યંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ગઈકાલે
ખેતી તું જાતે જ કરતો,
હિસાબો તું જાતે જ કરતો,
આયોજનો તું જાતે જ કરતો…
અને આજે
આવું બધું જ તારા વતી
યંત્રો કરે છે !
કદાચ આવતી કાલે
તારા વતી વિચારશે યંત્રો,
ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો !
પરિણામે
પરમદિવસે તારા વતી જીવશે યંત્રો
અને
યંત્રો વતી
જીવશે તું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંકલ્પ – વસુબહેન ભટ્ટ
હેતે હરિરસ પીજીએ – ધીરો ભગત Next »   

6 પ્રતિભાવો : યંત્રો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

 1. યન્ત્રો વડૅ ભગવાન ને આરતી થાશે ભગવાન s m s થી આશીર્વાદ આપશે

 2. સુંદર અછાંદસ
  કૃષ્ણ દવે ની કવિતાઓ જેવો કટાક્ષ

 3. Vipul says:

  સરસ કાવ્ય.

 4. કલ્પેશ says:

  યંત્રની મદદથી જ આ વાંચી રહ્યા છીએ.

  “કદાચ આવતી કાલે
  તારા વતી વિચારશે યંત્રો,
  ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો !”

  સોરી, આ દિવસ મને દેખાતો નથી.

 5. Jagruti Vaghela USA says:

  સરસ કટાક્ષ કાવ્ય
  ઍનિમેટેડ ફિલ્મ ‘ walle ‘ જેમા ય્ંત્રો એક્બીજાના પ્રેમમા પડે છે.

 6. Dave says:

  સરસ કાવ્ય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.