સંપત્તિનું પ્રદર્શન – હર્ષદ પોપટલાલ પટેલ

[ ‘સુવિચાર’ સામાયિકના ‘પ્રેરણાની પરબ’ વિશેષાંકમાંથી ટૂંકાવીને સાભાર.]

દશેક વર્ષ પહેલાંની આ વાત છે. એક ભવ્ય લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાનું મને આમંત્રણ મળ્યું. એ મારા સંબંધીની દીકરીનું લગ્ન હતું. સામે પક્ષે વેવાઈ સદ્ધર હતા. પરંતુ મારા બે નિયમ હતા. પચાસ કરતાં વધારે માણસોની જાનમાં જવું નહીં અને લગ્નમાં સો કરતાં વધુના જમણવારમાં જમવું નહીં. ભપકાબંધ લગ્નોમાં હાજરી આપવાનું મેં પહેલેથી જ છોડ્યું છે. નજીકના મિત્ર કે સંબંધીને ત્યાં આવાં લગ્ન થાય ત્યારે લગ્ન અગાઉ કે લગ્ન પછી તેમના ઘરે જઈને નવદંપતિને પ્રેમથી આશીર્વાદ પાઠવી આવું. મારાં શ્રીમતીજી દરેક લગ્નમાં હાજરી આપે પરંતુ જમવા ન બેસે. કન્યાના પિતાએ મને ખૂબ આગ્રહ કર્યો કે મોટા પ્રધાનો, ગવર્નર અને અન્ય અધિકારીઓ આવશે તો ઓળખાણ થશે; પરંતુ મેં તેમને જણાવ્યું કે તમે મારા નિયમો જાણો છો. આશીર્વાદ આપવા જરૂર આવીશ પણ જમવા નહીં બેસું. મારે કોઈ મહાનુભાવોને મળવું નથી.

નિયત સમયે હું પહોંચ્યો. કોઈક શાળાના હૉલમાં ભોંયતળિયે વિધિ ચાલતી હતી. બહાર મોટા કમ્પાઉન્ડમાં ભોજન સમારંભ ચાલુ હતો. ભોંયરું ચિક્કાર ભરેલું હતું. મેં નજર નાખી તો ત્યાં ધમાલ મચી ગઈ હતી. વેઈટર ચીકુ-શૅકની ટ્રે લઈને ઊતરતો હતો, એટલામાં ગ્લાસ લેવા પડાપડી થઈ. ટ્રે ઉછળી. કાચના ગ્લાસ ફૂટ્યા અને ચીકુ-શૅકના રેલા ચાલ્યા. પાંચ-છ વ્યક્તિઓ લપસી પડી. કાચ હાથે, પગે, માથે પેસી ગયા. લોહીના રેલા ચાલ્યા. ડૉક્ટરો માટે બૂમાબૂમ થઈ. એ પછી ગાડીમાં ઘવાયેલાઓને વિદાય કરવામાં આવ્યા. મેં તો દૂરથી જ ‘સુખી થાઓ’ના આશીર્વાદ આપીને પીછેહઠ કરી. હું દૂર લીમડાના ઝાડ નીચે જઈને ઊભો રહ્યો. એટલામાં એક સજ્જન અપ-ટુ-ડેટ સફેદ સુટમાં બહાર ધસી આવ્યા – પણ જાણે હોળી રમેલા. આખા સુટ પર, શર્ટ, કોટ, પેન્ટ પર કઢી જ કઢી ! મોટે મોટેથી ગાળો બોલતા જાય. મેં પૂછ્યું કે : ‘શું થયું ભાઈ ?’ તો કહે, ‘દસ સર્વિસ ટેબલ ઓછા પડે છે. ગીરદી જ ગીરદી અને ઝૂંટાઝૂંટ. માંડ નંબર લાગ્યો તે ડીશમાં પૂરી, બટાટાનું શાક, ભાત અને કઢી લીધાં. રસ તો હતો જ નહીં તે થયું કે લાવ કઢી બે વાટકી લઉં; પણ ત્યાં તો ધક્કો લાગ્યો ને વાટકી ઊછળી. બધી કઢી મારી ઉપર. આવા લોકો લગ્નમાં શું કામ બોલાવતા હશે ?’

