ કોણ જાણે કેમ તેમની હાજરીનાં સ્પંદનો મને હકારાત્મક ન લાગ્યાં. આથી હું થોડી મૂંઝાઈ; પણ કોઈને જાકરો થોડો અપાય છે !

ત્યાર પછી તો દર બે દિવસે સાંજે છૂટીને તેઓ આવવા લાગ્યા. ચા-નાસ્તો કરે, ઠઠ્ઠા-મશ્કરી કરે અને બે કલાક તો સહેજે બગાડી જાય. રવિવારે તો મમ્મી પાસે બેસવાને બહાને અર્ધો દિવસ અમારા ઘરમાં રહીને પિકનિક મનાવે ! બીજી તરફ બે મહિના સિવાય મારાથી પૈસા આપી દેવાનું શક્ય ન હતું, સાથે આ ‘ધર્મભાઈ’નું સતત આવવું-જવું પણ મને અસહ્ય થઈ પડ્યું હતું. મને ખબર પડી ગઈ કે એક સ્ત્રી કોઈ પણ કારણસર ‘લાચાર’ બને એટલે તેનો અવાજ ઢીલો થઈ જાય છે. લાચારીએ મારા સમગ્ર અસ્તિત્વને ઓગાળી દીધું હતું. સતત બે મહિના સુધી મારે તેમને સહેવા પડ્યા. ક્યારેક ઘરમાં તો ક્યારેક સ્કૂલમાં, ક્યારેક બસ-સ્ટેન્ડ પર તો ક્યારેક પરાણે તેઓના સ્કૂટર પાછળ બેસીને મારે ન ગમતા વાતાવરણમાં શ્વાસ લેવા પડ્યા. એ ભાઈસાહેબ તો જાણે ઈચ્છતા હતા કે હું ક્યારેય તેમના ઋણમાંથી મુક્ત જ ન થાઉં અને તે મારી ઈચ્છા વિરુદ્ધ મારા ઘરે આવતા જ રહે, મને મળતા જ રહે, પોતાની હોશિયારીના ફાંકા મારી મને પ્રભાવિત કરતા જ રહે. મારે પણ મારી જાત સાથે જ સમજૂતી કરવી પડતી હતી. એથી હું સતત અકળાતી હતી.

પથારીમાં પડેલી મા સમજાવતી, ‘ન પરણવાના નિર્ણય પછી હિંમતથી સામનો કર, હજુ કહું છું કે મારાં ઘરેણાંનું શું કરવું છે ? વેચી નાખ અને ધરી દે તેને પૈસા, નહીં તો કહી દે કે : ‘રોજેરોજ આવો છો તેથી હું ડિસ્ટર્બ થાઉં છું.’ હું આમાંનું કશું ન કરી શકી, પણ બે મહિના પછી જીવનભર ચાલે એટલું શિક્ષણ મેં મેળવી લીધું. થોડા રૂપિયા-પૈસા માટેની લાચારી માણસને કોઈ પણ ક્ષણે નીતિમત્તાની સીડી પરથી ગબડાવી શકે છે. ખાસ કરીને છોકરીઓ-સ્ત્રીઓ ખોરાક-કપડાંની, આશરા-ઓટલાની લાચારીનો શિકાર બને છે ત્યારે સમૃદ્ધ સગાંઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં પણ ‘લાચારી’માં ફરક નથી પડતો, તેનું સ્વરૂપ જ બદલાય છે, બસ.

નિયમિત પગારવાળી નોકરી છતાં મારે વિટંબણા વખતે વામણા બનવું પડ્યું, એ અપેક્ષાએ આપણા સમાજમાં મોટા ભાગની છોકરીઓને-સ્ત્રીઓને આર્થિક-સામાજિક સ્વતંત્રતા જ નથી હોતી, ત્યારે જીવનનિર્વાહની નાનામાં નાની જરૂરિયાત માટે પણ તે લાચારી અનુભવે છે : કોઈક પિતા પાસે તો કોઈ ભાઈ પાસે, કોઈ પતિ પાસે તો કોઈ પુત્ર પાસે. આવી લાચાર સ્ત્રીઓ-છોકરીઓ પિતાને, પતિને અને પુત્રને જુદી જુદી વયના સહયોગી સમજે છે, જ્યારે પરણ્યા પછી ભાઈની મદદ મેળવે છે ત્યારે પોતાની જાતને ઓશિયાળી સમજવા લાગે છે. હું માનું છું કે સ્ત્રીને આ લાચારીની સાંકળથી મુક્તિ મળે એ જરૂરી છે. આ મુક્તિ તેને સાચા અર્થમાં ‘માનવ’ બનાવશે. તો જ તે પોતાની જાતને સહાય કરી શકશે. આ સાંકળ સ્ત્રીઓએ જ તોડવાની છે, એ માટે ક્યારેક એકલાએ મથવાનું છે તો ક્યારેક અન્ય મિત્રોને સાથે રાખીને. અલબત્ત, આવા પ્રયત્નો થશે ત્યારે ચીલાચાલુ રીતોથી જુદું જોવા ન ટેવાયેલો સમાજ ગાળો આપશે કે નકારાત્મક વલણ રાખશે, તોયે સ્ત્રીએ અટકવાનું નથી, વળી તેણે આવા સમાજના વિરોધી કે સમાજથી નકારાત્મક પણ બનવાનું નથી, તેણે તો સ્વસ્થતાપૂર્વક પોતાનો વિકાસ કરતાં કરતાં સમાજને ‘ચીલાચાલુથી જુદું’ જોવા માટે ટેવ પાડવાની છે.

