પતંગિયાને પાંખ ફૂટી છે…… – ધ્રુવ ભટ્ટ

[‘વિચારવલોણું’માંથી સાભાર.]

પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.

કોઈ અમારાં કંઠે મીઠાં ગીત મૂકે છે જેમ
ફૂલ ફૂલ પર રંગ રંગની ભાત ભરે છે એમ

ઝરમરતાં ટીપાં તો આખા વાદળની સોગાત ધરે છે.
પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે.

ક્યાંક ખીલ્યાં છે ફૂલ હસે છે વગડો જોને આખો
ગીત ગાય છે ઝરણાં જોને પંખી ખોલે પાંખો

ચાંદલિયાની ટોળી સહુને નવતર નવતર વાત કહે છે.
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૃષ્ટિ સાથે માણસનો આત્મીય નાતો – વિનોબા ભાવે
તત્વ – સંકલિત Next »   

2 પ્રતિભાવો : પતંગિયાને પાંખ ફૂટી છે…… – ધ્રુવ ભટ્ટ

 1. સુંદર કાવ્ય…..

 2. shah mardav says:

  કવિતા તમરિ બહુ સરસ ૬.
  મને ઍક લેખ મહેર્બ્આનિ કરિને મોક્લો.
  i am mardav shah & student of college.
  email id:shahmardav1508@gmail.com
  shahdhunal@yahoo.com
  u send me before 15th april..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.