મેં કહ્યું : ‘વડીલ, મને પણ આમંત્રણ છે. મારી જ ભાણી પરણે છે પરંતુ આવા ભપકાબંધ લગ્નમાં આ કારણોથી હું ક્યારેય જમતો નથી. લગ્નવાળાએ તો કંકોતરી ફેંકી, એને તો ચાંલ્લા અને ભેટના ઢગલા થશે અને તમેય તમારો મોભો બતાવવા મોટો ચાંલ્લો કરવાના. આ રીતે કંકોતરી આપનાર મૂર્ખ નથી, આપણે કંકોતરી પકડી દોડનાર મૂર્ખ છીએ. તેમની સાથે સારો સંબંધ જાળવવા, તેમની મીઠી નજર પામવા, ધંધામાં કે બીજી રીતે તેમની લાગવગનો ઉપયોગ, લાભ ખાટવા જ આપણે દોડીએ છીએ. સ્વાર્થ હોય ત્યાં તો આવું જ થવાનું. મૂરખ બનવાનું આપણે છોડવું પડશે. તમે ના આવ્યા હોત તો લગ્ન ના થાત ? તમે આવ્યા એટલે નવદંપતિને વધારે આશીર્વાદ મળી ગયા ? આપણે આપણી મર્યાદાઓ સમજવી જોઈએ. મને અહીં મિનિસ્ટરો અને ગવર્નરોની ઓળખાણ કરવાની પડી નથી, એટલે દૂર શાંતિથી ઊભો છું. તમે વિચારી જુઓ કે આપણે શું કરવું જોઈએ.’
તે ભાઈ કહે : ‘સાચી વાત છે તમારી. આપણે જ મૂરખ છીએ કે આવાં લગ્નમાં દોડી જઈએ છીએ. હવે તો આ સુટના ડાઘ જાય ત્યારે ખરા !’
મેં કહ્યું : ‘અતિ સર્વત્ર વર્જયેત – લગ્નના ખર્ચામાં, જમણવારમાં, જીવનમાં મર્યાદા જાળવતાં શીખો અને સુખ અને શાંતિ મેળવો.’

લગ્ન એક પવિત્ર બંધન છે. પવિત્ર સંસ્કાર છે. તે કુટુંબનો પ્રસંગ છે. પરંતુ આપણે લગ્ન પ્રસંગને જાહેર, પબ્લિક પ્રસંગ, ધંધાકીય, રાજકીય જાહેરાતનો, પ્રદર્શનનો, ધમાલિયો પ્રસંગ બનાવી દીધો છે. મોટી ફૅક્ટરી તેના પ્રોડક્ટની જાહેરાત કરે, (Industrial Exhibition) પ્રદર્શન કરે તેમ વર-કન્યાનું પણ જાણે ધંધાકીય-રાજકીય પ્રદર્શન મંડાય છે. તેમાં કાળા નાણાંનું નગ્ન પ્રદર્શન જ હોય છે. સરકારી અફસરો, પબ્લિક લિમિટેડ કંપનીઓના ઑફિસરો આ નાણાનું પ્રદર્શન આવા પ્રસંગે કરે છે. લગ્ન કરનાર અને લગ્નમાં હાજરી આપનાર જાણે કાળુ નાણું જ પહેરી, ઓઢી અને શણગારીને ફરે છે. મોટા ચાંલ્લા અને મોંઘી ભેટો પાછળ પણ આ જ નાણું છે, તે કોણ નથી જાણતું ? જાહેરમાં ચોરી થાય તે ચોરી ના કહેવાય એવો નિયમ હશે ?

ભારતમાં ઘણી મોટી વસ્તી આજે પણ ગરીબીની રેખા નીચે જીવે છે. અનેકવાર આપણે વિદેશી સહાય પણ લેવી પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની અનેક સમસ્યાઓ છે. બોરનાં પાણી પાતાળે ગયાં છે. વનસ્પતિ કપાતી જાય છે અને હવાનું પ્રદૂષણ વધતું જાય છે. ક્યારેક વરસાદ પડતો નથી અને ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. ઉત્પાદન કરતાં વસ્તી અનેકગણી વધારે છે. શહેરના લોકોને નાનકડાં ગામડાંઓની સમસ્યાનો અણસાર સુદ્ધાં નથી. કેટલાય લોકોને ખાવા પૂરતું અનાજ નથી. ઘણી જગ્યાએ તો ભણેલા બેકારો રખડે છે. ગાંધીજીએ જોયું કે ભારતની એક સામાન્ય નારીને શરીર ઢાંકવા વસ્ત્ર નથી. તેમણે તુરત ઓછામાં ઓછા વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું અને આપણે આ પરિસ્થિતિમાં શું જોઈને લગ્નપ્રસંગોમાં રંગરેલિયાં કરીએ છીએ તે સમજાતું નથી. આવે સમયે ઉત્સવો ઉજવાય ? કેટલાક તો એ પણ વિચારતા નથી કે પોતાના બાપદાદા કેવી સ્થિતિમાં રહ્યા હતા. ઘણીવાર તો માણસ બીજાની મદદથી ભણીને આગળ આવ્યો હોય તે પણ ભૂલી જાય છે. બસ, પૈસો આવી ગયો ને ? એટલે જલસા !! હું મારી બુદ્ધિ, શક્તિ અને ચતુરાઈથી કમાયો છું એટલે મને ગમે તે રીતે વાપરવાનો હક્ક છે, બીજાનું જે થવું હોય તે થાય. દેખાદેખીમાં બીજાને દેવા કરવાં પડે તેમાં હું શું કરું ? – આમ બેફિકરાઈથી માણસ જીવ્યે જાય છે અને સંપત્તિનું નગ્ન પ્રદર્શન કરતો રહે છે.

