સૂરજ પહેરે ગોગલ્સ (બાળકાવ્ય) – વંદના ભટ્ટ

[‘એકડા બગડા આરામ કરે છે’ પુસ્તકમાંથી સાભાર.]

સૂરજદાદા….સૂરજદાદા
પ્લીઝ તમે પહેરોને ગોગલ્સ

તમે કહો તો મોકલી દઉં
કાળા-લીલા નવ-દસ
ભરબપોરે તમે કરતા આંખ તમારી તીખી
જોવું પડે ઘરમાં ભરાઈને અમારે ટીવી
તમે પહેરો ગોગલ્સ
પડશે તમારો વટ……. તમે કહો તો….

આવડા મોટા આભમાં
એકલા કેમ રહો છો ?
મરદ મૂછાળા થૈ ને
વાદળથી કેમ ડરો છો ?
રોજ ઉતરો દરિયે, શું ત્યાં છે તમારું ઘર ?
સૂરજદાદા સૂરજદાદા
પ્લીઝ તમે પહેરોને ગોગલ્સ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મોંઘેરી મિરાત મીરાં – સં. પ્રદીપ રાવલ ‘સુમિરન’ Next »   

0 પ્રતિભાવ : સૂરજ પહેરે ગોગલ્સ (બાળકાવ્ય) – વંદના ભટ્ટ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.