Archive for April, 2010

જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર

[કાકાસાહેબનું પ્રવાસવર્ણન હંમેશા બેગ તૈયાર કરીને વાંચવું હિતાવહ છે જેથી વાંચીને તરત નીકળી પડાય ! તેમના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકથી આપણે સૌ પરિચિત છીએ. તેવું જ તેમનું આ બીજું પુસ્તક છે ‘જીવનલીલા’. પરંતુ આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ભારતભરનાં અનેક ધોધ, તળાવો, સરોવરો, નદીઓ અને સમુદ્રનું સવિસ્તાર વર્ણન છે. કાકાસાહેબ કહે છે કે મારા […]

મનપાંચમનો મેળો – હરનિશ જાની

[હાસ્યરચનાઓના પુસ્તક ‘સુશીલા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી હરનિશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 609-585-0861 અથવા આ સરનામે harnish5@yahoo.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જે લોકો ઈન્ટરનેટ વાપરે છે તેમને અનુભવ હશે કે તેમના પર અજાણ્યા લોકોની જાત જાતની […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-1) – મૃગેશ શાહ

[‘અસ્મિતાપર્વ’થી આપણે સહુ કોઈ પરિચિત છીએ. મહુવા ખાતે યોજાતા આ પર્વનો અહેવાલ પ્રતિવર્ષ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. અસ્મિતાપર્વની તમામ બેઠકોનો આપ સર્વાધિક આનંદ લઈ શકો તે માટે ચાલુ વર્ષે યોજાયેલા આ પર્વનો વિશેષ અહેવાલ અહીં શક્ય એટલો વિસ્તારથી આપવાની કોશિશ કરી છે. આ અહેવાલ કુલ ત્રણ ભાગમાં એટલે કે ત્રણ લેખ સ્વરૂપે (કુલ પાન […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-3] અસ્મિતાપર્વના બીજા દિવસનો પ્રારંભ સંગોષ્ઠિ-3થી થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ’; જેમાં શ્રી સુરેશ દલાલની કવિતા વિશે શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે તેમજ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે શ્રી અજિત ઠાકોરે વિસ્તારપૂર્વક વાત કરી હતી. બંને મહાનુભાવોના વક્તવ્યબાદ ક્રમશ: શ્રી સુરેશ દલાલ અને શ્રી હરીશ મીનાશ્રુએ કાવ્યપઠન કર્યું હતું. સંગોષ્ઠિનું […]

અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ

[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5] અસ્મિતાપર્વના ત્રીજા દિવસે બરાબર નવ વાગ્યે સંગોષ્ઠિ-5નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘ગુજરાતી બાળસાહિત્ય’. અસ્મિતાપર્વમાં આ નૂતન વિષયને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં વાર્તાઓ વિશે શ્રદ્ધા ત્રિવેદીએ, કાવ્યો વિશે ઈશ્વર પરમારે અને જીવનચરિત્રો વિશે યશવંત મહેતાએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું; જેનું સંચાલન જાણીતા સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકે […]

દ્વિધાના ચક્કરમાં ફસાતો માનવી – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] નાની સામાન્ય વાતથી માંડીને મોટા અગત્યના નિર્ણયો કરવાની બાબતમાં આપણે સૌ દ્વિધા અનુભવીએ છીએ. કારણ કે, નિર્ણય કરતી વખતે સાચું શું છે, અગત્યનું શું છે, વાજબી શું છે, એ વિચારવાના બદલે એનું પરિણામ કેવું આવશે એના વિચારો જ આપણે કરીએ છીએ અને પરિણામ વિશે તો ચોક્કસપણે કોણ જાણી શકે છે ? માનવીની […]

નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ

[ શ્રી અમૃતલાલ વેગડ વિદ્વાન સાહિત્યકાર, ચિત્રકાર તેમજ નર્મદા નદીના ખોળે પોતાનું મોટાભાગનું જીવન વ્યતિત કરનાર પ્રકૃતિ પ્રેમી છે. નર્મદા પરિક્રમાનાં એમણે અનેક સુંદર ગુજરાતી અને હિન્દી પુસ્તકો લખ્યાં છે. તેમની મુલાકાત નવનીત-સમર્પણ મેગેઝીનના જાન્યુઆરી-2006ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી જેમાંથી તેમના કેટલાક અનુભવો (અમુક અંશ) અગાઉ રીડગુજરાતી પર પ્રકાશિત થયા હતા, જે અહીં પુન:પ્રકાશિત કરવામાં […]

ગઝલ – ભગવતીકુમાર શર્મા

માણસને ઓળખું નહીં, ઈશ્વરને ઓળખું; કારણ છે માત્ર એ કે હું ભીતરને ઓળખું. ગોચરને ઓળખું ને અગોચરને ઓળખું; સૌથી વધારે મારા જૂના ઘરને ઓળખું. માણસનો પાર પામવો મુશ્કેલ છે ઘણું; બાકી તો સત્ય, ત્રેતા ને દ્વાપરને ઓળખું. ઈશ્વર ભણીનો માર્ગ છે પ્રેમાશ્રુધારમાં; છે વ્યર્થ, હું સુવર્ણ કે પથ્થરને ઓળખું. હું ભુલભુલામણીમાં પડ્યો પુષ્પ કેડીએ; રસ્તો […]

ફુરસદ – ઉષા

[‘આવું છું તારે દ્વારે…..’ પુસ્તકમાંથી સાભાર.] ફુરસદની શોધમાં હું નીકળી ……………અને વ્યસ્તતાએ મારો પીછો પકડ્યો …………….મેં શોધ પડતી મૂકી …………….ને ફુરસદે મને ગળે વળગાડી. હવે, હું અને ફુરસદ …………….હાથમાં હાથ મેળવી ગમે ત્યારે, ગમે ત્યાં ……………. લટાર મારી આવીએ છીએ. ગમે ત્યારે, ગમે ત્યાં ……………. વિશ્રામ કરી લઈએ છીએ. અમને નથી કાંઈ કરવાના અભરખા ……………. […]

હેતે હરિરસ પીજીએ – ધીરો ભગત

[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2009માંથી સાભાર] કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર રે, કંઈક રાજા ને કંઈક રાજીયા હાંરે મેલી ચાલ્યા સંસાર ……………………………….. હેતે હરિરસ પીજીએ. ભરતા ધુમાડાને બાચકા રે, હાથ આવે ન કાંઈ, રંગ પતંગના ઊડી જશે હાંરે જેમ આકડાનો થોર ……………………………….. હેતે હરિરસ પીજીએ. માળી વેડે ફૂલવાડીઓ રે, કળી કરે વિચાર રે આજનો […]

યંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ગઈકાલે ખેતી તું જાતે જ કરતો, હિસાબો તું જાતે જ કરતો, આયોજનો તું જાતે જ કરતો… અને આજે આવું બધું જ તારા વતી યંત્રો કરે છે ! કદાચ આવતી કાલે તારા વતી વિચારશે યંત્રો, ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો ! પરિણામે પરમદિવસે તારા વતી જીવશે યંત્રો અને યંત્રો વતી જીવશે તું !

સંકલ્પ – વસુબહેન ભટ્ટ

[ આદરણીય શ્રી રઘુવીર ચૌધરી અને અનિલાબેન દલાલ દ્વારા સંપાદિત ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ પુસ્તકમાંથી સાભાર. 1963માં લખાયેલા મૂળ પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’માંથી આ કૃતિ ઉપરોક્ત સંપાદનમાં સ્થાન પામી છે.] અત્યાર સુધીનું આટલું સાચવ્યું એળે જાય એ ભયે શશીબા બહાર હીંચકા પર આવીને બેઠાં. મૂંગા રહેવું એમને મુશ્કેલ લાગ્યું. એટલે દેખવુંય નહિ ને દાઝવુંય નહિ […]

