ભાળવણી – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[‘સારપના સાથિયા’ પુસ્તકમાંથી સાભાર.]

‘ભાઈલાલભાઈ સાહેબ….! ભાઈલાલભાઈ સાહેબ….!’ બારણું તો અધખૂલું છે…શિયાળાની સવાર છે… અત્યારે તો દસ વાગ્યા છે… સાહેબને તો વહેલા ઊઠવાની ટેવ છે એટલે ઊંઘતા તો ન હોય…! કદાચ અંદરના રૂમમાં હોય ને મારો અવાજ ન પહોંચતો હોય… – એમ વિચારી મેં બારણાનું હેન્ડલ બે-ત્રણ વાર બારણા સાથે અફળાવ્યું. ઘડીક બારણા આગળ જ ઊભા રહી મેં રાહ જોઈ. અંદરથી કશો અણસાર ન આવ્યો. ‘ફરી કોઈ વાર આવીશ.’ એમ મનમાં થયું અને હું પગથિયાં ઊતરવા લાગ્યો. ત્યાં… પાછળથી કામવાળી બાઈ આવી બોલી – ‘સાયેબ તો પાસળ સે. બોલાઉં….?’ મેં ઈશારાથી હા ભણી. એણે ત્યાં જ ઊભાં ઊભાં હાક મારી : ‘સાયેબ….! તમને કોય મલવા આયુ સ….’

માથે જૂની ઊની ટોપી, શરીરે ખાદીનું જાડું બાંડિયું, એના પર કોણી સુધી બાંય ચઢાવેલું સાદું ઊની સ્વેટર, સહેજ ઊંચો મેલો લેંઘો અને માટીવાળા હાથમાં ખુરપી જોઈને અજાણ્યો માણસ તો માળી જ માની લે. પણ હું તો વર્ષોથી (એમનો વિદ્યાર્થી હતો ત્યારથી) એમને ઓળખું એટલે જોતાં જ મેં બે હાથ જોડી પ્રણામ કર્યા. હસતા મોઢે સ્નેહાસક્ત શબ્દો સરી પડ્યા : ‘આવો….આવો…’
‘કેમ સાહેબ…! માળી નથી આવતો….?’ મેં સહજ પ્રશ્ન કર્યો.
‘ના. મેં માળીને રજા આપી છે.’
‘હું વચ્ચે બે વાર આવી ગયો. આપના માળીએ જ કહ્યું કે સાહેબ તો લંડન ગયા છે.’
‘વર્ષમાં બે ત્રણ માસ મારી દીકરીને ત્યાં જઈ આવું છું. ખાસ તો અહીં ઉનાળો હોય ત્યારે….’
‘છયાસી વર્ષની ઉંમરે પરદેશની સફર આકરી નથી લાગતી ?’
‘બાબુભાઈ…! જ્યાં પ્રેમ હોય ત્યાં પરેશાની ન હોય. એની મા ગયા પછી હું લંડન જાઉં એટલે દીકરીને મારામાં મા અને બાપ બંને મળી જાય. આગ્રહ કરીને રાખે. મેં પાછા આવવાની વાત કરી એટલે કહે : ‘અહીં જ રહી જાઓને પપ્પા…..!’ મેં વારેવારે ના પાડી એટલે સહેજ ગુસ્સે થઈને કહે :
‘ત્યાં શું દાટ્યું છે તે જવું છે ??’
મેં એની આંખોમાં આંખો પરોવી કહ્યું : ‘બેટા ! ત્યાં જે દાટ્યું છે તે તને નહિ સમજાય. ત્યાં ઝાડ મારી રાહ જુએ છે. મારા વિના એ બિચારાં હિજરાતાં હશે.’
‘તો પછી માસ્તર થવા કરતાં માળી જ થવું હતું ને….!’ દીકરીએ હસતાં હસતાં કહેલું.
‘સાચું કહું સાહેબ….! આ ઉંમરે આવી જાતમહેનત કરવા કરતાં લંડનમાં દીકરીની નિશ્રામાં આરામની જિંદગી ગુજારો તો….!’ મેં કહ્યું.

