કથાદ્વયી – હરિશ્ચંદ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

[1] મધુરી ઘટમાળ !

લેબરરૂમમાં હું એનો હાથ પકડીને ઊભી હતી. વેણ આવતું અને મારો હાથ જોરથી દબાતો, અમળાતો. મનોમન હું પ્રાર્થના કર્યે રાખતી – ભગવાન, મારી દીકરીને આમાંથી સહીસલામત પાર પાડ ! એ મારી માત્ર દીકરી જ ક્યાં હતી ? મારી મિત્ર હતી, સખી હતી.

અને હું 24 વરસ પાછળ જતી રહી. આવો જ લેબરરૂમ, જ્યાં અમે પ્રત્યક્ષ પહેલી વાર મળ્યાં. એ પોચી ફૂલગુલાબી નાનકડી કાયાનો પહેલો સ્પર્શ ! મારા આખા શરીરે રોમાંચ-રોમાંચ થઈ ગયો. આંખો તો એની બીડેલી હતી, પણ જાણે અંદરથી કોઈ આંખે અમે એકબીજાને જોતાં હતાં. ત્યારથી બંધાયેલી અમારી મૈત્રી. પછી તો હું એને જોતાં ધરાતી નહોતી. કાલું-કાલું કાંઈ-કાંઈ કહેતી. એય ઊંહ કરતી, હાથ હલાવતી, હસું-હસું થતી, જાણે મને પ્રતિસાદ દેતી. મહિનો માસ થયે પિયરથી આવ્યા બાદ મેં એને નવડાવવા વગેરે માટે બાઈ ન રાખી. અમારામાં કોઈ બીજો ભાગીદાર ન જોઈએ. હું જ એને નવડાવતી. એનાં તાજાં ગોરાં ગુલાબી અંગોને ક્યાંય સુધી ચૂમ્યા કરતી. એને છાતીએ ચાંપતી.

દિવસો ઝડપથી જતા ગયા. એ આળોટતી થઈ, ઘૂંટણિયાં ભરતી થઈ, દોડતી થઈ, કાલું-કાલું બોલતી થઈ, આવીને મને વળગી પડતી થઈ. એને જોઈને જાણે દુનિયાનું બધું સુખ મારી બાથમાં આવી જતું ! એને બાળમંદિરમાં મૂકવાનું થયું. શરૂ-શરૂમાં એ રડતી. મનેય એનાથી વિખૂટા પડવું જીવ પર આવી જતું. પણ પછી તો એનેય ગમવા માંડ્યું અને હુંયે ટેવાઈ ગઈ. ઘરે આવે એટલે એને કેટકેટલી વાતો કરવાની હોય ! હુંય એની વાતો સાંભળતાં ધરાઉં નહીં. ખોળો છોડીને મારી દીકરી હવે દુનિયામાં રમતી થઈ, ભમતી થઈ. દુનિયાનું જોઈ આવીને એ મને ટોકતીયે થઈ. ‘જો, તેં મારો એક ચોટલો નાનો વાળ્યો અને બીજો મોટો. પ્રિયંકાની મા કેવા બે એક-સરખા ચોટલા વાળી દે છે !’ અથવા તો ‘તું તો રોજ એક સરખો જ નાસ્તો આપે છે. માધવીની માનો નાસ્તો રોજ કેવો નવો-નવો હોય છે !’ સ્કૂલના યુનિફોર્મમાં તો એ કેવી ફક્કડ લાગતી હતી ! એ ખીલતી કળીને હું જોઈ જ રહેતી. જો કે એની સુવાસ હવે થોડે દૂરથી લેવાની રહેતી. એની જુદી દુનિયા ઊભી થતી જતી હતી. હવે હું જ કાંઈ એની એક માત્ર મિત્ર નહોતી, બીજીયે બહેનપણીઓ હતી. તેમ છતાં હજી પરમ મિત્રના નાતે મારી સાથે એને ઘણું બધું વહેંચવાનું હતું.