સંપત્તિના પ્રદર્શનથી અન્ય લોકોને કેટલું પરેશાન થવું પડે છે તે બાબતે મને એક પ્રસંગ યાદ આવે છે. કવિતા નામની એકવીસ વર્ષની ગ્રેજ્યુએટ થયેલી દીકરી એક દિવસ મારા ઘરે આવી. પોતાની આપવીતી કહેતાં તે બોલી : ‘હું ગ્રેજ્યુએટ છું. અમદાવાદમાં ફોઈને ત્યાં રહીને ભણી. પિતા હજુ ગામડે ખેતી કરે છે. મોટાભાઈ એન્જિનિયર છે. ભાઈનાં હજુ થોડા વર્ષ પહેલાં લગ્ન થયાં. ભાભી ઘણા સુખી કુટુંબમાંથી આવ્યા છે. સ્વભાવે પ્રેમાળ અને સારા છે. સાથે ઘણી સંપત્તિ લઈને આવ્યા છે. થોડા સમય પછી ભાઈએ મારા માટે પણ એન્જિનિયર વર શોધ્યો. મારી સંમતિથી લગ્ન લેવાયાં. સાસરે ગઈ ત્યાં બે-ત્રણ દિવસમાં જ સાસુ-નણંદે આડકતરી રીતે મહેણાં મારવા માંડ્યા કે તું તારી ભાભી જેટલાં કપડાં-દાગીના કેમ નથી લાવી ? શરૂઆતમાં તો હું મૌન રહી પણ પછી મારે કહેવું પડ્યું કે મારા ભાભીનો પિતા કરોડપતિ છે જ્યારે મારો પિતા હજુ ખેતી કરે છે. પતિએ પણ ઘરના લોકોનો પક્ષ લીધો. મેં બધાને ઘણું સમજાવ્યા કે હું એક સામાન્ય ઘરની દીકરી છું. પણ સમજે કોણ ? એ એન્જિનિયર પતિએ મને મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂકી. અંતે લગ્નના ત્રણ માસ પણ પૂરા નહોતા થયા ને છૂટાછેડા થઈ ગયા. ભાભીના કરોડપતિ પિતાએ આપેલી સંપત્તિ અને કિંમતી ભેટો મને ભારે પડી. એમને તો આપતી વખતે ખબર પણ નહીં હોય કે આ ભેટ-સોગાદો મારું જીવન ધૂળધાણી કરશે.’ પોતાની વાત પૂરી કરતાં કવિતાએ મને કહ્યું : ‘મેં બીજા લગ્ન કરી લીધાં એટલે મારી ચિંતા નથી પણ મને એમ થાય છે કે મારી જેમ સમાજની બીજી બહેનો પણ આ સંપત્તિના પ્રદર્શનથી બચી જાય તો કેટલું સારું.’

માણસ કહે છે કે આ મારી સંપત્તિ છે, એ જ હકીકતે અભિમાન છે. ગાંધીજીએ કહ્યું તેમ આપણે સંપત્તિના ટ્રસ્ટી હોવા જોઈએ, માલિક નહીં. બીજા દુ:ખી થાય, બીજાનાં દુ:ખ વધે એ રીતે વાપરવામાં અધર્મ છે. સંપત્તિનો ઉપયોગ એવી રીતે કરો કે તમે સુખી રહો અને બીજાનાં આંસુ લૂછવા, બીજાના દુ:ખ ઓછા કરવા તેમજ બીજાના સુખનો વધારો કરવામાં તે વપરાય. ‘સ્વ’ માટે તો પ્રાણીઓ પણ પોતાની શક્તિ વાપરે છે; જે ‘પર’ માટે વાપરે તે જ સાચો મનુષ્ય. વળી, લગ્નપ્રસંગે મોટા પાર્ટી પ્લોટમાં ઝગમગાટ રોશની, ડૅકોરેશન, હજારોનો જમણવાર, દોઢસો-બસોની ભોજનની ડીશ, પાર વગરની ખાદ્યસામગ્રીનો બગાડ અને લગ્ન અગાઉ તથા પાછળના આઠ-દસ દિવસની મહેફિલો, જાનૈયાઓને કીમતી ભેટસોગાદો અને કન્યાને લાખોના દાગીના, ઝવેરાત, કપડાં બધું આપીએ તેથી તે લગ્નજીવન સુખી થશે તેવી કોઈ ગેરન્ટી મળે છે ખરી ? મેં કેટલાય આવાં લગ્નો જાણ્યાં છે, જે છૂટાછેડામાં પરિણમ્યાં હોય ! તો આ બધું ઘેલછા નથી ? ગાંડપણ નથી ?

