સંબંધો વગરનું સહજીવન – હિરલ શાહ

[અભ્યાસે બી.ઈ (ઈલેક્ટ્રોનિક્સ) અને વ્યવસાયે હાલમાં લંડન ખાતે સોફટવેર ક્ષેત્રમાં ફરજ બજાવતા યુવા સર્જક હિરલબેન મૂળ અમદાવાદના રહેવાસી છે. તેમની આ કૃતિમાં તેમના સ્વાનુભવની સત્યઘટનાઓ છે જેમાં વર્તમાન સમાજનું એક જુદું ચિત્ર પ્રતિબિંબિત થાય છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે હિરલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો.]

વિશ્વનું એક અદ્યતન શહેર લંડન. લગ્ન કરીને અહીં આવ્યે મને બે વર્ષ થઈ ગયાં છે. ઑફિસમાં ત્યાંની સખીઓ સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ છે. એક દિવસ સવારે ઑફિસ પહોંચીને હું મારું કામ શરૂ કરી રહી હતી ત્યાં જ કેથરિન મારી ખુરશી પાસે આવી. અમે વાતોએ વળગ્યાં. વાત વાતમાં તેણે મને કહ્યું કે લગ્ન પહેલાં તેને કોઈ છોકરા સાથે પ્રેમ હતો. એક આખો દાયકો તેણે પોતાના પ્રેમી સાથે વિતાવ્યો પણ અંતે તે તેને છોડીને કોઈ અન્ય છોકરી સાથે પરણી ગયો. આજે આટલા વર્ષો પછી પણ હું તેને ભૂલી શકી નથી એમ કહીને કેથરિન મૌન થઈ ગઈ.
થોડીક વાર રહીને તે મારી સામે જોઈને બોલી, ‘હિરલ, તમે લોકો કેટલાં નસીબદાર છો ! તમે યોગ્ય ઉંમરે લગ્ન કરો છો. તમને પતિ અને કુટુંબ સાથેની સલામત જિંદગી મળે છે અને તમે આખું જીવન સ્વસ્થ અને સંતુલિત રીતે જીવો છો. અમારું તો સંબંધો વગરનું સહજીવન હોય છે.’ પોતાની કેબિન તરફ જતાં તે મારો હાથ એના હાથમાં લઈને બોલી, ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું….’ મેં ધ્યાનથી જોયું તો કેથરિનની આંખોમાં આંસુ હતા.

કેથરિન સાથેના આ ક્ષણિક વાર્તાલાપે મારા ચિત્તને ઉથલપાથલ કરી નાખ્યું. હું એકદમ અવાક થઈ ગઈ. મારી આંખ સામે મારા ભૂતકાળના અનુભવો તરવરી ઊઠ્યાં અને વિચારોના પ્રદેશમાં વિહરતા હું સીધી બૅંગ્લૉર જઈ પહોંચી. હજુ મારી કારકિર્દીના શરુઆતનાં એ વર્ષો હતાં. મારી મહાત્વાકાંક્ષા લગ્ન પહેલાં કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સારી જોબ લેવાની અને ઊંચા પગારને આંબવાની હતી અને તેવામાં મને બૅંગલોરની એક કંપનીની ઑફર મળી. દેશના કોઈ પણ ખૂણે જવાની માનસિક તૈયારી હતી જ એટલે જીવનમાં પહેલીવાર હું મારું શહેર છોડીને બૅંગ્લોર જઈ પહોંચી. મારે માટે આ સાવ નવી દુનિયા હતી. આંખોમાં કેટલાય સપનાં આંજીને જીવનમાં આગળ વધવાનું હતું. નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા દિવસ-રાત મહેનત કરવાની હતી. પરંતુ ત્યાં તો શરૂઆતના દિવસોમાં મારે ભારે આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થવાનું થયું !

વાત એમ બની હતી કે મેં મારી એક સખી સાથે બૅંગ્લોરમાં રૂમ ભાડે રાખીને રહેવાનું શરૂ કર્યું. હજી માંડ બે-ત્રણ મહિના થયા હશે ત્યાં મારી એ સખીની બીજા શહેરમાં બદલી થઈ. હું એકલી પડી. ઘરનું ભાડું પરવડે એ માટે હવે મારે કોઈક બીજી રૂમ-પાર્ટનર શોધવાની જરૂરિયાત ઊભી થઈ. મારા મનમાં એમ હતું કે મારી જેમ જ જોબ કરતી કોઈ ગુજરાતી યુવતી મને મળી જાય તો ઘણું સારું. અહીં નવી જગ્યાએ એકબીજાનો સાથ પણ રહે અને સાથે રહેવાનો આનંદ પણ મળે. મોટા શહેરોમાં ઘણા લોકો આ રીતે ભાડે રહીને નોકરી કરતા હોય છે. હું મારા જેવી કોઈ યુવતીની શોધમાં હતી ત્યાં એક જણે મને એક જાણીતી વેબસાઈટનું સરનામું આપ્યું અને કહ્યું કે આ વેબસાઈટ પરથી તને ભાડે મકાન શોધનાર કોઈક મળી રહેશે. મેં એ વેબસાઈટ પર મારા ફોન નંબર સહિત જાહેરાત મૂકી અને મારા આશ્ચર્ય વચ્ચે મને ‘લીવ-ઈન રિલેશન’ ઑફર કરતાં યુવકોના ફોન આવવાના શરૂ થયાં ! હું તો હતપ્રભ થઈ ગઈ. શું કરવું મને સમજાયું નહિ. પહેલાં તો એકદમ રડવા જેવી થઈ ગઈ અને પોતાને નિ:સહાય અનુભવવા લાગી. ઘરે પરિવારજનો ચિંતા કરે તેથી તેમને કંઈ જણાવ્યું નહીં. જીવનમાં પહેલીવાર એવું બન્યું કે હું એકલતા મહેસૂસ કરતી હતી. જો કે પરિવારજનો સૌ મને મદદરૂપ થાય તેમ હતાં પરંતુ તે છતાં હું તેમને શું કહું અને કેવી રીતે કહું તે મને કંઈ સમજાયું નહીં. છેવટે નક્કી કર્યું કે આ સમસ્યાનો મારે એકલે હાથે જ સામનો કરવો પડશે. મેં મક્કમ બનીને યુવકોના ફોન અવગણવાનું શરૂ કર્યું.

ફોન કરનાર યુવકો બહુ ચાલાક હતા. ખૂબ ઠાવકાઈથી પોતાનો પરિચય આપીને મને પૂછતાં કે તેઓ પોતાની બહેન માટે રહેવાની જગ્યા શોધી રહ્યા છે અને એમની બહેનને ફલાણી કંપનીમાંથી ઑફર મળી છે તો તેઓ આ ઘર જોવા આવી શકે ? ગમે તેમ કરીને તેઓને મારા સુધી પહોંચવું હતું. આ પ્રકારના સંવાદો મારી કલ્પના બહારના હતા. મારે તેમને જણાવવું પડતું કે હું તમારી બહેન સાથે જ વાત કરી લઈશ. એમાં વળી એક છોકરો તો બહુ હોંશિયાર હતો. એણે ફોન કરીને મને ગુજરાતીમાં વાત કરતાં કહ્યું કે, ‘કેમ ઓળખાણ પડે છે ? ઘરે બધા કેમ છે ?’ એ પોતાને મારો જૂનો મિત્ર માનતો હતો. પોતાનો પરિચય આપીને એણે પોતાની કંપનીની, પગારની, ઈન્ટરવ્યૂની વગેરે વાતો ચાલુ કરી પરંતુ મને હજી તેની કોઈ ઓળખાણ પડતી નહોતી એટલે હું તો ત્યાં જ અટકી હતી. મેં તેને ફરીવાર જરા કડક અવાજે પૂછ્યું ત્યારે તે બોલ્યો કે તે મારી સાથે રહેવામાં રસ ધરાવે છે. વાત સાંભળતાં જ મારો મિજાજ ગયો અને મેં તેને ધમકાવીને કહ્યું કે જો હવે ફોન કરવાની હિંમત કરશે તો એની કંપનીમાં હું જાણ કરી દઈશ. વધુ કંઈ પણ વાત કર્યા વગર મેં ફોન કાપી નાંખ્યો. એ પછી તો મારી જેમ બીજી અનેક યુવતીઓ આ સમસ્યાનો ભોગ બની હશે, તેથી સૌએ મળીને એ વેબસાઈટને ફરિયાદ કરી અને તે લોકોએ અમારી અંગત વિગતોને ખાનગી રાખવાની સુવિધા કરી આપી.

જીવનના આ અનુભવે મને વિચાર કરતાં કરી દીધી. કારણ કે આ પ્રકારના સંબંધો માટે જે છોકરાઓના ફોન આવતા હતાં એ બધાં કોઈ રસ્તે રખડતા છોકરાઓ નહોતાં. બધા જ લોકો મોટે ભાગે સારા સંસ્કારી ઘરોમાંથી આવતા હતાં. મલ્ટીનેશનલ કંપનીઓમાં મોટા પગાર પર કામ કરતાં હતાં પરંતુ તેઓ કોઈ લગ્નની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતાં. મેં ફરીવાર એ વેબસાઈટ જોઈ ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે અધધધ… કહી શકાય એટલી ‘લીવ-ઈન રિલેશન’ની જાહેરાતો હતી. સૌને સંબંધો વગરનું સહજીવન જોઈતું હતું. એમાં તેઓને કંઈ પણ અજુગતું નહોતું લાગતું. કેટલાકે તો એવી જાહેરાતોમાં વળી એમ પણ લખ્યું હતું કે ‘યુવતીએ ભાડું આપવાનું રહેશે નહીં. બસ, એ જોબ કરતી હોવી જોઈએ અને દેખાવે સારી હોવી જોઈએ.’ અરેરે….! ક્યાં ભારતનું આપણું યુવાધન અને ભારતીય સંસ્કૃતિની વાતો અને ક્યાં આ વિકૃતિથી ખદબદતો સમાજ ! આપણે આવા ભણેલા ? ભણતરે આપણને આ મુક્ત સાહચર્ય શીખવ્યું ?

