Archive for May, 2010

લોકશિક્ષણના આચાર્ય એવા બબલભાઈ – સંકલિત

[ 2009-2010 એ લોકશિક્ષણના આચાર્ય એવા શ્રી બબલભાઈ મહેતાનું જન્મ-શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે ગત ઑક્ટોબર માસમાં ‘ભૂમિપુત્ર’ સામાયિક દ્વારા શ્રી બબલભાઈ વિશે ‘જન્મ-શતાબ્દી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે તેમાંથી કેટલાક પ્રેરક પ્રસંગો માણીએ. રીડગુજરાતીને આ વિશેષાંક ભેટ મોકલવા માટે પારુલબેનનો (સંપાદક, ભૂમિપુત્ર) ખૂબ ખૂબ આભાર.] [1] જીવનમાં જોઈએ : બસ, આનંદ ને પ્રસન્નતા […]

અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા

[સત્યઘટના : ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] ક્યાંય પણ ઊભા હોઈએ અને કોઈના મોંમાંથી ‘મોંઘવારી’ શબ્દ નીકળે કે તરત જ ગમે એવા અજાણ્યા માણસો વચ્ચે સંવાદ શરૂ થઈ જાય….. ‘આ તુવેરની દાળની વાત લો ને. પચીસ-ત્રીસ રૂપિયે કિલો મળતી હતી અને ત્રણ-ચાર મહિનામાં તો સીધી નેવું-પંચાણું પર પહોંચી ગઈ. લોકો ખાય શું ?’…… ‘અરે, આ નોટબુક જુઓને. […]

જાતે કરવા દો – અવંતિકા ગુણવંત

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] મૃગા દીકરા આલાપનું દફતર ગોઠવતી હતી. એ જોઈને નિશાંતભાઈ બોલ્યા : ‘મૃગા, આલાપને એનું દફતર એની જાતે ગોઠવવા દે.’ ‘હું એનું દફતર ગોઠવું એમાં તમને કોઈ વાંધો છે ?’ મૃગા તાડૂકી. ‘હા, વાંધો છે. તું એનું દફતર ગોઠવીને એને પાંગળો બનાવી દે છે. એનું કામ એને જાતે કરવા દે. દીકરો તને વહાલો […]

ગઝલ – સિકંદર મુલતાની

[‘ગઝલવિશ્વ’ સામાયિકમાંથી સાભાર.] એટલે તો નિત મઝામાં હોઉં છું, રાત-દી’ તારા નશામાં હોઉં છું ! કેટલી સંતોષવા મથશો મને ? હું છૂપી ઈચ્છા બધામાં હોઉં છું ! સર્વ વ્યાપી છું; અગર માનો મને, ને; ન માનો…ક્યાં કશામાં હોઉં છું !? પ્રેમનાં પુષ્પો ઉરે ઊગી જશે, હું વસંતી વાયરામાં હોઉં છું ! ખીણ, ખંભે ઊંચકી ચાલ્યાં […]

દડમજલ – અશોક જાની ‘આનંદ’

[વ્યવસાયે ઈજનેરી ક્ષેત્રમાં રહીને સાહિત્યનું સર્જન કરનાર શ્રી અશોકભાઈ જાની ‘આનંદ’ના ગીત અને ગઝલ સંગ્રહ ‘દડમજલ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી અશોકભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashokjani_23@yahoo.co.in અથવા આ નંબર +91 9879565012 પર સંપર્ક કરી શકો છો.] [1] તો બહુ થયું મારું તને સ્મરણ મળે તો બહુ થયું, […]

સ્પંદન-2010 – સંકલિત

[જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સાહિત્યિક પ્રવૃત્તિ ચાલે છે, જેને ‘સ્પંદન’ એવું નામ અપાયું છે. આ પ્રવૃત્તિ હેઠળ ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પોતાની વાર્તાઓ, કાવ્ય તથા પેઈન્ટિંગને કૉલેજના નોટિસબોર્ડ પર મૂકે છે. 20-25 વર્ષથી ચાલતી આ સર્જનયાત્રામાં પ્રાપ્ત થયેલી કૃતિઓનું ગત વર્ષે પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું, જેનું […]

વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

[‘ઉદ્દેશ’ સામાયિકની ‘વાંચતાં-વિચારતાં’ એ ખૂબ જાણીતી કૉલમ છે. આજે તેમાંથી માણીએ કેટલીક રસપ્રદ વાતો…સાભાર.] [1] સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે….. સંસ્કૃત ભાષા કેટલાકને અઘરી લાગવાનું એક કારણ કદાચ એ હશે કે એમાં જે કાંઈ લખાયું છે તે સમકાલીન લોકપ્રિય ઘટનાઓ, કૃતિઓ અને અભિવ્યક્તિઓથી ભિન્ન છે. હવે વાંચવા મળ્યું છે કે અમદાવાદમાં એકલવ્ય સંસ્કૃત અકાદમી નામની સંસ્થા […]

ઉંબર વચ્ચે – બિન્દુ ભટ્ટ

[ જાણીતા લેખિકા શ્રીમતી બિન્દુબેન ભટ્ટના (અમદાવાદ) ટૂંકીવાર્તાના પુસ્તક ‘બાંધણી’માંથી સાભાર. આપ તેમનો આ નંબર પર +91 9723555993 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક કલાકમાં ઋજુએ આઠમી વાર રેલવે ઈન્કવાયરીમાં ફોન જોડ્યો પણ સતત એંગેજ. એને થયું મારી જેમ શું આખુંય શહેર કોઈ એક ક્ષણના ટોપકે એક પગે […]

….અને મૈત્રી વધતી ગઈ – મહેશ દવે

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઑગસ્ટ-2008માંથી સાભાર.] સવારે ઘરનું બારણું ઉઘાડું કે તરત જ અચૂક એનાં દર્શન થાય. એને જોતાં જ મન પ્રસન્ન થઈ ઊઠે. પચાસ-પંચાવન વર્ષથી એની સાથે આવો પાકો નાતો છે, ગાઢ અને રોજિંદી દોસ્તી છે. પચાસેક વર્ષ પહેલાં પણ મળવાનું તો થતું, પણ એ ક્યારેક-ક્યારેક, અલપ-ઝલપ. એ સમયે પણ એનો સહચાર રસદાયક લાગતો, પણ એને […]

બીજી વાર….. – બકુલેશ દેસાઈ

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] પ્રશ્ન નજીવો હતો, છતાં પેચીદો હતો. છોકરીવાળાએ તો સામા પક્ષને અનુકૂળ જ થવાનું. એટલે દલીલને ય અવકાશ ન હોય. છતાં દીપિકાનું મન માનતું ન હતું. ટીનુ માટે વાત પાકી થવા પર હતી. છોકરો બધી વાતે સારો હતો. બી.કોમ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ. અહીંની જ એક સહકારી બૅન્કમાં નોકરી. કુટુંબ પણ ક્યાં મોટું હતું […]

કામ ન કરવાની કળા – પરાગ મ. ત્રિવેદી

[હાસ્યલેખ – ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2009માંથી સાભાર.] આ જગતમાં અનેક કળાઓ વિકાસ પામી છે, પામી રહી છે. આવી અનેક કળાઓમાં ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કામ સારી રીતે કરવાની કળા પણ આજકાલ વિવિધ પ્રકારનાં ‘management’ ના નામે પ્રચલિત છે, માનથી જોવાય છે. બલકે આ કળાની આજે બોલબાલા છે. અનેક પ્રકારનાં ‘management’ ઉપર અનેક પુસ્તકો લખાઈ ચૂક્યાં […]

શિક્ષણમંગલ – ફાધર વાલેસ

[ શિક્ષણવિષયક અનેક બાબતોને આવરી લેતા સુંદર પુસ્તક ‘શિક્ષણમંગલ’માંથી આજે કેટલાક મનનીય લેખો માણીએ. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય ફાધર વાલેસ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે carlos@carlosvalles.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આઈ.એમ.પી ‘અમારી સ્કૂલમાં ફક્ત આઈ.એમ.પી. ભણાવે છે.’ મારું […]

રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2010 – તંત્રી

પ્રિય વાચકમિત્રો, પ્રતિવર્ષની જેમ આજથી ‘રીડગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા-2010’નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌ વાચકમિત્રોને આ સ્પર્ધામાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આથી, જેઓ વાર્તા-લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે. માણસ લખીને ઘણું વ્યક્ત કરી […]

પત્રવિશ્વ – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. આજે તેમાંથી મહર્ષિ અરવિંદનો (પૂર્વાશ્રમના શ્રી અરવિંદ ઘોષનો) તેમની પત્ની મૃણાલિનીને 1905માં લખાયેલો પત્ર માણીએ. […]

લગ્ન વિષે – જગદીશ શાહ

[ ‘લગ્ન’ આજે પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગયું છે. એ સાથે અનાજનો બગાડ, ચારે તરફ ઘોંઘાટ, રસ્તા પર વરઘોડા દ્વારા સર્જાતી ટ્રાફિક સમસ્યા, એક રાત માટે મોંઘી ડી.જે. પાર્ટીઓ, ન શોભે તેવા વસ્ત્રોમાં પાશ્ચાત્ય નૃત્ય સહિત અનેક દૂષણો આ પવિત્ર વિધિને કલંકિત કરી રહ્યા છે. મૂળ વૈદિક પરંપરા આજે મનોરંજનનું સાધન બની ગઈ છે. આત્મીયતાને […]

હશે કોઈ અંદરનો જ – ધનેશ એચ. પંડ્યા

[‘અખંડ આનંદ’ માર્ચ-2010માંથી સાભાર.] લાંબા સમયથી એક જ પેઢીમાં ઊંધું ઘાલીને નામું લખવાનું કામ કરતા ઘનશ્યામભાઈનો સ્વભાવ ગંભીર થઈ ગયો હતો. પોતે પૂરા કર્મઠ અને અણિશુદ્ધ પ્રામાણિક તેથી કોઈની સાથે હળી-મળી શકતા નહીં. ઘણાં તેની ટીકા કરતાં – ‘દીકરો ડૉક્ટર થઈ ગયો છે એટલે ભારમાં રહે છે. પૈસાનો વૈભવ કોઈ જોઈ ન જાય એટલે કાચબાની […]

અવતરણ – સંકલિત

[1] જાતજાતની સુખસગવડો આજે આપણને ચકરાવે ચડાવી રહી છે. દરેકે દરેક તેનો લાભ લેવા વલખાં મારે છે. જ્યારે ભૌતિક સુખસગવડો પાછળ આંધળી દોટ મુકાય છે, ત્યારે જીવનને સમજવું, આપણા અસ્તિત્વ વિશે સભાન બનવું, એવી અત્યંત મહત્વની બાબતોની નરી ઉપેક્ષા કરાય છે. જીવનના ઊંડાણમાં ડૂબકી દઈ ખરો આનંદ શોધવાની કોઈને પડી નથી. સભ્યતાને નામે માત્ર છબછબિયાં […]

અથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] [1] કોથમીર અને તલની ચટણી સામગ્રી : 3 કપ સમારેલી કોથમીર, 1/2 મોટો ચમચો સફેદ તલ, 1 ચમચી જીરું, 1-1/2 ચમચી મીઠું. 1 ચમચી દાડમના દાણા, 2 લીલા મરચા, 1 લીંબુનો રસ, થોડું સમારેલું આદુ. રીત : સૌપ્રથમ કોથમીરને સાફ કરી સમારો. તલને તવા પર શેકી નાંખો. હવે કોથમીર, તલ, દાડમના […]

પાંચ પગલાં પૃથ્વી પર – સોનલ પરીખ

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ સોનલબેનનો (મુંબઈ) આ સરનામે સંપર્ક કરી શકો છો : sonalparikh1000@gmail.com] મારી મિત્ર ગૌરી અત્યારે 50 વર્ષની છે. 20 વર્ષની ઉંમરે તેનાં લગ્ન થયાં. ઘર, વર, બાળકો અને પરિવારને જતનપૂર્વક સાચવવા અને સંભાળવામાં તેનું જીવન વીત્યું. ખૂબ પ્રેમથી અને હોંશથી તેણે વડીલોને, વ્યવહારોને, સૌની સગવડને સાચવ્યાં અને બદલામાં સૌનાં આદરમાન પણ […]

