જાતે કરવા દો – અવંતિકા ગુણવંત

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

મૃગા દીકરા આલાપનું દફતર ગોઠવતી હતી. એ જોઈને નિશાંતભાઈ બોલ્યા : ‘મૃગા, આલાપને એનું દફતર એની જાતે ગોઠવવા દે.’
‘હું એનું દફતર ગોઠવું એમાં તમને કોઈ વાંધો છે ?’ મૃગા તાડૂકી.
‘હા, વાંધો છે. તું એનું દફતર ગોઠવીને એને પાંગળો બનાવી દે છે. એનું કામ એને જાતે કરવા દે. દીકરો તને વહાલો છે એમ મને પણ વહાલો છે. મા તરીકે તને એને લાડ લડાવવાનું ગમે, એક રાજકુંવરની જેમ દીકરો વૈભવભર્યું લાલનપાલન પામે એ તને ગમે એ સાવ સ્વાભાવિક વાત છે, દીકરાને લાડ કરવાનું મનેય ગમે પણ એનું લાલનપાલન કરવામાં એક મર્યાદા રાખવાની અત્યંત જરૂરી છે. દીકરો એનું કામ જાતે કરે એવી ટેવ પાડવી જોઈએ. આપણે એનાં કામ કરી લઈએ તો એને શેઠાઈ કરવાની ટેવ પડશે. નિશાળે જવાની ઉંમર છે એવું આપણે માનીએ છીએ, તો એની સ્કૂલબેગ એ જાતે ગોઠવે એવો આપણે આગ્રહ રાખવો જોઈએ. એની સ્કૂલબેગ એ જાતે ગોઠવે તો એને ખ્યાલ આવે કે નિશાળમાં જરૂર પડે એવી કોઈ વસ્તુ એ ભૂલી તો નથી રહ્યો ને ! અને ઘરે પાછો આવે ત્યારે એની બધી વસ્તુઓ સાચવીને લાવે. નિશાળમાં કોઈ વસ્તુ ભૂલીને ન આવે. અત્યારથી એ આવી નાની જવાબદારી નિભાવે તો એનામાં ચોકસાઈ આવે અને પોતાનું કામ પોતે જાતે કર્યું એનો આનંદ એને મળે.’

‘અરે, શું આનંદ મળે, ખબર છે તમને, કાલે છેલ્લી ઘડીએ બેગ ગોઠવવા બેઠો, મોડું થઈ ગયું હતું, એની રિક્ષા આવી ગઈ અને એ દોડ્યો તો પડી ગયો અને એનો ઢીંચણ છોલાઈ ગયો.’
‘બાળક તો પડે, એક વાર એ પડે, વાગે તો એને ભાન પડે કે બેગ વહેલાસર ગોઠવી દેવી જોઈએ. પડતાં આખડતાં બાળક જિંદગીના પાઠ શીખે. જિંદગીમાં આવા તો કેટલાય ચડાવ-ઉતરાવ ભવિષ્યમાં આવશે, તકલીફો આવશે એ વખતે કદાચ આપણે એની પાસે ન હોઈએ તો એનામાં સૂઝ અને હિંમત ખીલ્યાં હશે તો એ મુશ્કેલીમાંથી એનો માર્ગ કાઢી શકશે, ગભરાયા વગર આગળ વધી શકશે. આવી તાલીમ એને અત્યારથી જ મળવી જોઈએ.’

