સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

મારા બારણાને ટોડલે ચકલી રમે,
એની ઝીણી ઝીણી આંખ,
એની નાની નાની પાંખ,
એ તો રમતી ને ઊડતી સૌને ગમે

મારા ફળિયાને લીમડે પોપટ રમે,
એની ગોળ ગોળ આંખ,
એની લીલી લીલી પાંખ,
એ તો બોલતો ને ઊડતો સૌને ગમે.

મારા ઘરને તે આંગણે વાછરું રમે,
એના સુંવાળા વાળ,
એની થનગનતી ચાલ,
એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.

મારી નાનકડી બેન મારા ઘરમાં રમે,
એની કાલી કાલી બોલી,
એની આંખ ભોળી ભોળી,
એ તો રમતી ને હસતી સૌને ગમે.

સૌને ગમે, સૌને ગમે,
ઘર મારું નાનું સૌને ગમે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ
ઝાકળના ઝગારા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

4 પ્રતિભાવો : સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

 1. Rachana says:

  ખુબજ સરસ …..જીવનની સૌથી મોટી મુડી સન્તોષ છે..આજના ઈ-યુગમા માનવી nature થી દુર થઈ ગયો છે. સહજ અને સ્વાભાવીક જીવનની બદલે બધુ artificial બનતુ જાય છે…feelings પણ … નાની નાની વાતોમાથી અઢળક ખુશી મળી શકે છે જે આપણે ભુલવુ ના જોઈએ.બધો સમય ભાગમભાગ ન કરતા થોડો સમય શાન્તિથી બેસી આસપાસ ના વાતાવરણને માણવુ જોઈએ..કુદરતનુ અદ્વિતિય સૌન્દર્યને જોતા ખ્યાલ આવશે કે ઈશ્વર અહીજ છે….આપણિ સમિપ…

 2. Charulata Desai says:

  મારા બાલ્ય જીવનનું એક ગીત યાદ આવી ગયું–ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ?
  બીજુ–આવો પારેવાં, આવોને ચકલાં,ચોક્માં દાણા નાખ્યા છે.

  ખુબ સરસ, નાના બાળકોને આવાં ગીતો ખૂબ ગમતાં હોય છે.

 3. Harish S. Joshi says:

  વો ભિ ક્યા દિન થે….બાલ્પન યાદ આવિ ગયુ,સાથે જગ્જિત સિન્ઘ નેી ગઝલ્……યે દોઉલત ભિ લેલો,યે શોહરત ભિ લેલો,
  ભલે ચ્હિન લો મુજ્સે મેરિ જવાનિ,મગર મુજ્હ્કો લોઉતાદો બચ્પન કા સાવન્,વો કાગજ કિ કસ્તિ,વો બારિસ કા પાનિ..”
  આપ્ના ગર્વિ ગુજરાત ના સર્સ્વતિ પુત્રો દ્વારા રચિત અવિસ્મરનિય રચનાઓ ના કારને આપ્ને સોઉ ગર્વ અનુભવિયે ચ્હિયે..
  આવિ રચ્ના પ્રકશિત કર્વા બદલ હ્રુદય થિ આભાર્.

 4. Prerak V. Shah says:

  ખુબ સુંદર કૃતિ છે. બાળપણની યાદ આવી ગઇ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.