એક બાળકને બેસવાની, ઊભા રહેવાની, દોડવાની ટેવ પાડવામાં આવે છે, પણ નારીને ‘શરીરવૃદ્ધિ’ (એ પણ કુદરતી છે) સિવાય અન્ય કોઈ રીતે ‘વૃદ્ધિ-વિકાસ’ તરફ આગળ નથી વધારી. આથી સ્ત્રી સામાજિક-આર્થિક રીતે અપંગ રહે છે. આવી સ્ત્રીઓ પોતાના બાળ-ઉછેર અને ગૃહકાર્યનું અપાર મૂલ્ય સમજવા જેટલી જાગૃત થશે, સ્વ-વિકાસ માટે તત્પર થશે અને જવાબદારીઓની સાથે અધિકારો અંગે પણ વિવેકપૂર્ણ વિચાર કરતી થશે, તેમ જ જરૂર પડ્યે પોતાને લાધેલું સત્ય સમગ્ર સમાજ સામે રજૂ કરવાની હિંમત કેળવતી થશે તો જગતની કોઈ લાચારી તેને નમાવી નહીં શકે. કદાચ એવી વિકટ પરિસ્થિતિ ઊભી પણ થશે તોયે એ સ્થિતિ તેની કરોડરજ્જુને નબળી નહીં કરી શકે. તે ખુમારીથી ટટ્ટાર ઊભી રહી શકશે અને સૌ કોઈને સ્ત્રી અને પુરુષને, નબળા અને સબળાને સંદેશ આપશે કે : ‘આપણે ભરોસે આપણે ચાલીએ’

[2] સ્વજાગૃતિની જરૂર

પ્રથમ વર્ષ બી.એ.માં અભ્યાસ કરતી સ્નેહા ખૂબ દેખાવડી, શાંત, સુવ્યવસ્થિત અને હસમુખી વિદ્યાર્થીની હતી. હંમેશાં પહેલી બેંચ પર બેસી ધ્યાનથી ભણતી હોય અને જરૂરી મુદ્દા નોટમાં લખી પણ લેતી. આથી એના એસાઈનમેન્ટસના ચોપડા બીજા વિદ્યાર્થીઓ કરતાં જુદા પડે. વળી તે સંગીત-વિશારદ હતી, આથી કૉલેજના ગીતસંગીતના કાર્યક્રમોમાં તે છવાઈ જતી, કૉલેજની નિત્ય-પ્રાર્થનાની જવાબદારી પણ તેણે સંભાળી હતી. સ્નેહા બધા અધ્યાપકોની પ્રિય વિદ્યાર્થીની થઈ ગઈ હતી.

પ્રિલિમિનરી પરીક્ષા પછી એક વખત તે શરમાતી-સંકોચાતી મારી પાસે આવી, ‘મેડમ…..’ તે આગળ બોલવાને બદલે પગનો અંગૂઠો જમીન પર ઘસતી, નીચું જોઈને ઊભી રહી.
‘બોલ…બોલ… શું કહેવાનું છે ? કંઈ શીખવું છે ? હવે વાર્ષિક પરીક્ષા આવશે, એ માટે કંઈ સમજવાનું છે ?’ મેં સ્વાભાવિક રીતે જ પ્રશ્નો કર્યા.
‘ના…..ના…. મેડમ એવું નહીં, પણ…..’ આટલું બોલી તે ફરી ચુપ થઈ ગઈ. મને થયું કે તેને કંઈક વિશેષ કહેવું લાગે છે. આથી મેં તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘કહે સ્નેહા, જે કહેવું હોય એ નિ:સંકોચ કહે.’
‘હા….મેડમ, મારું ફિક્સ થઈ ગયું !’ તેણે એકદમ બોલી નાંખ્યું.
‘શું ? શું….? ફિક્સ એટલે….?’ મેં પૂછ્યું.
‘મારા એંગેજમેન્ટ છે, આવતા રવિવારે.’ તે ક્ષણવાર રોકાઈ. ફરી કહે, ‘તમારે આવવાનું છે.’
‘ઓહ ! અત્યારથી ? સ્નેહા, હજુ તું ઘણી નાની છે.’ મેં કહ્યું.
‘પણ ઘર અને છોકરો બન્ને ખૂબ સરસ છે, મેમ.’ સ્નેહાએ વડીલની અદાથી જવાબ આપ્યો.

‘તું હજુ પ્રથમ વર્ષ બી.એ.માં છે, બધી રીતે ઘણી હોશિયાર છે, દેખાવડી પણ છે, વળી તું ભણીશ, તને ડિગ્રી મળી હશે. આ ડિગ્રી અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં મેળવેલી સિદ્ધિ તને અને તારા કુટુંબને ગૌરવ તો અપાવશે જ, એ સાથે તારા વિચારો વધારે પુખ્ત થયા હશે. જીવનસાથી અંગેનો તારો ખ્યાલ વધારે સ્પષ્ટ બન્યો હશે. સગાઈ-લગ્ન તો ત્યારે પણ શક્ય બની શકશે, સ્નેહા. થોડો લાંબો વિચાર કર, એક વખત ‘ના’ કહેવાની હિંમત કેળવ.’ મેં સ્નેહાને ખૂબ સમજાવી હતી.
‘પ…ણ…મેમ, નહીં માને મારાં મમ્મી-પપ્પા.’
‘તું પ્રયત્ન તો કર !’ મેં ભારપૂર્વક કહ્યું.
‘બે વર્ષ પહેલાં મારા અદાની (પપ્પાના મોટા ભાઈની) બે દીકરીઓએ કૉલેજમાંથી ભાગી જઈને લગ્ન કરી નાખ્યાં હતાં. આથી પપ્પાનો જીવ જરા ઊંચો રહે છે.’ તેણે સંકોચ છોડીને પૂરી સભાનતા સાથે પોતાના પરના અવિશ્વાસની વાત જ જાણે કે કહી.
‘એથી શું થયું, તું થોડી ભાગી જવાની છે….! તું એક વખત પપ્પા-મમ્મીને ભરોસો તો આપ કે તું ભાગી નહીં જાય. તું ઓછામાં ઓછું બી.એ. પાસ-ગ્રેજ્યુએટ તો થઈ જા !’ મેં તેને ચિંતા સાથે વિનંતીના સૂરમાં સમજાવી.
‘હવે કશું ન બોલાય મેમ, પણ લગ્ન તો આવતા વર્ષે જ છે. આ વર્ષની પરીક્ષા હું પપ્પાના ઘેરથી જ આપી શકીશ ને !’ સ્નેહાએ મને સમજણ આપતી હોય એ રીતે જવાબ આપ્યો. મને ખબર હતી કે સ્નેહા હવે કોઈનું કશું જ સાંભળવા તૈયાર નથી. છતાં મેં કહ્યું :
‘પણ સ્નેહા, બી.એ.નું છેલ્લું વર્ષ બાકી હશે તેનું શું ?’
‘નહીં રહે મેડમ ! એ લોકો બહુ સુધરેલાં છે. સાસુ એ જમાનાનાં એસ.એસ.સી. પાસ છે. મારાં બન્ને જેઠાણીઓ ધોરણ-12 પછી કમ્પ્યૂટર શીખે છે, બંને માટે અલગ-અલગ કમ્પ્યૂટર ઘરમાં વસાવ્યાં છે. એક ટીચર ઘરે શીખવવા આવે છે. રસોઈ માટે મહારાજ છે, ઘરકામ માટે ઘરઘાટી છે. ઉપરાંત છૂટક નોકર તો ખરો જ. પપ્પાના ઘર કરતાં પણ ખૂબ મોટું અને વ્યવસ્થિત ઘર છે.’ સ્નેહા તેના ભાવિ શ્વસુરગૃહથી ખૂબ પ્રભાવિત હતી.

