દીકરી – ભાણદેવ
[ સત્ય ઘટના : ‘અખંડ આનંદ’ જૂન-2009માંથી સાભાર. ]
રાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી.
‘હરિ ઑમ’
‘હેલો !’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે !
સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ ! હરિ ઓમ !….. સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ? ભાણદેવજી સાથે વાત થઈ શકશે ?’
‘હું ભાણદેવ બોલું છું.’
‘ઓ હો હો ! નમસ્તે ! નમસ્તે ! આપને મારા કોટિ કોટિ નમસ્કાર !’
‘કોટિ નમસ્કાર કૃષ્ણને ! આપણે માટે તો ‘હરિ ઓમ’ જ બરાબર છે.’
‘ધન્ય હો ! ધન્ય હો ! સ્વામીજી ! હું….થી….. બોલું છું. મેં આપનું પુસ્તક ‘ગંગાસતીનું અધ્યાત્મ દર્શન’ વાંચ્યું છે, હૃદયમાં વસી ગયું છે. ભાણદેવજી ! મહારાજ ! એક વાર હું આપનાં દર્શન કરવા ઈચ્છું છું. મારે આપના આશ્રમે આવવું છે. આપ મને રજા આપો.’
‘અરે ! મારા ભાઈ ! દર્શન તો ભગવાનનાં કરાય. માનવીનાં વળી દર્શન શું ? પણ તમે આવો. આપણે મળશું.’
‘હાજી ! હાજી ! આપણા વેણ માથે ચડાવું છું. હું આપના આશ્રમે જરૂર આવીશ. આપને ક્યારે મળવું અનુકૂળ પડે ?’
‘મળવાનો સમય સાંજે 4.00 થી 6.00.’
‘ભલે બાપુ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી !’
ચારેક દિવસ પછી રાત્રે ફરીથી ફોન આવ્યો.
‘હરિ ઓમ.’
‘હું……થી….. બોલું છું. મેં આપને ચાર દિવસ પહેલાં ફોન કર્યો હતો. હું સરકારી નોકરી કરું છું. મને રવિવારે આવવું અનુકૂળ પડે. આવતી કાલે રવિવાર છે. આપ રજા આપો તો આવતી કાલે સાંજે ચાર વાગ્યે આપના આશ્રમે અમે આવીએ.
‘ભલે, આવો.’
‘ભલે, બાપુ ! નમસ્કાર !’
‘હરિ ઓમ.’
બીજે દિવસે સાંજે તેઓ પોતાના બે મિત્રો સાથે આશ્રમે આવી પહોંચ્યા. અમે આશ્રમના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે જ બેઠા. અન્યોન્ય કુશળ સમાચાર પૂછ્યા. પહેલાં તો તેમણે આશ્રમનાં ઘેઘૂર લીલાં વૃક્ષો જોઈને આનંદ વ્યક્ત કર્યો, પ્રસન્નતા વ્યક્ત કરી. પછી મૂળ વાતનો આરંભ કરતાં તેઓ બોલ્યા : ‘બાપુ ! પહેલાં તો મારે મારા જીવનની દાસ્તાન કહેવી છે. કહીને હળવા થવું છે. આપ મારી જીવનકથની સાંભળવાની કૃપા કરો. પછી સત્સંગ કરશું.’
‘અરે જીવનની કથા એ જ સૌથી મોટો સત્સંગ છે. જીવનને બાજુમાં મૂકીને સત્સંગ આપણે નથી કરવો; આપણે તો જીવનનો સત્સંગ કરવો છે. તમે જરા પણ સંકોચ વિના જીવનકથની કહો. એ જ સત્સંગ છે.’
‘વાહ બાપુ ! ધન્ય બાપુ ! આપે મને હળવો કરી દીધો. હવે સંકોચ વિના મારી દાસ્તાન કહી શકીશ.’
આટલી ભૂમિકા પછી તેમણે પોતાની જીવનકથની કહેવાનો પ્રારંભ કર્યો.