લીલીછમ લોનવાળા ઘરના વરંડામાં સફેદ પાટીવાળો ખાટલો ઢાળેલો હતો. તેની પાંગથ પર એક ખાલી ટોપલી પડી હતી. મને ખાટલા પર બેસવાનો સંકેત કરી એ પાછળ હાથ ધોવા ગયા. આવીને ખાટલા પર બેસવા લાગ્યા ત્યારે હું ઊભો થઈ ગયો. આ જોઈને એ બોલ્યા : ‘બેસો….ભાઈ….બેસો ! હું જાણું છું કે ગુરુની સાથે શિષ્ય એક જ આસન પર ન બેસે, પણ આટલું સમજી લો કે ગુરુ એ વ્યક્તિ નથી, કક્ષા છે. મેં ન્યુ એજ્યુકેશનમાં તમને ભણાવ્યા, પછી તમે શારદા-મંદિરમાં શિક્ષક બન્યા. તમે પણ નિવૃત્ત થયા. બેસો… મારી પડખે જ બેસો…. સંકોચ થતો હોય તો આ ગુરુઆજ્ઞા છે.’

‘ગુરુઆજ્ઞા અવિચારણિયા’ સમજી મારે બેસવું પડ્યું, એમના પ્રેમાગ્રહ સામે ઝૂકવું પડ્યું. મને કહે : ‘જુઓ…! મારા બંગલાના કમ્પાઉન્ડમાં જે વૃક્ષો તમે જુઓ છો એ બધાં મારી પત્નીએ વાવેલાં. મને તો ટ્યૂશનમાંથી ટાઈમ જ ન મળે એટલે આ બધાં વૃક્ષોને સીંચવાનું કામ એ જ કરે. ઘરનો બાગ અને મારા જીવનનો બાગ એ જીવી ત્યાં સુધી એણે જ લીલો રાખ્યો, સુરભિત કર્યો. એ હતી ત્યાં સુધી મારે માળીની જરૂર નહોતી પડતી. આજેય નથી પડતી. પણ….. હું લંડન જાઉં એટલા મહિના માળીને રાખું. એને તાકીદ કરું – ‘જોજે હોં….! એકેય છોડ સુકાય નહિ. એક પણ ઝાડને પાણી પાવાનું ભૂલતો નહિ. મારાં છોડ-ઝાડને નિર્જળા ઉપવાસ ન થાય તેનું ધ્યાન રાખજે.’
‘પણ સાહેબ…..! આપની ઉંમર થઈ… હવે તો કાયમ માટે માળી રાખી લો.’
‘માળી રાખું તો હું વચન ચૂકું.’
‘એટલે…?’ મને કંઈ સમજાયું નહિ તેથી પૂછ્યું.
‘મને શિવરાત્રીનો એ દિવસ હજી યાદ છે. તમારાં બહેનની તબિયત સારી નહોતી. છેલ્લાં પાંચ વર્ષથી એમને બી.પી. તો હતું જ. અમે બંને આ ખાટલા પર બેઠાં હતાં. વાતો કરતાં હતાં. કમ્પાઉન્ડમાં આ વૃક્ષો તરફ ઈશારો કરી એણે કહ્યું : ‘ઉંમર વધતી જાય છે…. આ બી.પી. મારો છાલ છોડતું નથી. કદાચ કાલે હું ન હોઉં તો મારાં આ વૃક્ષોને છોડવાનું શું થશે….?’
‘હું માળી રાખી લઈશ.’ મેં કહ્યું.
‘ના…..ના… માળી તો ભાડુતી માણસ કહેવાય. એને મારા જેટલી લાગણી ક્યાંથી હોય….!’
‘સારું. હું જાતે આ છોડ-ઝાડને પાણી પાઈશ. વચન આપું છું. બસ….!’ મારાથી સહજ બોલાઈ ગયું. સાંભળીને મારી પત્નીની આંખોના ખૂણા ભીના થઈ ગયા. વૃક્ષોને મનોમન જાણે હૈયાધારણ આપતી ન હોય – ‘જુઓ…! મેં જીવતે જીવ તમારી ભાળવણી કરી દીધી.’