મારો પ્રશ્ન તો હજી ઊભો જ હતો. એ પછી મને વિચાર આવ્યો કે હું કોઈ પેઈંગ-ગેસ્ટ બહેનને શોધી કાઢું અને એમને ત્યાં રહેવા જતી રહું. પરંતુ એ મારે માટે શક્ય નહોતું કારણ કે મને રસોડામાં પૂરી આઝાદી જોઈતી હતી અને ત્યાં તો શાકાહારી-માંસાહારી બધું ભેગું ચાલતું હતું ! વળી, મારે મારા માતાપિતાને દક્ષિણ ભારતની સફર પણ કરાવવી હતી. ક્યારેક તેઓ મારી સાથે આવીને રહે તેવી પણ મારી ઈચ્છા હતી. કોઈક કુટુંબીજનને પણ આવીને રહેવું હોય તો ભાડાનું ઘર જ સારું એથી મેં પેઈંગ-ગેસ્ટનો વિચાર માંડી વાળ્યો. છેવટે ખૂબ મહેનત પછી તપાસ કરતાં એક સરળ અને સાલસ છોકરી મને મળી. તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ અને અમે સાથે રહેવા લાગ્યાં. ધીમે ધીમે બૅંગ્લોરમાં રહીને હું ઘણું બધું શીખી ગઈ. કોની સાથે કેટલી વાત કરવી, કેવી રીતે વાત કરવી, માણસોની પરખ કેવી રીતે કરવી તેની ચાવીઓ મને સમજાવા લાગી. પરંતુ જેમ જેમ મારું મિત્રવર્તુળ વધતું ગયું તેમ તેમ અનેક સખીઓ પાસેથી ‘લીવ-ઈન રિલેશન’ના ગજબના કિસ્સાઓ સાંભળવા મળ્યા. તેમના વર્તમાન જીવનમાં જરાક ડોકિયું કર્યું તો એમના દુ:ખ, દર્દ, બિનસલામત જિંદગી અને તેમની ભૂતકાળની વાતો જાણવા મળી.

મારી એક બહેનપણી ભણવામાં ખૂબ હોંશિયાર હતી પણ તે એવા કુટુંબમાંથી આવતી હતી કે જ્યાં છોકરીનો જન્મ ગુન્હો ગણાતો ! કુટુંબમાં તો છોકરો જ જન્મવો જોઈએ એવી માન્યતા હતી. એ છોકરી આ પ્રકારના માહોલમાં અપમાનનાં ઘૂંટડા પીને મોટી થયેલી તેથી સ્વાભાવિક રીતે જ તે પ્રેમ કે હૂંફ માટે તરસતી રહેતી. કૉલેજકાળ દરમિયાન તેને એક યુવક સાથે પ્રેમ થયો અને ત્યારબાદ આ પ્રેમ ઝંખતી છોકરી તે યુવક સાથે ‘લીવ-ઈન રિલેશન’માં રહેવા લાગી. થોડો વખત બધું ઠીક ચાલ્યું પણ પછી ઝઘડા થવા લાગ્યાં. છોકરો વારંવાર લગ્ન નહીં કરવાની ધમકી આપીને સંબંધ તોડી નાખતો. ઘણા વર્ષો પછી એ લોકોએ હવે લગ્ન કર્યાં પરંતુ સંબંધ વગરના સહજીવનમાં લાંબો સમય રહ્યા બાદ લગ્ન કરવા માટે આમ કાલાવાલા કરવા પડે, પ્રેમ અને હૂંફ મેળવવા માટે તડપતાં રહેવું પડે એવી જિંદગીનો શું અર્થ ? એવા સંબંધો કેટલા ટકાઉ ? આ પ્રકારની યુવતીઓને અનેક માનસિક પીડામાંથી પસાર થવું પડે છે. અમારા જ વિસ્તારમાં એક પેઈંગ-ગેસ્ટ તરીકે કામ કરતાં બહેનની બાજુના ઘરમાં એક યુગલ આ રીતે રહેતું હતું. એ યુવતી પણ ખૂબ દુ:ખી હતી. તે ગર્ભવતી હતી અને એ દરમિયાન મકાનમાલિકે મકાન ખાલી કરવાનું પણ કહ્યું હતું. અંતે ન છૂટકે તેઓએ લગ્ન કરવા પડેલાં પરંતુ આવા થીંગડા મારીને કરેલા લગ્નનું આયુષ્ય કેટલું ? લગ્ન બાદ પણ દંપતિમાં ખૂબ ઝઘડા થતાં. યુવતીએ આ બાબતે કોઈ વાત પોતાના પરિવારજનોને કહી નહોતી. તેની હાલત ખૂબ દયનિય હતી. આ જ સમય દરમિયાન મેં એક બીજો કિસ્સો પણ સાંભળેલો કે જેમાં એક યુગલ બે એક વર્ષ સુધી આ રીતે ‘લીવ-ઈન’માં રહ્યું અને પછી હવે એ લોકો અલગ થઈ ગયાં ! કેટલું ખરાબ ! જાણે વાપરો અને ફેંકી દો. છોકરાએ કહ્યું કે હવે આપણા વિચારો મળતા નથી એટલે આપણે એકબીજાને અનુકૂળ નથી માટે તું તારે ઘરે અને હું મારે ઘરે ! વાહ ભાઈ વાહ ! કેવી બેફિકરાઈ ! જાણે જીવન તો એક રમત છે ! એ છોકરાએ તો બીજે લગ્ન કરી લીધાં પણ છોકરીની હાલત ખરાબ છે. મને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. હું અમદાવાદ કામ કરતી હતી ત્યારે એક શીખાઉ છોકરી મારી સાથે હતી. એક દિવસ તેણે તેના બોયફ્રેન્ડ વિશે વાત કરી અને મને પૂછ્યું કે તમારો બોયફ્રેન્ડ કોણ છે ? મેં જવાબમાં ના કહી ત્યારે તેણે મને કહ્યું કે ‘મેડમ, આજના જમાનામાં તો બોયફ્રેન્ડ ના હોવો એ શરમજનક બાબત છે ! બોયફ્રેન્ડ ના હોય તો લોકો એમ કહે કે તમારામાં કંઈક ખૂટે છે !’ બી.ઈ.ના છેલ્લા વર્ષમાં ભણતી એ છોકરીએ મને કહ્યું કે ‘બોયફ્રેન્ડ ના હોય તો હું મારા ગ્રુપમાં રહી જ ન શકું. એ લોકો મને બોલાવે જ નહીં !’ – હું ફરી એકવાર કહેવા માગું છું કે આ કોઈ સામાન્ય ઘરના છોકરા-છોકરીઓની વાત નથી. આ બધા જ કહેવાતા સંસ્કારી કુટુંબોમાંથી આવે છે !

હું જાણું છું કે વ્યક્તિ પ્રેમ, હૂંફ કે કાળજી વગર રહી નથી શકતો. માણસ માણસનો ભૂખ્યો હોય છે. હું એ પણ સમજી શકું છું કે બદલાતા જમાના સાથે કૉલેજમાં અભ્યાસ કરતા પરિપક્વ યુવક-યુવતીઓ લગ્ન કરીને પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે તો તે આવકારદાયક છે. પરંતુ જ્યારે લગ્ન સંસ્થાનો જ સદંતર છેદ ઉડાડીને જવાબદારી વગરના મુક્ત સહજીવનની વાત આવે છે ત્યારે તે ક્યારેય સ્વીકાર્ય નથી બની શકતી. એ પ્રકારના સહજીવનમાં ક્યારેક તો આકર્ષણ જ કામ કરતું હોય છે અને પછી જ્યારે ઢોળ ઊતરી જાય છે ત્યારે ઉજ્જડ વગડા સિવાય કશું જ હાથમાં હોતું નથી. પશ્ચિમના લોકોને આપણી લગ્ન સંસ્થા માટે ભારે માન છે અને કંઈક અંશે તેઓ તેને ધીમે ધીમે અપનાવવાની કોશિશ પણ કરી રહ્યાં છે અને આપણે આ કોનું અનુકરણ કરી રહ્યાં છે તે ખુદને પૂછવું રહ્યું. આ બધી બાબતો માટે કોર્ટને નહીં, માણસે પોતાના હાર્ટને પૂછીને આગળ વધવું જોઈએ. લગ્નસંસ્થા ભારતીય સંસ્કૃતિનો પાયો છે. મહાન આત્માઓને અવતરવાનો રાજમાર્ગ છે. સમાજને પુષ્ટ કરવા માટે ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. લગ્નસંસ્થામાં એકબીજાને આજીવન સુખ-દુ:ખમાં સાથ આપવાનું વચન હોય છે જ્યારે ‘લીવ-ઈન’માં તો ‘સુખમાં સાંભરે સોની’ જેવી હાલત છે. ખરાબ સમયમાં કહેવાતા પ્રેમનું એક ક્ષણમાં બાષ્પીભવન થઈ જાય છે ! લગ્નજીવનમાં દંપતિ પરિવાર સાથે આનંદથી સમય વ્યતિત કરે છે જ્યારે ‘લીવ-ઈન’ ક્યારેક સમય પસાર કરવાનું સાધન બની રહે છે. સ્વાભાવિક રીતે જ લગ્નબાદ પત્નિનો પતિની સંપત્તિ પર કાનુની અધિકાર રહે છે જ્યારે ‘લીવ-ઈન’માં જો કોઈ કાયદો ઘડાય તો પણ એ ફક્ત કાગળનો વાઘ જ બની રહેવાનો. દાંપત્યજીવનમાં કોઈ મતભેદ ઊભા થાય તો દંપતિને પોતાના કુટુંબ અને સમાજનો સાથ મળે છે અને એક પ્રકારની માનસિક મદદ મળી રહે છે જ્યારે ‘લીવ-ઈન’ એટલે લટકતી તલવાર ! એમાં કોઈ કોઈની મદદે આવીને ઊભું રહેતું નથી. પોતાના અને પોતાના સંતાનોના સ્વસ્થ શારીરિક અને માનસિક વિકાસ માટે લગ્નસંસ્થાનો કોઈ વિકલ્પ નથી કારણ કે સંબંધો વગરનું સહજીવન પાયાવિહોણું હોઈને ક્યો વિકાસ આપી શકશે ?

