દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ

[ ડૉ. પ્રવીણભાઈની કલમે આપણે અગાઉ ‘વિસલખાડીના સંસ્મરણો’ માણ્યા હતા. આજે તાજેતરમાં તેમણે કરેલ દુબઈ પ્રવાસને માણીએ. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

‘દુબઈ’ એક એવું નામ છે કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દુનિયાનાં ફરવાલાયક સ્થળોમાં દુબઈનું નામ અગ્રસ્થાને છે. વળી હમણાં જ થોડાક મહિનાઓ પહેલાં, દુબઈમાં દુનિયાનું સૌથી ઊંચું મકાન ‘બુર્જ ખલીફા’ બન્યું છે, એથી તો દુબઈ ખૂબ જ જાણીતું થયું છે. કુઆલાલામપુરના પેટ્રોનાસ ટાવર, શિકાગોનો સીયર્સ ટાવર કે ચીનના તાઈપેઈ બિલ્ડિંગ કરતાં પણ ‘બુર્જ ખલીફા’ વધુ ઊંચું છે. તેની ઉંચાઈ 828 મીટર અને માળની સંખ્યા છે 164. વળી આ મકાનના બાંધકામ વખતે એવી વ્યવસ્થા રાખી છે કે ભવિષ્યમાં દુનિયામાં બીજે ક્યાંય જો કોઈ આનાથી ઊંચું મકાન બાંધે તો દુબઈના આ મકાન પર થોડા વધુ માળ ચણીને ફરીથી તેને દુનિયાના ઊંચામાં ઊંચા બિલ્ડીંગનું બિરુદ અપાવી શકાય. આ બધું જાણ્યા પછી અમારી દુબઈ ફરવા જવાની ઈચ્છા પ્રબળ બની ગઈ. તેથી અમે કુટુંબના છ જણાએ દુબઈ જવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. દુબઈમાં રહેવા માટે હોટલો ઘણી મોંઘી છે, એટલે ટૂર ઑપરેટર દ્વારા જ જવાનું વધુ અનુકૂળ રહે. આવા એક પેકેજમાં અમે બુકીંગ કરાવી લીધું.

હવે થોડો દુબઈનો પરિચય મેળવી લઈએ. અમદાવાદથી દુબઈનું અંતર આશરે 2500 કિલોમીટર છે. અમદાવાદની પશ્ચિમે, અરબી સમુદ્ર પછી રણપ્રદેશમાં આવેલા આરબ દેશોમાં, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) નામનો એક દેશ છે. આ દેશનાં સાત રાજ્યોમાંનું એક દુબઈ છે. અબુધાબી, શારજાહ વિગેરે અન્ય રાજ્યો છે. દુબઈ શહેરનો વિસ્તાર આશરે 80 ચોરસ કિલોમીટર છે જે અમદાવાદની સરખામણીમાં થોડો નાનો કહેવાય. દુબઈની વસ્તી આશરે 20 લાખની છે જેમાં મૂળ અરબી લોકો તો માત્ર 20 ટકા જ છે, બાકીના 50 ટકા ભારતીયો અને 30 ટકા અન્ય પ્રજા છે ! રણપ્રદેશ હોવાથી અહીં વરસાદ તો ખાલી કહેવા પૂરતો જ પડે છે. અહીં નદી, નાળાં, કૂવા કે તળાવ છે જ નહિ. હા, બાજુમાં દરિયો ખરો. એથી જ પીવાનું પાણી પણ દરિયાના ખારા પાણીમાંથી મોટા પ્લાન્ટો દ્વારા શુદ્ધ કરીને મેળવાય છે. ખજૂરી સિવાય અહીં કોઈ ખેતીની પેદાશ નથી. એટલે શાક, અનાજ, કઠોળ, મસાલા – એમ બધી જ વસ્તુ બીજા દેશોમાંથી આયાત થાય છે. દૂધ માટે ગાયોનાં મોટાં ફાર્મ ઊભા કર્યાં છે અને ગાયો ઓસ્ટ્રેલિયાથી લાવીને વસાવી છે.

