પાંચ પગલાં પૃથ્વી પર – સોનલ પરીખ

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ સોનલબેનનો (મુંબઈ) આ સરનામે સંપર્ક કરી શકો છો : sonalparikh1000@gmail.com]

મારી મિત્ર ગૌરી અત્યારે 50 વર્ષની છે. 20 વર્ષની ઉંમરે તેનાં લગ્ન થયાં. ઘર, વર, બાળકો અને પરિવારને જતનપૂર્વક સાચવવા અને સંભાળવામાં તેનું જીવન વીત્યું. ખૂબ પ્રેમથી અને હોંશથી તેણે વડીલોને, વ્યવહારોને, સૌની સગવડને સાચવ્યાં અને બદલામાં સૌનાં આદરમાન પણ પામી. હવે બાળકો યુવાન થયાં છે, ઘરના મોરચે જવાબદારી ઘટી છે. ગૌરીને થાય છે હું કંઈ નવું શીખું. બપોરના નવરાશના સમયમાં તે વાચે કે ટીવી જુએ કે વાનગીઓ બનાવે તેનો કોઈને વાંધો નથી, પણ કમ્પ્યુટર શીખવા, યોગ કે એરોબિક્સના કલાસ ભરવા કે સંગીત શીખવા તે અઠવાડિયામાં બે કે ત્રણ વાર અમુક નિયત સમય માટે બહાર જાય તો તેનો બધાને જ વાંધો છે. ગૌરીને આશ્ચર્ય થાય છે ને અકળામણ પણ થાય છે કે અઠવાડિયામાં બે-ત્રણ વાર, બે-ત્રણ કલાક માટે, કોઈના રૂટિનમાં ખલેલ ન પડે તે રીતે પોતે પોતાની રીતે સમય વિતાવે તેમાં આટલાં ચોખવટ, ખુલાસા, સવાલ-જવાબ અને ‘ઈસ્યૂ’ ઊભો કરવાની શી જરૂર છે – ઘરના બીજા સભ્યો ગમે ત્યારે જાય, ગમે ત્યારે આવે; પોતે વહેલું ટિફિન ભરી આપવાથી માંડી મોડેથી જમવાનું ગરમ કરી આપે અને પોતાને કશુંક મનગમતું કરવું હોય તો કોઈ સંમતિ આપવા જેટલો સહકાર પણ ન આપે ?

‘તું બીજાની જેમ શાંતિથી બેસ ને…’, ‘આરામ કર….’ જેવી સમજાવટથી માંડીને ‘અમને તું ગરમ જમાડે તો જ ખાવાનું ભાવે’ જેવું ઈમોશનલ બ્લૅકમેલિંગ અને ગુસ્સો આવે ત્યારે ‘આ ઉંમરે આવા ધખારા શાના ? શોભતું હોય તે શોભે.’ ગૌરી બાસમતી ચોખા રાંધે છે. હીરાનાં ઘરેણાં પહેરે છે. ગાડીમાં ફરે છે ને મૉલમાં મહાલે છે. સુખના આ મહોરાની પાછળ રહેલાં ગુપ્ત બંધનોને પ્રેમને નામે કરેલી વેઠ, સહિષ્ણુતાના નામે ખોઈ નાખેલા અધિકારો, ફરજના નામે કરેલી ગુલામીનો કુરૂપ ચહેરો આ બધા વચ્ચે તેને દેખાતો રહે છે. બહારની દુનિયાનાં પરિવર્તનો સાથે દોડતાં પતિ-સંતાનોની ઘણી વાતો તેને સમજાતી નથી. તેઓ કહે પણ છે, ‘તું નહીં સમજે.’ ગૌરી મનોમન કહે, ‘સમજવાનો મોકો મળે તો ન સમજાય ?’ સમજવાનો મોકો બીજા બધાને સહજ મળે છે, પોતાને માગવો પડે છે ને માગવા છતાં નથી મળતો તો ચલાવવું પડે છે તે જોઈ તેને દુઃખ થાય છે, પણ કશું બોલતી નથી. જતું કરે છે. બધાના સુખે સુખી રહે છે. તેની આંખોમાં ક્યારેક ડોકાઈ જતી ઉદાસી કે તેના મનમાં છૂપાયેલા જ્વાળામુખીની જાણ કોઈને થતી નથી.