‘હું સરકારી નોકરી કરું છું. હું એક નંબરનો લાંચિયો અધિકારી હતો. હું બેફામ દારૂ પીતો. દારૂ વિના કોઈ દિવસ ખાલી ન જાય. સાંજના ચાર વાગે અને મને દારૂની તલપ ચડે. તલપ એટલે કેવી ? રહેવાય નહીં તેવી. જેમ રોજ સાંજ પડે, તેમ મારે રોજ દારૂ જોઈએ જ. તમે માનશો બાપુ ? હું હનુમાનચાલીસાનો પાઠ દારૂ પીને કરતો. માંસાહાર પણ ખૂબ કરતો. દારૂ પીવો, માંસ ખાવું એટલે ધન પણ જોઈએ. એટલે લાંચ પણ ખૂબ લીધી છે. દારૂ-માંસ-લાંચ – આ ત્રણમાં મારું જીવન રગદોળાઈ ગયું. ઘર આખું દુ:ખી દુ:ખી થઈ ગયું. મને પણ વચ્ચે વચ્ચે મનમાં થતું – આ ખોટું થાય છે, પણ તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાતો નહીં. પણ ઉપરવાળો કૃપાળુ છે. એક ધડાકે હું આ ત્રણેય બદીઓથી સાવ મુક્ત થઈ ગયો. હું તો સુખી થયો, પણ આખું કુટુંબ રાજી રાજી થઈ ગયું.’
મેં તેમની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતાં કહ્યું : ‘પણ આ બધું બન્યું કેવી રીતે ? તમે આમાંથી મુક્ત થયા કેવી રીતે ?’
‘હા બાપુ ! એ જ તો કહું છું. એ જ તો મારે કહેવું છે !’ આટલું બોલી તેઓ થંભી ગયા. થોડી વાર અટકીને તેમણે બોલવાનો પ્રારંભ કર્યો, પણ મુખમાંથી શબ્દો નીકળે ત્યાર પહેલાં તો આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. ગળે ડૂમો ભરાઈ ગયો. આંસુને ખાળવાનો અને ડૂમાને નિવારવાનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ તેમ ન બની શક્યું. ચોધાર આંસુ વહેવા લાગ્યાં અને પછી તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જાણે બંધ છૂટી ગયા. આંસુ વહી ગયાં. ધ્રુસકાં શાંત થઈ ગયાં અને પોતે પણ શાંત થઈ ગયાં. આંસુ લૂછીને, થોડું પાણી પીને તેમણે પ્રારંભ કર્યો : ‘અષાઢ માસના શુકલ પક્ષની ત્રયોદશીથી કૃષ્ણપક્ષની દ્વિતિયા સુધી કન્યાઓ જયાપાર્વતીનું વ્રત કરે છે. તદનુસાર મારી દીકરીએ પણ વ્રતનો પ્રારંભ કર્યો. દીકરી સોળ વર્ષની છે. આપણે સૌ જાણીએ છીએ કે કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. કહેવાય છે કે ભગવતી પાર્વતીજીએ પતિરૂપે શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું. દીકરી વ્રત કરે છે. અમે સૌ તેના વ્રતમાં સહાયભૂત થઈએ. મને મારી દીકરી પર ખૂબ હેત. પિતાને દીકરી પર હેત જ હોય ને !
વ્રતના આ દિવસો દરમિયાન એક વાર મારી આ દીકરી, એની મા, મારો દીકરો અને મારી બીજી નાની દીકરી સૌ બેઠાં હતાં. મેં મારી દીકરીને પૂછ્યું : ‘બેટા ! તમે સૌ દીકરીઓ આ જયાપાર્વતીનું વ્રત શા માટે કરો છો – એની તને ખબર છે ?’ દીકરી પહેલાં તો શાંત રહી, જાણે અંતરમાં કંઈક શોધતી હોય તેમ શાંત રહી. અને પછી જાણે શોધીને બહાર લાવી હોય તેમ બોલી, ‘પપ્પા ! સૌને ખબર છે, તેમ મને પણ ખબર છે કે અમે સૌ કન્યાઓ સારો પતિ મેળવવા માટે વ્રત કરીએ છીએ. પણ એ તો બહુ દૂરની વાત છે. મારા મનમાં એવો કોઈ ભાવ નથી.
