મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ

પામ્યા તેને માપ્યું નહીં
ને માપીને ના પામ્યા,
માણ્યું તેનું ગાણું નહીં
ને રહ્યું તેની ખજવાળ
………………….. મન તું ભીતરને અજવાળ

વરસ્યું એથી વિશ્રામ નહીં
ને કોરાનો કચવાટ,
મળ્યું તેની મસ્તી નહીં
ને ખૂટ્યું તેનો કકળાટ
………………….. મન તું ભીતરને અજવાળ

ઝંખતા ઝંખતા ઝાંખ પડી
ને શોધતાં શોધતાં સાંજ,
જડ્યું તેને જાળવ્યું નહીં
ને ખોયું તેનો ચચરાટ
………………….. મન તું ભીતરને અજવાળ

ગાયું તે તો ગીત નહીં
ને સુણ્યું નહીં સંગીત
અલખના જ્યારે સૂર રેલાયા
સૂનો હતો દરબાર
………………….. મન તું ભીતરને અજવાળ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બીકણ સસલું – રમણલાલ સોની
ઘંટી – જોસેફ મેકવાન Next »   

9 પ્રતિભાવો : મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ

 1. Natubhai Chauhan says:

  મન તુ ભીતરને અજવાળ, આ કાવ્ય ઘણુ જ ઊડાણવાળુ છે. આપણી પ્રાપ્તિને આપણે જાણતા નથી તેની સુદર વાત ડો. વસઁત પરીખે માર્મિક રીતે સમજાવી છેઃ “પામ્યા તેને માપ્યું નહીં”. -નટુભાઈ

 2. જિજ્ઞેશ શનિશ્વરા says:

  વરસ્યું એથી વિશ્રામ નહીં
  ને કોરાનો કચવાટ,
  મળ્યું તેની મસ્તી નહીં
  ને ખૂટ્યું તેનો કકળાટ

  – હવે કશું કહેવાનું બાકી રાખ્યું છે ખરું?
  જીવનમાં ઉતારવું અઘરું છે, પણ જો એટલું આવડી જાય, તો જીવન સુંદર બની જાય.

 3. Very very touching and penetrating into our heart, the poem shows how even a simple poem can
  teach us a lot.

 4. મળ્યું તેની મસ્તી નહીં
  ને ખૂટ્યું તેનો કકળાટ

  અદભૂત શબ્દો.

 5. જગત દવે says:

  ‘ગમતાનો કરીયે ગુલાલ’ ને યાદ અપાવતી સરસ રચના.

  એક હિન્દી રચના પણ યાદ આવે છે.

  “बहोत दिया देनेवाले ने तुजको आंचल में ना समाये तो क्या कीजे.

  बित गये जैसे ये दिन रैना बाकी भी कट जाये दुआ कीजे”

 6. Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

  ચાર લાઈન ની પંક્તિમા આખા જીવનનો ભાવાર્થ..

  મળ્યું તેની મસ્તી નહીં
  ને ખૂટ્યું તેનો કકળાટ

  જડ્યું તેને જાળવ્યું નહીં
  ને ખોયું તેનો ચચરાટ

  ખુબજ સુંદર.

 7. ઈન્દ્રેશ વદન says:

  અતિ ઉત્તમ..

 8. Jadwani B. L. says:

  very impresive, delighting, touching and pointing to basic things in meaningful living, poem from heart.

 9. Maitri says:

  vasant dada was such a nice person. and his all craetions are so awesome… Missing you dad…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.