સ્વામી શિવાનંદજીએ સાચું જ કહ્યું છે કે, ‘ભારત સાચે જ આધ્યાત્મિક ભૂમિ છે. દેશો એણે જીત્યા નથી અને પ્રદેશો એણે ખાલસા કર્યા નથી. લશ્કરી વિજય એની મહત્વાકાંક્ષા ન હતી. એને તો આત્મસ્વરાજ્ય જોઈતું હતું. પોતાનાં સંતાનોને બીજાઓ ઉપર શાસન સ્થાપિત કરવાનો આદેશ એણે કદી આપ્યો નથી. એ આદેશ આપે છે પોતાના અંતરાત્મા ઉપર અને પોતાની પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. એ ઈચ્છે છે કે એનાં સંતાનો તેજસ્વી બને. દિવ્ય ગુણો પ્રાપ્ત કરે, નૈતિક ખમીર કેળવે અને આધ્યાત્મિક બળ પ્રગટાવે.’ ભારતમાં આ આત્મબળની મહત્તા છે, સંપત્તિના બળની નહીં. આ દેશમાં રામ અને કૃષ્ણ મહાન છે; પણ તે એમનાં શરીરબળ, સત્તાબળ કે સંપત્તિના બળથી નહીં; પરંતુ તેમનામાં રહેલી ધર્મનીતિથી. રામે અસૂરોનો નાશ કર્યો, રાજ્યસત્તા માટે નહિ પરંતુ અધર્મનો નાશ કરવા માટે. રાજસત્તા તો હાથવેંત હતી ત્યારે જ પિતાના વચનપાલન માટે સ્વેચ્છાએ ત્યાગી દીધી હતી. કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં સૂત્રધાર બન્યા સત્ય અને ધર્મના રક્ષણ માટે. સમ્રાટ અશોક પણ ભારતની પ્રજામાં મહાન ગણાયા; પરંતુ તે એમના શસ્ત્રવિજયથી નહીં પણ એ મહાન બન્યા ધર્મવિજયથી. યુગોથી આ માનવધર્મ જ ભારતની પ્રજાનું ધારકબળ રહ્યું છે. આથી જ અનેક આક્રમણો છતાં આ મૂલ્યો હજી પણ ટકી રહ્યાં છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે : ‘ભારતની જીવનશક્તિ તેના ધર્મમાં રહેલી છે. જ્યાં સુધી ભારતની પ્રજા પોતાના પૂર્વજોના મહાન વારસાને ભૂલશે નહિ ત્યાં સુધી પૃથ્વીના પટ પર કોઈ એવી તાકાત નથી કે જે તેનો નાશ કરી શકે. ભારતીય લોકો પોતાના ભૂતકાળનો એટલે કે સંસ્કૃતિનો જેટલો અભ્યાસ કરશે તેટલું એમનું ભાવિ ઉજ્જવળ બનશે અને કોઈ આ ભૂતકાળનો સંદેશ ઘરઘરને આંગણે પહોંચાડવાનો પ્રયત્ન કરશે તે આ પ્રજાનો મહાન કલ્યાણકર્તા હશે….પણ ખ્યાલ રાખજો કે પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું અનુકરણ કરીને તમે તમારી આધ્યાત્મિકતને અળગી કરશો તો એનું પરિણામ એ આવશે કે ત્રણ પેઢીઓ જેટલા સમયમાં તમે નષ્ટ થઈ જશો. કારણ કે જો આધ્યાત્મિકતા જશે તો રાષ્ટ્રની કરોડરજ્જુ ભાંગી જશે. જે પાયા ઉપર રાષ્ટ્રની ઈમારત ઊભી છે તે પાયો જો નબળો પડી જાય તો સર્વનાશ જ થાય.’