‘તો બેટા ! તારા મનમાં શો ભાવ છે ?’
દીકરી ગંભીર બની ગઈ. તેનો લાલ ચહેરો વધુ લાલ બની ગયો. આંખો સ્થિર અને પહોળી બની ગઈ. તે ગંભીર ભાવે અને જોશભેર બોલી :
‘પપ્પા, એ ભાવને તમે સમજી શકશો ? એ ભાવને તમે ઝીરવી શકશો ?’
મને લાગ્યું કે દીકરી કોઈક વિશેષ મહત્વપૂર્ણ વાત કહેવા માગે છે. અમે સૌ ગંભીર અને આતુર બની ગયાં. વાતાવરણ કાંઈક ગંભીર અને ઉત્તેજનાપૂર્ણ બની ગયું. હું કાંઈક ખાસિયાણો પડી ગયો. પણ આખરે મેં કહ્યું : ‘હા, દીકરી ! તારા ભાવને હું જરૂર સમજીશ. દીકરીના ભાવને બાપ ન સમજે તો બીજું કોણ સમજે ?’
દીકરીને જાણે સત ચડ્યું. તેની આંખોમાંથી તેજનાં કિરણો ફેલાવા લાગ્યાં અને જાણે તેની નાભિમાંથી વાણી નીકળી : ‘તો સાંભળી લો, પપ્પા ! હું સારો પતિ મેળવવા માટે નહિ, પરંતુ સારો પિતા મેળવવા માટે આ જયા-પાર્વતીનું વ્રત કરું છું. હું જગદંબા ભવાની પાસે કાકલૂદી કરીને રોજ રોજ માંગું છું – મને સારો પિતા આપ. મારા પિતા દારૂમાંથી મુક્ત થાય, મારા પિતા માંસાહારમાંથી મુક્ત થાય, મારા પિતા લાંચની બદીમાંથી મુક્ત થાય. જોગમાયા ! જો મારું વ્રત સાચું હોય, જો તું મારા વ્રતથી પ્રસન્ન હો તો મા ! મને એટલું આપ – મારા પિતા પવિત્ર જીવન પામે અને તેમના થકી અમારા આખા પરિવારમાં પવિત્રતા અને પ્રસન્નતા છલકાઈ ઊઠે.’ દીકરીની આંખોમાંથી શ્રાવણભાદરવો વહેવા માંડ્યો. અમે સૌ સ્તબ્ધ બની ગયાં. આ દીકરીના હૃદયમાંથી જાણે જગદંબા ભવાની જ બોલતાં હોય તેમ અમને લાગ્યું. દીકરીના સાવ સાચુકલાં આંસુ અને તેના આંસુભીના શબ્દોએ મારા હૃદયને ભેદી નાખ્યું. મેં ચોધાર આંસુએ રડતાં રડતાં દીકરીને વચન આપ્યું, ‘બેટા ! મારી દીકરી ! મારી મા ! તારું જયા-પાર્વતીનું વ્રત ફળ્યું છે. હું તને જગદંબાની સાક્ષીએ વચન આપું છું – આજથી દારૂ, માંસ અને લાંચ મારે હરામ છે. તું તો અમારા કુળની દેવી છે ! હવેથી આ જન્મે કદી દારૂ પીશ નહિ. માંસાહાર કરીશ નહિ અને લાંચ સ્વીકારીશ નહિ.’
દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં મને ભેટી પડી. આખું કુટુંબ ધ્રુસકે ચડ્યું. કોણ કોને છાનું રાખે ? આખરે તેની મા શાંત થઈ ગઈ. તેણે અમને સૌને શાંત કર્યા, છાનાં રાખ્યાં. આ અમારા કુટુંબનું છેલ્લું સમૂહ રુદન હતું. હવે કુટુંબમાં પવિત્રતા છે. સાત્વિકતા છે અને તેથી ભરપૂર પ્રસન્નતા છે. પોતાના જીવનની આ કથની તેમણે કહી. આટલું કહેતાં કહેતાં તેમની આંખોમાં ફરી આંસુ છલકાયાં. હવે બોલવાનો વારો મારો હતો. મેં કહ્યું : ‘આ તમારી દીકરીએ માતાનું કામ કર્યું છે. ગાંધીજી જ્યારે ભણવા માટે ઈંગલેન્ડ ગયા ત્યારે તેમની માતા પૂતળીબાઈએ તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી કે માંસ નહિ ખાઉં, દારૂ નહિ પીઉં અને ચારિત્ર્ય જાળવીશ. આ તમારી દીકરીએ માતા પૂતળીબાઈનું કાર્ય કર્યું છે. હવે આ પ્રતિજ્ઞાઓ પાળજો. તમે ભાગ્યવાન છો કે તમને આવી દીકરી મળી છે. ભગવાન સૌ ગૃહસ્થોને આવી દીકરીઓ આપે !’
Print This Article
·
Save this article As PDF
ઘનિ વાર પોતના માટે પણ આપણે દુર્ગુણો ને આવજો નથિ કહિ શકતા. પણ જ્યારે પોતના કોઇનો સાથ મળે તો સદ્વ્યક્તિ બનવમા કોઇ દુર્ગુણ હેરાન ન કરિ શકે..સુન્દર ઘટના..
ખુબજ લાગનિ સભર વાત હ્રુદય સોસરવિ ઉતરિ જાય
વાંચતા વાંચતા આંખોમાં આંસુ આવી ગયા એવી ભાવાત્મક રજુઆત… ધન્ય છે તે દિકરીને… અને ધન્ય છે તે વ્યક્તિને કે પોતાની દિકરીની વેંદના સમજી શક્યા બાકી તો આવી કેટલીયે દિકરો-માતાઓ દરરોજ પોતાના પિતાને સમજાવાતા હશે પણ માને છે કેટલા…….
લાગણી સભર વાત…..આવી જ એક ઘટના મારા જીવનની…મારા પિતા તમાકુ ને મસાલા ખાતા… અમને નહોતું ગમતું…. પણ અમારા કહેવાથી મારા જન્મ દિવસે મારા પપ્પાએ તમાકુ મસાલા છોડી દીધા..આને આજ સુંધી હાથ પણ લગાડ્યો નથી.
વાર્તા ‘રધુનાથ’ વાંચીને થયેલું કે……જો ધરે ઘરે આવી ‘રાધાઓ’ હોય તો???????
અને આ સત્ય-ઘટના વાંચી ને વિચાર આવે છે કે……’રાધાઓ’ ની સંવેદના ઝીલી શકે તેટલી ક્ષમતા ધરાવતું ર્હ્દય હોવું પણ જરુરી છે. પિતા અને પુત્રી બંને અભિનંદનનાં સરખા હકદાર છે.
ઘણાં એવા પિતાઓ, ભાઈઓ છે કે જેમને તેમની માતાઓ, બહેનો, દિકરીઓ અને પત્નીઓની વિનવણી, બાધા-આખડી, આંસુ કશુ જ અસર નથી કરતું…….અને તેનો બોલતો પુરાવો છે……રસ્તાઓ પર ઊડતી પડીકીઓ અને પોટલીઓનાં દરેક ખાલી પાઊચ……….જ્યારે જ્યારે પડીકીઓ અને પોટલીઓનાં ખાલી પાઊચપગ નીચે કચડાય છે ત્યારે આવી જ કોઈ દિકરીઓ -માતાઓનાં આંસુ પર પગ મુક્યો હોય તેવી લાગણી થાય છે.