કેથરિનના શબ્દો મારા મનમાં વારંવાર ગૂંજે છે કે ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું….’. આપણી પાસે જે હોય તેની આપણે ક્યારે કદર કરતાં શીખીશું ? મોટા શહેરોમાં રહીને મલ્ટિનેશનલ કંપનીઓમાં તગડી કમાણી કરતા આજના યુવાવર્ગને, તેમાંય ખાસ કરીને યુવતીઓને મારી એટલી જ વિનંતી છે કે તેઓ પોતાના જીવન મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે કારણ કે આખરે શીલ નામની પણ કોઈ વસ્તુ આ જગતમાં છે. સહજીવન તો સબંધોના તાણાવાણાથી જ શોભે. આથી જ દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે :

સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે
સંગતિમાં જીવનનો આનંદ ને સુગંધ છે

બાગમાં દરેક ફૂલની ખુશબો હોય છે
તેમ દરેક વ્યક્તિનીયે સૌરભ હોય છે

સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે
પુરુષનાયે સાંનિધ્યમાં વિશેષ સૌરભ છે
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે

સહજીવનની પ્રેરણા નૈસર્ગિક છે
પણ સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતિક છે

જેઓ એકમેકના જીવનને સંપન્ન કરે છે
સુરભિત કરે છે, એમનું સહજીવન
ચરિતાર્થ થાય છે, આનંદમય થાય છે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિજ્ઞાન અને ટેકનોલોજીના પડકારો – સામ પિત્રોડા
આકાશગંગા – સંકલિત Next »   

54 પ્રતિભાવો : સંબંધો વગરનું સહજીવન – હિરલ શાહ

 1. Rajan Soni says:

  >>ઘરે પરિવારજનો ચિંતા કરે તેથી તેમને કંઈ જણાવ્યું નહીં.
  દિકરા-દિકરિઓ જે માતા-પિતાથિ દુર રહેતા હોય, એમણે કોઇ પણ વાતો માતા-પિતાથિ છુપાવવિ ના જોઇએ. એઓ જમાનાના ખાધેલ છે. એઓ તરત જ સમસ્યાનુ સમાધાન લાવશે. છોકરિઓ એ તો ખાસ કશુ છુપાવવુ ના જોઈયે.

  માતા-પિતાએ પણ પ્રેમ, હૂંફ કે કાળજી થિ સંતાનને ઉછેરવા જોઈયે. જેથિ સંતાન પ્રેમ મેળવવા બહાર ભટકે નહિ.

  ખુબ સરસ ક્રુતિ..બહુ ગમિ.

  -રાજન

 2. આ વ્યથાનો મારાથી એક જ જવાબ છે કે આ પરિસ્થિતી બે જણની સહમતીથી જ ઉભી થતી હોય છે. મતલબ કે સંમતી આપનાર વ્યકતિ તો પોતે જ હોય છે. પછી પાછળથી સહાનુભુતી મેળવવાનો કોઇ અર્થ નથી. ભગવાને આપણને માણસનો જન્મ આપ્યો છે, વિચારવા માટે મગજ પણ આપ્યુ છે. લોકોને પોતાનેતો આવી પરિસ્થિતી માં રહેવુ ખુબ જ ગમતુ હોય છે. પણ જરા વિચારો કે જો તમે પોતે જ એક એવા દંપતી ના સંતાન હોવ તો તમે તમારા મા-બાપ ને કઇ નજરે જોશો. તેમ છતા પણ તમે તે રીતે ના સંબંધમાં રહેવા માટે તૈયાર થઇ જાઓ છો. મારા મતે મિત્રો, ભારતના જે પરિવાર માટે ના સંસ્કાર છે તે સૌથી સરસ છે. પણ લોકો ને તો પરદેશની આંધળી નકલ કરવી છે. જરા પોતાના મગજનો થોડો ઉપયોગ કરો. “પાણી પહેલા પાળ એને માત્ર કહેવત ન રહેવા દેતા તેનો અમલ પણ કરો.” –

 3. Sonia says:

  સુંદર લેખ! એક સમય એવો આવશે કે ‘ના ઘર કે ઘાટ ના’ એવી પરિસ્થિતિ સર્જાશે. એ વાત પણ સાચી કે ઘર માંથી સરખો પ્રેમ ને હુંફ મળે તો બહાર ક્યાંય ફાંફા મારવા ની જરુર ના પડે…મા-બાપ ના ઉછેર પર ઘણો બધો આધાર હોય છે.

 4. Pankita Bhavsar says:

  when I started my first job at hyderabad, I was also shocked by seeing gujarati girls staying in live ins. It was difficult for me to accept this because most of the girls came from small town and good family. I have seen many such couples.Some of them are married and some of them are still staying in live in relations. But luckily I got very nice room mates whenever I stayed.

 5. હિરલબેન તમરિ વાત બહુ સાચિ છે. લિવ-ઈન શિપ અને ફ્રિ સેક્સ જેવિ વિચર ધારાઓ એ આજનિ યુવા પેઢિ ને જાને કયા મારગે જવા પ્રેરિ છે. લગ્નજિવન અથવાતો વિવાહ સન્સકાર એ અપનિ સન્સ્ક્રુતિનિ ઉમદા અને મુલ્યવાન વિચારધારા છે.
  અને આપનિ મુલભુતા સન્સક્રિતિ મા જે બ્રહ્મચર્ય ની વાત છે તેને તો ક્યાય મુકિ અવ્યા છે.
  પણ મને આ પ્રકરનિ દોર નિ પાછળ નુ એક કારણ આપણિ બદલાતિ જતિ સમાજ વ્યવસ્થા લાગે છે. અજે માતા પિતા ને પોતના બાળકોને જિવનના સાચા મુલ્યો સમજાવવાનો સમય જ નથિ. બાળકને માત્ર જન્મ આપવથિ કે સરા કપડા લતા આપવથિ ક ઈ તેમનિ જવાબદરિઓ પુરિ નથિ થઈ જતિ. તેમને એટલો સમય પણ આપો કે પોતના જિવનને ધડવામા તમરા અનુભવો અને જ્ઞાન નો લાભ લઈ શકે.
  અને એમા સૌથિ વધરે ફાળો સ્ત્રિએ આપવો જ હજોઇએ. સ્ત્રિ સ્વાતંત્ય નિ દોડમા તે ચાન્દ પરતો પહોચિ ગઇ પણ પોતના સન્તાને જિવનના મુલ્યો સમજવવાનિ વાત ભુલિગઇ.

 6. panna says:

  Hiralben,
  your article is really very appropriate for this generation.our girls should understand the values of life.freedom is totally different -according to this generation.such types of articles should be written more and more.thanks.
  panna

 7. Shekhar says:

  I think this write up shows over traditional thinking. Because most of the incidents the author mentioned, it seems like that, a female partner had a final aim of having a marriage with the live in partner. That’s what not a concept of live in relationship. In our country, with time, people are getting married late; some are not interested in marriage. There are lots of reasons like wife may not comfortable with husband spending money for his family and friend. A husband is not comfortable with wife spending money for her family. Both want to keep financial independence. So live in relationship will not allow forcing change in one partner’s thinking, will not allow partner dominance. This is a problem of our society, most of the person think as you got married, the marriage was arrange by parents of both, both partners in married life, live together for a life time, many cases are there is no love, it is a sense of responsibility to spouse and parents of both. So in the end I can say live in is good individual thinkers, with time they may think of marriage but don’t or never build the any relationship with marriage as final destination. As it is said ‘Pyar to ho jata hai’, once you fall in love, ‘marriage bhi ho jayega’. Please never think live in is for physical relationship. It may be one aspect but should not be the only one.

 8. Sunita Thakar (UK) says:

  મારી સાથે ઓફીસ મા કામ કરતી એક યુરોપિઅન છોકરી ની પણ આવીજ સમસ્યા છે. તે જ્યારે પ્રેગનન્ટ થઈ તે પછિ તેના બોયફ્રેન્ડે તેને છોડી ને બીજી યુવતી શોધી લીધી. આજૅ તે એકલ પંડે જોબ કરી ને અને થોડા બેનીફીટ લઈ ને તેના સન ને મોટો કરે છે. નવાઈ ની વાત તો છે કે તે european છે, તેનો exboyfriend nigerian હતો અને boyfriend નવી girlfriend એશીયન છે. તે કહે છે કે તમારી એશીયન કોમ્મયુનીટી મા તો લગ્ન કર્યા પછિજ સાથૅ રેહતા હોય છે તો પછી આ છોકરી કેમ મારા exboyfriend સાથે marriege વગર રહે છે વળી એને અમારા વિશે ખબર પણ છે. તેણે મને ઘણા સવાલો કર્યા. મને કહે કે તુ ઘણી લકી છે કે તારૂ ધ્યાન રાખવા માટે ફમીલી છે, મારો સન મને ઘણી વાર આખી રાત સુવા પણ નથી દેતો. ક્યારેક તો રડી પડાય છે. અત્યારે તેણે બીજો boyfriend શોધી લીધો છે. તે પોતે chain smoker છે અને ખુબ જલ્દી aggresive થઈ જાય છે કદાચ uncertain and unsafe future નો ડર એને હમેશા સતાવતો રહેશે. આપણો સમાજ આ બદી થી જેટલુ દુર રહે તેટલુ જ તેનુ ભવિષ્ય સારુ છે. હિરલબેન ને આવો સરસ લેખ આપવા બદલ આભાર.