ઈલા આરબ મહેતાની નવલકથા ‘પાંચ પગલાં પૃથ્વી પર’ વાંચી મને ગૌરી અને તેના જેવી અનેક જાણીતી-અજાણી મહિલાઓ યાદ આવી. આ નવલકથાની પહેલી આવૃત્તિ 1995માં થઈ અને 2010માં તેનું પુનર્મુદ્રણ થયું. લેખિકા જણાવે છે, ‘આ ગાળામાં ટેકનૉલૉજીની અદ્દભુત પ્રગતિએ દુનિયાની કાયાપલટ કરી નાખી છે. એકવાર તો થયું કે આ કથાને નવા સંદર્ભોમાં ફરી લખું – પણ વાંચતી ગઈ તેમ સમજાયું કે જે સમાજ આમાં ચીતરાયો છે તે બદલાયો છે ખરો ? 21મી સદીના પ્રથમ દાયકાની મહિલાઓ સામે આજે પણ એ જ પડકારો નથી ? – જવાબ શોધવાની જરૂર ન હતી, મૂળ કૃતિ જેમ છે તેમ જ રહેવા દીધી છે.’

વાર્તાની રૂપરેખા આ પ્રમાણે છે. અનુપા અને મિહિરનાં લગ્ન થાય છે. સાસુ-દિયર ને પતિ-પત્નીનો નાનકડો, મધુર, સુખી સંસાર. મિહિર મહેનતું અને પ્રેમાળ હતો. સાસુ ગરવાં ને સમજદાર અને દિયર મિત્ર જેવો, નાના ભાઈ જેવો. તેમને સાચવવામાં, ઘર વ્યવસ્થિત સંભાળવામાં, મિહિરની પ્રગતિ સાથે બદલાતી જતી જીવનશૈલીને અનુરૂપ થવામાં, વધતી જતી સગવડો ભોગવવામાં, મોભો ટકાવી રાખવા કરવા પડતા પરિશ્રમમાં અનુપાને આનંદ તો આવતો હતો, પણ પથ્થર-પથ્થર ગોઠવીને ચણાતી જતી ઈમારતના પાયામાં અનુપા પોતે પુરાતી જતી હતી. ધીરે ધીરે તેને ખ્યાલ આવતો ગયો કે પોતાની ક્ષિતિજો ખૂબ સાંકડી બની ગઈ છે. તાજી હવામાં છૂટથી શ્વાસ લેવા મળતો નથી. પોતે પોતાની રીતે પોતાની ક્ષિતિજો વિસ્તારવાનો, પોતાનો મુક્ત શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે તો ઘર પગમાં બેડી થઈ અટવાય છે. તેને સમજાય છે કે ઘર અને સંસાર સારી રીતે તો જ ટકે જો સ્ત્રી સતત તેની માવજત કરતી રહે, પણ તો પછી સ્ત્રીના પોતાના વિકાસનું શું ? વિકસવું એ કોઈ ઘૃષ્ટતા નથી, વિકસવું એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે, અધિકાર છે, પણ જે ઘર પુરુષને પ્રોત્સાહન ને પીઠબળ ને પ્રેરણા આપે છે તે જ ઘર સ્ત્રીને બંધનો આપે છે, નડતરો અને અવરોધો આપે છે. અનેક બનાવોની પરંપરા પછી અકળાતી-મૂંઝાતી અનુપા છેવટે ઘર છોડે છે. ત્યાર પછી તે અભ્યાસ કરે છે, એક આશ્રમમાં રહે છે. વર્ચસના પ્રશ્નો જુદો ચહેરો ધારણ કરી સામે આવતા રહે છે. તંદુરસ્ત સમાન ભૂમિકા પર રચાયેલું સ્વસ્થ જીવન ત્યાં પણ મળતું નથી. કૉલેજમાં નોકરી માટે ટ્રસ્ટીઓ પતિનું પ્રમાણપત્ર માગે છે, તેને માટે અનુપા મિહિરને ફરી મળે છે. બન્નેને ખ્યાલ આવે છે કે એકબીજા વિના બન્ને અધૂરા છે. પછી શું થાય છે ? લગ્ન, પરિવાર, ઉંબરની બહાર પગ મૂકવાનો પ્રયત્ન અને છૂટાછેડા – આ ચાર પગલાં પછી હવે પાંચમું પગલું કયું ? લેખિકા આ પ્રશ્ન વાચકોની સામે મૂકે છે.