મન અને માનવ – સંકલિત

[1] મનનો જમણવાર – જ્યોતિબેન થાનકી સવારે આપણે ઊઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂવા જઈએ ત્યાં સુધીમાં શરીરને માટે કેટકેટલું કરતાં હોઈએ છીએ ? ઘણાં લોકોને તો સવારે ઊઠતાંની સાથે જ ચા પીવા જોઈએ અને પછી ફરી ચા-નાસ્તો, બપોરે ભોજન, એમાં પણ જાતજાતની વાનગીઓ, પછી ફળફળાદિ, વળી બપોરે ચા અને હળવો નાસ્તો અને રાત્રે ફરી જમવાનું…. […]

ગાંધી-ગંગા – સં.મહેન્દ્ર મેઘાણી

[‘ગાંધી-ગંગા’ ભાગ-1માંથી સાભાર.] [1] એવો એક ધોબીડો ! દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની નીચે હિંદીઓએ સત્યાગ્રહની લડત માંડી હતી. મોટી સંખ્યામાં લોકો જેલમાં ગયેલા. તેમાંના કેટલાક એવા હતા કે પાછળ એમના કુટુંબનું ધ્યાન રાખનાર કોઈ હતું નહીં. તેવા કુટુંબોને માટે ગાંધીજીના આશ્રમ ટોલ્સટોય ફાર્મમાં વ્યવસ્થા કરવામાં આવેલી. ગાંધીજી જેલમાંથી છૂટીને આવ્યા પછી ખૂબ કામમાં રહેતા હતા. […]

વિચારસેતુ – સંકલિત

[1] છઠ્ઠી ઈન્દ્રિય – ચન્દ્રકાન્ત ટોપીવાળા નાણાંની બાબતમાં મારી અંદર એક મોટામાં મોટો બુદ્ધિનો દેવાળિયો વસ્યો છે. મારી કેટલીક બાલીશ માન્યતાઓ છે. મને હંમેશાં લાગ્યું છે કે મારી પાસે છેલ્લામાં છેલ્લો રૂપિયો બચ્યો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંકથી ને ક્યાંકથી નાણું મારી પાસે આવી જ ચડે છે. આથી હું મારી જાતને વાસુદેવ […]

પત્રયાત્રા (ભાગ-1) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા

[ ગુજરાતી સાહિત્યમાં પી.એચ.ડી થયેલા ડૉ. મહેન્દ્રભાઈ હાલ રાજકોટ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. પૂ. શ્રી પોપટઅદા પાસે તેઓ વારંવાર બેસતા અને સાહિત્યિક વાર્તાલાપ કરતા. એ પછી સમય વીતતાં ધંધાર્થે શ્રી પોપટઅદાએ વડોદરા નિવાસ સ્વીકાર્યો અને મહેન્દ્રભાઈએ તેમને રોજ એક પોસ્ટકાર્ડ લખવાનું પ્રણ લીધું. જે કંઈ સૂઝે, તે વિચાર સાત-આઠ પંક્તિમાં લખાય અને રોજ […]

આંખ મીંચીને આપી દઉં…. – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મારું કપડાંનું કબાટ ખોલીને હું એક પછી એક સાડી જોઈ રહી હતી. ચંદેરી, ઢાકા, સીફૉન, સિલ્ક, ગઢવાલી અને ઓરિસાની હાથવણાટની સાડીઓને હું મુગ્ધતાથી જોઈ રહી… ‘ના, ના, આ સાડી તો ન જ અપાય ! કેટલી હોંશથી મેં બેંગલોરથી ખરીદી હતી અને આ સાડી તો મારી વર્ષગાંઠે અનૂપે ભેટ આપી હતી. આ સીફૉન […]

એકત્વની આરાધના – સં. રજની દવે

[ રીડગુજરાતીના વાચકો ‘હરિશ્ચંદ્ર’નામથી પરિચિત છે. ‘હરિશ્ચંદ્ર’ એ કાન્તાબહેન અને હરવિલાસબહેનનું વિનોબાએ પાડેલું સંયુક્ત નામ છે. કોલેજકાળની સખીઓ કેવી રીતે આજીવન એક બનીને રહી તેની આ વાત છે. થોડાક વર્ષો પહેલાં કાન્તાબહેન ગુજરી ગયા અને હમણાં એપ્રિલ માસની 2જી તારીખે હરવિલાસબહેન પણ દેવલોક પામ્યાં. ‘ભૂમિપુત્ર’ સામાયિકનું છેલ્લું પાનું હરિશ્ચંદ્રબહેનોએ સર કર્યું હતું. જેમના સુધી ‘ભૂમિપુત્ર’ […]