‘એ બધું તો બરાબર, પણ તારા ભાવિ પતિદેવનું શું ?’ મેં પૂછ્યું.
‘કોણ ? સતીશ ? તેઓ બી.કોમ છે. પપ્પાજી (સસરા) સાથે બિઝનેસમાં છે. સતીશ પણ મારા જેવા જ સરસ દેખાવડા છે, સ્વભાવના ખૂબ સારા છે. મારા અવાજના અને ગીતોના તો તેઓ ‘ફૅન’ છે. હમણાંથી અમે દરરોજ ફરવા કે પિક્ચરમાં જઈએ છીએ.’ સ્નેહાએ થોડું થોડું શરમાતાં શરમાતાં છેલ્લા પંદર દિવસના પરિચયને રજૂ કર્યો.
‘સારું…. તને ગમે છે અને તું પસંદ કરે છે તેથી વધારે શું કહું ? બાકી બી.એ. પૂરું કરજે. કમ્પ્યૂટર પણ શીખજે જેથી ઘરના બિઝનેસમાં મદદ થાય અને જરૂર પડ્યે વ્યક્તિગત કામ પણ કરી શકે.’ મેં કહ્યું.

તે ઍંગેજમેન્ટનું કાર્ડ આપી ગઈ. મારું ન જવાનું નક્કી હતું, પણ તેનું કૉલેજ આવવાનું પણ બંધ થયું. ત્યાર બાદ તે સીધી એસ.વાય.બી.એ.માં પ્રવેશ માટે આવી. કૉલેજના વર્ગો શરૂ થયા એટલે મેં તેને પ્રાર્થના માટે થોડા વહેલા આવવા જણાવ્યું. તે કશું બોલી નહીં. આથી મેં કહ્યું, ‘કેમ જવાબ ન આપ્યો ?’ તે બન્ને હાથનાં આંગળાં એકબીજામાં પરોવી હાથ આગળ-પાછળ ખેંચતી રહી, થોડી વાર પછી ધીરેથી બોલી, ‘હવે હું સ્ટેજ પર ક્યારેય નહીં ગાઉં મેડમ, સતીશને એ પસંદ નથી.’
‘આ શું કહે છે સ્નેહા, તું સંગીતમાં વિશારદ છે અને વળી અહીં સ્ટેજ પર પ્રાર્થના માટે જવાનું છે. અમારે તો તને ગયા વર્ષની જેમ યુથફેસ્ટિવલમાં પણ મોકલવાની છે. અહીં શિક્ષણસંસ્થામાં તું ઓછી પ્રોફેશનલ ગાય છે ? તું તેને સમજાવજે, નહીં તો સતીશને મારી પાસે લઈ આવ, હું તેને સમજાવીશ. આ રીતે તો તારા સૂર કટાઈ જશે અને તારી ગાવાની કળા આત્મહત્યા કરશે.’ હું ખૂબ અકળાઈ ગઈ હતી.
‘ધીરે ધીરે સમજાવી લઈશ, પછી ગાઈશ પણ ખરી.’
હું કંઈ બોલી નહીં.
‘હું જાઉં બહેન ?’ કહેતાં કહેતાં જ તેણે દરવાજા તરફ પગ ઉપાડ્યા. એ જ વર્ષે મુગ્ધ સ્નેહા અઠવાડિયાના જુદા જુદા કાર્યક્રમોનું અને લગ્નનું આમંત્રણ આપવા આવી. મારે જવું ન હતું. આથી ત્યારે જ મેં એને પુસ્તક લગ્નભેટ તરીકે આપ્યું.

આ વાતને ચાર વર્ષ થયાં. સ્નેહા એક દીકરાની મા છે. કુટુંબને દીકરો આપવામાં બન્ને જેઠાણીઓ કરતાં આગળ રહી હોવાથી ઘરમાં તેનું ખૂબ માન છે. હજુ તે બી.એ. થઈ નથી કે હવે તેને કમ્પ્યૂટર શિક્ષણની જરૂર નથી. તે પતિના આયુષ્ય અને આબરૂ માટે જયા-પાર્વતી અને વડ-સાવિત્રીનું અને દીકરાના સુખ માટે શીતળા-સાતમ અને અન્ય વ્રત કરે છે, કુટુંબની શાંતિ માટે સંતોષીમા અને વૈભવલક્ષ્મીને રીઝવે છે અને ભાઈઓના સુખ માટે જમુના નહાવા જઈ આવી છે. તેને પોતાનો વિકાસ શેમાં છે એ ખબર છે કે કેમ તેની ખબર નથી.

આ વર્ષે સ્નેહાએ ફરી પ્રવેશ લીધો છે. ભારે સાડી અને ઘરેણાંથી લદાયેલી સ્નેહા મને મળવા આવેલી. મેં વાત-વાતમાં પૂછેલું, ‘પેલું પુસ્તક વાંચ્યું ?’
તે ભૂલી ગઈ હતી કે મેં તેને કોઈ પુસ્તક ભેટ આપ્યું છે. આથી મારી વાત સાંભળી ન સાંભળી કરીને બોલી, ‘જુઓ મેડમ, વર્ષે બે વર્ષે કે પછી બાળકો (બીજું બાળક તેના પેટમાં હતું) મોટાં થયા પછી પાંચ કે સાત વર્ષે પણ બી.એ.નું સર્ટિ તો લેવું જ છે.’ જાણે કે નિર્ધાર જાહેર કર્યો.
‘તું બી.એ.નું સર્ટિફિકેટ મેળવે એ સારું છે, પણ એ વગર પણ તું વાચન ચાલુ રાખ. વાચનથી થતું અનૌપચારિક શિક્ષણ તને તારાં બાળકોના ઉછેરમાં, તેના શિક્ષણ-કાર્યમાં, તેના બાળ-સહજ પણ ગંભીર પ્રશ્નોના સંતોષપ્રદ જવાબ આપવામાં, તેના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્યની ગોઠવણીમાં તેમ જ ઘર, વર, કુટુંબની અનેક વિટંબણાઓમાં સરળતા ઊભી કરવામાં કામ લાગશે.’ મેં તેને સલાહ આપી. જવાબમાં તેણે ‘સર્ટિ’ મેળવવાનો નિર્ધાર દોહરાવ્યા કર્યો, પણ મને ખાતરી છે કે હવે પછી સ્નેહા ફરી પરીક્ષા વખતે જ આવશે, અપેક્ષિત પ્રશ્નો માંગશે અને કદાચ પરીક્ષા પણ નહીં આપે. વળી પરીક્ષા ન આપ્યાનું તેને લગારેય દુ:ખ નહીં પહોંચે.