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તમાકુ અને પડીકીઓ(માવો) નાં વ્યસનનું પ્રમાણ બહું જ મોટું છે….. અને અધુરામાં પુરું હવે તો દારૂનું અને સિગરેટનાં વ્યસન ને પણ વેગ મળ્યો છે. ત્યારે દરેક નિર્વ્યસની વાંચક ક્યારેય પણ વ્યસન નહી કરે તેવું નક્કી કરે અને જો કોઈ એક વાંચક પણ આ સત્ય ધટનાં વાંચી ને વ્યસન છોડે તો આ સત્ય-ધટનાં નું અહિં પ્રસિધ્ધ થવું સાર્થક થશે.
કહેવાય છેકે દીકરી ત્રણ કુળને ઉજાળે,પણ અહીઁ તો દીકરીએ ખરેખર બાપનુઁ કુળ ઉજાળ્યુઁ
દી વાળે ઈ દીકરી
ખરેખર દુખ તો ત્યારે થાય છે કે તમાકુ કે સિગારેટ પીવાવાળા જયારે એમ પૂછીએ કે “ગુરુ, તમે કેટલું ભણેલા ?” તો જવાબ મળે
“M.Com, M.E., Ph.D. , M.B.B.S. વગેરે ”
શું આ education છે ?
સદગુરુ નિષ્કુળાનંદ કહે છે :”સમજી મુકો તો સારું ઘણું નહિ તો મુકાવસે જમ જી …”
વાત હ્રુદય સોસરવિ ઉતરિ જાય.
આ બદી ઓ ખરેખર બહુ જ નુકશાનકર્તા છે. ઓળખીતા ની કે અજાણયાની, આવી આદતો પુરા સમાજ ને હેરાન કરે છે. આ ઘટના ની દીકરી આંપણે સૌ બની જઇએ તો? જ્યારેજ્યારે શક્ય બને છે ત્યારે ધાર્મિક મેળાવડા માં હું જાહેરાત કરૂ છુ કે કરાવુ છુ કે ભગવાન ને હાથ નહી જોડો તો પાપ નહી થાય પરંતુ આ બદીઓ ને હાથ અડકાડી ને ઘોર પાપ થાય છે. ઝુપડપટ્ટી કે પછાત વિસ્તારમાં શેરીનાટ્ક કરવા માટે જ્યારે રીહર્સલ કરતા હોઇએ ત્યારે ઘણા સમજાવે કે આ બધી મહેનત નું કંઇ ફળ નહી મળે પર્ંતુ હૂ માનૂ છુ કે આ અસમાનતા ઓ ઓછી કરવી કદાચ અશક્ય હોય પર્ંતુ તેને વધતી અટ્કાવવા બધા એ પ્રયત્નો તો કરવા જોઇશે ને !
ખુબ સરસ વાર્તા છે. વાર્તા ની સુંદરતા વયક્ત કરવા સબ્દ નથિ
દીકરી…. મા પછી સૌથી વહાલો અને પવિત્ર શબ્દ.
ખોટા રસ્તેથી જ્યારે કોઇ કોઇને સાચા રસ્તે વાળે છે, ત્યારે તેમાં બંને વ્યક્તિઓનો ફાળો હોય છે. એક હાથે તાળી ના પડે.
ધીરે ધીરે આ રીડગુજરાતીનું વ્યસન થતું જાય છે.
agree with jigneshbhai and dipakbhai. દિકરી કે ઘરના સભ્યો મનાવે અને માને એવા બાપ બધા હોતા નથી. દિકરીની લાગણીને અહી એ બાપે સમજી એમાં એ બાપની ય મહાનતા છે.
