કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા

[ગોપી]
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે,
આવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પૂછનાર રે…. જશોદા

છીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને દ્વાર રે,
માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રે….. જશોદા

ખાં ખાં ખોળા કરતો હીડે, બીહે નહીં લગાર રે,
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે….. જશોદા

વારે, વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે,
નિત્ય ઊઠીને અમે ક્યમ સહિયે, વસી નગર મોઝાર રે…. જશોદા

[જશોદાજી]
આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે,
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે… આડી….

મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો ન બહાર રે,
દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે…. આડી….

શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,
નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે….. આડી….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – આબિદ ભટ્ટ
કુપાત્રની પાસે – ગંગાસતી Next »   

3 પ્રતિભાવો : કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા

 1. Shailesh Pujara says:

  સ્કુલ ના દિવસો યાદ આવી ગયા.

 2. trupti says:

  કાનુડા ના ભજન હોય ને માણસ ભ્કતિમય ન થાય તો જ નવાઈ. ક્રુષ્ણ જ એક એવા ભગવાનછે જેને તમે લડાવવા હોય તેટલા લાડ લડાવી શકો અને તુંકારે બોલાવી શકો, તે તમને કોઈ પણ સ્વરુપે પોતીકાજ લાગે.

  મારા શ્રીનાથજી ને સોના ની ધંટી, તેમા દળાય નહીં બાજરો ને બંટી.
  સાકર દળુ તો ઉડી ઉડી જાય, કેસર દળુ તો સામગ્રી થાય……..મારા……..

  માડિ તારા કાન ને એવી ટેવો, જયા જાઉ ત્યાં વાહે ને વાહે ફરતો,
  હરતો જાય, ફરતો જાય, ગોપિઓ ના માટલા ફોડતો જાય………મારા………..

  ઘેરે આવી ને એતો માખણ માંગે, માખણ આપુ ત્યારે મિસરી રે માંગે,
  ખાતો જાય, ખવડાવતો જાય, માંકડા ને ઘરમા ઘાલતો જાય………..મારા………..

  બેચાર ગોવાળિયાને સાથે લઈને, વન મા જાય એતો મસ્તાનો થઈને,
  કાળી કાળી કાંબળી ઓઢતો જાય, કાળી ધોળી ગાંવડી ચરાવતો જાય……..મારા………….

  સત્સંગ હોય ત્યાં આવી ને બેસે કોઈના જાણે તેવા છુપ્પા વેસે,
  ઝાલતો જાય, ઝુલાવતો જાય, વૈષ્ણવો ને દર્શન દેતો જાય……….મારા…………

 3. anish says:

  આ વાર્તા ખુબ સરસ ચ્હે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.