અબુધાબી તથા અન્ય રાજ્યોમાં પુષ્કળ ખનીજ તેલ નીકળે છે. તેલને લીધે સમૃદ્ધિ ખૂબ વધી છે. UAE માં આપણા જેવી લોકશાહી નથી. ત્યાં બધાં રાજ્યોમાં રાજાશાહી છે. ચૂંટણીઓ થતી નથી. દુબઈનો હાલનો રાજા શેખ મહોમ્મદ છે. રાજાની આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે – અમીરાત એરલાઈન્સ, મકાનોનાં ભાડાં અને ટૂરિસ્ટો. તમારે દુબઈમાં કોઈ ધંધો કરવો હોય કે કંપની ઊભી કરવી હોય તો રાજાની સરકાર સાથે કરાર કરવાના અને અમુક ટકા આવક સરકારને આપી દેવાની. આ સિવાય અન્ય કોઈ ટેક્સ નહિ, ઈન્કમટેક્સ નહિ, રોડ ટેક્સ નહિ, પાણી કે શિક્ષણ વેરો નહિ, કોઈ કનડગત નહિ, લાંચરુશવત કે ભ્રષ્ટાચાર નહિ, રાજા ખુશ અને પ્રજા પણ ખુશ ! હા, ગુનો કરો તો સજા ખૂબ કડક. આજીજી કરીને ગુનામાંથી છટકી ન શકાય. અહીં પોલીસખાતામાં એક શબ્દ ખૂબ પ્રચલિત છે, ‘माफी मुश्किल’ દુબઈમાં બાંધકામનો ધંધો તો તેજીમાં છે જ. આ ઉપરાંત સરકારે ઘણા નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. એટલે બીજા દેશોમાંથી લોકો કમાવા માટે દુબઈ તરફ દોડે છે. આવક તો સારી થાય છે, પણ વતનની યાદ કોને ન સતાવે ?

અહીં અરબી ભાષા ખરી, પરંતુ આરબો ય હિન્દી ભાષા શીખી ગયા છે, એટલે ભાષાની મુશ્કેલી પડતી નથી. અહીં ગુજરાતી જમવાનું પણ મળી રહે છે. અહીંના રાજા પાસે પૈસા ખૂબ છે એટલે છેલ્લાં પંદર વર્ષમાં લગભગ નવુ દુબઈ બાંધ્યું છે. જૂનું મકાન અહીં ક્યાંયે જોવા નહિ મળે. રસ્તાઓ પણ ખૂબ સરસ અને પહોળા. પાણીના રેલાની જેમ ગાડીઓ દોડે. સ્કૂટર કે બાઈકનું ચલણ છે જ નહિ. ગંદકીનું નામનિશાન નહિ એટલે શહેર સોહામણું લાગે. પણ ઉનાળામાં ગરમી સખત પડે. એપ્રિલ-મેમાં તો પારો 55 સે. સુધી પહોંચી જાય. આથી સીટીબસ માટેનાં બસસ્ટેન્ડ પણ કાચથી બંધ કરીને એ.સી. બનાવેલાં છે. દુબઈનું નાણું ‘દિરહામ’ છે. એક દિરહામ એટલે આશરે 12.50 રૂપિયા. રૂપિયાને દિરહામમાં કે ડૉલરમાં ફેરવવાનું અહીં ખૂબ આસાન છે. દુબઈમાં પેટ્રોલ, પાણી કરતાંય સસ્તુ છે. પાણી એક લિટરની બોટલના 2 દિરહામ જ્યારે એક લિટર પેટ્રોલ દોઢ દિરહામમાં મળે !