 9. Pinky says:

  There is always other side to a coin. We only see things with our own perception. Also everything has his advantages and disadvantages. It is up to us to use our senses and choose the right path for us. As live in relationship does not provide any security so is marriage. Even love marriage does not last. Most of the marriages works on the understanding of both party. Some survives with love and some with just compromise. Mainly girls think of their parents and so called ” Aabaru” of the family and put up with the husband and his family. So any relationship wether it is through marriage or live in relationship its up to people involved in it to make it happy and secure.

 10. hiral says:

  ખુબ જ સરસ લેખ.

 11. Kalakar says:

  This is very true. Even I heard student who are coming to USA for study they also believe in this. Even married person also believe in this. They are thinking this is how they can enjoy. Sometimes I am thinking what type of attitude this people have. You can do so many other things for “Aanad”.

  Even I have noticed, USA born and brought kids are more “Sanskari” then our today’s Indian generation. When I saw them first thing come in my mind was, If they visit India for marriage they have to be very careful otherwise end up with miserable life.

  When I was looking for companion, I noticed some are hesistated to meet Indian girl, living alone in states and working in IT. They have impression as they are earning good and independent, they all might be belong to the girls Hiral talked in her article.

  One South-Indian Brhamin lady working with me is looking for daughter-in-law in India. One day she noticed I was fasting and she mentioned you are the first IT girl, I met who is still believe in all this. We are looking for daughter-in-law and we find out girls working in IT are spoiled only. I told her that’s not true, might be 10% spoiled but still there are some good people. You have to be careful and recongize them. Definitely you will find good girl.

  Now I can understand why she said. Most of IT companies are in South and now girls are moving there for jobs and living alone. She might noticed or heard about all these. Might be I was wrong not 10% but 50% people are like that.

  Only God can help them!!

 12. DiptiTrivedi says:

  હિરલ શાહે આ લેખ મૂકીને ઘણું સારુ કામ કર્યું. હું માનુ છું કે મોટે ભાગે આ લીવ ઈન વાળા પોતાના ગામ-પરિવારથી દૂર હશે ત્યારે જ આવા પરાક્રમ(!) કરતા હશે. વળી બદલાતા સમયમાં ડીવીડી , ઈન્ટરનેટ વગેરેના માધ્યમથી મળતું એક્સપોઝ પણ જવાબદાર હોઈ શકે.—–વિદેશોની નકલના અનુસંધાનમાં કહેવાનું કે–આપણે વર્ષોથી ખરીદી માટે કાપડની થેલી વાપરતા હતા. પછી પ્લાસ્ટીકની શરુ કરી.. વિદેશોમાં વર્ષોથી પ્લસ્ટીક હશે તે હવે અચાનક ગ્લોબલ વોર્મિંગના કારણે સુપર સ્ટોર વાળા કાપડની થેલી વેચે છે, તેના પર સ્પેશિયલ ડિસ્કા ઉન્ટ આપે છે. મતલબ આપણે ટેકનોલોજી-પ્રગતિ-વિકાસ માટે ભલે હરિફાઈ કરીએ પણ ———-પ્લાસ્ટીકની થેલીથી માંડીને પ્લાસ્ટીકીયા રીલેશનશીપ સુધી વિદેશીની નકલ કરવાની જરુર નહી. આપણા સામાજીક મૂળભૂત માળખા તરફ બધા નજર કરી રહ્યા છે.—————
  એક બીજું ઉદાહરણ ; ઐશ્વર્યા રાય વિદેશી ચેનલ અને એન્કરના ટોક શો માં આવે ત્યારે ( 60 minutes show, david latterman show, oprah vinfre show ) દરેક એને કેરિયર વુમન હોવા છતાં ૩૦ વરસની ઉંમરે માતા-પિતા સાથે રહેતી હોવાનો પ્રશ્ન કરે છે અને તે સુંદર જવાબ આપે છે.
  –મૃગેશભાઈ, આ વાત આપણા સામાજીક માળખાને સ્પર્શતી હોવાથી લખી છે ,જે ફિલ્મી વ્યક્તિની છે પણ આ લેખના અનુસંધાને છે માટે લખી છે. મંજૂર રાખશો ને?

 13. jalsa says:

  Gujarati typing ni etli practice nathi etle aa rite comment karish

  Ahi live in relationship par ek vyang karva ma avyo chhe, vaat ekdum sachi chhe ke 99% times live in relationship nu result saru avatu nathi, ena ghana karano chhe

  Koi pan manas ek samajik prani chhe ane live in relation kadach ape kahyu em banglore ke eva city ma hase to hu kahish ke e live in samaj thi chhupavelu hase ane eva relation ma mote bhage chhatakbario sodhva vala loko hoy chhe, marriage no main purpose samaj ne mahitgar karvano chhe ke aa couple have badha j promises thi jodayel chhe ane marriage pachhi sharuat ma ghana prashno ave pan jo family sathe hoy ane thodi samaj hoy to e time jata bau var lagti nathi etle marriage ma ek jaat no tolerance hoy chhe je bije kyay nathi hoto.. US ma laws etla strict chhe ane woman ni favor ma chhe jo divorce na prashno ubha thay to.. marriage kadach 1 kalak ma pati jay pan marriage todva mate 1 yr pan ochhu lage chhe ane court pan salah ape chhe ke tame possible hoy to tamari rite vat kari ne problems solve karo, have india ma to tame jem kaho chho ke ghana boys na phone ave chhe live in relation mate to ena par mara thoda vicharo
  Apde indian guys ne lagan mate to chhokari sarva gun sampan hovi joie bhale ne apde game teva hoy ane kahevay ke IT ma salary mahine 1-2 lakh chhe .. have chhokari male nai tya sudhi badha movies joine pote pan hero bani jay ane time pass ke physical satisfaction mate ke chalo live in mate koi ne offer to kari joie kem ke aa badha guys e category ma ave chhe ke je school college ma top rank lavta hoy ane koi var chhokari o sathe friendship na hoy pan e khali emni think karvani style chhe.. e etla badha desparate hoy chhe ke su vat karvi enu kai bhan hotu nathi

  have emne j puchhiye ke tame tamari sister ke cousin mate advertise apo ke chhokaro joie chhe live in mate koi taiyar thase?

  chookari side nu thinking, mostly girls ma jealousy ane competition vadhare hoy chhe have eni friend ke room mate ke game te ena karta hu agal chhu em prove karva ane pachhu emotional side to khari j etle ke mare pan boyfriend chhe ane hu pan live in relationship ma rahi saku chhu etc.

  ahi US ma pan badha loko live in ma nathi manta ane ghana catholic ane jewish to apna hindu karta pan strict belief ma mane chhe ane koi e kahyu em ke ahi born thaya hoy e ghani var sanskar ma agal hoy chhe kadach comparison barabar nahi ganay pan etlu jarur thi kahish ke relation nu future committment chhe e j tamara prem ke love ne takavi rakhe chhe ane committment etle samaj ni najar ma pan darek manas alag vicharo ane situation ma thi pass thato hoy chhe etle koi eno ek rule nathi ke aam j hovu joie, ghani var engagement pachhi pan kadach vadhare time sathe spend karva loko live in relationship ma raheta hoy chhe jenu main reason ek bija sathe time spend karva ane life start karvano pan intention hoi sake chhe.. etle end ma etlu j kashish ke jo bane to live in relationship avoid kari ane lagna kari ne sathe raho ema j bhalai chhe ane kadach eva sanjogo ubha thay to understanding hovi jaruri chhe kem ke end ma manas ek emotional animal chhe.

 14. HASMUKH B. GADHIYA says:

  LEKH SARAS CHHE. KHAS KARINE DAREK DIKARI LEKH VANCHE TE JARURI CHHE.

 15. જય પટેલ says:

  સંબંધો વગરનું સહજીવન ( કે પછી સહવાસ ) ચર્ચાના નિષ્કર્ષમાંથી કંઈક પ્રેરણાત્મક જરૂર મળશે.

  આજના આઈટીના માહોલમાં ખર્ચા બચાવવા ( કટ ધ કૉર્નર ) લીવ-ઈન-રીલેશનશીપમાં
  વિજાતીય પાત્રો વચ્ચે મર્યાદાનો પાતળો પડદો ચાર દિવાલના અંધારામાં ક્યારેય તૂટી પડે
  કહેવું મુશ્કેલ છે. યુવાનીનો ઉન્માદ અને કેફને કાબૂમાં રાખવો મુશ્કેલ નહિ તો કઠિન જરૂર છે.

  બે આંખોની મર્યાદા હવે ઈતિહાસના પાનાંમાં અંકિત થવા અધૂરી થઈ છે અને આપણે તેને ઢાળ આપી
  બાકીની કસર પૂરી કરવા મોકળું મેદાન આપીએ છીએ.