એક વિકલ્પ તેઓ પોતે સૂચવે છે : પુરુષ સમજે કે પોતાનો વિકાસ પત્નીના વિકાસની દિશા રૂંધે તેવું ન થવું જોઈએ. ઘર સ્ત્રીનું છે તેમ પુરુષનું પણ છે. બન્ને મળીને ઘર બનાવે, ઘર ચલાવે. સ્ત્રીને પૈસા કમાવાની ને વિકાસ કરવાની મોકળાશ મળે, પુરુષ સ્ત્રીની ગેરહાજરીમાં ઘર ચલાવી શકવાની આવડત મેળવે. કામ કરતી ગૃહિણી પર ઓછામાં ઓછો બોજ આવે તેવી જરૂરી સાધન-સગવડવાળી પણ સરળ જીવનશૈલી કેળવે. વાર્તાના અંતે લેખિકાએ મિહિર અને અનુપાને સમાનતા અને સહજીવનની ભૂમિકા પર ફરી સાથે જીવતાં બતાવ્યાં છે : એકના વિકાસથી બીજાનો વિકાસ રૂંધાય તેવા માનદંડો વ્યક્તિએ ને સમાજે બદલવા જોઈએ તેવી સમજ સાથે મિહિર કહે છે, ‘સમાધાન મારે અનુપા સાથે નહીં, મારી પોતાની સાથે કરવાનું હતું.’

આ નવલકથા સાથે આ જ લેખિકાની ‘બત્રીસ પૂતળીની વેદના’, કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ અને મીરા ભટ્ટની ‘સાત પગલાં સાથે’ યાદ આવે છે. પહેલી નવલકથામાં પુરુષ પરાક્રમો કરે અને સ્ત્રી તેને બિરદાવે – તેણે પોતે એ સિવાય કશું કરવાનું હોય તેવી અપેક્ષા સમાજ તેની પાસે નથી રાખતો એ વાત પર આક્રોશ હતો. ‘સાત પગલાં આકાશ’માં સ્ત્રીઓને ઘરમાં-ઘરબહાર અનેક અન્યાયો ભોગવવા પડે છે તેની સૂક્ષ્મ વાતો હતી. તેમાં પણ મુખ્ય નાયિકા ઘર છોડે છે અને એક આદર્શ વસાહતનો હિસ્સો બને છે. ‘સાત પગલાં સાથે’માં દાંપત્યનો આદર્શ રજૂ થયો છે.

ફક્ત મનુષ્ય તરીકેના વિકાસનો હક્ક મેળવવા માટે સ્ત્રી છૂટાછેડા લે – આ વિભાવના પર નવલકથા લખવામાં નૈતિક હિંમત જોઈએ. વાંચવામાં પણ હિંમત જોઈએ. પોતાની જાત વિશે વિચારતી, પોતાના આત્મગૌરવ વિશે સભાન સ્ત્રીઓને સમાજ આલોચનાની દષ્ટિએ જુએ છે અને સ્ત્રી પોતે પણ ક્યારેક અપરાધભાવ અનુભવે છે. આ માનસિકતા રુગ્ણ છે, કુંઠિત છે. કથાની નાયિકા અનુપા સ્ત્રી તરીકેની ગરિમા અને સંવેદનશીલતાથી ચ્યુત થયા વિના, સમાનતાના ઝંડા ઉઠાવ્યા વિના અને આત્મહત્યાનાં રોદણાં રોયાં વિના મનુષ્ય તરીકે ગૌરવપૂર્ણ, વિકાસોન્મુખ જીવનનો અધિકાર મેળવવા જે રીતે સંઘર્ષ કરે છે તે સ્પર્શી જાય છે. જમાનાજૂનો સનાતન પ્રશ્ન આજે પણ નિરુત્તર ખડો છે : સ્ત્રીના વિકાસમાં 24 કલાકની ડ્યૂટી માગતું ઘર નડતરરૂપ છે કે પછી ઘર જ સ્ત્રીનું કાર્યક્ષેત્ર છે ? જવાબ આ બન્નેની વચ્ચે ક્યાંક છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે બાળવાર્તાઓ – જગદીશ ધનેશ્વર ભટ્ટ
અથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ Next »   