‘પરીક્ષા નહીં આપે.’ એ વિચાર, મારા મનમાં તો વ્યથા જ જન્માવે છે. થાય છે કે આવાં માત્ર આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબોમાં સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી-વિકાસ કે સ્ત્રીની સ્વ-જાગૃતિની જરૂર જ નહીં હોય શું !!!

[કુલ પાન : 136. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલદાની – સંકલિત
મીરાં – અનિરુદ્ધસિંહ ગોહિલ Next »   

35 પ્રતિભાવો : સ્રોતસ્વિની – નલિની કિશોર ત્રિવેદી

 1. Dr.Ekta.U.S.A. says:

  ખુબજ સરસ.
  લેખિકા એ કડવુ પણ સત્ય રજુ કર્યુ છે. અને શરમજનક વાત છે કે ગમે તેટલો આપણો સમાજ આગળ આવિ ગયો હોયે પણ સ્ત્રિ નિ બાબત મા હજુ પછાત જ છે.
  આભાર.

 2. ખુબ જ સાચી વાત. સ્ત્રી જો સ્વતંત્ર હો કે સ્વનિર્ભર હોય તો તેને સ્વચ્છંદ તરીકે ખપાવી દેવામાં આવે છે.

  • Jay says:

   જવાબદારી વગર ની સ્વતંત્રતા એટલે સ્વચ્છ્ંદ્તા.

   જ્યાં આ નિયમ નું પાલન ન થતું હોય એટલા અપવાદો જ, તમારી વાત પ્રમાણે સાચા.

 3. trupti says:

  બીજા પ્રસંગ ના સંદર્ભ મા મને એક કિસ્સો યાદ આવે છે. આ સ્ત્ય હકિકત છ,જોકે મને શબ્દે શબ્દ યાદ નથી. મારા માસી સાસુ દક્ષિણ મુંબઈની એક શાળા ના આચાર્ય હતા. તેઓ જ્યારે શિક્ષિકા તરીકે ની ફરજ બજાવતા હતા ત્યારે તેમની પાસે એક દિવસ બે બહેનો આવી જે તેમની વિધ્યાર્થીની હતી. તેઓ જૈન કુંટુંબ માથી આવતા હતા. તે વખતે તેઓ ધો.૧૦મા હતા. બેવ બહેનો એ મારા માસી સાસુ ને જણાવ્યુ કે તેઓ હવે આગળ ભણિ નહીં શકે, કારણ તેમના મા-બાપે તેમને દિક્ષા લેવાનુ કહ્યુ છે. બેવ બહેનો ને દિક્ષા લેવી ન હતિ, મારા માસી સાસુએ તેના મા-બાપને સમજાવવાની કોશિશ કરિ પણ તેઓ ટસના મસ ન થયા. પાછી બહેનો માસી આગળ આવી, માસી એ તેમને પોલિસ મા કંમ્પ્લેન કરવા કહ્યુ અને જોઈતો સાથ આપવાની બાંહેધરી પણ આપી પણ બહેનો તે કરવાની હિંમત ન જોટાવી શકી, પાછળ થી તેઓનુ શું થયુ તે જાણવા મળ્યુ નહીં પણ જે પ્રમાણે બીજી કથનિ ની નાયીકાએ લગ્ન કરી તેનુ બલિદાન આપ્યુ તેમ આ બન્ને બહેનોએ પણ એમજ ક્ર્યુ હશે ડો. એક્તા કહ્યુ એ પ્રમાણે આપણો સમાજ ગમે તેટલો આગળ વધી જશે પણ સ્ત્રીઓ ની બાબતમા મહદ અંશે પોતાનો અભિગમ નહીં બદલે કે બદલી શકે.

  • Navin N Modi says:

   તૃપ્તિબેન,
   આપની વાત ખરી છે. પરંતુ એ બનાવો માટે આપે ‘બલિદાન’ શબ્દ વાપર્યો એ ન ગમ્યું. કોઈ સારા કામ માટે સ્વેચ્છાએ સહન કર્યાને જ બલિદાન કહેવાય. જ્યારે આમાં તો હિંમતના અભાવે સહન કરવું પડ્યું છે.
   સમાજના અભિગમની આપની વાત પણ ખરી છે. પરંતુ એ અભિગમને બદલાવવાની પહેલ સ્ત્રીઓએ જ હિંમતપૂર્વક અન્યાયોનો સામનો કરીને કરવી પડશે. એ માટે ઈશ્વર સ્ત્રીઓને શક્તિ આપે એ મારી પ્રાર્થના છે.

 4. બંને લેખો સમાજનુ સાચુ ચિત્ર રજુ કરે છે. કોઈને મદદ કરી હોય તો મદદ કરનારે એ જોવુ રહ્યુ કે મદદ લેનાર ને લેશમાત્ર પણ સંકોચ કે માનહાની ન થાય. બને તો એટલા સમય પુરતુ તેમને મળવાનુ ઓછુ કરી નાખવુ જોઈએ. ગમે તેટલા સારા સ્નેહી-મિત્ર હોય, ક્યારેક આવી મદદ બાદ થતો વ્યવહાર સંબંધને કટુતાથી ભરી દે છે.

  બીજો લેખ વાંચીને મને શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીજીની સ્વપ્નદ્રષ્ટા નવલકથા યાદ આવી ગઈ. તેમા પણ નાયીકા કે જે સ્નેહાની જેમ હોશીંયાર, પ્રભાવી, દેશભક્ત અને નાયકની પ્રરણાસ્ત્રોત હતી તેને લગ્ન બાદ માત્ર તેના જીવન અને ગૃહસ્તીમાં ખોવાયેલી અને વૈચારીક અધઃપતન પામેલી દર્શાવેલ છે. નવા સમાજે એ જોવાનુ છે કે સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે તેમને પુરતી તક મળે.

 5. Manisha says:

  Bitter truth of women life….. I agree with you Ms. Hiral…..