મૃગા બોલી, ‘ઓહોહો, નાની વાતમાં તમે કેવું મોટું લેકચર સંભળાવી દીધું. હું ફ્રી હોઉં અને એનું દફતર ગોઠવું એમાં હું શું ખોટું કરું છું ? બધી મમ્મીઓ પોતાના બાળકનાં દફતર ગોઠવતી જ હોય છે. બાળકની કાળજી રાખવી કઈ મમ્મીને ન ગમે ? એ તો મમ્મીની ફરજ છે, મનગમતો લહાવો છે.’
‘મમ્મીની ફરજ શું છે એનો સહેજ દીર્ઘદષ્ટિથી વિચાર કરે ને તો તને મારી વાત સમજાય. પણ બધી મમ્મીઓ તારી જેમ ભૂલ કરે છે. બાળકનું કામ મમ્મી કરે એટલે બાળકને તો મજા પડી જાય. શેઠાઈ કોને નથી ગમતી ? પરંતુ તને અને તારા જેવી મમ્મીઓને ખ્યાલ કેમ નથી આવતો કે બાળકને તૈયાર કરેલું દફતર લઈ જવાની ટેવ પડી જશે. બાળક તારી પર આધાર રાખતું થઈ જશે, જે કામ એ કરી શકે એમ છે એ કામ તારે કરવાની શી જરૂર છે ? બાળકના જીવનનો આ તબક્કો ઘડતરનો છે, સારી ટેવો કેળવવાનો છે, એ વાત આપણે ના ભૂલવી જોઈએ. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થતો જાય છે. આજના બાળકની સમજશક્તિ, આઈક્યુ પહેલાં કરતાં વધ્યો છે. આજનું બાળક આપણે ધારીએ છીએ તેના કરતાંય વધારે સારી રીતે કામ કરી શકે છે, માટે તું એની ક્ષમતા પારખીને એ પ્રમાણે એને જવાબદારી સોંપીશ તો એનામાં કૌશલ્ય આવશે, આત્મવિશ્વાસ આવશે.’

પતિની વાત સાથે મૃગા સંમત નથી થઈ શકતી. એ બોલી, ‘નિશાંત, બાળક ભૂલ કરે ત્યારે ?’
‘એ ભૂલ કરશે એવી ચિંતા તું ન કર. ભૂલમાંથી એ શીખશે, નિષ્ફળતાથી બાળક સમજી શકશે કે નિષ્ફળતાથી ગભરાવાનું ન હોય, એક વાર થયેલી ભૂલ સુધારી શકાય છે, એવી એને ખબર પડશે.’
મૃગા ચૂપ રહી, કંઈ બોલી નહીં, પણ એનો ચહેરો કહી રહ્યો હતો કે એને નિશાંતની વાત ગમી નથી.

આ જોઈને નિશાંત પ્રેમથી બોલ્યો, ‘મૃગા હું સમજું છું કે તારા જેવી ચિંતાવાળી મમ્મી દીકરા પર ઝટ દઈને જવાબદારી ન નાખી શકે, પણ તારો આ સ્વભાવ બાળકનું અહિત કરે છે. તારું વાત્સલ્ય બાળકનો વિકાસ રૂંધે છે. માટે તું તારા અધિરા અને ચિંતાવાળા સ્વભાવ પર કંટ્રોલ રાખ. મૃગા, વાસ્તવિક રીતે જોતાં શિક્ષણ એક સંસ્કાર પ્રક્રિયા છે. બાળકને ઉદ્યમી બનાવવો, સારી ટેવો પાડવી, સ્વાવલંબી બનાવવો એ માબાપ તરીકે આપણું કર્તવ્ય છે. માબાપે એક મનોચિકિત્સકની જેમ બાળકને ઓળખવું જોઈએ, સમજવું જોઈએ અને કેળવવું જોઈએ. બાળકને આપણા વગર કહે કામ કરવાનો ઉત્સાહ જાગે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. બાળકને પાયાના સંસ્કાર ઘર અને કુટુંબમાંથી મળે છે. શાળા ત્યાર પછીના ક્રમે આવે છે. આપણા ભારતદેશની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ જોઈશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકૂળ અને તપોવનમાં, ગુરુના સાંનિધ્યમાં અભ્યાસ કરતા હતા ત્યારે રોજિંદા જીવનના નાનામોટાં કામ બાળકો જાતે કરતાં ત્યાં માતાપિતાની હાજરી ન રહેતી. આવી રીતે બાળકો ઉદ્યમી બનતા, તેમનામાં કામ કરવાની ચીવટ આવતી તથા કામનું આયોજન આવડતું. આ વાત ધ્યાનમાં રાખીને આપણે દીકરાનો ઉછેર કરીશું તો એનું વ્યક્તિત્વ શતદલની જેમ ખીલશે.’