હવે કરીએ પ્રવાસની વાત ! અમદાવાદથી ઉપડેલા ‘અમીરાત એરલાઈન્સ’ના વિમાને અમને ત્રણ કલાકમાં તો દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારી દીધા. અમીરાતના વિમાનની એરહોસ્ટેસના યુનિફોર્મમાં માથા પર ખાસ પ્રકારનો સાફો હોય છે જેની તરફ નજર ગયા વિના રહે નહીં. દુબઈનું એરપોર્ટ ઘણું વિશાળ છે. દુનિયાનાં સારાં એરપોર્ટની કક્ષાનું ગણી શકાય. દુબઈમાં અમારું બુકિંગ હોટલ ‘ડોલ્ફીન’માં હતું. ત્યાં અમને લેવા આવેલા ભાઈ ગાડીમાં અમને હોટલે દોરી ગયા. ટૂર ઓપરેટરે એક મોમેન્ટો આપી અમારું સ્વાગત કર્યું.

હોટેલમાં થોડો આરામ કરી, તાજામાજા થઈ, સૌપ્રથમ અમે દુબઈ મ્યુઝીયમ જોવા ગયા. તે નજીક હોવાથી અમે ચાલતા ગયા. દુબઈની બજારો આપણા મુંબઈ જેવી લાગે પણ અહીં સ્વચ્છતા અને વ્યવસ્થિતતા ખૂબ જ જોવા મળે. મ્યુઝિયમમાં જૂનાપુરાણા દુબઈનું જીવન, બજારો, મકાનો, ધંધા વગેરેનાં પૂર્ણ કદનાં મોડલ મૂકેલાં છે. આ બધું જોઈને પુરાણા દુબઈની તાસીર મનમાં ઉપસવા લાગી. સાંજે ‘ધાઉ ક્રૂઝ’ની સહેલગાહે નીકળ્યા. દુબઈમાં શહેરની વચ્ચેથી પસાર થતી અને દરિયા સાથે જોડાતી એક કૃત્રિમ ખાડી બનાવવામાં આવી છે. આ ખાડીમાં ધાઉ ક્રૂઝ નામની બે માળની બોટની સફર ખૂબ જ રોમાંચક છે. અંધારુ થયા પછી, ખાડીની બંને બાજુ રોશનીમાં ઝળાંહળાં થતા દુબઈનું દર્શન ખૂબ જ મનોહર લાગે છે. જાણે કે સ્વર્ગીય દુનિયામાં આવી ગયા હોઈએ એવું લાગે ! રાત્રિભોજન પણ બોટમાં જ રાખવામાં આવ્યું હતું. બોટમાં બે કલાક જેટલું ફરીને અમે હોટલ પર પહોંચ્યા.

