હસતાં રહો ! – સંકલિત

ગ્રાહક : ‘અલ્યા, ક્યારનો રાહ જોઉં છું. હજી ખાવાનું નથી બન્યું ?’
વેઈટર : ‘સાહેબ, ખાવાનું તો ત્રણ દિવસથી બનેલું છે. ગરમ કરી રહ્યા છે, હમણાં લાવ્યો બસ…..’
*******

સંતા : ‘અરે ભગવાન, ગડ્ડીમેં પેટ્રોલ ખતમ હો ગયા….. અબ યે આગે નહીં જા પાયેગી…..’
બંતા : ‘તૂ ભી ના યાર !….. જરા પેટ્રોલ ચેક કરકે નીકલના ચાહિયેના…… મૂડ ખરાબ કર દિયા…. ચલ અબ પીછે લે લે…. ઔર ક્યા વાપસ જાએંગે…..’
*******

પુરુષ : ‘તારી સાથે ગાળેલી એક એક ક્ષણ મારા માટે મોતી સમાન છે.’
સ્ત્રી : ‘મને કોઈ ગળે પડે એ ગમતું નથી !’
*******

‘મારું કુટુંબ એક રાષ્ટ્ર જેવું છે.’ મિ. બ્રાઉને પોતાના સહકર્મચારીને કહ્યું, ‘મારી પત્ની નાણાંપ્રધાન છે. મારી સાસુ ગૃહપ્રધાન છે અને મારી દીકરી વિદેશ પ્રધાન છે.’
સહકર્મચારી : ‘અરે વાહ ! તારી શી સ્થિતિ છે ?’
‘હું પ્રજા છું. દર મહિને કરવેરો આપું છું !’
*******

સુધીર : ‘મારી દીકરીના સંગીત કલાસ મને ફળ્યા.’
સુનીલ : ‘એ કેવી રીતે ?’
સુધીર : ‘મારા પાડોશી તેમનો ફલેટ મને અર્ધી કિંમતમાં વેચી રહ્યા છે !’
*******

પત્ની : ‘હું તમારું ઘર છોડીને કાયમી ધોરણે મારા પિયર ચાલી જાઉં એ પહેલાં તમારે છેલ્લે છેલ્લે કંઈ કહેવું હોય તો ફાટો મોઢામાંથી….’
પતિ : ‘ટેક્સી…..’
*******

મકાનમાલિક : ‘હું તને ભાડું ચૂકવવા ત્રણ દિવસની મુદત આપું છું.’
સંતા : ‘ઠીક છે ભાઈ, હું હોળી, દિવાળી અને ક્રિસમસ એ ત્રણ દિવસ પસંદ કરું છું.’
*******

સંતા, બંતા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા :
‘તીન સવારી મના હૈ.’
બંતા કહે : ‘પતા હૈ. ઈસિલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈ !’
પોલિસ : ‘તો ઠીક હૈ !’
*******

એક ઉંદર અને એક બિલાડીની સગાઈની વાત ચાલતી હતી. ઉંદરના ઘરવાળા બિલાડીના ઘેર છોકરી જોવા આવ્યા. બિલાડી હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈને શરમાતી શરમાતી આવી. બધાએ બિલાડીને જોઈ. પછી ઉંદરવાળા ઘરે પાછા ગયા. બે દિવસ પછી કહેવડાવ્યું :
‘અમને છોકરી પસંદ નથી.’
‘કેમ ?’
‘એને તો મૂછો છે !’
*******

સંતા ટ્રેનમાં જતો હતો. ટ્રેનમાં એક ટાઈમપાસની ચોપડી વેચતો ફેરિયો આવ્યો. સંતાએ કહ્યું કે, ‘એ બધું ઠીક પણ તારી પાસે કોઈ જોરદાર પુસ્તક છે ?’
ફેરિયાએ કહ્યું : ‘એક છે પણ તમે એ વાંચી નહીં શકો. બહુ જ ભયંકર વાર્તા છે એટલે કે હોરર સ્ટોરી છે.’
સંતા કહે : ‘અરે હું તો કોઈ વાર્તાથી નથી ડરતો.’
ફેરિયો : ‘એ તો વાંચશો એટલે ખબર પડશે. પણ એ જોરદાર પુસ્તકની કિંમત 3000 રૂ. છે.’
સંતા કહે : ‘હું કંઈ કિંમતથી નથી ગભરાતો’ એમ કહીને સંતાએ રૂ. 3000 આપીને એ પુસ્તક ખરીદ્યું. ફેરિયાએ જતાં જતાં કહ્યું : ‘ભલે ગમે તે થાય પણ પુસ્તકનું છેલ્લું પાનું કદી ના વાંચતા, નહીં તો ગજબ થઈ જશે !’