આપણી સંસ્કૃતિને સમજ્યા વગર કેવળ મોજશોખ અને મોભા ખાતર લગ્ન-પાર્ટીઓમાં પૈસા ઉડાવતા રહીને જીવન પૂરું કરવું એ કેટલું યોગ્ય છે તે આપણે સૌએ વિચારવું રહ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દ્વિદલ – સંકલિત
સાહિત્યની સુવાસ – સંકલિત Next »   

18 પ્રતિભાવો : સંપત્તિનું પ્રદર્શન – હર્ષદ પોપટલાલ પટેલ

 1. Jagruti says:

  very bewtiful article. We need to think from the root becuase there are so many religious organizations who spent millions of dollars for their show up. & try to make followers. I have seen them to impress people with their wealth.

 2. Chintan says:

  લેખકશ્રિની વાત વિચારવા જેવી છે. આજના આ સમયમાં લગ્નસમારંભમા જે રીતનો બેફામ ખર્ચ થાય છે તે જોઇએ તો ઘણીવાર એવુ લાગે કે લગ્ન એ બે પરિવારનુ મિલન નહી પણ સામાજીક દરજ્જો બતાવવા માટેનુ પ્લેટફોર્મ વધુ લાગે છે. આજે આપણા જેવા યુવાનો આ વાત જલ્દિ સમજે અને અનુસરે તે ખુબ જરૂરી બન્યુ છે. આ વાત લગ્નમાં લેવામા/આપવામાં આવતા દહેજ પર પણ એટલીજ લાગુ પડે છે. વર્ષો જુની ઘરેડ તોડવામાં હજી પણ મોડુ નથી થયુ.

  સુંદર લેખ બદલ લેખકશ્રિને દિલથી અભિનંદન.

 3. HEMANT SHAH says:

  ખરેખર લેખક અભિનન્દન ને પાત્ર હવે તો ખરેખર્ બિનજરુરિ ખર્ચા બન્ધ કરવા જ જોઇએ દરેક વ્યક્તિ એ પોતાની રીતે સમજ્વાની જરુર

 4. mukesh says:

  A very nice article and described very well. I personally believe that it is just the general understanding in India that western culture is bad. It depends how one looks at it. There are lots of good thing in western culture as well, like when any form of natural disaster happens anywhere in the world, western countries are the first to rush for offering all kind of possible help. In fact Indians abroad are far better aware of keeping our culture than people in India. Western people don’t get dragged for wedding ceremony expenses if they cannot afford it, where as we do. They are quite frank and open. I think this is why we people suffer more despite of (thinking that) doing so many religious activities. When will we understand that Humanity is the Greatest Religion.

 5. સાચી વાત છે, ખોટા ખર્ચ પર કાપ મૂકીને પૈસા બચાવી શકાય. કહેવાય છે ને કે કરકસર કમાઉ દિકરો છે!

  • લગ્ન સમારંભ જેવો અને જેટલો ખર્ચ હવે સગાઈ, જન્મદિવસ કે પદોન્નતિ જેવા પ્રસંગોએ પણ બેફામ રીતે થાય છે. સવાલ એ છે કે ખોટા કે બેફામ ખર્ચા ની વ્યાખ્યા શું? જરૂરી ખર્ચ કોને કહેવો? અંબાણી સમકક્ષ પરિવારની એક વ્યાખ્યા હોય, ઉચ્ચ સરકારી હોદ્દેદારની જરૂરિયાત અલગ હોય, પ્રાથમિક શાળાના નિષ્ઠાવાન શિક્ષકની વ્યાખ્યા અલગ હોય. આ જ પ્રમાણ્રે દરેકનો દ્રષ્ટિકોણ અલગ રહેવાનો. એક કહેવત છે કે “પછેડી પ્રમાણે સોડ તાણવી” . પોસાય એટલો ખર્ચ કરી શકાય. એ જુદી વાત છેકે એકનું “પોસાણ” બીજાને ‘બેફામ’ લાગે! ઘણીવાર આ પ્રકારની ટીકાઓ પાછળ ઈર્ષા-અદેખાઈ પણ ભાગ ભજવતા હોય છે. બાકી લગ્નજીવનની સફળતાને સાદાઈ કે વૈભવશાળી સમારંભ સાથે કોઇ સંબંધ નથી.