બીજે દિવસે દુબઈ-દર્શન એટલે કે ‘સીટી ટુર’ હતી. ડ્રાઈવર સાજીદ ગાડી સાથે સમયસર આવી ગયો. તે ચાલુ ગાડીએ જોવાલાયક સ્થળોનું વર્ણન કરતો જતો. તેને હિન્દી સરસ આવડતું હતું. સ્વભાવનો પણ ઘણો જ સાલસ હતો. દુબઈના બે ભાગ છે; એક ‘બરદુબઈ’ અને બીજું ખાડીની સામે આવેલું ‘ડેરાદુબઈ’ આ બંનેને જોડતો રસ્તો, ખાડીની નીચે બનાવેલી ટનલમાંથી પસાર થાય છે. ત્યાં ખ્યાલ પણ ન આવે કે આપણે ખાડીની નીચે છીએ ! ડેરાદુબઈમાં ‘ગોલ્ડ સુક’ના નામે જાણીતું સોનાનાં ઘરેણાનું ખૂબ મોટું બજાર છે. દુનિયાભરના પ્રવાસીઓને અહીંથી ઘરેણાં ખરીદવાનું મન થઈ જાય છે, ભારતીયોને તો ખાસ ! ‘જુમેરા રોડ’ એ દુબઈનો ખૂબ જાણીતો રોડ છે. ત્યાં આગળનો દરિયાકિનારો ‘જુમેરા બીચ’ તરીકે ઓળખાય છે. અહીં દરિયાનું પાણી એટલું સ્વચ્છ અને ક્રીસ્ટલ જેવું છે કે તળિયું એકદમ સ્પષ્ટ દેખાય. એમ થાય કે અહીં દરિયામાં બેસીને નાહ્યા જ કરીએ…. આ બીચ આગળ ‘બુર્જ અલ અરબ’ નામની શઢ આકારની હોટલ આવેલી છે. આ હોટલ દુબઈની શાન છે. 30 માળની આ હોટલમાં નાસ્તો કરવાનો ભાવ જ 350 દિરહામ (આશરે 4300 રૂ.) છે ! ત્યાં રાત્રે રહેવાના ભાવની તો વાત જ શું કરવી ! અહીં છેક ઉપર હેલિપેડ બાંધેલું છે. આગળ જતાં ‘જુમેરા પામ આઈલેન્ડ’ અને હોટલ એટલાન્ટીસ છે. પામ આઈલેન્ડ એ સમુદ્ર પર કૃત્રિમ રીતે બનાવેલ રસ્તા અને મકાનોનો ટાપુ છે. હેલિકોપ્ટરમાંથી જોઈએ તો આખો આકાર ખજૂરીના ઝાડ અને તેની ડાળખીઓ જેવો લાગે. હોટલ એટલાન્ટિસમાંનું એક્વેરિયમ (માછલીઘર) અદ્દભુત છે. જાણે કે આપણે દરિયામાં ઉતરીને બાજુમાંના સમુદ્રને જોતા હોઈએ એવો ભાસ થાય. રાજા મહોમ્મદનો મહેલ તો ભવ્યાતિભવ્ય હોય જ. અમે તેને બહારથી નિહાળ્યો. દુબઈમાં મેટ્રો ટ્રેન અને મોનો રેલ છે, તે ક્યાંક ક્યાંક દેખા દઈ દે છે.

‘સીટી ટુર’ પૂરી થયા પછી સાંજના ‘બુર્જ ખલીફા’ જોવા ગયા. દુનિયાના ઊંચામાં ઊંચા મકાનની સાવ બાજુમાં ઊભા રહેતાં મનમાં એક જાતનો રોમાંચ થયો. ત્યાં ઉપર જવાની મનાઈ છે, નહીં તો રૂ. 1200ની ટિકિટ લઈનેય ઉપર જરૂર ગયા હોત ! તેની સામે એક તળાવમાં મ્યુઝિકલ ફુવારા ગોઠવવામાં આવ્યા છે. સંગીતના તાલે ફુવારા ડોલે અને ખૂબ ઊંચે ઊડે, પણ પેલા મકાનની ટોચ સુધી પહોંચવાનું તેમનું ગજુ નહિ ! સાંજનો સમય હતો, ખૂબ જ સહેલાણીઓ આવ્યા હતા. એકાદ કલાક અહીં બેસી, બાજુનો દુબઈ મૉલ જોઈ, મનમાં આનંદ ભરીને હોટલ પર પહોંચ્યા.