 6. સવાલ છે તમારે શું થવું છે, ઉપરોક્ત સ્નેહા કે ઇંદ્રા નૂઇ અથવા કિરણ ખેર ? સ્ત્રીઓ ધારે તે કરી શકે છે. સમાજને કાયમ દોષી માનવો જરૂરી નથી. આ યુગમાં તો નહિ જ. ખુદ સ્ત્રીઓ જ તેમના પછાતપણા (?) માટે જવાબદાર છે. સાહિત્યમાં જેટલી કાગારોળ થાય છે તેટલી હદે સ્ત્રીઓ અણઘડ કે પછાત હવે નથી. અને જેમ જેમ સ્ત્રી-શિક્ષણ્ની ટકાવારી વધતી જશે તેમ પરિસ્થિતિ વધારે સારી થશે.

  • આ લેખ વાંચ્યા પછી આગળનો લેખ ‘ફૂલદાની’ વાંચ્યો. દિલ્હી પબ્લિક સ્કૂલની અનુપ્રિયા મારી વાત સાબિત કરે છે.

  • hiral says:

   100% agree.

   Sometimes, it is easy for such girl to settle down in life. They don’t want to learn or they don’t want to think or they don’t want to make any efforts. I have seen many such sneha in my child-hood, teenage time. And many a times, such psychology they inherit from their mother.

   Our one neighbour (she is devotee…practising Jainism) she always dream for her daughter to take diksha and she stopped her school after 8th. And then she took diksha at the age of 15.

   She was always telling that it is her own wish to take diksha. (She was not good at all in academics but she was happy-go-lucky type normal girl but suddenly after 13th age her mother started sending her to live with maharaj ji and all and that time we all were helpless that why her mother is doing so much of brain wash to take diksha?)

 7. Moxesh Shah says:

  ઘા ને ખોતરયા કરવાથી ઘા મટતો નથી.

  વાસી વિસય-વસ્તુ સાથે નો નકારાત્મક લેખ.

  “જીવનનિર્વાહની નાનામાં નાની જરૂરિયાત માટે પણ તે લાચારી અનુભવે છે : કોઈક પિતા પાસે તો કોઈ ભાઈ પાસે, કોઈ પતિ પાસે તો કોઈ પુત્ર પાસે.” – ખૂબ જ નકારાત્મક વિચાર અને મનની હીન ભાવના.

  • ઈન્દ્રેશ વદન says:

   Agreed. Mostly all women today are independent and bold. They do what they want.
   This article would’ve been apt if published 10-15 yrs ago.
   Author needs to come out of her shell..
   લાચારી અને નારી શબ્દો એકબીજાના પર્યાય નથી રહ્યા.

   • trupti says:

    Moxesh Shah અને ઈન્દ્રેશ વદનભાઈ,

    તમારુ કહેવુ ૧૦૦% સાચ્ચુ છે. લાચારી અને નારી શબ્દો એકબીજાના પર્યાય નથી રહ્યા, પણ આ ખાલી સુધરેલા અને શિક્ષીત સમાજ મા. જો તમે ભારત ના અંતરીયાળ ગામો અને વિસ્તાર મા જશો કે અભણ પ્રજા ને જોસો તો તમને લાગસે કે સ્ત્રીઓને હજી જોઈએ તેટલી સ્વતંત્રતા મળતી નથી અને જરૂરીયાત ની વસ્તુ માટે પણ ધરના પુરુષો આગળ હાથ લંબાવવો પડે છે.આ હાલત નોકરી કરતી સ્ત્રી ની પણ છે. મહિના ના અંતે તેનો પગાર લિટરલી હાથ માથી ઝુંટવી લેવા મા આવે છે અને જો સ્ત્રી પ્રતિકાર કરે કે તે કરવાની કોશીસ પણ કરે તો માર પણ મારવા મા આવે છે. તમારા ત્યાં ઘરકામ કરતી બાઈ ને જ પૂછી જોજો, તમને આવા પાત્રો તમારી આજુ બાજુ માથી જ મળી જશે.

    • Moxesh Shah says:

     Respected Trupti madam,
     How many women of the society, who are sufferrer, as described by you, are the readers of such literature? and How many men of the society, who are doing such act, as described by you, are the readers of such literature? All such literatures are read by the women of the society, who are mostly not victim and by the men of the society, who are mostly not follow such type of acts.

     The point is : In the society both types of incidences co-exist. Whether we shall spread negative incidences or postive incidences?

     It is the observation that our literature is one sided and it is most common to play with the feelings of the ladies by portrating her as victim, always. My suggestion is to come out from such mentality and to improve upon with positive attitude.

     • trupti says:

      મોક્ષેસભાઈ,
      તમે આજુ બાજુ નજર કરશો તો તમને તમારી બાજુમા પણ આવા દાખલા દેખાસે. હજી ઘણા સમાજ મા સ્ત્રી ને જોવ નો અભિગમ સુધરેલા સમાજ મા પણ નથી બદલાયો. તમને હિરલ બહેને ઉપર દાખલાઓ આપ્યા છે તેમાથી સમજાય જશે. આજે આપણા સમાજ નો કેટલા ભાગ નો હિસ્સો ગરિબીની રેખા નીચે જીવે છે? અને હિરલ બહેને જે પણ દાખલા ઓ આપ્યા છે તે ઉચ્ચ વર્ગના ઘરો મા બનેલા છે. ઘણીવાર આપની આજુબાજુ મા જે ચાલિ રહ્યુ હોય છે તેનો પણ આપણ ને અંદાજ નથી હોતો. મારફાડ ખાલી અભણલોકો નોન ઈજારો નથી હોતો તે ભણેલા સમાજ મા પણ બને છે. આપણુ સાહિત્ય એટલુ બધુ વિશાળ છે અને તેમા વિરાંગના ઓ ની વાત પણ વણેલી છે અને અબળાની પણ. મારો કહેવાનો ભાવાર્થ એ નથી કે બધીજ સ્ત્રી ઓ પિડીત છે પણ આજે પણ ઘની સ્ત્રી ઓ પિડિ છે અને તેમની જરૂરીયાત માટે હજી પણ તેમને બાપ, ભાઈ, પતિ, દિકરા કે પછી દિયર-જેઠ કે સસરા પાસે હાથ લંબાવવો પડતો હોય છે. નારી અબળા નથી, ધારે તો એ ચંડીકા નુ સ્વરુપ લઈ શકે છે પણ હજી પણ ધણા ઘરો મા તેમને આ પ્રમાણે ની તાલિમ નથી આપવા મા આવતી.