તેમ કરતાં કરતાં એ કૉલેજમાં ગઈ. હવે તો એને પાંખ જ ફૂટી ! હું એને હવામાં ઊડતી જોતી રહી. મનેય એ ઊડવાની શિખામણ આપતી ગઈ. ‘મા, તું અમારામાં ને ઘરમાં જ ક્યાં સુધી ગોંધાઈ રહીશ ? જીવનને તારી રીતેય એન્જોય કર.’ વળી, મારી વધુ પડતી કાળજી એને બંધનરૂપ લાગતી ગઈ. ‘મા, મારી બહુ ચિંતા ન કર. હવે હું મોટી થઈ. વધુ પડતી કાળજી લઈને તું મને પાંગળી બનાવી દઈશ.’ ખરેખર એ હવે મારી ‘ફ્રેન્ડ, ફિલોસોફર ઍન્ડ ગાઈડ’ બની ગઈ હતી. હવે અમારી વચ્ચે ઘણી ચર્ચા થતી, વિવાદ થતા, મતભેદ પડતા, ક્યારેક વાદ-વિવાદમાંથી અબોલાયે થઈ જતા. હવે એ કાંઈ મારા ખોળામાં રમતી કીકલી નથી, મારી સમોવડી થતી જાય છે – આ તથ્ય મને ધીરે ધીરે પચતું ગયું. થોડા વખતથી મને એના વહેવાર-વર્તનમાં કાંઈક નવલ લાગવા માંડ્યું હતું. કાંઈક અનેરો ઉલ્લાસ હતો. મેં નોંધ્યું કે બે-ત્રણ વાર એ મને કાંઈક કહેવા માગતી હતી, પણ કહી શકતી નહોતી. અચકાતી હતી, કેમ કરીને વાત મૂકવી એની ઘડભાંજ કર્યા કરતી હતી. છેવટે એક દિવસ મેં એને પાસે બેસાડીને પૂછ્યું :
‘હા, તો કહે કોણ છે એ ? શું નામ ? શું કામ ?’
એ આશ્ચર્ય પામી ગઈ. ‘તને કોણે કહ્યું ?’
‘કહે કોણ વળી ? તારી આંખોએ કહ્યું, તારા હાવભાવે કહ્યું. હું તારી મા છું, હં ! મારા હાડ-માંસમાંથી તારો આ દેહ બન્યો છે.’ એ પ્રેમથી મને વળગી જ પડી, નાની હતી ત્યારે વળગતી તેમ. મેં ફરી એ સુખ અનુભવ્યું. મેં એને છાતી સરસી ચાંપી લીધી અને પ્રેમથી બધું જાણી લીધું.

છોકરો સરસ. ઘર સરસ. અને બધું સરસ રીતે પાર પડ્યું. છ મહિનાની અંદર-અંદર તો મારી ઢીંગલી બીજા ઘરની વહુ બનીને ચાલીયે ગઈ. બાવીસ વરસ પહેલાં લેબરરૂમમાં જેને પ્રત્યક્ષ પહેલી વાર મેળવીને મને રોમાંચ-રોમાંચ થયેલો, તે નાજુકડી બાળકી આજે પોતાનો નવો સંસાર રચવા જેવડી મોટી થઈ ગઈ, તે હજી મારા માન્યામાં નહોતું આવતું. પણ તે એક નક્કર હકીકત હતી. અને બીજાં બે વરસમાં તો આજે લેબરરૂમમાં હું એનો હાથ પકડીને ઊભી હતી. વેણ આવતું અને મારો હાથ જોરથી દબાતો, અમળાતો. છેલ્લું વેણ આવ્યું અને છુટકારો થયો. થોડા વખત બાદ જ્યારે નર્સે એક નવજાત બાળકીને મારા હાથમાં મૂકી, ત્યારે હું એને જોતી જ રહી. આબેહૂબ મારી ઢીંગલીની જ પ્રતિકૃતિ ! સંસારની આ મધુરી ઘટમાળ મને રોમરોમ પુલકિત કરી ગઈ.
(શ્રી સુનિતા ઓગલેની મરાઠી વાર્તાને આધારે)
.