સંતા ચોપડી વાંચવા લાગ્યો. ઠીક ઠીક હોરર હતી પણ સંતાને થયું કે એવું તે છેલ્લા પાને શું હશે કે જે વાંચતા ગજબ થઈ જશે ? સંતા ધીમે ધીમે ચોપડી વાંચતો ગયો. આખી ચોપડી પૂરી થઈ અને હવે છેલ્લું પાનું બચ્યું હતું, જેની આગળની સાઈડ કોરી હતી. હવે ? એની પાછળની બાજુએ શું લખ્યું હશે ? આખરે સંતાથી ના રહેવાયું. એણે ખોલીને વાંચી જ લીધું અને વાંચતાની સાથે એના હોશકોશ ઊડી ગયા ! કારણ કે ત્યાં લખ્યું હતું : ‘કિંમત 30 રૂપિયા !’
*******

સંતા : ‘મારું ઘર એટલું મોટું છે કે અંદર લોકલ ટ્રેન ચાલે છે.’
બંતા : ‘મારું ઘર એટલું મોટું છે કે ફોન પર વાત કરતાં કરતાં બીજા છેડે પહોંચી જાઉં તો રોમિંગ ચાર્જ લાગે છે !’
*******

એક રીક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રીક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ કે !’
*******

યમરાજ સો લોકોને યમલોક લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં નારદજી મળી ગયા.
નારદજી : ‘આ શું યમદેવ, આટલા બધા એક સાથે ?’
યમરાજ : ‘મુનિરાજ, માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ તો પૂરું કરવું જ પડે ને !’
*******

એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી. અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !
*******

‘મારા પુત્રના બંને લગ્ન નિષ્ફળ નીવડ્યાં.’
‘કેવી રીતે ?’
‘તેની પહેલી પત્ની કોઈની સાથે ભાગી ગઈ… અને આ બીજી કોઈની સાથે ભાગી જતી નથી !’
*******

વકીલ : ‘તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.’
પતિ : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : ‘જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’
*******

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિમિત્ત – સ્મિતા પારેખ
બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા Next »   

17 પ્રતિભાવો : હસતાં રહો ! – સંકલિત

 1. 😀

  મજા આવી ગઇ…..વીકએન્ડ ની શરુવાત થઇ હોય એવું અનુભવાય છે….. : )

 2. કુણાલ says:

  જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’ !!

  😀

 3. કુણાલ says:

  પતા હૈ. ઈસિલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈ !’ !!

  😀

 4. dhaval says:

  મજા આવિ ગઈ.

 5. Kiri Hemal says:

  ખુબ જ સરસ !!!!!!!!!!!!

  હળવાફુલ થઈ ગયા………………………..

 6. Amit Sheth says:

  ખરેખર મજા આવી ગઈ.

  મન પ્રફુલીત થઈ ગયુ!!!!!!!!

 7. Sweta Patel says:

  જલસા પડી ગયા સવાર સવાર મા ખુબ ખુબ આભાર.
  “સાવન કા ઇન્તજાર” પછિ “આયા સાવન જુમ કે” હસી હસી ને બેવડ થઇ જવાયુ. ઃ)

 8. ઇચ્છાતો એવી થાય છે કે અઠવાડીયામાં ત્રણ દિવસ આવા જ હાસ્યના હલવા આરોગીએ. સમજો ને કે મજો પડી.
  આભાર.
  વ્રજ દવે

 9. very impressive and informative.

 10. Nirav shah says:

  મૌજા હિ મૌજા..જુના અને જાનિતા જોકસ….

 11. Jignesh Shanishvara says:

  એક ઉંદર અને એક બિલાડીની સગાઈની વાત ચાલતી હતી. ઉંદરના ઘરવાળા બિલાડીના ઘેર છોકરી જોવા આવ્યા. બિલાડી હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈને શરમાતી શરમાતી આવી. બધાએ બિલાડીને જોઈ. પછી ઉંદરવાળા ઘરે પાછા ગયા. બે દિવસ પછી કહેવડાવ્યું :
  ‘અમને છોકરી પસંદ નથી.’
  ‘કેમ ?’
  ‘એને તો મૂછો છે !

  – જોરદાર

 12. hardik says:

  he he he….!!!!!

 13. ramesh says:

  ‘આયા સાવન ઝૂમ કે !’

 14. Tarun Patel says:

  નારદજી : ‘આ શું યમદેવ, આટલા બધા એક સાથે ?’
  યમરાજ : ‘મુનિરાજ, માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ તો પૂરું કરવું જ પડે ને !’

  વાહ મજા આવી ગઈ….

 15. nilesh says:

  ખરેખર મજા આવી ગઈ

 16. Gujarati says:

  એક ઉંદરડી અને એક હાથીની સગાઈની વાત ચાલતી હતી. હાથીના ઘરવાળા ઉંદરડી ના ઘેર છોકરી જોવા આવ્યા.
  બે દિવસ પછી ઉંદરડીવાળાએ કહેવડાવ્યું :
  ‘અમને છોકરૉ પસંદ નથી.’
  ‘કેમ ?’
  ‘એના દાંત બહાર છે !’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.