દડમજલ – અશોક જાની ‘આનંદ’

[વ્યવસાયે ઈજનેરી ક્ષેત્રમાં રહીને સાહિત્યનું સર્જન કરનાર શ્રી અશોકભાઈ જાની ‘આનંદ’ના ગીત અને ગઝલ સંગ્રહ ‘દડમજલ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી અશોકભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashokjani_23@yahoo.co.in અથવા આ નંબર +91 9879565012 પર સંપર્ક કરી શકો છો.]

[1] તો બહુ થયું

મારું તને સ્મરણ મળે તો બહુ થયું,
તે ય એકાદ ક્ષણ મળે તો બહુ થયું.

સાવ સૂની રાતમાં સાજન તણા
સ્વપ્નનું આંજણ મળે તો બહુ થયું.

ઉફ ! આ એકલ કેડીએ થાકી ગયો,
સાથમાં એક જણ મળે તો બહુ થયું.

આ સૂના નીરસ જીવનના પંથ પર
પ્રેમના પગરણ મળે તો બહુ થયું.

જિંદગીના હાથ પર લખવા નસીબ
શ્રમતણી લેખણ મળે તો બહુ થયું.

આ સતત દ્વિધાભર્યા જીવન મહીં,
ચેનની એક ક્ષણ મળે તો બહુ થયું.

પ્રેમને ‘આનંદ’ જીવન પર્યાય છે,
એટલી સમજણ મળે તો બહુ થયું.
.

[2] ઘડી બે ઘડી

એક વાર હવાને અડી તો જો !
વરસાદની જેમ ક્યાંક પડી તો જો !!

રોજિંદી ઘટમાળના પાટા ઉપરથી,
ગાંડા એન્જિનની જેમ ખડી તો જો !

ક્યારેક વસંતે કૂંપળ થઈને ઊગે,
સુકાઈને પતઝડમાં ઝડી તો જો !

ચોપાસ ઊછળતી મબલખ સુગંધી,
થોડીક તારા હૈયે જડી તો જો !

આ શું જે મનને કરે તરબતર છે,
મનને હૈયા વચ્ચેની કડી તો જો !

સૌંદર્યનો ‘આનંદ’ તું પણ લઈ શકે,
એની તરફ તું ઘડી બે ઘડી તો જો !
.

[3] ક્યાં વંચાય છે ??

લાગણીઓ અટવાય છે,
ચહેરા ક્યાં વંચાય છે !?

હિમગિરિના શિખરે
તડકો પણ ઠૂંઠવાય છે !

સાગર કાંઠે પવન જુઓ,
ખુદ પરસેવે ન્હાય છે !

જાતને જાણે કટકે કટકે
ચિંતા કોરી ખાય છે.

સાવ સરળ જીવનમાં શાથી
અઘરું સહુ વરતાય છે ?

થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ,
સાવ મફત વ્હેંચાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્પંદન-2010 – સંકલિત
ગઝલ – સિકંદર મુલતાની Next »   

11 પ્રતિભાવો : દડમજલ – અશોક જાની ‘આનંદ’

 1. સુંદર રચનાઓ.

  “લાગણીઓ અટવાય છે,
  ચહેરા ક્યાં વંચાય છે !?”

  માણસના ચહેરા વંચાય છે ક્યારેક, પણ મન વાંચી શકાતું હોત તો કેટલું સારું હોત.

 2. sudhir patel says:

  સુંદર ગઝલો!
  અશોક્ભાઈ ‘આનંદ’ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 3. xama says:

  so nice poem no. 3

 4. Vikas says:

  મારું તને સ્મરણ મળે તો બહુ થયું,
  તે ય એકાદ ક્ષણ મળે તો બહુ થયું

  લાગણીઓ અટવાય છે,
  ચહેરા ક્યાં વંચાય છે

  ખુબ જ સરસ્…..

 5. ખુબ સરળ અને સુંદર રચનાઓ…

 6. Harish S. Joshi says:

  ભાઈ અશોક્ રિદ ગુજરતિ દોત કોમ ” ના માધ્યમ થિ ” દદ મજલ ” નિ …..ગદિ બ ગદિ”, ક્યાન વન્ચાય ચ્હે અને ….બહુ થયુ…
  અમ્ને બહુજ ગમિ……..અમારો પ્રતિભાવ કયિન્ક આ પ્રમાને વાન્ચ્શો “-

  “અભિનન્દન ને પાત્ર ચ્હો,ભાઇ અશોક તમે,અમને સદા આવુ ઉત્તમ વાન્ચન મલે; બહુ થયુ,
  ગુજરત થિ વર્શો થયા દુર્,રહ્યા ચ્હ દશક થિ,બાકિ જિવન મા,બસ હવે સારુ વાન્ચન મલે બહુ થયુ”

  હરિશ જોશિ, કેન્બરા (ઓસ્ત્રેલિય)

 7. ક્યાં વંચાય છે ?? — એકદમ સુંદર ગઝલ

 8. Dipti Trivedi says:

  [3] ક્યાં વંચાય છે ??— આ ગઝલમાં બે અંતિમ તત્ત્વોની અને બે વિરોધી ભાવોની સરસ જુગલબંધી કરી છે.—
  જિંદગીના હાથ પર લખવા નસીબ
  શ્રમતણી લેખણ મળે તો બહુ થયું———પુરુષાર્થ થકી જ પ્રારબ્ધ ઘડાય એની અલગ જ અભિવ્યક્તિ.

 9. Chiku says:

  ગઝ્લો ખુબ સરસ છે

  [૧] તો બહુ થયું

  [૨] ક્યાં વંચાય છે ??

  મને ખુબ ગમિ.

 10. ANIL PARIKH says:

  મન ના ભાવ ચ્હેરા ઉઅપર આવિ જાય પન એ ભાવ સમજતા , વાન્ ચતા આવદવુ જારુરિ ચ્હે. સુભહાન્લ્લા..! સાવ સરર શબ્દો…..ચોન્ત દિલ ઉપર . દદ્ર્ર્દ દિલ મા જે ઘુઅતાય ચ્હે તેજતો શબ્દો મા ચ્હલ્કાય ચ્હે. આનદા તામારિ રાચ ના નો આનદ્દ આમ્મે પન પઇધો …

 11. dhaval thakkar says:

  Jani saheb ”TO BAHU TAYU” is wonderful gazal ,right now I am in canada ,I like your gazals(all)
  Its very effective honestly
  I sent this GAZAL to my girl friend and my friends also
  very nice

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.