  સમાજમાં બે આંખોની મર્યાદા તૂટતાં સર્જાયેલી આજની વાસ્તવિકતાઓ……

  ૧) નવરાત્રી પછીના બે મહિના બાદ શહેરોમાં ગર્ભપાતની મોસમ ખીલી ઉઠે છે.
  ૨) આઈટી ક્ષેત્રમાં વિદેશી કંપનીઓમાં યુવાધન Cut the Corner વિચારધારા અપનાવે જે ના-કરવાનાઁ
  કામ કરાવે.
  ૩) બે આંખોની શરમ પર વર્ષોથી ચાલતી સહકારી બેઁકોનાં ઉઠમણાં આપણી આંખો સમક્ષ થયાં.

  સંસ્કારનું સંવર્ધન કે અવમૂલન પણ આપણા જ હાથમાં છે….જરૂરત છે સામાજિક ચેતના…જાગૃતિની.

  • સાવ સાચું નવરાત્રી અને શ્રાવણ માસના મેળા પછી મુલાકાતો નો માહોલ વિપરીત પરીસ્થીતી ઉભી કરે છે. વેદના સાથે કહેવું પડે છેકે વાલીઓ જુવે છે છતાં ચુપ રહે છે.
   વ્રજ દવે

 16. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સરસ લેખ નવા દ્રષ્ટિકોણ સાથે.

  It would be unrighteous to say only women suffer in ‘live-in’ relationships.

  Whoever chooses that path, has to pay high eventually as nothing comes for free, specially not the freedom from marriage.

 17. Ramesh Patel says:

  આજના આધુનિક સમાજને દુર્દશા તરફ ના જાય ..માટે ચેતવણી રૂપ લેખ.
  ખૂબખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 18. hemant shah says:

  હિરલબેન આભાર સમજવાલાયક લેખ આજ્ના યુવાનો એ સમજવા જેવો લેખ .

 19. Shailesh Pujara says:

  આ બધી બાબતો માટે કોર્ટને નહીં, માણસે પોતાના હાર્ટને પૂછીને આગળ વધવું જોઈએ. — ખરેખર સાચી વાત — કોર્ટ તો કાયદા ના જડ પુસ્તકો ને અનુસરે છે. — અને આ જીવ્મત માનવી ના સબંધો ની વાત છે.

 20. હીરલજી
  આપનો લેખ સુંદર છે. તેમ છતાં આપે જે સંજોગો અને પરિસ્થિતિ વર્ણવેલી છે તેનું મૂલ્યાંકન આજના આ સમયમાં કે જ્યારે સ્ત્રીઓ અંદાજે છેલ્લાં 15 વર્ષ થયા આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે તેટલું જ નહિ પરંતુ પોતાના સ્વમાન અને સ્વત્વ પ્રત્યે સ્ભાન થઈ રહી છે તે સાથે જ નવી ટેકનોલોજીને કારણે અને વિદેશ પ્રવાસોને કારણે આપણી અને પશ્ચિમની સંસ્કૃતિ અને સંસ્કારના આદાન-પ્રદાન અને તે વિષેની તુલના જાણ્યે-અજાણ્યે સમાજનો તમામ વર્ગ કરતો થયો છે. મોટે ભાગે દુનિયાના તમામ દેશોમાં પુરૂષ પ્રધાન સમાજ અસ્તિત્વ ધરાવે છે અને આ જ પુરૂષોએ પોતા માટે અને સ્ત્રીઓ માટે જીવન કઈ રીતે બસર કરવું તે નિયમો ઘડ્યા છે અને મોટે ભાગે પોતાની આર્થિક અને શારીરિક શક્તિ અને તાકાત દ્વારા સ્ત્રીઓ તરફ એક ગુલામની માફક વ્યવહાર કરતો આવ્યો છે. આધુનિક સમયમાં લીવ ઈન સંબંધ પશ્ચિમના દેશોમાં કોઈ નવાઈ નથી આપે આપેલ દાખલો અપવાદ રૂપ પણ હોઈ શકે ! ત્યાંની તમામ સ્ત્રીઓ ભારતમાં જન્મવાનું પસંદ ના પણ કરે કારણ કે તેઓ પોતાના દેશમાં ભોગવવા મળતી સ્વતંત્રતા તથા આગવી ઓળખ જતી કરવાનું પસંદ ના જ કરે ! તે જ રીતે આપણાં દેશમાં પણ આ સ્ત્રીઓ માટેનો મારા મતે સંક્રાંતિકાળ છે અને તેમાંથી સ્ત્રીઓ સહિત સમગ્ર સમાજ પસાર થઈ રહ્યો હોય ત્યારે કોઈ પણ નવા પરિવર્તનનો વિરોધ કરવો તે આપણાં દેશના મોટા ભાગના લોકોનો મિજાજ રહ્યો છે. આપે જે આપનો અનુભવ મકાન મેળવવાની જાહેરાતના જવાબનો જણાવ્યો તેમાં આપે લખ્યું છે કે મોટા ભાગના યુવાનો સારી જગ્યાએ નોકરી કરતા હતા અને મોટો પગાર મેળવતા હતા. સંભવ છે કે સારા કહેવાતા સંસ્કારી પરિવારના નબીરાઓ પણ હોઈ શકે ! સારા પરિવારના નબીરા હોવું તે સારા સંસ્કારો ધરાવતા જ હોય તેવું માની લેવું પણ વ્યાજબી ના ગણાય ! બીજું લીવ-ઈન સંબંધમાં શકય છે કે સ્ત્રીઓ માત્ર પુરૂષોનો જ દોષ જુએ અને પુરૂષો સ્ત્રીઓનો ! ફરીને વાત કરું તો પુરૂષ પ્રધાન સમાજ રચનામાં આજે પણ દીકરી અને દીકરા વચ્ચે નરી આંખે જોઈ શકાય તેવો ભેદ ભાવ આધુનિક શૈલીથી જીવન જીવતા પરિવારોમાં જેમ નો તેમ સચવાયેલો છે. આપને જે યુવાનોએ લીવ-ઈન માટે ફોન કર્યા તે પરિવારના મા-બાપના ધ્યાન ઉપર આ વાત આવે તો તે ક્ષમ્ય ગણાશે અને જો તે જ પરિવારની દીકરી આ વાત કરશે તો દીકરી સંસ્કારહીન ગણવામાં આવશે ! આમ દીકરા અને દીકરી માટે અલગ અલગ કાટલા આજની તારીખે પણ જોવા મળે છે. આ સંક્રાંતિકાળ પૂરો થઈ જતાં આપો આપ બધું જ સ્વીકારાય જવાનું છે.આજ્થી 15 -20 કે વધુ વર્ષો પહેલાં સ્ત્રી બહાર કામ્ કરવા નીકળી નહિ શક્તી તેણીએ લાજ અર્થાત ઘુમટો તાણવો ફરજિયાત હતો. પોતાના વર પહેલાં જમી પણ નહિ શકાતું ! સાડી સીવાય કોઈ પોષાક 13 વર્ષની દીકરી થતા નહિ પહેરી શકાતો આવા અને આવા પ્રકારના અનેક બંધનો સ્ત્રેઓ માટે હોવા તે સામાન્ય ગણવામાં આવતું.આ વિષે કોઈ ફરિયાદનો અવકાશ નહિ હતો !
  જીવનમાં સંસ્કૃતિમાં સમયાનુસાર પરિવર્તન આવ્યા જ કરે છે અને દરેક નવા ફેરફાર વખતે તેનો વિરોધ પણ થતો રહે છે અને આખરે કાળ ક્રમે તે સ્વીકાર્ય બનતું રહે છે. પ્રાગ ઐતિહાસિક સમયમાં લગ્ન પ્રથા જ ક્યાં હતી ? કાળ ક્રમે જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો અને અનુભવે લગ્ન પ્રથા સ્વીકારવામાં આવી ! તેવું જ આજે પણ બની શકે છે કારણ ટેક્નોલોજીના વિકાસે દુનિયાને એક નાનું ગામડું બનાવી દીધું છે અને તેથી સંસ્કૃતિ અને સંસ્કારની સાથે તમામ ગુણો અને અવગુણો સ્વીકારવાની માનસિકતા પણ કેળવવી જ રહેશે. જો કે હું ચોક્કસ નથી તેમ છતાં આ જ્યારે લીવ્ઈન વિષે વાત ચાલી રહી છે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે લગભગ લીવ ઈન જેવી જ પ્રથા પારસીઓમાં વર્ષો થયા અસ્તિત્વ ધરાવે છે ! કાયદે સર લગ્ન ગ્રંથીથી જોડાતા પહેલા યુવાન અને યુવતી સાથે રહે છે અને બાદ જો અનુકૂળતા લાગે તો લગ્નથી જોડાય છે. અંતમાં હું એટલું કહીશ કે લીવ ઈન સંબંધમાં બંને પક્ષોએ પૂરેપૂરી રીતે એક બીજાને સમર્પીત અને વફાદર રહેવું જોઈએ ઉપરાંત બંનેના નાણાકિય સંબંધો પણ એક બીજાની જાણ સાથે પરંતુ અલગ અલગ રાખવા સલામત ગણાવા જોઈએ ! વધુમાં જ્યાં સુધી લગ્ન સંબંધ ના થાય ત્યાં સુધી બાળકની જવાબદારી વહોરવી નહિ જોઈએ કારણ જો સંબંધમાં ગરબડ થાય અને છૂટા પડવાની નોબત આવે તો નિર્દોષ બાળકની હાલત કફોડી ના બને માટે સલામતી રાખવી તે જ શ્રેષ્ઠ અને ડહાપણ ભર્યો માર્ગ ગણાય !

