ડોસા-ડોસી – ગીરીમા ઘારેખાન

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.]

વરસ એંસીનો જર્જર ડોસો
………એકોતેરની ડોસી
સાઈઠ વરસના લગનજીવનની
………પૂનમ આવી પોષી.

આંગળિયોમાં હાથ પરોવી
………બેઠી બે ખંડેર કાયા
દાયકા પે’લા દીકરા-વહુએ
………મૂકી દીધી’તી માયા.

તૂટેલી ભીંતો માંહેથી
………પવન કાઢે હડિયો
ડોસા-ડોસીની કિસ્મત આજે
………અક્કરમીનો પડિયો

ભાંગેલા નળિયા વચ્ચેથી
………માવઠું ઘરમાં વરસે
ધ્રૂજે થરથર, નિર્બળ હાથે
………ડોસી ડોસાને સ્પર્શે

જૂનો ઘરમાં એક ધાબળો
………બેઉ છે એને ટેકે
જીર્ણ આયુ ને ટૂંકા દેહે
………ટુકડો કોને શેકે ?

‘તું લઈ લે,’ ‘ના તમે જ લ્યો’
………છે ડોસા-ડોસી ચડસે
પોષી માવઠાના હિમની વચ્ચે
………પ્રેમની હૂંફો વરસે

ટૂંકા ધાબાળે, લાંબા પ્રેમે
………રાતમાં ઉષ્મા આણી
એકમેકની હારે હારે
………બેઉએ લાંબી તાણી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓછા પડ્યા ! – ‘બેજાન’ બહાદરપુરી
બહુ મઝા પડે – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે Next »   

7 પ્રતિભાવો : ડોસા-ડોસી – ગીરીમા ઘારેખાન

 1. maitri vayeda says:

  બહુ સરસ કવિતા… વાન્ચવા નિ ખુબ મજા આવિ…

 2. jayprakash mehta says:

  અત્યત સરસ્ પન એકલત નઉ દુખ ચતા એક્બિજ ન સથ થિ ફુફલુ જઇવન જિવિ શકૈ . મન મ દુખ થૈ કે માબાપ પ્રત્યે અપને આતલા બેદર્કર્ સરસ જય્પ્રકશ્

 3. Sunita Thakar says:

  ૨સાઈઠ વરસના લગનજીવનની
  ………પૂનમ આવી પોષી”
  “એકમેકની હારે હારે
  ………બેઉએ લાંબી તાણી”
  લાગણીભીનુ કરૂણ ગીત. ખૂબજ સરસ.

 4. trupti says:

  લાગણિથી સભર અને વાસ્તવિકતાથી ભરેલુ સુંદર ગિત, જીવનની કડવી સચ્ચાઈ રજુ કરી ગયુ.

 5. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Heart touching…

  Ashish Dave

 6. nilam doshi says:

  so touchy…..

 7. Stavan Mehta says:

  બહુજ સરસ … લાગણીભીનિ કવિતા…અભિનન્દન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.