મીરાં – અનિરુદ્ધસિંહ ગોહિલ

[ શ્રી અનિરુદ્ધભાઈએ (જામનગર) શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલો પર પી.એચ.ડી. કર્યું છે. તેઓ છેલ્લા સાતેક વર્ષથી જામનગરની શ્રી ડી. કે.વી. કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aniruddhsinh.gohil1976@gmail.com અથવા આ નંબર પર +91 9925969276 સંપર્ક કરી શકો છો.]

પ્રેમદીવાની મીરાં સાધો ! પ્રેમદીવાની મીરાં રે…
મનમોહનકો ચાહત, ગાવત ગાન ગહન ગંભીરા રે,
શબદ-મૌજ લહેરાય, વાય કંઈ મોઘમ મંદ સમીરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

બિરહ અગન ઝોંકાય, થાય કંઇ નખશિખ મિલન અધીરા રે,
ગગન પુકાર ઉઠાવી, આવી ભવસાગરને તીરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

અનહદ પ્રતીત સંગે, અંગે અનંત વ્યાપી પીરા રે,
કુ્છ સહજો, કુછ અક્કા જાણે, પ્રમાણે કુછ કબીરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

એક હથ તંબૂર ખાલી, ઝાલી દૂજે હથ મંજીરા રે,
વસ્તુ વિરથ ન ઇચ્છે, પ્રીચ્છે મનમન મસ્ત ફકીરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

કુટુંબ કબીલા સહોદર, ઘર-બર ઝરઝવેરાત, હીરા રે,
પ્રપંચ પદ સહુ છોડ્યાં, ઓઢ્યા અખંડ અંગ મલીરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

મીરાં બહુત બહુત બડભાગી, ત્યાગી લગરીક લીરા રે,
અવિનાશીના ગુણને ગાવે, પાવે હરિરસ મદિરા રે…
………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્રોતસ્વિની – નલિની કિશોર ત્રિવેદી
ઓછા પડ્યા ! – ‘બેજાન’ બહાદરપુરી Next »   

14 પ્રતિભાવો : મીરાં – અનિરુદ્ધસિંહ ગોહિલ

 1. vijay says:

  meera by dr gohil is highly appreciative with tonic quality ..
  here shabd is in motion form and samira is slower,this juxtaposition highten the effect of oxymoron.compediun of this poem is to freshned the relic of meera.

 2. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ખુબ જ સુંદર. મીરાબાઈને પણ એક અધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા હતા. પણ આપણને એમની કૃષ્ણ-ભક્તિ વિશે વધારે ખ્યાલ છે. છેલ્લે જ્યારે એ કૃષ્ણ-મંદિરમા એ ભક્તિમય હતા ત્યારે એક તેજપૂંજ નીકળે છે એમના શરીર માથી અને એમની આત્મા કૃષ્ણની મૂર્તિમા જઈ સમાઈ જાય છે. તો એક બીજી લોક્વાયકા એવી પણ છે કે આ તેજપૂંજ નીકળ્યો ત્યારે મીરાબાઈ પોતે એ મંદિરમાથી જતા રહ્યા હતા અને બાકીન જીવન એમણે ગુપ્ત રીતે વીતાવ્યુ કે જેથી એમને કોઈ ઓળખી ના શકે અને પોતાની રીતે આધ્યાત્મિક જીવન વીતાવી શકે.

  • aniruddhsinh gohil says:

   હા, ચેતનભાઇ મીરાં વિશે તો ઘણી વાયકાઓ પ્રચલીત છે.
   આભાર.

 3. KYAA BAAT HAI BAAPU!!! BAHUT A66E…. AA BHAKTIPRADHAN KAVY E “MADHYAKAAL” NI YAAD APAAVI DIDHI.

  • aniruddhsinh gohil says:

   કેમ છે, દોસ્ત?
   કવિતા લખાતી હતી ત્યારે મારી નજર સામે મધ્યકાળ હતો.
   આભાર.

 4. સુંદર પદ/ભજનગીતિ. મધ્યકાલીન શબ્દપ્રયોગો અને પંક્તિએ પંક્તિએ સહજ રીતે પ્રગટતા અવધૂતી વૈરાગથી ધ્રુવ પંક્તિ ‘ પ્રેમદીવાની મીરાં સાધો !…’ સાર્થક થઈ છે. કવિને અભિનંદન.

  • aniruddhsinh gohil says:

   પંચમભાઇ
   તમે આને ગીતિ કહી એ મને ગમ્યું.
   મારા મનમાં મધ્યકાળમાં લખાતા પદનો લય અને ભાવ રમતા હતા.
   આભાર.

 5. Ramesh Patel says:

  કુટુંબ કબીલા સહોદર, ઘર-બર ઝરઝવેરાત, હીરા રે,
  પ્રપંચ પદ સહુ છોડ્યાં, ઓઢ્યા અખંડ અંગ મલીરા રે…
  ………………………………..પ્રેમદીવાની મીરાં સાધો !…
  અનિરુધ્ધભાઈ ના શબ્દો મનન અને ભાવને ઘૂંટી હૃઉદય
  સુંધી વાતને પહૉંચાડે છે.
  સરસ કવન માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. vipul purohit says:

  kavita sari 6. mira vishe Aapni bhasa ma khub lakha u 6. pan Utam O6oo.Aa kavita ni padavali tari Undi samaj darsave 6. kavita no Bhav,lay ane mijaj gamyo.

 7. shri aniruddh,
  meera ma atma poravavo e kathin cche,
  cchata sahas karyu…..
  pan geetni bani maghur chhe,….
  abhinandan…..,,,,,,
  from-sanjay makwana
  gujarat vidyapith,
  RANDHEJA-382 620
  Di-gandhinagar

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.