ફુરસદ – ઉષા

[‘આવું છું તારે દ્વારે…..’ પુસ્તકમાંથી સાભાર.]

ફુરસદની શોધમાં હું નીકળી
……………અને વ્યસ્તતાએ મારો પીછો પકડ્યો
…………….મેં શોધ પડતી મૂકી
…………….ને ફુરસદે મને ગળે વળગાડી.
હવે, હું અને ફુરસદ
…………….હાથમાં હાથ મેળવી
ગમે ત્યારે, ગમે ત્યાં
……………. લટાર મારી આવીએ છીએ.
ગમે ત્યારે, ગમે ત્યાં
……………. વિશ્રામ કરી લઈએ છીએ.
અમને નથી કાંઈ કરવાના અભરખા
……………. નથી કાંઈ બનવાના ઉમળકા.
નથી વાંછતા અમે આમંત્રણ-નિમંત્રણ
નથી ઈચ્છતા અમે સ્વાગત-સત્કાર
નથી અમારી પાસે કોઈ આયોજન
…………….નથી અમારે કોઈ પ્રયોજન
મુક્ત મને અને ખુલ્લા દિલે
ફાવે ત્યારે, ફાવે ત્યાં પહોંચી જઈએ છીએ
અને વાતાવરણમાં હળવાશ વેરી આવીએ છીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હેતે હરિરસ પીજીએ – ધીરો ભગત
ગઝલ – ભગવતીકુમાર શર્મા Next »   

3 પ્રતિભાવો : ફુરસદ – ઉષા

 1. જીતેન્દ્ર તન્ના says:

  સરસ રચના.

 2. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Too good…

  Ashish Dave

 3. Kaushik Purohit says:

  Really refreshing…..when I hear people telling I don’t have time…I smile…all have got same 24hrs. Managing it with great balance for personal & professional matters is what required.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.