ત્રીજે દિવસે સવારે મેટ્રો ટ્રેનમાં ‘અમીરાત’ મૉલ જોવા ગયા. આ મૉલમાં એક ‘સ્નો પાર્ક’ બનાવ્યો છે. તેમાં માઈનસ ત્રણ સે. જેટલું તાપમાન જાળવી રાખવામાં આવ્યું છે. તેની સો દિરહામ ટિકિટ છે. જાકીટ અને બૂટ પહેરીને અંદર જાવ એટલે જાણે કે દક્ષિણધ્રુવના બરફ પર ફરતા હોઈએ એવો અનુભવ થાય. અહીં ટાયર કે પ્લાસ્ટીકના પતરા પર બેસી બરફ પર સરકવાની તથા રોપ-વેની મજા કંઈ ઓર જ છે ! બપોર પછીનો પ્રોગ્રામ હતો ‘ડેઝર્ટ સફારી’. ખૂબ જ દિલધડક અનુભવ રહ્યો. દુબઈથી પચીસેક કિલોમીટર દૂર રેતીના રણમાં, ઊંચાનીચા ઢુવા પર, લેન્ડક્રુઝર ગાડી રેતીમાં દોડતી જાય, એકદમ ઢાળ પર ચડે, ઊતરે, ત્રાંસી દોડે અને રેતીના ઢગલાની કિનારી પર દોડે….. કેવી મજા ! એ પછી રણમાં બનાવેલી ઝૂંપડીઓમાં ખજૂરથી સ્વાગત, ચા, કોફી, કોલ્ડડ્રીંક અને ડીનર અને છેલ્લે લટકામાં અરબી લોકોએ યોજેલ મનોરંજક કાર્યક્રમ. જિંદગીની આ ખૂબ જ યાદગાર ક્ષણો રહી. ‘ડેઝર્ટ સફારી’ એ દુબઈનું મોટામાં મોટું આકર્ષણ લાગ્યું. એ પછી અમે દુબઈ મ્યુઝીયમ પાછળ આવેલાં શ્રીનાથજી અને શિવમંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ બજારોમાં ફર્યા અને ખરીદી કરી.

પાંચમા અને છેલ્લા દિવસે, દુબઈથી 150 કિલોમીટર દૂર આવેલ ‘અલ એન’ શહેર જોવા ગયા. ત્યાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝીયમ અને ટેકરીઓ પર આવેલ ગરમ પાણીના ઝરા જોયા. પ્રાણીસંગ્રહાલયમાં ડાયનોસોર પાર્ક ગમ્યો. અમે રસ્તામાં એક વિશેષ બાબત એ નોંધી કે અહીં એક શહેરથી બીજા શહેર જવાના આખા રસ્તા પર લાઈટોની વ્યવસ્થા હતી, જે સામાન્યત: આપણે ત્યાં નથી હોતી. છેવટે અમારો દુબઈ પ્રવાસ પૂર્ણ થયો. રાત્રે વિમાનમાં બેસીને સવારે તો અમદાવાદ પહોંચી ગયા ! દુબઈ એકવાર જોવાલાયક તો ખરું જ, એમ લાગ્યું. ખાસ તો ત્યાંની સ્વચ્છતા, સુઘડતા, મકાનો, ડેઝર્ટ સફારી, સ્નો પાર્ક, બુર્જ ખલીફા, જુમેરા બીચ, પામ આઈલેન્ડ, એકવેરિયમ અને મિલનસાર સ્વભાવના લોકો – આ બધું મગજની મેમરીમાં કંડારાઈ ગયું છે અને હંમેશા યાદ રહેશે.

વિશેષ નોંધ : ‘અલ એન’ શહેર જોવા જવાને બદલે, અબુ ધાબી જોવા જવાનું પસંદ કરી શકાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરી – ભાણદેવ
સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે Next »   

27 પ્રતિભાવો : દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ

 1. કુણાલ says:

  મજાનુ વર્ણન … ટૂંકા લેખમાં જાણે ઘણી બધી વાતો કહી દીધી !! … એક અનોખો પ્રવાસવર્ણન લેખ …

 2. nayan panchal says:

  સરસ મજાની દુબઈ યાત્રા કરાવી દીધી. જીવનમાં એકવાર તો દુબઈ જરૂર જઈશ.

  ખૂબ આભાર,
  નયન

 3. hardik says:

  Please google John Hari or Dark Side of Dubai..

  In a no way i meant that Dubai is not the place to visit or give a negative feeling about the place. But there are some tears behind that glitter..