  • જગત દવે says:

   અરવિંદભાઈ,

   ચિંતનાત્મક વિષયનું આપના દ્વારા સુંદર વિશ્લેષણ. લગ્ન-સંસ્થાનાં આવિષ્કાર બાદ જ માનવ સભ્યતાઓ નો વિકાસ સંભવ થયો છે……સમાજને સાંસ્કૃતિક બનાવવાનું તે પ્રથમ પગથીયું છે અને તે જો પ્રદુષિત થશે તો સમાજ પણ પ્રદુષિત થવાનો જ.

   દરેક બાબતમાં પશ્ચિમની નકલ એ આપણી વૈચારીક પંગુતા દર્શાવે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે પણ તે પરિવર્તન જ્યારે ઊર્ધ્વગામી ન રહેતાં પતનનો માર્ગ અપનાવે ત્યારે તે વિકાસ નહી પરંતુ વિનાશનાં માર્ગે લઈ જાય છે. જે આ પ્રકારનાં સબંધો તરફ આગળ વધતા દરેક યુવક અને યુવતીઓ એ ખાસ યાદ રાખવું ઘટે.

   યુવાવસ્થા એ એવી શારિરીક ઘટના છે જેમાં આવેગો અને આવેશો દરિયાની ભરતીની માફક આવે છે અને જ્યારે તેમાં ઓટ આવે ત્યારે જીવનનાં પથરાળ કિનારાઓ ઊભરી ને બહાર આવે છે. બહું ઓછા યુવાનોમાં એ આવેગો ને નાથવાની તાકાત હોય છે.

 21. aarti says:

  મને તમારો લેખ ખુબ સરસ લાગ્યો આબધુ કયારે પન બદલાવાનુ નથિ.

 22. Jagruti Vaghela USA says:

  આજની યુવાપેઢી જેટલી વધારે independent બનતી જાય છે તેટલી જ વધારે સ્વચ્છંદી બનતી જાય છે. અને અધોગતિને માર્ગે જાય છે. જ્યારે સમજ આવે ત્યારે મોડુ થઈ ગયુ હોય છે.

 23. એક ચેતવણી રુપી સંદેશ આપ્યો. પણ જ્યારે આંખ અને કાન બંધ છે તો કોય વિકલ્પ નથી.
  વ્રજ દવે

 24. nilam doshi says:

  હીરલ…અહી ફરી એકવાર આ લેખ અને તેના પ્રતિભાવો વાંચીને આનંદ થયો. મારા બ્લોગ પર તને આટલા પ્રતિભાવો ન મળી શકત એ ખ્યાલ હોવાને લીધે જ મેં…

  શકય હોય ત્યારે આવા અન્ય અનુભવો લખતી રહેજે.
  અભિનંદન..
  હવે તું કહીશ તો આ મારા બ્લોગ પર પણ મૂકીશ.

 25. hiral shah says:

  આપ સૌનો ખુબ ખુબ આભાર. લગભગ બધાંએ ઘણું વિચાર્યું આપણી બદલાતી જતી લગ્નપ્રથાનાં સંદર્ભમાં. પરંતુ, આ જ લેખ મેં જ્યારે મારા બ્લોગ પર, અંગ્રેજી ભાષામાં પ્રથમવાર લખ્યો તો, મને ઘણાં અલગ પ્રતિભાવો પણ મળ્યાં.

  નિલમ આંટી, તમારા પ્રોત્સાહનનાં કારણે હું ગુજરાતી અનુવાદ અહિં લખી શકી.. મૃગેશભાઇનો પણ ખુબ ખુબ આધાર. એમણે મારા લેખનો રિવ્યુ કર્યો અને એમાં જોડણીથી લઇને જરુરી નાનાં નાનાં ફેરફાર પણ કર્યાં (ધટનાંઓનું સાતત્ય જળવાય એ રીતે).

  તમે જરુરથી તમારા બ્લોગ પર આ લેખ લખી શકો છો. આમ પણ તમારો બ્લોગ દીકરીઓને સમર્પિત છે, અને આ લેખની ધારી અસર ઉપજાવવાં દીકરીઓ આપણી લગ્નસંસ્થાને માન આપે તે વધુ આવકારદાયક છે. આપણાં સમાજમાં ડિવોર્સનાં કિસ્સા વધતાં જાય છે અથવાં ધણાં ધરોમાં માતા-પિતા વચ્ચે હ્ંમેશા ઝગડા વધુ થતાં હોય એટલે જાણે-અજાણે બાળ માનસ અથવાં ટીન-એજનાં બાળકો લીવ-ઈનને પ્રાધાન્ય આપતાં પણ જોઇ શકાય.

  વળી મોટાભાગનાં માતા-પિતા ખાલી આઇ-આઇ-ટી અને આઇ-આઇ-એમમાં સંતાનને એડમીશન મળે અને એમનું સમાજમાં માન-પાન વધે એટલે સુધી જ સીમિત છે. અને એટલે જ સારી કોલેજોમાં ભણેલા અને સારા ઘરનાં સંતાનોમાં વિચારશક્તિ સાવ શૂન્ય થઇ ગઇ હોય એવું લાગે. લાખોમાં કમાણી કરતાં યુવાનો દરેક વસ્તુને પૈસાથી મુલવે અને લાગણીઓ કે સંવેદનશીલતા અનુભવવાની કે સમજવાની શક્તિ ગુમાવી બેસે છે.
  મોટા ભાગના યુવાનો આજે ખરેખર એક લેખમાં બતાવેલા “બી-પ્રેકટીકલ મોમ” ના ધૈર્ય જેવા જ છે. અને એટલે જ ઘણાં લોકો લગ્નની જવાબદારીમાં રહેલાં સંવેદનોથી દુર “બી-પ્રેક્ટીકલ” એવાં લીવ-ઇનને પ્રાધાન્ય આપે છે.

 26. હિરલજી
  આમ તો એક વાર પ્રતિભાવ જ્ણાવ્યો હોવા છતાં ફરીને થોડું લખવાનું મન થતા આ લખી રહ્યો છું. એક વાત તો સ્પષ્ટ છે કે લગ્ન પ્રથા શરૂ થયા પહેલાં આવા સંબંધો સમાજમાં પ્રવર્તતા હતા ! લગ્ન એક સાંસ્કૃતિક ઘટના બની. પહેલાં કહ્યું છે તેમ પુરૂષપ્રધાન સમાજ રચનામાં લગ્ન સાથે પત્ની પ્રત્યેનો માલિકી ભાવ જોડાઈ જતો રહ્યો છે. પુરૂષે મોટે ભાગે કયારે ય સ્ત્રીના સ્વમાન કે સ્વત્વની કદર કરી નથી અને તેથી જ સીતાને અગ્નિ પરીક્ષા તો દ્રૌપદીનું જુગારમાં હારી જવું વગેરે સાબિત કરે છે કે સ્ત્રીને પુરૂષે હંમેશા કોઈ ચીજ્-વસ્તુથી વધારે મહત્ત્વ આપ્યું નથી. પુરૂષે પત્નીને પોતાની માલિકીની જણસ જ સમજી છે અને તેથી જ કદાચ પુરૂષના મૃત્યુ પાછળ પત્નીને સતી બનવા ફરજ પાડવામાં આવતી ! હવે આજે આધુનિક સમયમાં લીવ ઈન સંબંધની વાતનો વિરોધ કરનારા એ ભૂલી જાય છે કે જ્યારે પત્નીએ લાજ-ઘુમટો છોડ્યા, પોતાની પસંદના કપડાં પહેરવા માટે આગ્રહ રાખતી થઈ, પતિ/પત્ની એક બીજાના નામ સાથે સંબોધન કરવા લાગ્યા, બાળક્ને પણ વડિલોની રૂબરૂમાં નામ લઈ બોલાવવા/રમાડવા લાગ્યા, પતિની એઠી થાળીને બદલે પોતાની આગવી અને જુદી થાળીમાં જમવાનું શરૂ કર્યું, ત્યારે આ બંને પતિ-પત્ની તેમના વડિલોને સ્વચ્છંદી જ લાગેલા ! શક્ય તેટલો વિરોધ કે પ્રતિકાર આ વડિલૉએ કરેલો તેમ છતાં ઉપર દર્શાવેલ પરિવર્તન થઈને જ રહ્યું ! આજે આજ પતિ-પત્નીઓ વડિલોના સ્થાને બીરાજી રહ્યા છે અને તેઓ પણ આજના યુવાનો/યુવતીઓને સ્વતંત્ર નહિ પણ સ્વચ્છંદ ગણાવી રહ્યા છે તે તેમની વૈચારીક પંગુતા દર્શાવી રહેલ છે. કંઈ પણ નવું પરિવર્તન આવે ત્યારે તેનો પ્રતિકાર કરવો તે જાણે એક ફેશન બની ગઈ છે અને બાદમાં આ પરિવર્તન સ્વીકારી લેવા સીવાય કોઈ વિકલ્પ ના રહે તો જ સ્વીકારવું તેટલું જ નહિ પણ આ માટે તમામ ક્રેડીટ લેવાનો પ્રયાસ પણ આ જાતના લોકો કરતા રહે છે. ટૂકમાં પરિવર્તન કોઈ નું ઓશીયાળું/મોથાજ નથી તે સમયાંતરે થતું જ રહે છે કોઈના સ્વીકાર કે અસ્વીકારની પરવા કર્યા સીવાય !
  અંતમાં મને ગુણવંત શાહે પોતાના લેખમાં જે કહ્યું છે તે ખૂબ જ અસરકારક લાગ્યું છે અને તમામ લોકોને વિચારવા પ્રેરતું હોય અત્રે દોહરાવી રહ્યો છું. “લીવ ઈન રીલેશંશીપ એક વિચારનું નામ છે. એને કારણે સમાજનું નખ્ખોદ વળવાનું નથી કારણ કે આજના પતિત સમાજમાં હવે વધારે નખ્ખોદ જાય એવી કોઈ શક્યતા બચી નથી.”

