ગઝલ – આબિદ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

અમે વાટ જોઈ વળાંકે વળાંકે,
અને આશ ખોઈ વળાંકે વળાંકે.

ન આગળ જવાયું, ન પાછળ જવાયું,
પછી આંખ રોઈ વળાંકે વળાંકે.

અમે નીકળ્યા એક એવા ભરોસે,
પ્રતીક્ષા કરે કોઈ વળાંકે વળાંકે.

મને કંઈ ખબર ના કે મેળાપ શું છે ?
ખમી મેં જુદાઈ વળાંકે વળાંકે.

કદી શબ્દ મરહમ બનીને ના આવ્યા,
અમે આંખ લોઈ વળાંકે વળાંકે.

હતો સ્વર્ગનો ઢોળ ઝાઝો ટક્યો ના,
ગઈ જોનવાઈ વળાંકે વળાંકે.

થયું અંતમાં એમ કે લાગણીને,
નકામી વલોઈ વળાંકે વળાંકે.

સતત ચાલવાનું અહીં આગ પર છે,
જશે વીર કોઈ વળાંકે વળાંકે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લખાય છે – ભરત વિંઝુડા
કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા Next »   

7 પ્રતિભાવો : ગઝલ – આબિદ ભટ્ટ

 1. aniruddhsinh says:

  જિવનની વાસ્તવિકતાઓને વર્ણવતી સુંદર ગઝલ.

 2. Ashok Jani says:

  જીવનના દરેક વળાંક આપણી સામે આશ્ચર્ય બનીને આવતાં હોય છે અને સીધીસટ જિંદગી તો આમે ય કોઇને નથી ગમી…!!સરસ ગઝલ…!!! આબિદભાઇ ની ગઝલમાં કાફિયા દોષ…!!! કંઇક અજુગતું લાગે છે…….

 3. ખુબ સુન્દર … ગઝલ ગમિ

 4. Amy says:

  જીવનના દરેક વળાંક આપણી સામે આશ્ચર્ય બનીને આવતાં હોય છે અને સીધીસટ જિંદગી તો આમે ય કોઇને નથી ગમી…!!સરસ ગઝલ…!!! આબિદભાઇ ની ગઝલમાં કાફિયા દોષ…!!! કંઇક અજુગતું લાગે છે…….

 5. Mitesh Desai says:

  ખરે ખરે વાસ્તવિકતા……………. કઇક આવુજ બન્યુ છે, મારા મિત્ર ના જેીવન મા

 6. ABHIIJEET PANDYA says:

  ગઝલ સુંદર છે. પરંતુ એક વાતનું ધ્યાન દોરવાનું મન થાય છે. ગઝલમાં છંદ બરોબર નિભાવ્યો છે.પણ અમુક જગ્યાએ કાફીયાદોષ
  જોવા મળે છે. લગાગા લગાગા ના આવર્તનોમાં કાફીયાને ” ગાગા ” તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

  પ્રતીક્ષા કરે કોઈ વળાંકે વળાંકે

  ઉપરોક્ત પંક્તિમાં કાફીયાની પહેલાનો અક્ષ્રર ‘ગા’ થતો જોવા મળે છે. જેથી લગાગા લગાગાગા થતું જોવા મળે છે.

  આ ઉપરાંત જોઇ, રોઇ, ખોઇ કાફીયાઓ સાથે જુદાઇ અને નવાઇ કાફીયાનો મેળ બેસતો નથી. કાફીયાઓ “ઓ” કારાંતી છે. જ્યારે
  નવાઇ અને જુદાઇમાં “આ” કારાંતી થતા જોવા મળે છે. સુધારો કરવા વિનંતિ.

  અભિજીત પંડ્યા ( નવોદિત ગઝલકાર , ભાવનગર ).

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.