ખાટલા પર આ ખાલી ટોપલી હતી તે મારા હાથમાં આપતાં એણે કહ્યું : ‘એક બીજી પણ ભાળવણી મારે તમને કરવાની છે….’
હું સમજી ગયો. ‘એનું પણ વચન….! બસ….!’ પતિ-પત્નીમાં આટલી મનોમન સમજણ તો હોય જ ને….! બંગલાના કમ્પાઉન્ડમાં કરાની પાસે એણે જાંબુડો વાવેલો. કોઈની પાસેથી સાંભળ્યું હશે કે ડાયાબિટીસમાં જાંબુ સારાં. એ વખતે તો એને એમ કે ઘરનાં છોકરાં ખાશે ને કોઈ રોગી હશે તો દવા તરીકે આપવા થશે. કર્મસંજોગે એને પોતાને જ ડાયાબિટીસ આવ્યો. હું સાંજે સ્કૂલેથી આવ્યો ત્યારે મારી સામે જીભડો કાઢ્યો. જાણે શાહી પીધી હોય એવી જીભ જોઈ હું હસી પડ્યો. ‘આ શું….!’ પાછળ સંતાડેલી આ ટોપલી આગળ કરી મને કહે : ‘લ્યો…! તમે પણ ખાઓ ને જીભ રંગો.’ ટોપલીમાં પાકાં મીઠાં જાંબુ હતાં. મેં પણ ત્યાં જ ઊભાઊભા જાંબુ ખાધાં. પછી જીભડો બતાવી હસતાં હસતાં બોલ્યો : ‘આપણે બે સરખાં. હવે કાંઈ કહેવું છે…?’ મીઠો છણકો કરી એ બોલી, ‘શું તમેય નાના છોકરા જેવા…..’

‘સાહેબ…! પેલી બીજી ભાળવણી એટલે…? હું કાંઈ સમજ્યો નહિ….’
‘જુઓ…! આ બાજુમાં જાંબુડો. જરા આડવાત ગણાય છતાં કહું. કોઈ દિવસ ઘરની આગળના ભાગમાં ફળાઉ ઝાડ વાવવું નહિ….’
‘કેમ ?’ જિજ્ઞાસા ન રોકાતાં મેં પૂછી નાખ્યું.
‘ઝઘડો થાય.’
‘હેં….!’
‘ઘરની આગળ ફળાઉ ઝાડ હોય…. છોકરાંની ટોળી નીકળે…. ફળ પાડવા પથરા મારે એટલે બારીના કાચ ફૂટે… પછી ઝઘડો જ થાય ને….! હું શું કહેતો હતો….?’ આડવાત કહેતાં પેલી મૂળ વાત ભુલાઈ ગઈ. મેં લીંક જોડી આપતાં કહ્યું : ‘બીજી ભાળવણી…’