   • Ek Reader says:

    આપની વાત સાથે સંમત છું અત્યારે તો મોટભાગના કુટુમ્બોમા સ્ત્રીઓનું જ રાજ ચાલતુ જોવા મળે છે. અને છતાય આપણ્રે જૂના જમાનાના વિચારો વાળા લેખો અને વાર્તાઓ ને વાગોળ્યા કરીએ છીએ.

 8. Sonali says:

  Perfect….
  Every 1 has their individual personality…
  And you are the only one who can develop it…

  સ્ત્રિ ને જો ફક્ત સ્ત્રિ તરિકે ના જોઇ માનસ તરિકે જોએ તો આ નિસ્બત ન આવે ઃ)

 9. hardik says:

  સ્ત્રી ની દુશ્મન સ્ત્રી.

  ખબર છે કે આવું સમાજ માં થાય છે તો એમ નહી કે કાંઈક કરું, સમાજ આવૉ છે, અને હાથ ધરી ને બેસી રહેવાનું.
  સ્ત્રી ધારે તો બધું કરી શકે છે. એટલે જ ઈશ્વરે એક નવી જિંદગી લાવવાનું સ્ત્રી ને સૉંપ્યુ છે.

  • Shailesh Pujara says:

   સ્ત્રી ની દુશ્મન સ્ત્રી? myth… પુરુષો એ બનાવેલૂ વાક્ય છે. પુરુષ – પુરુષ નો દુશ્મન નથી હોતો?
   હકીકત તો એ છે કે માનવી નો દુશ્મન માનવ જ છે.

  • Sonali says:

   માન્યતઓ ને બદલવિ અસાન નથિ હોતિ….
   we have to accept the people the way they are….and still we are trying
   infect you can also be a part of that 🙂

  • trupti says:

   હાર્દિકભાઈ,

   હું તમારી સાથે સંમત છુ, સ્ત્રી ની દુશ્મન જેટલી સ્ત્રી છે એટલી હદે તો બીજુ કોઈ નથી. રોજ બરોજ ની જીદગી મા આપણે જોઈ એ છીએ કે સાસુ અને નંણદે મળી ને વહુ ને બાળી નાખી કે દહેજ માટે ત્રાસ આપે છે વિ……… હું પણ એક સ્ત્રી છું પણ છતા કહુ છું કે રાગ દ્વવેસ જેટલો એક સ્ત્રી ને બીજી સ્ત્રી તરફ હોય છે એટલો તેને પુરુષ માટે નથી હોતો.અને પુરુષને પણ એવો ભાવ બીજા પુરુષ માટે નથી હોતો. બાજુ વાળાને ત્યાં અકુમ બ્રાન્ડનુ વોશિંગ મસિન આવ્યુ, ટી.વી આવ્યુ કે કોઈ નવા ધરેણા લીધા કે નવી સાડી કે ડ્રેસ લીધો તો હું શું કામ રહી જાઉં? આ સ્ત્રી સહજ સ્વભાવ છે. તેમા અપવાદ પણ હોય છે.

 10. bindiya says:

  દરેક પરિસ્થીતિ માટે ઘણા કારણો જવાબદાર હોય છે. આધિનતાએ માનસિક નબળાઈ છે. સ્ત્રી જો થોડી હિંમત દાખવે તો તેના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી. હવે સમાજની માનસિકતા અને પરિસ્સ્થીતિ માં ધણું પરિવર્તન આવ્યું છે. હવે ઘણાબધા કુટુંબો માં સ્ત્રી શિક્ષણ અને સ્વાવલંબનને મહત્વ આપવામાં આવે છે. આપણા જીવનની દિશા આપણા નિર્ણયો પર આધારિત છે. દરેક વખતે સમાજને દોષ આપવો યોગ્ય નથી..

 11. hiral says:

  પરીક્ષા નહીં આપે.’ એ વિચાર, મારા મનમાં તો વ્યથા જ જન્માવે છે. થાય છે કે આવાં માત્ર આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબોમાં સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી-વિકાસ કે સ્ત્રીની સ્વ-જાગૃતિની જરૂર જ નહીં હોય શું !!!

  1995 – I saw that diksha incident of one 15 year old girl in our apartment.

  1997 – I came across one marvadi girl…she said it is shameful in her family if girl go to college. she did 3 days of fast but her father, mother, brothers said, better she die then sending her in college. she said, I choose to live.

  2000 – One of my good friend got admission in BE at DDIT (Nadiyad) after diploma. only by 1 mark she couldn’t get admission in Ahmedabad. Her mother stickly told her not to go to Nadiyad (Her brother is michenical engineer from L.D.Engg college (4 – 5 years elder then her) her father is also mechanical engineer.
  then she asked for payment seat in Nirma. then her mother told I will buy diamond jewellery for you in your marriage rather then payment seat….but you are not allowed to go to another city….for a week/month she did daily up-down by train and then she left study. (she is extra ordinarly talented in electronics and physics).

  2003- One college in koba project. she came to her mama’s house at ahd. her mama is very rich person and CA. she asked me all details about degree education in ahmedabad after diploma. within one week she said, didi i came to know that my parents sent me to Ahmedabad because they want me to marry some well-settled guy here in Ahmedabad. we are from Nasik (small town). I am not allowed to study. Then she made all efforts to study but her Mama and her grand-mother(Nani) told her if she will force so much for study then they will send her back. later when she used one college’s name in home then they stopped sending her at office and within a week they sent her back to Nasik.
  I was so socked that she was so bright, extremly talented , right now she has one kid, luckily she is doing job. Thanks to IT. but facing many problems because no degree.

  all these are cases of well-to-do, so called rich family in society (in some cases gents in their family are highly educated). majority these family still not have good impression about girls who study, do job and go out side city for job or study.

  • Shekhar says:

   You are right. I have observed similar examples in high end families. This depends on education and environment where you/your parent grow up. This is easy to say for me as I don’t have any sister and have two sons. But I always try to avoid hurt my wife’s feeling or respect. The reason is not love but a responsibility as she got married to me considering my and her parent’s opinion. I may not have love for her but I do have a responsibility. This is a bitter side of our society but many parents consider it safe for their daughters. This is where all the issues mentioned by author and Hiralben pops up. For that our existing social system in India is responsible. Our laws and justice system are to be blamed most. Because anyone can easily play with women and live life in society to play more. There is no one other patents need to pitch in to help their kin (daughter) – most of the time. That force parents to take drastic actions. The first storey the daughter was unnecessarily afraid of ‘Dharambhai’., while in second storey the girl wanted different life then the author wanted, you cannot blame the society for that. The girl had different priorities and she tried to seek similar thoughts from the teacher.

