સગપણ – માધવ રામાનુજ

સગપણ કેવા રે બંધાયાં
…….નહીં સોય નહીં દોરો તોયે
………….કઈ રીતે સંધાયાં……

કોણે વાવ્યાં બીજ હૃદયની ક્યારીમાં માયાનાં
…….કોણે અંતરના અમરતથી જતન કર્યાં કાયાનાં
………….તાણા-વાણા અલગ છતાંયે
………………….વસ્ત્ર બની સંધાયાં…… સગપણ……

માણસ તો ભૈ લોભ-મોહને લાલચનો છે ભારો
…….પણ ભીતરમાં સત્ય-પ્રેમ-કરુણાનો છે સથવારો
………….લાગણીઓને તારે તારે
………………….હૈયાં રે સંધાયાં……. સગપણ……..

ઘર ઘર રમતાં હોય એમ મંડાયો છે સંસાર
…….આમ જુઓ તો લાખે લેખાં, આમ નહીં કંઈ સાર,
………….શ્રદ્ધા અને સબૂરી સાથે પ્રાણ સદા સંધાયાં……. સગપણ……

આંસુના તોરણની ઓથે ઝૂરે છે બે આંખો,
…….હૈયું છે પણ ધબકારની વાટ જુએ છે આંખો,
………….ઉડી ઉડીને પંખી અંતે માળો થઈ સંધાયાં…… સગપણ…..

કોઈ વળાવે, કોઈ વધાવે, કોઈ કરે કકળાટ,
…….કેવા કેવા ખેલ ખેલાતા, કેવા ઘડાતા ઘાટ,
………….જીવતર જેવા જીવતર સાથે સુખને દુ:ખ સંધાયાં-
………………….સગપણ કેવાં રે બંધાયાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોઉં છું – હેમન્ત દેસાઈ
મુચુકુન્દની કથા – શ્રીમદ ભાગવત મહાપુરાણ Next »   

10 પ્રતિભાવો : સગપણ – માધવ રામાનુજ

 1. જગત દવે says:

  સમગ્ર જીવનનાં તાણાંવાણાં ને નાનકડી કવિતામાં સમાવી અને સમજાવી દેતી રચના.

  મૃગેશભાઈનાં પ્રયત્નોથી કવિશ્રી જોડે સગપણ કેવા રે બંધાયાં…… 🙂

 2. સરસ,રવિવાર સુધરી ગયો

 3. સુઁદર કવિતા !

 4. hiral says:

  thoughtful, meaningful, beautiful….સગપણ કેવા રે બંધાયાં

 5. Hiren Patel says:

  ખુબજ સરસ મજા આવિ…….thanks….

 6. Pinki says:

  વાહ્… સરસ ગીત !

 7. મૂળ તરફ લઈ જતું મઝાનું ગીત.

 8. સગપણ કેવા રે બંધાયા. વાહ શબ્દે શબ્દે અમિઝરે છે.
  આભાર
  વ્રજ દવે

 9. Vaishali Maheshwari says:

  Very beautifully written poem.
  Simple to understand.
  Enjoyed reading it!

  Thank you Mr. Madhav Ramanuj!

 10. RAVINDRA RAMANUJ says:

  ખુબ સરસ….!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.