  • hiral shah says:

   લીવ- ઇનથી સ્ત્રીઓની સ્થિતિ સુધરશે નહિં, ઉલટાનું એણે વધારે સહન કરવાનું આવે એમ પણ બને. લગ્ન પછી સ્ત્રી માત્ર ગ્રહિણી બનીને ઘરનાં બધાનો ખ્યાલ કરે છે અને એને માનની નજરે જોવાય છે. લીવ- ઇનમાં સ્ત્રીને ફરજીયાત કમાવાની ફરજ પડશે. અને એ વધારે હતાશાનો શિકાર બનશે.

  • જય પટેલ says:

   શ્રી અરવિંદભાઈ

   લીવ-ઈન-રીલેશનશીપ જેવા સંબધ ગુજરાતી સમાજ સ્વીકારે તેવો પ્રેમાગ્રહ ( હઠાગ્રહ ) કરવાનો
   આપને સંપૂર્ણ અધિકાર છે. આપણી સમસ્યા કંઈક નવું સ્વીકારવાની નથી પણ
   પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની છે. જે પશ્ચિમી રીતી-રિવાજ ભારતીય સમાજને અનુકુળ ના હોય
   તે પણ જીદ કરી સ્વીકારવાની મનોવૃતિ સમાજને અધોગતિના માર્ગે લઈ જશે.

   પશ્ચિમમાં અમેરિકામાં પુરૂષ-પુરૂષ અને સ્ત્રી-સ્ત્રીના સંબંધો ભયાવહ હદે વધ્યા છે.
   મોટા ભાગના રાજ્યોમાં આવા લગ્નોને કાયદેસરની માન્યતા આપવાની હોડ લાગી છે.
   આ…..કંઈક નવુંને આપ ભારતમાં સ્વીકારશો ?
   બીજું ઉદાહરણ….પશ્ચિમમાં મેળાવડામાં હાથમાં ડીસ લઈ જમવાનો રિવાજ હતો જે આપણે
   વગર વિચારે બુફેના નામે આપણા સમારંભોમાં ઘુસાડી દીધો….પરિણામ અનાજનો બગાડ જે આપણે
   જોઈએ છીએ અને કંઈ કરી શકતા નથી..!!

   લીવ-ઈન-રીલેશનશીપમાં જો પાત્રો વચ્ચે વૈચારિક દિવ્યતા હોય તો એકબીજાને એબયુઝ કરવાની શક્યતા
   નહિવત છે…સમાજના સામાન્ય માનવી માત્ર માટે ભારતીય વાતાવરણમાં જવાબદારી વગરના પ્રયોગો
   સમાજની બુનીયાદ ખોખલી કરશે. ( જેનો અહેસાસ શહેરોમાં આપણને થઈ રહ્યો છે. )

   જે ભારતીય પિતાને ચાર દિકરીઓ હોય તે આપનો કંઈક નવું કરવાનો
   લીવ-ઈન-રીલેશનશીપ પ્રયોગ કરવાનું સાહસ કરશે ?

   • આપને એક વાત પૂછું આપ જે પશ્ચિમના સમાજમાં પુરૂષ અને પુરૂષ તથા સ્રી અને સ્ત્રી સાથેના સબંધોની વાત કરો છો તેવા સબંધો આપણાં દેશમાં નથી ? માફ કરજો પણ પશ્ચિમના દેશના લોકો ખુલ્લા છે જેવા છે તેવા દેખાવામાં તેમને શરમ કે સંકોચ નથી માટે આપણે સૌ તેમની આવા સબંધો અંગે ટીકા કરી શકીએ છીએ. આપણાં લોકો દંભી છે આવું બધું ખૂણે ખાચરે તથા કહેવાતા સાધુઓ-સ્વામીઓ સાધ્વીઓમાં પણ ચાલ્યા જ કરતું હોવા છતાં આપણે તેનો સ્વીકાર કરવા તૈયાર થતા નથી. પશ્ચિમના દેશોએ આવા સબંધોને કાયદેસર માન્યતા પણ આપી છે ! કોઈ જાતનો દંભ રાખ્યા સીવાય તમામ લોકો આવા સબંધો સ્વીકારે છે અને તેની જાહેરાત પણ કરતા અચકાતા નથી. આવા સબંધ ધરાવતા લોકો સાથે મિત્રાચારીના સબંધ કે લોહીના સબંધમાં કોઈ ફર્ક પડતો નથી. બીલકુલ સ્વાભાવિક ગણાય છે. આપ લખો છો કે જે ને 4 દીકરીઓ હોય તે આવો લીવ ઈન સબંધ સ્વીકારશે આ સબંધ સ્વીકારવો કે નહિ તે દીકરીઓના મા-બાપે નહિ પણ દીકરીઓએ નક્કી કરવાનું છે તે આપ કેમ ભૂલી ગયા ?
    “લીવ-ઈન-રીલેશનશીપમાં જો પાત્રો વચ્ચે વૈચારિક દિવ્યતા હોય તો એકબીજાને એબયુઝ કરવાની શક્યતા
    નહિવત છે…સમાજના સામાન્ય માનવી માત્ર માટે ભારતીય વાતાવરણમાં જવાબદારી વગરના પ્રયોગો
    સમાજની બુનીયાદ ખોખલી કરશે. ( જેનો અહેસાસ શહેરોમાં આપણને થઈ રહ્યો છે. )”
    વૈચારિક દિવ્યતા માત્ર લીવ ઈન સબંધ પૂરતી જ મર્યાદિત ના હોઈ શકે તે લગ્ન જેવા સબંધમાં પણ એટલીજ મહત્વ ધરાવે છે અને જ્યાં આવી સમજ ના હોય તો તે સબંધ ધરાર પૂરો કરવો કે “પડ્યું પાનું નીભાવી લેવું” કે “એક જન્મમાં બે અવતાર ના કરાય” વગેરે માન્યતાઓ/રૂઢીઓ વિદાય લઈ રહી છે અને જેમ જેમ સ્ત્રીઓ પોતાના સ્વમાન અને સ્વત્વ અંગે સભાનતા અને સતર્ક થતી જશે અને તે અર્થાત સ્ત્રીઓનું સ્વમાન અને સ્વત્વ જો નહિ જળવાય તો તેમ તેમ છૂટા પડવાના બનાવો મારા અને આપના પરિવારોમાં પણ બનશે અને શક્ય છે કે આપણે પણ ત્યારે તેમાં સહમતિ આપવી પડે !
    બુફે લંચ/ડીનર સ્વીકારાયું તેની પાછળ માત્ર પશ્ચિમનું અનુકરણ જ છે તે હું સ્વીકારતો નથી પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અગાઉના સમયમાં જમણમાં પીરસવાની સેવા માટે સ્વૈચ્છિક રીતે સ્વયંસેવકો મળી રહેતા જ્યારે આજે તે લગભગ સંભવ રહ્યું નથી.આવી સેવા કરવાનું આજના યુવાનો/યુવતીઓને પસંદ નથી તે એક વાત બીજું બુફેમાં જમણ કોઈની પણ માટે રાહ જોયા વગર શરૂ કરી શકાય છે જ્યારે આપણી જૂની પધ્ધતિમાં સંખ્યા થવાની તથા કોઈ મોટી કે મહત્વની વ્યક્તિ જમવા આવવાની હોય તો તેની રાહ જોઈ અન્ય લોકોને બેસી રહેવાનો આજના આ અત્યંત વ્યસ્તતાના માહોલમાં સમય હોતો નથી. તેથી આ બુફે વધારે અનુકૂળ રહે છે. વળી જમણ પણ સમયસર શરૂ થઈ શક્તું હોય સમયની મર્યાદામાં પૂરું પણ થઈ જતુ હોય છે. રહી વાત બગાડની તેમાં વાંક જમાડનાર કરતાં જમનારનો વધારે હોય છે પોતાની જરૂરિયાત કરતાં પણ પ્લેટમાં વધારે વાનગીઓ લે અને બાદમાં પૂરું આરોગી ના શકે તો તેમાં દોષ કોનો ? આ માટે તો વ્યક્તિએ પોતે જ સમજ કેળવવી રહી !
    એક બીજી વાત લીવ ઈન સબંધ વાળા યુગલો આજે પણ પશ્ચિમના જગતમાં સુખી લગ્ન વાળા દંપતિની સરખામણીમાં લઘુમતિમાં જ છે માત્ર આપણે ત્યાં આ નવો વિચાર આવતા આપણે સૌ જાણે આસમાન તૂટી પડ્યું હોય કે કાલથી જ આવા સબંધઓ જ હવે સ્થાન લેશે તેવા ભય હેઠળ જબર જસ્ત વાદ વિવાદમાં પડી જઈ આવા વિચારોને વધારે જાહેર કરતા રહી આજના યુવાનો/યુવતીઓ સભાન કરી રહ્યા હોઈએ તેમ નથી લાગતુ ?
    ધાર્મિક્તાના આંચળા હેઠળ તમામ પ્રકારની અનૈતિક પ્રવૃતિ કરનારા સાધુઓ-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ રાજકારણીઓ-સત્તાધીશો અને ધંધાદારીઓ તેમજ ઉધ્યોગપતિઓ ભેળસેળ્-ભ્રષ્ટાચાર – લાંચ રુશ્વત કરચોરી -લૂંટ્-ખૂન- બળાત્કાર વગેરે આપણાં સમાજ્ને અધોગતિ સીવાયની કઈ દીશામાં દોરી જઈ રહ્યા છે ? માત્ર સેકસની વાત આવે એટલે તમામ ચોખલીયા તૂટી પડે છે. અરે મારા ભાઈ આ ટીકા કરનારાઓ પણ જો તક મળે તો લીવ ઈન સીવાય વ્યભિચાર પણ કરે તેટલા ચાલાક હોય છે માત્ર મુખવટો સજ્જનનો પહેરેલો રાખી સમાજને છેતરતા રહેતા હોય છે ! આ નરી અને નક્કર વાસ્ત્વિકતા છે આપણા સ્વીકાર કે અસ્વીકારથી કોઈ ફેર પડતો નથી. અસ્તુ !