 4. Ashok Jani says:

  હું UAE માં ૧૯૯૧ માં ૬ મહિના રહ્યો છું ત્યારે પણ દુબઇ તે વખતના ભારત કરતાં ચોખ્ખાઇ વ્યવસ્થા અને કાયદાની જાળવણી જેવી બાબતે ઘણું આગળ હતું, આ વાંચી બધું યાદ આવી ગયું. એક સુધારો કરવા જેવો લાગે છે, નો મતલબ મારી જાણ મુજબ ” માફી નહીં આપવી” તેવો નહીં પણ ” મુશ્કેલ નથી” તેવો થાય છે.

  પ્રવાસ લેખ મુદ્દાસરનો અને માહિતીસભર લાગ્યો…….

 5. SANDIP PATEL says:

  I am working in Abudhabi,in Emirate steel ind as process engineer,regardig this article it is too nice ,i visited Dubai many times,but INDIA IS INDIA,

 6. dhwani says:

  khubaj saras lekh. I m staying in sharjah from 6 years and very happy to say that, this is the place where every indian can stay with there culture.

 7. Mitali says:

  Its very nice and detailed article. I am definetly thinking about visiting dubai.

 8. Rakesh Patel says:

  I worked in Abu Dhabi for 2 years and 6 months back I moved to Doha. I am feeling that Dubai/Abu Dhabi are better places to stay/visit then other gulf cities. Good article.

  And Ashok Jani is right, “Maafi Mushkil” means “No Problem”.

 9. વિનોદ (સિડની - ઓસ્ટ્રેલીયા) says:

  ખુબ જ સરસ લેખ. આપના લખ્યા મુજબ દુબઈમાં રહેવા માટે હોટલો ઘણી મોંઘી છે, એટલે ટૂર ઑપરેટર દ્વારા જ જવાનું વધુ અનુકૂળ રહે. તો એ અંગે વધુ માહિતી આપો તો સારૂં. કયા ટૂર ઑપરેટર ના પેકેજમાં તમે ગયેલા એ જણાવશો.

 10. @indianguy says:

  Well written article. I’ve visited Dubai in Nov 2009 and it was an amazing experience. I pretty much visited all the places mentioned in this article. Desert Safari is once in a life time experience. I’d recommend Big-Bus tours for sight scene in Dubai. Due to recession the hotel prices have decreased drastically. You can get the good deals for hotels on booking.com.

 11. Kakasab says:

  સુંદર રજુઆત સાથેનો આર્ટીકલ…..!

  હજુ પણ ઘણી જગ્યાઓ લેખક ભુલી ગયા છે, ઉદાઃ દુબઈ મોલ, ઈબ્ન બતુતા મોલ જે દુબઈની શાન તરીકે ઓળખાય છે. દુબઈ મોલને તો દુનિયાના સહુથી મોટા શોપીંગ મોલનું બીરૂદ મળી ચુક્યુ છે. તે ઉપરાંત વાઈલ્ડ-વાડી, દુબઈ એક્વેરીયમ, દુબઈ ઝુ, ફુજેરાની પહાડીઓ, ખોર-ફકાનના સંખ્યાબંધ બીચ, હટ્ટાનુ રણ, અજમાન બીચ વગેરે અનેક જોવાલાયક સ્થળો છે.

  ઉપરાંત અનેક ભાગોમાં વહેંચાયેલી દુબઈ સીટીઓ, જેમકે ઈન્ટરનેટને લગતા વ્યાપાર તેમજ સંશોધન લેબ માટે ઈન્ટરનેટસીટી, પ્રિન્ટમીડીયા અને વિજ્યુઅલ માટે મીડીયાસીટી, સ્પોર્ટસ અને રી-ક્રિએશન માટે સ્પોર્ટ્સસીટી, ફીલ્મ અને ટીવી શુટીંગ માટે સ્ટુડીયોસીટી જેવા અને આકર્ષણ દુબઈમાં છે.