 6. pushpa r rathod says:

  SHUNO MANTVYA SACHO CHE KE KARKASERTHI JRURYATI VASTU MELVINE GHNOJ UPDRAV ROKI SHKAY CHE. ANE BACHATTHI YOGY LOKONE TENO LABH AAPI SHKAY CHE. TEMA SARVNU BHALU NISHCHIT CHE.PAN KUVAMA HOY TO HAVADAMA AVE. ATLE YUVAVARGNA MATE MATPITANU ACHRAN UCHI PRAVRUTI VALU ANE UCHA SANSKARBHRELU JRURI CHE. JETHI AA KSHN SRUATTHI KOSHISH KRIE KE SYAMIT ANE NIYATRAN THI POTE SUDHERIE. APNE GERIB NTHI PAN APNU ACHARAN YOGY NATHI

 7. IT is waste of time to write comment on this subject –as i have seen those who were giving impressive lectures
  are having change of heart when marriage and reception are of their son or daughter —and since it is for rich people life time achievement they decorate –for middle class it is a punishment —no problem for poor and rich –both manage well –middle class is not in a position to resist nor to support –and will just write an article or will whisper to family and friends —
  i do not see any wrong for rich people throwing big parties but feels pity for those who attend and then bang for high values –if you have high principles have courage to avoid your relative also —by attending and then criticizing are double standards —actions are louder than words —i also wasted my precious time for writing on this topic which has no solution !!!!!!!!!!!!!!!!!!!!!!!!

 8. Tarun Patel says:

  Personally I do not agree with author at all……That’s his own thought….Does it make any difference to the people who gets married? I mean whether he goes to wedding or do not goes there. Otherwise i am 100% agree with Bhajman bhai..Specially following points.

  લગ્નજીવનની સફળતાને સાદાઈ કે વૈભવશાળી સમારંભ સાથે કોઇ સંબંધ નથી.
  લગ્ન સમારંભ જેવો અને જેટલો ખર્ચ હવે સગાઈ, જન્મદિવસ કે પદોન્નતિ જેવા પ્રસંગોએ પણ બેફામ રીતે થાય છે. સવાલ એ છે કે ખોટા કે બેફામ ખર્ચા ની વ્યાખ્યા શું? જરૂરી ખર્ચ કોને કહેવો? અંબાણી સમકક્ષ પરિવારની એક વ્યાખ્યા હોય, ઉચ્ચ સરકારી હોદ્દેદારની જરૂરિયાત અલગ હોય, પ્રાથમિક શાળાના નિષ્ઠાવાન શિક્ષકની વ્યાખ્યા અલગ હોય. આ જ પ્રમાણ્રે દરેકનો દ્રષ્ટિકોણ અલગ રહેવાનો. એક કહેવત છે કે “પછેડી પ્રમાણે સોડ તાણવી” . પોસાય એટલો ખર્ચ કરી શકાય. એ જુદી વાત છેકે એકનું “પોસાણ” બીજાને ‘બેફામ’ લાગે! ઘણીવાર આ પ્રકારની ટીકાઓ પાછળ ઈર્ષા-અદેખાઈ પણ ભાગ ભજવતા હોય છે. બાકી મ

 9. જગત દવે says:

  લેખકશ્રીનો આદર્શવાદ ગમ્યો. પરંતુ અમુક આદર્શોની મુશ્કેલી એ છે કે તેનો અમલ સમગ્ર જન-સમુદાય સામાન્ય સંજોગોમાં લાંબા સમય સુધી નથી કરી શકતો. તેથી તેવા આદર્શો ને જીવનમાં વણી લેવા માટે ધર્મોની રચના કરાઈ અને અનેક આદર્શો ને તેની જોડે વણી લેવાયા. અને તેણે જે તે સમયે જન-સમુદાય પર સારી અસર પણ કરી પણ માનવ-વિકાસની પ્રક્રિયા દરમ્યાન વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોનાં ટકરાવ પેદા થયાં. ધણી સંસ્કૃતિઓ એ અને ધર્મોએ આ બદલાવ ઝડપથી અપનાવ્યો અને ધણી સંસ્કૃતિઓ આ બાબતમાં પાછળ રહી ગઈ અને ધણી નાશ પણ પામી.

  આધુનિક સમયમાં જ્યારે વિશ્વ સંકોચાઈ ને એક ગામડું બની ગયેલ છે ત્યારે એક નવા જ માનવ-ધર્મ અને નવા જ આદર્શોની આવશ્યકતા પેદા થઈ છે. ધર્મો નો પણ સદીઓથી સ્થાપિત હિતો ધરાવતાં સમુદાયો દ્વારા સાધન તરીકે વધારે ઊપયોગ થઈ રહ્યો છે અને તે સમાજ પરથી તેનું નિયંત્રણ ગુમાવી રહ્યો છે.

