ગુજરાત ચાલીસા – સાંઈરામ દવે

દોહા
વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર;
આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર;
હૃદય જે હિન્દુસ્તાનનું, સપનાં જ્યાં સાકાર,
રાષ્ટ્રભક્તિનું ગાન કહું, કહું મતિ અનુસાર.

ચોપાઈ
કથા સાંભળો જય ગુજરાતની;
……………….. નવી સદીના સુપ્રભાતની. ॥ 1 ॥
જે ગુજરાતની નાર છે નમણી;
………………..ધન્ય ધરા ગુજરાતની અમણી. ॥ 2 ॥
પરાક્રમી પુરુષો જ્યાં પાક્યા;
……………….. લડી લડી શત્રુ જ્યાં થાક્યા. ॥ 3 ॥
અહીં કોઈ ના હિંમત હારે;
……………….. અહીં ડૂબેલાને સૌ તારે. ॥ 4 ॥
ગાંધીનું ગુજરાત ધન્ય હો;
……………….. ઊગ્યું નવું પ્રભાત ધન્ય હો. ॥ 5 ॥
પટેલ જ્યાં સરદાર ધન્ય હો;
……………….. હિન્દના પહેરેદાર ધન્ય હો. ॥ 6 ॥
ધન્ય સપૂતા આ શ્યામજી વર્મા;
……………….. દેશદાઝ ગુંજે ઘરઘરમાં. ॥ 7 ॥
રવિશંકર ને છેલ ધન્ય હો;
……………….. જીવન-મરણનો ખેલ ધન્ય હો. ॥ 8 ॥
જીવન જીવે સત આધારે;
……………….. કદી ન યાચે અહીં વધારે ॥ 9 ॥
પાપ પુણ્યનું પ્રથમ વિચારે;
……………….. વાણી મધમીઠી જ ઉચ્ચારે. ॥ 10 ॥

શુદ્ધ સ્નેહનાં ઝરણાં વહેતાં;
……………….. ડાયરા ગૂંજી ગૂંજી કહેતા. ॥ 11 ॥
વ્યાપક વિશ્વ સ્તરે ગુજરાતી;
……………….. પરદુ:ખ કાજ મરે ગુજરાતી ॥ 12 ॥
શાંત અને પ્રેમાળ સ્વભાવે;
……………….. હસમુખા હેતાળ સ્વભાવે ॥ 13 ॥
જાન જોખમે વચન નિભાવે;
……………….. ગુજરાતી જગ આખું ધ્રુજાવે ॥ 14 ॥
સાંભળે સૌને સાગરપેટો;
……………….. મા ભારતનો નીડર જે બેટો. ॥ 15 ॥
કલા કસબ ને સંતની ભૂમિ;
……………….. ગુર્જર સત્યના પંથની ભૂમિ ॥ 16 ॥
પાવાગઢ મહાકાળી ખમ્મા;
……………….. ગબ્બર ગઢ અંબાજી ખમ્મા. ॥ 17 ॥
ચોટીલે ચામુંડા ખમ્મા;
……………….. આરાસુરે અંબા ખમ્મા. ॥ 18 ॥
પ્રેમાનંદ ને દયાનંદ જ્યાં;
……………….. નરસૈયો ને બ્રહ્માનંદ જ્યાં. ॥ 19 ॥
સંતરામ નડિયાદે પરગટ;
……………….. બજરંગ બાપા સંત છે સમરથ ॥ 20 ॥
ડાડો મે’કો કરે જ્યાં સેવા;
……………….. કચ્છનાં જેસલ તોરલ કેવાં. ॥ 21 ॥
ડોંગરેજી ને સંત મોરારી;
……………….. રમેશ ઓઝા ભગવત ભારી. ॥ 22 ॥
વંદન આ ધરતીના સંતો;
……………….. વંદન ભગવા ભેખ મહંતો. ॥ 23 ॥
જ્ઞાન અને વિજ્ઞાનની ધરતી;
……………….. ગુર્જર સ્વાભિમાનની ધરતી. ॥ 24 ॥
શામ પિત્રોડાનું સંશોધન;
……………….. દૂરભાષથી રણકે જીવન. ॥ 25 ॥
વિક્રમભાઈ અજબ વિજ્ઞાની;
……………….. હિન્દનું ગૌરવ ધીરુ અંબાણી. ॥ 26 ॥
સફળ નાનજી કાળીદાસ જ્યાં,
……………….. કચ્છના ખીમજી રામદાસ જ્યાં. ॥ 27 ॥
મેઘાણીની માટી બોલે;
……………….. કાન્ત કલાપી ભેદો ખોલે. ॥ 28 ॥
સિદ્ધરાજ ને હેમચંદ્ર જ્યાં;
……………….. જગડુશા ને દીપચંદ જ્યાં. ॥ 29 ॥
નર્મદ તારી કલમ કટારી;
……………….. કાગ કવિતા અલખ અટારી. ॥ 30 ॥
ઉધાસ પંકજ ગઝલ સુણાવે;
……………….. ભજન નારાયણ સ્વામી સુણાવે. ॥ 31 ॥
પરવીન, પરેશ, સંજીવ, આશા;
……………….. હિન્દી ફિલ્મને જાણે શ્વાસા. ॥ 32 ॥
સૌથી મોટો દરિયો ગાજે;
……………….. લોક સદા મહેમાન નવાજે. ॥ 33 ॥
સૌથી ઝાઝું મીઠું પાકે;
……………….. હીરામાં છે સૌથી આગે. ॥ 34 ॥
એકતાલી છે અહીંયાં બંદર;
……………….. ઈસબગુલમાં અવ્વલ નંબર ॥ 35 ॥
મગફળીયોમાં એરંડામાં;
……………….. કોઈ ન પહોંચે તેલીબીયાંમાં ॥ 36 ॥
અવધૂત આ ગીરનારને વંદન;
……………….. દત્ત અને દાતારને વંદન. ॥ 37 ॥
જૈ જૈ જૈ ગુજરાતને વંદન;
……………….. રજકણની તાકાતને વંદન. ॥ 38 ॥
ચાલીસા ગુજરાત જે વાંચે;
……………….. ધરતી બરકત આપે સાચે. ॥ 39 ॥
‘સાંઈરામ’ બસ એટલું માંગે;
……………….. રાષ્ટ્રપ્રેમની જ્યોતિ જાગે. ॥ 40 ॥

