કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે,
સમજીને રહીએ આપણે ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે…. કુપાત્રની પાસે….

ભજની જનોએ ભક્તિમાં રે’વુંને,
કરવો સ્મરણ નિરધાર રે……
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવો સુરતા કેરો તાર રે……. કુપાત્રની પાસે…..

ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે,
ગાળી દેવો રે તેનો એવો મોહ રે,
દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે…….કુપાત્રની પાસે…..

સંશય ટળે ને મનડું ગળે ને રે
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
પાત્રને જોઈને ઉપદેશ કરવો રે,
સમજીને રહીએ આપણે ચુપ રે…..કુપાત્રની પાસે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાનુડાને સાદ કરી – નરસિંહ મહેતા
મારામાં જીવતું મારું ઘર – મનસુખ સલ્લા Next »   

3 પ્રતિભાવો : કુપાત્રની પાસે – ગંગાસતી

  1. Paresh says:

    સુંદર ભજન.

  2. Uma says:

    bahu j saras bhajan chhe.redio par aavar navar sambhalva male chhe.shabdo saras chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.