‘હા. આ જાંબુડાનાં જાંબુ મોટાં અને મીઠાં. નોકર પાસે વાંસથી પડાવે. ટોપલીમાં લઈ ઝાંપા પાસે બેસે. એક ખુરસી પર ટોપલી રાખે ને બીજી ખુરસી પર પોતે બેસે. મારા ઘરની ચારે બાજુ સ્કૂલો. આ બાજુ મ્યુનિસિપલ સ્કૂલ, આ બાજુ પુલકિત, આ બાજુ નવચેતન, આ બાજુ શારદા-મંદિર. વળી, મારી સી.એન.ના વિદ્યાર્થી પણ આ જ એરિયાના તેથી ઘર આગળથી જે નિશાળિયાં નીકળે એમને ચાર-ચાર જાંબુ આપતાં જાય અને ‘જય શ્રી કૃષ્ણ’ બોલાવતાં જાય. ગોપીએ કનૈયાને આમ જ જાંબુ ખવડાવ્યાં હશે ને… ! એ દિવસે જેમ મને છોડ-ઝાડની સોંપણી કરી એમ આ ટોપલી પણ સોંપી. એના ગયા પછી મેં પણ બાળકોને જાંબુ વહેંચવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. શિવરાત્રીને બીજે જ દિવસે એને હાર્ટએટેક આવ્યો ને પાંચ દિવસમાં પચાસ વર્ષનો સંગ-સાથ છોડી માળામાંથી પંખી ઊડી ગયું. એક જ દીકરી છે. એ લંડન રહે છે. અહીં આખા બંગલામાં હું એકલો. ઘરમાં જ્યાં નજર પડે છે ત્યાં એની યાદ તાજી થાય છે. અકળાઉં એટલે કમ્પાઉન્ડમાં ખાટલો ઢાળી બેસું છું. એણે વાવેલાં અને હેત કરી ઉછેરેલાં આ વૃક્ષોની છાયામાં એનું સાન્નિધ્ય માણતો બેસી રહું છું. સવાર-સાંજ છોડ-ઝાડને પાણી સીંચું છું. આવો….! પાછળ આવો…. તમને એક અદ્દભુત દશ્ય જોવા મળશે.’

મને બંગલાની પાછળ દોરી ગયા. નજર પડતાં જ હું તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. વૃક્ષ સૂકું છે પણ રંગબેરંગી ફૂલોથી મઘમઘી ઊઠ્યું છે. મારા મુખમાંથી સહજ શબ્દો સરી પડ્યા : ‘વાહ…! આઠમી અજાયબી….!’
સાહેબ બોલ્યા : ‘આ ઝાડ સાવ સુકાઈને ઠૂંઠું થઈ ગયું હતું. એક દિવસ માળી મોટો કુહાડો લઈને આવ્યો. મને કહે : ‘સાહેબ, તમે ઘરમાં જ બેસજો, બહાર નીકળતા નહિ. હું ઝાડ કાપું છું. તમને કદાચ વાગી જશે.’ મેં એના હાથમાંથી કુહાડો નીચે મુકાવી દીધો અને કહ્યું : ‘ભલા ભાઈ….! આ સુકાયું એ જ એનો ગુનો…! જ્યારે લીલું હતું ત્યારે એણે પાન આપ્યાં, ફૂલ આપ્યાં, મીઠાં ફળ આપ્યાં, છાયા આપી, પંખીઓને આશ્રય આપી મીઠાં ગીત સંભળાવ્યાં. એ બધાનો આવો બદલો આપવાનો…?’
‘હવે આ સુકાઈ ગયું છે. આનો શો ઉપયોગ છે…..? વળી બધાં લીલાં છોડ-ઝાડ વચ્ચે શોભતું પણ નથી.’
માળીને સમજાવતાં મેં કહ્યું : ‘એનો હજી એક સરસ ઉપયોગ છે. તું એમ કર… આની આજુબાજુ જુદા જુદા રંગનાં ફૂલોવાળી ચાર-પાંચ વેલ વાવી દે.’ એ દિવસે માળીએ મારી સૂચના પ્રમાણે વેલ વાવી દીધી. વરસ થતાંમાં તો બધી વેલો સૂકા ઝાડને સહારે છેક ટોચ સુધી ચઢી ગઈ…. જુઓ….! હવે કેટલાં ફૂલો લચી પડ્યાં છે… ! ફૂલોના રંગબેરંગી વાઘા પહેરીને કેવું મલકાય છે….!’

હું એ મલકાતા વૃક્ષ અને મલકાતા વૃદ્ધને જોઈ રહ્યો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોસેફ સાહેબને શ્રદ્ધાંજલિ – પ્રા. ડૉ. દિનુભાઈ ચુડાસમા
દ્વિદલ – સંકલિત Next »   

31 પ્રતિભાવો : ભાળવણી – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

 1. સુંદર હ્રદય સ્પરર્શી વાર્તા.