[2] અંતરના ઓરતા

સમીર જેવો વર મેળવીને શીલા ખૂબ ખૂબ ખુશ હતી. પૂરી સ્વતંત્રતામાં એ ઊછરેલી. એટલે પોતાને સમાન ગણી ચાલે એવો જીવનસાથી મળતાં એના આનંદનો પાર નહોતો. સમીર કહેતો, ‘તારી કોઈ પણ ઈચ્છા ઉપર હું આક્રમણ નહીં કરું, અને તું મારી.’ જો કે ક્યારેક હવે શીલા અકળાઈ જતી. સમીરને પંખા વિના ઊંઘ ન આવે, અને શીલાને પંખો ચાલે ત્યાં જ માથું દુઃખવા આવે. સમીરે તેનો તોડ કાઢ્યો :
‘આપણે સામાન્ય રીતે 11 થી 6 સૂઈએ છીએ. તો સાડા ત્રણ કલાક પંખા સાથે અને સાડા ત્રણ કલાક પંખા વિના.’ રોજ અઢી વાગે એલાર્મ વાગે અને સમીર ઊઠીને પંખો બંધ કરી આવે. થોડા દિવસ શીલાએ બહુ કહ્યું, ‘અરે, હવે મને પંખો સદી ગયો છે….’
‘સાવ જુઠ્ઠી ! એ તો મારે જાગવું ન પડે ને એટલે.’

પોતાના મતનો, ઈચ્છાનો આદર થાય, તે કોને ન ગમે ? પણ ક્યારેક માણસને પોતાની ઈચ્છાને અન્યની ઈચ્છામાં ઓગાળી નાખવામાં જ વિશેષ આનંદ આવતો હોય છે. અને ક્યારેક તો એમ પણ થાય કે મારી ઈચ્છા-બિચ્છા પૂછ્યા વિના મને પોતાનામાં સમાવી લે.
‘તું નોકરી ચાલુ રાખે તેમાં મને કોઈ વાંધો નથી. પણ જો, આપણે એમ કરીએ કે સવારની રસોઈ તારે બનાવવી અને સાંજની મારે !’
‘હં….. આવું શું કરતો હશે ? બે જણની રસોઈ, તેમાં તે વળી…..’
‘બસ, આ જ મને ગમતું નથી. આપણે શું કરાર થયા છે ? કામમાંયે સમાન ભાગીદારી…..’
‘ભલે ભઈ, ભલે ! જો ! આપણે એમ કરીએ કે શાક તારે લાવવું અને સમારવું, મારે રાંધી દેવું; રોટલી ને દાળ મારે બનાવવાં, ભાત તારે.’ શીલાએ માર્ગ કાઢ્યો.
‘સરસ, સરસ ! કેવી ડાહી છોકરી છે !’
શીલાને એ બહુ ગમતો. પરંતુ આખો વખત ત્રાજવાનાં બે પલ્લાં સમાન રાખવાની જ ચિંતા કર્યા કરવી પડે અને એક પલ્લું જરીકે નમી ન જાય તેનું ધ્યાન રાખવું પડે, એ રુચતું નહીં. પ્રેમની એકતામાં આવી જુદાઈ બાકી રહે છે ? પ્રેમમાં કોણ કેટલું ઘસાયું તેનાં તે કાંઈ લેખાંજોખાં હોય ? પણ આના પ્રેમની તો તરાહ જ નિરાળી !

