સોગાત સુંદર – મનસુખવન ગોસ્વામી

[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.]

દિવસ જાય રૂડે ! અને રાત સુંદર,
હવે થાય ક્યાં એ મુલાકાત સુંદર ?

નથી માનતું તો નથી માનતું મન,
ભલે ને જણસ કોઈ હો સાત સુંદર.

તમે નીકળો એ પળે તો નદીનો
વધુ ને વધુ લાગતો ઘાટ સુંદર.

કળાતી હતી કાલ લગ જે કઢંગી,
વદી એ તમે તો બની વાત સુંદર.

કદી જીતમાં પણ ન જામે જરા શું,
અને નીવડે છે કદી મા’ત સુંદર.

એ ચબરાક પણ બહુ કહેવાય છે જે,
રમી જાણતાં હોય ચોપાટ સુંદર.

અહીં છોને પૂછે, તહીં છોને પૂછે,
પરમ પ્રેમથી કોઈ ક્યાં પાઠ સુંદર ?

જગત પણ પછી લાગશે ખૂબસૂરત,
કરીએ પ્રથમ આપણી જાત સુંદર.

ગઝલને પ્રતાપે કહે છે ગુંસાઈ,
શબદથી અધિક કૈં ન સોગાત સુંદર.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તાનું વાતાવરણ – ઈન્દિરાબહેન પટેલ
મજેદાર બાળવાર્તાઓ – પ્રણવ કારિયા Next »   

2 પ્રતિભાવો : સોગાત સુંદર – મનસુખવન ગોસ્વામી

  1. sudhir patel says:

    ‘સુંદર’ રદીફને સારી રીતે નિભાવતી સુંદર ગઝલ!
    બીજો શે’ર એના મિજાજ થકી ખૂબ ગમ્યો.
    સુધીર પટેલ.

  2. Chintal says:

    Nice One !!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.