બે બાળવાર્તાઓ – જગદીશ ધનેશ્વર ભટ્ટ

[1] ગણતર વિનાનું ભણતર આપણામાં કહેવત છે ને કે ‘ગાંડાઓના તો કદી ગામ હોતાં હશે ?’ કહેવાનું તાત્પર્ય એ કે ગાંડાઓ પોતાની મેળે જ પોતાના વર્તનથી ઓળખાઈ જાય છે. આવા ચાર મૂરખાઓની આપણે વાત કરીએ. ચાર મિત્રો હતા. તેઓ સાથે સાથે ફરતા. શહેરમાં ભણવા ગયા. દસ વર્ષ ભણ્યા. વિદ્યા પ્રાપ્ત કરી. જ્ઞાની થયા. પાછા ફર્યા. […]

પત્રયાત્રા (ભાગ-2) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા

[‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી આપણે થોડા સમય અગાઉ કેટલાક મનનીય વિચારમોતીઓ ભાગ-1 રૂપે માણ્યા હતા. આજે માણીએ ભાગ-2માં કેટલાક વધુ વિચારમોતીઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 પર સંપર્ક કરી શકો છો.] [1] તમસમાંથી પ્રકાશ પ્રતિ મનુષ્ય એક મુસાફર છે, જે જીવનના પથ પર સતત […]

વિચાર – અનુ. ડૉ. વિપુલ દેસાઈ

[ અંગ્રેજી લેખક વાયન ડાયરના પુસ્તક ‘You will see it when you believe it’નો ભાવાનુવાદ તાજેતરમાં વિચારવલોણું પ્રકાશન દ્વારા ‘સ્વીકારથી ચમત્કાર’ નામે પ્રકાશિત થયો છે. વડોદરા નિવાસી ડૉ. વિપુલભાઈ દેસાઈએ (ફોન : +91 265 2353026) આ સુંદર સારાનુવાદ કર્યો છે. ટૂંક સમયમાં આ પુસ્તક vicharvalonu.com પરથી ડાઉનલોડ કરી શકાશે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

વિસ્મયજનક શોધ અને શોધકો – શાંતિલાલ જાની

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિસ્મયજનક શોધ અને શોધકો’ પુસ્તકમાં વિજ્ઞાનની કેટલીક બહુ ખ્યાતિ પ્રાપ્ત ન હોય તેવી પરંતુ આપણાં દૈનિક જીવન સાથે સદૈવ વણાઈ ગયેલી શોધો ક્યારે, કેવા વિચિત્ર સંજોગોમાં, ક્યારેક અનાયાસ, ક્યારેક જરૂરતને કારણે તો ક્યારેક આશ્ચર્યજનક રીતે થઈ ગઈ હોય એનું જ્ઞાન, એની વિગતો રમુજશૈલીમાં અને હળવી રીતે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે […]

કથાદ્વયી – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] [1] મધુરી ઘટમાળ ! લેબરરૂમમાં હું એનો હાથ પકડીને ઊભી હતી. વેણ આવતું અને મારો હાથ જોરથી દબાતો, અમળાતો. મનોમન હું પ્રાર્થના કર્યે રાખતી – ભગવાન, મારી દીકરીને આમાંથી સહીસલામત પાર પાડ ! એ મારી માત્ર દીકરી જ ક્યાં હતી ? મારી મિત્ર હતી, સખી હતી. અને હું 24 વરસ પાછળ જતી […]

સંસારી-સાધુ ભોળો ભાભો – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] મુંબઈના દાદર રેલવે સ્ટેશનની સામે આવેલી ઈરાની હોટલ આગળના એક ખુલ્લા ભાગમાં લોકોનું ગોળ કુંડાળું વળી ગયું હતું. કુંડાળાની વચ્ચેના ભાગમાં વાંસડાઓના ટેકે બે છેડાનો જાડો તાર બાંધ્યો હતો. ઢોલ પર દાંડીઓ પિટાઈ રહી હતી અને એક તીણો અવાજ કોઈને પડકારી રહ્યો હતો. સાવ નિરુદ્દેશનું મુંબઈનું આ મારું મધ્યાહન-ભ્રમણ હતું. સમયની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.