અથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

[1] કોથમીર અને તલની ચટણી

સામગ્રી :
3 કપ સમારેલી કોથમીર,
1/2 મોટો ચમચો સફેદ તલ,
1 ચમચી જીરું,
1-1/2 ચમચી મીઠું.
1 ચમચી દાડમના દાણા,
2 લીલા મરચા,
1 લીંબુનો રસ,
થોડું સમારેલું આદુ.

રીત :
સૌપ્રથમ કોથમીરને સાફ કરી સમારો. તલને તવા પર શેકી નાંખો. હવે કોથમીર, તલ, દાડમના દાણા, આદુ, જીરું, લીલા મરચાં, મીઠું અને લીંબુનો રસ મિક્સરમાં નાંખી, તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર વાટી લો. એકદમ બારીક ચટણી તૈયાર થઈ જાય એટલે વાટકામાં કાઢી લો. આ ચટણીનો ખારી પૂરી કે પુલાવ સાથે સ્વાદ માણો.

[2] આદુનું ખટમીઠું અથાણું

સામગ્રી :

500 ગ્રામ આદુ,
200 ગ્રામ સરકો,
150 ગ્રામ ગોળ,
1-1/2 ચમચી મીઠું,
1 ચમચી લાલ મરચું,
1 ચમચી મરી,
50 ગ્રામ તેલ,
2 લીંબુનો રસ.

રીત :

સૌપ્રથમ આદુને ભીના કપડાથી બરાબર લૂછી નાખો. હવે તેને છોલીને તેની ચીરીઓ કરો. એક કડાઈમાં તેલને ખૂબ ગરમ કરો. તેમાં મીઠું, મરી અને લાલ મરચું નાંખો. ગોળના નાના-નાના ટુકડા કરો. આ ટુકડાને તેલવાળા મસાલામાં બરાબર ભેળવી દો. પછી તેને આંચ પરથી નીચે ઉતારી લઈ તેમાં સરકો રેડો. કડાઈમાંનું મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં આદુની ચીરીઓ ભેળવો. આ મિશ્રણને એક નાની બરણીમાં ભરી દો. લીંબુનો રસ પણ તેના પર રેડો. 2-3 દિવસ બાદ આ અથાણાને ખાઈ શકાશે.

[3] શેકેલા ચણાની ચટણી

સામગ્રી :
150 ગ્રામ શેકેલા ચણા,
લીલાં મરચાં,
1 મોટો ટુકડો આદુ,
2 ચમચા વાટેલી કોથમીર,
1/2 ચમચી વાટેલી રાઈ,
2 સૂકા લાલ મરચાં,
1 મોટો ચમચો તેલ,
3 ચમચી લીંબુના રસ,
મીઠો લીમડો ઈચ્છા મુજબ,
1/2 કપ સમારેલી કોથમીર, 3-4 કળી લસણ,
1 ચમચી મીઠું.

રીત :
સૌપ્રથમ શેકેલા ચણાનાં કાળા ફોતરા કાઢી નાંખી તેમને મિક્સીમાં ક્રશ કરી નાંખો. આદુ તથા લસણને છોલી નાંખો. તેને કોથમીર અને મરચાં સાથે વાટી નાંખો. સૂકા લાલ મરચાના ડીંટિયાં તોડી નાંખી તેમના 3-4 ટુકડા કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને સૂકા લાલ મરચા વઘારો. હવે તેમાં ચણા અને આદુનું મિશ્રણ નાંખો. તેને ખૂબ હલાવી આછા બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ ઠંડુ પડે એટલે તેમાં લીંબુનો રસ અને મીઠું ભેળવો. જો તમને વધારે ખટાશ પસંદ ન હોય, તો લીંબુનો રસ સહેજ ઓછો નાંખો. ઉપરથી કોથમીર ભભરાવો.

[4] લસણનું અથાણું

સામગ્રી :
300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ,
1 કપ સરકો,
1 ચમચી વાટેલી વરિયાળી,
1 ચમચી વાટેલી મેથી,
1 ચમચી વાટેલું જીરું,
1 ચમચી મરચું,
100 ગ્રામ ગોળ, 20 ગ્રામ વાટેલું આદુ,
50 ગ્રામ રાઈ, 10 ગ્રામ કિશમિશ,
250 ગ્રામ તેલ, 30 ગ્રામ તલ,
1 મોટો ચમચો હળદર,
1 મોટો ચમચો મરીનો પાઉડર,
1-1/2 ચમચી મીઠું.

રીત :
સૌપ્રથમ લસણને છોલી તેમાં ચીરો કરી વાટેલી વરિયાળી અને મેથી ભરી દો. હવે બે મોટા ચમચા તેલ લઈ તેમાં આદુ સાંતળો. આદુ લાલ રંગનું થાય એટલે એ જ તેલમાં મીઠું, હળદર, મરચું, મરીનો પાઉડર અને જીરું ભેળવો. તલ અને કિશમિશ પણ તેમાં નાંખી દો. આ આદુવાળા મિશ્રણમાં ભરેલું લસણ નાંખી ધીમી આંચ પરથી ઉતારી લો. તેમાં રાઈ ભેળવો. સરકામાં ગોળ નાંખી ગરમ કરો. તેના 1-2 ઊભરા આવવા દો. સાફ બરણીમાં પહેલાં લસણનું મિશ્રણ ભરો. તે ઠંડુ થાય એટલે તેના પર ગોળવાળો સરકો રેડો. ચાર કલાક પછી ગરમ કરીને બાકીનું તેલ પણ રેડી દો. આ અથાણું હૃદયરોગ તથા ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંચ પગલાં પૃથ્વી પર – સોનલ પરીખ
અવતરણ – સંકલિત Next »   

4 પ્રતિભાવો : અથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ

 1. Dipti Trivedi says:

  પહેલી ચટણીમાં દાડમની વિવિધતા તથા અન્ય દરેક નવીન છે. વળી કળી વગરનું પહાડી લસણ એ તો એકદમ નવીન વસ્તુ જાણવા મળી. બનાવવાનું મન થાય તેવી રેસિપિ છે. અહીં લાભ આપવા માટે પલ્લવી બહેન અને તંત્રીશ્રી નો આભાર.

 2. atul says:

  આ મોજ આવિ ગઇ

 3. MANISHA says:

  ખબ સ્રર્સ્

 4. jigisha says:

  ખુબજ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.