 12. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Nice article… loved the way you have provided details with pictures. Looking forward to many more such articles.

  Ashish Dave

 13. જય પટેલ says:

  શ્રી પ્રવિણ શાહનું પ્રવાસ વર્ણન હંમેશા માહિતી સભર રહ્યું છે.

  દુબઈના શાસક શેખ મોહમ્મદને તાંજેતરમાં જ યુએઈની સેંટ્રલ બેંકે કટોકટીમાંથી ઉગાર્યા છે.
  ૪-૫ બિલીયન ડૉલરના બોંડ મેચ્યોર થતાં તેની ચુકવણીના નાણાં ન્હોતા અને નાદારીના
  દ્વારે દુબઈ હતું. યુઈએની સેંટ્રલ બેંકે અનિચ્છાએ પશ્ચિમના દેશોના દબાણ હેઠળ ગેરેંટી આપી.
  દુબઈ બૉંડ ક્રાઈસીસ વેળાએ દુનિયાભરના શેર બજારો તુત્યાં હતાં.
  દુબઈનો ખલીફા બુર્જ…પામ આઈલેંડ બાંધનારી કંપનીઓ પશ્ચિમની છે…!!

  દુબઈની કહેવાતી ચમક – દમક પાછળની કાળી બાજુ કાળજુ કંપાવનારી છે.

  ઘણી વાર નરી આંખે દેખાતું સત્ય આભાસી હોય છે.

  • Vivek Buch says:

   Dubai is nothing but it is “Show Business”….

   It looks good for 10-15 days but if u will stay here then you will come to know about the “Reality’…

 14. Nitin says:

  માનનીય સાહેબ ,

  રીડ ગુજરાતી વેબસાઈટ ઉપર આપનો લેખ દુબઈના પ્રવાસે વાંચ્યો.પ્રથમ તો આપ શ્રી નો ખુબ આભાર કે માત્ર પ્રવાસ જ ના કર્યો પણ દુબઈ પ્રવાસનું વર્ણન આપ શ્રી એ રીડ ગુજરાતીના મધ્યમ થી અમારા જેવા વાંચકો સુધી પહોચાડ્યુ છે.ખરેખર ખુબ જ સરસ રીતે દુબઈ વિષે ઉપયોગી માહિતી આપ શ્રી એ આપના પ્રવાસ વર્ણન મા કરી છે.ઘણી બાબતો જે દુબઈ વિશે જાણતો ન હતો તે આપના લેખ દ્વારા જાણવા મળી.દુબઈમાં પાણી ની એક બોટલ ના ૨૫ રૂ અને ૧ લિટર પેટ્રોલ ના ૧૮ રૂ કિમંત સાંભળી અચરજ થયું. પ્રવાસ વર્ણનની શૈલી ખુબ જ સરસ ,સરળ છે. ચિત્રો સાથે ની માહિતી વાંચવાનો અનેરો આનંદ આવ્યો.મને પણ વાંચતી વખતે એવી અનુભતી થતી હતી કે જાણે હુ પણ દુબઈ નો પ્રવાસ કરી રહ્યો હતો. દુબઈ વિશે ખુબ જ સરસ માહિતીપ્રદ લેખ આપવા બદલ આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. આમ પણ મને પ્રવાસ વર્ણનો વાંચવા વિશેષ ગમે છે.
  દુબઈ નુ વર્ણન વાંચી ને તો એવુ લાગ્યુ કે લોકશાહી કરતા રાજાશાહી દ્વારા રાજ્ય વ્યવસ્થા બહુ જ સુચારૂ રૂપે ચાલી શકે. મ્રુગેશભાઈનો પણ આવા સરસ લેખો રીડગુજરાતી માધયમ દ્વારા વાંચકો સુધી પહોંચાડવા બદલ ખુબ આભાર.

