ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2009માંથી સાભાર.]

જૂના રે વડલા ને જૂના ગોંદરા,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
……………. એથી યે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
……………. એથી યે ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
……………. એથી યે ઘેલી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં
માથે મસ્ત પતંગ,
……………. એથી યે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
……………. એથી યે સૂની રે ઝૂરે જિંદગી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાદળોની સફરે – અરુણા પરમાર
વાર્તાનું વાતાવરણ – ઈન્દિરાબહેન પટેલ Next »   

2 પ્રતિભાવો : ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

  1. સુંદર કાવ્ય…

    શરુવાતમાં ગામ અને ગામ ના ઘરનો વૈભવ છે જેવો વિસ્મયનો વૈભવ બાળપણ માં હોય ને સાહસનો વૈભવ જુવાની માં હોય…. અને છેલ્લે વાત કરી છે સૂના ઓરડાની જેમ વૃદ્ધત્વ સૂનુ હોય છે..

  2. Manish says:

    આ કવિત ઍ મને પ્રાથમિક મા ભણતો બાળક બનાવિને ગામની શેરી માં રમતો કરી દીધો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.