એક દિવસ શીલા કહે, ‘વઘારેલો ભાત બનાવવાનું તને નહીં ફાવે. આજે કાંદા નાખીને હું સરસ બનાવું. તેને બદલે જોઈએ તો તું ગાદલાં પાથરી દેજે !’
‘ના, તું અહીં સામે બેસ અને મને શિખવાડ.’
શીલાને એવો તો ગુસ્સો આવ્યો ! માંડ માંડ ગળી ગઈ. એક સાંજે હરખાતી હરખાતી ઘેર આવી. શીલાએ સમીરના હાથમાં એક સરસ પેકેટ ધર્યું.
‘બોલ, આમાં શું હશે ?’
‘હં….અ……અ….. સરસ મજાની નવી સાડી.’
‘ખોટ્ટું !’ અને પેકેટ ખોલી એણે સરસ મજાનું ખમીસનું કાપડ એની સામે ધર્યું. આ કલર તને બહુ ગમે છે ને ! આજે તારો જન્મદિવસ છે એટલે…..’
‘પણ હું એકલો ન લઉં. તારે માટે શું આણ્યું ? અને આના પૈસા તારા ખાતામાંથી…… અરે, અરે, શું થયું ? તારી આંખમાં પાણી શું કામ ?…… કેમ આપણે પહેલેથી નક્કી નથી કર્યું કે બંનેના પગારમાંથી અડધા પૈસા ઘરખર્ચમાં અને બાકીના પોતપોતાના ખાતા……’
‘બહુ થયું, બહુ થયું હવે.’ કહેતાં શીલા રડી પડી.
‘મારાથી એવું કાંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કર.’
‘ચૂપ ! હવે એક અક્ષર પણ ન બોલતો. લગ્ન એ કાંઈ ભાગીદારીમાં ચાલતી દુકાન નથી. એ કોરું કટ ગણિતેય નથી. એ તો મહાકાવ્ય છે. એને કાવ્યમય થઈને માણવાનું છે. અહીં કરાર કેવા ? કરાર એક જ, અને તે પ્રેમનો.’ અને એ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી.

ઘડીભર તો સમીર છોભીલો પડી ગયો. પછી નજીક જઈ એના માથે પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો.
‘જા, મને અડીશ નહીં !…… એ કાપડનું હું પગલૂછણિયું કરીશ….’ શીલા છણકી.
‘શીલા….!’
‘ભૂલ થઈ, બોલ ! બોલ, ભૂલ થઈ !’
સમીરે શીલાની હડપચી પકડી માથું ઊચું કર્યું, અને એની આંખમાં આંખ પરોવતો બોલ્યો, ‘જા, નથી કહેતો ! અને હવે તું એક શબ્દ પણ વધારે બોલી, તો આપણા બધા કરાર ફોક કરી નાખીશ.’
પણ શીલાને હવે બોલવું જ ક્યાં હતું ?
(શ્રી વિજયા લાડની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસારી-સાધુ ભોળો ભાભો – ગિરીશ ગણાત્રા
વિસ્મયજનક શોધ અને શોધકો – શાંતિલાલ જાની Next »   

19 પ્રતિભાવો : કથાદ્વયી – હરિશ્ચંદ્ર

 1. trupti says:

  ૧- પ્રથમ પ્રસંગ- જાણે મારી પોતાની કથા……ફરક એટલો કે મારી દીકરી હજી ૧૩ વરસની માટે શાળાજીવન સુધી ની કથા વાચતા તો એમજ લાગ્યુ કે મારી પોતાની દીકરી નો જનમ હું માણી રહી છુ. આમ પણ મા થવુ એટલે દુનીયાનુ સૌથી મોટુ સુખ ભગવાને એક સ્ત્રી ની ઝોળિ મા આપેલુ સુખ.
  ૨- પતિ અને પત્ની એટલે જીવનના ગાડા ના બે પાયા. એક જો ખોટકાય કે વાંકુ થાય તો જીદગી ની ગાડિ ખોટકાય જાય.

  બન્ને પ્રસંગો ખુબજ સરસ.

  • yogesh says:

   ત્રુપ્તિ બેન્,

   પ્રથમ વાર્તા તો મમ્મી અને પપ્પા બેઉ ને લાગે તેવી ચ્હે. મારી દીકરી ૫ વર્સ ની ચ્એ અને મારી પત્ની ની જેમ્ મે પન લાગ ણી ઓ નૉ પ્રવાહ અનુભવ્યો ચે. દીકરી સાથે એક અલગ જ રીલેશન હોય ચે. ભગ્વાન નો ખુબ ખુબ આભાર અમને સુન્દર દીકરી આપ્વા માટે.