ભાષાના સંગે, આનંદના રંગે – કલ્પના દેસાઈ

[રીડગુજરાતીને આ વિનોદી લેખ મોકલવા માટે શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] [1] ચાલો ગુજરાતી ભાસાની ખબર કાઢવા ! ‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને ?’ ‘કેમ વળી અચાનક જ ગુજરાતી ભાષાને શું થઈ ગયું […]

બાળસાહિત્યકાર જીવરામ જોષી – ટીના દોશી

[‘શબ્દસૃષ્ટિ’ જુલાઈ-2004માંથી સાભાર.] એમના જીવનમાં કેટકેટલા ઉતારચડાવ આવ્યા : દસબાર વર્ષની ઉંમરે ભણવા માટે સૌરાષ્ટ્રથી અમદાવાદ આવ્યા, બૌદ્ધ સાહિત્યના વિદ્વાન ધર્માનંદ કૌસંબીના જીવનથી પ્રેરાઈને વિદ્યાભ્યાસ માટે કાશી ગયા, કાશીમાં સત્યાગ્રહી બન્યા, આઝાદીની ચળવળમાં સક્રિય થયા, રાજકીય ક્રાંતિકારી બન્યા, અંગ્રેજ પોલીસને હાથતાળી આપીને કાશીથી બિહાર અને બિહારથી ગુજરાત આવ્યા. ગુજરાતમાં ભાગ્યચક્ર પલટાયું. મિયાં ફુસકી, તભા ભટ્ટ, […]

મારામાં જીવતું મારું ઘર – મનસુખ સલ્લા

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર. આપ શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9824042453.] ઘરની મહોબ્બત વર્ણવતાં કોઈ થાક્યું નથી, થાકશે નહિ. એની માયા અદ્વિતીય હોય છે. ત્યાં દેવકી અને યશોદાની સાથે જ પ્રાપ્તિ થાય છે. એવી હૂંફ અને કાળજી જીવનમાં પછી દુર્લભ હોય છે. અબોધતા અને સ્વીકારની આ એવી મોહક […]

કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે…. કુપાત્રની પાસે…. ભજની જનોએ ભક્તિમાં રે’વુંને, કરવો સ્મરણ નિરધાર રે…… અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવો સુરતા કેરો તાર રે……. કુપાત્રની પાસે….. ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે, ગાળી દેવો રે તેનો […]

કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા

[ગોપી] જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પૂછનાર રે…. જશોદા છીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને દ્વાર રે, માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રે….. જશોદા ખાં ખાં ખોળા કરતો હીડે, બીહે નહીં લગાર રે, મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે….. જશોદા વારે, વારે […]

ગઝલ – આબિદ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] અમે વાટ જોઈ વળાંકે વળાંકે, અને આશ ખોઈ વળાંકે વળાંકે. ન આગળ જવાયું, ન પાછળ જવાયું, પછી આંખ રોઈ વળાંકે વળાંકે. અમે નીકળ્યા એક એવા ભરોસે, પ્રતીક્ષા કરે કોઈ વળાંકે વળાંકે. મને કંઈ ખબર ના કે મેળાપ શું છે ? ખમી મેં જુદાઈ વળાંકે વળાંકે. કદી શબ્દ મરહમ બનીને ના આવ્યા, અમે […]

લખાય છે – ભરત વિંઝુડા

સહેલો વિષય પસંદ કરીને લખાય છે, જીવતા ન જો લખાય મરીને લખાય છે. અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ વાંચો તો માછલીથી તરીને લખાય છે. શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં એમાં અનેક અર્થ ભરીને લખાય છે. કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ, એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે. લખતો હતો કદીક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.