 2. Amit says:

  અતિ સુન્દર વાર્તા

 3. કુણાલ says:

  કંઈક નવું !! સુંદર વાત ….

 4. jahnvi antani says:

  કketli adbhut vat…. jane vadil rupisukayela vruksh ne vitayela fullroopi balako… bahu j hridyasparshi varta…gami

 5. jahnvi antani says:

  ફુલ .. full sry khoto shabd lakhayo che,.atle

 6. ખુબજ સંવેદનશીલ વાર્તા

 7. Ramesh says:

  વાહ, અત્યત સુંદર અને સરળ વાત. મજા આવી ગઈ.

 8. Prutha says:

  Dear Babubhai…

  Plz tel me dat is it real story coz the area u hv mentioned is Paldi and i hv studied in Sharda Mandir …
  So who was dat Teacher?

  • yogesh says:

   Hi Prutha,

   I studied in shardamandir school too, 8-10 std. I think babubhai was gujarati na teacher. He use to teach us hindi as well, he has been a wonderful teacher and sure, he impacted me great deal.

   Hope mrugeshbhai, has his email address. I finished 10th grade in 1984, pretty long time.

   Thanks.
   yogesh goswami

   • Prutha says:

    Dear Yogheshbhai..

    Thanx 4 ur reply n yes its really long time coz u finish ur 10th grade whn i wasnt even born..
    i finish my 10th in 2006…
    thats d reason i dnt knw him bt i have heard abt him a lot as my mom has studied in d same school..

    Its d best school of d world…

 9. hardik says:

  RM Trivedi “New Education High School” aa to maari school.

  Aa bhailal bhai etle Pandya Saaheb?

  Please give details..
  BTW babubhai solanki aapde banne alumni..khub saras ek j school na alumni ne mali ne aanand thayo..

  • Maulin says:

   I am from New Education school too. I don’t think babubhai is padya saheb, because padya saheb used to go to US where his son was.

   Maulin

   • hardik says:

    are you Maulin Sheth?
    It could be Pandya Saheb or BV shah..
    I remember US story now.. But he used to say foreign..US/UK not sure..
    I think Vamja sir has his son in US..anyway..if you’re Maulin Sheth than you know who i am..:D

 10. Mirage says:

  અદભૂત…

 11. chirag says:

  Mrugeshbhai,

  Thanks a bunch for posting this article…Babubhai solanki was my Gujarati / Hindi teacher at Shardamandir…still I remember his unique style of teaching with emotion. He is the one who encouraged us to use quotations , shayri in writin essay , answers….great teacher and good human being. Please give us his contact info…I would like to call him….

  Again, thanks for connecting us through this media…I have very deep feelings for Sharda mandir, the teachers and school frnds…..

  Regards,
  Chirag Shah

  • yogesh goswami says:

   Hi Chirag,
   i am also from shardamandir. Finished 10th grade in 1984. DO have fresh memory of respected babubhai very well. Sometimes he use to wear white jabbho-lengho. He had a unique teaching style.

   I dont know what year u were in shardamandir, but that school i wish i oculd study further, but 3 yrs were life changing.
   thanks
   yogesh goswami

   • chirag says:

    Hi Yogeshbhai

    you are right….no body can forget shardamandir chool days….i left school in 1995 after my 12th grade…enjoyed my school life a lot and frnds….gr8 days…and yes Babu bhai’s class

    Chirag

 12. Akash says:

  ખુબ જ સુન્દર વાર્તા.

 13. Deepak Solanki says:

  ખૂબ જ સરસ… કોઇના દિલની વાત સાંભળવી અને સાંભળ્યા પછી તેને શબ્દોનું સ્વરૃપ આપવું અને એ પણ બીજાને ગમે તેવું….. ખરેખર સરસ લખ્યુ છે…અને વાર્તાના વિચારોને વાગોળવાનું મન થયા કરે.. છે.