હવે પતિની વાત મૃગાને સમજાઈ અને એ બોલી, ‘નિશાંત તારી વાત સાચી છે. આજથી દીકરાને ખોટા લાડ નહીં કરું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – સિકંદર મુલતાની
અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા Next »   

13 પ્રતિભાવો : જાતે કરવા દો – અવંતિકા ગુણવંત

 1. Bhalchandra, USA says:

  If you open a cocoon to help a caterpillar to fly, before it struggles and develos the wings, what will happen? It may become butterfly but wings will be too weak. Nature’s law is simple, as per Gujarati saying: Swarg ma java jate marvu pade!!

 2. Kamakshi says:

  good article. I know some of the teenagers. they are from well to do families but their parents still send them to do some small jobs during vacation. this develops sense of resposibility and maturity among the children. I agree that instead of pampering we encourage them to become self sufficient.

 3. Prathmesh says:

  I 100% agree with the author’s view. It is no wonder that such words can come from Avantika ji.. I have seen that kids in US are more self reliant and responsible than their Indian counterpart. We believe abundant wealth plays an negative role in spoiling the kids, but that’s not totally true. It depends on the parents to give good moral values and guidance to their kids.

 4. સુંદર વાત….માતા પિતા બાળકને ક્યારેક એટલી હદે પાંગળા બનાવી દે છે કે નાના નિર્ણય પણ જાતે લઇ શકતા નથી કે નિર્ણયથી ઉભા થતા પરિણામની જવાબદારી સ્વિકારી શકતા નથી.

 5. Yogendra Bhatt says:

  This is a very good article. Too much of spoon feeding makes a child dependent on outside help for

  ever ! Overly sentimental parents (mostly mothers) do not realise this ! The article is a good pointer

  for all those erring Parents. A child should be allowed to walk, work, play, commit mistake & learn,

  on his/her own & grow independently. The result then, would be a self-sufficient society & nation.

 6. Harish S. Joshi says:

  વાત ખરેખર સાચિ ચ્હે.” ચરિતિ બેગન્સ વિથ હોમ”…બાલક ને નાન્પન થિજ સ્વાવલમ્બિ બનાવ્શુ તોજ તેનુ ભવિશ્ય ઉજરુ થશે.
  ” પેમપર્દ ચિલ્દેરેન નેવેર સક્સેસ “…આલ પમ્પાર બાલક ને સદૈવ કમ્જોર અને આલ્સુ બનાવે ઉપરાન્ત તેના મા આત્મવિશ્વાસ જલ્દિ નથિ આવ્તો.બાલક નિ સાચિ ગુરુ ત તેનિ માતા જ હોય અને ગુરુ એ તો વધુ પદ્તુ લાગ્નિશિલ થવુ
  ના પોશાય્.કોઇ પન બાલક ને અનુશાસિત બનાવ વા માતે કથોર થવુ પદે તેમા વાન્ધો નહિ. પરિનામ અચુક ઉત્તમ્મલ્શે.

 7. khyati says:

  ખુબ ખુબ સરસ…..અભિનંદન

 8. Sonal Shah says:

  Very nice article.

  I am mother of 6 years old girl and i totally agree with contents of article.

 9. Kalakar says:

  Very true. I had roommate she was so spolied by her parents. She was expecting everybody should pamper her like her parents and when people denied to agree with her she was throwing tamper. she start shouting on people without noticing she is in house or public place in USA.

  We always used to say her parents should change her or try to explain her what’s wrong or right. Because of her this attitude she don’t have any friends in USA and whoever her parent’s friend or relatives are so mad on her they never like to meet her again.

  Her mother used to pamper her so much.

 10. pradipsinh says:

  mare j jotu hatu te j malyu…wah mast kekh 6. tanhks

 11. maitri vyas says:

  મા-બાપે બાલકોને સ્વાવ્લમ્બિ બનાવ વાજ જઓઈઅએ

 12. AMITKHANVILKAR says:

  ગોૂદ્

 13. Khub sara lekh mari sathe pan kak avu j banyu che hu gharma sawu thi na no etle mane koi javab dari valu kam sopva ma nathi avtu aje to hu moto tahi gyo chu chata ej paristhi par chu .avantika ben keep it up.ava lekho apta raho jethi badha ma bapa potana balak ne jate kam karva de.thankyu

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.