 12. કલ્પેશ ડી.સોની says:

  બુદ્ધિ સાથે જેને કામ લેવાનું આવે છે એ સહજ રીતે દંભી બની શકે છે. ખેતરમાંથી લાકડું ચોરી જનાર મજૂરનાં ચહેરા પર ડરનો ભાવ જોઈ શકાશે કારણ કે લાકડું હાથમાં દેખાય એવું હોય છે. પરંતુ આખો દેશ વેચીને બેઠેલો રાજકારણી કોઈથી ડરશે નહિ કારણ કે એણે કરેલો ગુનો દેખી શકાતો નથી. ચૌદ વર્ષે રજસ્વલા થનારી છોકરી ‘કામતૃપ્તિ’ સંતોષ્યા સિવાય એકેય પ્રવૃત્તિમાં રસ લઈ જ શકતી નથી. પચ્ચીસ વર્ષે લગ્ન કરે ત્યાં સુધીમાં (અગિયાર વર્ષ સુધી) માનસિક રીતે જાતીયતા સંતોષતી રહે છે. લાગે છે એવું કે છોકરી અભ્યાસમાં મગ્ન છે. આને જ દંભ કહેવાય. કોલેજની લેક્ચરર સ્ત્રી હોવા છતાં સ્ત્રીની માનસિકતા સમજવાને બદલે અભ્યાસનો દંભ કરવાની સલાહ આપે છે. સંસ્કાર, મર્યાદા, શરમ, ધર્મ, પાપના નામે છોકરીઓ પોતાની સાચી ભાવનાઓ છુપાવે છે. કોલેજ જતી છોકરીઓની કામુક પ્રવૃત્તિઓ સ્વાભાવિક છે છતાં એ અપરાધભાવ અનુભવે છે. દુ:ખની વાત એ છે કે એની ભાવનાની અભિવ્યક્તિ માટે એને યોગ્ય સમયે જીવનસાથી મળ્યો નથી. આવી છોકરીઓ કોઈ પણ અયોગ્ય પગલું ભરે તો દંડના અધિકારી મા-બાપ અને દંભી સમાજ છે. શું આપણે એમ ઈચ્છીએ છીએ કે છોકરી સામે ચાલીને આપણને કહે, કે ‘મને . . . . .

 13. gita darji says:

  સ્નેહા સન્ગિત વિશારદ ….સતિશને ન ગમવુ…ઉત્સાહિ દિકરિનુ ગળૂ દબાવિ દેવુ …આવિ માનસિકતામાંથી આ સમાજ ક્યારે બહાર આવશે.સ્ત્રિ ચાવિવાળૂ રમકડૂં ….કયાં સુધિ?….મા-બાપે પણ્ દીકરો-દિકરિ સમાન ગણી શિક્ષણ આપવું જોઇઍ.

 14. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  નારી-મુક્તિ … નારી સ્વાતંત્ર્ય…નારીનુ અસ્તિત્વ….વર્ષોથી આ વિષય પર લખાયુ છે અને હજી પણ આની પર લખાવાનુ ચાલુ છે. સવાલ એ છે કે ક્યા સુધી?? એક બાજુ આપણે નારી ના અસ્તિત્વ ની વાત કરીએ છીએ તો બીજી બાજુ નારી પોતે જ એક એવુ જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરે છે જેમા એના પોતાનુ કઈજ ભવિષ્ય નથી. એને ખબર છે કે આગળ ખાઈ છે પણ તે છતા તે સ્વ-ઇચ્છા કે પછી મા-બાપ કે પતિ ના દબાણથી એમા પડે જ છે.

  “સ્વજાગૃતિની જરૂર” વાર્તામા સ્નેહા ના માતા-પિતા આટલી જલ્દી લગ્ન કેમ કરાવવા માંગે છે કારણકે એના કાકાની બે દિકરી ઘરેથી ભાગી જઈ લગ્ન કર્યા. શુ પ્રેમ લગ્ન કરવા એ ગુનો છે? જ્યારે મા-બાપ તેમના સંતાનની લાગણી નથી સમજી સકતા એટેલે તેમને ઘરેથી ભાગવુ પડે છે કારણકે તેમને મા-બાપ પર વિશ્વાસ નથી. અને મા-બાપને સમાજનો ડર હોય છે કે લોકો સંભળાવશે…મેણા મારશે. સમાજમા શુ ઇજ્જત રહેશે. બસ..આ વિચારથી જ મા-બાપ આ પગલુ ભરે છે જે સ્નેહાના મા-બાપે ભર્યુ. પણ એ સમજતા નથી કે મારી દીકરીના ભવિષ્યનુ શુ? અને ભણતર શુ ફક્ત નોકરી સુધીજ સીમીત છે? ભણતર માણસને માણસ બનાવે છે. જો સ્ત્રી પોતે ભણેલી હોય તો એ પોતાના સંતાનને સારા સંસ્કાર અને એક સારુ જીવન આપી શકે છે. પણ સ્નેહાના મા-બાપ જેવા લોકો ફક્ત છોકરી ને પરણાવી પોતે જવાબદારી માથી મુક્ત થવા માંગે છે. સુખી ઘર હોય નોકર ચાકર હોય અને બધીજ ભૌતિક સગવડ હોય શુ એટલુજ જરુરી છે એક લગ્ન સંબધ માટે..? છોકરીની પોતાની ઇચ્છા…પોતાના વ્યક્તિત્વની કોઈ મહત્વજ નહી?
  અને વાર્તાથી એવુ પ્રતિત થાય છે કે સ્નેહા પણ પોતે લગ્ન માટે તૈયાર છે કારણકે “રસોઈ માટે મહારાજ છે, ઘરકામ માટે ઘરઘાટી છે. ઉપરાંત છૂટક નોકર તો ખરો જ. પપ્પાના ઘર કરતાં પણ ખૂબ મોટું અને વ્યવસ્થિત ઘર છે”. એટલે ભણીગણી ને પછી તો છેવટે ઘરમાજ રહેવાનુ છે તો પછી આટલુ સરસ ઘર કે જ્યા ભૌતિક સુખ સગવડ મળે તો પછી લગ્ન કરી લેવા શુ ખોટુ. સ્નેહાની આવી વિચારસરણી માટે સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી-વિકાસ કે સ્ત્રીની સ્વ-જાગૃતિની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય રહેશે?

 15. Mital Parmar says:

  ખુબ સરસ લેખ ….

