બહુ મઝા પડે – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

આ મામા ચંદર, આપણા ઘરની અંદર,
જમવા આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

ટોપલી ટાંગી ઊંચી, એમાં ચકલી ચીંચીં,
માળા બાંધે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

આ મોરલો મીઠો, કળા કરતો દીઠો,
પીછું આપે તો ? તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

આ પતંગિયું લીલું, પેલું રાતું પીળું,
હાથમાં આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

પીઠે પટ્ટા વાળી ખિસકોલી રૂપાળી,
રમવા આવે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

પૂજામાં જે કાનો, બેઠો છાનો માનો,
વાંસળી વગાડે તો ? બહુ મઝા પડે.
બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડોસા-ડોસી – ગીરીમા ઘારેખાન
ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર Next »   

4 પ્રતિભાવો : બહુ મઝા પડે – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

 1. I remember yet such poem which we used to sing –in childhood even small things like લખોતિ –ભમરદા–પથ્થરના
  તુકદા –વિગેરેથિ બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે —now that મઝા has disappeared from life –ગયાકાલે મારા
  દ્દોહિત્ર સાથે બહાર Charles river ઉપર ફરવા ગયા ત્યારે ખબર પદિ –he was wondering with river water flowing –sea side
  birds –some funny dressed visitors –clown was also there showing amusing faces —all was like a Alice in wonderland for him –while we were in anxiety to protect him from all possible dangers and we were not enjoying
  –કાલિદાસે બરાબર કહ્યુ –તે હિ નો દિવસો ગતા -એ સુખ ના દિવસો જતા રહ્યા—-

 2. neeta shah says:

  બહુ સરસ મઝા આવી મારૂ બાળપણ યાદ આવ્યુ

 3. Sunita Thakar says:

  વાહ ભાઈ વાહ. આવુ ગીત રોજ આવે તો, બહુ મઝા પડે, બહુ મઝા પડે, બહુ મઝા પડે.

 4. Ashish Dave, Sunnyvale, Califronia says:

  પૂજામાં જે કાનો, બેઠો છાનો માનો,
  વાંસળી વગાડે તો ? બહુ મઝા પડે.

  Too good…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.