  ઊપર જેની ચર્ચા કરી છે તેવા રિવાજ અને રુઢીઓનું સ્વરુપ સમય જતાં બદલાયું છે અને બદલાયાં જ કરે છે…..પણ અંતે એ જ ધર્મ, રિવાજ અને રુઢીઓ કાયમ રહી શકશે જે નીચેનાં બે પરિબળો નું સન્માન કરી શકશે……

  ૧. માનવતા અને
  ૨. કુદરતી વ્યવસ્થા

  અહીં પૂર્વ અને પશ્નિમી જેવાં સંસ્કૃતિનાં ભેદ આજનાં સમયે કરવા યોગ્ય નથી લાગતાં…..આધ્યાત્મ પર કોઈ વિશેષ જન-સમુદાયનો ઈજારો રહ્યો નથી. સંસ્કૃતિ એ કોઈ દેશ કે દિશામાં સમેટાઈ ગયેલું ખાબોચિયું નથી પરંતુ તે તો સતત બદલાતી જતી સતત વહેતી અને અનેક વળાંકો લેતી નદીઓ જેવી છે.

 10. આપણે કંકોતરી પકડી દોડનાર મૂર્ખ છીએ. તેમની સાથે સારો સંબંધ જાળવવા, તેમની મીઠી નજર પામવા, ધંધામાં કે બીજી રીતે તેમની લાગવગનો ઉપયોગ, લાભ ખાટવા જ આપણે દોડીએ છીએ. સ્વાર્થ હોય ત્યાં તો આવું જ થવાનું. મૂરખ બનવાનું આપણે છોડવું પડશે. તમે ના આવ્યા હોત તો લગ્ન ના થાત ? તમે આવ્યા એટલે નવદંપતિને વધારે આશીર્વાદ મળી ગયા ? આપણે આપણી મર્યાદાઓ સમજવી જોઈએ.

 11. Vaishali Maheshwari says:

  Good to read Mr. Harshad Popatlal Patel’s views and detailed discussion on the topic about “Wealth Exhibition”.

  As some readers have commented, I also feel that in topics like this, everyone has his/her own views. I also do not completely agree with the Author’s views.

  Marriage is a life-long relation and many of them wish to have a grand celebration for it. I do not feel anything wrong in it. If one can afford to spend and celebrate, then they should do it definitely. I agree that one should not do this just because someone else did it. One should not try to imitate others, but spend wisely and economically. Occasions like marriage are done only once in a life-time and so if someone wants to celebrate it as a great occasion, then it is a good idea.

  Charity can also be done at all other times. And on such occasions too, charity can be made a part just as I read sometime before in readgujarati.com about someone who invited everyone from “Old-Age home” to be a part of their wedding celebration. This was a mix of grand celebration and spreading happiness to other people.

  Few of the readers might not agree with my views, but these are just my views.

  Anyways, the article overall is written very well… Quite descriptive thoughts…
  Thank you Mr. Harshad Popatlal Patel.

 12. ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની વાતો માં કીધું છે
  “જીવ ને શું જરૂરી છે ? ૧. અન્ન ૨. જળ ૩.વસ્ત્ર ૪. રહેઠાણ ૫. સ્વાદ મધ્યે મીઠું બાકી બધું ફેલ ફતુર છે ”
  ગાંધીજી કેમ પોતડી પહેરતા હતા તે સમજાયું?
  ઉપનિષદ કહે છે “त्येन तक्त्यें भुन्जिता …”
  ત્યાગ કરી ને ભોગવ…

 13. વાત સારી છે. પણ જ્યારે આપણે ત્યા પ્રસંગ આવે ત્યારે બંને પક્ષ આ વાત નો સ્વીકાર કરી શકસે..? હા દહેજ પ્રથા દુશણ છે.
  વ્રજ દવે

 14. Ashish Dave, Sunnyvale, California says:

  દેખા દેખીમા કરાતા ખર્ચા સામે લાલબત્તી એક વાત છે પરંતુ સામે એ પણ જોવુ રહુયુ કે આવા પ્રસંગો કેટલાને રોજી આપતા હશે…

  Ashish Dave

  • જગત દવે says:

   આશિષભાઈઃ

   લગ્ન દરમ્યાન ખર્ચ અને ભપકાઓ તો દુનિયાભરમાં થતાં જ હોય છે…..પણ ભારતમાં થતાં મોટા ભાગનાં લગ્નોમાં શાલિનતા જળવાતી નથી. મહેમાનો અને યજમાનો બંનેમાં પણ તેનો અભાવ જોવા મળે છે. યોગ્ય આયોજનનો અભાવ પણ ઊડીને આંખે વળગે એવો હોય છે. લગ્ન સ્થળ અને તેની આસપાસનાં સ્થળ પર ગંદકી અને પાર્કીંગ સમસ્યાઓ ઊભી થાય છે તે માટે ઝગડાઓ થાય છે અને કરાય છે. ભોજન સ્થળ થોડી જ વારમાં જાહેર એંઠવાડમાં પલટાઈ જાય છે….ઠેર ઠેર એ ગંદકી પગમાં આવે છે. વરઘોડાઓ નાં સરઘસો અને ડી. જે. દરમ્યાન વાહન-વ્યવહારને બાનમાં લેવાય છે….ઝગડાઓ કરાય છે. લગ્નની વેદી પાસે જ એટલો ઘોંઘાટ કરાય છે કે તેમાં ભારતીય સંસ્કૃતિની જે માટે દુહાઈઓ દેવાય છે તેવાં શ્લોકો તો વર-કન્યાનાં કાન સુધી પણ પહોંચતા નથી. પાર્ટી પ્લોટની આસપાસનાં રહીશો ને લગ્નની મોસમ દરમ્યાન રાત્રીની ઊંધ હરામ થઈ જાય છે. ઘરડાં-માંદા અને નાના બાળકો સહન જ ન કરી શકે તેવો ઘોંઘાટ કરાય છે. ગાંધીજીની પ્રસન્ન મુદ્રા ધરાવતી ચલણી નોટો નાંચતા-કુદતાં લોકોનાં પગ તળે કચડાય છે.

   આ ‘ભારતીય સંસ્કૃતિ’ નું કયું પ્રદર્શન છે? મને લાગે છે આવા જુગુપ્સા પ્રેરક દ્રશ્યો ને કારણે લેખકશ્રી આવો લેખ લખવા પ્રેરાયા હશે અને તેમનો રોષ મને લાગે છે ત્યાં સુધી ભપકા કરતાં આવા પ્રદર્શનો ને કારણે વધારે છે.

   આ જ પ્રસંગ જો ભપકાથી પણ શાલીનતા જાળવી ને કરાય તો? હા તેવાં લગ્નો પણ થાય છે પણ પ્રમાણ બહું જ ઓછું છે. પશ્ચિમનાં દેશો ને અને સંસ્કૃતિ ને વખોડ્યા કરતાં કલમ-બાજો ને જાણ કરો કે આવા પ્રદર્શનો ને કારણે આપણો ‘સાંસ્કૃતિક’ દંભ હાંસીને પાત્ર બને છે.

 15. Harish S. Joshi says:

  લેખક સાધુવાદ ને પાત્ર ચ્હે.આજ્ના ભોઉતિક વાદ થિ અન્જાયેલા સમાજ મા માતા-પિતા લોકોમા પોતાનો ખોતો મોભો બતાવ્વા પોતાનિ આર્થિક સ્થિતિ થિ પન વધુ ખર્ચ કર્તા ખચ્કાતા નથિ અને અમુક જગ્યાયે તો એવુ પન અનુભવ્ વા
  મ્લ્યુ કે પરન્ નાર યુવક કે યુવતિ પોતાના લગ્ન નિ પત્રિકા પન ભભ્કાદાર અને મોન્ગિ દાત્,લગ્ન સમારમ્ભ નિ
  જગ્યા પન અતિ આધુનિક્,મોન્ઘિ,કેત્રેર પન બધા ને નિચુ દેખાદે તેવો,દિજે પારતિ,ઓર્કેસ્ત્રા,સન્ગેીત સન્ધ્યા અને બિજુ
  અનેક એમ ચાર્-પાન્ચ દિવસ મા “પાનિ નિ જેમ પૈસા નો વપ્રાશ ” (વુલ્ગર દિસ્પ્લસ્મેન્ત ઓફ વેઅલ્થ )બધાથિ અમે
  આર્થિક રિતે ચધિયાતા ચ્હિયે તે બતાવ્વઆ,ચારિત્ર હિન અને નૈતિક્તા વિહિન પન પૈસાવાલા સમાજ્ના (સો કાલ્લેદ )મોતા માન્સો ને નિમન્ત્રિ પોતેપન મોભાદર ચ્હેતે બતાવ્વા પોતાના બાલ્કો ના લગ્ન ને આધાર્શિલા બનાવિ દમ્ભિ જિવન વિતાવ્વા
  માજ પોતાને ધન્ય સમજ્તા એવા વ્યક્તિઓને કોન સમ્જાવે કે સાધન સમ્પત હોવા ચ્હતાન પન સાદ્ગિ થિ આવા સમારોહ્ાયોજિત કરિ ને એક ઉત્તમ ઉદાહરન પ્રસ્તુત કર્વા માતે નૈતિક હિમ્મત નિ આવશ્યક્તા જોઇયે જે બધામા નથિ.
  દમ્ભિ માન્સો ને ખુલ્લા પાદ્તો અને સમજ્દાર્ને જગાદ્નારો લેખ આપ્વા બદલ લેખક ને અભિનન્દન્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.