   આભાર્

   યોગેશ.

  • જય પટેલ says:

   તૃપ્તિ

   દિકરી વ્હાલનો દરિયો….કહેતાં આપણે સભાગૃહો ગજવી મુકીએ છીએ પણ હકિકતે
   નારી શક્તિનો આદર અને વૈચારિક સ્વાતંત્રયતા બક્ષવા વિષે ગુનાહિત ઉદાસિનતા
   કેળવીએ છીએ…!!

   દિકરી પર એક સુંદર ગીત છે….આ વડને કુંપળ ફૂટી જાણે જન્મી મારી દિકરી.
   બીજું એક ગીત….લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલાં દઈ ચાલી….સ્વર શ્રી સોલી કાપડિયા.
   આપને વારંવાર સાંભળવાનું મન થશે અને હા અશ્રૃધારા અસ્ખલિત વહેશે…રોકી નહિ શકો.

   • Jayshree says:

    જયભાઇ…
    વડને કુંપળ ફૂટી.. એ ગીત ક્યાંથી મળી શકે એની વધુ માહિતી આપશો?

    • જય પટેલ says:

     સુશ્રી જયશ્રીબેન

     આપ ટહુકોવાળા જયશ્રીબેન હોય તો ખબર જ હશે..!!
     Any way ગુજરાતી સુગમ સંગીતનું દિકરીને અર્પણ કરેલું ઉત્તમ ગીત છે.
     આ ગીત ડ્યુટ છે અને તે Amazon.com પર 99 Cent માં ઉપલબ્ધ હતું.
     હાલમાં પ્રાપ્ય છે કે નહિ તપાસ કરશો.
     ગીતના શબ્દો….
     આ વડને કૂંપળ ફૂટી જાણે જન્મી મારી દિકરી.
     આ આંબે કોયલ બોલી જાણે…..

 2. બન્ને વાર્તાઓ ખુબ સુંદર.

 3. Sonia says:

  અરે વાહ! મજા આવી ગઇ…short n’ sweet! 🙂

 4. Rachana says:

  બંને વાર્તાઓ ખુબજ સંવેદનશીલ લાગી…..God cant b every whr thr for he made MOTHER…

 5. chokshidhara says:

  1 story jane mari j potani hoi tevu lage che atyare hu 20 year ni chu pan jyare hu school days ane collage days ma avi j hati

  so thanks for this artical.

 6. sima shah says:

  બંન્ને વાર્તાઓ ખૂબ જ સરસ્……….
  આભાર………
  સીમા

 7. hiral says:

  really mummy banavu ae sauthi sundar gadi che and dikri kyare moti thai jay che ae khabar j nathi padti. banne story saras che but first vadhare saras che

 8. Hiral Shankar says:

  Pratham varta no bhav hu ghani sari rite samaji shaku chu, Mata banya ne aam to matra 1 ja varsh thayu che pan balak ma potani jaat ne ogali jati joi che….. Khub bhav vahi varta…

 9. Jagruti Vaghela USA says:

  પહેલી વાર્તા વાંચીને રોઈ પડાયું. મારી મા આવી જ મારી સખી હતી.

 10. vipul says:

  બન્ને સારી છે

 11. Rajnikant P Dixit says:

  very very good

 12. Vaishali Maheshwari says:

  Wonderful happy-feeling stories.
  Enjoyed both of these.

  Thank you Author.

 13. આ માણસ જીંદગી ને પણ કરાર ગણે છે.
  આશ્ચર્ય !!!

 14. Hemantkumar Jani UK says:

  બન્ન્ને વાર્તામાં લાગણીનું ઝરણું વહેતું “વાંચ્યું”,
  મરાઠી વાર્તા જગત ખરેખર ગુજરાતી કરતા ઘણુ
  સમ્રુધ છે….અભિનંદન…

 15. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Rajneeshji once said: The moment a child is born, the mother is also born. She never existed before. The woman existed, but the mother, never. A mother is something absolutely new.

  Beautiful dipictions…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.