12 પ્રતિભાવો : પાંચ પગલાં પૃથ્વી પર – સોનલ પરીખ

 1. સાચી વાત. જવાબ એ બે પ્રશ્ન ની વચ્ચે છે પણ જવાબ મળી જાય તો એને સમજવા માટેય કોઇ સમજદાર માણસ જોઇએ ને…..અને એટલા સમજદાર માણસો હોત તો આ પ્રશ્ન જ ઉભો ન થયો હોત ને!

 2. varsha says:

  ખુબ સારો લેખ. જાણૅ મારા મન ની વાત તમે કહિ રહીયા હો.આભાર

 3. Veena Dave. USA says:

  સરસ લેખ.
  આજના સમાજમાં ૫૦ની આસપાસની ઉમરવાળી મોટાભાગની સ્ત્રીઓની વાસ્તવિક જીંદગી ની વાત .

 4. Hemantkumar Jani says:

  …ચાલીસ વરસની લવ મેરેજ જિંદગીમાં, મારી પત્ની માટે, તેણે કરેલા
  litarally ઢસરડા માટે, જ્યારે વિચારવાનો સમય મળ્યો, ત્યારે સાંઇઠે
  પહોંચી ગયા હતા, છ્તાં અત્યારે, મારી retired lifeમાં હવે હું રસોઇથી
  લઈને તમામ ઘરકામ મજાથી કરું છું, અને તેને તેના ઘરકામમાં થી
  retirement આપ્યું છે. ઘણા વરસો પહેલાં ઇલાબેનની નોવેલ વાંચી
  હતી, ત્યારે જ મનમાં ગાંઠ વાળી હતી કે,મોડે મોડે પણ મારી પત્નીને
  પણ retirementનો લાભ આપવો…..

  • Veena Dave. USA says:

   સરસ કોમેન્ટ.
   મારી અને મારા પતિ શ્રી દિલેશ દવેની ૩૦ વરસની લવમેરેજ લાઇફમાં મને હંમેશા ઘરકામ અને રસોઇમા મદદ મળી છે . દર રવિવારે મને રજા મળી છે.રોજ સવારમા બાદશાહી ચા પણ તેઓ બનાવવાના શોખીન છે. મારુ માનવુ છે કે બ્રાહ્મણ પુરુષો પત્નિને સહેલાઈથી મદદરુપ થઈ શકે છે.

  • hiral says:

   વાહ, તમે ખરેખર ઉદાહરણ પૂરું પાડ્યું કહેવાય. Best wishes 🙂

   બાકી આવી નવલકથા અને આવા લેખનાં વિચારો પણ ઘણા લોકો નથી પચાવી શકતાં. સવાલનો જવાબ તો દુરની વાત છે, ઘણાંને તો સવાલ પણ નથી સમજાતો.

 5. જગત દવે says:

  સામાજીક મૂલ્યો ઝડપથી બદલાઈ રહ્યા છે. ઊપરોક્ત સંઘર્ષ કથા એ બદલાવનો જ હિસ્સો છે.

  સ્ત્રીઓ સતત પુરુષ સાથેની સરખામણીની માનસીકતામાં થી બહાર આવે અને તેનું અલગ સ્થાન બનાવે. ગૃહ-કાર્ય એ કોઈ હલકું કામ નથી….એ દરેક પુરુષે સમજવું પડશે અને એ સમજાવશે કોણ??????? ‘માતા’ તરીકે સ્ત્રીઓ જ આ કાર્ય કરી શકે. દરેક પુત્રને ગૃહ-કાર્યની સમજણ,આદત અને આદર ની કેળવણી માતાઓ જ આપી શકે.

  સ્ત્રીઓ ધરમાં રહી ને પણ સમગ્ર સમાજની માનસીકતા બદલી શકે છે કારણ કે તેનાં ખોળામાં આવતી-કાલ રમી રહી છે. આ તાકાત જેવી તેવી છે??????

