હેતે હરિરસ પીજીએ – ધીરો ભગત

[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2009માંથી સાભાર]

કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર રે,
કંઈક રાજા ને કંઈક રાજીયા હાંરે મેલી ચાલ્યા સંસાર
……………………………….. હેતે હરિરસ પીજીએ.

ભરતા ધુમાડાને બાચકા રે, હાથ આવે ન કાંઈ,
રંગ પતંગના ઊડી જશે હાંરે જેમ આકડાનો થોર
……………………………….. હેતે હરિરસ પીજીએ.

માળી વેડે ફૂલવાડીઓ રે, કળી કરે વિચાર રે
આજનો દિવસ રળિયામણો રે હાંરે કાલે આપણે શિરઘાત રે
……………………………….. હેતે હરિરસ પીજીએ.

કોનાં છોરું ને કોનાં વાછરું રે, કોના માય ને બાપ રે
અંતે જાવું પ્રાણી એકલા હાંરે સાથે પુણ્ય ને પાપ રે
……………………………….. હેતે હરિરસ પીજીએ.

દુર્લભ દેહને જાણીએ જાતાં લાગે ન વાર રે
ઉહું નું જાળું ઉશી જશે સ્વપ્ન જેવો સંસાર રે
……………………………….. હેતે હરિરસ પીજીએ.

દાસ ધીરો રમે રંગમાં રમે દિવસ ને રાત રે
ગુરુએ મારગ દેખાડ્યો લીધો સાધુનો સંગાથ રે
……………………………….. હેતે હરિરસ પીજીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
ફુરસદ – ઉષા Next »   

5 પ્રતિભાવો : હેતે હરિરસ પીજીએ – ધીરો ભગત

 1. સુન્દર સાંખ્ય ભજન

  “કોનાં છોરું ને કોનાં વાછરું રે, કોના માય ને બાપ રે
  અંતે જાવું પ્રાણી એકલા હાંરે સાથે પુણ્ય ને પાપ રે”

  કાઠીયાવાડ ના ગામડાઓ માં અલખના ઓટલે રોજ સાંજે સાંખ્ય ના પદો ગાવા નો રિવાજ છે.

 2. It is the mind power that draws all human to the world and its enjoyments –so chanting god’s name is extremely against the nature of human being –one has to be fortunate to sing bhajans –that is why god also gives lot of distress and strange actions to the person who want to go on the path of bhakti and devotion–
  yet real devotee will not care for that !!!!!!!!!!

 3. NARESH says:

  મને ક્રુતિ ભુજ સરઇ લગિ ચે અને આ ક્રુતિ ન વઇક્ય સરસ ચે

 4. Kelly says:

  મને ક્રુતિ ભુજ સરઇ લગિ ચે અને આ ક્રુતિ ન વઇક્ય સરસ ચે

 5. Nayna says:

  બહુ જ સરસ આ સાઈટ માં બહુ જ મજા આવી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.