    • Editor says:

     નમસ્તે અરવિંદભાઈ,

     કૃપયા અહીં એક થી વધુ વખત વિસ્તૃત વાર્તાલાપ ન કરતાં માત્ર આપના વિચારો રજૂ કરશો તે વધુ ઉપયોગી થઈ રહેશે.

     આભાર,
     લિ.
     તંત્રી, રીડગુજરાતી.

     • શ્રી મૃગેશભાઈ આપનો આભાર આપે મને યાદ દેવડાવ્યં કે આ હિરલનો બ્લોગ નથી ! હું ભૂલથી આ હિરલનો બ્લોગ છે તેમ માની મારો પ્રતિભાવ વિસ્તૃત રીતે જણાવી રહ્યો હતો. . આપે મારું ધ્યાન દોર્યું કે આ રીડગુજરાતીની વેબ-સાઈટ છે તે માટે આભાર ! જાણ્યે-અજાણ્યે મારાથી વધારે લાંબો અને એક કરતા વધારે વાર પ્રતિભાવ્ લખાય ગયો છે તે માટે મને દરગુજર કરવા વિનંતિ. ફરીને આભાર !
      સ-સ્નેહ
      અરવિંદ

    • Mahesh says:

     Well, Arvindbhai. What you said is correct that the westen culture is more open that indian. However the alst words from catherine says everything. Though she is from london, she still wish that she will have her next birth in india.

 27. hiral shah says:

  અરવિંદ અંકલ, તમારા મુદ્દા વધુ વિચારવા જરુર પ્રેરે છે. જે થવાનું છે એને કોઇ રોકી શકવાનું નથી.. મારી કોઇ પણ બહેનપણી માત્ર લીવ-ઇનનાં કારણે મારી બહેનપણી મટી જતી નથી.. પરંતુ, લગ્નની જવાબદારીમાંથી છટકવા માટે લીવ-ઈન કેટલું યોગ્ય ગણાય? ડિવોર્સ લીધેલાં માતા-પિતા અને લડી-ઝગડીને પણ સંતાનો ખાતર એક થઈને રહેતાં માતા-પિતાનાં સંતાનોમાં ફરક છે જ. તો પછી જેમનાં માતા-પિતાએ લગ્ન જ નથી કર્યાં એમનાં સ્ંતાનો શું ખરેખર સમાજમાં યોગ્ય માન-પાન પામશે? આવાં સંતાનોનો વિકાસ કદાચ એટલો સ્વસ્થ ના પણ થઇ શકે.

 28. MUKESH says:

  Hi i am mukesh patel from london. really this is good artical. i like this

 29. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Impressive illustration Hiralbahen…

  I am in no favor of live in relationship but you get the best possible perspective upon whether the two of you are compatible or not. If the answer is not, well you have a way out. And the only loser is the girl.

  Ashish Dave

 30. Mahesh says:

  First of all, this is an excellent artcile. Appreciate hiral for such a nice thoughts. Most of the issues are created just we cause we do things because someone has done it that way. In this busy life, we forget to listen our hearts and we follow things which we see. Until we compare ourselves with others, we will be happy. the moment we start comparision, all these issues will start. Was there things like live-in relationship couple of years ago ? No. Then why now ? Oh.. i forgot, we are modern now.. we are making progress. Some people belive this as a status..or they think this is the modern society in which these are necessity. However they dont think about the future…they don’t think about the problems associated with it… they believe in short-time enjoyment… And as someone has commeted out, its not from one end. Finally it depends on us only how we drive ourselves.

 31. Hardik Shah says:

  બહ જ સરસ લેખ. સુન્દર રિતે લેખકે બહુ મોતિ વાત કરિ ચે.

 32. jit says:

  સુંદર લેખ! એક સમય એવો આવશે કે ‘ના ઘર કે ઘાટ ના’ એવી પરિસ્થિતિ સર્જાશે. એ વાત પણ સાચી કે ઘર માંથી સરખો પ્રેમ ને હુંફ મળે તો બહાર ક્યાંય ફાંફા મારવા ની જરુર ના પડે…મા-બાપ ના ઉછેર પર ઘણો બધો આધાર હોય છે

 33. Dharmendra Suthar says:

  હિરલ બેન,

  આપનો આ અનુભવ આપે લખવા બદલ આભાર… દુનિયા ને ખબર પડે કે દુનિયા મા સુ ચાલે છે…

 34. DEVANSHI says:

  I REALLY LIKE THIS STORY N REALLY NICE CONCEPTL. I PROUD 2 B N INDIAN N PROUD 2 B A GUJARATI. THANK YOU HIRAL MAM 4 THIS WONDERFUL “LEKH” N FEELING LUCKY AFTER READING THIS, HOPE THIS ARTICLE WILL HELP SOME PPL WHO THINK ABT LIVE IN RELATIONS N AGAIN THANX.

 35. dhaval says:

  hiralben

  lekh bahu saras chy.
  aaj na yug ma have sra ke khrab grna chokra ke chokri ki pan paglu bhrta vichrta nathi
  a lekh news paper ma print mate apvo joe ye.

 36. KINJAL MUSCAT says:

  પ્રતિભાવ સારા રહ્યા.સમાજ આપને જ બનાવ્યો ચે ચ્હાતા આપ્નુ જ કરેલુ આપ્નેને ગમ્તુ નથિ શા માતે?આઝાદિ સારિ કેહ્વાવાય પન અત્લિ હદે નહિ કે તે વિકાર બનિ જાય્.

 37. Mahesh says:

  Very nice article. First of all we should understand the defination of the family and a role of family to build a good society. To make stable society, we need stable failies. To make stable families, we need stable relationship between family members. For me, live in relation cannot be permenent because it buit to fulfil temporary requirements. Marriage is the life time commitement and it has very importent place in the society. Anything we do, we should think long term outcomes for doing it otherwise we or our coming generations will have to pay for it. In most cases, we see that woman has to suffer most of the time. So please woman has to be very careful while she choose a life partner. I hope we will always think to build a healthy society where we can create more secure and safe enivroment for every one.

  Thanks,
  Mahesh

 38. FUNNYBIRD says:

  હિરલબેન,
  સમજવાલાયક લેખ, આજ્ના યુવાનો એ સમજવા જેવો તમારો લેખ ખુબ સરસ લાગ્યો………..સુંદર લેખ!

  આભાર!

 39. Niyati says:

  I agree with you on this situation. I am living in USA. However with our cultural -marriage pattern and decision with parents are also need cosideration manytimes. Today especially in gujarat people are crazy about going abroad and setting up marriages. For this craziness people compromize a lot and get ready to marry with NRI’s. However I saw this compromise will show their effects on marriage and people are not happy. Here many couples — and friends when they share their thoughts and feeling they are just living together becuase of children or family but are not happy..
  Someone need to think on this to on our marriage system and cultural changes.

 40. Vaishali Maheshwari says:

  Good examples in good wordings Ms. Hiral Shah. This is a bitter truth of the society. I hope the younger generation understands what is right and helps in preserving our prestigious and pious Indian culture.

 41. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ હિરલબેન.

  લિવ-ઈન રિલેશનશિપનો વિષય વિવાદાસ્પદ તો ખરો જ. જે ઘડીએ આ સંબંધ તૂટ્યો ત્યારે સ્ત્રીને ભોગવવાનુ વધારે આવે છે. આજકાલ તો ઘણી સ્ત્રીઓ પણ કહેવાતી ‘પ્રેક્ટિકલ’ હોય છે એટલે તેમને વાંધો નથી આવતો. પરંતુ જો તેઓ ઇમોશનલી સેન્સિટીવ હોય તો તો ખૂબ જ આઘાત પામે.

  ટીવી પર આવતા “ઇમોશનલ અત્યાચાર” જેવા રીયાલીટી શો જોઈને થાય છે કે મહિનાઓ-વર્ષો જૂના સંબંધો કેમ આટલી આસાનીથી તૂટી જતા હશે.

  પુરુષ પ્રેમ કરે છે સેક્સ મેળવવા માટે, સ્ત્રી સેક્સ આપે છે પ્રેમ મેળવવા માટે. આ વાત સ્ત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આખરે તો જો કોઈ તમારો ઉપયોગ કરી જાય તો એના માટે તમે પોતે પણ જવાબદાર તો ખરા જ.

  હિરલબેનને આ લેખ લખવા બદલ અભિનંદન.

  નયન

 42. Vaishali Gandhi says:

  HAI HIRALBEN,
  TAMARO LEKH KHUB SARAS CHE. AA LEKH VACHI MA NE MARI NANI BABY NI CHINTA THAVA LAGI. ATYARE JO AAVU BANECHE TO PACHI TE MOTI THASE TAYARE KEVO JAMANO AAVI JASE.

 43. Yogeshkumar Patel says:

  Hi Hiral Madam,
  mane tamari aa story vanchi ne khub gami she.tamari vat sav sachi she.avu Vice-Varsa pan bane she.je mane bahu gamtu nathi.pan,kahevat 6ne “Gam na modhe Garana Na Bandhi shakay.tame mane reply karo jo

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.