  જો આ કાર્ય સ્ત્રીઓ કરશેતો તેને તેનું ખુલ્લું આકાશ મેળવતા કોઈ રોકી નહિ શકે.

 6. ખૂબ સરસ. અંતિમ વાતો ઘણું કહી દે છે. આજે સમય બદલાયો છે. સ્ત્રી સભાન થઈછે.
  ઘરના ઉકેલ લાવે છે તો પોતાના મનને વ્યાથિત કરતા પર્શ્નોનો ઉકેલ કેમ ન લાવી શકે ? પોતે શું વિચારે છે તેનું મૂલ્ય પોતાના તોલ માપથી જુએ તો રાહત જરૂર થાય્ .ઘરના બધા ને ખુશ કરવા છે એ તરફ આખું જીવન હોમી દેવાની જરૂર નથી. પોતાનું મૂલ્ય સમજીને દરેક ફરજ બજાવવાની છે. પોતેજ જો પોતાને ઓળખે તો આગળ વધી શકાય.
  સમય બદલાતા સ્ત્રી શકિત આજે પ્રકાશમાં આવી છે. કોઈ કાર્ય એવું નથી કે તે ના કરી શકે.
  પુરુષ પણ સમજદાર થતો જાય છે. ક્દાચ સ્ર્તીને સાચા અર્થમાં જાણતો થયો છે.
  સોનલબેન નો લેખ સુંદર છે.
  કીર્તિદા

 7. જય પટેલ says:

  આઝાદ દેશની મુક્ત હવામાં શ્વાસ લેતાં લેતાં નારી મુક્તિનાં રોદણાં અને વિષયોના પડઘામાં
  ક્યાં સુધી ડૂબકીઓ લગાવીશું ?

  ૧૯૪૭ બાદ દેશની સામાજિક કાયાપલટ એટલી હદ સુધી થઈ છે કે ન્યાયિક વ્યવસ્થા સામાજિક
  ચેતના જ્યાં છે ત્યાં આંખે ઉડીને વળગે છે…ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં.
  મહારાષ્ટ્રમાં તો સ્ત્રીઓ હવે ક્રિયાકાંડ ( જ્ઞાતિવાદને ત્યજીને ) કરતી થઈ છે.
  સદીઓથી જે ખોખલી વિચારધારા હિન્દુ પ્રજાના માથે મારવામાં આવેલી તેનું બાષ્પીભવન
  આઝાદ દેશી મુક્ત હવામાં પલભરમાં થઈ ગયું..!! ફક્ત બ્રામણ પુરૂષ જ ક્રિયાકાંડ કરી શકે…!!

  આજે બોર્ડની પરિક્ષામાં દિકરીઓનું યોગદાન અને ત્યારબાદ મલ્ટિ-નેશનલોમાં ઉચ્ચ હોદાઓ
  પર પ્રશંસનીય યોગદાન નજરે ના ચડે તો જ નવાઈ. ગૃહ ઉપકરણોની ઉપલબ્ધતાથી આજનું
  ગૃહકાર્ય આસાન થઈ ગયું છે અને તેમાં ઘણીવાર વિકેંડમાં રસોડામાં પણ રજા હોય છે.

  નારીમુક્તિની વિચારધારા છૂટાછેડામાં પરિણમશે તો સમાજની બૂનિયાદ ખોખલી થશે જે
  આપણે પશ્ચિમમાં જોઈ રહ્યા છે…!!

  આવતી કાલનું ભારતવર્ષ સિંગલ પેરેંટસથી શણગારવું છે ?

 8. સરસ લેખ. ગમ્યો.

 9. harikrishna patel says:

  i do not understand mentality of ladies who always feel ignored.though i am a male,i also have to do lot of sacrifices in my day to day life.why this kind of novel shows only one side of coin.

 10. kira thakkar says:

  It is dependents where u look.
  There is one beautiful pond and in between some garbage is there.
  Some noticed “What a beautiful pond” and some one noticed about bunch of garbage.

  Once we are telling marriage is understanding and other side complaining about no one is understood.
  Have she had tried to develop her self in other way ?

  May this is the past not present. .I partly understand Sh H Patel comments. We male members are always providing great support why can this count ? It is part of joint life.

  Another six/seven/eight whatever step of

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.