દોહા
પ્રેમ અમન શાંતિ સદા, નિત નિત શુભ સંદેશ;
વસુંધરા ગુજરાતને વંદન હરહંમેશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર
સ્વર્ણિમ ગુજરાત : સંકલ્પ અને વિરાસત – વિષ્ણુ પંડ્યા Next »   

13 પ્રતિભાવો : ગુજરાત ચાલીસા – સાંઈરામ દવે

 1. kunjan says:

  જય જય ગરવી ગુજરાત
  વાહ જોરદાર

 2. Geeta says:

  જય જય ગરવી ગુજરાત !
  જય જય ગરવી ગુજરાત,
  દીપે અરુણું પરભાત,
  ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
  તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
  ઊંચી તુજ સુંદર જાત,
  જય જય ગરવી ગુજરાત.

  ઉત્તરમાં અંબા માત,
  પૂરવમાં કાળી માત,
  છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
  ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
  છે સહાયમાં સાક્ષાત
  જય જય ગરવી ગુજરાત.

  નદી તાપી નર્મદા જોય,
  મહી ને બીજી પણ જોય.
  વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
  પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
  સંપે સોયે સઉ જાત,
  જય જય ગરવી ગુજરાત.

  તે અણહિલવાડના રંગ,
  તે સિદ્ધ્રરાજ જયસિંગ.
  તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
  શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
  જન ઘૂમે નર્મદા સાથ,
  જય જય ગરવી ગુજરાત

 3. અશોક જાની 'આનંદ' says:

  જેટલું સારું લાગ્યું એટ્લું સાચું નહીં…માત્ર ગુણોની સાથે થોડી નબળાઇ કે ક્ષતિઓ પણ દર્શાવી જોઇતી હતી….

  • Geeta says:

   bhale tamara mat mujab aama kshatiyo nathi batav va ma aavi pan agar aapde jo aapdi bhulo j vicharya karsu to ene kyarey sudhari nahi sakay, aapde aapdi je takat 6e enu smaran kari ne ene vadharvi joie, agar koi vyakti roj akhada ma jatu hoi ane ene ek pan divas desh prem mate ni story nahi vanchi hoi to ena ma koi divas desh mate kaik karvano jusso nahi aavi sake, hu manu 6u k aapdu gujarat anek rite pachhal 6e pan ene aagad pan aapde j lav vanu 6e, ane agar jo aapde ene aagad lav va ni jimmedari bija ne aapsu to pachha aapde ek partantra desh ne aavkar aapsu,.. kehvat 6e k hum bhale to sab bhale… we have to improve ourself… jo koi vastu nu khotu lagyu hoi to kshama, pan je sachu 6e te j lakhyu 6e….

 4. Moxesh Shah says:

  જય જય ગરવી ગુજરાત
  Proud to be a gujarati

 5. Munnabhai says:

  વાહ વાહ વાહ …..
  જય જય ગરવી ગુજરાત

 6. જય જય ગરવી ગુજરાત!

 7. C. Z. PATEL says:

  very GOOD …..AND THANKS FOR PREPARING THIS CHALISA ON OUR ” GARVI GUJARAT ”
  FROM CZPATEL FROM TORONTO , CANADA

 8. sujata says:

  ખૂ બ જ સું દ ર અ ભિવ્ય ક્તિ…..!!!!!!

 9. rajesh patel,mahesana,gozaria says:

  જય ગરવી ગુજ્રાત્

  વાચે ગુજ્રાત્

  વાચે ગુજ્રાત્

  વાચે ગુજ્રાત્

 10. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Proud to be a gujarati…

  Ashish Dave

 11. Chandrakant Nirmal says:

  ગુજરાત ચાલિસા

  વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર;
  આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર;

  – કૃતિ ખરેખર સરસ – ખુબ ગમી – ખુબ ખુબ અભિનન્દન – જય જય ગરવી ગુજરાત.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.