બીકણ સસલું – રમણલાલ સોની

સસલું કહે છે : ‘પળે પળે શું મારે બીતાં રહેવું ?
ધૂળ જેવું આ જીવ્યું : એને જીવ્યું શાને કહેવું ?

આમથી ઓલો બિવડાવે ને તેમથી ડારે પેલો,
ખાવું પીવુંય રુચે નહીં, હું જીવતાં છતાં મરેલો !

શા સારું આ દુ:ખ વેઠવું ? ચાલ પડું જઈ જળમાં,
મરું મજેથી ડૂબી નદીમાં, દુ:ખ શમાવું પળમાં !’

નદી કિનારે દેડકાં કેરી સભા મળી’તી ત્યારે,
સસલાના પગસંચારે ત્યાં નાસભાગ થઈ ભારે !

નાઠાં સૌ જળમાં સંતાયાં : સસલું પડ્યું વિચારે,
‘હું સમજું કે હું જ એકલું બીકણ છું સંસારે !
પણ નાં, બીજાં પણ બીએ છે મારા પગ સંચારે !

મારા મનથી બીજા બળિયા, બીજાના મનથી હું,
તો શરમિંદા થઈ મારે, મરવાનું કારણ શું ?

બીક અને બહાદુરી બંને એક જ બીજનાં નામો
જીવવું એ જ ખરું, મરવાનો શીદ કરું હંગામો ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તત્વ – સંકલિત
મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ Next »   

7 પ્રતિભાવો : બીકણ સસલું – રમણલાલ સોની

 1. મને મારાં બાલ કથાગીતોના સર્જનમાં સ્વ. રમણલાલ સોનીનાં બાલ કથાગીતોમાંથી પણ પ્રેરણા મળી છે. એમણે સર્જેલું સાહિત્ય અમર છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપો.
  ‘વાર્તા રે વાર્તા” નામના મારા રસ-લહાણી કરતાં બાલ કથાગીતોના અપ્રગટ પુસ્તકમાંથી આજથી નીચેના બ્લોગ પર પોસ્ટ કરવા માંડ્યો છું. આશા છે બાલ કથાગીતો સૌ કોઈને ગમશે.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  Blog: http://www.girishparikh.wordpress.com

 2. જિજ્ઞેશ શનિશ્વરા says:

  કેવી સરસ વાત કેવી સરળતાથી કહી છે.
  જિંદગીમાં ઉતારવા જેવી વાત.

 3. Vikas says:

  ખુબ સર્ સ

 4. The poem, though simple in appearance, is very good and illustrative. May the soul of Shri Ramanlal
  Soni rest in peace.

 5. ઈન્દ્રેશ વદન says:

  ઉત્તમ.. અતિઉત્તમ…!!

 6. vishal shah says:

  જિન્દિગિ નુ એક સત્ય …

 7. Viral says:

  બીક અને બહાદુરી બંને એક જ બીજનાં નામો
  જીવવું એ જ ખરું, મરવાનો શીદ કરું હંગામો ?’

  – બહુ જ ઉંડી વાત કરી છે કવિએ અંહિ. જીવન મા આવતી મુશ્કેલી કે હાર થી ભાગવા ને બદલે તેના થી લડવું જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.