 14. Ramesh Desai USA says:

  સ ર સ આભાર

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Hearttouching…

  Ashish Dave

 16. Jigar Shah says:

  Oh My God…I can NOT forget this sir…I am from Sharda Mandir too..Babubhai used to be great..I am sorry sir but we used to call u by your initials…Ba. so. (બાસો)..amazing knowledge and power over gujarati…would be great if i get a chance to meet him again..i live in New Zealand but whenever i go to india (ahmedabad) i always make sure i go nd see my school..i finished in 1991…last time i went nd met deepa bahen mem vashram sir…(science)…u never forget ur school days… jigars@oporto.co.nz ….guys..do email me..if u’re from sharda mandir..would be great to stay in touch….thanks…

  • chirag says:

   Hi Jigar,

   yes you are right. we ere used to call him Ba So too…we ejoyed his class…man, no body can forget the great Sharda mandir…..and cant forget the school frnds….yes, i am still in touch wtih Vashram bhai, Dinu bhai and other teachers….i am @ USA. and from 95 batch…good 2 c u …tc andjay shardamandir

   Chirag

   • Prutha says:

    I m really very glad to see so many students from my school n they all are really in touch with Gujarati..
    its awesome..
    n yes jigar m also in touch with vashram sir n all d teachers…
    good to see all comments…
    i feel proud on my school…Sharda Mandir !!

    • chirag says:

     Prutha,

     i love sharda mandir like anything…..and Vashram bhai’s daughter name is also Prutha, right?
     take care

     Chirag

     • Prutha says:

      Oh yes ! that’s right!
      I felt strange to knw some1 still can remember all ..

      Afterall we r 4m same school..how can i forget that !?

 17. Mital Parmar says:

  ખુ સરસ….

 18. Chintal says:

  ખુબ જ સરસ……..

 19. Pravin V. Patel [USA] says:

  સુંદરતાનો શમિયાણો સર્જાયો!!!!!!!!!!!!!!!!!!!
  કેટકેટલી મંગલ ભાવનાઓ મઘમઘી રહી !
  બે સાચા ગુરુના દર્શન થયાં.
  સહપાઠીઓના આનંદનો ઓઘ ઉછળી રહ્યો.
  એક નિર્મળ પ્રેમના પ્રતિક સમા પ્રેમાળ દંપત્તિનો પ્રેમ વનરાજીમાં વહી રહ્યો.
  બાળકોમાં કલરવ કરી રહ્યો.
  વાહ વાહ બાબુભાઈ, આપે સહુનાં હૈયાંને આનંદથી તરબોળ કરી દીધાં.
  હાર્દિક આભાર અને અભિનંદન.

 20. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  ‘સાહિત્ય-રત્ન’, ‘ભાષારત્ન’ અને ‘સંસ્કૃત-ભૂષણ’થી સન્માનિત લેખક શ્રી બાબુભાઈ સોલંકીનો જન્મ 1937ની સાલમાં ઓરાણ (જિ. સાબરકાંઠા) મુકામે થયો હતો. બી.એ, એમ.એ, બી.એડ કર્યા બાદ તેમણે 60થી 70ના દાયકામાં ‘ન્યૂ સર્વોદય હાઈસ્કૂલ’ ખાતે તેમજ 70 થી 96 શારદામંદિર ખાતે તેમણે અધ્યાપક તરીકે સેવા આપી હતી. 1961થી અનેક સામાયિકોમાં તેમની કૃતિઓ પ્રકાશિત થતી રહી છે.

  આપ સૌ વાચકમિત્રો તેમનો નીચેના સરનામે અથવા ફોન નંબર પર સંપર્ક કરી શકો છો :

  3, સપ્તશતી સોસાયટી, મલાવ તળાવ પાસે, રજવાડું રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-51.
  ફોન : +91 79 26637839.

 21. LAJJA says:

  બહ જ સુન્દર વાર્તા..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.