  આભાર સહ,
  નિતિન એલ. પટેલ
  વડગામ

 15. Kavita says:

  I just came back from Dubai two days ago. My view is that Dubai is good at first sight but when you talk to local residence, you realise that ” Chamake aetlu sonu nathi hotu.” Yes there are lots of things which are very good.
  World famous Palm is really having problems. Most of the towers are un occupied. Everywhere you go you will see unfinished construction sight. It is not as goog as it made out to be. Its iok to visit once and have a feel of it.

 16. Kavita says:

  I just read an article in today’s (12 April) Divya Bhasker, under the heading of Abhivyakti about Dubai. I suggest everyone should read it. It is an eye opening article and let us see the reality. http://www.divyabhaskar.co.in.

 17. rams says:

  દુબઈમા દુનિયના ઉત્તમ ડાનસ બાર છે. અને દુનિયાનિ તમામ પ્રકારનિ ખાવાનિ રેસ્તૌરન્ટ ફક્ત દુબઈમા જ છે. વધુમા ત્યનો DRAGON MALL પણ જોવાલયક છે.

 18. Hitesh Sodagar says:

  પોલિસ માફિ મુસ્કિલા અત્લે કોઇ વન્ધો નહિ.

  દુબઇ જોવા માતે ૧૦ દિવસ જોવે. હોતેલ મ નહિ રહેતા ત્યા વેીક્લિ ભાદા પર મકાન મલે ચે.

 19. hi thaks tamaru pushatakiy varna mane gami yu….pan hu 1 1/2 year thi aa hi ra hu chu ….dubai nu var na kar ta riyal ma dubai juye to vadhare maja aave che……tamara pryasho gana shara che……mane khabar nahati ke maru fucher dubai ma che….mara lagan thaya ne hu aa hi aavi ne vashe….mane laga tu nathi ke hu shache shapana ma nathi…….i love dubai…shweta mewada (dubai)

 20. Sanjay says:

  Mafi Muskil = No problem,
  i am working in this countries from last 10 years, what ever is mention here is , very good but behind this “CHAMAK OF DUBAI” is very bad. for as a turist its ok but to stay there, very bed.
  Dungar dur thi Radiyamna.

 21. pranav patel says:

  very good article. i appreciate to take care of small things for visit dubai places. i am working with airline industries so i make one note that emirates is one of the best airlines in the world. and in dubai its a major participation of indians to develop of dubai.

 22. Nidhi Shah says:

  હમણાં BBC ઉપર દુબઈ વિશે Documentary જોઈ…દુબઈની આ ચમક-દમક પાછળ હકીકત કાળજું કંપાવી દેનારી છે. અહી લાખો ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંન્ગ્લાદેશીયો construction અને છુટ્ક મજૂરીની જોબ કરે છે.. આ લોકો જેવા દુબઈ એરપોટ પર આવે કે તેમના પાસપોટ્ર્ construction company રાખી લે છે જેથી તેઓ પોતાને વતન પાછા ના ફરી શકે. સખત ગરમીમાં ૧૪-૧૫ કલાક કામ કરાવામાં આવે છે, જ્યારે tourists ને ગરમીમાં ૫ મિનીટથી વધારે ઉભા ન રહેવાની સલાહ આપે છે.

  http://www.independent.co.uk/opinion/commentators/johann-hari/the-dark-side-of-dubai-1664368.html

 23. Naresh Badlani says:

  This article is Impressive but for them who never came in dubai. I am living in dubai from past 10 years.but believe me it is the place for touriest not for peaceful life.No one place like India.If u have money Dubai has lots of way for spending.All Luxuriescar,HOtel,Shopping,Wine everything is here but one thing is ALWAYS MISSING THAT.peace of mind.If u have Money come once n dubai but scared to live ever here.

  By the mafi Mushkil means………NO PROBLEM….

 24. PRAKASH PATEL says:

  Dear Pravibhai
  Dubai nu tamaru varnan joy ne khub maja aavi……khoob saras……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.