 16. Jigna Bhavsar says:

  નલિનીબેન તથા મ્રુગેશભાઈ નો ખુબ આભાર આ લેખ માટે.

  દુઃખ ની વાત છે કે આજની ગ્લેમરસ જીવન માં આપણામાંથી ઘણાને આજુબાજુ થતી આવી વાસ્ત્વીકતા નો ખ્યાલ પણ નથી. . અલબત, વિશેષ ન જણાવતાં , ટુંકમાં મારે આમાનું તથા જે “હિરલે” જણાવ્યું એવી ઘટના નો શિકાર થવું પડયું છે.

  આખરે માતા કે સ્ત્રી જે બાળકને ઉછેરે છે, તે ખુદ શીક્ષીત હોવી જ જોઈએ જે થી જે વ્યહારીક માં પોતાની શીક્ષાથી સારા નરસા નો નીર્ણય પોતાના બાળકો માટે લઈ શકે.

  માટે, વધુ લોકો ને જાગ્રુત કરવાનૉ આપનો ઉમદા ઉપાય કામયાબ હો.

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  સ્ત્રી શિક્ષણ સાથે પ્રોઢ કેળવણી પણ જરુરી છે… બદલાતા સમાજ સાથે તાલ મિલાવવા માટે…

  Ashish Dave

 18. જગત દવે says:

  સ્ત્રી અને પુરુષ…….કુદરતની બંને અલગ અલગ રચનાઓ.

  સદીઓથી સ્ત્રી ને સમજવાનાં બઘા પ્રયત્નો નિષ્ફળ.

  આવું કેમ?

  ૧. સામાજીક રીત રીવાજોમાં સ્ત્રીઓને સ્ત્રીઓ તરફથી થતો અન્યાય કેમ સદીઓથી ચાલ્યો આવે છે ?
  ૨. સાસુ-વહું, નણંદ-ભોજાઈ, દેરાણી-જેઠાણીની ખટપટોથી ભરપુર ભારતીય સાહિત્ય, લોક-ગીતોથી માંડી ને ટી.વી. સીરીયલો સ્ત્રીઓમાં જ કેમ વધારે લોકપ્રિય છે?
  ૩. દિકરીને જન્મ આપતા સમયે સ્ત્રી કેમ ભોંઠપ અનુભવે છે? અથવા તેની નજીકનાં જ સ્ત્રી વર્તુળ દ્રારા એ ભોંઠપ અનુભવે તેવું વાતાવરણ કેમ ઉભુ કરવામાં આવે છે?
  ૪. સમાચારોમાં હંમેશા બિનવારસી નવજાત ‘બાળકીઓ’ જ કેમ મળી આવે છે? તેને ત્યજનાર કોણ છે? કેમ છે?
  ૫. સ્ત્રીઓ ને પુરુષ સમોવડી બનાવવા કરતાં તે તેનું સ્વતંત્ર જાતિગત અભિમાન લઈ શકે તેવું ન થઈ શકે?
  ૬. જીવનભર અન્યાય/અપમાન-બોધ સાથે જીવનાર સ્ત્રી તેની જ દિકરીને અન્યાય સહન કરવાનો ‘વારસો’ કેવી રીતે આપી શકે?
  ૭. મોટાભાગની સાસુઓનાં દિકરી અને વહુ ને જોવાનાં મુલવવાનાં ચશ્મા કેમ જુદા?

  આ અને આવા કેટલાય રહસ્યમય સવાલોનાં જવાબ અથવા ઊકેલ કદાચ ક્યારેય નહી મળે.

  e-mail: ja_bha@yahoo.co.in

  • Jay says:

   તમારી વાત સાથે સંપુર્ણ સહમત છું.

   મારો મત છે કે જયાં સુધી સમાજ “સ્ત્રી અબળા છે, ભોળી છે અને તેને જ અન્યાય થતો આવ્યો છે.. તે તો એકદમ સતી-સાધ્વી છે” આ વિચાર સાથે લુચ્ચાઈપુર્વક, અગ્નાનતાપુર્વક કે જડતાપુર્વક વળગી રહેશે ત્યાં સુધી આ રહસ્યમય સવાલોનાં જવાબ અથવા ઊકેલ કદાચ ક્યારેય નહી મળે.

 19. જય પટેલ says:

  પ્રસ્તુત બંન્ને વાર્તાઓ આજના અર્વાચીન ભારતને પ્રતિબીંબિત કરતી નથી.

  પ્રથમ વાર્તામાં નાયિકાને અણધાર્યા ખર્ચની પૂર્તિ માટે હાથ લંબાવવો પડે છે.
  નિષ્કર્ષ…જ્યારે કોઈને મદદ કરી શકવાની આર્થિક ક્ષમતા આપણમાં હોય ત્યારે આંખો નીચી ઢાળી
  ઈશ્વરના કૃતાર્થ ભાવ સાથે મદદ કરવી.

  બીજી વાર્તામાં નાયિકા સ્નેહાને ખાધે-પીધે સુખી ખોરડું જતું ન્હોતું કરવું.
  સ્નેહા જો શિક્ષણનું મહત્વ સમજી હોય તો ખોરડાનો ખ્યાલ તેના ખ્વાબોમાં ના હોય..!!

  આજના આધુનિક ભારતમાં જે રાજ્યોમાં સભાનતા છે ત્યાં કન્યા કેળવણીએ અદ્વીતિય પરિણામો
  આપ્યાં છે. સરકાર-સમાજના કન્યા કેળવણીના પ્રચંડ અભિયાનના પરિણામે આજે કન્યાઓ
  મલ્ટિ-નેશનલની ઓફિસોમાં ઉચા હોદ્દા પર ઉચા પગારે વિરાજે છે.
  આપણા ગુજરાતમાં સરકારના કન્યા કેળવણીના અભિયાનના પરિણામો જોવા મળી રહ્યાં છે.
  ધોરણ ૧૦-૧૨માં પ્રથમ દશમાં બહુમતી કન્યાઓની હોય છે.

  સમાજ વ્યવસ્થામાં સામાજિક પરીવર્તનની પ્રક્રિયા ઘણીવાર ધીમી અને નરી આંખે કળી ના શકાય
  તેવી હોય છે. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો જશે તેમ તેમ સામાજિક કુરિવાજો…માન્યતાઓ
  આપોઆપ જશે. હવે વિદેશી યુનીવર્સિટીઓનું આગમન થઈ રહ્યું છે….ભારતની બદલતી તસવીર છે.
  આભાર.

 20. Vipul Panchal says:

  Exceelent story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.