આ વાત તો ઘરેઘરનીં છે.કોઇ ભાગ્યશાળી પરિવાર ગોતવો મુશ્કેલ છે કે તેના કોઇ સભ્યને કોઇ વ્યસનનો હોઇ.અને ધન્યવાદ છે તે દિકરીને જેમણે પિતાનું વ્યસન છોડાવ્યું. અને હા સાવ સાચીવાત છે હવે તો રીડગુજરાતીના વ્યસની વધતા જ જાયછે. પણ આ વ્યસન છોડવું કઠણ છે,
આભાર.
વ્રજ દવે
Very heart-touching emotional real-life story!
Happy ending 🙂
Thank you Author…
Really good story !
However, I do not think being non-vegeterian is any sort of vice. It is just my personal belief. No harsh feelings please .
ખુબ જ સરસ વાર્તા. વાચિને દિકરિ ન હોવાનુ દુખ મનમા થૈ આવે ચે. ભગવાન દરેક ઘરમા આવિ દિકરિ આપે.
આ કલિયુગ મા તો દિ વાલે એ દિકરો નહિ પન દિકરિ.
દિકરીના પ્રચંડ પુરુષાર્થ અને મા ‘જગદંબા ભવાની’ પ્રત્યેની અચળ આસ્થાએ
‘બાપ’ના પાપ એક ક્ષણમાં ધોવાઈ ગયાં.
ઉર્મિ તંત્રના પ્રત્યેક તારને ઝણઝણાવતી, સાક્ષી રુપે આંસુડાને હાજર કરતી, જીવતરની કેડીને નિષ્કલંક
કરતી ભાવવાહી ઘટના.
શિકાગો રહેતા મારા મિત્રના ચિં પુત્રની આઠ વર્ષની દિકરી અથાણું ખુબજ ખાતી..
કોઈનું પણ સાંભળતી નહી.. એના પપ્પા મમ્મીએ ઘણા પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ.
એક દિવસ એ બોલી, ‘પપ્પા એક વાત કહું’
‘બોલ બેટા’
‘આજથી અથાણું બંધ’
‘વાહ બેટા, વાહ’
‘પણ એક શરત’
‘કઈ’?
‘તમારે પણ આજથી તમાકુ ગુટકા એકદમ બંધ કરવાના, છે મંજુર?
‘મંજુર’.
અને આઠ વર્ષની દિકરીએ પોતાના પપ્પાને વ્યસન મુક્ત કર્યા.
સહુને વંદન.
આભાર.
Good story. But one thing I do not understand is why eating non-veg is considered against religion. I am a Hindu and I do eat non-veg. I have lots of South and North Indian friends who are also Hindu and who also eat non-veg. In fact, I have a Nepalese friend who told me that it is quite common to eat non-veg in Nepal. People even eat Buffalo meat there! Nepal is a very old Hindu country with thousands of years old Hindu Tradition. Some old Hindu temples there are thousands of years old. Only cow meat is banned there.
Moreover, his father is a professor of history in a university there and he told me that he has studied several old Hindu scriptures and nowhere it is written that eating non-veg (except for cow meat) is against religion. No wonder why so many Hindus in other parts of India and the world eat it without any religious concerns. I don’t know when or how this idea of “You are not a Hindu if you eat meat” came in Gujarat.
Please don’t get me wrong. I am not a big meat lover. But I don’t believe it is wrong or against religion to eat it.
Good Stroy.
વાંચતા વાંચતા આંખોમાં આંસુ આવી ગયા એવી ભાવાત્મક રજુઆત… ધન્યવાદ સહુ ને આવિ દિકરિ જોઈએ
ઉપરોત લેખ ખુબજ ગમ્યો
આમય દિકરિ એટકે વહાલ નો દરિયો.
તમારો ખુબ ખુબ આભાર, ભાનદેવજિ, તમારા લેવલ નિ ક્રુતિ. અપ્રતિમ !!
ભગ્ય શલિ લોકો નેઘરે દિકરિ નો જનમ થય ચે
khub sari storiy lagi mane shiri bhandevji nu sarnamu apava vinati